પાઠ 1- રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

2
5843
std 10 science chapter 1 in gujarati
std 10 science chapter 1 in gujarati
         
  •  વિદ્યાર્થીમિત્રો શું આપ ધોરણ ૧૦ ના NCERT ના નવા અભ્યાસક્રમને  લઈને ખૂબ જ ચિંતિત છો?
  • શું આપને થિયરીના લાંબા લાંબા પ્રશ્નો પાકા કરવા ખૂબ અઘરા લાગે છે?
આપની ચિંતા અને સમસ્યાઓનો હવે અંત આવી ગયો છે. આપની સમક્ષ અમે એક એવી અદભુત પદ્ધતિ લાવ્યા છીએ જેનું નામ છે: “SHORT GOLDEN METHOD”
  • આ પદ્ધતિ મુજબ તમારે એટલું જ પાકું કરવાનું છે જેટલું જરૂરી છે.
  • આ પધ્ધતિમાં દરેક પ્રશ્નોના જવાબ ની ભાષાને ખુબ જ સરળ બનાવી દેવામાં આવી છે.
  • ઘણીવાર વિદ્યાર્થીઓને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે લાંબા જવાબોમાં કેટલું પાકુ કરું અને કેટલું ન કરું?. આમ કરવા જતા તેનાથી અગત્ય ના વાક્યો પાકા કરવાના રહી જાય છે. જેમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે.
  • આ પદ્ધતિમાં અમે હેતુલક્ષી પ્રશ્નોના  જવાબો જ્યાં વિસ્તૃત પ્રશ્નોમાં સમાયેલા હોય તેને તમારા માટે ખૂબ જ આકર્ષક રીતે અલગથી તારવેલ છે.
  • આપેલા પાઠના  topics માં જ્યાં બ્લૂ રંગનો ઉપયોગ કરવામાં આવેલો છે  તે બોર્ડ ની પરીક્ષામાં પૂછાતા ૧૬ માર્ક ના હેતુલક્ષી પ્રશ્નોમાં ખુબ જ ઉપયોગી થશે.તેવી લાઈન ખાસ પાકી કરજો.
  • વિજ્ઞાન ના ગમે તેવા અઘરા topic સહેલાઈથી સમજાય જાય તે માટે 
એકદમ રસપ્રદ વિડિયો પણ સાથે મુકેલ છે.

જે ખાસ જોજો જ.આ વીડિયોમાં topic સમજાવવાની એકદમ અનોખી પદ્ધતિ છે.



  • જ્યાં નવો topic બદલાય છે ત્યાં green colour થી ટાઇટલ કરેલ છે.






“SHORT GOLDEN METHOD” ના ફાયદા
  • ખૂબ જ થોડા સમયમાં તમે ઘણું બધું પાકું કરી શકશો.
  • તમારો કીમતી સમય બચશે.
  • પરીક્ષામાં આની બહારનું લગભગ કંઈ જ નહીં પુછાય.
  • તમારા હાથમાં readymade most imp content રહેશે.
  • પરીક્ષા વખતે ફાસ્ટ રીવીઝન કરવામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
  • તમે આ પદ્ધતિથી નિશ્ચિત ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરી શકશો એમાં શંકાને કોઇ સ્થાન નથી.
  • જુદા જુદા રંગો, સૂત્ર ,તેમજ keywords ના ઉપયોગથી તમે ગમે તેવા પ્રશ્નો ના જવાબ ખૂબ જ ઝડપથી પાકા કરી શકશો.
  • આ પદ્ધતિથી એકવાર ફક્ત એક પાઠ તૈયાર કરી જુઓ અને પછી જુઓ ચમત્કાર!!!!
       

ધોરણ 10 વિજ્ઞાન પાઠ 1- રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ
  • અગત્ય ની સંજ્ઞાઓ સંયોજકતા સાથે
  • મેગ્નેશિયમ- Mg2+      
  • ઓક્સિજન- O2-
  • લેડ (સીસું)-  pb2+
  • પોટેશિયમ-   K+
  • આયોડિન-    I
  • હાઈડ્રોજન-  H+
  • ક્લોરિન-     Cl
  • લોખંડ (આયર્ન)-Fe2+&Fe3+
  • બેરિયમ-       Ba2+
  • એલ્યુમિનિયમ-Al3+
  • સલ્ફર-         S2-
  • સોડિયમ-    Na+
  • કેલ્શિયમ-   Ca2+
  • કાર્બન-       C+4
  • નાઇટ્રોજન-   N3-
  • કોપર (ક્યુપ્રિક)-Cu+ & Cu2+
  • સિલ્વર (ચાંદી)- Ag+
  • ઝીંક (જસત)-  zn2+
આયન ની સંજ્ઞાઓ

આયોડાઈડ-I

Hydride- H

ક્લોરાઇડ- Cl

Bromide- Br

Oxide -O2-

Sulfide-S2-

Nitride- N3-

કાર્બાઇડ-C4-

નાઈટ્રેટ-. (NO3-)

સલ્ફેટ- (SO42-)

