પક્ષી અને શિક્ષણ- BEST MOTIVATIONAL STORY IN GUJARATI

motivated story in gujarati

4
9330
best motivational story in gujarati
best motivational story in gujarati

આજ ના શિક્ષણમાં એક આકાશમાં ઉડતા મુક્ત પંખીને સમાજના બધા લોકોએ મળીને કેવું શિક્ષિત બનાવી દીધું અને એની કેવી હાલત કરી એની આંખો ખોલી નાખતી એક ટૂંકી હૃદયસ્પર્શી વાત વાંચો best motivational story in gujaratiમાં ..

પક્ષી અને શિક્ષણ- BEST MOTIVATIONAL STORY IN GUJARATI

..અને પંખી શિક્ષીત થઈ ગયું
*મૂળ વાર્તા*

*રવીન્દ્રનાથ ટાગોર*

best motivational story in gujarati
best motivational story in gujarati


એક પંખી, સાવ ગમાર.
આખો દિવસ ઉડાઉડ,
નવા નવા ફળની શોધ,
ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું..
આવો એનો ધંધો!

–રાજ્યના રાજાને લાગ્યું,
“અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે.
એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ,
*“આ પંખીનું શું કરીએ?” *
એક મંત્રી કહે, “મહારાજ ! *એને શિક્ષણ આપો *તો કઈ કામનું થશે.”

રાજાએ પોતાના વિશ્વાસુ,  ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું.

પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો *(!)* વિચાર કર્યો અને
*શિક્ષણનીતિ ઘડી કાઢી.*

શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.”
અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે
*તેણે શિક્ષણની નવી જ દિશા ખોલી આપી*  !

સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો.
એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા!
સોનીના વખાણનો તો કોઈ પાર નહિ.

best motivational story in gujarati
best motivational story in gujarati

 

કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!” તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! *પંખીનું નસીબ જોરમાં છે !”*
પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !

એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતાવેત તેમને કહ્યું કે
“આ એક-બે ચોપડીથી કઈ ના આવડે,
*વધુ દળદાર પુસ્તકો જોઈએ”*

રાતોરાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા.
થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણl પુસ્તકોનો ઢગલો થઇ ગયો!
લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા.
*“વાહ! વાહ! શું શિક્ષણ છે !”*

ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી.
તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય!

તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.

હવે તો સૌ બોલી ઉઠ્યા કે
*“હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.”*

એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે
પંખીનું શિક્ષણ બરાબર નથી થતું !
રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને
“આ હું શું સાંભળું છું?,  કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ!”

ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો
“અરે!,
એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે.”
રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું.
રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે
વાત ના પૂછો !
કોઈ ગોખાવતું હોય,
તો કોઈ ગવડાવતું હોય,
તો કોઈ શીખવતું હોય નાચ !, તામ જામ,
– નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો !
વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી.
રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો
*“મહારાજ ! પંખીને મળ્યા?”*

રાજા પંડિતજીને કહે
“અરે હા! એ તો યાદ જ ન આવ્યું. *પંખીને જોવાનું તો રહી ગયું. *ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ.”

રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે *પંખી ક્યાંય દેખાતું નહોતું. *
પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે.
રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.

*હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! *માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે.
ગીત તો બંધ જ થઈ ગયું હતું *ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો ! *

બિચારૂ પંખી,
જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે પાંજરામાં પાંખો ફફડાવે તો કહે,
“આ ગેરશિસ્ત !”  
કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે
*“આને એના ભવિષ્યની પડી જ નથી !”*

બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ!

