પાઠ-૨ સંચાલન ના સિદ્ધાંતો

0
2053
principles of management

    સંચાલનના સિદ્ધાંતો ( Principles of Management )

  • ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્ષના શાસનમાં રાજય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધ રણનીતિની વ્યુહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે .
  • ફ્રેડરિક ટેલરથી લઈ હેનરી ફેયોલ , ગીલબ્રેથ , મેક્સ વેબર , ચેસ્ટર બર્નાડ , પીટર એફ. ડ્રકર અને સી. કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીએ વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતોને યુગાનુકુળ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
  • હેરોલ્ડ કુંત્ઝએ સંચાલન વિચારધારાઓ ને જંગલ તરીકે ઓળખાવી છે.
  • હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી . માત્ર ધારણાઓ, રૂઢિમો અને અનુભવોનો નિચોડ છે .
  • ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો , સિદ્ધાંતો ઘડવા પડે છે , જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને . આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે .
  • માનવ વર્તણૂક અને ટેક્નોલોજી એવાં પરિબળો છે કે જે સમયાંતરે બદલાતાં રહે છે . આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે .
  • સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે .
  • સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રયુકિતઓ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે. પ્રયુકિતઓ કે રીતો ( Methods and Techniques ) એ ધ્યેયસિદ્ધિ માટે લેવામાં આવેલાં વિવિધ પગલાં આનો સમૂહ છે ; જ્યારે સિદ્ધાંતો  એ પ્રયુક્તિના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગે ની માર્ગદર્શિકા છે .

 

  • સંચાલનના સિદ્ધાંતો નું સ્વરૂપ

સંચાલનની કોઈ એક વિચારધારા નથી પરંતુ સંચાલન વિચારધારાનું જંગલ છે.- હેરોલ્ડ કુંત્ઝ

  • સ્વરૂપ ( Nature ) : સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, જડ નથી . આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે .
  • ( 1 ) સાર્વત્રિક સ્વીકૃતિ : સંચાલનના સિદ્ધાંતો . મોટા ભાગનાં ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે , જ્યાં જયાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે , ત્યાં આ સિદ્ધાંતોની આવશ્યકતા રહે છે .
  • ( 2 ) પરિવર્તનશીલ : સંચાલનના સિદ્ધાંતો એ જડ તારણ નથી , પરંતુ પરિવર્તનશીલ છે . સંચાલકને જયારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશ છે .
  • ( 3 ) સામાન્ય માર્ગદર્શિકા : સંચાલનના સિદ્ધાંતા એ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા – જુદા નિષ્ણાતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે . ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ , આવતી હોય છે.
  • ( 4 ) માનવ વતણૂંક પર આધારિત : સંચાલનમાં માનવ કેન્દ્રસ્થાને હોવાથી   સંચાલન ના સિદ્ધાંતો એ માનવ વર્તણુંક ઉપર મોટી અસર જન્માવે છે , સંચાલનના સિદ્ધાંતોને માંનવ વર્તણુંક સાથે સીધો સંબંધ રહેલો છે અને માનવ વર્તણુંક એ મનોવૈજ્ઞાનિક બાબત છે , જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે .
  • ( 5 ) આકસ્મિકતા : સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું  એક તત્ત્વ આકસ્મિકતા પણ છે . કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિધ્ધિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે.

સંચાલનના સિદ્ધાંતો નું  સ્વરૂપ- 

સાર:સાર્વત્રિક પરિવર્તન સામાન્ય માનવ આકસ્મિકતા

Short: સાર્વ પરી સામા આકસ્મિક માનવ ss

  • સંચાલનના સિદ્ધાંતો નું મહત્વ

“સિદ્ધાંત એટલે મૂળભૂત સત્ય અંગેનું વિધાન કે જે બે કે તેથી વધુ વિચલનો કે બનાવો વચ્ચે ના કારણ અને અસર  સંબંધ ના સંદર્ભમાં સ્થપાય છે”