હાઈ ડ્રો ક સાઇડ-OH

કાર્બોનેટ- CO32-

Sulphite- SO32-

ફોસ્ફેટ-.     PO43-

  આ પાઠમાં આવતા અગત્યના અણુસૂત્ર
  • મેગ્નેશિયમ ઓકસાઇડ  Mgo
  • લેડ નાઈ ટ્રેટ.            Pb(NO3)2        
  • પોટૅશિયમ આયોડાઇડ   KI
  • હાઇડ્રોક્લોરિક એસિડ   HCl
  • ફેરસ ફેરિક ઓક્સાઈડ  Fe3O4
  • બેરિયમ કલોરાઇડ.       Bacl2
  • એલ્યુમિનિયમ સલ્ફેટ.   Al2(So4)3
  • બેરિયમ સલ્ફેટ.            Baso4
  • એલ્યુમિનિયમ ક્લોરાઇડ  AlCl3
  • સોડિયમ હાઈડ્રોક્સાઈડ.  NaOH
  • સોડિયમ સલ્ફેટ.             Na2SO4
  • સોડિયમ ક્લોરાઇડ.       Nacl
  • કેલ્શિયમ ઓક્સાઈડ(કળી ચૂનો) CaO
  • કેલ્શિયમ હાઇડ્રોક્સાઈડ(ચૂનાનું નીતર્યું પાણી), લાઈમ વોટર, ફોડેલો ચૂનો-.        Ca(OH)2
  • ગ્લુકોઝ.                       C6H12O6
  • કેલ્શિયમ કાર્બોનેટ.(આરસ પહાણ) CaCO3
  • ફેરસ સલ્ફેટ (આયર્ન).         FeSO4
  • આયર્ન ઓક્સાઇડ (ફેરિક ઓક્સાઈડ) Fe2O3
  • સલ્ફર ડાયોક્સાઇડ.           SO2
  • સલ્ફર ટ્રાયોક્સાઇડ.           SO3
  • લેડ ઓક્સાઇડ.               PbO
  • નાઇટ્રોજન ડાયોક્સાઇડ.    NO2
  • બેરિયમ હાઈડ્રોક્સાઈડ.    Ba(OH)2
  • એમોનિયમ ક્લોરાઇડ.     NH4Cl
       
  • કોપર સલ્ફેટ.            CaSO4    
  • ઝીંક સલ્ફેટ.            ZnSO4
 
  • સિલ્વર નાઇટ્રેટ.        AgNO3
  • ઝીંક નાઇટ્રેટ.           Zn(NO3)2
  • કોપર ક્લોરાઇડ.       CuCl2
  • પોટેશિયમ બ્રોમાઇડ.  KBr
  • બેરિયમ આયોડાઈડ.  BaI2
  • બેરિયમ બ્રોમાઇડ.     BaBr2
  • કોપર ઓકસાઈડ.      CuO
  • કાર્બન ડાયોક્સાઇડ.   CO2
  • પાણી.                    H2O
  • પોટેશિયમ સલ્ફેટ.      K2SO4
  • પોટેશિયમ ક્લોરાઇડ.  Kcl
  • ઝીંક કાર્બોનેટ.           ZnCO3
  • ઝીંક ઓક્સાઇડ.        ZnO
  • મેગ્નેશિયમ ક્લોરાઇડ.   Mgcl2
  • મિથેન.                     CH4
  • કોપર નાઈટ્રેટ.             Cu(NO3)2
  • લોખંડનો કાટ.            Fe2O3•xH2O
  • લેડ સલ્ફેટ.                PbSO4
  • એમોનિયા.                NH3
  • લીથીયમ હાઇડ્રા ઇડ.   LiH
  • ફેરસ સલ્ફેટ નો સ્ફટિક FeSO4•7H2O
રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ.

૧. ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે ત્યારે દૂધ જલદી બગડી જાય છે.

૨. લોખંડના તવા,તપેલા,કે ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે.

૩. દ્રાક્ષનું આથવણ થાય.

૪. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય.

૫. જ્યારે આપણે શ્વાસ લઈએ.




મેગ્નેશિયમની પટ્ટી નું હવામાન દહન

૧.લગભગ ત્રણ-ચાર સેમી લાંબી મેગ્નેશિયમની પટીને કાચપેપર વડે ઘસીને શુદ્ધ કરો.

( મેગ્નેશિયમની પટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવાનું કારણ- મેગ્નેશિયમ ધાતુ ખુબ જ ક્રિયાશીલ હોવાથી જ્યારે તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે ત્યારે બાહ્ય સપાટી પર

MgO નું નિષ્ક્રિય પડ બને છે.આ મેગ્નેશિયમ ઓકસાઇડ ના નિષ્ક્રિય પડને પેપર વડે  સાફ કરવામાં આવે તો મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે.)

૨. પટ્ટી ને ચીપિયા વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પ ની મદદથી સળગાવો અને તેની રાખને વોચ ગ્લાસમાં એકત્ર કરો.

૩. વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ એ મેગ્નેશિયમ ઓકસાઇડ છે.

