Site icon 1clickchangelife

 std 12 B.A. પાઠ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ

આપની ચિંતા અને સમસ્યાઓનો હવે અંત આવી ગયો છે. આપની સમક્ષ અમે એક એવી અદભુત પદ્ધતિ લાવ્યા છીએ જેનું નામ છે: “SHORT GOLDEN METHOD”

 

“SHORT GOLDEN METHOD” ના ફાયદા

 

           

વાણિજ્ય વ્યવસ્થા

                  

          સંચાલનનું સ્વરૂપ અને મહત્વ

ધંધાકીય એકમો માં વિવિધ પ્રકારના નિર્ણય લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ અનુભવી અને નિષ્ણાત વર્ગની જરૂર પડે છે. આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંચાલન કહે છે.
કુંત્ઝ અને ઓડોનેલના જણાવ્યા મુજબ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા.
Livingston ના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે.

        સંચાલનનુ સ્વરૂપ (લાક્ષણિકતાઓ)

“સંચાલન એ ભૌતિકશાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી કે શિલ્પ જેવી શુદ્ધ કળા પણ નથી.”

સૂત્ર: સર્વ હેતુ જૂથ સતત માનવીય નિર્ણય વિજ્ઞાન.

                 સંચાલનનુ મહત્વ

“સંચાલન એ ભૌતિકશાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી કે શિલ્પ જેવી શુદ્ધ કળા પણ નથી તો પણ તેનું મહત્વ જરાય ઓછુ તો નથી જ.”

 સંચાલનનુ મહત્વ:

સાર: દરેક સાધનોનો ઉપયોગ ધ્યેય સિદ્ધિ તેમજ ધંધાની રોજગારીની નફામાં વૃદ્ધિ અને સામાજિક રાષ્ટ્રીય હેતુ માટે  સંચામ (સંચાલનનુ મહત્વ) હોય છે.

સૂત્ર: દરેક સાધનોનો ધ્યેય  ધંધાની રોજગારી નફામાં સામા રાષ્ટ્રીય  સંચામ 

સંચાલન વિજ્ઞાન કળા અને વ્યવસાય.

“સંચાલન એ ભૌતિકશાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી કે શિલ્પ જેવી શુદ્ધ કળા પણ નથી તો પણ તેનું મહત્વ જરાય ઓછુ તો નથી જ.”

સંચાલન એક વિજ્ઞાન છે: વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે માંથી નિયમો તથા સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્ય-કારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તે વિજ્ઞાન છે.

“વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે”- જ્યોર્જ. ટેરી

સંચાલન એક કળા છે: જ્ઞાન ને અમલમાં મુકવાની સરળ પદ્ધતિ એટલે કળા. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું  નૈ પુણ્ય કે કૌશલ્ય.

“કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે”-  જ્યોર્જ. ટેરી

સંચાલન એક વ્યવસાય છે- સમજાવો

સૂત્ર: વિશિષ્ટ જ્ઞાન માં વ્યવસાયી આચાર નૈતિક

સંચાલનની વિવિધ સપાટીઓ

સંચાલનની મુખ્ય ત્રણ સપાટીઓ છે (૧) ઉચ્ચ સપાટી સંચાલન (૨) મધ્ય સપાટી સંચાલન (૩) તળ સપાટી સંચાલન

ઉચ્ચ સપાટી સંચાલન: એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સતા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે.

સમાવેશ: ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર જનરલ મેનેજર મુખ્ય વહીવટી અધિકારી (chief executive officer-C.E.O.) નો સમાવેશ થાય છે.

ઉચ્ચ સપાટી નું અન્ય નામ: આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહે છે.

સાર : ઉચ્ચ સપાટી સંચાલન ના કાર્યો:  DHNA( ધંધાકીય એકમના) ANDJ (અંદાજપત્ર) AY (આયોજન)

DHNA ના  મુ-ગૌ નક્કી કરવા, DHNA ના ટ્રસ્ટી,DHNA ના  ઉચ્ચઅધિની નિમણૂક,ANDJ ને મંજૂરી, વ્યૂહાત્મક નિર્ણય,જટિલ સમસ્યાઓનો ઉકેલ, યોજના ઘડી અમલ અને દેખરેખ, નફાની વહેંચણી,ડીવી, અના, પુનઃ રોકાણ.

