“બોલો તિરંગા માં કેટલા રંગ છે ?” પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓ ને પૂછી રહ્યો હતો.
બધા હસવા લાગ્યા, ” તિરંગા માં ત્રણ જ રંગ હોય ને ?”
ખાલી એક ચાર્મી એ હાથ ઉપર રાખ્યો હતો.
પ્રવીણ સરે, એને પૂછ્યું ” તારો જવાબ અલગ છે ?”
એણે હકાર માં માથું હલાવ્યું ને બોલી ” પાંચ.”
અને આખા હોલ માં હાસ્ય ની છોડો ગુંજી ગઈ.
પ્રવીણ સર પણ થોડું મલકાઈ ને એમાં જોડાઈ ગયા.
વાત એમ હતી કે બોર્નવિનર કંપની તરફ થી દર વર્ષે આંતરસ્કૂલ સ્પર્ધા લેવામાં આવતી.
જેમાં દરેક સ્કૂલ પોતાનાં બે બાળકો ને સ્પર્ધક તરીકે મોકલાવી ને આ પ્રતિષ્ઠિત સ્પર્ધા “બોર્નવિનર ક્વિઝ કોન્ટેસ્ટ ” જીતવાની હોડ માં રહેતાં.
આ સ્પર્ધા નું મહત્વ એટલે હતું કે આ સ્પર્ધા ફક્ત બુદ્ધિ સ્પર્ધા રહેતી અને જે સ્કૂલ આ સ્પર્ધા જીતે તેનું નામ મોટું થઇ જતું એટલે આ સ્પર્ધા જીતવા દરેક સ્કૂલ દર વર્ષે ખુબ આતુર રહેતી.
તદ્દઉપરાંત આ સ્પર્ધા ટીવી પર પણ પ્રદર્શિત થતી, દર શનિવારે.
આ સ્પર્ધા વર્ષ ૨૦૧૮-૧૯ માટે હતી. અને યોગાનુયોગ, એનો છેલ્લો હપ્તો જેને “ગ્રાન્ડ ફિનાલે” કહે છે તે શનિવાર આ વખતે ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૯ ના આવતો હતો.
સૌ જાણતાજ હશો કે આવી સ્પર્ધાઓ નું ૧૫ દિવસ પહેલા જ શૂટિંગ થઇ જાય અને આપણને એના ટુકડાઓ જાહેર ખબર રૂપે પહેલા થી બતાવવામાં આવે છે.
પણ પ્રસારણ સમયે એવી ટેક્નિક થી એડિટ કરી ને ઓન એર કરે કે આપણને એવું લાગે જાણે આ સ્પર્ધા હમણાં આપણી સામે રમાઈ રહી છે અને આપણે ઇંતેજારી પૂર્વક એને માણીએ છીએ.
અને આ ગ્રાન્ડ ફિનાલે નો સ્પેશ્યલ એપિસોડ હતો એટલે સાપ્તાહિક ૧ કલાક ના સમય ની બદલે આ એપિસોડ માટે ચેનલે અઢી કલાક નો સમય ફાળવ્યો હતો.
માટે પ્રવીણ સર વચ્ચે કોઈ દર્શક ને, જુના સ્પર્ધક ને ક્યારે બધાને એમ સવાલ પૂછી લેતો.
એ રીતે એણે બધા બહાર થઇ ગયેલા સ્પર્ધકો ને એક સવાલ પૂછ્યો . “બોલો તિરંગા માં કેટલા રંગ છે ?”
આપણી ચાર્મી એ જવાબ આપ્યો “પાંચ.”
એટલે એ બધા માટે ખુબ હાંસી પાત્ર થઇ ગઈ પણ ટીવી પર સ્પર્ધામાં પણ થોડું મનોરંજન હોવું જોઈએ.
એ ક્વિઝ માસ્ટર પ્રવીણ જાણતો એટલે તરતજ ચાર્મી ને સેન્ટર સ્ટેજ પર આમન્ત્રિત કરવા માં આવી.
બધા એની મઝા જોવા તૈયાર હતાં.