અવલોકન-મેગ્નેશિયમની પટ્ટી પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાઉડર માં પરિવર્તિત થાય છે. આ પાવડર મેગ્નેશિયમ ઓકસાઇડ છે.મેગ્નેશિયમ તેમજ હવામાનના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓકસાઇડ ઉદભવે છે.

રાસાયણિક પ્રક્રિયા- 2Mg +O2⟶2MgO




લેડ નાઇટ્રેટ અને પોટૅશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા

એક કસનળી માં લેડ નાઇટ્રેટ નું દ્રાવણ લો.

તેમાં પોટૅશિયમ આયોડાઇડ નું દ્રાવણ ઉમેરો.

અવલોકન- લેડ નાઇટ્રેટ અને પોટૅશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થઈને પોટેશિયમ નાઇટ્રેટ બને છે. આ પ્રક્રીયા દ્વિ વિસ્થાપન પ્રક્રિયા છે. સમતુલિત રાસાયણિક સમીકરણ-

Pb(NO3)2+KI⟶PbI2+2KNO3




ઝીંક અને મંદ સલ્ફયુરિક એસિડ અથવા મંદ હાઈડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા.
  • એક કોનીકલ ફ્લાસ્ક અથવા કસનળી માં થોડા ઝીંકના દાણા લો.
  • તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો.
અવલોકન: આ પ્રક્રિયા દરમ્યાન હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે.

ઝીંક ક્લોરાઇડ બને છે.. કોનિકલ ફલાસ્ક ગરમ થાય છે. આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

રાસાયણિક સમીકરણ-Zn+2HCl⟶ZnCl2+H2

રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો-

૧. અવસ્થામાં પરિવર્તન ૨. રંગમાં પરિવર્તન.

૩. વાયુ નો ઉદ્દભવ ૪. તાપમાનમાં પરિવર્તન




રાસાયણિક સમીકરણો લખવાની રીત-

મેગ્નેશિયમ+ઓક્સિજન⟶મેગ્નેશિયમ ઓકસાઇડ
  • આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે.
  • આ પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓકસાઇડ નીપજ છે.
  • આ રીતે સમીકરણમાં પ્રક્રિયકો ને હંમેશા ડાબી બાજુએ(LHS) અને નીપજો ને જમણી બાજુએ(RHS) દર્શાવાય છે.
  • પ્રક્રિયક ઓ અને નીપજ વચ્ચે⟶નિશાની મૂકવામાં આવે છે.
  • જો એક કરતાં વધુ પ્રક્રિયકો હોય તો તેમની વચ્ચે + સંજ્ઞા મૂકવામાં
આવે છે. તે જ રીતે એક કરતાં વધુ નિપજ ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ + ની સંજ્ઞા મુકાય છે.
  • તીરનો અગ્રભાગ (arrow head) નિપજો તરફ હોય છે. તે પ્રક્રિયા ની દિશા દર્શાવે છે.⟶



અસમતોલિત રાસાયણિક સમીકરણ

જે રાસાયણિક સમીકરણ માં બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુની સંખ્યા જો સમાન ન હોય તો તેવા રાસાયણિક સમીકરણ ને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે.

આવા સમીકરણમાં બંને તરફના દળ સમાન હોતા નથી. આવા સમીકરણને માળખાકીય (કંકાલ) રાસાયણિક સમીકરણ કહેવાય છે. દા. ત. મેગ્નેશિયમ ની હવામા સળગવાની  પ્રક્રિયા માટે નું સમીકરણ માળખાકીય સમીકરણ છે.




સમતોલીત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણો ને શા માટે સમતોલીત કરવા જોઈએ?  (ગુણ-3)

જે રાસાયણિક સમીકરણ માં તીર ની નિશાનીની  બંને તરફ પ્રક્રિયકો અને નીપજો ના દરેક તત્વ ના પરમાણુની સંખ્યા સમાન થાય તો તેને સમતોલીત રાસાયણિક સમીકરણ કહેવાય.

દળ સંચયનો નિયમ:કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ (દ્રવ્ય) નું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી.

જેથી રાસાયણિક સમીકરણ માં રહેલા પ્રક્રીયકો અને નીપજ નું દળ સમાન રહે છે.

કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી હોય છે.

આથી રાસાયણિક સમીકરણોને સમતોલીત કરવા જોઈએ.

ખાસ: રાસાયણિક સમીકરણોને સમતોલીત કરવાની પદ્ધતિને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે.




રાસાયણિક પ્રક્રિયાઓ ના પ્રકાર: (૧) સંયોગીકરણ પ્રક્રિયા (૨) વિઘટન પ્રક્રિયા (૩) વિસ્થાપન પ્રક્રિયા (૪) દ્વિ વિસ્થાપન પ્રક્રિયા (૫) ઓક્સિડેશન અને રિડકશન.




રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુ વચ્ચે બંધો તુટી ને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે અને નીપજોનું નિર્માણ થાય છે.

