Moral Stories In Gujarati Language

0
754
gujarati stories with moral
gujarati stories with moral

best gujarati story

                            Moral Stories In Gujarati Language

Gujarati Stories-1

                        અસ્તિત્વનો સંઘર્ષ                

શિક્ષક સમીર જોશી  ઘણા દિવસો પછી તેના મિત્રને મળવા તેમની દુકાને આવ્યા.

સમીર અને તેના મિત્ર ઘણા સમય પછી મળ્યા હતા, તેથી તે તેમના મિત્રનો ચહેરો જોઈને ખૂબ ખુશ થઈ ગયા.

પછી બંનેએ ખૂબ જ વાતો કરી. ઘણા દિવસની કસર પૂરી કરી.

નાસ્તો કર્યા પછી સમીરે તેના મિત્રને કહ્યું, શું હું એક વાત પૂછી શકું?

પહેલાં, જ્યારે પણ હું અહીં આવ્યો છું ત્યારે તારી દુકાને ગ્રાહક ખૂબ વધારે આવતા હતા.  આપણે વાત કરવાનો પણ સમય મળતો ન હતો.

પરંતુ આજે હું જોઉં છું કે તારી  દુકાનમાં ખૂબ ઓછા ગ્રાહક આવે છે.

દુકાનમાં કામદારો પહેલા કરતા પણ બહુ ઓછા છે.સમીરે તેના મિત્ર સામે પ્રશ્નાર્થ નજરે જોયું.

મિત્રએ સમીરની વાતની અવગણના કરી અને કહ્યું, “અરે, જવા દેને યાર, આપણે બજારમાં ઘણી તેજી- મંદી જોઈ છે.”  

જો આજે મંદી હોય તો આવતી કાલે તેજી આવશે.ચાલ્યા કરે….

સમીરે થોડી અસ્વસ્થતા અનુભવી અને કહ્યું, મિત્ર, આવી વસ્તુઓને અવગણી શકાય નહીં.

તું પણ જાણ છો કે તારી  આસપાસ કપડાંની સાત આઠ નવી દુકાનો બની છે. સ્પર્ધા ખૂબ છે અને તારી દુકાન …….

સમીરની વાતની અવગણના કરી, મિત્રએ રમૂજથી બોલતા કહ્યું, નવી દુકાનો થવાથી મને શું ફેર પડશે?  આવી રીતે તો કેટલાય આવે છે અને જાય છે ..

સમીરને ખબર હતી કે તે આ વ્યક્તિને સમજાવવો ખુબ અઘરો હતો.

થોડા દિવસો પછી તેણે પોતાના મિત્રને તેના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું.

થોડા દિવસો પછી જ્યારે મિત્ર તેના ઘરે આવ્યો. ત્યારે શિક્ષક સમીરે ખુબ જ  ઉષ્માભર્યું તેમનું સ્વાગત કર્યું.

થોડા સમય પછી ચા, નાસ્તા અને વાતો શરૂ થઈ, ત્યારબાદ સમીર મિત્ર ને પોતાના ઘરની પ્રયોગશાળામાં લઈ ગયો.

મિત્ર, આજે હું તને  એક અનન્ય અને ઉત્તેજક પ્રયોગ બતાવું છું.

સમીરે  એક પાત્રમાં ગરમ ​​પાણી લીધું અને તેમાં એક દેડકો નાખ્યો.

ગરમ પાણીના સંપર્કમાં આવ્યા પછી દેડકો સતર્ક થઈ ગયો અને કૂદકો મારી બહાર નીકળી ગયો.

પછી સમીરે પાત્રમાંથી ગરમ પાણી ફેંકી દીધું અને ઠંડુ પાણી ભરી લીધું.

એકવાર ફરીથી તેમાં દેડકો મૂકી દીધો. તે ખૂબ જ સ્વાભાવિક હતું કે દેડકાએ આરામદાયક રીતે ઠંડા પાણીમાં તરવાનું શરૂ કર્યું.

સમીરે પછી એક વિચિત્ર કર્યું, તેણે પાત્રને ઉપાડીને ગેસ બર્નર પર મૂકી દીધું.

અને ખૂબ જ ધીમી જ્યોત પર પાણી ગરમ કરવાનું શરૂ કર્યું.

થોડાક સમયમાં પાણી ગરમ થવાનું શરૂ થયું અને દેડકાને થોડું અસહેજ લાગ્યું.

પરંતુ જેમ-જેમ પાણી ગરમ થતું ગયું તેમ તેમ દેડકાએ તેના શરીરના તાપમાનને એ મુજબ ગોઠવ્યું અને તે આરામથી પાણીમાં તરતો રહ્યો.