સૌ ને ખબર હતી હમણાં ક્વિઝ માસ્ટર પોતાની સ્ટાઇલ માં એની અને એની સ્કૂલ ની ખબર લઇ નાંખશે,
એટલે એની બાજુ માં બેઠેલાં એના જેવા બહાર થઇ ગયેલા સ્પર્ધકો એને રોકી રહ્યા હતાં પણ ચાર્મી, પાંચ વરસ ની આ બાળકી, નિર્ભીકપણે ક્વિઝ માસ્ટર પાસે પહોંચી ગઈ.
પ્રવીણ સર : તારું અને તારી સ્કૂલ નું નામ જણાવ બધાંને.
ચાર્મી : ચાર્મી, જ્ઞાનસરિતા મહાવિદ્યાલય, જામનગર.
પ્રવીણ સર : શાબ્બાશ, તારી સપર્ધા કેટલાં લેવલ સુધી હતી
ચાર્મી : બે રાઉન્ડ સુધી.
પ્રવીણ સર :હવે તારો જવાબ ફરી થી આપીશ ? આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માં કેટલા રંગ હોય છે ?
ચાર્મી : પાંચ.
ફરી હાસ્ય ની છોડો ફરી વળી આખા ઑડિટોરિમ માં. કેટલાક ચતુર લોકો એ એની મુર્ખામી ને તાળીઓ થી વધાવી લીધી.
ક્વિઝ માસ્ટર પણ પોતાનું હસવાનું રોકીને માંડ માંડ ગંભીર થવાની કોશિશ કરી રહ્યો હતો.
પ્રવીણ સર : તો અમને સૌ ને આ પાંચ રંગો વિષે જાણકારી આપી શકીશ ?
ચાર્મી : હા, સર.
પ્રવીણ સર : ઓકે. તો અમને સૌ ને આ પાંચ રંગ વિષે જ્ઞાન આપ. ( આખી સભા માં હજી પણ ઠઠા મશ્કરી ચાલુ હતાં.
બધા એની સ્કૂલ પર હસતાં હતાં કે આ સ્કૂલ માં આનાથી હોશિયાર કોઈ બાળક નહિ હોય ?)
ચાર્મી : ભલે સર.
એણે જવાબ આપવાની તૈયારી માં સમય લીધો.
બધા એનો કેવો ફજેતો થાય છે એ જોવા આતુરતાં થી બેઠા હતાં.
પ્રવીણ સર : ઓકે. ઓલ ઘી બેસ્ટ.
ચાર્મી : પહેલો રંગ છે “કેશરી”. જે આપણા તિરંગા માં સૌથી ઉપર નાં ભાગ માં હોય છે.
ફરી હોલ આખો મશ્કરી રૂપે કિલકારીઓ સાથે તાળીઓ થી ગુંજી ઉઠ્યો.
પ્રવીણ સર : બરાબર, ૧ રંગ થયો.
ચાર્મી : બીજો રંગ છે “સફેદ” જે આપણા તિરંગા નાં વચલાં ભાગ માં હોય છે.
આ વખતે તાળીઓ અને ચિચિયારીઓ બમણી થઇ ગઈ. સૌ ભરપૂર આનંદ ઉઠાવતાં હતાં જયારે ફક્ત ક્વિઝ માસ્ટર અને ચાર્મી જ શાંત અને ગંભીર બેઠાં હતાં.
પ્રવીણ સર : બરાબર, ૨ રંગ થયાં.
ચાર્મી : ત્રીજો રંગ છે “લીલો” જે આપણા તિરંગા નાં સૌથી નીચલાં ભાગ માં હોય છે.
હવે હોલ માં આનંદ ની ચરમસીમા હતી, સૌ એ ઉભા થઈને તાળીઓ ચાલુજ રાખી.
સૌને હવે આગળ નો ફિયાસ્કો માણવાની આતુરતાં પરાકાષ્ઠા એ હતી.
પ્રવીણ સરે બધાને માંડ માંડ શાંત કર્યાં.
પ્રવીણ સર : બરાબર, 3 રંગ થયાં.
ચાર્મી : ચોથો રંગ છે “બ્લુ” જે આપણા તિરંગા નાં વચલાં ભાગ માં જે ચક્ર છે તેનો રંગ.
પ્રવીણ સર : બરાબર, ૪ રંગ થયાં. પણ બેટા તે પાંચ રંગ કહ્યાં છે. આ પાંચમો રંગ કયો ? એ કહીશ ?
ચાર્મી : પાંચમો રંગ છે “લાલ” જે આપણા તિરંગામાં હોય છે.