મધ્ય સપાટી સંચાલન:

મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચેની સાંકળની એક મહત્વની કડી છે.

સમાવેશ: આ સપાટીમાં ખાતા વાર અધિકારીઓ વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે. દા. ત., ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, કર્મચારી, હિસાબી અધિકારી વગેરે.

મધ્ય સપાટીનું અન્ય નામ: આ સપાટી ને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

મધ્ય સપાટી ના કાર્યો:

સાર : મધ્ય સપાટી સંચાલન ના કાર્યો: KRM (કર્મચારી)

હુકમ અને સુચનાઓનો અમલ, ANDJ તૈયાર કરી રજુ કરવા,  કાર્યદક્ષતા અને અસરકારકતા વધારવી,KRM નો જુસ્સો વધારવો, સતત સંપર્ક,પેટા વિભાગના કાર્યો પર ધ્યાન, નીતિવિષયક નિર્ણયોમાં મદદરૂપ થવું.

તળ સપાટી સંચાલન:સંચાલનની ઉચ્ચ સપાટી એ લીધેલા નિર્ણય અને નીતિનું અમલીકરણ નું કાર્ય આ સપાટીએ થતું હોય છે.

સમાવેશ: સંચાલનની આ સપાટી માં નિરીક્ષકો, જોબર, અને ફોરમેનોનો સમાવેશ થાય છે.

તળ સપાટી નું અન્ય નામ: આ સપાટી ને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી તેમજ કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

તળ સપાટી ના કાર્યો:

કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવું.

કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા.

પોતાના વિભાગના રોજિંદા કાર્યો નું આયોજન કરવું.

કર્મચારીઓ ને લગતા કાર્યો કરવા. દા.ત. બદલી, બઢતી,તાલીમ વગેરે.

મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સુચનાઓનો અમલ કરવો.

યંત્રો ની ગોઠવણી, યંત્રોનું સમારકામ અને જાળવણી ને લગતા કાર્યો કરવા.

કામદારોને કાર્ય કરવા માટે સાધનસામગ્રી, કાચોમાલ વગેરે પૂરા પાડવા.

ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો.

સાર: તળ સપાટી ના કાર્યો: KMD (કામદાર) BBT (બઢતી, બદલી, તાલીમ) MVA (મુખ્ય વહીવટી અધિકારી અધિકારી)

KMD ના કાર્યનું નિરીક્ષણ, KMD માં શિસ્ત જુસ્સો વધારવા, રોજિંદા કાર્યો નું AY કરવું,KRM ને લગતા કાર્યો BBT, MVA પાસેથી પ્રાપ્ત થયેલ સૂચનાઓ અને હુકમોનો અમલ , યંત્ર સમારકામ જાળવણી કરવી,KMD ને સાધનસામગ્રી કાચો માલ પુરા પાડવા, નિર્ણયો નીતિઓનો અમલ.

