» 5 विटामिन जो रखें आपकी त्वचा को स्वस्थ एवं निखरी पोषण और स्वस्थ त्वचा (Nutrition and Healthy Skin) एक दूसरे की पूरक हैं। ब्यूटी क्रीम कभी वह असर नहीं दिखा सकती जो अच्छा खाने से शरीर के अंदर से आपको मिल सकता है। कभी आपने गौर किया है कि जो खाना आप खा रहे हैं उसमे कौन-कौन से जरुरी पोषक तत्व हैं। कहीं ऐसा तो नहीं है की जो आप खा रहे हैं वह केवल स्वाद के लिए हो लेकिन शरीर के लिए जरूरी विटामिन और मिनरल आपको नहीं मिल पा रहे हों। यह भी हो सकता कि अगर आप उम्र से पहले बूढ़ी नजर आ रही हैं तो यह भी विटामिन की कमी का ही नतीजा हो। इतना ही नहीं आँखों के नीचे काले घेरे और बालोँ का झड़ना भी विटामिन्स की कमी से होता है। आइये आज हम आपको कुछ ऐसे विटामिन्स से परिचित कराएँगे जो आपकी त्वचा के लिए बेहद जरूरी है। साथ ही किस खाद्य पदार्थ से आप कौन सा विटामिन पा सकते हैं इसकी जानकारी भी आपको देंगे। स्वस्थ त्वचा के लिए जरूरी विटामिन (Vitamin for Healthy and Glowing Skin in Hindi) * 1. विटामिन ए (Vitamin A for Skin in Hindi) अगर आप अपनी त्वचा से झुर्रियां, महीन रेखाएं और बढ़ती उम्र के अन्य लक्षणों को कम करना चाहती हैं तो अपनी डाइट में विटामिन ए शामिल करें। विटामिन ए की कमी से चेहरा ड्राई और बेजान होने लगता है। मुहांसे होने की वजह भी विटामिन ए की कमी होती है। लाभ (Benefits from Vitamin A) विटामिन ए त्वचा के दोबारा निर्माण में सहायक है। घाव को जल्दी भरने में भी विटामिन ए सहायक है साथ ही डैमेज स्किन को ट्रीट करने और दाग धब्बों से बचाने में भी सहायक है। स्किन डिजीज सोरायसिस होने पर भी रेटिनोइड्स अप्लाई करने की सलाह दी जाती है जो की विटामिन ए का स्त्रोत है। स्त्रोत (Sources of Vitamin A) अंडा, दूध, हरी पत्तेदार सब्जियां, गाजर, कद्दू आदि
five essential vitamins for fair skin in hindi
* 2. विटामिन ई (Vitamin E for Skin in Hindi) स्वस्थ त्वचा के लिए विटामिन ई सबसे पॉपुलर विटामिन है। यह एक प्रभावी एंटी ऑक्सीडेंट है जो कि फ्री रेडिकल्स से त्वचा को बचाता है। फ्री रेडिकल (Free Radicals) की कई वजह होती हैं जिनमें स्मोकिंग, पोलुशन और सन एक्सपोज़र मुख्य हैं। फ्री रेडिकल प्रीमैच्योर स्किन का भी बड़ा कारण है। लाभ (Benefits of Vitamin E) विटामिन ई त्वचा को एजिंग से बचाता है। विटामिन ई को भोजन में शामिल करने से त्वचा के सेल्स मजबूत होते हैं जिससे त्वचा पर पोलुशन या सुन एक्सपोज़र का प्रभाव कम पड़ता है। स्त्रोत (Sources of Vitamin E) ओलिव, सुंफ्लोवेर सीड, मूंगफली, बादाम, वीट जर्म और हरी पत्ते दार सब्जी। * 3. विटामिन सी (Vitamin C for Skin in Hindi)
five essential vitamins for fair skin in hindi
विटामिन ई की तरह विटामिन सी भी एंटी ऑक्सीडेंट गुणों से भरपूर है। यह कोलेजन को उच्च मात्रा में प्रोड्यूस करता है जो त्वचा के सेल्स की मरम्मत का काम करता है। लाभ (Benefits from Vitamin C) विटामिन सी से त्वचा में चमक आती है। विटामिन सी हमारी त्वचा को जवाँ और मुलायम बनाता है और त्वचा में कसाव लाता है। अधिकतर फ्रूट में विटामिन सी पाया जाता है, इसलिए अपनी रोज की डाइट में फ्रूट को शामिल करें। स्त्रोत (Sources of Vitamin C) खट्टे रसीले फल, ब्रॉकली, फूल गोभी, टमाटर और खीरा आदि। * 4. विटामिन बी काम्प्लेक्स (Vitamin B Complex for Skin in Hindi) विटामिन बी1 शरीर में रक्त संचार (Blood Circulation) को बढ़ाता है। बी3 त्वचा में ऑक्सीजन के स्तर को बनाये रखता है। जिससे त्वचा मुहांसो और दाग धब्बों से बची रहती है। लाभ (Benefits from Vitamin B Complex) विटामिन बी काम्प्लेक्स त्वचा की चमक बढ़ाकर उसे प्रॉब्लम फ्री रखता है। त्वचा में नेचुरल ग्लो का कारण भी विटामिन बी काम्प्लेक्स है। स्त्रोत (Sources of Vitamin B Complex) अंडे का पीला हिस्सा, नट और किशमिश, टमाटर, ओटमील, केला और चावल। * 5. विटामिन के (Vitamin K for Skin in Hindi विटामिन के (K) आँखों के नीचे के काले घेरे दूर करने में सहायक है। इसके लिए पानी प्रचुर मात्रा में पीजिये। लाभ (Benefits from Vitamin K) पानी में प्राकर्तिक तौर पर त्वचा के लिए जरूरी मिनरल्स भी होते हैं। खूब पानी पीने से शरीर के विषैले पदार्थ बाहर निकलते हैं और स्किन नेचुरल हेल्थी बनती है।
“ પુસ્તક એ આત્મા ની સવારી માટે નો રથ છે.” આજના વિષમ બનેલા સમાજજીવનમાં કોઈ વ્યક્તિના જીવનમાં ક્યારે પરિવર્તન આવે તે નક્કી ન થઈ શકે. આપણામાં એક કહેવત છે કે ગધેડા સાથે ઘોડાને બાંધવામાં આવે તો તે લાતો મારતા જરૂર શીખે એક બગડેલી કેરી આખા કરંડિયા ની કેરી બગાડી નાખે છે.” સંગ તેવો રંગ.” એક સારા પુસ્તક નો સંગ એક સત્સંગ જેવો છે.
મિત્રોની જેમ જ પુસ્તકોનો પણ જીવન ઘડતરમાં નિર્ણાયક પ્રભાવ પડે છે. એક સારા મિત્ર ની જેમ પુસ્તક પણ વ્યક્તિને તેના સુખ દુઃખ માં સાથ આપે છે. ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ ચીંધે છે. સહનશીલતા ધીરજ જેવા ગુણ શીખવી ને જીવન ટકાવી રાખવાનો સહારો તેમજ સાંત્વના આપે છે.
pustako ni maitri essay in gujarati
અભ્યાસ ના પુસ્તકો માંથી મળતું જ્ઞાન ઘણું જ મર્યાદિત હોય છે ઉપરાંત ઘણી વાર તો તે ફક્ત માર્ક્સ મેળવવા માટે જ વાંચવામાં આવે છે. જો આપણે આપણી જ્ઞાનની ક્ષિતિજ ને વિસ્તારવી હોય તો પુસ્તક રૂપી નૌકામાં વગર ખર્ચે ને વગર તકલીફે સફર કરવી જોઈએ કે જે આપણને દૂર-દૂરના મુલકમાં માં લઈ જાય છે. એટલે જ અંગ્રેજીમાં એ જાણીતી ઉક્તિ છે કે: “ a good book is man’s friend, philosopher, and guide.” મતલબ કે એક સારું પુસ્તક માનવીનો મિત્ર જ નહીં પણ તત્વચિંતક અને માર્ગદર્શક પણ બની શકે છે.
આમ પુસ્તક એક ખુબ જ વિસ્મયકારક માધ્યમ છે જાદુઈ દીવો છે આજના ચિંતાયુક્ત માનવ જીવનમાં સારું અને ઉત્તમ પુસ્તક શ્રેષ્ઠ મિત્ર ની ગરજ સારે છે.સારું ને ઉત્તમ પુસ્તક કંઈ રાતોરાત લખાઈ જતું નથી એના લેખકે એની સર્જન પ્રક્રિયા માં પોતાના વિચારો, લાગણીઓ મનોભાવો, જ્ઞાન, અનુભવ વગેરે કંઈ કેટલુંયે સંયોજીત કરીને ઠાલવ્યું હોય છે.
આ માટે આપણે થોડા એવા દ્રષ્ટાંત જોઇએ કે જેમાં પુસ્તકને લીધે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવ્યું હોય રસ્કિનના પુસ્તક ‘Un to the Last’ પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહ ની પ્રેરણા મળી રશિયન મહાન લેખક લિયો ટોલ્સટોય નું પુસ્તક what is to be done? નો ગુજરાતી અનુવાદ ત્યારે શું કરીશું? ના વાંચનથી પ્રેરાઈને “ દર્શક” માં પ્રકૃતિપ્રેમ વિકસ્યો એટલું જ નહીં રાજકારણમાં ન જતા તેમણે ખાડાટેકરાવાળી જમીનમાં આંબા, ચીકુ, નાળિયેરીના વૃક્ષો ઉગાડયાં અને પરિશ્રમની મહત્તા સિદ્ધ કરી.
જૈન મુનિ હેમચંદ્રાચાર્યના વ્યાકરણ ગ્રંથને રાજા સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી પર મૂકીને પાટણમાં તેની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.
જર્મન કવિ ગેટે કવિ કાલિદાસનું “અભિજ્ઞાન શાકુંતલ “માથે મૂકીને નાચ્યો તો હતો.
ઉત્તમ પુસ્તકો ની મૈત્રી રાખનાર ક્યારેય ગમે તેવી મુસીબતમાં પણ મૂંઝાતો નથી કે દુઃખી થતો નથી. સારા પુસ્તકો થી ઘડાયેલું મહાપુરુષો નું જીવન દર્શન દુઃખના સમયે ધીરજ અને શાંતિ રાખતાં શીખવે છે તે માનવી ની વેદના ને હળવી બનાવી નાખે છે. શ્રેષ્ઠ પુસ્તકો માનવીના મનનો વહેમ અજ્ઞાન અને અંધશ્રદ્ધાને દૂર કરવામાં મદદરુપ બને છે. તેમને નવું નવું શીખવાડે છે. તેમની જ્ઞાનની સીમાઓ ને વિસ્તારવાની તક આપે છે.
pustako ni maitri essay in gujarati CREDIT: PHOTODISC
બિલકુલ અજાણ બાબતથી પણ માહિતગાર બનાવે છે. સારા પુસ્તકો કદી દગો કરતા નથી તે હંમેશા આપણો સાથ નિભાવે છે. આ માટે એક અંગ્રેજ કવિએ લખેલી પંક્તિ યાદ આવે છે:
“My never failing friends are they
With whom I Converse day by day.”
પુસ્તકો અરીસા જેવા છે. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એક લેખકે સાચું જ કહ્યું છે કે “તમે શું વાંચો છો એ મને કહો તો તમે કેવા છો એ હું તમને કહી શકીશ”. પુસ્તકો સાથે મૈત્રી રાખનાર માનવી ને કદી એકલાપણું સાલતું નથી કેમકે પુસ્તકો ના પાને પાને અક્ષરદેહે અમર થઈ ગયેલા મહાપુરુષો બિરાજે છે.
“સારા પુસ્તકોનો સંગ્રહ એ ખરેખર એક મોટી યુનિવર્સિટી છે”.
સારા પુસ્તકોના વાંચનથી આપણને આપણામાં પાંખો ફૂટી હોય તેવો અનુભવ થાય છે.કેટલાક સાહિત્યકારોના પુસ્તકો વાંચવાથી જીવનમાં પરિવર્તન આવી શકે છે. ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” માંથી આપણને જીવનમાં વિનમ્રતા કે નિખાલસતાનો પરિચય થાય છે. આવા તો અનેક દ્રષ્ટાંતો સાહિત્યમાંથી મળી શકે. કાકાસાહેબ કાલેલકર ના પ્રવાસ વર્ણન ના પુસ્તકો વાંચતા આપણે પણ તેમની સાથે એકરૂપતા અને ધન્યતા અનુભવીએ છીએ.
books are our best friends essay in gujarati
પ્રાચીન કાળ ના સમયમાં પણ પુસ્તકાલયોનું ખૂબ જ મહત્વ હતું.
જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારવામાં પુસ્તકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. આજના સમયમાં તો અનેક સેવાભાવી સંસ્થાઓ વિનામૂલ્યે અથવા સાવ નજીવી ફી મા જ્ઞાનનો વિશાળ ખજાનો પુસ્તકાલયના રૂપમાં ખુલ્લો મૂકીને જનતાની મહાન સેવા કરી રહી છે!સારા પુસ્તકો સુવિકસિત જીવનનું પ્રતિબિંબ પાડે છે. પુસ્તકથી વંચિત રહેલો માનવ સમાજ પાછળ રહી જાય છે.
પુસ્તકો માત્ર મનોરંજન જ નહીં પરંતુ માનવીના જીવન ઘડતરનું પણ એક ઉત્તમ સાધન બની રહેવું જોઈએ. અમુક હલકી કક્ષાના તેમજ અશ્લીલ સાહિત્યનું વાંચન માનવીની વૃત્તિઓને બહેકાવી અને તેને અધઃપતન તરફ દોરી જાય છે.જાતીયવૃત્તિ ભડકાવતા પુસ્તકો આજના યુવાનોને અનૈતિક સંબંધો જોડવા તરફ પ્રેરે છે. આથી પુસ્તકોની પસંદગી પણ વિવેકપૂર્ણ રીતે થવી જોઈએ. પ્રજાનું સાંસ્કૃતિક ઘડતર કરવામાં પુસ્તક અત્યંત ઉપયોગી સિદ્ધ થઇ શકે એમ છે.
ખરેખર “સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું હોય છે”. ધાર્મિક પુસ્તકોના વાંચનથી આપણને આપણો ભવ્ય વારસો ,સંસ્કૃતિ વગેરે જાણવા મળે છે. ભગવદ ગીતા, રામાયણ, મહાભારત, વેદો, પુરાણો, બાઈબલ, કુરાન, ગુરૂ ગ્રંથ સાહેબ ,અવેસ્તા આવા ધાર્મિક ગ્રંથોએ માનવીના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવવામાં મોટો ફાળો આપ્યો છે.ભગવત ગીતાના બોજને જીવનમાં પચાવનાર વ્યક્તિ મૃત્યુ થી કદી ડરશે નહીં જૈન ધર્મના પુસ્તકો વાંચનાર અહિંસાનો ઉપાસક બનશે. મહાભારત ના પ્રસંગો માં થી બોધપાઠ લેવા જેવી અનેક ઘટનાઓ છે. રામાયણ તો આદર્શ જીવનનું ઉત્તમ મહાકાવ્ય છે.
બાળકોએ પણ નાની વયથી જ પુસ્તકો વાંચવાની ટેવ પાડી દેવી જોઈએ. બાળકોને આપણે ભેટો કે રમકડા ભલે આપીએ પણ સાથે સાથે સારા પુસ્તકો પણ વાંચવા આપવા જ જોઈએ. કારણકે નાની ઉંમરે સારા પુસ્તકોનો પ્રભાવ બાળકના ચિત્ત પર ખૂબ જ પ્રબળ અસર પાડે છે. એટલે જ પુસ્તકોની મૈત્રી ખૂબ જ જરૂરી છે.આ જ્ઞાનનો અખૂટ ભંડાર જેટલો લૂંટાઈ એટલો લૂંટી જ લેવો જોઈએ. સારા પુસ્તકો મનની મલિનતા ને ધોઈ નાખે છે.
આજના હાઇટેક યુગમાં, ટેલિવિઝન ના જમાનામાં, ઈન્ટરનેટની આંધીમાં લોકોની વાંચન પ્રત્યેની રુચિ બિલકુલ ઘટી ગઈ છે. આજની યુવા પેઢી તેમજ મોટી ઉંમરના લોકો પણ પોતાનો મોટાભાગનો સમય મોબાઇલમાં, ટેલિવિઝનમાં, તેમજ વ્યર્થની ચર્ચાઓ કરવામાં પસાર કરે છે. પુસ્તકાલયો મોટાભાગે સૂમસામ હોય છે.પરંતુ સારા પુસ્તકોનું મહત્વ કાલે પણ હતું ,આજે પણ છે અને હંમેશને માટે રહેશે.
આમ પુસ્તકો બેશક સારા મિત્રો છે માનવ મિત્રોથી તો આપણે ગમે તે પડે અલગ થઇ જઈશું પણ પુસ્તક મિત્ર તો જીવનની તડકી છાયડી માં પણ સદા ને માટે આપણો સાથ નિભાવશે.” આપણું વાંચન એ જ આપણા જીવનનું સાચું પ્રતિબિંબ છે”. જીવનને ઉમદા અને સમૃદ્ધ બનાવવા તથા પ્રગતિ સાધવા હંમેશા વિચારપ્રેરક અને ગંભીર પુસ્તકોનું વાંચન કરવું જોઈએ યોગ્ય પુસ્તકો ઉત્તમ મિત્રની ગરજ સારે છે.
ખરેખર પુસ્તકોનો સંગ્રહ એ રત્ન ભંડાર છે. પુસ્તકોને ક્યારેય સ્થળ કાળનું બંધન નડતું નથી. પુસ્તકની સાચી કિંમત કોઈ આપી શકતું નથી માત્ર કાગળની અને છાપવાની કિંમત જ અપાય છે.
મહાન તત્વચિંતક ઉમર ખય્યામ કહેતા: ‘ વેરાન રણમાં, દરિયામાં, પહાડોમાં, ગુફામાં, જેલની કોટડીમાં માણસને જો એક પણ સારું પુસ્તક મળી જાય તો જાણે એને નવી દુનિયા મળી જાય છે!!’
મોહમ્મદ માંકડે પણ લખ્યું છે કે: ‘ માણસને પુસ્તકો સાથે જો મહોબ્બત બંધાઈ જાય તો તે પુસ્તક સાથે હસે છે, પુસ્તક સાથે ઉદાસ થઈ જાય છે, પુસ્તક સાથે આનંદ પામે છે અને પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો પણ કરવા લાગે છે અને પોતાની જાતને પુસ્તક પાસે જ તે ખુલ્લી પણ કરે છે!!!’
અંતમાં તો એટલું જ કહેવું પડે કે, ફક્ત આજને માટે જ નહીં હંમેશના માટે આપણા સૌથી સાચા અને સારા મિત્રો જો કોઈ હોય તો તે પુસ્તકો છે, પુસ્તકો છે અને પુસ્તકો જ છે.
“દિકરી” શબ્દ કાને પડતાં જ એક કરુણાસભર વ્યક્તિત્વ માનસ પટ પર ઉપસી આવે છે અને સ્નેહનો મહાસાગર ઘૂઘવતો સંભળાય છે.પોતાના વાત્સલ્યથી જિંદગીભર બંને કુટુંબોને ભીંજવતી દીકરીની ત્યાગભાવના ને શબ્દ દેહ આપવાનું શક્ય નથી.
“આકાશની શોભા તારાથી હોય છે. નદીની શોભા કિનારાથી હોય છે. ફૂલોની શોભા સુગંધથી હોય છે અને ઘરની શોભા દીકરીથી હોય છે.”પરંતુ કમનસીબે આજે દીકરીને “માથા પરનો બોજ”“ પારકી થાપણ” “ સાપનો ભારો” આવી રીતે માનવામાં આવે છે. ઈશ્વરે કરેલા આ અદ્વિતીય સર્જન પ્રત્યે ભેદભાવ રાખવો તે ખરેખર ઘોર અન્યાય છે.
દીકરાઓ તો હજુ પણ તેમના લગ્ન થયા પછી મા-બાપને તરછોડી દેતા હોય છે પણ દીકરી તો આજીવન માતા પિતા નો આશરો બનીને રહે છે.દીકરાઓ દ્વારા પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા ના દાખલા ઘણા જોવા મળે છે પણ કોઈ દીકરીએ અત્યાર સુધી આવું કર્યું હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. એટલે જ કહે છે કે દીકરો એક કુળને તારે છે તો દીકરી બે- બે કુળને તારે છે.
Dikri Ghar Ni Divdi Essay In Gujaratri
દિકરીના જન્મ થયા બાદ પિતા ને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે તેના હૃદય માં હમેશા છુપાયેલી રહે છે. પિતાનો ચહેરો ઓળખવામાં દીકરી જેટલી કુશળતા ભાગ્યે જ બીજા કોઈ પાત્રોમાં હોય છે. દીકરી એ પિતાના હૃદયનો ધબકાર છે.જીવનમાં કદી ના રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જ્યારે પોતાની દીકરીને વિદાય આપે ત્યારે ચોધાર આંસુએ રડે છે. કાજલ ઓઝા વૈદ્ય ના શબ્દોમાં કહીએ તો: “બાપના શરીરની બહાર ફરતું હૃદય એટલે દીકરી.” નવો દોર નવા યુગની શાન છે દીકરી, માતા-પિતાની આન બાન અને શાન છે દીકરી.દીકરી એટલે કદી DELETE ન થતી અને સદા REFRESH રહેતી લાગણી. જીવનની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી.
દીકરી મોટી થતાં સર્વપ્રથમ તેની ભૂમિકા બહેનથી શરૂ થાય છે પોતાની બહેન કે ભાઈ સાથે ઉછરતી વખતે તે હંમેશા અન્ય ને ખુશ રાખવા પ્રયત્નશીલ રહે છે. અભ્યાસકાળ દરમિયાન પણ પોતાના ભાઈ-બહેનને તે દરેક પ્રકારે મદદરૂપ થાય છે. “ કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી” જેવા લાગણીસભર લોકગીત ની પંક્તિઓ ભાઇ-બહેનના હેત ને આબાદ રીતે પ્રતિબિંબિત કરે છે.
રાખડી દ્વારા પોતાના ભાઇની રક્ષા ઇચ્છતી બહેન અંતરના આશિષ આપી પોતાના ભાઇનું દીર્ઘાયુષ્ય ઈચ્છે છે.પોતાના ભાઈ-બહેન ને લાડ કરાવવા દરેક દીકરીઓ બધું જ કરી છૂટે છે જરૂર પડે ત્યારે સમાધાન કરે છે ભોગ આપે છે જતું કરે છે, ઘસાય છે અને અગરબત્તીની જેમ પોતે સળગી ને પણ સુગંધ પ્રસરાવે છે આજ દીકરી મોટી થતા માબાપ પ્રત્યે પોતાનું ઋણ અદા કરે છે.
Dikri Ghar Ni Divdi Essay In Gujaratri
દિકરીની જિંદગીમાં ત્યાર પછીનો સૌથી મહત્વનો તબક્કો લગ્ન થયા બાદ પત્નીની ભૂમિકા અદા કરવાનો આવે છે તદ્દન અજાણ્યા કુટુંબમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જઈ પારકાને પોતાના બનાવવાની કળા સ્ત્રી માત્ર ને કુદરતી બક્ષિસ છે. આ બલિદાન તથા યોગદાન શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. માથું આદરથી ઝૂકી જાય તેવી સ્વા પર્ણ ભાવના આ અઘરી ભૂમિકા ભજવતી વખતે પ્રત્યેક દીકરી ચરિતાર્થ કરે છે.
પિતાની જગ્યાએ સસરા, માતા ની જગ્યાએ સાસુ, ભાઈ ની જગ્યાએ દિયર કે જેઠ બહેન ની જગ્યાએ નણંદ આવા નવા સંબંધોનાં સમીકરણો સુલઝાવવા એ સહેલી વાત નથી. આ એક જબરજસ્ત સમર્પણ છે. એક નવા અને અજાણ્યા વાતાવરણમાં પોતાની જાતને ઓગાળી નાખવી એ કલ્પનાતીત છે.સ્ત્રી જીવનની આ સૌથી કપરી અને પડકારરૂપ ભૂમિકા નું મહત્વ ભારતીય સંસ્કૃતિના પરી પ્રેક્ષ્ય માં ઘણું વધારે છે. ડગલેને પગલે સમાધાન કરી બાંધછોડ કરવાની હોય છે, કડવા ઘૂંટડા ગળી જઈને બધાને ખુશ રાખવાના હોય છે ,સતત સામા પ્રવાહે તરવાનું હોય છે, પારકાનું પ્રેમ સંપાદન કરવો એ નાનોસૂનો પડકાર નથી. સમગ્ર અસ્તિત્વને દાવ પર લગાવવું પડે છે અને અન્યોની ઈચ્છાઓને પોતાની ઇચ્છા બનાવવી પડે છે.