  • મહત્ત્વ ( Importance ) : સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂંકને દીર્ધદષ્ટિ પુરી પાડે છે તેમજ સંચાલન કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે , સંચાલક ધ્યેય સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરે છે .આ સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે દિશાસુચન કરે છે. આમ , સંચાલનના સિદ્ધાંતો એ કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
  • (1) સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો : સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે , જેના દ્વારા ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે અને તેનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં પણ વધારો થતો જોવા મળે છે.
  • (2) સંસાધનો નો ઈષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ : ધંધાકીય એકમ મા પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સંસાધનો મોટે ભાગે મર્યાદિત હોય છે. તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો અનિવાર્ય છે, ઈષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય.
  • (3) વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય માટે મદદરૂપ :નિર્ણય હંમેશાં હકીકત આધારિત, વૈચારિક રીતે લેવાયેલા;હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. તે ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિકતા પૂર્ણ અને અસરકારક હોવા જોઈએ.
  • (4) બદલાતા જતા ધંધાકીય પર્યાવરણ ને પહોંચી વળવા : સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા જ છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકિય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત રહે છે.
  • (5) સામાજિક જવાબદારી અદા કરવા : ધંધો એ સમાજ નુ અવિભાજ્ય અંગ છે. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, પરંતુ એકમાત્ર ધ્યેય નથી, સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે.
  • (6) સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી : સંચાલનના સિદ્ધાંતો  સંચાલન વિચારધારાનો મુખ્ય ભાગ છે. સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા જ તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે.                             

    સંચાલનના સિદ્ધાંતો નું મહત્વ: KSH ( કાર્યક્ષમતા)

    સાર:સંચા ksh માં વધારો અને સંસાનો ઇષ્ટ ઉપયોગ વૈજ્ઞાનિક રીતે કરી બદલાતા જતા સામાજિક સંશોધન માટે ઉપયોગી સંચા સિદ્ધ મહત્વ

    Short: સંચા સંસા  વૈજ્ઞા બદ સામા સંશો તાલી સંચા સિદ્ધ મહત્વ.

    સંચાલનની વિચારધારાઓ

thoughts of managements

સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો,અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલન વિચારધારાઓનો વિકાસ થયો છે. અનેક સંચાલન શાસ્ત્રીએ અલગ-અલગ મત આપી, જુદા-જુદા સિદ્ધાંતો આપ્યા છે. તેથી તેમાં પણ અનેક શાખા-પ્રશાખાઓનો વિકાસ થયો છે. તેને સંચાલનની વિચારધારાઓ અથવા અભિગમો પણ કહેવામાં આવે છે.

પ્રશિષ્ટ વિચાર ધારાઓ (Thoughts of Classical Theory) 

  • સંચાલનની વિચારધારાઓ માં 19 મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે.
  • પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓ ફેડરિક ટેલર, મેક્સ વે બ૨, ગીલબર્થ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ છે.
  • પ્રશિષ્ટ વિચારધારા માં ટેલરનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે.
  • વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધત્તિઓ ને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે.
  • વૈજ્ઞાનિક સંચાલન ના સિદ્ધાંત નું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતનપ્રથા, જવાબદારી અને કાર્ય ની વૈજ્ઞાનિક રીતે વહેચણી બાબત રહેલું છે.

  • પ્રશિષ્ટ વિચારધારા માં હેનરી ફેયોલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે.

  • ઓગણીસમી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિ ને પરિણામે ધંધાકીય એકમોનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા.
     પરિણામે પ્રશિષ્ટ વિચાર ધારા ની કેટલીક મર્યાદાને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ.
  • તેની મર્યાદામાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજન ને વધુ સ્થાન, માનવીય અભિગમ ને ઓછું મહત્ત્વ તથા અવૈધિક સંબંધો ની અવગણના મુખ્ય છે.

પ્રશિષ્ટ વિચારધારાઓ અંગે સવિસ્તાર સમજાવો:

સાર:19 મી સદીના અંત સુધીમાં રજૂ થઇ તે, મુખ્ય પ્રણેતાઓ ફ્રેડ મેક્સ ગીલ હેનરી, ટેલર નો ફાળો, રૂઢિગત પદ્ધતિઓને બદલે વૈજ્ઞાનિક, મુખ્ય પ્રદાન વિશિષ્ટીકરણ ઉત્તેજક વેતન પ્રથામાં રહેલું, હેનરી ફેયોલનું પ્રદાન નોંધપાત્ર, ધંધાકીય એકમો ના કદ-સ્વરૂપ બદલાતા,મુખ્ય મર્યાદા નાણાકીય ઉત્તેજનને મહત્વ,માનવીય અભિગમને ઓછું, અવૈધિક સંબંધોની અવગણના.

નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ (Thoughts of Neoclassical Theory) :
  • સંચાલનની પ્રશિષ્ટ વિચાર ધારાની  કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાંક સંચાલન શાસ્ત્રીઓ એ તેમાં સુધારા કરી નવા અભિગમ પ્રસ્થાપિત કર્યા, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે.