      1. ક્રમ મુદા ઉચ્ચ સપાટી મધ્ય સપાટી તળ સપાટી
        (૧) સંચાલન અને વહીવટ સંચાલન નું પ્રમાણ વધુ અને વહીવટ નું પ્રમાણ ઓછું હોય છે. સંચાલન નું પ્રમાણ ઓછું અને વહીવટ નું પ્રમાણ વધુ હોય છે. સંચાલન નું પ્રમાણ ખૂબ ઓછું અને વહીવટ નું પ્રમાણ સૌથી વધુ હોય છે.
        (૨) સમાવેશ આ સપાટીમાં સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર નો સમાવેશ થાય છે. આ સપાટીમાં વિભાગીય અધિકારીઓ અને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાત અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સપાટીમાં નિરીક્ષકો જોબર અને ફોરમેન નો સમાવેશ થાય છે.
        (૩) સત્તા અને જવાબદારી સત્તા અને જવાબદારી બંને નું પ્રમાણ વધુ હોય છે. સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી વિભાગ પૂરતી હોય છે. સત્તાનું પ્રમાણ ખૂબ ઓછું, જવાબદારીનું પ્રમાણ અમુક પેટાવિભાગ પૂરતું હોય છે.
        (૪) સંખ્યા ઉચ્ચ સપાટી માં કર્મચારીઓની સંખ્યા ઓછી હોય છે. ઉચ્ચ સપાટી કરતા મધ્ય સપાટીમાં કર્મચારીઓની સંખ્યા વધુ હોય છે. ઉચ્ચ અને મધ્ય સપાટી કરતા કર્મચારીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે.
        (૫) લાયકાત સર્વગ્રાહી કૌશલ્યની જરૂર છે. વિશિષ્ટ જ્ઞાન ની જરૂર છે. વિશિષ્ટ જ્ઞાન ની જરૂર છે.
        (૬) નિર્ણયો આ સપાટી ના નિર્ણયો વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દુરોગામી હોય છે. આ સપાટીના નિર્ણયો પ્રમાણમાં ઓછા જોખમી અને ઓછા દૂરોગામી હોય છે. આ સપાટી ના નિર્ણય ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરોગામી હોય છે.
ઉચ્ચ સપાટી  મધ્ય સપાટી તળ સપાટી સંચાલન નો તફાવત:  SHORT

U.S (૧) સંચાલન નું પ્રમાણ વધુ વહીવટ નું પ્રમાણ ઓછું

M.S (૨) સંચાલન નું પ્રમાણ ઓછું વહીવટ નું પ્રમાણ વધુ.

T.S (૩)  સંચાલન નું પ્રમાણ ખૂબ ઓછું વહીવટ નું પ્રમાણ સૌથી           વધુ.

(૧) સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર નો સમાવેશ.

(૨) ખાતાના વિભાગીય અધિકારીઓ, નિષ્ણાત અધિકારીઓનો સમાવેશ

(૩) નિરીક્ષકો, જોબર અને ફોર મેનનો સમાવેશ.

(૧) સત્તા અને જવાબદારી બને નું પ્રમાણ વધુ.

(૨) સતા પ્રમાણમાં ઓછી જવાબદારી વિભાગ પૂરતી.

(૩) સતાનું  પ્રમાણ ખૂબ ઓછું જવાબદારી પેટાવિભાગ પૂરતી.

(૧) કર્મચારીઓની સંખ્યા ઓછી.

(૨) ઉચ્ચ સપાટી કરતા કર્મચારીઓની સંખ્યા વધુ.

(૩) ઉચ્ચ, મધ્યમ સપાટી કરતા કર્મચારીઓની સંખ્યા ખૂબ વધુ

(૧) સર્વગ્રાહી કૌશલ્યની જરૂર.

(૨) વિશિષ્ટ  જ્ઞાનની જરૂર.

(૩) પોતાના વિભાગ અને પેટા વિભાગ પૂરતા જ જ્ઞાનની જરૂર.

(૧) નિર્ણય વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દૂરોગામી.

(૨) નિર્ણય પ્રમાણમાં ઓછો જોખમી અને ઓછા દૂરોગામી.

(૩) નિર્ણય ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરોગામી.

સંચાલન ના કાર્યો નું વર્ગીકરણ

કુંતઝ અને ઓડોનેલે સંચાલનના પાંચ કાર્યો દર્શાવ્યા છે: ૧. આયોજન ૨. વ્યવસ્થાતંત્ર ૩. કર્મચારી વ્યવસ્થા ૪. દોરવણી ૫. અંકુશ

હેનરી ફેયોલ ના સંચાલન કાર્યો નું વર્ગીકરણ:. ૧. આયોજન ૨. વ્યવસ્થાતંત્ર ૩. આદેશો આપવા ૪. સંકલન ૫. અંકુશ

પીટર ડ્રકર ના સંચાલન ના કાર્યો: ૧. ધંધા નું સંચાલન

૨. સંચાલકો નુ સંચાલન ૩. કામદારો અને કામ નું સંચાલન.

