Category: Essay Writing

  • Nari Tu Narayani in Gujarati

    Nari Tu Narayani in Gujarati

                                  નારી તું નારાયણી

    બ્રહ્મા નું સર્વ શ્રેષ્ઠ સર્જન એટલે નારી.

    નારીનું સર્જન સર્જનહારે અનોખું અને અલૌકિક રીતે કરેલ છે.એનામાં અખૂટ શક્તિ ભરી દીધી છે તો બીજી બાજુ સ્નેહનો સાગર એની રગેરગમાં હિલોળા લે છે.

    ભગવાન મનુએ  મનુસ્મૃતિના ત્રીજા અધ્યાયમાં કહ્યું છે કે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:” અર્થાત જ્યાં નારીઓને સત્કારવા માં આવે છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે.પૃથ્વી પર માનવ જીવનનો આરંભ થયો ત્યારથી સ્ત્રી અને પુરૂષ અસ્તિત્વમાં આવ્યા.સતિઓ,સન્નારીઓ અને સાધ્વીઓ નો એક જ્વલંત ઇતિહાસ ભારતે વિશ્વ ને પૂરો પાડ્યો છે.વેદ ઉપનિષદ કાળમાં સ્ત્રી-પુરુષનો સમાન દરજ્જો હતો એટલું જ નહીં ગાર્ગી અને લોપામુદ્રા જેવી વિદુષિઓએ સ્ત્રી શક્તિના પ્રભાવને સોળે કળાએ ખીલવ્યો હતો.

    શરીરના બંધારણ ની દ્રષ્ટિએ બળ અને બુદ્ધિમા વિશેષતા ધરાવતા પુરુષોએ સમય જતાં પુરુષપ્રધાન સમાજની સ્થાપના કરી. શરીરે નાજુક અને નમણી સ્ત્રીઓએ પુરુષના કુટુંબની સેવાનું કાર્ય પ્રેમથી ઉપાડી લીધુ. પરિણામે પુરુષ કુટુંબનો વડો અને સર્વોપરી વ્યક્તિ બની ગયો અને સ્ત્રી જાણે તેની દાસી બની ગઈ. સદીઓથી ચાલતી આ પરંપરામાં સ્ત્રી જાતિનું ખૂબ શોષણ અને અપમાન થતું રહ્યું છે પણ હવે જમાનો બદલાયો છે.

    સ્ત્રીઓ ભણી-ગણીને સમાજમાં પ્રતિષ્ઠિત જગ્યાએ ગોઠવાતી જાય છે. સ્ત્રી જાતિ માં જાગૃતિ આવતાં પુરુષોના દમનનો વિરોધ કરીને કોર્ટમાં જતા પણ આજે સ્ત્રી અચકાતી નથી. આ બધું જોતાં વિચારતા પ્રશ્ન થાય છે કે પુરૂષો નારી પ્રત્યે આવા વિચારો કેમ રાખે છે? સ્ત્રીને દાસી માનવાની ભૂલ કેમ કરે છે? સ્ત્રી વિનાનો પુરુષ એટલે એકડા વિનાનું મીંડું.

    ભારતીય સમાજમાં નારી નો દરજ્જો જોવા જઈએ તો કાયમ એકસરખો રહ્યો નથી.  વાલ્મીકિએ સીતા જેવા પ્રેરક પાત્રોનું સર્જન કર્યું તો ત્યાગ અને સહનશીલતાની મૂર્તિ સામે લક્ષ્મણ ની પત્ની ઉર્મિલાને પણ બિરદાવી. રામાયણ-મહાભારતમાં અને પુરાણમાં સીતા, ઉર્મિલા,રાધા, યશોદા, દેવકી, દમયંતી, કુંતી, દ્રૌપદી જેવી અનેક નારીઓ તેમના ઉત્તમ ગુણોથી નારી જગતના ઈતિહાસમાં અમર બની છે.

    Nari Tu Narayani essay in Gujarati
    Nari Tu Narayani in Gujarati

    ભૂતકાળમાં રાણી લક્ષ્મીબાઈ, જીજાબાઇ, દુર્ગાવતી, અહલ્યાબાઇ હોલ્કર જેવી વીરાંગનાઓ એ  દેશને ખાતર લડીને ભારતની ગૌરવરૂપ નારીઓમાં સ્થાન મેળવ્યું છે.

    “સ્ત્રી અને પુરુષ તો સંસાર રથના બે ચક્રો છે” આવી મહાન આદર્શોની વાતો કરનારા ભારત દેશમાં હજી આજે પણ એકવીસમી સદીના પ્રથમ દાયકામાં સ્ત્રીઓની દયાજનક હાલતમાં ખાસ સુધારો થયો નથી.લાખો સ્ત્રીઓ હજુ આજે પણ ઘરની ચાર દીવાલો વચ્ચે નિરક્ષરતા અને અજ્ઞાનતાના ઘોર અંધકારમાં અટવાઈને પશુવત જીવન જીવી રહી છે.

    ધીમે ધીમે ભારતીય સમાજમાં સ્ત્રીઓની અવનતિ ની શરૂઆત થઈ ધીમે ધીમે એટલી હદે પહોંચી કે મધ્યયુગમાં સ્ત્રી એક વસ્તુ મનાવવા લાગી. સ્ત્રી માત્ર ઉપભોગનું સાધન બની ગઈ આ સમયમાં સ્ત્રીઓના સોદા થવા લાગ્યા લોહીનો વેપાર કરનાર ટોળકીનો ઉદય થયો. આ સમય માં  નારીનું સ્થાન માત્ર રસોડામાં અને ઘરની ચાર દીવાલો વચ્ચે જ હતું. સ્ત્રીઓનું જીવન નર્કથી પણ બદતર થઈ ગયું હતું.

    રાજપુતો ના સમયમાં દીકરી ને દૂધ પીતી કરવાનો રિવાજ શરૂ થયો. બીજી બાજુ બાળ લગ્નની પ્રથા અનિવાર્ય બની ગઈ એની સાથે સાથે દીકરી ને ગાય દોરે ત્યાં જાય તે કહેવત પ્રમાણે દીકરીને પોતાના જીવનસાથીની પસંદ કરવાની સ્વતંત્રતા પણ છીનવી લેવામાં આવી.

    આજ કાળમાં સતી થવાના રિવાજ, બહુપત્ની પ્રથા, વિધવાવિવાહની મનાઈ વગેરે જેવા દૂષણો ઘર કરી ગયા

    જોકે આવા અનેક સંઘર્ષોનો સામનો કરતી નારીઓ એ પ્રગતિ કરી છે.તેમ છતાં આજે દેશમાં નારી સલામત છે ખરી? આમ છતાં આ વીરાંગનાઓ એમ જલદીથી હારી જાય એવી નથી. તેઓ સમય આવ્યે સમાજને પોતાની નારી  શક્તિનો પરચો બતાવી જાણે છે.

    નારીના જીવનમાં ભગવાને સદગુણોનો સંચય કર્યો છે તે અદભુત છે. પ્રકૃતિગત સુંદરતા અને નાજુકતા તો એનામાં છે જ તે સાથે તેનામાં ધરતી જેટલી અપાર સહનશીલતા પણ છે. સ્નેહ અને સમર્પણની તે મૂર્તિ છે. માતા, બહેન, પત્ની અને પુત્રી તરીકે તે પુરુષના જીવનને  સીંચે છે.ગમે તેવા દુષ્ટ પુરુષને સન્માર્ગે વાળે છે તો સાવ નાસ્તિકને આસ્તિક બનાવી શકે છે આમ નારી અનેક રૂપે અને ગુણે પુરુષને મદદરૂપ નીવડે છે.પુત્રી, પત્ની, બહેન, માતા દેરાણી-જેઠાણી, નણંદ-ભાભી ,સાસુ ,નાની જેવી અનેક ભૂમિકા જીવનના વિવિધ તબક્કે સ્ત્રીને ભજવવાની રહે છે અને આવી પડકારજનક ભૂમિકા ને સંતોષકારક ન્યાય આપવાનું આ ભગીરથ કામ ફક્ત ભારતીય નારી જ કરી શકે.

    Nari Tu Narayani essay in Gujarati
    Nari Tu Narayani in Gujarati

    આજની સ્ત્રી ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી છે. કોર્પોરેટ જગતમાં, સરકારી કચેરીઓમાં, દવાખાનાઓમાં, વિમાનોમાં, દુકાનોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, નિર્ભયતાથી આજે સ્ત્રીઓ કામ કરી રહી છે અને રાજકારણના ક્ષેત્રમાં પણ સ્ત્રીઓએ પોતાનો પરચો બતાવી દીધો છે.

    સમાજનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં નારી એ પોતાના ઓજસ ના અજવાળા પાથર્યા ના હોય રમતગમત ક્ષેત્રે સાનિયા મિર્ઝા, સાઇના નેહવાલ, મેરિકોમ તો અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ રાજકારણમાં ઈન્દિરા ગાંધી તથા સુષ્મા સ્વરાજ કલાક્ષેત્રે મલ્લિકા સારાભાઈ, વૈજયંતિમાલા સંગીત ક્ષેત્રે લતામંગેશકર થી લઈ શ્રેયા ઘોશાલ સામાજિક કાર્યક્ષેત્રે ઈલા ભટ્ટ લેખનક્ષેત્રે અરુંધતી રોય, સુધા મૂર્તિ વ્યાપાર બેન્કિંગ જેવા ક્ષેત્રોમાં પણ અરુંધતી ભટ્ટાચાર્ય, ઇન્દિરા નૂયી  કે પછી રિલાયન્સના નીતા અંબાણી.માત્ર આપણા દેશમાં જ નજર કરીએ તો નારીની સફળતાઓ સમાજના તમામ ક્ષેત્રોમાં આકાશને આંબી ગઈ છે.

    આજે નારી ની આ  સહનશીલતાને આપણે તેની નબળાઈ ગણી લીધી છે. દીકરા-દીકરીની અસમાનતાના સંકુચિત વાડામાં આપણે દીકરીનો વિકાસ રૂંધી રહ્યા છીએ. દિકરી તુલસી ક્યારો છે ઉંબરા પરનો દિપક છે જે બંને ઘર અજવાળે છે. દહેજપ્રથા, ભૃણ હત્યા, બાળ લગ્ન જેવા કુરિવાજો એ નારીની શક્તિ ને પાંજરામાં પૂરી દીધી છે. પણ નારી પોતે જ શક્તિ છે.નારી સર્જન પણ કરી શકે છે અને વિસર્જન પણ એટલી જ આસાનીથી કરી શકે છે.

    ત્યાગ, સમર્પણ, સહનશીલતા, બુદ્ધિ ,જ્ઞાન,મમતા સુંદરતા આ બધાનો સંગમ એટલે નારી. સરસ્વતી સાધના કે લક્ષ્મીની ઉપાસના એટલે નારી. સમાજ ને સંસ્કારબદ્ધ અને શિસ્તબદ્ધ કરવામાં કોઈ નો સૌથી મોટો ફાળો હોય તો તે નારી છે.

    નારી કુટુંબ, સમાજ અને દેશના હિત ખાતર સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને  બલિદાન આપી શકે છે તો કુટુંબના, સમાજના કે દેશના હિતમાં રણચંડી પણ બની શકે છે. જીવનના સર્વ ક્ષેત્રોમાં પદાર્પણ કરી ચૂકેલી યુવા નારી પર પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર પડેલી દેખાય છે એ વાત ખરી પણ ભવિષ્યમાં તો ચોક્કસ પોતાની ઉચ્ચ સંસ્કારિતા તે જાળવી રાખશે કારણકે તેના લોહીમાં ભારતીય સંસ્કારિતા વહે છે.

    ભારતીય નારી સાચા અર્થમાં નારાયણી બને. પુરુષ સમોવડી બને અને આદર્શ માતા  એમાં જ આખા સમાજ અને સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ સમાયેલું છે. ભારતીય નારીની ગઈકાલ ઉજ્જવળ હતી. આ જ ભવ્ય છે અને આવતીકાલ સ્વર્ણિમ બનશે. જીવનભર આટલા બધા સંઘર્ષો વેઠતા વેઠતા અગ્નિમાં તપી અને સુવર્ણ બનેલી નારી માટે તેમજ કહેવું પડે કે “નારી તું ના હારી”. તું જ છે સૌની તારણ હારી”.

    નિબંધ માં તથા સ્પીચમાં લખી શકાય તેમજ બોલી શકાય તેવા કેટલાક સૂત્રો અને પંક્તિઓ:

    “દરેક નારીના હૃદયમાં દિવ્ય અગ્નિનો એક તણખો હોય છે જો સમૃદ્ધિના સૂર્યપ્રકાશમાં રહે છે અને દુઃખના ગાઢ અંધકારમાં જાગી ઉઠી બધુ ઝળહળતું કરી દે છે.”

    “જેવી રીતે ઝાડના મૂળિયા પથ્થર જેવી જમીન ને તોડી અને ઉંડા ઉતરી જાય છે એમ નારી શક્તિ માં પણ આવું જ બળ રહેલું છે.”