એક હસતી મલકાતી દીકરી ઘરની સજીવતા છે. જેના ચાલવામાં ઝંકાર છે. જેના અસ્તિત્વનો એક આનંદ છે જેના આગમનથી સંપૂર્ણ ઘર સુવાસિત થયું છે પરંતુ એક ઘરની દીવડી ને પ્રગટાવવાને બદલે આપણે ક્યાંક બુઝાવી તો નથી રહ્યા ને? જન્મ દેવામાં માતા જોઈએ, રાખડી બાંધવા બહેન જોઈએ, લાડ લડાવવા મામી જોઈએ, સાથ નિભાવવા પત્ની જોઈએ, વાર્તા સાંભળવા દાદીમાં જોઈએ, પણ આ બધાની પહેલા એક દીકરી તો જોઈશે ને? અને દીકરીને આપણે ક્યાંક દફનાવી તો નથી રહ્યા ને?
સમાજમાં બધાને દીકરાઓ જોઈએ છે પણ દીકરીઓ નથી જોઈતી. એક નગ્ન સત્ય કોઈને કેમ સમજાતું નથી કે દીકરીઓ વગરના સમાજમાં દીકરાઓને પરણાવશું ક્યાં?દીકરીને સાપનો ભારો ગણતા સમાજને મારે એક વેધક પ્રશ્ન પૂછ્યો છે કે તમારા ખાનદાનનો વંશવેલો આગળ વધારવા માટે કોઈ ના ઘરનો સાપનો ભારો તમારા કુટુંબમાં પુત્રવધુ તરીકે હોંશે હોંશે લાવતી વખતે તમારા સમીકરણો કેમ બદલાઈ જાય છે? યાદ રહે જે સમાજે દીકરા દીકરી માટે જુદા જુદા કાટલાં રાખ્યા છે તેને તેની આકરી કિંમત ચૂકવવી જ પડશે.
અત્યારસુધી દીકરીને સાપનો ભારો કહીને વગોવી છે જો તેનું પ્રાયશ્ચિત કરવું હોય તો હવે આપણે દીકરી ને તુલસીનો ક્યારો કહેવાનું શરૂ કરવું પડશે.
દીકરીને પારકી થાપણ માનવાની આપણી માન્યતા પણ ભૂલ ભરેલી છે કારણ કે દીકરી પારકી થયા પછી એટલે સાસરે વળાવ્યા પછી પણ પોતાના કુટુંબ સાથે પૂરેપૂરા સમર્પણ સાથે જોડાયેલી રહે છે અને દૂર હોવા છતાં પિયર ના સુખ દુઃખ ને અનુભવી શકે છે. આજના સમયમાં કોઈ વૃદ્ધ માવતર નું મરણ થતાં પુત્ર ન હોય અને પુત્રીઓએ નનામીને કાંધ આપીને અંતિમવિધિ અને તેમના અગ્નિસંસ્કાર કર્યા હોવાના દાખલાઓ પણ જોવા મળે છે. આ રીતે દીકરીઓ માવતર પ્રત્યે પોતાનું ઋણ અદા કરતી જોવા મળે છે.
દહેજપ્રથાના કુરિવાજ હેઠળ દીકરી સાસરે જાય ત્યારે સાસરિયાઓ એમ પૂછે છે કે વહુ કરિયાવરમાં શું શું લાવી છે? આવો સવાલ કરનાર ને એમ કેમ નથી સમજાતું કે દીકરી વ્હાલના દરિયા જેવા મા-બાપ ઘર, પરિવાર, ગામ આ બધું છોડીને તમારા હૃદય જીતવા આવી છે. આ સત્ય જ્યારે સમાજને સમજાઈ જશે ત્યારે દીકરીના જીવનમાં સુગંધ આવી જશે.
દીકરીનું આટલું મોટું યોગદાન હોવા છતાં આજનો નાસમજ સમાજ દીકરીને ભ્રુણ હત્યા ની ભેટે ચડાવી દે છે. આના લીધે છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા સમાજમાં ઝડપથી ઘટી રહી છે.
ભ્રુણ હત્યા પર સરકારે સખત પગલાં લીધેલા હોવા છતાં પણ ભૃણ હત્યા નો સિલસિલો હજુ સમાપ્ત જ નથી થયો.
આમ સમગ્ર રીતે જોતાં દીકરીઓ ઘરની આધારશિલા છે દીકરી વિના જીવનની કલ્પના કરવી પણ અસંભવ છે. આ સંદર્ભે એમ કહી શકાય કે” સૃષ્ટિનો છે એક જ પોકાર દીકરી બચાવી કરો ઉદ્ધાર”.
Dikri Ghar Ni Divdi Essay In Gujaratri
આ નિબંધ માં તેમજ સ્પીચ માં લખી શકાય તેમ જ બોલી શકાય તેવા સુત્રો તેમજ પંક્તિઓ:
લગ્ન પછી દીકરી ઘરની દિવાલ પર પોતાના બંને હાથ કંકુ વાળા કરી થાપા મારે છે ત્યારે ભીત પર બે લાલ ગુલાબ ખીલી ઊઠે છે. આ કેવળ હાથની છાપ નથી પણ હૃદય ની છાપ છે- ફાધરવાલેસ
“દીકરી એટલે ચણ ખાઈને ઉડી જતી ચકલી પછી એ માળા સામું નહીં જુએ પણ એનું સુખ મનમાં મમળાવ્યા કરશે.”
દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી
જોઈ-ન-જોઈ ત્યાં તો વહી જતી રે વન પંખી જેવી-બોટાદ કર
“ઈશ્વરે આપેલા હસ્તાક્ષર એટલે દીકરી”
“બેટી બચાવો બેટી પઢાઓ
અપની સોચ કો આગે બઢાઓ”
“God smiled when he made daughter because he knew he had created love and happiness ever lasting”
આ નિબંધની સાથે સાથે વિદ્યાર્થીમિત્રો 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ વંદન ના કાર્યક્રમમાં શાળામાં તમને ખૂબ જ ઉપયોગી થાય તેવી ખૂબ જ સુંદર સ્પીચ અહીં આપેલી છે. આ સ્પીચ જરૂરથી તૈયાર કરજો.નીચે આપેલી લિંક પર ક્લિક્ કરો.
નારીનું સર્જન સર્જનહારે અનોખું અને અલૌકિક રીતે કરેલ છે.એનામાં અખૂટ શક્તિ ભરી દીધી છે તો બીજી બાજુ સ્નેહનો સાગર એની રગેરગમાં હિલોળા લે છે.
ભગવાન મનુએ મનુસ્મૃતિના ત્રીજા અધ્યાયમાં કહ્યું છે કે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:” અર્થાત જ્યાં નારીઓને સત્કારવા માં આવે છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે.પૃથ્વી પર માનવ જીવનનો આરંભ થયો ત્યારથી સ્ત્રી અને પુરૂષ અસ્તિત્વમાં આવ્યા.સતિઓ,સન્નારીઓ અને સાધ્વીઓ નો એક જ્વલંત ઇતિહાસ ભારતે વિશ્વ ને પૂરો પાડ્યો છે.વેદ ઉપનિષદ કાળમાં સ્ત્રી-પુરુષનો સમાન દરજ્જો હતો એટલું જ નહીં ગાર્ગી અને લોપામુદ્રા જેવી વિદુષિઓએ સ્ત્રી શક્તિના પ્રભાવને સોળે કળાએ ખીલવ્યો હતો.
શરીરના બંધારણ ની દ્રષ્ટિએ બળ અને બુદ્ધિમા વિશેષતા ધરાવતા પુરુષોએ સમય જતાં પુરુષપ્રધાન સમાજની સ્થાપના કરી. શરીરે નાજુક અને નમણી સ્ત્રીઓએ પુરુષના કુટુંબની સેવાનું કાર્ય પ્રેમથી ઉપાડી લીધુ. પરિણામે પુરુષ કુટુંબનો વડો અને સર્વોપરી વ્યક્તિ બની ગયો અને સ્ત્રી જાણે તેની દાસી બની ગઈ. સદીઓથી ચાલતી આ પરંપરામાં સ્ત્રી જાતિનું ખૂબ શોષણ અને અપમાન થતું રહ્યું છે પણ હવે જમાનો બદલાયો છે.
સ્ત્રીઓ ભણી-ગણીને સમાજમાં પ્રતિષ્ઠિત જગ્યાએ ગોઠવાતી જાય છે. સ્ત્રી જાતિ માં જાગૃતિ આવતાં પુરુષોના દમનનો વિરોધ કરીને કોર્ટમાં જતા પણ આજે સ્ત્રી અચકાતી નથી. આ બધું જોતાં વિચારતા પ્રશ્ન થાય છે કે પુરૂષો નારી પ્રત્યે આવા વિચારો કેમ રાખે છે? સ્ત્રીને દાસી માનવાની ભૂલ કેમ કરે છે? સ્ત્રી વિનાનો પુરુષ એટલે એકડા વિનાનું મીંડું.
ભારતીય સમાજમાં નારી નો દરજ્જો જોવા જઈએ તો કાયમ એકસરખો રહ્યો નથી. વાલ્મીકિએ સીતા જેવા પ્રેરક પાત્રોનું સર્જન કર્યું તો ત્યાગ અને સહનશીલતાની મૂર્તિ સામે લક્ષ્મણ ની પત્ની ઉર્મિલાને પણ બિરદાવી. રામાયણ-મહાભારતમાં અને પુરાણમાં સીતા, ઉર્મિલા,રાધા, યશોદા, દેવકી, દમયંતી, કુંતી, દ્રૌપદી જેવી અનેક નારીઓ તેમના ઉત્તમ ગુણોથી નારી જગતના ઈતિહાસમાં અમર બની છે.
Nari Tu Narayani in Gujarati
ભૂતકાળમાં રાણી લક્ષ્મીબાઈ, જીજાબાઇ, દુર્ગાવતી, અહલ્યાબાઇ હોલ્કર જેવી વીરાંગનાઓ એ દેશને ખાતર લડીને ભારતની ગૌરવરૂપ નારીઓમાં સ્થાન મેળવ્યું છે.
“સ્ત્રી અને પુરુષ તો સંસાર રથના બે ચક્રો છે” આવી મહાન આદર્શોની વાતો કરનારા ભારત દેશમાં હજી આજે પણ એકવીસમી સદીના પ્રથમ દાયકામાં સ્ત્રીઓની દયાજનક હાલતમાં ખાસ સુધારો થયો નથી.લાખો સ્ત્રીઓ હજુ આજે પણ ઘરની ચાર દીવાલો વચ્ચે નિરક્ષરતા અને અજ્ઞાનતાના ઘોર અંધકારમાં અટવાઈને પશુવત જીવન જીવી રહી છે.
ધીમે ધીમે ભારતીય સમાજમાં સ્ત્રીઓની અવનતિ ની શરૂઆત થઈ ધીમે ધીમે એટલી હદે પહોંચી કે મધ્યયુગમાં સ્ત્રી એક વસ્તુ મનાવવા લાગી. સ્ત્રી માત્ર ઉપભોગનું સાધન બની ગઈ આ સમયમાં સ્ત્રીઓના સોદા થવા લાગ્યા લોહીનો વેપાર કરનાર ટોળકીનો ઉદય થયો. આ સમય માં નારીનું સ્થાન માત્ર રસોડામાં અને ઘરની ચાર દીવાલો વચ્ચે જ હતું. સ્ત્રીઓનું જીવન નર્કથી પણ બદતર થઈ ગયું હતું.
રાજપુતો ના સમયમાં દીકરી ને દૂધ પીતી કરવાનો રિવાજ શરૂ થયો. બીજી બાજુ બાળ લગ્નની પ્રથા અનિવાર્ય બની ગઈ એની સાથે સાથે દીકરી ને ગાય દોરે ત્યાં જાય તે કહેવત પ્રમાણે દીકરીને પોતાના જીવનસાથીની પસંદ કરવાની સ્વતંત્રતા પણ છીનવી લેવામાં આવી.
આજ કાળમાં સતી થવાના રિવાજ, બહુપત્ની પ્રથા, વિધવાવિવાહની મનાઈ વગેરે જેવા દૂષણો ઘર કરી ગયા
જોકે આવા અનેક સંઘર્ષોનો સામનો કરતી નારીઓ એ પ્રગતિ કરી છે.તેમ છતાં આજે દેશમાં નારી સલામત છે ખરી? આમ છતાં આ વીરાંગનાઓ એમ જલદીથી હારી જાય એવી નથી. તેઓ સમય આવ્યે સમાજને પોતાની નારી શક્તિનો પરચો બતાવી જાણે છે.