ડો. જ્યોર્જ આર. ટેરી ના સંચાલન કાર્યો: ૧. આયોજન ૨. વ્યવસ્થાતંત્ર ૩. દોરવણી ૪. અંકુશ

લ્યુથર ગ્યુલિકે સંચાલન ના સાત કાર્યો દર્શાવ્યા છે.

                       સંચાલન ના કાર્યો

૧. આયોજન: નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય, કોણે, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનો છે અને કાર્ય ક્યારેય પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવા આવતી બુદ્ધિપૂર્વકની વિચારણા ને આયોજન કહે છે. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન.સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેનો આધાર આયોજન પર રહેલો છે.

“ભગવાન પણ ભૂત કાળ ને બદલી શકતો નથી પરંતુ માનવી ભવિષ્ય બદલી શકે છે.( Even God cannot change the past but man can change the future)”

૨. વ્યવસ્થાતંત્ર (પ્રબંધ): સમાન હેતુની સિદ્ધિ માટે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારી ની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થાતંત્ર કહે છે.

આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે, જેને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. નિર્ધારીત ધ્યેય સિદ્ધ કરવા માટે એકમની  પ્રવૃત્તિને જુદા જુદા વિભાગોમાં જુદા-જુદા માનવ જૂથ વચ્ચે વહેંચી દેવામાં આવે છે અને તેમને સત્તા અને જવાબદારીની વહેચણી કરવામાં આવે છે જેને વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ કહે છે. આયોજન એ ધંધાકીય એકમ નું મગજ છે જ્યારે વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખું છે.

૩. કર્મચારી વ્યવસ્થા: “ Employees are arms and legs of unit.”

કર્મચારીઓ એકમના હાથ-પગ છે

ડો. જ્યોર્જ. આર. ટેરી ના મત મુજબ કર્મચારી વ્યવસ્થા નો ઉદ્દેશ્ય સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઉભુ કરવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે.જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કોઈપણ એકમ ની પ્રવૃત્તિ અને સફળતાનો આધાર કર્મચારીઓ પર રહેલો છે.વર્તમાન સમયમાં માનવશક્તિ આયોજન, માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થા માં કરવામાં આવે છે.

૪. દોરવણી:કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. દોરવણી સંચાલનની દરેક સપાટી એ  અને સતત ચાલતી પ્રક્રિયા છે.

૫. અંકુશ: પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ્ય વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ.નિર્ધારિત ધ્યેયો ને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવા ના કાર્યો અને અંકુશ કહે છે. અંકુશ  એ સંચાલનનું અંતિમ કાર્ય છે.

સાર:સંચાલન ના કાર્યો: આયોજન કરી વ્યવસ્થાતંત્રમાં કર્મચારી વ્યવસ્થા જાળવી,દોરવણી આપી તેમના પર અંકુશ રાખવો.

                             સંકલન:

અર્થ: ધંધાકીય એકમ ના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એકસૂત્રતા કે સુમેળ સાધવા ના કાર્યને સંકલન કહે છે.સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે આયોજન થી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. સંકલનથી એકમ નું કોઇ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, જેથી કામગીરી સરળ બને છે.

સાર: સંકલનની લાક્ષણિકતાઓ: 

આયોજનથી અંકુશ સુધી  જરૂર પડે,સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય માહિતી સંચાર વ્યવસ્થા કાર્યક્ષમ,સહકાર વગર સંકલન શક્ય નથી,ધંધાકીય એકમના સાધનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા, સંકલનને સંચાલન નો આત્મા કહે છે.

સંકલન નુ મહત્વ: SHORT

સંચાલન ના જુદા જુદા કાર્યો અસરકારક ,એકમના બધા કાર્યો સરળતાથી, કોઈ કામ રહી જતું નથી કે બેવડાતું નથી,એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા કાર્યોના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય,એકમના નક્કી કરેલા હેતુ ઓને સિદ્ધ કરી શકાય છે.