    “જગતના સર્જનહારે ચંદ્રનું બિંબ લીધું, કોમળ લતાઓ લીધી વેલમાંથી વૃક્ષ ને વળગતી પાતળી ડાળી લીધી, બાળકની નાજુકતા ને પુષ્પનો પરાગ લીધા, સૂર્યકિરણ ની ઉષ્ણતા લીધી ,અને મેઘ નું રુદન લીધું, વાયુની અસ્થિરતા લીધી, અને સસલા નો ભય લીધો, વજ્રની કઠોરતા લીધી અને મધની મીઠાશ લીધી, મોર નો ગર્વ લીધો અને શુક હૃદયની કોમળતા લીધી, વાઘની  ક્રૂરતા લીધી અને અગ્નિની ઉગ્રતા લીધી હિમ ની શીતળતા, કોયલનો ટહુકાર, ચક્રવાતની પ્રેમ પરાયણતા લીધી અને આ સર્વ નો સમન્વય કરીને આ સૃષ્ટિના સર્જનહારે આ જગતમાં સ્ત્રી નું સર્જન કર્યું.”

  • Parishram ej parasmani essay in gujarati

    Parishram ej parasmani essay in gujarati

    પરિશ્રમ એ જ પારસમણિ/. શ્રમ નુ મહત્વ

    Parishram ej parasmani essay in gujarati
    Parishram ej parasmani essay in gujarati

    ગુજરાતીમાં જાણીતી પંક્તિ છે.” સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય” કવિ અહીં મહેનત નો મહિમા વર્ણવે છે જે વ્યક્તિ મહેનત કરે છે  તેને સફળતા હંમેશા પ્રાપ્ત થાય છે કેમકે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી. કઠોર પરિશ્રમ નો બીજો કોઈ વિકલ્પ જ નથી હોતો જેની પાસે પરિશ્રમ રૂપી પારસમણિ હોય છે તેને જ સફળતા રૂપી સોનુ પ્રાપ્ત થાય છે.

    શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ પરિશ્રમનો મહિમા ગવાયો છે. ગીતા કહે છે કે મનુષ્ય અે  શ્રમ યજ્ઞ કર્યા વગર કદી ખાવું જોઈએ નહીં પરિશ્રમ તો કરવો જ પડે છે. બાઈબલ પણ કહે છે કે મનુષ્ય એ મહેનત કર્યા વિના ખાવું ન જોઈએ. સદીઓથી પુરુષાર્થ નો મહિમા ગવાતો આવ્યો છે. આપણા પૌરાણિક ધર્મગ્રંથો શાસ્ત્રો વેદો પુરાણો માં પણ પરિશ્રમ ની વાત કરવામાં આવી છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શ્રમને પોતાના જીવનમાં ઉતાર્યો છે તેનું જીવન જ શ્રમ મય હતું.

    ભારતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત રિલાયન્સ ના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણી એક સમયે ઘરે-ઘરે સાયકલ પર કાપડના તાકા વેચતા હતા તથા નિરમા કંપનીના માલિક કરસનભાઈ પટેલ પણ સાયકલ પર જઈને નાની કોથળી માં ડિટર્જન્ટ પાવડર વેચતા હતા પોતાની મહેનત અને ધગશથી તેમણે સફળતાના શિખરો સર કર્યા એવી જ રીતે આપણા ભૂતપુર્વ રાષ્ટ્રપતિ અને દેશના ટોચના વૈજ્ઞાનિક શ્રી એ.પી.જે.અબ્દુલ કલામ નાનપણમાં તેમના અભ્યાસમાં જ પૂરો કરવા ઘરે ઘરે છાપા નાખવાનું કામ કરતાં તેમણે પણ પોતાની મહેનતને શસ્ત્ર બનાવીને જીવનમાં ઉચ્ચ સ્થાન અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી

    એટલે જ તો કહેવાય છે ને કે જે મહેનત કરે છે તેને નસીબ પણ સાથ આપે છે કેમકે “પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગળું છે”.

    સંસ્કૃતમાં એક સુભાષિત છે: उद्यमेन हि सिध्यंति कार्याणि ना मनोर थै। नहीं सुप्तस्य सिंहस्य प्रविशंती मुखे मृगा:।।

     જંગલના રાજા સિંહ ને પણ શિકાર કરવા જવું પડે છે તો પછી મારી અને તમારી શું વિસાત! યાદ રાખો : No Pain No Gain

    મતલબ કે મહેનત વગર કઈ મેળવી શકાતું નથી.

    પુરુષાર્થ એટલે પરિશ્રમ. વ્યક્તિ પોતે પામવા માટે જે કંઈ મહેનત કે પ્રયત્ન કરે છે તેને પુરુષાર્થ કહેવાય છે માનવીને પુરુષાર્થ વિના કશું જ મળતું નથી. પ્રારબ્ધમાં ગમે તે લખાયું હોય પરંતુ એને પામવાનો પ્રયત્ન તો માણસે પોતે જ કરવાનો હોય છે. વળી દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય પોતાના પુરુષાર્થ વડે જ  નિર્માણ કરી શકે છે. પુરુષાર્થ કરનાર મનુષ્ય જ સુખ સંપત્તિ મેળવી શકે છે. સખત મહેનત કરનાર માટે નેપોલિયન એવું કહેલું છે “nothing is impossible in the world”

    પરિશ્રમ નુ મહત્વ જેટલું આંકીએ  એટલું ઓછું છે.” Man is the architect of his own future” વ્યક્તિ પરિશ્રમ થકી જ મહાન બની શકે છે પરિશ્રમમાં અદભુત શક્તિ છે. પરિશ્રમ દ્વારા જ વ્યક્તિ જીવનના ઉચ્ચતમ શિખરો સર કરી શકે છે વ્યક્તિ પરિશ્રમ થકી જ મોટો બને છે સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા મેળવી શકે છે જેટલી પણ ભૌગોલિક અને વૈજ્ઞાનિક શોધખોળો થઈ છે અદ્યતન યંત્રનું નિર્માણ થયું છે અને સુખસગવડના સાધનો બન્યા છે આ બધું જ પરિશ્રમના બળથી જ શક્ય બન્યું છે.

    “પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે” પરિશ્રમ તો એક અનન્ય શક્તિ છે માણસ ઊર્જા અને શક્તિ નો અક્ષય ભંડાર છે માનવી ધારે તે કરી શકે છે ઈતિહાસ સાક્ષી છે કે પુરુષાર્થના પ્રતાપે આજનો માનવી ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયો છે.માનવીએ  આજે પ્રગતિના સોપાનો સર કર્યા છે ખરેખર “પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે”.

    જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો મહેનત એકમાત્ર વિકલ્પ છે .એક શ્રમજીવી સાંજ પડે ને રોટલો ત્યારે જ મેળવી શકે છે જ્યારે તે આખો દિવસ કાળી મજૂરી કરે છે એક મધ્યમ વર્ગનો માણસ પોતાના બે છેડા ત્યારે ભેગા કરી શકે છે જ્યારે તે નોકરીમાં તનતોડ મહેનત કરે છે એવી જ રીતે પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા તેમજ સિદ્ધિના શિખર પર પહોંચવા વિદ્યાર્થીને કલાકો સુધી અભ્યાસ કરવો પડે છે શ્રમજીવી થી લઈને શ્રીમંત સુધી સમાજનો કોઈ પણ વર્ગ હોય મહેનત કર્યા વગર તેને કંઈ પ્રાપ્ત થતું નથી માત્ર પ્રારબ્ધ ના જોડે બેસી રહેલા ની સફળતા લાંબો સમય ટકતી નથી.

    “શ્રમનું ગૌરવ” કેવળ વાતો કરવાથી શબ્દોથી કે ભાષણોથી ન વધે તેના માટે તો આચરણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. બાળકો શાળાજીવન દરમિયાન જ શ્રમ કરવાથી ટેવાય  એ જરૂરી છે શ્રમ પ્રતિ ક્યારેય સૂગ ના રાખવી જોઈએ. શ્રમ માત્ર ભાષણમાં નહીં પરંતુ આ ચરણમાં હોવું જોઈએ મધર ટેરેસા, મહાત્મા ગાંધીજી, વિનોબા ભાવે, સરદાર પટેલ આ બધા મહાનુભવોએ આચરણ દ્વારા જ શ્રમ નું ગૌરવ વધાર્યું છે.

    દુનિયાના તમામ માણસો પોત પોતાના ક્ષેત્રમાં કંઈ ને કંઈ કામ કરે છે ખેડૂત, મજૂર, શિક્ષક, ઉદ્યોગપતિ, અધ્યાપક, વૈજ્ઞાનિક તમામ લોકો પરિશ્રમ કરે છે આપણી પાસે એવી કોઈ જાદુઈ તાકાત નથી કે “ખૂલ જા સીમસીમ” કહેતા દરવાજા ખુલે અને જરૂરી વસ્તુ હાજર થઈ જાય.

    શ્રમ અને પુરુષાર્થથી જ માનવી  સુખ સંપત્તિ અને સત્તા ના શિખરો સર કરી શકે છે પુરુષાર્થના બળે જ માનવી ચંદ્ર અને મંગળ સુધી પહોંચી શકે છે વિશ્વની મહાન સિદ્ધિઓ પણ આવા પુરુષાર્થનું પરિણામ છે. જગતના મહાન નેતાઓ, ચિંતકો, વૈજ્ઞાનિકો પુરુષાર્થ થી જ અમર બન્યા છે.

    આપણે હંમેશા શારીરિક અને માનસિક શ્રમ કરતા રહેવું જોઈએ નિષ્ફળતા આવે તો પણ પ્રયત્ન કાયમ રાખવો જોઈએ પ્રકૃતિના બધા તત્વો આપણને પરિશ્રમનું જ મહત્વ સમજાવે છે. સૂર્ય કોઈ દિવસ પોતાના કાર્યથી ચૂકતો નથી કે નદી કોઈ દિવસ વહેવાનું બંધ કરતી નથી. જીવન સાફલ્ય નું રહસ્ય પુરુષાર્થમાં જ રહેલું છે.

    ભગવાને મનુષ્યને હાથ પગ, મગજ અને બુદ્ધિ આપ્યા છે. પરિશ્રમ કરવાના આ ઉપયોગી અવયવો પ્રત્યે ઉપેક્ષા રાખીને બેસી રહેનારને ભાગ્ય  પણ મદદ નથી કરતું એટલે જ કહેવાયું છે કે બેઠેલાનું નસીબ બેસી રહે છે. ઊભેલાનું ઉભુ અને ચાલનાર નું નસીબ જ ચાલે છે.અરે! નસીબ પણ પુરુષાર્થની દાસી છે.

    ભારત માટે આઝાદીની ચળવળ શરૂ કરનાર મહાત્મા ગાંધી આખું ભારત ગામડે ગામડે જઈને ફર્યા હતા અને તેને સમજ્યા હતા અને પછી તેમાં તેઓ સફળ થયા હતા એટલે જ તો કહેવાય છે ને કે” ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે”. આમ આપણા રાષ્ટ્રપિતા નું જીવન શ્રમના એક મહાકાવ્ય જેવું હતું. જાપાન અને જર્મની જેવા દેશોની પ્રજાએ શ્રમ વડે જ થોડા જ સમયમાં પોતાના દેશની અદભુત પ્રગતિ સાધી છે. ખરેખર શ્રમના સાધકો દ્વારા જ નૂતન ભારતનું નિર્માણ થઈ શકશે.

    “પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે

    ઘણા પ્રારબ્ધને જળ છાંટીને એમ જ જગાડે છે”.

    આ નિબંધ માં ઉપયોગમાં લઈ શકાય એવી કેટલીક પંક્તિઓ:

    “પુરુષાર્થ રેતીના કણને પર્વત અને બિંદુને નદી બનાવી શકે છે”

    “કામ કરે એ જીતે રે મનવા કામ કરે જીતે”

    “વિપત પડે ન વલખીએ વલખે વિપત ન જાય

    વિપતે ઉદ્યમ કીજિયે ઉદ્યમ વિપતને ખાય”.

    “Impossible is word found in the dictionary of cowords”

    આ નિબંધની સાથે સાથે  વિદ્યાર્થીમિત્રો 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ વંદન  ના કાર્યક્રમમાં શાળામાં તમને ખૂબ જ ઉપયોગી થાય તેવી ખૂબ જ સુંદર સ્પીચ  અહીં આપેલી છે. આ સ્પીચ જરૂરથી તૈયાર કરજો.નીચે આપેલી લિંક પર ક્લિક્ કરો.