નીચેની લિંક પર click કરો




સંયોગીકરણ પ્રક્રિયાનો વિડિયો:
  • એક બીકર માં કેલ્શિયમ ઓક્સાઈડ(CaO) અથવા કળી ચૂનાનો થોડો જથ્થો લો.
  • તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો.
  • કેલ્શિયમ ઓક્સાઈડ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો (કેલ્શિયમ hydroxide) બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે.
  •  
જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઇ એક જ નીપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે.

દા.ત. CaO(s)+H2O (l)⟶Ca(OH)2(aq)+ઉષ્મા

ઉપરની પ્રક્રિયામાં બે પ્રક્રિયકો CaO અને H2O વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઇ એક જ નીપજ Ca(OH)2 બને છે.માટે આ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા છે.




ઘરની દીવાલો ધોળવાની પ્રક્રિયા: ફોડેલા ચૂનાના દ્રાવણનો (ચૂનાનું નીતર્યું પાણી) ઉપયોગ ઘરની દિવાલો ધોળવા માટે થાય છે.




કેલ્શિયમ hydroxide હવામાં કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દીવાલો પર કેલ્શિયમ કાર્બોનેટ નું પાતળું સ્તર બનાવે છે.

દિવાલ ધોળ્યા બાદ બે-ત્રણ દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટ નું નિર્માણ થાય છે જેથી દીવાલો પર ચમક આવી જાય છે.


આરસ પહાણ નું રાસાયણિક સૂત્ર પણ CaCO3 છે.

Ca(OH)2(aq)+CO2(g)⟶CaCO3 (s)+H2O(l)

સંયોગીકરણ પ્રક્રિયાના અન્ય ઉદાહરણો:

૧.કોલસા નું સળગવું C(s)+O2(g)⟶CO2

૨. હાઈડ્રોજન અને ઓક્સિજન માંથી પાણીનું નિર્માણ

2H2(g)+O2(g)⟶2H2O




ઉષ્મા ક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ: (ગુણ-3)

જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે.

દા.ત. કુદરતી વાયુ નું સળગવું-CH4(g)+2O2(g)⟶CO2(g)+2H2O

આ ઉપરાંત વનસ્પતિ જ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

શ્વસન એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા-
  • જીવન જીવવા માટે આપણને ઊર્જાની જરૂર પડે છે.
  • આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ  ઊર્જા મળે છે.
  • પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે.
ઉદાહરણ તરીકે ભાત, બટાકા અને બ્રેડ માં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઇ ગ્લુકોઝ બને છે.

આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઇને ઊર્જા પૂરી પાડે છે.

આ પ્રક્રિયાને શ્વસન કહે છે.આ પ્રક્રિયા દરમ્યાન ઊર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

C6H12O6 (aq)+6O2(aq)⟶6CO2(aq)+6H2O+ઊર્જા




ઉષ્માશોષક પ્રક્રિયા:જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણ સાથે ઉષ્મા નું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે. દા.ત.  સિલ્વર ક્લોરાઇડ નું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્માશોષક પ્રક્રિયા છે.




સિલ્વર બ્રોમાઈડ નું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન:




2AgBr(s)⟶2Ag(s)+Br2(g)

સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઈડ નો ઉપયોગ શ્યામ અને શ્વેત(black& white) ફોટોગ્રાફી માં પણ થાય છે.

વિઘટન પ્રક્રિયા: ફેરસ સલ્ફેટ ને ગરમ કરી વિઘટન પ્રક્રિયા સમજવી

નીચેની લિંક પર click કરો:

વિઘટન પ્રક્રિયાનો વિડિયો
  • એક શુષ્ક ઉત્કલન નળીમાં આશરે 2g ફેરસ સલ્ફેટ લો.
  • આ નળીને સ્પિરિટ લેમ્પ ની જ્યોત પર ગરમ કરો.
2FeSO4(s)⟶Fe2O3(s)+SO2(g)+SO3(g)

આ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજઆપે છે આથી આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે.

ફેરસ સલ્ફેટ ના સ્ફટિક ને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિક નો રંગ બદલાય છે.

ઉપરાંત તે ફેરિક ઓક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઈડમાં  વિઘટિત થાય છે.

અવલોકન: ગરમ કરતી વખતે ફેરસ સલ્ફેટ નો રંગ લીલાશ પડતો અથવા આછો લીલો હોય છે. પરંતુ ગરમ થયા બાદ લીલાશ પડતા રંગ માંથી લાલાશ પડતો કથ્થાઈ રંગ બને છે.

કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઇડ માં થતું વિઘટન એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે.

કેલ્શિયમ ઓક્સાઈડ ને ચૂનો અથવા કળીચૂનો કહે છે તેનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે.

CaCO3(s)⟶CaO(s)+CO2(g)(ઉષ્મા દ્વારા વિઘટન)

આ વિઘટન પ્રક્રિયાનું એવું ઉદાહરણ છે કે જેમાં ઘન અને વાયુ એમ બે નિપજો પ્રાપ્ત થાય છે.

