પ્રેરણાદાયી વાત-Usain Bolt gujarati motivational story
ક્રિકેટના કોચની સલાહથી દોડવાનું શરુ કર્યું હતું. યુસેન બાેલ્ટ આજે વર્લ્ડ ફેમસ રનર છે.
જમૈકા: આેલિમ્પિક એથલીટ યુસેન બાેલ્ટે પોતાની અવિરત લગનથી દુનિયાભરમાં નામ રોશન કરી લીધું છે.તેમની મૂડી આશરે 630 કરાેડ રૂપિયા છે. પેરુમાં થયેલી એક અનોખી રેસમાં ટુકટુક આેટાેને 7 સેકન્ડથી હરાવી ચર્ચામાં રહ્યાે હતો.
બાળપણમાં ક્રિકેટ પ્રથમ સ્વપ્ન
1.સિંગલ ટ્રેક પર બોલ્ટ ચિતાની ઝડપે દોડે છે. તેમની ઝડપનો અંદાજ માત્ર હાઈડેફિનેશન કેમેરા દ્વારા જ લગાવી શકાય છે. દુનિયાના સૌથી વધુ ઝડપી દોડનારા શખ્સ ઈસન બોલ્ટે ત્રણ ઓલિમ્પિક્સમાં 8 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે.
યુસેન સેન્ટ લિઆે બાેલ્ટનો જન્મ 21 આેગસ્ટ 1986ના રાેજ જમૈકાના એક નાનકડા ગામ શેરવુડ કટેન્ટમાં થયો હતો. જમૈકાની રાજધાની કિંગ્સટનથી બોલ્ટના ગામ શેરવૂડનું અંતર કાપવામાં લગભગ સાડા ત્રણ કલાકનો સમય લાગે છે.
તેના ગામમાં માર્ગો, વીજળી કે ઘરમાં પાણીની સુવિધા પણ નહતી!
પણ તેમના પરિવારજનોએ આ મામલે ક્યારેય ફરિયાદ કરી નહોતી.
કરિયાણાની દુકાનથી ગુજરાન ચાલતું.
2.બાેલ્ટના પિતાનું નામ વેલેસ્લી અને માનું જેનિફર છે. બંને સાથે મળીને ગામમાં જ કરિયાણાની દુકાન ચલાવતા હતા અને આવી રીતે તેઆે પરિવારની જરૂરિયાત પુરી કરતા હતા.
http://www.1clickchangelife.com/mary-kom-life-story-in-hindi/
રમતમાં જ કેરિયર
બાેલ્ટે પાેતાનું બાળપણ ભાઇની સાથે શેરીમાં ક્રિકેટ અને ફૂટબાેલ રમી વિતાવ્યું. તેણે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જ્યારે તે નાનો હતો ત્યારે રમત ઉપરાંત અન્ય કોઇ વસ્તુ અંગે વિચારી જ શકતો ન હતો.
તેથી તેણે શરૂઆતમાં જ રમતને ભવિષ્ય બનાવવાનો નિર્ણય લઇ લીધો હતો. નાની વયે તેણે ગામની જ એક સરકારી શાળામાં અભ્યાસ કર્યાે, અહીં પહેલી વખત એક રેસમાં ભાગ લીધો અને સાૈથી ઝડપી દોડ્યો. 12 વર્ષની વય સુધી વિચારી લીધું હતું કે રમતમાં જ કરિયર બનાવશે, પરંતુ કઇ રમતમાં એ નક્કી કરી શકતાે ન હતો.
http://www.1clickchangelife.com/life-changing-photos-that-tell-a-story/
કોચની સલાહ
4.વાસ્તવમાં તેને ફૂટબાેલ અને ક્રિકેટમાં બહુ રસ હતો. જાે કે બહુ જલદી બાેલ્ટની આ મુંઝવણ દૂર થઇ ગઇ. એક દિવસ બાેલ્ટના ક્રિકેટ કોચે પિચ પર તેના દોડવાની સ્પીડ જાેઇ અને સલાહ આપી કે બાેલ્ટે સ્પ્રિન્ટિંગમાં કોશિશકરવી જાેઇએ.
તેણે કાેચની સલાહ માની અને દાેડવાની ટ્રેનિંગ લેવા લાગ્યો. પહેલી વખત આશરે 15 વર્ષની વયે કેરેબિયન રીઝનલ સ્પર્ધામાં જમૈકા વતી રમતા 2001માં 400 મીટર અને 200 મીટર રેસમાં કાંસ્ય ચંદ્રક જીત્યાે.
રનર ન હોત તો ઝડપી બોલર હોત
5.2002 માં વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપમાં એક ગાેલ્ડ સાથે ત્રણ ચંદ્રક જીત્યા. દરમિયાન તેને ઘણા કપરા સમયથી પસાર થવું પડ્યું. મે 2004માં ઘૂંટણની માંસપેસીઆેની ઇજાને કારણે આેલિમ્પિકમાં હારનાે સામનાે કરવાે પડ્યાે.
તે કાેઇ પણ મેડલ જીતી શક્યો નહીં. છતાં તે નિરાશ થયો નહીં અને સંપૂર્ણ જુસ્સા સાથે આગામી આેલિમ્પિકની તૈયારી શરૂ કરી દીધી. 2008થી લઇ અત્યાર સુધી તમામ આેલિમ્પિકની 100 મીટર અને 200 મીટર રેસ જીતી વર્લ્ડ રેકાેર્ડ બનાવી દીધો છે.
બાેલ્ટ માને છે કે જાે આજે તે રનર ન હાેત તાે ઝડપી બાેલર હાેત, કારણ કે બાળપણમાં તેની બોલિંગ બહુ સારી હતી.