    પંદરમી ઓગસ્ટ નિબંધ

  • yoga essay in gujarati

    yoga essay in gujarati

    યોગ પર નિબંધ:

    yoga essay in gujarati
    yoga essay in gujarati

    ભારતીય પુરાણો ઉપનિષદો વેદો તેમ જ ભગવદ્ ગીતામાં પણ યોગ શબ્દનો ઉલ્લેખ થતો આવ્યો છે મહર્ષિ વ્યાસ અનુસાર યોગનો અર્થ સમાધિ છે. યોગ એટલે જોડવું સંયમપૂર્વક સાધના કરતા આત્માને પરમાત્મા સાથે યોગ કરીને એટલે કે જોડીને સમાધિનો આનંદ લેવો એ યોગ છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો શરીરનું મન સાથે જોડાણ એટલે યોગ. નિયમિત યોગ કરવા વાળા વ્યક્તિઓ માટે યોગ ખૂબ જ સારો અભ્યાસ છે. આ સ્વસ્થ જીવનશૈલી તેમજ હંમેશા માટે શ્રેષ્ઠ જીવન જીવમાં સહાયરૂપ બને છે .આપણે આપણા બાળકોને યોગના લાભ વિશે બતાવવું પણ જોઈએ તેમજ યોગનો  નિયમિત અભ્યાસ પણ કરાવવો જોઈએ.

    યોગ પર નિબંધ:

    યોગ એક પ્રાચીન કળા છે જેની ઉત્પત્તિ ભારતમાં લગભગ છ હજાર વર્ષ પહેલા થઈ હતી. પહેલાના સમયમાં લોકો જીવનમાં યોગ તેમજ ધ્યાન જીવનભર સ્વસ્થ રહેવા તેમ જ તાકાતવાન  રહેવા માટે કરતાં હતાં. તોપણ આ ભીડવાળા વ્યસ્ત વાતાવરણમાં યોગ કરવાનું કાર્ય દિન-પ્રતિદિન ઓછું થઈ રહ્યું છે. યોગ ખૂબ જ સુરક્ષિત ક્રિયા છે તેમજ કોઈપણ વ્યક્તિ દ્વારા અને કોઈપણ સમયે કરી શકાય છે ત્યાં સુધી કે નાના બાળકો પણ તેમનો લાભ લઈ શકે છે.

    યોગથી આપણી સુષુપ્ત શક્તિનો વિકાસ થાય છે સુપ્ત તંતુ ફરી જાગે છે અને નવા તંતુઓ અને કોશિકાઓનું નિર્માણ થાય છે.યોગ આપણા સૂક્ષ્મ સ્નાયુતંત્રને ચુસ્ત રાખે છે. યોગ આપણને સંયમ અને માનસિક સંતુલન જાળવતા શીખવે છે.

    યોગ એ ક્રિયા છે  જેનાથી શરીરના વિવિધ ભાગોને એકસાથે લાવીને  શરીર,મસ્તિષ્ક, આત્માને સંતુલિત કરી શકાય છે . પહેલાના સમયમાં યોગનો અભ્યાસ ધ્યાનની ક્રિયા સાથે પણ કરવામાં આવતો હતો.

    યોગ પર નિબંધ:

    ભગવદગીતામાં યુક્ત શબ્દનો પ્રયોગ થયો છે.” સમત્વં યોગ ઉચ્યતે”- જીવન વ્યવહારનું સંતુલન  એટલે યોગ “યોગ: કર્મશુ કૌશલમ”| કર્મકુશળતા એટલે યોગ.આપણે જે કંઈ કાર્ય કરીએ તેમાં ચોક્કસપણું હોવું એટલે જ યોગ.

    જ્યાં શરીર રહે ત્યાં મન પણ રહે તેનું નામ યોગ. કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ પ્રમુખ યોગ છે.એક સારા વિદ્યાર્થી, ગૃહસ્થી, એન્જિનિયર ,ડોક્ટર ,શિક્ષક, કલાકાર ત્યારે જ બની શકાય જ્યારે આપણું શરીર મન અને બુદ્ધિ સ્થિર હોય. યોગ શરીર અને મસ્તિષ્કને એક સાથે સંતુલિત કરીને પ્રકૃતિથી જોડાવાનું સૌથી સુરક્ષિત માધ્યમ છે.યોગ  વ્યાયામનો પ્રકાર છે જેમાં શરીરના સંતુલન તેમ જ આહાર અને શ્વાસની સાથે જ શરીરની આકૃતિ ને પણ નિયંત્રિત કરવી આવશ્યક છે. યોગ શરીર તેમજ મસ્તિષ્કને ધ્યાનથી જોડે છે અને તેમના માધ્યમથી શરીરને આરામ મળે છે તે શરીર ઉપર નિયંત્રણ રાખવાની સાથે તણાવ અને મસ્તિષ્કને સારૂ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

    યોગ કોઈના પણ દ્વારા ખાસ કરીને કિશોર તેમજ વયસ્કો દ્વારા જીવનમાં સક્રિયતા માટે  દૈનિક આધાર પર વ્યાયામ રૂપમાં કરી શકાય છે. તે જીવન ના કઠીન સમય,શાળા, મિત્ર, પરિવાર તેમજ પડોશીઓ ના દબાવને  ઓછો કરવામાં મદદ કરે છે. યોગના માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિને થવા વળી સમસ્યાઓ તેમજ તણાવને ગાયબ કરી શકાય  છે. તે શરીર મસ્તિષ્ક તેમજ પ્રકૃતિની વચ્ચે આસાનીથી સંપર્ક સ્થાપી શકે છે.

    તન અને મન બંનેની તંદુરસ્તી માટે યોગ આવશ્યક છે. થોડા યોગાસનો પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ નિયમિત કરવામાં આવે તો આપણું શરીર હમેશાં સ્વસ્થ રહે છે. આપણે કામ, ક્રોધ, મોહ જેવા દુર્ગુણો પર યોગ દ્વારા વિજય મેળવી શકીએ છીએ.

    યોગ પર નિબંધ:

    yoga essay in gujarati
    yoga essay in gujarati

    યોગ બધાના  જીવનમાં ખૂબજ મહત્વપૂર્ણ છે કેમકે તે શરીર અને મસ્તિષ્કની વચ્ચે સંતુલન બનાવવામાં મદદ કરે છે તે વ્યાયામનો  એક પ્રકાર છે જેના નિયમિત અભ્યાસથી શારીરિક તેમજ માનસિક અનુશાસન શીખવામાં આપણને મદદરૂપ થાય છે. યોગ ની ઉત્પતિ ભારતની અંદર ઘણાં સમય પહેલાં થઈ હતી. પહેલાંના સમયમાં બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મ થી જોડાયેલા લોકો યોગ તેમજ ધ્યાનનો પ્રયોગ કરતાં હતા યોગના ઘણા પ્રકાર છે જેમકે રાજયોગ, જનયોગ,ભક્તિયોગ,કર્મયોગ,હસ્તયોગ. સામાન્યતઃ હસ્તયોગ અંતર્ગત ઘણા બધા આસનોનો અભ્યાસ ભારતમાં નિયમિત રીતે કરવામાં આવે છે. યોગથી થવાવાળા લાભો તેમજ ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે દરેક વર્ષે વિશ્વ સ્તર ઉપર એક આયોજન કરવામાં આવે છે તેમને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કહેવાય છે.

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અથવા તો વિશ્વ યોગ દિવસની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં 21 જૂન પર ભારતની પહેલ  તેમજ ભારતના સૂચન બાદ કરવામાં આવી હતી. યોગમાં પ્રાણાયામ તેમ જ કપાલભાતિ યોગક્રિયાઓ નો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે પ્રભાવી શ્વાસની ક્રિયાઓ છે તેમનો  નિયમિત અભ્યાસ કરવાથી લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમજ ઉચ્ચ કે નીચ રક્તનું દબાણ જેવી બીમારીઓથી આરામ મળે છે.

    દરેક ધર્મમાં યોગાસનની આ મુદ્રાઓ પોતપોતાની રીતે સ્વીકારાયેલી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પલાઠીવાળીને નીચે બેસીને જમવાની જે પ્રથા હતી તે પણ યોગાસન જ છે. તે અવસ્થાથી ભોજન પચવામાં સરળતા રહે છે શ્વાસોચ્છવાસને  નિયમિત અને સંતુલિત રાખવા પ્રાણાયામ,પાચનક્રિયા માટે વજ્રાસન સુખાસન. અનુલોમ-વિલોમ જેવા આસન થી અસ્થમા જેવા શ્વાસના રોગોમાં પણ રાહત મળે છે. સૂર્યનમસ્કાર નિયમિત રીતે કરવાથી શરીરની ચરબી દૂર થાય છે ચામડીના રોગ નથી થતા અને શરીરમાં નવી તાજગી આવે છે.

    યોગ એવો ઇલાજ છે જો તેનો  પ્રતિદિન નિયમિત રૂપથી અભ્યાસ કરવામાં આવે તો ઘણી બીમારીઓથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે.તે આપણા આંતરિક શરીરમાં  સકારાત્મક બદલાવ લાવે છે તેમજ શરીરના અંગોની પ્રક્રિયાને નિયમિત કરે છે.વિશેષ પ્રકારના યોગ વિભિન્ન ઉદ્દેશ્યથી કરવામાં આવે છે એટલે ફક્ત આવશ્યક તેમજ સલાહ લઈને જ યોગનો અભ્યાસ કરવો જોઈએ.

    યોગ પર નિબંધ:

    યોગ ની ઉત્પત્તિ પ્રાચીન સમયમાં યોગીઓ દ્વારા ભારતમાં થઈ હતી. યોગ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ થી થઈ છે. જેમના બે અર્થ છે એક અર્થ છે જોડવું તેમજ બીજો અર્થ છે અનુશાસન. યોગનો અભ્યાસ આપણને શરીર તેમજ મસ્તિષ્કના જોડાણ દ્વારા શરીર તેમજ મસ્તિષ્કના અનુશાસનને  શીખવે છે યોગ આધ્યાત્મિક અભ્યાસ છે તે મન તો સંતુલિત કરે જ છે તેમની સાથે સાથે પ્રકૃતિની નજીક આવવા માટે ધ્યાન ના માધ્યમથી પણ કરવામાં આવે છે. યોગ પહેલાના સમયમાં હિંદુ-બૌદ્ધ તેમજ જૈન ધર્મના લોકો દ્વારા કરવામાં આવતો હતો યોગ-વ્યાયામનો એક અદભુત પ્રકાર છે જે શરીરને નિયંત્રિત કરી અને જીવનને બહેતર બનાવે છે.યોગ હંમેશા સ્વસ્થ જીવન જીવવાનું વિજ્ઞાન છે. યોગ દવા  જેવો છે જે આપણા શરીરના અંગોને યોગ્ય રીતે કાર્ય કરવા નિયમિત રીતે કાર્ય કરવા તેમ જ વિભિન્ન બીમારીઓને ધીરે-ધીરે ઠીક કરવામાં મદદરૂપ થાય છે.યોગ

    વાસ્તવમાં એક એવી ક્રિયા છે જે શરીરના અંગો ની ગતિવિધિઓ તેમજ આપણા શ્વાસોને   નિયંત્રિત કરે છે.યોગ શરીર તેમજ મન બંનેને પ્રકૃતિની સાથે જોડીને આપણી આંતરિક તેમજ બાહ્ય શક્તિને વધારે છે.યોગ  ફક્ત શારીરિક ક્રિયા નથી. યોગ એક મનુષ્યને માનસિક, ભાવનાત્મક ,તેમજ આત્મિક વિચારો પર નિયંત્રણ કરવા માટે પણ યોગ્ય બનાવે છે .

    આજે આપણે દિવસના આઠથી દસ કલાક કોમ્પ્યુટર, મોબાઈલ જેવા ઉપકરણો વાપરીએ છીએ તો તેનાથી આંખોને થતાં નુકસાનથી બચવા પ્રાણાયામ અને સવાસન ખૂબ ફાયદાકારક છે.સર્વાંગાસનથી દમ, સ્થૂળતા, નબળાઈ અને થાક જેવા વિકારો દૂર થાય છે.પેટની ચરબી ઘટાડવા અને સ્નાયુઓ મજબૂત બનાવવા ભુજંગાસન, ધનુરાસન કે  પશ્ચિમોત્તાનાસન ખૂબ જ ઉપયોગી છે.

    યોગનો અભ્યાસ લોકો દ્વારા કોઈપણ ઉંમરમાં થઈ શકે છે જેમ કે બાળપણ, કિશોરાવસ્થા, વયસ્ક તેમજ વૃદ્ધાવસ્થા તેમના માટે નિયંત્રિત શ્વાસ સાથે  સુરક્ષિત તેમ જ નિયંત્રિત શારીરિક ગતિવિધિઓની પણ આવશ્યકતા હોય છે.યોગ તેમજ તેના લાભોના વિષયમાં દુનિયાભરના લોકોને જાગૃત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે વિશ્વ યોગ દિવસ કાર્યક્રમના  આયોજન કરવામાં આવે છે.