  • વીસમી સદીની શરૂઆત માં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો ના હોર્થોન પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. તેથી એલ્ટન મેયો ને નવ પ્રશિષ્ટ વિચારધારા પ્રણેતા કહે છે.
  • નવપ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે.
  • નવ પ્રશિષ્ટ વિચાર ધારા માં અવૈધિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા વગેરે તત્ત્વોનો ઉમેરો થયો.
  • આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો, રેનસીસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગીરિસ, મે કગ્રેગર અને માસ્લો મુખ્ય યોગદાન કર્તા છે.
  • નવ પ્રશિષ્ટ સંચાલન વિચારધારાની મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો કે માનવવર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે.

નવ પ્રશિષ્ટ સંચાલન ની વિચારધારાઓ: V૪ (વિચારધારા)

સાર: પ્રશિષ્ટ વિચાર ધારાની  ખામીઓને દૂર કરી નવો અભિગમ પ્રસ્થાપિત,,વીસમી સદીમાં ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો પ્રણેતા,વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર,અવૈધિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણાનો ઉમેરો,V ૪ના યોગદાનકર્તાઓ એલ્ટન મેયો, રેલિ,હર્ઝ, ક્રિસ, મેક અને માસ્લો,માનવ સંબંધો કે માનવવર્તનવાદી V ૪, સામાજિક તંત્ર V ૪ અને સામાજિક વ્યવસ્થા V ૪ મુખ્ય.

 

વર્તન સંબંધિત વિચારધારા (Thoughts of Behaviour Related) :
  • સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે.

  • જેમ પ્રો. ઉર્વિક કહ્યું છે, ‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે’ તેમ કર્મચારી કે વ્યક્તિ એ એકમમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
  • વર્તન સંબંધિત વિચારધારા, મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારી કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકે છે.
  • આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઇ હોય તેવું જણાય છે.

વર્તન સંબંધિત વિચારધારા: 

 સાર: પ્રો. ઉર્વિક કહ્યું છે, ‘તમે તમારા માણસોને સાચવો,કર્મચારી કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર,અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક  આર્થિક પરિબળની અવગણના.

 

આધુનિક વિચારધારા (Thoughts of Modern Management) :
  • ઇ. સ. 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું.
    પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ.
  • સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર ગણિત શાસ્ત્ર અને કમ્યુટર ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ઉપયોગ ની પણ આ વિચારધારા માં હિમાયત કરવામાં આવી છે.
  • આ વિચારધારામાં કુન્તઝ, ઓ ડોનલ, જ્યોર્જ આર, ટેરી, જેવા સંચાલન શાસ્ત્રી એ પોતાનું પ્રદાન આપ્યું છે. આ ઉપરાંત પીટર એફ, ડ્રકર, વિલિયમ ઓચી અને સી. કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રી એ પણ આ વિચારધારા માં ફાળો આપ્યો છે.

 

ફ્રેડરિક ટેલર નો વૈજ્ઞાનિક સંચાલન નો સિદ્ધાંત

frederick taylor scientific management

  • એફ. ડબલ્યુ ટેલરે સૌ પ્રથમવાર વૈજ્ઞાનિક સંચાલન નો સિદ્ધાંત રજૂ કર્યો, તેથી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

  • રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. જેને હુકમનો નિયમ (Rule Of Thumb) કહે છે.
    મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ ન હતો. માલિકોની જોહુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયાં હતાં.
  • આ સમયે હુકમના નિયમને બદલે ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખાવાય છે.

  • અર્થ : વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં, કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. તેઓની તેમના કાર્ય, ફરજો, સહ કાર્યકર્તા ઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે.
  • વ્યાખ્યા : વૈજ્ઞાનિક સંચાલન ની વ્યાખ્યા આપતાં ફ્રેડરિક ટેલર જણાવે છે કે, “તમે માણસો પાસે શું કરવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન.’

ફેડરિક ટેલર પોતે પણ એક એન્જીનીયર હોવાને લીધે તેમના અભ્યાસ ને આધારે તેમણે તારવ્યું કે જ્યાં સુધી કામદારોને ઊંચા અને ઉત્તેજક વેતન દર નહિ મળે ત્યાં સુધી તેઓ કાર્યદક્ષતા થી કામ નહિ કરે.