હવે, જ્યારે પાણી એકદમ  ગરમ થવા લાગ્યું અને એક સ્તર પર ખૂબ જ ઉકળી

ગયું  ત્યારે દેડકાને લાગ્યું કે હવે મારું જીવન જોખમમાં છે.

પછી તેણે પાત્રમાંથી બહાર નીકળવાનો ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ પોતાને તાપમાન અનુસાર વારંવાર ગોઠવવાથી તેની શરીરની બધી જ શક્તિ વપરાઈ ચૂકી હતી.

હવે તેને પોતાને બચાવવા માટે તેની પાસે કોઈ શક્તિ નહોતી અને સમય પણ નહોતો, જોતજોતામાં ગરમ પાણી એ તેનો જીવ લીધો.

પ્રયોગ જોયા પછી મિત્રે કહ્યું,

યાર, તે આ શું કર્યું દેડકાને કેમ મારી નાખ્યો?

અને મને આ બધું બતાવવાની શું જરૂર હતી?

સમીરએ કહ્યું, મેં આ દેડકાને નથી માર્યો પરંતુ તે પોતાની જાતે મર્યો છે.

જો તે બદલાતી પરિસ્થિતિઓમાં વારંવાર પોતાને સમાયોજિત ન કરતો હોત તો એ તેનાથી બચવા માટેનો રસ્તો શોધી શક્યો હોત‌ અને તે સરળતાથી છટકી શકત.

અને વાત રહી તને બતાવવાની, તો તું પણ આ દેડકા જેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો અને તારા વ્યવસાયને સારી રીતે ચલાવવા વિશે વિચારતો નથી.

તારો વ્યવસાય કેટલો મોટો છે અને તું બજારની સ્થિતિ સમજી શક્યો નથી અને એવું માન છો કે આ બધું આપમેળે થશે.  

પરંતુ, જીવનમાં એક વાત યાદ રાખજે મિત્ર, જો તું આજે જે પરિવર્તન થઈ રહ્યું છે તે  અનુસાર નહીં ચાલીશ તો સમય તને ફેકી દેશે.

ત્યારબાદ આ દેડકાની જેમ હેન્ડલ કરવા માટે, તારી કોઈ શક્તિ બાકી રહેશે નહિ અને તારી પાસે સમય પણ બાકી રહેશે નહીં.

શિક્ષક સમીરની વાતથી તેમની આંખ ખુલી ગઈ અને સમીરને વચન આપ્યું, તે પહેલાંની જેમ વ્યવસાયિક આગેવાન બનશે.

  •   મિત્રો, જેમ કે સમીર સરના મિત્ર ની જેમ ઘણા લોકો તેમના જીવનમાં તેમની આસપાસના કોઈપણ ફેરફારને અવગણે છે.  

લોકો પોતાની જાતમાં કોઈ ફેરફાર કરતા નથી, તેમની ક્ષમતાઓને કારણે તે નોકરી માટે પસંદ તો થાય છે,પરંતુ  તે તેના પર જ અટવાઇ જાય છે.

લોકોને પોતાની જાતને  અપડેટ કરવાનું પણ ગમતું નથી.  ઘણાં લોકો વર્ષોથી તેમનો વ્યવસાય કરે છે, તેઓ સમાન પેટર્ન થી વ્યવસાય કરતા રહે છે.

અને પછી મોટી માછલી નાની માછલીને ગળી જાય છે.  ડાર્વિનનો સિદ્ધાંત “અસ્તિત્વ માટેનો સંઘર્ષ” ક્યારેય ભૂલવો ના જોઈએ.

  • મિત્રો, જો તમે આ ભૂલને તમારા જીવનમાં પુનરાવર્તન કરી રહ્યા હોવ તો સાવચેત રહો અને આ વાર્તા પરથી સાર લો અને તમારી આસપાસના કોઈપણ ફેરફાર વિશે સાવધ રહો.

                    Moral Stories In Gujarati

 Gujarati Stories-2   શબ્દોની કિમત

એક ડૉક્ટર ઝડપી ગતિએ એક હોસ્પિટલ વૉર્ડમાં આવ્યા. તેને ઇમર્જન્સી કેસને કારણે તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા.

જ્યારે તે અંદર આવ્યા ત્યારે તેણે જોયું કે જે છોકરો આકસ્મિક રીતે ઘવાયો હતો, તેના સંબંધીઓ તેમની ખૂબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ડૉક્ટરને જોયા પછી છોકરાના પિતાએ તેના પર  શબ્દનો વરસાદ વરસાવ્યો.

 શું આ રીતે તમે તમારી ફરજ બજાવો છો?

જ્યારે ઈચ્છા થાય ત્યારે આવો છો, જો મારા પુત્રને કંઇ થયું, તો હું તમને છોડીશ નહીં.