    યોગ પર નિબંધ:

    ભારતમાં તો વૈદિકકાળથી યોગનું મહત્વ રહ્યું  છે.આજે સમગ્ર વિશ્વ યોગના મહાત્મ્યને સ્વીકારે  છે આજના દોડધામ વાળા અને તણાવયુક્ત જીવનમાં જ સારી રીતે સ્વસ્થતા અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવી હશે તો યોગથી શ્રેષ્ઠ કોઈ ઉપાય નથી યાદ શક્તિ અને બુદ્ધિમાં વધારો યોગથી થાય છે.સ્ફૂર્તિ  પ્રાપ્ત થાય છે. હૃદય અને ફેફસાંને બળ મળે છે અને લોહી શુદ્ધ બને છે.યોગાસન માણસનો ચતુર્મુખી વિકાસ કરે છે.

    યોગ પ્રાચીન સમયથી મનુષ્યને પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલ ખૂબ જ મહત્વપૂર્ણ તેમ જ અણમોલ ઉપહાર છે જે  જીવનભર મનુષ્યને પ્રકૃતિની સાથે જોડીને રાખે છે તે શરીર તેમજ મસ્તિષ્કની વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરીને તે બંનેને સંયુક્ત કરવાનો ખૂબ જ સારો અભ્યાસ છે. વ્યક્તિને તમામ તબક્કા પર જેમ કે શારીરિક તેમજ ભૌતિક સ્તર પર નિયંત્રિત કરીને તેમને ઉચ્ચ સ્તરની સંવેદનશીલતા પ્રદાન કરે છે. સ્કુલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેમજ તેની એકાગ્રતામાં વધારો થઈ શકે તે માટે યોગ ના દૈનિક  અભ્યાસ પર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે.યોગ લોકો દ્વારા કરવામાં આવતો વ્યવસ્થિત પ્રયાસ છે જે પુરા શરીરમાં ઉપસ્થિત બધા જ અલગ-અલગ પ્રાકૃતિક તત્વોના અસ્તિત્વ પર નિયંત્રણ કરીને વ્યક્તિત્વમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરે છે.

    યોગ ના બધાજ આસનથી  લાભ પ્રાપ્ત કરવા માટે તેના સુરક્ષિત તેમજ નિયમિત અભ્યાસની આવશ્યકતા છે. .યોગનો અભ્યાસ આંતરિક ઊર્જાને નિયંત્રિત કરીને તેમના દ્વારા શરીર તેમ જ મસ્તિષ્કમાં આત્મવિકાસ ના માધ્યમથી આત્મિક પ્રગતિ કરવાનો છે. યોગ દરમિયાન શ્વસન ક્રિયામાં   ઓક્સિજન લેવો તેમજ છોડવો સૌથી મુખ્ય વસ્તુ છે. દૈનિક જીવનમાં યોગનો અભ્યાસ કરવો તે આપણને ઘણી બધી બીમારીઓથી તો બચાવે છે પરંતુ ઘણી ભયાનક બીમારીઓ જેમ કે કેન્સર, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડપ્રેશર, હૃદયરોગ, કિડનીનું ખરાબ થવું , લિવરનું ખરાબ થવું, ગળાની સમસ્યાઓ તેમજ બીજી ઘણી બધી માનસિક બીમારીઓથી પણ આપણો બચાવ કરે છે.

    આજકાલ લોકોના જીવનને શ્રેષ્ઠ કરવા માટે યોગનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે. દૈનિક જીવનમાં યોગનો અભ્યાસ શરીરને  આંતરિક તેમજ બાહ્ય તાકાત પ્રદાન કરે છે. યોગ શરીરની પ્રકૃતિ પ્રણાલીને મજબૂતી પ્રદાન કરવામાં મદદ કરે છે.આ રીતે તે વિભિન્ન અલગ-અલગ બીમારીઓથી આપણા શરીરનો બચાવ કરે છે. જો યોગ નિયમિત રૂપથી કરવામાં આવે તો તે દવાઓનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ થઈ શકે છે દરરોજ ખાવામાં આવતી ભારે દવાઓ તેમજ તેના દુષ્પ્રભાવને પણ ઓછો કરી નાખે છે. પ્રાણાયામ તેમજ  કપાલભાતિ જેવા યોગ કરવા માટે શ્રેષ્ઠ સમય સવારનો છે કેમકે તે શરીર તેમ જ મનપર નિયંત્રણ કરે જ છે તે આપણને શ્રેષ્ઠ વાતાવરણ પણ પ્રદાન કરે છે.

    યોગ પર નિબંધ:

    કોઈપણ જાતની સમસ્યા વગર જીવનભર તંદુરસ્ત રહેવા માટે સૌથી સારો સુરક્ષિત, સરસ તેમ જ સ્વસ્થ વિચાર યોગ  છે.તેમના માટે કેવળ શરીરના ક્રિયાક્લાપ તેમ જ શ્વાસ લેવાની સાચી રીતે નિયમિત અભ્યાસ કરવાની આવશ્યકતા છે.  શરીરના બધા જ અંગો ના કાર્ય-કલાપ ને નિયમિત કરે છે તેમ જ ખરાબ પરિસ્થિતિઓ તેમ જ અસ્વાસ્થ્યકર જીવનશૈલીને કારણે શરીર તેમજ મસ્તિષ્કની પરેશાનીઓથી આપણો બચાવ કરે છે.  યોગ સ્વાસ્થ્ય તેમજ આંતરિક શાંતિ ને બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. સારા સ્વાસ્થ્ય પ્રદાન દ્વારા તે આપણી ભૌતિક આવશ્યકતાઓને પૂરી કરે છે. જ્ઞાનના માધ્યમથી તે માનસિક આવશ્યકતાઓને પૂરી કરે છે અને આંતરિક શાંતિ ના માધ્યમથી તે આત્મિક  આવશ્યકતાઓને પૂરી કરે છે. આ રીતે તે આપણને બધા જ સાથે સામંજસ્ય બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.

    સવારના સમયમાં યોગનો  નિયમિત અભ્યાસ કરવાથી આપણે અગણિત શારીરિક તેમજ માનસિક તત્વોથી થવાવાળી મુશ્કેલીઓને આપણે દૂર રાખવામાં સફળ થઈએ છીએ.  તે આપણને બાહરી તેમજ આંતરિક રાહત પણ પ્રદાન કરે છે. યોગના વિવિધ આસન માનસિક તેમજ શારીરિક મજબૂતીની સાથે સારી ભાવનાઓનું પણ નિર્માણ કરે છે માનવ મસ્તિષ્કને તેજ  કરે છે. ભૌતિક સ્તરમાં સુધારો લાવે છે.તેમ જ આપણી ભાવનાઓને સક્રિય રાખી અને ઉચ્ચ સ્તર પર એકાગ્રતામાં મદદરૂપ થાય છે.

    યોગનો અભ્યાસ કોઈપણ વ્યક્તિ દ્વારા થઈ શકે છે. યોગ અનુશાસન તેમ જ શક્તિની ભાવના માં સુધારો લાવે છે તેમજ જીવનને કોઈપણ જાતની શારીરિક કે માનસિક સમસ્યાઓથી દૂર રાખીને સ્વસ્થ જીવન જીવવાનો અવસર પ્રદાન કરે છે. પૂરી દુનિયામાં યોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત સંઘની સામાન્ય બેઠકમાં ૨૧ જૂનને  આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં બનાવવાની ઘોષણા કરવાનો પ્રસ્તાવ આપેલો હતો કે જેથી બધા જ યોગ વિશે અને તેમના પ્રયોગો વિશે લાભ લઇ શકે.યોગ ભારતની પ્રાચીન પરંપરા છે જેની ઉત્પત્તિ ભારતમાં થઇ હતી તેમજ યોગીઓ દ્વારા તંદુરસ્ત રહેવા માટે તેમજ ધ્યાન કરવા માટે યોગનો વર્ષોથી નિરંતર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.આ રીતે મનુષ્યના જીવનમાં યોગનાં અનેક લાભો જોઈને સંયુક્ત સંઘ ની સભા એ  21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે વિશ્વ યોગ દિવસના રૂપમાં મનાવવાની ઘોષણા કરી દીધી છે.

    આપણે યોગથી થવાવાળા લાભોની ગણના તો કરી જ ન શકીએ ,બસ આપણે તેને ફક્ત  એક ચમત્કાર જ સમજવો રહ્યો, જે માનવ પ્રજાતિ ને ભગવાને ભેટરૂપે આપેલો છે. યોગ શારીરિક તંદુરસ્તી તો બનાવી રાખે છે પણ તેનાથી તણાવ પણ દૂર  થાય છે, ભાવનાઓ નિયંત્રિત થાય છે, નકારાત્મક વિચારો નિયંત્રિત થાય છે, તેમજ ભલાઈની ભાવના, માનસિક શુદ્ધતા, આત્મ સમજ આ બધાને વિકસિત કરી અને યોગ આપણને પ્રકૃતિ સાથે જોડે છે.

     

  • vasant no vaibhav gujarati essay

    vasant no vaibhav gujarati essay

    વસંતનો વૈભવ

    વસંત ઋતુ એટલે પ્રકૃતિના યૌવનનો આરંભ. વસંત એટલે સૃષ્ટિના યૌવનની યશકલગી વિજયની વિજય પતાકા અને ચેતના નો ફુવારો વસંતનું ઐશ્વર્ય જ આપણને ઈશ્વરની કલા શક્તિનો પરિચય આપે છે. પાનખર પછીની ઋતુ એટલે સોળ શણગાર સજીને આવે, જાણે પૃથ્વીને પાંગરેલું યૌવન. વસંત ખીલે એટલે પશુ-પંખી પ્રકૃતિ અને સ્ત્રી-પુરુષો સૌ માં નવા પ્રાણ, નવી ચેતના અને સ્ફૂર્તિ નો પ્રાદુર્ભાવ થાય છે.વસંત ઋતુ એટલે સમગ્ર સૃષ્ટિમાં ચેતના અને પ્રસન્નતાનું પ્રાણતત્વ સંચારિત કરનાર સમય. દરેક ઋતુને તેના આગવા અને અનોખા રંગ રૂપ હોય છે તેમાં વસંતઋતુના સૌંદર્ય ની તો વાત જ કંઇક અલગ છે વસંત ઋતુના આગમનને  વધાવતા કવિ દલપતરામ એ સાચું જ કહ્યું છે કે: “રૂડો જો આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો.”

    gujarati essay writing tips
    gujarati essay

     

    માગશર સુદ પાંચમથી ફાગણ સુદ પૂનમ સુધી મહેકની ઋતુ એટલે વસંત. વસંત ઋતુના એંધાણથી જ પ્રકૃતિ જાણે પ્રસન્ન થઈ ઊઠે છે. ચારે તરફ હરિયાળી વ્યાપી જાય છે અને હેમંતની ઠંડીથી ઠરી ગયેલા વૃક્ષો અને પશુ-પક્ષીઓ પણ વસંત ના આગમન થી ખીલી ઊઠે છે. પ્રકૃતિમાં જાણે નવું ચેતન પ્રસરી જાય છે.

     

    સ્થળે સ્થળે વસંતનો સત્કાર થાય છે .માંડવા ઉપર વેલીઓ અને લતાઓ થનગની ઊઠે છે. ઠંડી નો માર સહીને નિષ્પ્રાણ બનેલા વૃક્ષોમાં નવચેતન ઉભરાય છે. ડાળીઓમાં નવા પ્રાણનો સંચાર થાય છે. કૂણી કૂંપળો ફૂટે છે અને પવન એ કૂંપળો ને નચાવે છે વૃક્ષો ઉપર મંજરીઓ ડોલી ઉઠે છે છોડવા ઉપર મદભર્યા પુષ્પો આનંદના હિલોળે ડોલી રહે છે, ભ્રમર તેમનું સૌંદર્ય તત્વ લૂંટવા આવે તો તેને પોતાના માં સમાવી લેવા કમળ અધીરા થઈ રહ્યા હોય છે. નાજુક કળીઓ  યુવાનીના ઉંબરે ઉભેલી મુગ્ધ કન્યા જેવી ચંચળ લાગે છે ચોતરફથી મંદ મંદ વાયુ લહેરાય છે. સૃષ્ટિ પોતાની સમૃદ્ધિ સાથે આ પ્રાકૃતિક મેળામાં હાજર થાય છે.

    gujarati essay vasant no vaibhav
    gujarati essay vasant no vaibhav

     

    વસંતનું આગમન પ્રકૃતિમાં નવચેતનાનો સંચાર કરે છે. શિશિરમાં છીનવાયેલા વનરાજી નો વૈભવ નવલા રુપ રંગ અને પરાગ લઈને વન ઉપવનમાં પાછો  દૃષ્ટિગોચર થાય છે. ધરતીની વનશ્રી સોહામણો શૃંગાર ધારણ કરે છે. વસુંધરા અંગડાઈ લઈ બેઠી થાય છે એના અણુઅણુમાં ચેતના અને પ્રસન્નતા પ્રગટે છે. અંગેઅંગ જાણે નૃત્ય  કરતું હોય એમ લાગે છે. વસંતના આવા તાજગીભર્યા આગમન સાથે પ્રકૃતિમાં જાણે આનંદની લહેર ફેલાઈ જાય છે.