નારીના જીવનમાં ભગવાને સદગુણોનો સંચય કર્યો છે તે અદભુત છે. પ્રકૃતિગત સુંદરતા અને નાજુકતા તો એનામાં છે જ તે સાથે તેનામાં ધરતી જેટલી અપાર સહનશીલતા પણ છે. સ્નેહ અને સમર્પણની તે મૂર્તિ છે. માતા, બહેન, પત્ની અને પુત્રી તરીકે તે પુરુષના જીવનને સીંચે છે.ગમે તેવા દુષ્ટ પુરુષને સન્માર્ગે વાળે છે તો સાવ નાસ્તિકને આસ્તિક બનાવી શકે છે આમ નારી અનેક રૂપે અને ગુણે પુરુષને મદદરૂપ નીવડે છે.પુત્રી, પત્ની, બહેન, માતા દેરાણી-જેઠાણી, નણંદ-ભાભી ,સાસુ ,નાની જેવી અનેક ભૂમિકા જીવનના વિવિધ તબક્કે સ્ત્રીને ભજવવાની રહે છે અને આવી પડકારજનક ભૂમિકા ને સંતોષકારક ન્યાય આપવાનું આ ભગીરથ કામ ફક્ત ભારતીય નારી જ કરી શકે.
Nari Tu Narayani in Gujarati
આજની સ્ત્રી ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી છે. કોર્પોરેટ જગતમાં, સરકારી કચેરીઓમાં, દવાખાનાઓમાં, વિમાનોમાં, દુકાનોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, નિર્ભયતાથી આજે સ્ત્રીઓ કામ કરી રહી છે અને રાજકારણના ક્ષેત્રમાં પણ સ્ત્રીઓએ પોતાનો પરચો બતાવી દીધો છે.
સમાજનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં નારી એ પોતાના ઓજસ ના અજવાળા પાથર્યા ના હોય રમતગમત ક્ષેત્રે સાનિયા મિર્ઝા, સાઇના નેહવાલ, મેરિકોમ તો અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ રાજકારણમાં ઈન્દિરા ગાંધી તથા સુષ્મા સ્વરાજ કલાક્ષેત્રે મલ્લિકા સારાભાઈ, વૈજયંતિમાલા સંગીત ક્ષેત્રે લતામંગેશકર થી લઈ શ્રેયા ઘોશાલ સામાજિક કાર્યક્ષેત્રે ઈલા ભટ્ટ લેખનક્ષેત્રે અરુંધતી રોય, સુધા મૂર્તિ વ્યાપાર બેન્કિંગ જેવા ક્ષેત્રોમાં પણ અરુંધતી ભટ્ટાચાર્ય, ઇન્દિરા નૂયી કે પછી રિલાયન્સના નીતા અંબાણી.માત્ર આપણા દેશમાં જ નજર કરીએ તો નારીની સફળતાઓ સમાજના તમામ ક્ષેત્રોમાં આકાશને આંબી ગઈ છે.
આજે નારી ની આ સહનશીલતાને આપણે તેની નબળાઈ ગણી લીધી છે. દીકરા-દીકરીની અસમાનતાના સંકુચિત વાડામાં આપણે દીકરીનો વિકાસ રૂંધી રહ્યા છીએ. દિકરી તુલસી ક્યારો છે ઉંબરા પરનો દિપક છે જે બંને ઘર અજવાળે છે. દહેજપ્રથા, ભૃણ હત્યા, બાળ લગ્ન જેવા કુરિવાજો એ નારીની શક્તિ ને પાંજરામાં પૂરી દીધી છે. પણ નારી પોતે જ શક્તિ છે.નારી સર્જન પણ કરી શકે છે અને વિસર્જન પણ એટલી જ આસાનીથી કરી શકે છે.
ત્યાગ, સમર્પણ, સહનશીલતા, બુદ્ધિ ,જ્ઞાન,મમતા સુંદરતા આ બધાનો સંગમ એટલે નારી. સરસ્વતી સાધના કે લક્ષ્મીની ઉપાસના એટલે નારી. સમાજ ને સંસ્કારબદ્ધ અને શિસ્તબદ્ધ કરવામાં કોઈ નો સૌથી મોટો ફાળો હોય તો તે નારી છે.
નારી કુટુંબ, સમાજ અને દેશના હિત ખાતર સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાન આપી શકે છે તો કુટુંબના, સમાજના કે દેશના હિતમાં રણચંડી પણ બની શકે છે. જીવનના સર્વ ક્ષેત્રોમાં પદાર્પણ કરી ચૂકેલી યુવા નારી પર પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર પડેલી દેખાય છે એ વાત ખરી પણ ભવિષ્યમાં તો ચોક્કસ પોતાની ઉચ્ચ સંસ્કારિતા તે જાળવી રાખશે કારણકે તેના લોહીમાં ભારતીય સંસ્કારિતા વહે છે.
ભારતીય નારી સાચા અર્થમાં નારાયણી બને. પુરુષ સમોવડી બને અને આદર્શ માતા એમાં જ આખા સમાજ અને સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ સમાયેલું છે. ભારતીય નારીની ગઈકાલ ઉજ્જવળ હતી. આ જ ભવ્ય છે અને આવતીકાલ સ્વર્ણિમ બનશે. જીવનભર આટલા બધા સંઘર્ષો વેઠતા વેઠતા અગ્નિમાં તપી અને સુવર્ણ બનેલી નારી માટે તેમજ કહેવું પડે કે “નારી તું ના હારી”. તું જ છે સૌની તારણ હારી”.
નિબંધ માં તથા સ્પીચમાં લખી શકાય તેમજ બોલી શકાય તેવા કેટલાક સૂત્રો અને પંક્તિઓ:
“દરેક નારીના હૃદયમાં દિવ્ય અગ્નિનો એક તણખો હોય છે જો સમૃદ્ધિના સૂર્યપ્રકાશમાં રહે છે અને દુઃખના ગાઢ અંધકારમાં જાગી ઉઠી બધુ ઝળહળતું કરી દે છે.”
“જેવી રીતે ઝાડના મૂળિયા પથ્થર જેવી જમીન ને તોડી અને ઉંડા ઉતરી જાય છે એમ નારી શક્તિ માં પણ આવું જ બળ રહેલું છે.”
“જગતના સર્જનહારે ચંદ્રનું બિંબ લીધું, કોમળ લતાઓ લીધી વેલમાંથી વૃક્ષ ને વળગતી પાતળી ડાળી લીધી, બાળકની નાજુકતા ને પુષ્પનો પરાગ લીધા, સૂર્યકિરણ ની ઉષ્ણતા લીધી ,અને મેઘ નું રુદન લીધું, વાયુની અસ્થિરતા લીધી, અને સસલા નો ભય લીધો, વજ્રની કઠોરતા લીધી અને મધની મીઠાશ લીધી, મોર નો ગર્વ લીધો અને શુક હૃદયની કોમળતા લીધી, વાઘની ક્રૂરતા લીધી અને અગ્નિની ઉગ્રતા લીધી હિમ ની શીતળતા, કોયલનો ટહુકાર, ચક્રવાતની પ્રેમ પરાયણતા લીધી અને આ સર્વ નો સમન્વય કરીને આ સૃષ્ટિના સર્જનહારે આ જગતમાં સ્ત્રી નું સર્જન કર્યું.”
भारत में दालचीनी बहुत इस्तेमाल की जाती है। यह एक ऐसा मसाला है जिसके प्रयोग से ब्ल्ड शुगर कंट्रोल रहता है और फैट जल्दी खत्म होता है। इसे खाने से पेट भी भरा-भरा महसूस होता है। सुबह-सुबह दालचीनी और शहद की चाय बनाकर पिएं, काफी लाभ होगा।
* काली मिर्च (Black Pepper)
Ayurvedic Herbs for weight loss in hindi
काली मिर्च में पाइपरीन (Piperine) नामक तत्व पाया जाता है जो मेटाबॉलिज्म को बढ़ाता है। इससे शरीर का फैट जल्दी खत्म होता है। दालचीनी को कूटकर खाने में छिड़का जा सकता है या फिर सलाद के ऊपर क्रश करके खाया जा सकता है। * हल्दी (Turmeric)
Ayurvedic Herbs for weight loss in hindi
हल्दी एक ऐसा हर्ब और मसाला है जिसके अनेक गुण हैं। यह फैट टिशूज के निर्माण को कम करने में सहायता प्रदान करता है। * ग्रीन टी (Green Tea)
Ayurvedic Herbs for weight loss in hindi
ग्रीन टी में कैटाकिन्स (Catechins) नामक तत्व होते हैं जो शरीर में अतिरिक्त फैट नहीं बनने देते हैं। ग्रीन टी को आप सामान्य चाय के साथ बदल सकते हैं। आजकल बाजार में तुलसी, लेमन, जिंजर जैसे फ्लेवर में भी ग्रीन टी मौजूद है। * अदरक (Ginger)
Ayurvedic Herbs for weight loss in hindi
वजन घटाना हो तो अदरक भी एक कमाल का हर्ब है। इसमें थर्मोजेनिक (Thermogenic) नामक तत्व पाया जाता है जो खाने को जल्दी पचाने में मदद करता है। * अलसी (Flax Seeds)
Ayurvedic Herbs for weight loss in hindi
अलसी काफी प्राचीन समय से हमारे भोजन का हिस्सा है। इसे खाने से पेट भरा-भरा महसूस होता है। साथ ही इसमें ओमेगा-3 नामक तत्व पाया जाता है जो दिल के लिए बहुत अच्छा माना जाता है। नोट: गर्भवती महिलाओं को अलसी नहीं खानी चाहिए। * लाल मिर्च (Red Chilly)
Ayurvedic Herbs for weight loss in hindi
लाल मिर्च में कैप्साइसिन नामक (Capsaicin) तत्व होता है जो फैट बर्न करने के साथ भूख के अहसास को भी समाप्त करता है। लाल मिर्च मेटाबॉलिज्म को भी बढ़ाती है जिससे चर्बी जल्दी खत्म होती है। * इसबगोल (Psyllium seed husks)
Ayurvedic Herbs for weight loss in hindi
इसबगोल खाना वजन कम करने का सबसे आसान और सुरक्षित तरीका माना जाता है। इससे पेट काफी देर तक भरा हुआ महसूस होता है। इससे कब्ज और पेट की अन्य समस्याएं भी दूर होती हैं। * लहसुन (Garlic)
Ayurvedic Herbs for weight loss in hindi
लहसुन भी वजन करने में काफी मदद करता है, इसके लिए सुबह शाम लहसुन की 2-2 कलियाँ खाएं। इनके अतिरिक्त कुछ अन्य हर्ब्स हैं: * नेटल की पत्तियां (Nettle Leaves): इन पत्तियों को खाने से खून साफ होता है और एक्स्ट्रा फैट बर्न होता है। आजकल बाजार में यह आसानी से मिल जाता है। * कुकरौंधा (Kukraundha): यह एक फूल होता है जो पेट को साफ करने के साथ हमारे पाचन तंत्र को भी मजबूत करता है।
*अद्भुत है इंसान का शरीर*Amazing facts about human body in hindi *जबरदस्त फेफड़े* हमारे फेफड़े हर दिन 20 लाख लीटर हवा को फिल्टर करते हैं. हमें इस बात की भनक भी नहीं लगती. फेफड़ों को अगर खींचा जाए तो यह टेनिस कोर्ट के एक हिस्से को ढंक देंगे. *ऐसी और कोई फैक्ट्री नहीं*Amazing facts about human body in hindi हमारा शरीर हर सेकंड 2.5 करोड़ नई कोशिकाएं बनाता है. साथ ही, हर दिन 200 अरब से ज्यादा रक्त कोशिकाओं का निर्माण करता है. हर वक्त शरीर में 2500 अरब रक्त कोशिकाएं मौजूद होती हैं. एक बूंद खून में 25 करोड़ कोशिकाएं होती हैं.