ડૉક્ટરે શાંતિથી સાંભળ્યું અને પછી નમ્રતાથી કહ્યું, માફ કરશો, હું અહીં નહતો.

ઇમર્જન્સી કૉલ પછી, હું શક્ય તેટલી જલ્દીથી અહીં પહોંચ્યો છું. મહેરબાની કરીને, તમે શાંત થાવ  જેથી હું તેનો યોગ્ય રીતે ઉપચાર કરી શકું.

અરે, તમે અમને શાંત રહેવા માટે કહી રહ્યા છો? છોકરાના પિતાનો ગુસ્સો સાતમાં આસમાને  ગયો.

જો તમે આ સમયે મારી જગ્યાએ હોત, તો શું તમે શાંત રહો ખરા?

શાંત રહેવાની સલાહ આપવી તે સરળ છે, પરંતુ તે જેના પર વીતી હોય તેને જ ખબર હોય.

તમારી પાસે  માણસાઈ જેવી કોઈ વસ્તુ જ નથી.

કરુણા કે  લાગણીઓ આ જમાનામાં રહી જ નથી…. તમે માત્ર તમારી ખુશી વિશે વિચારતા રહો … છોકરાના પિતા  ફક્ત બોલી જ રહ્યા હતા…

ડોકટરે કહ્યું કે….. ભગવાન ઈચ્છશે તો બધું સારું થશે. તમે લોકો પ્રાર્થના કરો, હું ઑપરેશન માટે જઇ રહ્યો છું.

ડૉક્ટર એટલું બોલીને અંદર ગયા…..

છોકરાના પિતાનું બોલ-બોલ હજી ચાલુ જ હતું …

લોકો કેવા નિર્દયી છે …. પોતાની જાતને ખૂબ મોટી ગણે છે… સુફિયાણી સલાહ આપે છે …

આશરે 2 કલાક પછી, ડૉક્ટર બહાર આવ્યા ત્યારે  તેના ચહેરા પર સ્મિત આવ્યું અને કહ્યું …તમારા પુત્રને હવે કોઈ ભય નથી … ઈશ્વરનો આભાર..!

આટલું સાંભળ્યા પછી  છોકરાના પિતાની ખુશીનો કોઈ પાર ના રહ્યો…

તેણે ડૉક્ટરને પૂછ્યું … તેને ક્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે?

પરંતુ કોઈ જવાબ વિના ડૉક્ટર વીજળીની ઝડપથી પાછા ગયા… આ જ પ્રશ્ન નર્સને પૂછવામાં આવ્યો …

છોકરાના પિતાએ નર્સને કહ્યું … આ ડૉક્ટર ઘમંડી છે … અમારા પ્રશ્નનનો જવાબ આપ્યા વગર આ રીતે ચાલ્યા ગયા …

હવે નર્સની ધીરજ ખૂટી ગઈ હતી … તેની આંખમાં આંસુ આવી ગયાં, અને કહ્યું આજ સવારની વાત છે…જ્યારે ભયાનક અકસ્માતમાં ડૉક્ટરના પુત્રનું મૃત્યુ થયું!!!!!

જ્યારે અમે તેમને તમારા છોકરાની પરિસ્થિતિ વિશે કહ્યું ત્યારે તેઓ તેમના પુત્રની અંતિમવિધિમાં જતા હતા.

પરંતુ તેઓ તમારા છોકરાની પરિસ્થિતિને જાણ્યા પછી તરત જ અહીં આવ્યા.  

તેમણે પોતાની પીડાને દૂર રાખીને, તમારા પુત્રના જીવને બચાવી લીધો અને હવે તે પોતાના પુત્રની અંતિમ ક્રિયા માટે ઘરે પાછા ફર્યા છે.

આ સાંભળીને તરત જ, છોકરાના પિતાની કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ ….

છોકરાના પિતાને પોતે બોલેલા એક એક શબ્દ જાણે એની પર જ ઘા કરી રહ્યા હતા.

  • મિત્રો, ઘણી વાર આપણે પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વગર આપણી પ્રતિક્રિયા આપીએ છીએ.

      આપણે સૌપ્રથમ કોઈકની પરિસ્થિતિને સમજીને અને  પછી વાત કરવી જોઈએ.

        ઘણીવાર આપણે એને જાણ્યા વિના અજ્ઞાતપણે અવગણીએ છીએ..,

જે વ્યક્તિ આપણા સારા માટે વિચારી રહ્યો છે…એના માટે આપણે ઘણું જ નકારાત્મક બોલી નાખીએ છીએ કે અયોગ્ય વિચારીએ છીએ.

આ રીતે બોલાયેલા શબ્દો  આપણને પાછળથી પારાવાર પસ્તાવો આપે છે…..

Gujarati Stories With Moral

https://www.keepinspiring.me/famous-quotes/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here