     

    સૃષ્ટિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. વસંતની પધરામણીને આમ્રકુંજ માં બેઠેલી કોયલ મધુર ટહુકા થી  વધાવે છે. લાલઘૂમ કેસૂડો જાણે કુમકુમથી વસંતને સત્કારે છે. જૂઈ, મધુમાલતી અને મોગરા જેવા વિવિધ પુષ્પો થી વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય છે. આ ફૂલોની સૌરભ સાથે વહેતો વાયુ માદક હોય છે અને પ્રેમીઓને માટે તે દાહક બની રહે છે.વિવિધ રંગબેરંગી પુષ્પો ની માદક અને મનમોહક સોડમ દિમાગને તરબતર કરી દે છે. વસંતમાં સરોવરના કમળ પોતાના હૈયા  ખોલે, તો રાજ હંસ તથા બતકો જેવા જળચરો પ્રસન્ન ચિત્તે જલવિહાર કરે છે. આમ સર્વત્ર વસંતનું સામ્રાજ્ય જ જોઈલો ને!!!

     

    અનેરા વરસાદના વાતાવરણથી પ્રભાવિત થઈને જ ગઝલકાર મનોજ ખંડેરિયા એ લખ્યું છે કે:

    “આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના

    ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના”

     

    સામાન્ય પ્રજા વસંત પ્રત્યે બેધ્યાન હોય છે ત્યારે કવિઓ અને યુવાન પ્રજા વસંત પ્રત્યે ખુબ સભાન હોય છે. વસંત કવિઓની પ્રિય ઋતુ છે. વસંતનું આગમન કવિ ચિત ને  આંદોલિત કરી ને નવા કાવ્ય સર્જન કરવા પ્રેરે છે. આ ઋતુ નો વૈભવ જોઈને મુગ્ધ થતા ચિત્રકારો પણ અવનવા ચિત્રો દોરે છે. યુવાન નર-નારીઓને હચમચાવતી ઋતુ વસંત છે. માત્ર પ્રકૃતિ કે પશુ-પક્ષી નહીં માનવ ઉપર પણ વસંતનો  અનેરો જાદુ થાય છે. વસંતનું માદક વાતાવરણ યુવાન હૈયાઓને હચ મચાવી મૂકે છે. નર-નારીઓ ઉલ્લાસભેર ફાગ ખેલે છે. વાયુ વનમાં અને જનમાં પ્રસરી રહે છે. જનપદો માં કે નગરોમાં સર્વત્ર જુદી-જુદી રીતે વસંતોત્સવ ઉજવાય છે.

     

    પોતાની મનગમતી રીતે સૌ વસંતને વધાવે છે. વસંતવિલાસ નું આપણા એક અજ્ઞાત કવિ નું ફાગુકાવ્ય યુવાનોના વસંતોત્સવનો  સુંદર પરિચય આપે છે. હોળી ધુળેટી જેવા ઉત્સવ વસંતના ચેતન અને પ્રેરણા નું પરિણામ છે. અંતરના ઉમંગની આનંદદાયક અભિવ્યક્તિ આથી વધુ સુંદર બીજી કઈ હોઈ શકે!!!

    કવિ દેવે તો તેમની રચનામાં વસંતને કામદેવ રૂપી રાજાના બાળક કહ્યા છે જેની સાથે પ્રકૃતિ અનેક પ્રકારના ખેલે છે.

    मदन महिप जू  को बालक बसंत ताहि,

    प्रातः ही जगावत गुलाब चटकारी दै।

     

    વસંત એટલે કુદરતની લીલા! કુદરતમાં જ માણવા મળે શહેરની ગંદી ગીચ ગલીઓમાં વસંતની કલ્પના પણ ન આવે ત્યારે તો ફક્ત વસંત પંચમીની ઉજવણી દ્વારા વસંતની યાદ કરી શકાય એટલું જ. .કુદરતમાં વસંત એક મહિનો હાલે ત્યારે એમને એક જ દિવસમાં વસંત નો જન્મ, યૌવન  અને મરણ કલ્પવાનું હોય.

     

    વસંતમાં સૃષ્ટિ એ વાતો સુહાગના શણગાર સજે છે કે ખુદ સૃષ્ટિના સર્જનહાર ને પણ આ વસંત ના વૈભવ ને જોવા માણવા આવવાનું મન થઈ જાય છે વસંત એટલે ઉત્સાહ આનંદ અને ઉમંગ સૌ કોઈ મન ભરી નાચી ઊઠે ઝૂમી ઉઠે એટલે વસંત સૃષ્ટિમાં થતું પરિવર્તન યુવાનના તન અને મનને પણ ભીંજવે છે.વસંતના રંગ અને સુગંધ ની મસ્તી અનેરી હોય છે ગઝલકાર મનોજ ખંડેરિયા એ સાચું જ લખ્યું છે કે:

    “મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ

    દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના”

     

    સઘળી ઋતુઓના રાજા વસંતનું પોતાનું ગૌરવ છે, દબદબો છે, પ્રભાવ છે અને કામણ પણ છે. પંચ ઇંદ્રિયો ને અસર કરતા કામણમાં રસનું સૌંદર્ય, રંગનું સૌંદર્ય, સુગંધનું  સૌંદર્ય, સૂરનું સૌંદર્ય અને સ્પર્શનું પણ સૌંદર્ય સમાયેલું છે. એક વી ગાયું છે કે:

    “રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો મુકામ તેણે વનમાં જમાવ્યો

    તરુ વરોએ  એ શણગાર કીધો જાણે વસંતે શિરપાવ દીધો”

     

    આનંદ, ઉત્સાહ, ઉમંગ, ગીત-સંગીત ,રંગ, સુગંધ નાચગાન અને સૌંદર્યની  જીવતી-જાગતી મૂર્તિ એટલે વસંત .વસંત ના સૌન્દર્ય ને મન ભરી ને માણવા માટે આપણે સૌએ ખુલ્લા ખેતરો, વૃક્ષો પાસે બાગ-બગીચામાં પ્રકૃતિ ઘાટમાં કે જંગલોમાં જવું જોઈએ આપણે જો ચાર દીવાલો વચ્ચે આવીને બેસી રહીએ અને આપણી દૈનિક ક્રિયાઓમાં પરોવાઈ જઈએ તો આપણને વસંત ની અનેરી શોભા નો ખ્યાલ ક્યારેય પણ ન આવી શકે.

    વસંતનો આવો રૂડો વૈભવ જોઈને એમ જ કહી શકાય કે:

    “મહેકી રહી છે મંજરી એક એક આંસુ થી

    મહોર્યા છે આ જ આંખમાં આંબા વસંતના”

     

  • Matru prem essay  gujarati

    Matru prem essay gujarati

    માતૃપ્રેમ:

    matru prem gujarati essay
    matru prem gujarati essay

    માતૃપ્રેમ એટલે પૃથ્વી પરનું અમૃત.મનુષ્યને જન્મ આપતી માતાનુ ગૌરવ અનન્ય છે. દરેક ભાષામાં ઘણા કવિઓએ પૃથ્વી પરના અમૃત જેવા અજોડ માતૃપ્રેમનો મહિમા ઉપમાઓ થી વર્ણવ્યો છે.

    માતા, માં, મમ્મી, અમ્મી,આઈ,અમ્મા આ બધા પર્યાય છે જનનીના માતા એક એવું સ્વરૂપ છે જે નિસ્વાર્થ ભાવે પોતાના સંતાન માટે બધું જ કરી છૂટે છે.

     

    “જનનીની જોડ સખી નહી જડે રે લોલ” કવિ બોટાદકર ની આ પંક્તિ માતૃપ્રેમ ની મહત્તા સૂચવે છે માતાના પ્રેમને તોલે જગતનો કોઈ પ્રેમ આવી શકતો નથી માત્ર હૃદયની લાગણી આજના સંસ્કૃતિ પામેલા માણસ થી માંડીને શુદ્રો ગણાતા જંતુઓમાં પણ એટલી જ પ્રબળ હોય છે. માદા પક્ષી પોતાના બચ્ચાઓનું જીવની જેમ જતન કરે છે. સિંહણ વાઘ જેવા હિંસક પશુઓ પણ બચ્ચાં ના રક્ષણ માટે પોતાના પ્રાણ આપી દે છે. પ્રસૂતિની અસહ્ય પીડા હસતાં હસતાં સહન કરનારી માં જ છે. ગર્ભમાં બાળક રૂપી અંકુર ફૂટે છે ત્યારથી તે બાળકની સતત કાળજી રાખતી થઈ જાય છે.

     

    બાળકના જન્મ પછી તો જાણે માતાની સમગ્ર દુનિયા જ બદલાઈ જાય છે. તેના કેન્દ્રસ્થાને બાળકની જરૂરિયાતો જ હોય છે બાળક પથારી ભીની કરે તો તેને ખોળામાં સુવડાવી પોતે ભીનામાં સૂઈ જાય છે. સંતાન જો માંદુ પડે તો દિવસ રાત ઉજાગરા કરીને પણ તેની ચાકરી કરી તેને માંદગીમાંથી ઊભું કરી દે છે. દુનિયાની કોઈપણ માં પોતાના સંતાન માટે ભૂખ વેઠવા તૈયાર થઈ જાય છે અને પોતાના બાળકને ભૂખ્યું સુવા દેતી નથી. વેઠ કરીને પણ તે પોતાના સંતાનનું પેટ ભરે છે બાળકની નાનામાં નાની જરૂરિયાતોનો પણ માતા ધ્યાન રાખે છે

    એટલે તો એમ કહેવામાં આવ્યું છે કે” મા તે મા બીજા બધા વગડાના વા”.

    gujarati essay mother
    gujarati essay mother

    બાળકના જીવન ઘડતરમાં મા નો ફાળો સૌથી વધારે હોય છે કેમ કે પિતા તો નોકરી વ્યવસાય માટે આખો દિવસ ઘર બહાર જ રહેતા હોય છે માતાનો  વધારે સમય બાળક સાથે પસાર થાય છે .બાળકને સવારે તૈયાર કરવું તેને મનગમતો નાસ્તો બનાવી આપવો, મનગમતું ભોજન તૈયાર કરી આપવું, શાળાએ જવા માટે તૈયાર કરવું, અભ્યાસમાં મદદ કરવી, બાળકને નવા નવા રમકડા લાવી આપવા તેની સાથે રમવું ફરવા લઈ જવું વગેરે બધાં કાર્યો માં જ કરે છે.

     

    માં બાળકને હાલરડા સંભળાવે વાર્તા સંભળાવે ,ગીત ગવડાવે ,તેની સાથે વાર્તાલાપ કરે એનાથી બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન થાય છે બાળકમાં પ્રેમ, સત્ય, સહકાર,સહાનુભૂતિ અને સેવા એવા ગુણો વિકસે એ માટે માં બાળક સાથે શિવાજી, કૃષ્ણ, ગાંધીજી ,રામ ,સરદાર પટેલ આવા મહાપુરુષના  જીવન ચરિત્ર વિશે વાતો કરે છે

     

    સમાજ નું વાતાવરણ આપણો સંસ્કારદેહ  ઘડે છે જ્યારે માતા આપણો પિંડદેહ અને ભાવના સૃષ્ટિ ઘડે છે. તે આપણને સંસ્કાર આપે છે  અને આપણી અસહાય અવસ્થામાં જતન કરે છે બાળકની કાલી ઘેલી વાણીમાં માતાને દેવની ગેબી વાણીનો ભાસ થાય છે. બાળકના ગંદા અંગો વડે ખુંદાતા ખોળામાંથી તેને આનંદ પ્રાપ્ત થાય છે. બાળકના હેતુ વિનાના  હાસ્યમાં એને સ્વર્ગનું સુખ નજરે ચડે છે. બાળકના હલનચલન માંથી અવનવા હાવભાવ તે ઊભા કરે છે.માં બાળક ના ગમા-અણગમાનો ખ્યાલ રાખે છે અને આજના ઈન્ટરનેટના યુગમાં તો કદાચ બાળક સાથે મિત્ર બની તેની સાથે upgrade થવાનું કામ પણ સૌ પ્રથમ તો માતા જ કરે છે બાળક નાનું હોય કે મોટું તેની દરેક અગવડ,સગવડ અને ફેશનનું ધ્યાન માતા દ્વારા રાખવામાં આવે છે.

    નાનપણમાં માતાએ સંભળાવેલી વાર્તા ગીતો બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન કરે છે. બાળકમાં પ્રેમ, સંપ, સહકાર, સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકસે છે. શિવાજી, ગાંધીજી, લોકમાન્ય તિલક એવા મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો વિશેષ હતો.એટલે જ તો ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તેને સમજાયું કે તે દરેક વ્યક્તિ સાથે તો નહિ રહી શકે અને તેથી જ તેણે માતાનું સર્જન કર્યું. પોતાના સંતાન પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નિસ્વાર્થ પણે સર્વસ્વ લૂંટાવી દેનારી દરેક વ્યક્તિના જીવનમાં કોઈ વ્યક્તિ હોય તો તે છે માં. માતાના અંતરમાં એક જ અભિલાષા હોય છે કે મારું સંતાન સુખી થાય.