Amazing facts about human body in hindi
*लाखों किलोमीटर की यात्रा* इंसान का खून हर दिन शरीर में 1,92,000 किलोमीटर का सफर करता है. हमारे शरीर में औसतन 5.6 लीटर खून होता है जो हर 20 सेकेंड में एक बार पूरे शरीर में चक्कर काट लेता है. *धड़कन, धड़कन*Amazing facts about human body in hindi एक स्वस्थ इंसान का हृदय हर दिन 1,00,000 बार धड़कता है. साल भर में यह 3 करोड़ से ज्यादा बार धड़क चुका होता है. दिल का पम्पिंग प्रेशर इतना तेज होता है कि वह खून को 30 फुट ऊपर उछाल सकता है. *सारे कैमरे और दूरबीनें फेल* इंसान की आंख एक करोड़ रंगों में बारीक से बारीक अंतर पहचान सकती है. फिलहाल दुनिया में ऐसी कोई मशीन नहीं है जो इसका मुकाबला कर सके. *नाक में एंयर कंडीशनर* हमारी नाक में प्राकृतिक एयर कंडीशनर होता है. यह गर्म हवा को ठंडा और ठंडी हवा को गर्म कर फेफड़ों तक पहुंचाता है. *400 किमी प्रतिघंटा की रफ्तार* तंत्रिका तंत्र 400 किलोमीटर प्रतिघंटा की रफ्तार से शरीर के बाकी हिस्सों तक जरूरी निर्देश पहुंचाता है. इंसानी मस्तिष्क में 100 अरब से ज्यादा तंत्रिका कोशिकाएं होती हैं. *जबरदस्त मिश्रण* शरीर में 70 फीसदी पानी होता है. इसके अलावा बड़ी मात्रा में कार्बन, जिंक, कोबाल्ट, कैल्शियम, मैग्नीशियम, फॉस्फेट, निकिल और सिलिकॉन होता है. *बेजोड़ छीक* छीकते समय बाहर निकले वाली हवा की रफ्तार 166 से 300 किलोमीटर प्रतिघंटा हो सकती है. आंखें खोलकर छीक मारना नामुमकिन है.
Amazing facts about human body in hindi
*बैक्टीरिया का गोदाम* इंसान के वजन का 10 फीसदी हिस्सा, शरीर में मौजूद बैक्टीरिया की वजह से होता है. एक वर्ग इंच त्वचा में 3.2 करोड़ बैक्टीरिया होते हैं. *ईएनटी की विचित्र दुनिया* आंखें बचपन में ही पूरी तरह विकसित हो जाती हैं. बाद में उनमें कोई विकास नहीं होता. वहीं नाक और कान पूरी जिंदगी विकसित होते रहते हैं. कान लाखों आवाजों में अंतर पहचान सकते हैं. कान 1,000 से 50,000 हर्ट्ज के बीच की ध्वनि तरंगे सुनते हैं. *दांत संभाल के* इंसान के दांत चट्टान की तरह मजबूत होते हैं. लेकिन शरीर के दूसरे हिस्से अपनी मरम्मत खुद कर लेते हैं, वहीं दांत बीमार होने पर खुद को दुरुस्त नहीं कर पाते. *मुंह में नमी* इंसान के मुंह में हर दिन 1.7 लीटर लार बनती है. लार खाने को पचाने के साथ ही जीभ में मौजूद 10,000 से ज्यादा स्वाद ग्रंथियों को नम बनाए रखती है. *झपकती पलकें* वैज्ञानिकों को लगता है कि पलकें आंखों से पसीना बाहर निकालने और उनमें नमी बनाए रखने के लिए झपकती है. महिलाएं पुरुषों की तुलना में दोगुनी बार पलके झपकती हैं. *नाखून भी कमाल के* अंगूठे का नाखून सबसे धीमी रफ्तार से बढ़ता है. वहीं मध्यमा या मिडिल फिंगर का नाखून सबसे तेजी से बढ़ता है. *तेज रफ्तार दाढ़ी* पुरुषों में दाढ़ी के बाल सबसे तेजी से बढ़ते हैं. अगर कोई शख्स पूरी जिंदगी शेविंग न करे तो दाढ़ी 30 फुट लंबी हो सकती है. *खाने का अंबार* एक इंसान आम तौर पर जिंदगी के पांच साल खाना खाने में गुजार देता है. हम ताउम्र अपने वजन से 7,000 गुना ज्यादा भोजन खा चुके होते हैं. *बाल गिरने से परेशान* एक स्वस्थ इंसान के सिर से हर दिन 80 बाल झड़ते हैं.
Amazing facts about human body in hindi
*सपनों की दुनिया* इंसान दुनिया में आने से पहले ही यानी मां के गर्भ में ही सपने देखना शुरू कर देता है. बच्चे का विकास वसंत में तेजी से होता है. *नींद का महत्व* नींद के दौरान इंसान की ऊर्जा जलती है. दिमाग अहम सूचनाओं को स्टोर करता है. शरीर को आराम मिलता है और रिपेयरिंग का काम भी होता है. नींद के ही दौरान शारीरिक विकास के लिए जिम्मेदार हार्मोन्स निकलते हैं.🤓 *OUR BODY IS VERY PRECIOUS, PLEASE TAKE CARE OF YOURSELF*
ગુજરાતીમાં જાણીતી પંક્તિ છે.” સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય” કવિ અહીં મહેનત નો મહિમા વર્ણવે છે જે વ્યક્તિ મહેનત કરે છે તેને સફળતા હંમેશા પ્રાપ્ત થાય છે કેમકે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી. કઠોર પરિશ્રમ નો બીજો કોઈ વિકલ્પ જ નથી હોતો જેની પાસે પરિશ્રમ રૂપી પારસમણિ હોય છે તેને જ સફળતા રૂપી સોનુ પ્રાપ્ત થાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ પરિશ્રમનો મહિમા ગવાયો છે. ગીતા કહે છે કે મનુષ્ય અે શ્રમ યજ્ઞ કર્યા વગર કદી ખાવું જોઈએ નહીં પરિશ્રમ તો કરવો જ પડે છે. બાઈબલ પણ કહે છે કે મનુષ્ય એ મહેનત કર્યા વિના ખાવું ન જોઈએ. સદીઓથી પુરુષાર્થ નો મહિમા ગવાતો આવ્યો છે. આપણા પૌરાણિક ધર્મગ્રંથો શાસ્ત્રો વેદો પુરાણો માં પણ પરિશ્રમ ની વાત કરવામાં આવી છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શ્રમને પોતાના જીવનમાં ઉતાર્યો છે તેનું જીવન જ શ્રમ મય હતું.
ભારતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત રિલાયન્સ ના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણી એક સમયે ઘરે-ઘરે સાયકલ પર કાપડના તાકા વેચતા હતા તથા નિરમા કંપનીના માલિક કરસનભાઈ પટેલ પણ સાયકલ પર જઈને નાની કોથળી માં ડિટર્જન્ટ પાવડર વેચતા હતા પોતાની મહેનત અને ધગશથી તેમણે સફળતાના શિખરો સર કર્યા એવી જ રીતે આપણા ભૂતપુર્વ રાષ્ટ્રપતિ અને દેશના ટોચના વૈજ્ઞાનિક શ્રી એ.પી.જે.અબ્દુલ કલામ નાનપણમાં તેમના અભ્યાસમાં જ પૂરો કરવા ઘરે ઘરે છાપા નાખવાનું કામ કરતાં તેમણે પણ પોતાની મહેનતને શસ્ત્ર બનાવીને જીવનમાં ઉચ્ચ સ્થાન અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી
એટલે જ તો કહેવાય છે ને કે જે મહેનત કરે છે તેને નસીબ પણ સાથ આપે છે કેમકે “પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગળું છે”.
સંસ્કૃતમાં એક સુભાષિત છે: उद्यमेन हि सिध्यंति कार्याणि ना मनोर थै। नहीं सुप्तस्य सिंहस्य प्रविशंती मुखे मृगा:।।
જંગલના રાજા સિંહ ને પણ શિકાર કરવા જવું પડે છે તો પછી મારી અને તમારી શું વિસાત! યાદ રાખો : No Pain No Gain
મતલબ કે મહેનત વગર કઈ મેળવી શકાતું નથી.
પુરુષાર્થ એટલે પરિશ્રમ. વ્યક્તિ પોતે પામવા માટે જે કંઈ મહેનત કે પ્રયત્ન કરે છે તેને પુરુષાર્થ કહેવાય છે માનવીને પુરુષાર્થ વિના કશું જ મળતું નથી. પ્રારબ્ધમાં ગમે તે લખાયું હોય પરંતુ એને પામવાનો પ્રયત્ન તો માણસે પોતે જ કરવાનો હોય છે. વળી દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય પોતાના પુરુષાર્થ વડે જ નિર્માણ કરી શકે છે. પુરુષાર્થ કરનાર મનુષ્ય જ સુખ સંપત્તિ મેળવી શકે છે. સખત મહેનત કરનાર માટે નેપોલિયન એવું કહેલું છે “nothing is impossible in the world”
પરિશ્રમ નુ મહત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે.” Man is the architect of his own future” વ્યક્તિ પરિશ્રમ થકી જ મહાન બની શકે છે પરિશ્રમમાં અદભુત શક્તિ છે. પરિશ્રમ દ્વારા જ વ્યક્તિ જીવનના ઉચ્ચતમ શિખરો સર કરી શકે છે વ્યક્તિ પરિશ્રમ થકી જ મોટો બને છે સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા મેળવી શકે છે જેટલી પણ ભૌગોલિક અને વૈજ્ઞાનિક શોધખોળો થઈ છે અદ્યતન યંત્રનું નિર્માણ થયું છે અને સુખસગવડના સાધનો બન્યા છે આ બધું જ પરિશ્રમના બળથી જ શક્ય બન્યું છે.
“પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે” પરિશ્રમ તો એક અનન્ય શક્તિ છે માણસ ઊર્જા અને શક્તિ નો અક્ષય ભંડાર છે માનવી ધારે તે કરી શકે છે ઈતિહાસ સાક્ષી છે કે પુરુષાર્થના પ્રતાપે આજનો માનવી ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયો છે.માનવીએ આજે પ્રગતિના સોપાનો સર કર્યા છે ખરેખર “પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે”.
જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો મહેનત એકમાત્ર વિકલ્પ છે .એક શ્રમજીવી સાંજ પડે ને રોટલો ત્યારે જ મેળવી શકે છે જ્યારે તે આખો દિવસ કાળી મજૂરી કરે છે એક મધ્યમ વર્ગનો માણસ પોતાના બે છેડા ત્યારે ભેગા કરી શકે છે જ્યારે તે નોકરીમાં તનતોડ મહેનત કરે છે એવી જ રીતે પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા તેમજ સિદ્ધિના શિખર પર પહોંચવા વિદ્યાર્થીને કલાકો સુધી અભ્યાસ કરવો પડે છે શ્રમજીવી થી લઈને શ્રીમંત સુધી સમાજનો કોઈ પણ વર્ગ હોય મહેનત કર્યા વગર તેને કંઈ પ્રાપ્ત થતું નથી માત્ર પ્રારબ્ધ ના જોડે બેસી રહેલા ની સફળતા લાંબો સમય ટકતી નથી.
“શ્રમનું ગૌરવ” કેવળ વાતો કરવાથી શબ્દોથી કે ભાષણોથી ન વધે તેના માટે તો આચરણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. બાળકો શાળાજીવન દરમિયાન જ શ્રમ કરવાથી ટેવાય એ જરૂરી છે શ્રમ પ્રતિ ક્યારેય સૂગ ના રાખવી જોઈએ. શ્રમ માત્ર ભાષણમાં નહીં પરંતુ આ ચરણમાં હોવું જોઈએ મધર ટેરેસા, મહાત્મા ગાંધીજી, વિનોબા ભાવે, સરદાર પટેલ આ બધા મહાનુભવોએ આચરણ દ્વારા જ શ્રમ નું ગૌરવ વધાર્યું છે.
દુનિયાના તમામ માણસો પોત પોતાના ક્ષેત્રમાં કંઈ ને કંઈ કામ કરે છે ખેડૂત, મજૂર, શિક્ષક, ઉદ્યોગપતિ, અધ્યાપક, વૈજ્ઞાનિક તમામ લોકો પરિશ્રમ કરે છે આપણી પાસે એવી કોઈ જાદુઈ તાકાત નથી કે “ખૂલ જા સીમસીમ” કહેતા દરવાજા ખુલે અને જરૂરી વસ્તુ હાજર થઈ જાય.
શ્રમ અને પુરુષાર્થથી જ માનવી સુખ સંપત્તિ અને સત્તા ના શિખરો સર કરી શકે છે પુરુષાર્થના બળે જ માનવી ચંદ્ર અને મંગળ સુધી પહોંચી શકે છે વિશ્વની મહાન સિદ્ધિઓ પણ આવા પુરુષાર્થનું પરિણામ છે. જગતના મહાન નેતાઓ, ચિંતકો, વૈજ્ઞાનિકો પુરુષાર્થ થી જ અમર બન્યા છે.