અને આખો હોલ ખડખડાટ હસવા લાગ્યો.
પાછો તાળીઓ અને ચિચિયારીઓ અને સીટીઓ નો નવો દોર ચાલુ થઇ ગયો.
ક્વિઝ માસ્ટરે વિનંતી કરી ને બધાને શાંત કર્યાં.
પ્રવીણ સર : મેં ક્યારે આપણા તિરંગા માં લાલ રંગ જોયો નથી. બીજા કોઈએ જોયો છે ?
(એણે હાજર મેદની સામે જોઈને પૂછ્યું. અને બધાએ એક મોટો બુચકારો બોલાની ને નાં પડી).
ચાર્મી ? રાઈટ ? તે કયારે જોયો છે આ લાલ રંગ આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માં ?
ચાર્મી : હા સર, મારા આર્મી ઓફિસર પપ્પા જયારે છેલ્લે ઘરે આવ્યાં ત્યારે એમણે જે તિરંગો ઓઢ્યો હતોને એમાં વચ્ચે વચ્ચે લાલ રંગ લાગેલો હતો.
આખા હોલ માં એક સન્નાટો છવાઈ ગયો. એક કારમું લખલખું પસાર થઇ ગયું બધાની કરોડરજ્જુ માંથી.
એક એક આંખ માં આંસુ હતાં.
પછી કોઈ કાંઈ બોલ્યું નહિ.
ફક્ત ક્વિઝ માસ્ટરએ ચાર્મી ને તેડી એને પપ્પીઓ થી નવડાવી દીધી અને બોલ્યો
“જે દિવસે આખા દેશ ને આ પાંચમો રંગ દેખાઈ ગયો ને એ દિવસ આ આતંકવાદ નો છેલ્લો દિવસ હશે.”
આજ ના શિક્ષણમાં એક આકાશમાં ઉડતા મુક્ત પંખીને સમાજના બધા લોકોએ મળીને કેવું શિક્ષિત બનાવી દીધું અને એની કેવી હાલત કરી એની આંખો ખોલી નાખતી એક ટૂંકી હૃદયસ્પર્શી વાત વાંચો best motivational story in gujaratiમાં ..
પક્ષી અને શિક્ષણ- BEST MOTIVATIONAL STORY IN GUJARATI
..અને પંખી શિક્ષીત થઈ ગયું *મૂળ વાર્તા*
*રવીન્દ્રનાથ ટાગોર*
best motivational story in gujarati
એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું.. આવો એનો ધંધો! –રાજ્યના રાજાને લાગ્યું, “અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, *“આ પંખીનું શું કરીએ?” * એક મંત્રી કહે, “મહારાજ ! *એને શિક્ષણ આપો *તો કઈ કામનું થશે.” રાજાએ પોતાના વિશ્વાસુ, ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું. પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો *(!)* વિચાર કર્યો અને *શિક્ષણનીતિ ઘડી કાઢી.* શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.” અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે *તેણે શિક્ષણની નવી જ દિશા ખોલી આપી* ! સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ.
best motivational story in gujarati
કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!” તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! *પંખીનું નસીબ જોરમાં છે !”* પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા ! એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતાવેત તેમને કહ્યું કે “આ એક-બે ચોપડીથી કઈ ના આવડે, *વધુ દળદાર પુસ્તકો જોઈએ”*
રાતોરાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા. થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણl પુસ્તકોનો ઢગલો થઇ ગયો! લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા. *“વાહ! વાહ! શું શિક્ષણ છે !”* ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી. તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય! તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા. હવે તો સૌ બોલી ઉઠ્યા કે *“હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.”* એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે પંખીનું શિક્ષણ બરાબર નથી થતું ! રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને “આ હું શું સાંભળું છું?, કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ!” ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો “અરે!, એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે.” રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું. રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે વાત ના પૂછો ! કોઈ ગોખાવતું હોય, તો કોઈ ગવડાવતું હોય, તો કોઈ શીખવતું હોય નાચ !, તામ જામ, – નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો ! વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી. રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો *“મહારાજ ! પંખીને મળ્યા?”* રાજા પંડિતજીને કહે “અરે હા! એ તો યાદ જ ન આવ્યું. *પંખીને જોવાનું તો રહી ગયું. *ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ.” રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે *પંખી ક્યાંય દેખાતું નહોતું. * પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે. રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી. *હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! *માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે. ગીત તો બંધ જ થઈ ગયું હતું *ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો ! * બિચારૂ પંખી, જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે પાંજરામાં પાંખો ફફડાવે તો કહે, “આ ગેરશિસ્ત !” કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે *“આને એના ભવિષ્યની પડી જ નથી !”* બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ! અંતે સૂકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને…. *બિચારા પંખી નું “પંખીપણું” મરી ગયું* …ને ભાણેજે જાહેર કર્યું કે *“પંખી શિક્ષીત થઈ ગયું”*
સરિતા પર્વતોની સખત અને લાંબી મુસાફરી પછી ખીણમાં આવી હતી.