     

    મનુષ્યના જીવન ઘડતરમાં બીજી અનેક વ્યક્તિઓનો ફાળો હોય છે. જીવનના ભૂતકાળમાં દ્રષ્ટિ ફેકતાં અનેક પ્રસંગો અને વ્યક્તિઓ જે આપણા જીવનના ઘડતરમાં નિમિત્ત બની હોય છે તે આપણી સામે આવે છે પરંતુ તે સૌમાં માતાનું સ્થાન અનેરૂ, અદભુત અને સર્વોચ્ચ છે. માતાની જાત જગતના માનવીઓથી તદ્દન અલગ જ છે એટલે તો શાસ્ત્રકારોએ કહ્યું છે .”જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી” અર્થાત્ સ્વર્ગ કરતાં પણ માતા અને માતૃભૂમિ મહાન છે.

     

    મા વિનાના જીવનની કલ્પના કરવી જ અસહ્ય છે માતા વિનાનું બાળક એકલું અટૂલું છે માતા વિનાનું બાળક નિસહાય અને નિરાધાર લાગે છે. જેને મા નથી મળી તેને જીવનમાં કશું જ મળ્યું નથી. મા વિનાના બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અસહ્ય હોય છે. માના  પ્રેમ માં વાત્સલ્ય, માનુ માધુર્ય, અને મમતા એ તો સંતાન જીવનની અણમોલ અને અદ્વિતીય મૂડી છે. બાળકના જીવનમાં ગેરહાજરી એટલે મમતા ની ખોટ વાત્સલ્ય ની ઉણપ અને જીવનનું બેસુરું સંગીત તેથી જ કવિ પ્રેમાનંદે કહ્યું છે કે “ગોળ વિના મોળો કંસાર તેમ માં વિના સુનો સંસાર”.

     

    માતા નો સ્નેહ  નિર્વ્યાજ અને નિસ્વાર્થ હોય છે બાળક તેના પ્રેમનો બદલો આપશે કે નહીં કેવો આપશે, બદલો લેવાનો સમય આવશે કે નહીં એવા કોઈપણ ખયાલો વગર તે બાળક ને ચાહે છે બાળકને જમાડવામાં તેને સ્વર્ગનો અનુભવ થાય છે. રાત અને દિવસ પોતાની જાતને અગવડમા રાખી  બાળકને સુખને આરામ મળે તેને માટે તે સતત ઝંખના કરે છે. બાળકને જીવાડવા પોતાની જાતને હોમવામાં પણ તેને પોતાનો ધર્મ લાગે છે. કોઈનું મહેણું કે કટુ વચન ન સાંભળતી માતા પોતાના બાળકનો માર કે ઠપકો સાંભળવા માં ગૌરવ અનુભવે છે. વાત્સલ્યના અવર્ણનીય સુખ માટે તો પ્રસુતિની અપાર વેદના પણ તે હસ્તે મોં એ સહન કરે છે.

     

    સંતાન કદરૂપુ હોય, ખોડખાંપણવાળું હોય, મંદબુદ્ધિનું હોય તોપણ માના પ્રેમમાં ઓટ આવતી નથી. દરેક સંતાન માતા માટે સમાન છે. જેને પોતાની માં ન હોય અને સાવકી માં ને પનારે પડ્યા હોય તેવા બાળકોને પૂછશો તો માતાનો પ્રેમ શું છે તેની કિંમત તેમના શબ્દોમાં સાંભળવા મળશે.મહા કવિ  પ્રેમાનંદે એના એક આખ્યાન કુંવરબાઈનું મામેરુ એમાં કુંવરબાઈની માતા વીહાણી સ્થિતિનું કરેલું વર્ણન ગુજરાતી સાહિત્યનું મહામુલુ ધન ગણાય છે” ઘડો ફૂટે ને રઝડે ઠીકરી એવી માતા વિનાની દીકરી”.

     

    પુખ્ત કે યુવાન વયમાં આવેલા બાળક માટે પણ માતા સતત ચિંતા રાખતી હોય છે. તેના આહારવિહારની તથા જરૂરિયાતોની કાળજી રાખતી હોય છે. તેને કોઇ વાતનું દુઃખ ન લાગે એ માટે માતા હંમેશા જાગૃત રહેતી હોય છે. આમ  બાળકની વય વધવા છતાં માતા પોતાની ફરજ ચૂકતી નથી. મોટી ઉંમરે પણ માતા બાળક સાથે હંમેશા પોતાના સુખનો ત્યાગ કરતી હોય છે. પોતાના લીધે સંતાનને દુઃખ ન થાય તેની સાવચેતી રાખતી હોય છે.

    આધેડ વયે પહોંચેલી માતા કન્યાવિદાયનું દુઃખ વેઠીને પોતાની દીકરી ને સુખની આશિષ સાથે વળાવે છે તો પુત્રને હોંશ થી પરણાવ્યા પછી પણ તેમનો સંસાર સુખી કરવાના હેતુથી તે પુત્ર-પુત્રવધુ ને જુદા રહેવા સંમતિ આપે છે. આમ પોતાના સંતાન પ્રત્યે માતાની નીસ્વાર્થવૃત્તિ પ્રગટ થતી જોવા મળે છે. મોટી ઉંમરે કદાચ સંતાનો માતા ની ઉપેક્ષા કરે ત્યારે પણ માતા તો સતત તેમની કાળજી લેતી હોય છે એટલે જ કહેવાયું છે ને કે” પુત્ર કદાચ કુપુત્ર થાય પણ માતા કદી કુમાતા નથી બનતી.”

    gujarati essay mother
    gujarati essay mother

    અનાસક્તિયોગ ની જે વાત ભગવદગીતા એ ઉચ્ચારી છે અને જગતના મહાપુરુષોએ નિષ્કામ કર્મયોગનાં નામથી જે ભાવનાને નવાજી છે તે ભાવના માતાના જીવનમાં મૂળ રૂપે રહેલી હોય છે. બાળકના જન્મ અને ઉછેર મા ક્યારેય પોતાના સ્વાર્થનું આરોપણ કરતી નથી ઉલટું ક્યારેક અસહાય લુલા, લંગડા, આંધળા ને ગાંડા બાળક ઉપર માતાનું વાત્સલ્ય સૌથી વધારે હોય છે.” એક માતા સો શિક્ષકની ગરજ સારે”. જીવનઘડતરમાં માતાનું સ્થાન  આ લોકોક્તિ દ્વારા સમજાય છે. રામ ના ઘડતરમાં કૌશલ્યા અને શિવાજી ના ઘડતરમાં જીજાબાઇ નો ફાળો કોઈથી અજાણ નથી. અભિમન્યુ માતાના ઉદરમાં જ ચક્રવ્યૂહની વિદ્યા ભણ્યો હતો.

     

    “મા એ એકાક્ષરી મંત્ર છે કે સંસારની સ્વસ્થતા નું સરનામું છે મનુષ્ય જીવનનું ગંગાજળ છે.”

    ઘરમાં મા ન હોય તો બાળકને ઘરમાં રહેવું ગમતું નથી પિતાનું અવસાન થાય તો ચલાવી લેવાય પણ માતાની ખોટ ક્યારેય પૂરી ન કરી શકાય પિતા બાળકને માની જેમ પ્રેમ આપીને તેનું ઘડતર કરી શકતો નથી તેથી જ કહેવાય છે કે” ઘોડે ચડ નાર બાપ મરજો પણ દળણા દળ નાર માં ન મરજો”. માં કષ્ટો સહન કરીને પેટે પાટા બાંધીને પુત્રનું  જતન કરે છે પણ જો ઘડપણમાં પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન મદદને બદલે કુ વચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કેવો કે પથ્થર? છતાંય માતા તરફથી પુત્ર માટે કોઇ ફરિયાદ રહેતી નથી માતા મહાન છે, તેનો પ્રેમ મહાન છે.માતા બાળકના જીવન ઘડતર માટે સર્વસ્વ ગુમાવી દેતી હોય છે. માના પ્રેમનું મૂલ્ય કેવી રીતે આંકી શકાય માનો  પ્રેમ તો અસ્ખલિત વહેતાં ઝરણાં જેવો છે. માતાનું ઋણ તો ક્યારેય કોઈ ભરપાઈ કરી શકે એમ નથી માટે જ એક કવિએ કહ્યું છે કે “અર્પી દઉં સો જનમ એવડું મા તું જ લેણું.”

     

    બાળકના સંસ્કાર ઘડતરમાં પણ માતાનો વિશેષ ફાળો હોય છે તેના વધુ સંપર્કમાં રહેતા બાળકમાં માતા જે સંસ્કારની છાપ પાડે છે તે અમીટ હોય છે એટલે તો કહેવાયું છે કે” જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે”

    જીવનના સર્વ ગુણોમાં માતૃઋણ નું સ્થાન સૌથી વધારે છે તેનાથી મુક્ત થવું અશક્ય છે તેનો બદલો આપી શકાતો નથી મનુષ્ય ઋણ માટે તો માતાને તીર્થ માની તેની પૂજા જ કરવી રહી માતાની સેવામાં જ પોતાની જાતને અડીખમ રાખવી તે માત્ર ઋણ ચૂકવવાનો અલ્પ પ્રયત્ન જ ગણાય. એટલે જ તો સાચું કહેવાયું છે કે” જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી અર્થાત જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.

     

  • Gujarati Essay Writing Tips

    Gujarati Essay Writing Tips

     પ્રિય વિદ્યાર્થી મિત્રો આ વેબસાઇટ પર આદર્શ નિબંધ માટે જરૂરી હોય એવા અનુરૂપ રૂઢિપ્રયોગો, કહેવતો, કાવ્યપંક્તિઓનો ઉપયોગ સૂત્ર, સુભાષિતો અને અવતરણો ખૂબ જ વિશાળ પ્રમાણમાં આપેલ છે. જેનો ઉપયોગ કરીને આપ ખૂબ જ સારી રીતે નિબંધ લખી શકશો અને આપની શાળામાં,કોલેજમાં કે કોઈપણ જગ્યાએ કોમ્પિટિશનમાં સારામાં સારી સ્પીચ પણ તમે આપી શકશો.

    how to write gujarati essay
    gujarati essay writing tips

    નિબંધ લેખન ની કલા:

    નિબંધ માટે અંગ્રેજીમાં essay શબ્દ વપરાય છે. બંગાળીમાં સર્જક નિબંધ ને રમ્યરચના કહે છે. નિબંધ એટલે કોઈ પણ બંધન નથી તે, પણ એનો અર્થ ગમેતેમ લખવું તો ન જ થાય. નિબંધકાર કેન્દ્રવર્તી વિચાર લઈને લેખન કરે છે કશુક વિશેષ રીતે કહેવું એટલે નિબંધ.

    નિબંધ ની વ્યાખ્યાઓ:

    બંધ અર્થાત બાંધવું રચવું અને તેમાં પૂર્વ પ્રત્યય નિ લાગતા નિબંધ થાય છે. મતલબ કે વિચારોની ક્રમબદ્ધ બાંધણી,ગોઠવણી કે રચનાને આપણે નિબંધ કહી શકીએ.

    પ્રથમ દ્રષ્ટિએ નિબંધ ની રચના ત્રણ ભાગમાં વહેંચાય છે આરંભ મધ્ય અને અંત લેખન કેમ શરૂ કરવું અને તેનું સમાપન કેવી રીતે કરવું એ નિબંધને  રસપ્રદ બનાવવા માટે મહત્વની બાબતો છે કોઈપણ વિષય પસંદ થાય એટલે તેના વિશે લખવાની ઉતાવળ ન કરતા વિષયને અનુરૂપ સુંદર કાવ્ય પંક્તિ એટલે કે દૃષ્ટાંતોનો ઉપયોગ કરવો જરૂરી બને છે પરિણામે લખાણનો ઉઘાડ આકર્ષક અને આનંદદાયક બને છે. વળી વિષયના પરિચય કે

    પ્રવેશની વિગતો આપવાથી લખાણની સુંદર ભૂમિકા બંધાય છે. ઇમારતના  પાયાની જેમ નિબંધનો આરંભ અતિ મહત્વનો ગણાવી શકાય. આરંભ જેટલો સુંદર સ્પષ્ટ અને આકર્ષક હોય તેટલો વાચકને વધુ આકર્ષે છે. સમગ્ર લેખન ની ભૂમિકા બાંધવાની હોવાથી નિબંધનો આરંભ ધીરજ અને સ્વસ્થતાથી કરવો જોઈએ.

    ૧. નિબંધ એટલે ગોષ્ઠિ

    ૨. નિબંધ એટલે ગદ્ય દેહ ધરેલુ ઊર્મિકાવ્ય.

    ૩. આદર્શ નિબંધ માં એક પ્રકારની હળવાશ હોય છે.

    નિબંધ લેખન માટે જરૂરી માર્ગદર્શન:

    ૧. સામાન્ય રીતે શરુઆતમાં નિબંધ લખવા છે સમય વધુ બગડે તો પાછળ બધા પ્રશ્નોમાં ઉતાવળ કરવી પડે એટલે નિબંધ પહેલો લખો નહીં.