આપણે હંમેશા શારીરિક અને માનસિક શ્રમ કરતા રહેવું જોઈએ નિષ્ફળતા આવે તો પણ પ્રયત્ન કાયમ રાખવો જોઈએ પ્રકૃતિના બધા તત્વો આપણને પરિશ્રમનું જ મહત્વ સમજાવે છે. સૂર્ય કોઈ દિવસ પોતાના કાર્યથી ચૂકતો નથી કે નદી કોઈ દિવસ વહેવાનું બંધ કરતી નથી. જીવન સાફલ્ય નું રહસ્ય પુરુષાર્થમાં જ રહેલું છે.
ભગવાને મનુષ્યને હાથ પગ, મગજ અને બુદ્ધિ આપ્યા છે. પરિશ્રમ કરવાના આ ઉપયોગી અવયવો પ્રત્યે ઉપેક્ષા રાખીને બેસી રહેનારને ભાગ્ય પણ મદદ નથી કરતું એટલે જ કહેવાયું છે કે બેઠેલાનું નસીબ બેસી રહે છે. ઊભેલાનું ઉભુ અને ચાલનાર નું નસીબ જ ચાલે છે.અરે! નસીબ પણ પુરુષાર્થની દાસી છે.
ભારત માટે આઝાદીની ચળવળ શરૂ કરનાર મહાત્મા ગાંધી આખું ભારત ગામડે ગામડે જઈને ફર્યા હતા અને તેને સમજ્યા હતા અને પછી તેમાં તેઓ સફળ થયા હતા એટલે જ તો કહેવાય છે ને કે” ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે”. આમ આપણા રાષ્ટ્રપિતા નું જીવન શ્રમના એક મહાકાવ્ય જેવું હતું. જાપાન અને જર્મની જેવા દેશોની પ્રજાએ શ્રમ વડે જ થોડા જ સમયમાં પોતાના દેશની અદભુત પ્રગતિ સાધી છે. ખરેખર શ્રમના સાધકો દ્વારા જ નૂતન ભારતનું નિર્માણ થઈ શકશે.
“પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે
ઘણા પ્રારબ્ધને જળ છાંટીને એમ જ જગાડે છે”.
આ નિબંધ માં ઉપયોગમાં લઈ શકાય એવી કેટલીક પંક્તિઓ:
“પુરુષાર્થ રેતીના કણને પર્વત અને બિંદુને નદી બનાવી શકે છે”
“કામ કરે એ જીતે રે મનવા કામ કરે જીતે”
“વિપત પડે ન વલખીએ વલખે વિપત ન જાય
વિપતે ઉદ્યમ કીજિયે ઉદ્યમ વિપતને ખાય”.
“Impossible is word found in the dictionary of cowords”
આ નિબંધની સાથે સાથે વિદ્યાર્થીમિત્રો 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ વંદન ના કાર્યક્રમમાં શાળામાં તમને ખૂબ જ ઉપયોગી થાય તેવી ખૂબ જ સુંદર સ્પીચ અહીં આપેલી છે. આ સ્પીચ જરૂરથી તૈયાર કરજો.નીચે આપેલી લિંક પર ક્લિક્ કરો.
ભારતીય પુરાણો ઉપનિષદો વેદો તેમ જ ભગવદ્ ગીતામાં પણ યોગ શબ્દનો ઉલ્લેખ થતો આવ્યો છે મહર્ષિ વ્યાસ અનુસાર યોગનો અર્થ સમાધિ છે. યોગ એટલે જોડવું સંયમપૂર્વક સાધના કરતા આત્માને પરમાત્મા સાથે યોગ કરીને એટલે કે જોડીને સમાધિનો આનંદ લેવો એ યોગ છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો શરીરનું મન સાથે જોડાણ એટલે યોગ. નિયમિત યોગ કરવા વાળા વ્યક્તિઓ માટે યોગ ખૂબ જ સારો અભ્યાસ છે. આ સ્વસ્થ જીવનશૈલી તેમજ હંમેશા માટે શ્રેષ્ઠ જીવન જીવમાં સહાયરૂપ બને છે .આપણે આપણા બાળકોને યોગના લાભ વિશે બતાવવું પણ જોઈએ તેમજ યોગનો નિયમિત અભ્યાસ પણ કરાવવો જોઈએ.
યોગ પર નિબંધ:
યોગ એક પ્રાચીન કળા છે જેની ઉત્પત્તિ ભારતમાં લગભગ છ હજાર વર્ષ પહેલા થઈ હતી. પહેલાના સમયમાં લોકો જીવનમાં યોગ તેમજ ધ્યાન જીવનભર સ્વસ્થ રહેવા તેમ જ તાકાતવાન રહેવા માટે કરતાં હતાં. તોપણ આ ભીડવાળા વ્યસ્ત વાતાવરણમાં યોગ કરવાનું કાર્ય દિન-પ્રતિદિન ઓછું થઈ રહ્યું છે. યોગ ખૂબ જ સુરક્ષિત ક્રિયા છે તેમજ કોઈપણ વ્યક્તિ દ્વારા અને કોઈપણ સમયે કરી શકાય છે ત્યાં સુધી કે નાના બાળકો પણ તેમનો લાભ લઈ શકે છે.
યોગથી આપણી સુષુપ્ત શક્તિનો વિકાસ થાય છે સુપ્ત તંતુ ફરી જાગે છે અને નવા તંતુઓ અને કોશિકાઓનું નિર્માણ થાય છે.યોગ આપણા સૂક્ષ્મ સ્નાયુતંત્રને ચુસ્ત રાખે છે. યોગ આપણને સંયમ અને માનસિક સંતુલન જાળવતા શીખવે છે.
યોગ એ ક્રિયા છે જેનાથી શરીરના વિવિધ ભાગોને એકસાથે લાવીને શરીર,મસ્તિષ્ક, આત્માને સંતુલિત કરી શકાય છે . પહેલાના સમયમાં યોગનો અભ્યાસ ધ્યાનની ક્રિયા સાથે પણ કરવામાં આવતો હતો.
યોગ પર નિબંધ:
ભગવદગીતામાં યુક્ત શબ્દનો પ્રયોગ થયો છે.” સમત્વં યોગ ઉચ્યતે”- જીવન વ્યવહારનું સંતુલન એટલે યોગ “યોગ: કર્મશુ કૌશલમ”| કર્મકુશળતા એટલે યોગ.આપણે જે કંઈ કાર્ય કરીએ તેમાં ચોક્કસપણું હોવું એટલે જ યોગ.
જ્યાં શરીર રહે ત્યાં મન પણ રહે તેનું નામ યોગ. કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ પ્રમુખ યોગ છે.એક સારા વિદ્યાર્થી, ગૃહસ્થી, એન્જિનિયર ,ડોક્ટર ,શિક્ષક, કલાકાર ત્યારે જ બની શકાય જ્યારે આપણું શરીર મન અને બુદ્ધિ સ્થિર હોય. યોગ શરીર અને મસ્તિષ્કને એક સાથે સંતુલિત કરીને પ્રકૃતિથી જોડાવાનું સૌથી સુરક્ષિત માધ્યમ છે.યોગ વ્યાયામનો પ્રકાર છે જેમાં શરીરના સંતુલન તેમ જ આહાર અને શ્વાસની સાથે જ શરીરની આકૃતિ ને પણ નિયંત્રિત કરવી આવશ્યક છે. યોગ શરીર તેમજ મસ્તિષ્કને ધ્યાનથી જોડે છે અને તેમના માધ્યમથી શરીરને આરામ મળે છે તે શરીર ઉપર નિયંત્રણ રાખવાની સાથે તણાવ અને મસ્તિષ્કને સારૂ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
યોગ કોઈના પણ દ્વારા ખાસ કરીને કિશોર તેમજ વયસ્કો દ્વારા જીવનમાં સક્રિયતા માટે દૈનિક આધાર પર વ્યાયામ રૂપમાં કરી શકાય છે. તે જીવન ના કઠીન સમય,શાળા, મિત્ર, પરિવાર તેમજ પડોશીઓ ના દબાવને ઓછો કરવામાં મદદ કરે છે. યોગના માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિને થવા વળી સમસ્યાઓ તેમજ તણાવને ગાયબ કરી શકાય છે. તે શરીર મસ્તિષ્ક તેમજ પ્રકૃતિની વચ્ચે આસાનીથી સંપર્ક સ્થાપી શકે છે.
તન અને મન બંનેની તંદુરસ્તી માટે યોગ આવશ્યક છે. થોડા યોગાસનો પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ નિયમિત કરવામાં આવે તો આપણું શરીર હમેશાં સ્વસ્થ રહે છે. આપણે કામ, ક્રોધ, મોહ જેવા દુર્ગુણો પર યોગ દ્વારા વિજય મેળવી શકીએ છીએ.
યોગ પર નિબંધ:
yoga essay in gujarati
યોગ બધાના જીવનમાં ખૂબજ મહત્વપૂર્ણ છે કેમકે તે શરીર અને મસ્તિષ્કની વચ્ચે સંતુલન બનાવવામાં મદદ કરે છે તે વ્યાયામનો એક પ્રકાર છે જેના નિયમિત અભ્યાસથી શારીરિક તેમજ માનસિક અનુશાસન શીખવામાં આપણને મદદરૂપ થાય છે. યોગ ની ઉત્પતિ ભારતની અંદર ઘણાં સમય પહેલાં થઈ હતી. પહેલાંના સમયમાં બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મ થી જોડાયેલા લોકો યોગ તેમજ ધ્યાનનો પ્રયોગ કરતાં હતા યોગના ઘણા પ્રકાર છે જેમકે રાજયોગ, જનયોગ,ભક્તિયોગ,કર્મયોગ,હસ્તયોગ. સામાન્યતઃ હસ્તયોગ અંતર્ગત ઘણા બધા આસનોનો અભ્યાસ ભારતમાં નિયમિત રીતે કરવામાં આવે છે. યોગથી થવાવાળા લાભો તેમજ ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે દરેક વર્ષે વિશ્વ સ્તર ઉપર એક આયોજન કરવામાં આવે છે તેમને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કહેવાય છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અથવા તો વિશ્વ યોગ દિવસની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં 21 જૂન પર ભારતની પહેલ તેમજ ભારતના સૂચન બાદ કરવામાં આવી હતી. યોગમાં પ્રાણાયામ તેમ જ કપાલભાતિ યોગક્રિયાઓ નો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે પ્રભાવી શ્વાસની ક્રિયાઓ છે તેમનો નિયમિત અભ્યાસ કરવાથી લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમજ ઉચ્ચ કે નીચ રક્તનું દબાણ જેવી બીમારીઓથી આરામ મળે છે.
દરેક ધર્મમાં યોગાસનની આ મુદ્રાઓ પોતપોતાની રીતે સ્વીકારાયેલી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પલાઠીવાળીને નીચે બેસીને જમવાની જે પ્રથા હતી તે પણ યોગાસન જ છે. તે અવસ્થાથી ભોજન પચવામાં સરળતા રહે છે શ્વાસોચ્છવાસને નિયમિત અને સંતુલિત રાખવા પ્રાણાયામ,પાચનક્રિયા માટે વજ્રાસન સુખાસન. અનુલોમ-વિલોમ જેવા આસન થી અસ્થમા જેવા શ્વાસના રોગોમાં પણ રાહત મળે છે. સૂર્યનમસ્કાર નિયમિત રીતે કરવાથી શરીરની ચરબી દૂર થાય છે ચામડીના રોગ નથી થતા અને શરીરમાં નવી તાજગી આવે છે.
યોગ એવો ઇલાજ છે જો તેનો પ્રતિદિન નિયમિત રૂપથી અભ્યાસ કરવામાં આવે તો ઘણી બીમારીઓથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે.તે આપણા આંતરિક શરીરમાં સકારાત્મક બદલાવ લાવે છે તેમજ શરીરના અંગોની પ્રક્રિયાને નિયમિત કરે છે.વિશેષ પ્રકારના યોગ વિભિન્ન ઉદ્દેશ્યથી કરવામાં આવે છે એટલે ફક્ત આવશ્યક તેમજ સલાહ લઈને જ યોગનો અભ્યાસ કરવો જોઈએ.