લેડ નાઇટ્રેટ વિઘટનની પ્રક્રિયા:
  • એક કસનળીમાં આશરે 2g લેડ નાઈટ્રેટનો પાવડર લો.
  • કસનળીને હોલ્ડર વડે પકડીને જ્યોત પર ગરમ કરો.
અવલોકન: લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા કસનળીમાંથી કથ્થાઈ રંગ નો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે. આ ધુમાડો નાઈટ્રોજન ડાયોક્સાઇડ(NO2) નો છે.

પ્રક્રિયા: 2Pb(NO3)2⟶ 2PbO(s)+4NO2(g)+O2(g)




પાણીનું વિદ્યુત વિભાજન:
  • એક પ્લાસ્ટિક નો કપ લઇ તેના તળિયે બે છિદ્રો કરો અને આ છિદ્રો માં રબરના બૂચ લગાવો.
  • રબરના બૂચ માં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો.
  • આ વિદ્યુત ધ્રુવો ને છ વોલ્ટની બેટરી સાથે જોડો.
  • વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરી દો. પાણીમાં મંદ સલ્ફયુરિક એસિડ ના થોડા ટીપા નાખો.
  • પાણીથી ભરેલી બે કસનળીઓ લો અને તેને કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો પર ઉંધી ગોઠવો.
  • વિદ્યુત પ્રવાહ ચાલુ કરી દો.
  • થોડીવાર બાદ બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદભવતા દેખાશે આ પરપોટા કસનળી ઓ માં પાણી નું વિસ્થાપન કરે છે.
નીચેની લિંક પર click કરો



અવલોકન: બંને કસનળી ઓમાં એકઠા થયેલા વાયુના કદ સમાન હોતા નથી. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. સળગતી મીણબતી પાસે લઈ જતા ઓક્સિજન સળગતો નથી જ્યારે હાઈડ્રોજન સળગે છે.

પ્રક્રિયા:2H2O⟶2H2+O2 (વિદ્યુત દ્વારા વિઘટન)

ખાસ: પાણીમાં બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઓક્સિજન હોવાથી એક કસનળીમાં બે ભાગ હાઇડ્રોજન અને બીજી કસનળીમાં એક ભાગ ઓક્સિજનવાયુ મળે છે. આ રીતે મળતા હાઈડ્રોજન અને ઓક્સિજન વાયુ નું કદથી પ્રમાણ 2:1 છે.

સિલ્વર ક્લોરાઇડ નું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન.
  • એક ચાઇના ડિશમાં આશરે 2g સિલ્વર ક્લોરાઇડ લો. જે સફેદ રંગનો હોય છે.
  • થોડીવાર માટે ચાઈના ડિશને સૂર્યના પ્રકાશમાં મૂકો.
  • થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડ ના રંગનું અવલોકન કરો.
અવલોકન: સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું  રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે પ્રકાશના કારણે સિલ્વર ક્લોરાઇડ નું વિઘટન સિલ્વર અને ક્લોરિન માં થવાને કારણે આમ બને છે.

પ્રક્રિયા: 2AgCl(s)⟶2Ag(s)+Cl2(g)(પ્રકાશ દ્વારા વિઘટન)










વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયા ની વિરુદ્ધ પ્રક્રિયા છે.(ગુણ-3)




કારણ: વિઘટન પ્રક્રિયામાં એક અણુને ઊર્જા આપતા તેનું બે કે વધુ પરમાણુઓમાં વિઘટન થાય છે.

આનાથી ઊલટું સંયોગીકરણ પ્રક્રિયા માં બે કે વધુ પરમાણુ ભેગા થઈને એક અણુ બને છે અને ઊર્જા મુક્ત થાય છે.

વિઘટન પ્રક્રિયા: PQ+ઉર્જા⟶P+Q

2AgCl⟶2Ag(s)+Cl2

સંયોગીકરણ પ્રક્રિયા: P+Q⟶PQ+ઉર્જા

વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે.




બેરિયમ હાઈડ્રોક્સાઈડ અને એમોનિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા:




એક કસનળીમાં આશરે 2g બેરિયમ હાઈડ્રોક્સાઈડ લો.

તેમાં 1g એમોનિયમ ક્લોરાઇડ ઉમેરીને તેને કાચના સળિયા વડે મિશ્ર કરો.

આ પ્રક્રિયા ઉષ્માશોષક હોવાથી પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ઘટાડો થાય છે.

Ba(OH)2+2NH4Cl⟶Bacl2+2NH3+2H2O

વિસ્થાપન પ્રક્રિયા:

જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને  તેના સંયોજન(દ્રાવણ)માંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.
  • લોખંડની ખીલી અને કોપર સલ્ફેટ નાં દ્રાવણ વચ્ચે થતી પ્રક્રિયા
  • આયર્નની ત્રણ ખીલીઓ લઈ તેને કાચપેપર વડે ઘસીને સાફ કરો.
  • બે કસ નળી ને Aઅને B નામ આપો દરેક કસનળીમાં આશરે 10 ml  કોપર સલ્ફેટનું દ્રાવણ લો.
  • લોખંડ ની બે ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટનાં દ્રાવણ થી ભરેલી કસનળી(B) 20 મિનિટ માટે ડુબાડો. સરખામણી કરવા માટે એક ખીલીને અલગ રાખો.
  • ૨૦ મિનિટ બાદ બંને ખીલીઓને copper sulphate ના દ્રાવણ માંથી બહાર કાઢો.
  • બંને ખીલીના રંગ ની તુલના બહાર રાખેલી ખીલી સાથે કરો.
અવલોકન: આયર્નની ખીલીને કોપર સલ્ફેટ ના દ્રાવણમાં મૂકતાં ખીલી કથ્થાઈ રંગની બને છે. આ દરમ્યાન કોપર સલ્ફેટનાં દ્રાવણ નો ભૂરો રંગ આછો લીલો બનશે.