અંતે સૂકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને….
*બિચારા પંખી નું “પંખીપણું” મરી ગયું*

…ને ભાણેજે જાહેર કર્યું કે
*“પંખી શિક્ષીત થઈ ગયું”*
best motivational story in gujarati
best motivational story in gujarati



*મૂળ વાર્તા*
🙏 *રવીન્દ્રનાથ ટાગોર* 🙏, Also Read:http://www.1clickchangelife.com/best-hindi-motivational-poems

         story-2                   સંઘર્ષ

best motivational story in gujarati
best motivational story in gujarati

સરિતા પર્વતોની સખત અને લાંબી મુસાફરી પછી ખીણમાં આવી હતી.  

તેના બંને કિનારા પર, ગોળાકાર, લંબગોળ અને ઘણા નક્કર  પથ્થરોનો ઢગલો હતો.

 બે પથ્થરો વચ્ચે પરિચય વધતો જતો હતો. બંને‌ એકબીજાના મનની વાત કહેવા-સાંભળવા લાગ્યા.

તેમાંથી એક ખૂબ જ ગોળાકાર, સરળ અને આકર્ષક હતો, જ્યારે અન્ય પથ્થર કોઈ ચોક્કસ કદમાં નહતો.

એકવાર બેડોળ અને ખરબચડા પથ્થરએ સરળ પથ્થરને પૂછ્યું, ‘આપણે બંને ઊંચા પર્વતો પરથી જ વહીને આવ્યા છીએ, તો પછી તું કેમ  ગોળાકાર, લીસો અને આકર્ષક છો, જ્યારે હું નથી?’

આ સાંભળીને સરળ પથ્થર બોલ્યો, “શરૂઆતમાં હું તારા જેવો જ હતો.

પછી હું ઘણા વર્ષો સુધી વહેતો રહ્યો, વારંવાર ટૂટતો રહ્યો અને ઘસાતો રહ્યો, અનેક તોફાનોનો સામનો કરવો પડ્યો છે…

 

કેટલીવાર નદીના જોરદાર વહેણએ મને ખડકો પર ફેંકી દીધો છે અને તેની ધાર થી મારા શરીરને કાપી નાખ્યું છે.. પછી મને આ સ્વરૂપ મળ્યું છે.

 શું તું જાણે છે? મારી પાસે આ તકલીફોથી બચવાનો એક વિકલ્પ હતો કે હું આનાથી બચી જાઉં અને આરામથી કિનારા પર પડ્યો રહું.

પરંતુ શું આ આવી રીતે જીવવું એ પણ કાંઈ જીવન છે?  ના, મારી નજરમાં તે મૃત્યુ કરતાં પણ ખરાબ છે!

તું  પણ તારા આ રૂપથી નિરાશ થઈશ નહીં… 

તારે હજી પણ સંઘર્ષ કરવાનો છે અને જો તું આવી રીતે સંઘર્ષ કરતો રહીશ તો એક દિવસ તું મારા કરતાં પણ ખૂબ જ સુંદર, ગોળમટોળ અને સરળ બની જઈશ.

એવા રૂપ ને  શું કામ સ્વીકારવું  કે જે આપણા અનુરૂપ નથી …

 તું આજે એ જ છે જે કાલે હું હતો અને કાલે તું એ જ હોઈશ જે આજે હું છું, અથવા એના કરતાં પણ વધારે સરસ..!

એમ કહીને, સરળ પથ્થર એ પોતાની વાત પૂરી કરી.

સાર:- 

  •  સંઘર્ષમાં એટલી શક્તિ છે કે તે વ્યક્તિના જીવનને બદલી નાખે છે.  

આજે તમે કેટલી પણ વિચિત્ર પરિસ્થિતિમાં છો, પરંતુ સંઘર્ષ છોડશો નહીં ….  તમારા પ્રયત્નો બંધ ન કરશો..  

તમને ઘણી વખત લાગશે કે તમારા પ્રયત્નોનું કોઈ પરિણામ નથી મળતું, પરંતુ પ્રયાસ કરવાનું છોડશો નહીં.  

 તમે એવું કરશો તો, વિશ્વની કોઈ શક્તિ નથી જે તમને સફળ થવા માટે અટકાવશે.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here