    ૨. તે જ રીતે અંતમાં  નિબંધ લખવો પણ હિતાવહ નથી કારણકે

    જો સમય થોડો બચ્યો હોય તો વિચારો ની રજૂઆત વ્યવસ્થિત થઇ શકતી નથી અને નિબંધના આરંભ અને અંતના લખાણને સુંદર બનાવી શકાતું નથી એટલે નિબંધ સાવ છેલ્લો ન લખવો.

    ૩. વિષયની રજૂઆત માં બને તેટલા પોતાના વિચારો આવડે એવા લખવા જોઈએ કેમકે મૌલિક રજૂઆત નો વિશેષ પ્રભાવ પડે છે.

    ૪. પોતાના વિચારના સમર્થન કે સ્પષ્ટતા માટે વિષયને અનુરૂપ હોય એવા કોઈપણ લેખકના વિચારો કે કાવ્યપંક્તિ અવશ્ય ટાંકવી જોઈએ આમ કરવાથી તમારા બહોળા વાંચનનો પરીક્ષકને પરિચય થાય છે.

    ૫. વિષયના મુદ્દાઓ આપેલા હોય તો મુદ્દાઓ ઉપર બરાબર વિચાર કરીને આખા નિબંધ નું માળખું તમારા ચિત માં બરાબર ગોઠવી દો.

    ૬.નિબંધ નો આરંભ આકર્ષક, અસરકારક અને ચોટદાર હોવો જોઈએ ક્યારેક કોઈ સુભાષિત, કાવ્યપંક્તિ કે કોઈ અવતરણથી પણ નિબંધની શરૂઆત કરી શકાય.

    ૭. નિબંધ એવો પ્રશ્ન છે જેનાથી વિદ્યાર્થીની વિચારશક્તિ અને ભાષા શક્તિનો  સીધો પરિચય થાય થાય છે એટલે નિબંધમાં જોડણી વાક્યરચના અને વ્યાકરણ ના દોષ ન રહે તેની કાળજી લેવી ઘણી જરૂરી છે કેટલાક વિદ્યાર્થીઓ એટલા બધા બે કાળજીવાળા હોય છે કે પ્રશ્નપત્ર માં છાપેલું નિબંધનું મથાળું ઉત્તરવહીમાં ખોટું લખે છે પરીક્ષકને પ્રશ્ન થાય છે કે આટલું મથાળું જે  ભૂલ રહિત ના લખી શકે તેના લખાણમાં કેટલી બધી ભૂલો હશે એટલે નિબંધમાં ભૂલો ટાળવા જાગૃત રહેવું આવશ્યક છે.

    ૮. નિબંધ ના મધ્ય ભાગમાં નિબંધનું હાર્દ સમાયેલું છે મધ્યભાગ મુખ્ય વિષયને બરાબર ન્યાય આપે તેઓ સરળ, સચોટ, રસિક અને માહિતી પ્રદાન હોવો જોઈએ.

    ૯. નિબંધ નો અંત ભાગ સુંદર, સૂત્રાત્મક અથવા તો પ્રશ્ન સૂચક હોવો જોઈએ નિબંધ વાંચનારના મન ઉપર દીર્ઘકાલીન અસર ઉપજાવે એવો આદર્શ નિબંધ લખવો  આવશ્યક છે.

    ૧૦. એકના એક શબ્દો કે વાક્યો વારંવાર નિબંધ માં આવવા જોઈએ નહીં.

    ૧૧. નિબંધમાં વિષયાંતર થવું જોઈએ નહીં ઉપરાંત વિચારોની એકસૂત્રતા જળવાય તે આદર્શ નિબંધ માટે જરૂરી છે.

    ૧૨.નિબંધ લેખન માટે અઘરો વિષય પસંદ ન કરતાં જેમાં આપણે સારી રજૂઆત કરી શકીએ એવો વિષય પસંદ કરવો જોઈએ.

    ૧૩. નિબંધ ના લક્ષણો આ પ્રમાણે છે ૧.નિબંધ નું વસ્તુ ૨.નિબંધ ની શૈલી ૩. નિરૂપણરીતિ તેમજ ૪.લાઘવ ની કળા.

    ૧૪. પરીક્ષામાં નિબંધ લેખન માટે 20 થી 25 મિનિટ જેટલો જ સમય આપી શકાય.

    ૧૫.નિબંધ લેખન માટે નિયમિત વાંચન વિચારવિનિમય નિરીક્ષણ મનન આટલા પાસાઓ આપણા મજબૂત રાખવા જરૂરી છે.

    ઉપરના સૂચનો ધ્યાનમાં લઈ પૂરા આત્મવિશ્વાસથી નિબંધલેખન શરૂ કરનાર વિદ્યાર્થીને ધારી સફળતા નિશ્ચિત મળે છે તો ચાલો હવે રાહ શેની ઉઠાવો કલમ અને કરો શુભ શરૂઆત.

  • Environment essay in gujarati

    Environment essay in gujarati

       એક સ્વચ્છ પર્યાવરણ શાંતિપૂર્ણ અને સ્વસ્થ જીવન જીવવા માટે  ખૂબ જરૂરી છે. પરંતુ મનુષ્યોની બેદરકારી ને લીધે આપણું પર્યાવરણ દિવસે ને દિવસે  બગડી રહ્યું છે. આ એક એવો મુદ્દો છે જેના વિશે બધાને ખબર હોવી જોઈએ. ખાસ કરીને બાળકોને. માટે અમે કેટલાક નીચેના નિબંધો છે. જે પર્યાવરણ પર લખાયેલ છે. જે આપણા  બાળકો અને વિદ્યાર્થીઓ માટે શાળા પ્રોજેક્ટ્સ અને નિબંધ સ્પર્ધામાં ભાગ લેવામાં ખૂબ જ મદદ કરશે |

    save environment essay in gujarati
    save environment essay in gujarati

     

    પર્યાવરણ નિબંધ

    પર્યાવરણ એટલે આસપાસનું વાતવરણ.વાતાવરણ એક પ્રાકૃતિક પરિવેશ છે જે પૃથ્વી નામના આ ગ્રહ પર જીવનને વિકસિત, પોષિત અને નષ્ટ થવામાં મદદ કરે છે. પ્રાકૃતિક વાતાવરણ પૃથ્વી પર જીવનના અસ્તિત્વમાં એક મોટી ભૂમિકા નિભાવે છે અને આ મનુષ્ય પશુઓ અને અન્ય જીવીત ચીજ-વસ્તુઓને સ્વાભાવિક રૂપથી વિકસિત થવામાં મદદ કરે છે પરંતુ મનુષ્યના કેટલીક  ખરાબ અને સ્વાર્થી ગતિવિધિઓએ આપણા પર્યાવરણને પ્રભાવિત કરેલ છે. સ્વસ્થ જીવન માટે પર્યાવરણનું મહત્વ કઈ રીતે નકારી શકાય ? એક મહત્વપૂર્ણ વિષય છે કે આપણા પર્યાવરણને કેવી રીતે બચાવવું જોઈએ? અને કેવી રીતે સુરક્ષિત રાખવું જોઈએ?જેથી આ ગ્રહ પર જીવનના અસ્તિત્વને જાળવી રાખવા માટે પ્રકૃતિનું સંતુલન સુનિશ્ચિત થઇ શકે.

     

    જેમકે આપણે બધાં પર્યાવરણથી ખૂબ જ સારી રીતે પરિચિત છીએ પર્યાવરણ તે છે  જે પ્રાકૃતિક રૂપથી આપણી ચારે તરફ છે અને પૃથ્વી ઉપર આપણા દૈનિક જીવનને પ્રભાવિત કરે છે જે હવા  આપણે હરપળ શ્વાસમાં લઈએ છીએ પાણી કે જે આપણે દરરોજ વાપરીએ છીએ વૃક્ષો જાનવર બીજી વસ્તુઓ આ બધું જ પર્યાવરણથી ચાલે  છે

     

    જ્યારે આ પ્રાકૃતિક ચક્ર કોઈપણ જાતની ગરબડ વગર એક સાથે જ ચાલતું રહે તો તેને એક સ્વસ્થ પર્યાવરણ કહેવાય છે. પ્રકૃતિના સંતુલનમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન વાતાવરણ ને પૂરી રીતે  પ્રભાવિત કરે છે કે જે માનવજીવનને નાશ કરી દે છે.જંગલોમાંથી વૃક્ષો કાપતા જંગલી પ્રાણીઓની સુરક્ષા તેમજ વરસાદ નું પ્રમાણ બને ઘટી રહ્યા છે.

     

    મનુષ્યની ઉન્નતિ ના યુગમાં વાયુ પ્રદુષણ,ધ્વનિ પ્રદૂષણ ,વૃક્ષો કાપવા જલ પ્રદૂષણ, એસિડ વર્ષા અને ટેકનિકલ પ્રગતીના માધ્યમથી મનુષ્ય દ્વારા કરવામાં આવતી ખતરનાક પ્રવૃત્તિઓ   આ બધાથી આપણી પૃથ્વી ખૂબ જ પ્રભાવિત થાય છે. આપણે બધા એ આપણા પ્રાકૃતિક પર્યાવરણની રક્ષા માટે અને તેમને સામાન્ય રીતે સુરક્ષિત રાખવા માટે એક સાથે શપથ લેવી જોઈએ.પર્યાવરણની સુરક્ષા માટે સમયસર લીધેલા પગલા જ કોઈ ચોક્કસ પરિણામ લાવી શકશે.

    save environment essay in gujarati
    save environment essay in gujarati

     

    ૨ પર્યાવરણ નિબંધ

    પર્યાવરણ નો મતલબ છે બધા જ  પ્રાકૃતિક પરિવેશ જેમકે ભૂમિ, વાયુ, જળ, વૃક્ષો, ઘન  કચરો જંગલ અને અન્ય વસ્તુઓ. સ્વસ્થ વાતાવરણ પ્રકૃતિમાં સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે અને સાથે સાથે પૃથ્વી પર બધી જ જીવિત વસ્તુઓને વધવામાં, પોષણમાં  અને વિકસિત કરવામાં પણ મદદ કરે છે પરંતુ હવે તકનીકી ઉન્નતિના પરિણામ સ્વરૂપે માનવનિર્મિત વસ્તુઓ વાતાવરણને કેટલી બધી રીતે વિકૃત કરી રહી છે જે છેવટે તો પ્રકૃતિનું સંતુલન જ બગાડી રહી છે. આપણે આપણા જીવનને તો બગાડી જ છીએ પણ સાથે-સાથે આ ગ્રહ પર ભવિષ્યના  જીવનના અસ્તિત્વને પણ ખતરામાં નાખીએ છીએ.માનવી પોતાના મોજશોખ પુરા કરવા માટે પર્યાવરણનો બેફામ દુરુપયોગ અને નાશ કરી રહ્યો છે.અનેક પ્રાણીઓ જેવા કે હાથી,મોર, સસલા તેમજ બીજા તો અનેક પ્રાણીઓનો પોતાના સ્વાર્થ માટે બેરહેમ શિકાર કરે છે.

     

    જો આપણે પ્રકૃતિના અનુશાસનની વિરુદ્ધ ખોટી રીતે કાંઈ કરીએ છીએ તો તે પુરા  વાતાવરણનો માહોલ જેમકે વાયુમંડળ, જળ મંડળ અને ભૂમિ મંડળને અસ્તવ્યસ્ત કરી નાખે છે.પ્રાકૃતિક વાતાવરણ સિવાય માનવનિર્મિત વાતાવરણ પણ મોજૂદ છે જે  ઔદ્યોગિક કાર્યો, સૌંદર્ય શાસ્ત્ર, પરિવહન ,આવાસ સુવિધાઓ તેમજ શહેરીકરણ સાથે સબંધિત છે માનવનિર્મિત વાતાવરણ ઘણી હદ સુધી પ્રાકૃતિક વાતાવરણને પ્રભાવિત કરે છે જેને આપણે બધા એકસાથે બચાવી શકીએ છીએ.

    પ્રાકૃતિક વાતાવરણનો  ઘટક સંસાધન ના રૂપમાં ઉપયોગ થઈ રહ્યો છે  જેમકે કેટલીક પાયાની ભૌતિક જરૂરીયાતો અને જીવનના ઉદ્દેશ્યો પૂરો કરવા માટે મનુષ્ય દ્વારા તેમનું શોષણ થઈ રહ્યું છે. આપણે આપણા પ્રાકૃતિક સંસાધનોને પડકાર ન ફેંકવો જોઈએ અને પર્યાવરણને  પ્રદુષણ કરવા પર અંકુશ લગાવવો જોઈએ. આપણે આ પ્રાકૃતિક સંસાધનોને મહત્વ આપવું જોઈએ તેમજ પ્રાકૃતિક અનુશાસન મુજબ તેમનો ઉપયોગ કરવો જોઈએ.

    save environment essay in gujarati
    save environment essay in gujarati

     

    ૩ પર્યાવરણ નિબંધ

    આપણને ઘણી બધી રીતે મદદ કરવા માટે વાતાવરણમાં આપણી આસપાસ બધા જ પ્રાકૃતિક સંસાધનો મોજુદ છે તે આપણને આગળ વધવા માટે અને વિકાસ કરવા માટે ખૂબ જ શ્રેષ્ઠ માધ્યમ પ્રદાન કરે છે. તે આપણને આ ગ્રહ પર જીવન જીવવા માટે બધી જ વસ્તુઓ આપે છે. પરંતુ આપણા વાતાવરણમાં જે વસ્તુ જેમ છે તેને તેવી જ અવસ્થામાં જાળવી રાખવાની આપણી નૈતિક જવાબદારી છે. જેથી તે આપણા જીવનને પોષણ આપી શકે આપણા જીવનને બરબાદ ન કરે માનવનિર્મિત ઔદ્યોગિક આપત્તિઓના કારણે આપણા પર્યાવરણના તત્વમાં દિવસે-દિવસે પતન થતું જાય છે.