કારણ: અહીં આયર્નની ખીલીને કોપર સલ્ફેટ ના દ્રાવણમાં ડૂબાડતા કોપર કરતા આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે અને પરિણામે આયર્ન સલ્ફેટ બને છે જે લીલા રંગનો હોવાથી દ્રાવણ નો રંગ બદલાય છે.

પ્રક્રિયા: Fe(s)+CuSO4(aq)⟶FeSO4(aq)+Cu(s)

આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટ ના દ્રાવણમાંથી કોપર ને વિસ્થાપિત એટલે કે દૂર કરે છે આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. 

નીચેની લિંક પર click કરો

વિસ્થાપન પ્રક્રિયાનો વિડિયો ખાસ જુઓ

વિસ્થાપન પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો:

Zn(s)+CuSO4(aq)⟶ZnSO4(aq)+Cu(s)

Pb(s)+CuCl2(aq)⟶PbCl2(aq)+Cu(s)

અહીં ઝીંક અને લેડ એ કોપર કરતાં વધુ સક્રિય તત્વ છે તેથી તે કોપરના સંયોજન માંથી કોપર ને વિસ્થાપિત એટલે કે દૂર કરે છે.

સિલ્વર (ચાંદી )ની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા:

સિલ્વર ના શુદ્ધિકરણ માં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટ ના દ્રાવણમાંથી ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા થાય છે.

સમાવિષ્ટ પ્રક્રિયા:  Cu(s)+2AgNO3(aq)⟶ Cu(NO3)2(aq)+2Ag(s)

દ્વિ વિસ્થાપન પ્રક્રિયા:

જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનો ની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને

 દ્વિ વિસ્થાપન પ્રક્રિયા કહે છે.

બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચેની દ્વિ વિસ્થાપન પ્રક્રિયા:

એક કસનળીમાં આશરે ત્રણ ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો.

બીજી કસનળીમાં આશરે ત્રણ ml બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ લો.

બંને દ્રાવણ ને મિશ્ર કરો.

અવલોકન: સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ ને ભેગા કરતા બેરિયમ સલ્ફેટ ના અવક્ષેપ મળે છે જે સફેદ રંગના છે.

નીચેની લિંક પર click કરો ( 1:50 to 3:50 minute)

દ્વિ વિસ્થાપન પ્રક્રિયાનો વિડિયો

પ્રક્રિયા: Bacl2(aq)+Na2SO4 (aq)⟶BaSO4+2NaCl(aq)

અહી Ba2+ અને SO4-  આયનો વચ્ચેની પ્રક્રિયાના કારણે BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે અને બીજી નીપજ સોડિયમ ક્લોરાઇડ મળે છે. જે દ્રાવણમાં જ દ્રાવ્ય રહે છે.




વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા વચ્ચેનો તફાવત: (ગુણ-3)

વિસ્થાપન પ્રક્રિયા માં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણ માંથી મુક્ત કરે છે.

જ્યારે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા માં બે પ્રક્રિયકો વચ્ચે આયનો ની અદલા બદલી અથવા આપલે થતી હોય છે.(સમીકરણો ઉપર આપેલ છે)

દ્વિ વિસ્થાપન પ્રક્રિયા નું અન્ય ઉદાહરણ:

Na2CO3(aq)+CaCl2(aq)⟶CaCO3(aq)+2NaCl(aq)

આ પ્રક્રિયામાં સોડિયમ કાર્બોનેટ ની કેલ્શિયમ ક્લોરાઇડ સાથે ની પ્રક્રિયા થઈ કાર્બોનેટ અને ક્લોરાઈડ આયનનું  આદાન-પ્રદાન થવાથી કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે.

અવક્ષેપન પ્રક્રિયા:

એવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે.

ઉદા. AgNO3 (aq) +NaCl(aq)⟶Agcl(s).  +NaNO3(aq)

                                             સફેદ↑ અવક્ષેપ

અહીં સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થઇ

સિલ્વર ક્લોરાઇડ ના સફેદ અવક્ષેપ મળે છે.

આ રીતે અવક્ષેપન પ્રક્રિયાઓ દ્વારા અદ્રાવ્ય ક્ષારો બને છે.

કોપર નું કોપર ઓકસાઈડ માં ઓક્સિડેશન:

આશરે એક ગ્રામ કોપર નો ભૂકો ચાઇના ડિશમાં લઈ તેને ગરમ કરો.