વૈજ્ઞાનિક સંચાલન ના સિદ્ધાંતો

(1) વૈજ્ઞાનિક પદ્ધતિ : કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિનો ઉપયોગ નો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ.

(2) આયોજન અને અમલીકરણ : રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જ આયોજન અને અમલીકરણ કરે તેના બદલે આયોજન નું કામ નિષ્ણાતો કરે અને કામદારો તેનું અમલીકરણ કરે તેમ હોવું જોઈએ.

(3) કાર્ય-વિશ્લેષણ : ઓછો ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણે ઉત્તમ છે. જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ નો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતા માં વધારો કરી શકાય.

(4) પ્રમાણીકરણ :  પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જે અગાઉથી થવી જોઈએ. ઓજારો સાધનો,સમય,કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે જરૂરી બને છે.

(5) વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ : કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારી શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ  વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય.

નાણાંકીય ઉત્તેજન : કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવાં જોઈએ.

(7) કરકસર : વૈજ્ઞાનિક સંચાલન ના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં ન લેવાતાં ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ.

(8) માનસિક ક્રાંતિ : માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ.

વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો: VSS (વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો)

સાર: વૈજ્ઞાનિક આયોજન કરી કાર્ય પ્રમાણીકરણ પણ વૈજ્ઞાનિક કરવું નાણાકીય કરકસર કરી માનસિક ક્રાંતિ વૈસંચામાં લાવવી.

Short: વૈજ્ઞા આયો કાર્ય પ્રમા વૈજ્ઞાનાણાં કર માન VSS

વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ની પ્રયુક્તિઓ
  • ગતિ નિરીક્ષણ : ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતાં, બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદભવતા બગાડ ને દૂર કરવાની પદ્ધતિ.

  • ગતિ નિરીક્ષણ નો મુખ્ય ઉપયોગ શ્રમના લધુત્તમ બગાડ ની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે.
ફેડરિક ટેલરની ભિન્ન વેતન દર ની પદ્ધતિ

કામદારો ને તેમના કામ ના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતનદરની પદ્ધતિ.


ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથા ની હિમાયત કરી હતી.

કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા અલગ-અલગ હોય છે.

આ હકીકત ને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદન ના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતા વાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ,

આ બાબત ધ્યાને રાખીને ટેલર ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે.

હેનરી ફેયોલ ના સંચાલનના સિદ્ધાંતો

સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એજીનીયર અને ઉદ્યોગપતિ હતા.
તેમણે પોતાના પુસ્તક ‘ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન (Industrial and General Management)’માં આ સિદ્ધાંતોની રજૂઆત કરી,

હેનરી ફેયોલ ઔદ્યોગિક સાહસ ની વહીવટી પ્રવૃત્તિઓ સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે છ ભાગમાં વહેંચી હતી.

(1) ટેકનિકલ પ્રવૃત્તિઓ જેમાં કારખાના-યંત્રો તેમજ ઉત્પાદન ને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ
થાય છે.
(2) વાણિજ્ય પ્રવૃત્તિઓ જેમાં એકમ ની ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
(3) નાણાકીય પ્રવૃત્તિઓ જેમાં મૂડી પ્રાપ્તિ, મૂડી નો ઉપયોગ, ભંડોળ ની જાળવણી, પુનઃરોકાણ
જેવી પ્રવૃત્તિઓ નો સમાવેશ થાય છે.
(4)

સંરક્ષણ પ્રવૃત્તિઓ

 

જેમાં કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ-સામાનની
સલામતી વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
(5) હિસાબી પ્રવૃત્તિઓ જેમાં નાણાકીય હિસાબો નાં પત્રકો, તેમજ જરૂરી આંકડાકીય માહિતી |
મેળવવાની પ્રવૃત્તિઓ નો સમાવેશ થાય છે.
(6) સંચાલકીય પ્રવૃત્તિઓ

જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી
પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

   

હેનરી ફેયોલની  ઔદ્યોગિક સાહસ ની વહીવટી પ્રવૃત્તિઓ:

સૂત્ર: ટેક વાણી નાણાં સંરક્ષણ  હિસાબી સંચા.

   

  હેનરી ફેયોલે  સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે નવા હતા. તેમનું માનવું હતું કે કોઈપણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્વનું નથી, પરંતુ જે-તે ઔદ્યોગિક એકમનાં સ્વરૂપને અનુરૂપ કામગીરી ની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે.