યોગ પર નિબંધ:
યોગ ની ઉત્પત્તિ પ્રાચીન સમયમાં યોગીઓ દ્વારા ભારતમાં થઈ હતી. યોગ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ થી થઈ છે. જેમના બે અર્થ છે એક અર્થ છે જોડવું તેમજ બીજો અર્થ છે અનુશાસન. યોગનો અભ્યાસ આપણને શરીર તેમજ મસ્તિષ્કના જોડાણ દ્વારા શરીર તેમજ મસ્તિષ્કના અનુશાસનને શીખવે છે યોગ આધ્યાત્મિક અભ્યાસ છે તે મન તો સંતુલિત કરે જ છે તેમની સાથે સાથે પ્રકૃતિની નજીક આવવા માટે ધ્યાન ના માધ્યમથી પણ કરવામાં આવે છે. યોગ પહેલાના સમયમાં હિંદુ-બૌદ્ધ તેમજ જૈન ધર્મના લોકો દ્વારા કરવામાં આવતો હતો યોગ-વ્યાયામનો એક અદભુત પ્રકાર છે જે શરીરને નિયંત્રિત કરી અને જીવનને બહેતર બનાવે છે.યોગ હંમેશા સ્વસ્થ જીવન જીવવાનું વિજ્ઞાન છે. યોગ દવા જેવો છે જે આપણા શરીરના અંગોને યોગ્ય રીતે કાર્ય કરવા નિયમિત રીતે કાર્ય કરવા તેમ જ વિભિન્ન બીમારીઓને ધીરે-ધીરે ઠીક કરવામાં મદદરૂપ થાય છે.યોગ
વાસ્તવમાં એક એવી ક્રિયા છે જે શરીરના અંગો ની ગતિવિધિઓ તેમજ આપણા શ્વાસોને નિયંત્રિત કરે છે.યોગ શરીર તેમજ મન બંનેને પ્રકૃતિની સાથે જોડીને આપણી આંતરિક તેમજ બાહ્ય શક્તિને વધારે છે.યોગ ફક્ત શારીરિક ક્રિયા નથી. યોગ એક મનુષ્યને માનસિક, ભાવનાત્મક ,તેમજ આત્મિક વિચારો પર નિયંત્રણ કરવા માટે પણ યોગ્ય બનાવે છે .
આજે આપણે દિવસના આઠથી દસ કલાક કોમ્પ્યુટર, મોબાઈલ જેવા ઉપકરણો વાપરીએ છીએ તો તેનાથી આંખોને થતાં નુકસાનથી બચવા પ્રાણાયામ અને સવાસન ખૂબ ફાયદાકારક છે.સર્વાંગાસનથી દમ, સ્થૂળતા, નબળાઈ અને થાક જેવા વિકારો દૂર થાય છે.પેટની ચરબી ઘટાડવા અને સ્નાયુઓ મજબૂત બનાવવા ભુજંગાસન, ધનુરાસન કે પશ્ચિમોત્તાનાસન ખૂબ જ ઉપયોગી છે.
યોગનો અભ્યાસ લોકો દ્વારા કોઈપણ ઉંમરમાં થઈ શકે છે જેમ કે બાળપણ, કિશોરાવસ્થા, વયસ્ક તેમજ વૃદ્ધાવસ્થા તેમના માટે નિયંત્રિત શ્વાસ સાથે સુરક્ષિત તેમ જ નિયંત્રિત શારીરિક ગતિવિધિઓની પણ આવશ્યકતા હોય છે.યોગ તેમજ તેના લાભોના વિષયમાં દુનિયાભરના લોકોને જાગૃત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે વિશ્વ યોગ દિવસ કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે.
યોગ પર નિબંધ:
ભારતમાં તો વૈદિકકાળથી યોગનું મહત્વ રહ્યું છે.આજે સમગ્ર વિશ્વ યોગના મહાત્મ્યને સ્વીકારે છે આજના દોડધામ વાળા અને તણાવયુક્ત જીવનમાં જ સારી રીતે સ્વસ્થતા અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવી હશે તો યોગથી શ્રેષ્ઠ કોઈ ઉપાય નથી યાદ શક્તિ અને બુદ્ધિમાં વધારો યોગથી થાય છે.સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે. હૃદય અને ફેફસાંને બળ મળે છે અને લોહી શુદ્ધ બને છે.યોગાસન માણસનો ચતુર્મુખી વિકાસ કરે છે.
યોગ પ્રાચીન સમયથી મનુષ્યને પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલ ખૂબ જ મહત્વપૂર્ણ તેમ જ અણમોલ ઉપહાર છે જે જીવનભર મનુષ્યને પ્રકૃતિની સાથે જોડીને રાખે છે તે શરીર તેમજ મસ્તિષ્કની વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરીને તે બંનેને સંયુક્ત કરવાનો ખૂબ જ સારો અભ્યાસ છે. વ્યક્તિને તમામ તબક્કા પર જેમ કે શારીરિક તેમજ ભૌતિક સ્તર પર નિયંત્રિત કરીને તેમને ઉચ્ચ સ્તરની સંવેદનશીલતા પ્રદાન કરે છે. સ્કુલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેમજ તેની એકાગ્રતામાં વધારો થઈ શકે તે માટે યોગ ના દૈનિક અભ્યાસ પર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે.યોગ લોકો દ્વારા કરવામાં આવતો વ્યવસ્થિત પ્રયાસ છે જે પુરા શરીરમાં ઉપસ્થિત બધા જ અલગ-અલગ પ્રાકૃતિક તત્વોના અસ્તિત્વ પર નિયંત્રણ કરીને વ્યક્તિત્વમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરે છે.
યોગ ના બધાજ આસનથી લાભ પ્રાપ્ત કરવા માટે તેના સુરક્ષિત તેમજ નિયમિત અભ્યાસની આવશ્યકતા છે. .યોગનો અભ્યાસ આંતરિક ઊર્જાને નિયંત્રિત કરીને તેમના દ્વારા શરીર તેમ જ મસ્તિષ્કમાં આત્મવિકાસ ના માધ્યમથી આત્મિક પ્રગતિ કરવાનો છે. યોગ દરમિયાન શ્વસન ક્રિયામાં ઓક્સિજન લેવો તેમજ છોડવો સૌથી મુખ્ય વસ્તુ છે. દૈનિક જીવનમાં યોગનો અભ્યાસ કરવો તે આપણને ઘણી બધી બીમારીઓથી તો બચાવે છે પરંતુ ઘણી ભયાનક બીમારીઓ જેમ કે કેન્સર, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડપ્રેશર, હૃદયરોગ, કિડનીનું ખરાબ થવું , લિવરનું ખરાબ થવું, ગળાની સમસ્યાઓ તેમજ બીજી ઘણી બધી માનસિક બીમારીઓથી પણ આપણો બચાવ કરે છે.
આજકાલ લોકોના જીવનને શ્રેષ્ઠ કરવા માટે યોગનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે. દૈનિક જીવનમાં યોગનો અભ્યાસ શરીરને આંતરિક તેમજ બાહ્ય તાકાત પ્રદાન કરે છે. યોગ શરીરની પ્રકૃતિ પ્રણાલીને મજબૂતી પ્રદાન કરવામાં મદદ કરે છે.આ રીતે તે વિભિન્ન અલગ-અલગ બીમારીઓથી આપણા શરીરનો બચાવ કરે છે. જો યોગ નિયમિત રૂપથી કરવામાં આવે તો તે દવાઓનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ થઈ શકે છે દરરોજ ખાવામાં આવતી ભારે દવાઓ તેમજ તેના દુષ્પ્રભાવને પણ ઓછો કરી નાખે છે. પ્રાણાયામ તેમજ કપાલભાતિ જેવા યોગ કરવા માટે શ્રેષ્ઠ સમય સવારનો છે કેમકે તે શરીર તેમ જ મનપર નિયંત્રણ કરે જ છે તે આપણને શ્રેષ્ઠ વાતાવરણ પણ પ્રદાન કરે છે.
યોગ પર નિબંધ:
કોઈપણ જાતની સમસ્યા વગર જીવનભર તંદુરસ્ત રહેવા માટે સૌથી સારો સુરક્ષિત, સરસ તેમ જ સ્વસ્થ વિચાર યોગ છે.તેમના માટે કેવળ શરીરના ક્રિયાક્લાપ તેમ જ શ્વાસ લેવાની સાચી રીતે નિયમિત અભ્યાસ કરવાની આવશ્યકતા છે. શરીરના બધા જ અંગો ના કાર્ય-કલાપ ને નિયમિત કરે છે તેમ જ ખરાબ પરિસ્થિતિઓ તેમ જ અસ્વાસ્થ્યકર જીવનશૈલીને કારણે શરીર તેમજ મસ્તિષ્કની પરેશાનીઓથી આપણો બચાવ કરે છે. યોગ સ્વાસ્થ્ય તેમજ આંતરિક શાંતિ ને બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. સારા સ્વાસ્થ્ય પ્રદાન દ્વારા તે આપણી ભૌતિક આવશ્યકતાઓને પૂરી કરે છે. જ્ઞાનના માધ્યમથી તે માનસિક આવશ્યકતાઓને પૂરી કરે છે અને આંતરિક શાંતિ ના માધ્યમથી તે આત્મિક આવશ્યકતાઓને પૂરી કરે છે. આ રીતે તે આપણને બધા જ સાથે સામંજસ્ય બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.
સવારના સમયમાં યોગનો નિયમિત અભ્યાસ કરવાથી આપણે અગણિત શારીરિક તેમજ માનસિક તત્વોથી થવાવાળી મુશ્કેલીઓને આપણે દૂર રાખવામાં સફળ થઈએ છીએ. તે આપણને બાહરી તેમજ આંતરિક રાહત પણ પ્રદાન કરે છે. યોગના વિવિધ આસન માનસિક તેમજ શારીરિક મજબૂતીની સાથે સારી ભાવનાઓનું પણ નિર્માણ કરે છે માનવ મસ્તિષ્કને તેજ કરે છે. ભૌતિક સ્તરમાં સુધારો લાવે છે.તેમ જ આપણી ભાવનાઓને સક્રિય રાખી અને ઉચ્ચ સ્તર પર એકાગ્રતામાં મદદરૂપ થાય છે.
યોગનો અભ્યાસ કોઈપણ વ્યક્તિ દ્વારા થઈ શકે છે. યોગ અનુશાસન તેમ જ શક્તિની ભાવના માં સુધારો લાવે છે તેમજ જીવનને કોઈપણ જાતની શારીરિક કે માનસિક સમસ્યાઓથી દૂર રાખીને સ્વસ્થ જીવન જીવવાનો અવસર પ્રદાન કરે છે. પૂરી દુનિયામાં યોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત સંઘની સામાન્ય બેઠકમાં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં બનાવવાની ઘોષણા કરવાનો પ્રસ્તાવ આપેલો હતો કે જેથી બધા જ યોગ વિશે અને તેમના પ્રયોગો વિશે લાભ લઇ શકે.યોગ ભારતની પ્રાચીન પરંપરા છે જેની ઉત્પત્તિ ભારતમાં થઇ હતી તેમજ યોગીઓ દ્વારા તંદુરસ્ત રહેવા માટે તેમજ ધ્યાન કરવા માટે યોગનો વર્ષોથી નિરંતર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.આ રીતે મનુષ્યના જીવનમાં યોગનાં અનેક લાભો જોઈને સંયુક્ત સંઘ ની સભા એ 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે વિશ્વ યોગ દિવસના રૂપમાં મનાવવાની ઘોષણા કરી દીધી છે.
આપણે યોગથી થવાવાળા લાભોની ગણના તો કરી જ ન શકીએ ,બસ આપણે તેને ફક્ત એક ચમત્કાર જ સમજવો રહ્યો, જે માનવ પ્રજાતિ ને ભગવાને ભેટરૂપે આપેલો છે. યોગ શારીરિક તંદુરસ્તી તો બનાવી રાખે છે પણ તેનાથી તણાવ પણ દૂર થાય છે, ભાવનાઓ નિયંત્રિત થાય છે, નકારાત્મક વિચારો નિયંત્રિત થાય છે, તેમજ ભલાઈની ભાવના, માનસિક શુદ્ધતા, આત્મ સમજ આ બધાને વિકસિત કરી અને યોગ આપણને પ્રકૃતિ સાથે જોડે છે.