અવલોકન: કોપરના ભુકા ની સપાટી પર કાળા રંગના કોપર ઓકસાઈડ નું પડ જામી જાય છે.કોપરમાં ઓક્સિજન ઉમેરાઈ ને કોપર ઓકસાઈડ બનવાથી આવું થાય છે. આ ઓક્સિડેશન પ્રક્રિયા છે.

પ્રક્રિયા: 2Cu+O2⟶2CuO આ પ્રક્રિયામાં Cuનું ઓક્સિડેશન થાય છે.




હવે આ ગરમ કરેલા પદાર્થ CuO પરથી હાઈડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી (ઉંધી) પ્રક્રિયા થવાના કારણે સપાટી પર નું કાળા રંગનું આવરણ કથ્થાઈ રંગ(કોપર) માં ફેરવાય છે અને ફરીથી કોપર મળે છે.

બીજું ઉદાહરણ:  C+O2⟶CO2 માં C નું ઓક્સિડેશન થાય છે

પ્રક્રિયા: CuO+H2⟶Cu+H2O આ પ્રક્રિયામાં હાઇડ્રોજન રિડક્શન કર્તા છે.

ઓક્સિડેશન અને રિડક્શન ઉદા. સહિત સમજાવો. (ગુણ-3)

ઓક્સિડેશન: 

જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઈડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન કહે છે.




રિડક્શન:

જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઈડ્રોજન મેળવે તો તેને રીડક્શન કહે છે.

આમ સરળ ભાષામાં,ઓક્સિડેશન એટલે ઓક્સીજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું. રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવવો અથવા હાઇડ્રોજન મેળવવો.

નીચેની પ્રક્રિયાઓ દ્વારા ઓક્સિડેશન અને રિડક્શન ની ઓળખ:

(1) 4Na(s)+O2(g)⟶2Na2O

આ પ્રક્રિયામાં સોડિયમ ધાતુ નું  ઓક્સિડેશન થાય છે.

જ્યારે O2 નું રિડક્શન થાય છે.

ઓક્સિડેશન પામતો પદાર્થ: Na2O

રિડક્શન પામતો પદાર્થ:O2

(2) CuO(s)+ H2(g)⟶Cu(s)+H2O (l)

આપેલ પ્રક્રિયામાં CuO નું  રિડક્શન થાય છે, જ્યારે

H2 નું  ઓક્સિડેશન થાય છે.

ઓક્સિડેશન પામતો પદાર્થ:H2O

રિડક્શન પામતો પદાર્થ: Cu

રિડકશન પ્રક્રિયા નું બીજું ઉદાહરણ:CO2+H2⟶CO+H2O

આ પ્રક્રિયામાં CO2 નું રિડક્શન થાય છે.

નીચેની લિંક પર click કરો.

ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો વિડિયો

ક્ષારણ અને ખોરા પણું ઉદા. સહિત સમજાવો. (ગુણ-3)

ક્ષારણ:

નીચેની લિંક પર click કરો.

ક્ષારણપ્રક્રિયાનો વિડિયો

જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થયું એમ કહેવાય અને આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે.

લોખંડ ની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે પરંતુ કેટલાક સમય બાદ તેની પર લાલાશ પડતા કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે.આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવું તરીકે ઓળખવામાં આવે છે.

ચાંદી પર લગતું કાળા રંગનું સ્તર અને તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર ક્ષારણ ના ઉદાહરણો છે.

ક્ષારણ ને કારણે લોખંડની વસ્તુઓ જેવી કે મોટર કાર ના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ વગેરેને નુકસાન થાય છે.

લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાન પામેલા લોખંડને બદલવામાં ઘણો મોટો ખર્ચ આવે છે.

આ પ્રકારના ધાતુ ક્ષારણ ને લીધે મોટે ભાગે લોખંડની વસ્તુ પર કાટ લાગતો હોય છે. આથી આવા કાટથી બચવા માટે સામાન્ય રીતે લોખંડ ની સપાટી પર રંગ લગાવવામાં આવે છે. જેનાથી લોખંડ અને હવા નો સંપર્ક થતો નથી પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને તેમને કાટ લાગતો નથી.




ખોરા પણું:

જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરુ થઈ જાય છે અને તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે.

આમ ઓક્સિડેશન ખોરાકને અખાદ્ય બનાવતી પદ્ધતિ છે.

આવા અખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશન નો પ્રતિકાર કરે તેવા પદાર્થો(એન્ટિ-ઓક્સિડન્ટ) ઉમેરવામાં આવે છે.

સામાન્ય રીતે હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે.

ચિપ્સ બનાવવા વાળા ચિપ્સનુ ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરે છે.

નીચેની લિંક પર click કરો.ખાસ જુઓ

ખોરા પણું પ્રક્રિયાનો વિડિયો 




મિત્રો આ આ પાઠ માંથી ત્રણ ગુણનો એક પ્રશ્ન તેમજ એક ગુણનો ઉચ્ચ વૈચારિક કૌશલ્ય વાળો એક પ્રશ્ન પૂછાશે.