સંચાલન ના કાર્ય વિસ્તારો: સંચાલન ના કાર્ય વિસ્તારો નીચે પ્રમાણે છે: ૧. માર્કેટિંગ (બજારીય) સંચાલન. ૨. માનવ સંસાધન સંચાલન.

૩. નાણાકીય સંચાલન ૪. ઉત્પાદન સંચાલન.

માર્કેટિંગ (બજારિય)સંચાલન: માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટીંગ સંચાલન કહે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના  વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણવૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતો નો આમાં સમાવેશ થાય છે.

બજાર સંચાલન નો મુખ્ય હેતુ:

માર્કેટિંગ (બજારીય) સંચાલન ના કાર્યો:

માર્કેટિંગ (બજારીય) સંચાલન ના કાર્યો SHORT : P K V ABH

પેદાશ, કિંમત ,વિતરણ,અભિવૃદ્ધિ.

માનવ સંસાધન સંચાલન નો અર્થ અને લાક્ષણિકતાઓ:

અર્થ: માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમ માં કામ કરતા કર્મચારીઓનું  કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો-અણગમો ,વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઇ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતા ના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા.

લાક્ષણિકતાઓ:

સાર: માનવ સંસાધન ની લાક્ષણિકતાઓ: BH P T  B B V D (ભરતી, પસંદગી, તાલીમ, બઢતી-બદલી,વિકાસ દોરવણી)  FERB (ફેરબદલી દર)

KRM ની BH P T B B D ના કાર્યો કર્મચારી ના વ્યક્તિગત ધ્યેયને  સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવા.KRM ને અમુલ્ય મિલ્કત સમજી તેનું સંચાલન કરવુ, KRM ને T આપી તેનો V કરવો,યોગ્ય સંચાલન દ્વારા FERB ઘટાડવો,KRM ને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું.

માનવ સંસાધન સંચાલન નું મહત્વ:

 સાર: માનવ સંસાધન સંચાલન નું મહત્વ:

કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો, એકમની નફાકારકતામાં વધારો, એકમ ની પ્રતિષ્ઠામાં વધારો, ઉત્પાદન ના સાધનો મહત્તમ ઉપયોગ ફેરબદલી દરમાં ઘટાડો, કર્મચારીઓના સંતોષમાં વધારો,જૂથ ભાવનાનો વિકાસ,વસ્તુ કે સેવા ની ગુણવત્તાના ઉંચા ધોરણો

નાણાકીય સંચાલન: ધંધાકીય એકમમાં નાણું એ જીવન દાતા રક્ત સમાન છે. ધંધા ની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકરણ માટે નાણાંની જરૂર પડે છે.

અર્થ: નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાનો ઉપયોગ કરવાનું કાર્ય, આવકની ફાળવણી નું કાર્ય.

નાણાકીય સંચાલન ના કાર્યો:

નાણાકીય સંચાલન ના કાર્યો: 

 જરુરિયાતોનો  અંદાજ, સમયની દ્રષ્ટિએ આયોજન, અંદાજપત્ર બનાવવું, આવકની ફાળવણી,  નાણાના પ્રાપ્તિસ્થાનો પસંદ કરવા, નાણા મેળવવા કાર્યવાહી ,નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું, નાણાકીય નીતિ નક્કી કરવી, 

ઉત્પાદન સંચાલન: કુદરતમાંથી પ્રાપ્ત થતાં કાચાં માલસામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન.

અર્થ: ઉત્પાદન સંચાલનએ  ઉત્પાદન નું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની ,સંકલન સાધવાની ,દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે.

ઉત્પાદન સંચાલન ના કાર્યો:

સાર: ઉત્પાદન સંચાલન ના કાર્યો: 
ઉત્પાદન આયોજન કરવું, સંશોધન કરવું, વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી, ટેકનોલોજી યંત્રોની પસંદગી કરવી, ધંધાનું સ્થાન પસંદ કરવું, ગુણવત્તા અંકુશ જાળવવો, વૈવિધ્યકરણ અને સરલીકરણ દાખલ કરવું.

                            Fast Forward: 

Exit mobile version