Henri fayols 14 principles of management

હેનરી ફેયલના સંચાલનના સિદ્ધાંત નીચે પ્રમાણે છે :
(1) શ્રમ   વિભાજનનો સિદ્ધાંત (2) સત્તા અને જવાબદારી સિદ્ધાંત
(3) શિસ્તનો સિદ્ધાંત (4) હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત (5) દોરવણીની એકવાક્યતા નો સિદ્ધાં (6) સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન (7) કર્મચારીઓને યોગ્ય વેતન નો સિદ્ધાંત (8) કેન્દ્રીકરણ નો સિદ્ધાંત (9) સત્તા રૈખિક સાંકળનો સિદ્ધાંત          (10) વ્યવસ્થા સિદ્ધાંત(11) સમાનતાનો સિદ્ધાંત                      (12) સ્થિર કર્મચારીગણ નો સિદ્ધાં (13) પહેલવૃત્તિ નો સિદ્ધાંત          14) જૂથ ભાવનાનો સિદ્ધાંત

હેનરી ફેયોલના  સંચાલનના સિદ્ધાંતો: 

સૂત્ર: શ્રમ, સતા, શિસ્ત,હુકમ, દોર, સામાન્ય, કર્મ, કેન્દ્રી, સતા,વ્યવસ્થા, સમાન, સ્થિર, પહેલ, જૂથ.

ઉપર્યુક્ત સિદ્ધાંતો રજૂ કરતાં શ્રી હેનરી ફેયોલ જણાવે છે કે, “આ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો જ છે, આ સિદ્ધાંતોની
સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ પર રહેલો છે, તે એક શાણપણનું કામ છે.”

હેનરી ફેયોલ ના સંચાલનના સિદ્ધાંતો

(1) શ્રમ વિભાજન નો સિદ્ધાંત : શ્રમ વિભાજન ને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે.
શ્રમવિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંત નો લાભ લેવો જોઈએ.

(2) સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત : સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુઓ છે.જવાબદારી વગર ની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે.

જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવા જરૂરી છે.

સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદો, જ્ઞાન, લાયકાત, અનુભવો, નેતૃત્વ ની કળા, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાને લેવા જોઈએ.

(૩) શિસ્ત અંગેનો સિદ્ધાંત : ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે સ્થપાય છે.

શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ-ન્યાયી કરારો તેમજ શિક્ષા નો ન્યાયી અમલ જેવી બાબતો મહત્વની છે.

(4) હુકમ ની એકવાક્યતા નો સિદ્ધાંત : કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહિ.

તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી
અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ.

તેનો અર્થ એમ પણ થાય કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ
એક જ અધિકારીનો જવાબદાર હોવા જોઈએ.

હુકમની એક વાક્યતાના સિદ્ધાંત ને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી
કોઈ પણ મુંઝવણ ઉભી થતી નથી,

એક કરતાં વધુ અધિકારી દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં  મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી.

(5) કર્મચારીઓને યોગ્ય વેતન નો સિદ્ધાંત : એકમ માં બધા જ કર્મચારીઓ
એકસરખી કાર્યક્ષમતા થી કાર્ય કરતા હોતા નથી.

એ કામમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે, જેઓ નિશ્ચિત
કરતાં વધારે ઉત્પાદન અને કામ આપે છે.

તેઓને તેમની કાર્ય ક્ષમતા બદલો મળવો જરૂરી છે. આમ કરવાથી મજૂરી
ફેરબદલી દર ઘટે છે.

(6) કેન્દ્રીકરણ નો સિદ્ધાંત : વ્યવસ્થા તંત્રમાં જેટલી અંશે સત્તાની સોંપણી થઇ નથી તેને
કેન્દ્રીકરણ કહેવામાં આવે છે.

કર્મચારીઓની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો
જરૂરી છે.
(7) વ્યવસ્થા નો સિદ્ધાંત : આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે, માલ-સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા.

માલ-સામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. તેવી જ રીતે યોગ્ય લાયકાત, કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવો જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીઓની ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી

(8) સમાનતાનો સિદ્ધાંત : કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થા નો એક ભાગ છે. કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે. તેથીતેની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે.

અધિકારીઓએ કર્મચારીઓ પાસે કામ લેતી વખતે ન્યાય પૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ.આ માટે વૈદિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈધિકરૂપે વર્તન કરી
એકમ માં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ.

કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી,વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત છે.

પીટર એફ. ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન

પીટર એફ, ડ્રકર( 1909-2005 )ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિપ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા.

પીટર એફ. ડ્રકરે  માનવ સંપત્તિ ને ધંધાકીય એકમ માં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી.