આવો પ્રશ્ન એક ગુણ માટે નીચે મુજબ હોઇ શકે:


  • કોપર ઘાતુ હવામાં ખુલ્લી રાખવાથી તેના પર લીલા રંગનું આવરણ (કોપર કાર્બોનેટ)જોવા મળે છે., અને તે ધાતુને ગરમ કરવાથી કાળુ આવરણ(કોપર ઓકસાઈડ) જોવા મળે છે.
 
  • ખોરાપણું અટકાવવા માટે ઉમેરવામાં આવતા રસાયણ નું સામાન્ય નામ એન્ટીઓક્સીડંટ છે.
 
  • કોપર ઓકસાઈડ ના કાળા સ્તરને રાસાયણિક પદ્ધતિ થી દૂર કરવા માટે ગરમ કરેલા કોપર ઓકસાઈડ ના સ્તર પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરતાં તેનું કાળું સ્તર કથ્થાઈ રંગ માં ફેરવાઈ જાય છે.
 
  • ધાતુના નમૂનાઓને ખુલ્લી હવામાં રાખતા તે હવામાં રહેલા વાયુઓ સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ નું પડ બનાવે છે પરિણામે ધાતુ તેની ચમક ગુમાવીને ઝાંખી પડે છે.
 
  • પ્રકાશ સંશ્લેષણ એ ઉષ્માશોષક પ્રક્રિયા છે.કારણકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝના નિર્માણ માટે ઉષ્મા ની જરૂર પડે છે.
 
  • જ્યારે પાણીમાં કળી ચૂનો ઉમેરવામાં આવે ત્યારે તીવ્ર અવાજ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક અને સંયોગીકરણ પ્રકારની છે.
  • અથાણાં કોપર,એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સાથે પ્રક્રિયા કરતા હોવાથી ધાતુના પાત્રમાં અથાણા ન સંઘરવા જોઈએ.કારણ કે અથાણામાં રહેલા એસિડિક ગુણવાળા પદાર્થો ધાતુ ના પાત્ર સાથે પ્રક્રિયા કરે છે.
  • આયર્ન ના ભૂકામાં મંદ  હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા હાઈડ્રોજન વાયુ અને આયર્ન કલોરાઈડ ઉદભવે છે.
  • Fe2O3+2Al→Al2O3+2Fe આ વિસ્થાપન પ્રક્રિયા નું ઉદાહરણ છે.
  • ચાંદીના દાગીનાની હવામાના વાયુ અને ભેજ સાથે ક્ષારણ પ્રક્રિયા થાય છે જેના લીધે તે કાળા પડી જાય છે. ટૂથપેસ્ટ જેલવડે આ કાળા પડ ને દૂર કરી શકાય છે.
 
  • ઝિંકના પડવાળી આયર્નની ખીલીને કોપર sulphate ના દ્રાવણમાં ઉમેરતા દ્રાવણનો વાદળી રંગ ફિક્કો પડશે અને દ્રાવણ આછા લીલા રંગનું બનશે કારણકે લોખંડ અને ઝીંક કોપરનું વિસ્થાપન કરે છે.
કારણ: કોપર કરતા આયર્ન અને ઝીંક વધુ સક્રિય ધાતુ છે.


  • ઔષધો ને ઘણીવાર ઠંડી જગ્યાએ ઘેરા રંગની બોટલ માં સંઘરવામાં આવે છે કારણ કે આવા ઔષધો સૂર્યપ્રકાશની હાજરીમાં ઊંચા તાપમાને જો રાખવામાં આવે તો તે પ્રક્રિયા કરે છે અને તેનું બંધારણ સાવ બદલાઈ જાય છે.
  • કેટલાક ઔષધોને તાપમાન ઘટાડવા રેફ્રિજરેટર મા રાખવામાં આવે છે કારણ કે ઊંચા તાપમાને આવા ઔષધો જોખમી કે ઝેરી બને છે.
આ પાઠમાંથી આ મુદ્દાઓ ખાસ યાદ રાખો
  • સમીકરણ પરથી પ્રક્રિયાનો પ્રકાર ઓળખવો.
  • બે પ્રક્રિયકો વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાઓ ના પરિણામો અને અવલોકનો.
  • દરેક સમીકરણોની ઓળખ.
  • દરેક તત્વો ના સૂત્રો અને સંજ્ઞાઓ સંયોજકતા સાથે.
  • કોઈપણ તત્વનો રંગ, ગુણધર્મ અને ઉપયોગ.
  • દરેક પ્રક્રિયા ની વ્યાખ્યાઓ.



મિત્રો આ પ્રકારના પ્રશ્નો ને ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્ન તરીકે ગણી શકાય. આવો કોઈ પણ પ્રશ્ન એક માર્ક માં પુછાઈ શકે.

માટે આખો પાઠ ખૂબ જ કાળજીપૂર્વક વાંચવો અને સમજવો ગોખણપટ્ટી કરવી નહીં.

ખાસ સુચના: આ પ્રકરણમાં રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા તેમજ પ્રક્રિયાઓને ઓળખવા અંગેનો અલગથી વિડિયો બનાવેલો છે.





































2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here