     

    ફકત પૃથ્વી જ એક એવી જગ્યા છે કે પુરા બ્રહ્માંડમાં જ્યાં જીવન શક્ય છે અને પૃથ્વી પર જીવન જાળવી રાખવા માટે આપણે પર્યાવરણની મૌલિકતા જાળવી રાખવાની જરૂર છે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક અભિયાન છે જે ઘણા વર્ષોથી દર વર્ષે પાંચ જૂનના દિવસે પુરા વિશ્વમાં પર્યાવરણ સુરક્ષા અને સફાઈ માટે જનતાને જાગૃત કરવા માટે મનાવવામાં આવે છે આપણે આપણા પર્યાવરણને બચાવવાની રીતો અને બધી જ ખરાબ આદતો કે જે આપણા પર્યાવરણને દિવસેને દિવસે નુકસાન પહોંચાડી રહી છે તેના વિશે જાણી અને આ અભિયાનની અંદર આપણે જોડાવું જ જોઈએ

     

    આપણે પૃથ્વીના દરેક  વ્યક્તિ દ્વારા ઉઠાવવામાં આવેલા નાનામાં નાના પગલાથી ખુબ જ સરસ રીતે આપણા પર્યાવરણને બચાવી શકીએ છીએ  જેમકે કચરા ની માત્રા ઓછી કરવી, કચરાને ઠીક રીતે તેમના યોગ્ય સ્થાન પર ફેકવો. પ્લાસ્ટીક બેગ નો વધુ પડતો વપરાશ પણ પર્યાવરણ ને ગંભીર નુકસાન પહોચાડી રહ્યો છે માટે

    પ્લાસ્ટીકની કોથળીઓનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો.

    જૂની વસ્તુઓને નવી રીતે ઉપયોગમાં લેવી , તૂટેલી ચીજવસ્તુઓની રીપેરીંગ કરીને ફરીથી વાપરવી,

    રિચાર્જેબલ બેટરી,alkaline બેટરીનો ઉપયોગ કરવો, ફ્લોરોસેન્ટ  પ્રકાશનો ઉપયોગ કરવો વરસાદ જળ સંરક્ષણ કરવું, પાણીની બરબાદી ઓછી કરવી, ઊર્જા સંરક્ષણ કરવું અને વીજળીનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો.

    save environment essay in gujarati
    save environment essay in gujarati

     

    ૪ પર્યાવરણ નિબંધ

    પર્યાવરણ પૃથ્વી પર જીવન ના પોષણ માટે પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલી ભેટ છે તે હરેક ચીજ કે જે આપણે આપણા જીવન માટે વાપરીએ છીએ તે પર્યાવરણ દ્વારા તો મળે છે જેમકે પાણી હવા સૂરજની રોશની, ભૂમિ,વૃક્ષો જાનવર અને અન્ય પ્રાકૃતિક વસ્તુઓ.આપણું પર્યાવરણ પૃથ્વી પર સ્વસ્થ જીવનનું અસ્તિત્વ જાળવી રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ આધુનિક યુગમાં આપણા પર્યાવરણમાં નવનિર્મિત ટેકનિકલ ઉન્નતી ને કારણે દિવસેને દિવસે હાલત્ બદથી બદતર થતી જઈ રહી છે

     

    આ રીતે પર્યાવરણનું પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે જેનો આજે આપણે સામનો કરીએ છીએ

    પર્યાવરણ પ્રદૂષણ આપણા જીવનના વિવિધ પાસાઓ જેમકે સામાજિક, શારીરિક, આર્થિક, ભાવનાત્મક અને બૌદ્ધિક  તેમને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરી રહ્યું છે પર્યાવરણનું પ્રદૂષણ ઘણાં રોગોને પણ સાથે લાવે છે જેનાથી વ્યક્તિ આખી જિંદગી પીડિત રહી શકે છે. આ કોઈ સમુદાય કે શહેરની સમસ્યા નથી પરંતુ આખી દુનિયાની સમસ્યા છે જે કોઈ એકના પ્રયત્નથી ખતમ નહીં થઈ શકે.  જો તેનું યોગ્ય રીતે નિવારણ કરવામાં ન આવ્યુ તો આ એક દિવસ પૃથ્વી પરના જીવનનું અસ્તિત્વ ખતમ કરી દેશે.દરેક સામાન્ય નાગરિકોએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પર્યાવરણ સુરક્ષા કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ

     

    આપણે આપણા પર્યાવરણને સ્વસ્થ અને પ્રદુષણથી દુર રાખવા માટે આપણા સ્વાર્થ અને આપણી ભૂલોને સુધારવી પડશે. તે વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ સત્ય છે કે હર કોઈ દ્વારા ફક્ત એક નાનકડુ  સકારાત્મક આંદોલન જો સફળ થાય તો પર્યાવરણમાં ખૂબ જ મોટો બદલાવ આવી શકે વાયુ પ્રદુષણ અને જલ પ્રદૂષણ જુદીજુદી જાતની બીમારીઓ દ્વારા આપણા સ્વાસ્થ્યને જોખમમાં નાખે છે.માનવી ની નજર સમક્ષ બે બે ભયાનક વિશ્વ યુધ્ધ થય ગયા તો પણ શક્તિશાળી રાષ્ટ્રો ના અણુ અખતરા અટક્યા નથી.

     

    આજકાલ આપણે કોઈપણ ચીજને સ્વાસ્થ્યપૂર્ણ ન કહી શકીએ કેમ કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તે કોઈને કોઈ કૃત્રિમ વસ્તુઓના દુષ્પ્રભાવથી ખતમ થઈ ચૂકેલ  છે અને આપણી શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ કમજોર થઈ ગઈ છે અને આ જ કારણ છે કે આપણામાંથી કોઈ પણ સ્વસ્થ અને ખુશ રહેવા છતાં રોગગ્રસ્ત થઈ જાય છે આથી આ દુનિયાભરના લોકો માટે ગંભીર મુદ્દો છે જે નિરંતર પ્રયાસોથી જ હલ થઇ શકે આપણે વિશ્વ પર્યાવરણ દિવસનાં ભાગ લેવો જોઈએ. જેથી આપણે સક્રિય રૂપથી પર્યાવરણની સુરક્ષા માં ભાગ લઈ શકીએ.

    save environment essay in gujarati
    save environment essay in gujarati

     

    ૫ પર્યાવરણ નિબંધ

     

    તે બધી જ પ્રાકૃતિક વસ્તુઓ જે પૃથ્વી પર જીવન સંભવ બનાવે છે. તે પર્યાવરણના અંતર્ગત જ આવે છે જેમકે જળ-વાયુ, સૂર્યનો પ્રકાશ, ભૂમિ , અગ્નિ, વન, વૃક્ષો, પશુઓ. એવું માનવામાં આવે છે કે પૃથ્વી પુરા બ્રહ્માંડમાં એક માત્ર એવું ઘર છે જ્યાં જીવનના અસ્તિત્વ માટે આવશ્યક પર્યાવરણ છે.  પર્યાવરણ વગર અહી આપણે જીવનની કલ્પના પણ નથી કરી શકતા.

    એ માટે આપણા ભવિષ્યના જ જીવનની સંભાવનાને સુનિશ્ચિત કરવા માટે આપણે આપણા પર્યાવરણને સ્વચ્છ સ્વસ્થ અને સુરક્ષિત રાખવું જોઈએ  જે આ પૃથ્વી પર રહેતા પ્રત્યેક વ્યક્તિની જવાબદારી છે.દરેક વ્યક્તિએ આગળ રહેવું જોઈએ અને પર્યાવરણની સુરક્ષા અભિયાનમાં સામેલ થવું જોઈએ

     

    પ્રકૃતિનું સંતુલન જાળવી રાખવા માટે પર્યાવરણ અને જીવિત વસ્તુઓની વચ્ચે નિયમિત રૂપથી વિભિન્ન ચક્ર સર્જાતા રહે છે.  જો કોઈ પણ કારણથી આ ચક્ર બગડી જાશે તો પ્રકૃતિનું સંતુલન પણ બગડી જાશે જે છેવટે તો માનવ જીવનને પ્રભાવિત કરશે આપણું પર્યાવરણ હજારો વર્ષથી આપણને અને અન્ય પ્રકારના જીવોને ધરતી ઉપર આગળ વધવા વિકસિત થવા અને પાલન પોષણમાં મદદ કરી રહ્યું છે

     

    મનુષ્ય પૃથ્વી પર પ્રકૃતિ દ્વારા બનાવવા માં આવેલ  સૌથી વધારે બુદ્ધિમાન પ્રાણી ના રૂપમાં માનવામાં આવે છે એટલે તેમનામાં બ્રહ્માંડ વિશે સંશોધન કરવાની ઉત્સુકતા ખૂબ જ છે.જે  તેમને તકનીકી ઉન્નતિની દિશામાં લઈ જાય છે

     

    દરેક વ્યક્તિના જીવનમાં આ પ્રકારની તકનીકી ઉન્નતિ દિવસેને દિવસે પૃથ્વી પર જીવનની સંભાવનાઓને ખતરામાં નાંખી રહી છે કેમ કે આપણું પર્યાવરણ ધીરે-ધીરે નષ્ટ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે કે  જીવન માટે બધી જ વસ્તુઓ ખૂબ જ હાનિકારક થઈ જશે કેમકે પ્રાકૃતિક હવા, માટી અને પાણી પ્રદૂષિત થઇ રહ્યા છે .પરંતુ તેમણે મનુષ્ય, પશુ, વૃક્ષો અને અન્ય ચીજવસ્તુઓના સ્વાસ્થ્ય પર ખરાબ રીતે પ્રભાવ પાડવાનું શરૂ કરી દીધું છે હાનિકારક રસાયણો ના ઉપયોગ દ્વારા નિર્મિત  પદાર્થો માટીને ખરાબ કરી રહ્યા છે તેમજ પરોક્ષ રૂપે આપણા ભોજનમાં સામેલ થઈ રહ્યા છે.આજે અનાજ નું ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ નો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે.

    કંપનીઓ દ્વારા ઉત્પન્ન થયેલ ધૂમાડો  પ્રાકૃતિક હવાને પ્રદૂષિત કરી રહ્યો છે જે  ઘણા બધા અંશે આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે કેમકે આપણે હરેક પળ શ્વાસ લઇ રહ્યા છીએ.

     

    આ વ્યસ્ત ભીડ અને ઉન્નત જીવનના આપણે દૈનિક આધાર ઉપર આ નાની-નાની ખરાબ  આદતોનો ખ્યાલ રાખવો જોઈએ. એ સત્ય છે કે હરેકના નાનામાં નાના પ્રયાસથી પણ આપણા બગડતાં પર્યાવરણની દિશામાં એ ખૂબ જ મોટો સકારાત્મક બદલાવ આવી શકે છે.

     

    આપણે આપણા સ્વાર્થ માટે અને આપણી વિનાશકારક ઈચ્છાઓ ને પૂરી કરવા માટે પ્રાકૃતિક સંસાધનોનો ખોટો ઉપયોગ ન કરવો જોઈએ. આપણે આપણા જીવનને બહેતર બનાવવા માટે વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસ કરવો જોઈએ પરંતુ હંમેશા એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ભવિષ્યમાં આપણા પર્યાવરણને કોઈ નુકસાન ન થાય આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે નવી નવી ટેકનોલોજી આપણા પારિસ્થિતિક સંતુલનને  ક્યારેય પણ નુકસાન ના પહોંચાડે.આમ આજે પર્યાવરણ ની સુરક્ષા નો મુદો ઘણો ગંભીર બન્યો છે.ફક્ત ચિંતા કરવાથી કઈ ના થઇ શકે તેના માટે આપણે સૌએ વનસ્પતિ સૃષ્ટિ,જીવસૃષ્ટિ, તેમજ આ પૃથ્વી ના રક્ષણ માટે નક્કર પગલા ભરવા પડશે તેમજ દ્રઢ સંકલ્પ પણ કરવો જ પડશે.

    save environment essay in gujarati
    save environment essay in gujarati
Eco-Friendly Impact Calculator

Eco-Friendly Impact Calculator