પીટર એફ, ડ્રકરના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન’ અને ‘સ્વનિયમન નો સિદ્ધાંત’ મુખ્ય છે,

તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે.

તેથી પીટર એફ. ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામા આવે છે.

પીટર એફ. ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન:

સાર: લેખક, ચિંતક અને કેળવણીકાર,માનવ સંપત્તિ ને ધંધાકીય એકમ માં વિશેષ મહત્વની હિમાયત,ધ્યેયલક્ષી સંચાલન’ અને ‘સ્વનિયમન નો સિદ્ધાંત’ મુખ્ય, માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માં મુખ્ય પ્રદાન,આધુનિક સંચાલનના પિતા.

                        Fast Forward : 

  •  સંચાલનના સિદ્ધાંતો અનુભવનો નિચોડ છે.
  • ટેકનોલોજીમાં ફેરફારને લીધે સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે.
  •  ફેડરિક ટેલર વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા છે.
  • 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઇ તે પ્રશિષ્ટ વિચારધારાઓ.
  • નવ પ્રશિષ્ટ વિચારધારા ના પ્રણેતા એલ્ટન મેયો હતા.
  • તમે તમારા માણસોને સાચવો… આ વિધાન પ્રો. ઊર્વિકે કર્યું હતું.
  • સી.કે. પ્રહલાદ નું પ્રદાન આધુનિક વિચારધારા માં રહેલું છે.
  • સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર હેનરી ફેયોલ હતા.
  • કોઈપણ કાર્યમાં થી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિને ગતિ નિરીક્ષણ કહે છે.
  • ધ્યેયલક્ષી સંચાલન ના સિદ્ધાંત ના પ્રણેતા પીટર એફ. ડ્રકર હતા.
  • શ્રમવિભાજન ના  અમલ દ્વારા વિશિષ્ટીકરણ શક્ય બને છે.
  • જો કર્મચારીને તેમની કાર્યક્ષમતા નો યોગ્ય બદલો ન મળે તો મજૂર ફેરબદલી દરમાં વધારો થાય છે.
  • સંચાલનના સિદ્ધાંતો નિર્ણય ઘડતરની માર્ગદર્શિકા છે.
  • મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો એ હોથોન  પ્રયોગો કર્યા હતા.
  • આધુનિક સંચાલન ના પિતા નું બિરુદ મેળવનાર પીટર ડ્રકર હતા.
  • સંચાલન વિચારધારાઓને હેરોલ્ડ કુંત્ઝ એ  જંગલ તરીકે ઓળખાવી છે.
  • વર્તનવાદી વિચારધારાને હોથોન  પ્રયોગોએ જન્મ આપ્યો.
  • જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વક નો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ.
  • કોઈપણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારી ને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ એટલે હુકમની એકવાક્યતા.
  • વર્તન સંબંધિત વિચારધારામાં આંતર માનવીય સંબંધો, નેતૃત્વ, અભિપ્રેરણ, માહિતી સંચાર અને ઔદ્યોગિક ઝઘડાઓના  નિકાલ વગેરે નો સમાવેશ થાય છે.
  • આધુનિક વિચારધારા માં સંચાલનને મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર આંકડાશાસ્ત્ર ગણિત શાસ્ત્ર અને I.T જેવા વિષયો સાથે અનુબંધ છે.
  • પ્રશિષ્ટ વિચારધારા માં ફેડરિક ટેલર નો ફાળો ખૂબ જ મહત્વના છે.
  • પ્રશિષ્ટ વિચારધારા ની મુખ્ય મર્યાદા નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન અને માનવીય અભિગમને ઓછું મહત્ત્વ છે.
  • નવ પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તન લક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે.
  • આધુનિક સંચાલનની વિચારધારામાં કુન્તઝ, ઓડોનલ, જ્યોર્જ આર, ટેરી, પીટર એફ, ડ્રકર, વિલિયમ ઓચી અને સી. કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીએ આ વિચારધારા માં ફાળો આપ્યો છે.
  • નવપ્રશિષ્ટ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો, રેનસીસ લિકર્ટ, હર્ઝબર્ગ, આર્ગીરિસ, મેકગ્રેગર અને માસ્લો મુખ્ય યોગદાન કર્તા છે.
  • પીટર. એફ.  ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી હતી.
  • પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા ફેડરિક ટેલર, મેક્સ વેબ૨, ગીલબર્થ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ છે.

 

 

.

 

 

 

 

 

 

 

 





 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here