તેના બંને કિનારા પર, ગોળાકાર, લંબગોળ અને ઘણા નક્કર પથ્થરોનો ઢગલો હતો.
બે પથ્થરો વચ્ચે પરિચય વધતો જતો હતો. બંને એકબીજાના મનની વાત કહેવા-સાંભળવા લાગ્યા.
તેમાંથી એક ખૂબ જ ગોળાકાર, સરળ અને આકર્ષક હતો, જ્યારે અન્ય પથ્થર કોઈ ચોક્કસ કદમાં નહતો.
એકવાર બેડોળ અને ખરબચડા પથ્થરએ સરળ પથ્થરને પૂછ્યું, ‘આપણે બંને ઊંચા પર્વતો પરથી જ વહીને આવ્યા છીએ, તો પછી તું કેમ ગોળાકાર, લીસો અને આકર્ષક છો, જ્યારે હું નથી?’
આ સાંભળીને સરળ પથ્થર બોલ્યો, “શરૂઆતમાં હું તારા જેવો જ હતો.
પછી હું ઘણા વર્ષો સુધી વહેતો રહ્યો, વારંવાર ટૂટતો રહ્યો અને ઘસાતો રહ્યો, અનેક તોફાનોનો સામનો કરવો પડ્યો છે…
કેટલીવાર નદીના જોરદાર વહેણએ મને ખડકો પર ફેંકી દીધો છે અને તેની ધાર થી મારા શરીરને કાપી નાખ્યું છે.. પછી મને આ સ્વરૂપ મળ્યું છે.
શું તું જાણે છે? મારી પાસે આ તકલીફોથી બચવાનો એક વિકલ્પ હતો કે હું આનાથી બચી જાઉં અને આરામથી કિનારા પર પડ્યો રહું.
પરંતુ શું આ આવી રીતે જીવવું એ પણ કાંઈ જીવન છે? ના, મારી નજરમાં તે મૃત્યુ કરતાં પણ ખરાબ છે!
તું પણ તારા આ રૂપથી નિરાશ થઈશ નહીં…
તારે હજી પણ સંઘર્ષ કરવાનો છે અને જો તું આવી રીતે સંઘર્ષ કરતો રહીશ તો એક દિવસ તું મારા કરતાં પણ ખૂબ જ સુંદર, ગોળમટોળ અને સરળ બની જઈશ.
એવા રૂપ ને શું કામ સ્વીકારવું કે જે આપણા અનુરૂપ નથી …
તું આજે એ જ છે જે કાલે હું હતો અને કાલે તું એ જ હોઈશ જે આજે હું છું, અથવા એના કરતાં પણ વધારે સરસ..!
એમ કહીને, સરળ પથ્થર એ પોતાની વાત પૂરી કરી.
સાર:-
સંઘર્ષમાં એટલી શક્તિ છે કે તે વ્યક્તિના જીવનને બદલી નાખે છે.
આજે તમે કેટલી પણ વિચિત્ર પરિસ્થિતિમાં છો, પરંતુ સંઘર્ષ છોડશો નહીં …. તમારા પ્રયત્નો બંધ ન કરશો..
તમને ઘણી વખત લાગશે કે તમારા પ્રયત્નોનું કોઈ પરિણામ નથી મળતું, પરંતુ પ્રયાસ કરવાનું છોડશો નહીં.
તમે એવું કરશો તો, વિશ્વની કોઈ શક્તિ નથી જે તમને સફળ થવા માટે અટકાવશે.