Motivational Story In Gujarati
Story-1 લક્ષ્યવેધ

કમાલ એરેબિયન જાતિનો એક શાનદાર ઘોડો હતો. તે માત્ર એક વર્ષનો જ હતો અને તેના પિતા – “રાજા” સાથે ટ્રેક પર જતો હતો.
રાજા ઘોડાની રેસના ચેમ્પિયન હતા અને ઘણા વર્ષો સુધી કમાલ પોતાના માલિકને શ્રેષ્ઠ ઘોડેસવારનું બિરુદ અપાવી રહ્યો હતો.
એક દિવસ રાજાએ કમાલને ટ્રેકની બાજુમાં ઉદાસ ઉભેલો જોયો ત્યારે, તેણે કહ્યું, “શું થયું બેટા, કેમ આટલો દુઃખી છો?”
“કશું નહીં પિતાજી..આજે મેં તમારી જેમ પ્રથમ અવરોધમાંથી કૂદી જવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું પડી ગયો હતો …
હું ક્યારેય તમારી જેમ કામયાબ નહીં બની શકું..”
રાજા કમાલની વાત સમજી ગયા. તેના પછીની સવારે તે કમાલને લઈને ટ્રેક પર લઈ આવ્યા.
ત્યારબાદ એક લાકડાના ઢગલાની તરફ ઈશારો કરી ને બોલ્યા, “ચલો, કમાલ આ લાકડાના ઢગલા પરથી કૂદીને બતાવો. “
કમલએ હસીને કહ્યું કે, “શું પિતાજી, આ તો જમીન પર છે … આને કુદવા થી શું ફાયદો.. હું તો એ બાધાઓને કુદવા માંગું છું જેને તમે કુદો છો..”
રાજાએ કહ્યું કે, “હું જે કહું છું તે કર.”
થોડી જ વારમાં કમાલ લાકડાના ઢગલાની તરફ દોડ્યો અને તેને કૂદીને પાર કરી દીધું.
“શાબાશ.! બસ આવી જ રીતે વારંવાર કૂદીને બતાવ!” રાજાએ તેનો ઉત્સાહ વધારવાનું ચાલુ રાખ્યું.
બીજા દિવસે, તે ઉત્સાહિત હતો કારણ કે કદાચ તેને મોટા અવરોધો પર કૂદવાની તક મળી શકે, પરંતુ રાજાએ તેને ફરીથી તે જ લાકડાના ઢગલાને કૂદવાનું કહ્યું.
આશરે એક અઠવાડિયા સુધી રાજાએ આવું કરાવવાનું ચાલુ રાખ્યું, જેના પછી રાજાએ કમાલને થોડો મોટો કૂદકો મારવાનું કહ્યું..
આ રીતે, દર અઠવાડિયે, થોડું-થોડું કરીને કૂદવાની ક્ષમતા વધતી ગઈ અને એક દિવસ એવો પણ આવ્યો કે રાજા તેને ટ્રેક પર લઈ ગયો.
મહિના પછી કમાલ ફરી એકવાર એ અવરોધ સામે ઊભો રહ્યો કે જે સમયે તે કૂદતા-કૂદતા પડી ગયો હતો…કમાલએ દોડવાનું શરૂ કર્યું..
એના દોડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો.. 1 … 2 … 3 … અને કમાલ એ કૂદકો માર્યો….,કમાલ અવરોધ પાર કરી ગયો..
આજે કમાલની ખુશીનો પાર ના રહ્યો … આજે તેને અંદરથી વિશ્વાસ આવી ગયો કે તે પણ એક દિવસ તેના પિતાની જેમ રેસમાં ચેમ્પિયન બની શકશે.
અને આ જ વિશ્વાસથી અને પોતાની મહેનતથી કમાલ પણ એક ચેમ્પિયન ઘોડો બનશે.
Motivational Story In Gujarati
સાર:-
-
મિત્રો, ઘણા લોકો પોતાના લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકતા નથી કારણ કે તેઓ મોટા-મોટા પડકારોને નાના-નાના પડકારોમાં વિભાજિત કરી શકતા નથી.
તેથી જો તમે તમારા જીવનમાં એક ચેમ્પિયન બનવા માગો છો … એક મોટું લક્ષ્ય હાંસલ કરવા માંગો છો તો તમે વ્યવસ્થિત યોજના બનાવી આગળ વધો..
પહેલાંના નાના અવરોધો પાર કરો અને છેલ્લે એનાથી જ તમે મોટા લક્ષ્યો હાંસલ કરી શકશો.
આ રીતે તમારું જીવન સફળ બનાવો.
Motivational Story In Gujarati
Story-2