વસંત ઋતુ એટલે પ્રકૃતિના યૌવનનો આરંભ. વસંત એટલે સૃષ્ટિના યૌવનની યશકલગી વિજયની વિજય પતાકા અને ચેતના નો ફુવારો વસંતનું ઐશ્વર્ય જ આપણને ઈશ્વરની કલા શક્તિનો પરિચય આપે છે. પાનખર પછીની ઋતુ એટલે સોળ શણગાર સજીને આવે, જાણે પૃથ્વીને પાંગરેલું યૌવન. વસંત ખીલે એટલે પશુ-પંખી પ્રકૃતિ અને સ્ત્રી-પુરુષો સૌ માં નવા પ્રાણ, નવી ચેતના અને સ્ફૂર્તિ નો પ્રાદુર્ભાવ થાય છે.વસંત ઋતુ એટલે સમગ્ર સૃષ્ટિમાં ચેતના અને પ્રસન્નતાનું પ્રાણતત્વ સંચારિત કરનાર સમય. દરેક ઋતુને તેના આગવા અને અનોખા રંગ રૂપ હોય છે તેમાં વસંતઋતુના સૌંદર્ય ની તો વાત જ કંઇક અલગ છે વસંત ઋતુના આગમનને વધાવતા કવિ દલપતરામ એ સાચું જ કહ્યું છે કે: “રૂડો જો આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો.”
gujarati essay
માગશર સુદ પાંચમથી ફાગણ સુદ પૂનમ સુધી મહેકની ઋતુ એટલે વસંત. વસંત ઋતુના એંધાણથી જ પ્રકૃતિ જાણે પ્રસન્ન થઈ ઊઠે છે. ચારે તરફ હરિયાળી વ્યાપી જાય છે અને હેમંતની ઠંડીથી ઠરી ગયેલા વૃક્ષો અને પશુ-પક્ષીઓ પણ વસંત ના આગમન થી ખીલી ઊઠે છે. પ્રકૃતિમાં જાણે નવું ચેતન પ્રસરી જાય છે.
સ્થળે સ્થળે વસંતનો સત્કાર થાય છે .માંડવા ઉપર વેલીઓ અને લતાઓ થનગની ઊઠે છે. ઠંડી નો માર સહીને નિષ્પ્રાણ બનેલા વૃક્ષોમાં નવચેતન ઉભરાય છે. ડાળીઓમાં નવા પ્રાણનો સંચાર થાય છે. કૂણી કૂંપળો ફૂટે છે અને પવન એ કૂંપળો ને નચાવે છે વૃક્ષો ઉપર મંજરીઓ ડોલી ઉઠે છે છોડવા ઉપર મદભર્યા પુષ્પો આનંદના હિલોળે ડોલી રહે છે, ભ્રમર તેમનું સૌંદર્ય તત્વ લૂંટવા આવે તો તેને પોતાના માં સમાવી લેવા કમળ અધીરા થઈ રહ્યા હોય છે. નાજુક કળીઓ યુવાનીના ઉંબરે ઉભેલી મુગ્ધ કન્યા જેવી ચંચળ લાગે છે ચોતરફથી મંદ મંદ વાયુ લહેરાય છે. સૃષ્ટિ પોતાની સમૃદ્ધિ સાથે આ પ્રાકૃતિક મેળામાં હાજર થાય છે.
gujarati essay vasant no vaibhav
વસંતનું આગમન પ્રકૃતિમાં નવચેતનાનો સંચાર કરે છે. શિશિરમાં છીનવાયેલા વનરાજી નો વૈભવ નવલા રુપ રંગ અને પરાગ લઈને વન ઉપવનમાં પાછો દૃષ્ટિગોચર થાય છે. ધરતીની વનશ્રી સોહામણો શૃંગાર ધારણ કરે છે. વસુંધરા અંગડાઈ લઈ બેઠી થાય છે એના અણુઅણુમાં ચેતના અને પ્રસન્નતા પ્રગટે છે. અંગેઅંગ જાણે નૃત્ય કરતું હોય એમ લાગે છે. વસંતના આવા તાજગીભર્યા આગમન સાથે પ્રકૃતિમાં જાણે આનંદની લહેર ફેલાઈ જાય છે.
સૃષ્ટિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. વસંતની પધરામણીને આમ્રકુંજ માં બેઠેલી કોયલ મધુર ટહુકા થી વધાવે છે. લાલઘૂમ કેસૂડો જાણે કુમકુમથી વસંતને સત્કારે છે. જૂઈ, મધુમાલતી અને મોગરા જેવા વિવિધ પુષ્પો થી વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય છે. આ ફૂલોની સૌરભ સાથે વહેતો વાયુ માદક હોય છે અને પ્રેમીઓને માટે તે દાહક બની રહે છે.વિવિધ રંગબેરંગી પુષ્પો ની માદક અને મનમોહક સોડમ દિમાગને તરબતર કરી દે છે. વસંતમાં સરોવરના કમળ પોતાના હૈયા ખોલે, તો રાજ હંસ તથા બતકો જેવા જળચરો પ્રસન્ન ચિત્તે જલવિહાર કરે છે. આમ સર્વત્ર વસંતનું સામ્રાજ્ય જ જોઈલો ને!!!
અનેરા વરસાદના વાતાવરણથી પ્રભાવિત થઈને જ ગઝલકાર મનોજ ખંડેરિયા એ લખ્યું છે કે:
“આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના”
સામાન્ય પ્રજા વસંત પ્રત્યે બેધ્યાન હોય છે ત્યારે કવિઓ અને યુવાન પ્રજા વસંત પ્રત્યે ખુબ સભાન હોય છે. વસંત કવિઓની પ્રિય ઋતુ છે. વસંતનું આગમન કવિ ચિત ને આંદોલિત કરી ને નવા કાવ્ય સર્જન કરવા પ્રેરે છે. આ ઋતુ નો વૈભવ જોઈને મુગ્ધ થતા ચિત્રકારો પણ અવનવા ચિત્રો દોરે છે. યુવાન નર-નારીઓને હચમચાવતી ઋતુ વસંત છે. માત્ર પ્રકૃતિ કે પશુ-પક્ષી નહીં માનવ ઉપર પણ વસંતનો અનેરો જાદુ થાય છે. વસંતનું માદક વાતાવરણ યુવાન હૈયાઓને હચ મચાવી મૂકે છે. નર-નારીઓ ઉલ્લાસભેર ફાગ ખેલે છે. વાયુ વનમાં અને જનમાં પ્રસરી રહે છે. જનપદો માં કે નગરોમાં સર્વત્ર જુદી-જુદી રીતે વસંતોત્સવ ઉજવાય છે.
પોતાની મનગમતી રીતે સૌ વસંતને વધાવે છે. વસંતવિલાસ નું આપણા એક અજ્ઞાત કવિ નું ફાગુકાવ્ય યુવાનોના વસંતોત્સવનો સુંદર પરિચય આપે છે. હોળી ધુળેટી જેવા ઉત્સવ વસંતના ચેતન અને પ્રેરણા નું પરિણામ છે. અંતરના ઉમંગની આનંદદાયક અભિવ્યક્તિ આથી વધુ સુંદર બીજી કઈ હોઈ શકે!!!
કવિ દેવે તો તેમની રચનામાં વસંતને કામદેવ રૂપી રાજાના બાળક કહ્યા છે જેની સાથે પ્રકૃતિ અનેક પ્રકારના ખેલે છે.
मदन महिप जू को बालक बसंत ताहि,
प्रातः ही जगावत गुलाब चटकारी दै।
વસંત એટલે કુદરતની લીલા! કુદરતમાં જ માણવા મળે શહેરની ગંદી ગીચ ગલીઓમાં વસંતની કલ્પના પણ ન આવે ત્યારે તો ફક્ત વસંત પંચમીની ઉજવણી દ્વારા વસંતની યાદ કરી શકાય એટલું જ. .કુદરતમાં વસંત એક મહિનો હાલે ત્યારે એમને એક જ દિવસમાં વસંત નો જન્મ, યૌવન અને મરણ કલ્પવાનું હોય.
વસંતમાં સૃષ્ટિ એ વાતો સુહાગના શણગાર સજે છે કે ખુદ સૃષ્ટિના સર્જનહાર ને પણ આ વસંત ના વૈભવ ને જોવા માણવા આવવાનું મન થઈ જાય છે વસંત એટલે ઉત્સાહ આનંદ અને ઉમંગ સૌ કોઈ મન ભરી નાચી ઊઠે ઝૂમી ઉઠે એટલે વસંત સૃષ્ટિમાં થતું પરિવર્તન યુવાનના તન અને મનને પણ ભીંજવે છે.વસંતના રંગ અને સુગંધ ની મસ્તી અનેરી હોય છે ગઝલકાર મનોજ ખંડેરિયા એ સાચું જ લખ્યું છે કે:
“મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના”
સઘળી ઋતુઓના રાજા વસંતનું પોતાનું ગૌરવ છે, દબદબો છે, પ્રભાવ છે અને કામણ પણ છે. પંચ ઇંદ્રિયો ને અસર કરતા કામણમાં રસનું સૌંદર્ય, રંગનું સૌંદર્ય, સુગંધનું સૌંદર્ય, સૂરનું સૌંદર્ય અને સ્પર્શનું પણ સૌંદર્ય સમાયેલું છે. એક વી ગાયું છે કે:
“રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો મુકામ તેણે વનમાં જમાવ્યો
તરુ વરોએ એ શણગાર કીધો જાણે વસંતે શિરપાવ દીધો”
આનંદ, ઉત્સાહ, ઉમંગ, ગીત-સંગીત ,રંગ, સુગંધ નાચગાન અને સૌંદર્યની જીવતી-જાગતી મૂર્તિ એટલે વસંત .વસંત ના સૌન્દર્ય ને મન ભરી ને માણવા માટે આપણે સૌએ ખુલ્લા ખેતરો, વૃક્ષો પાસે બાગ-બગીચામાં પ્રકૃતિ ઘાટમાં કે જંગલોમાં જવું જોઈએ આપણે જો ચાર દીવાલો વચ્ચે આવીને બેસી રહીએ અને આપણી દૈનિક ક્રિયાઓમાં પરોવાઈ જઈએ તો આપણને વસંત ની અનેરી શોભા નો ખ્યાલ ક્યારેય પણ ન આવી શકે.
માતૃપ્રેમ એટલે પૃથ્વી પરનું અમૃત.મનુષ્યને જન્મ આપતી માતાનુ ગૌરવ અનન્ય છે. દરેક ભાષામાં ઘણા કવિઓએ પૃથ્વી પરના અમૃત જેવા અજોડ માતૃપ્રેમનો મહિમા ઉપમાઓ થી વર્ણવ્યો છે.
માતા, માં, મમ્મી, અમ્મી,આઈ,અમ્મા આ બધા પર્યાય છે જનનીના માતા એક એવું સ્વરૂપ છે જે નિસ્વાર્થ ભાવે પોતાના સંતાન માટે બધું જ કરી છૂટે છે.
“જનનીની જોડ સખી નહી જડે રે લોલ” કવિ બોટાદકર ની આ પંક્તિ માતૃપ્રેમ ની મહત્તા સૂચવે છે માતાના પ્રેમને તોલે જગતનો કોઈ પ્રેમ આવી શકતો નથી માત્ર હૃદયની લાગણી આજના સંસ્કૃતિ પામેલા માણસ થી માંડીને શુદ્રો ગણાતા જંતુઓમાં પણ એટલી જ પ્રબળ હોય છે. માદા પક્ષી પોતાના બચ્ચાઓનું જીવની જેમ જતન કરે છે. સિંહણ વાઘ જેવા હિંસક પશુઓ પણ બચ્ચાં ના રક્ષણ માટે પોતાના પ્રાણ આપી દે છે. પ્રસૂતિની અસહ્ય પીડા હસતાં હસતાં સહન કરનારી માં જ છે. ગર્ભમાં બાળક રૂપી અંકુર ફૂટે છે ત્યારથી તે બાળકની સતત કાળજી રાખતી થઈ જાય છે.
બાળકના જન્મ પછી તો જાણે માતાની સમગ્ર દુનિયા જ બદલાઈ જાય છે. તેના કેન્દ્રસ્થાને બાળકની જરૂરિયાતો જ હોય છે બાળક પથારી ભીની કરે તો તેને ખોળામાં સુવડાવી પોતે ભીનામાં સૂઈ જાય છે. સંતાન જો માંદુ પડે તો દિવસ રાત ઉજાગરા કરીને પણ તેની ચાકરી કરી તેને માંદગીમાંથી ઊભું કરી દે છે. દુનિયાની કોઈપણ માં પોતાના સંતાન માટે ભૂખ વેઠવા તૈયાર થઈ જાય છે અને પોતાના બાળકને ભૂખ્યું સુવા દેતી નથી. વેઠ કરીને પણ તે પોતાના સંતાનનું પેટ ભરે છે બાળકની નાનામાં નાની જરૂરિયાતોનો પણ માતા ધ્યાન રાખે છે
એટલે તો એમ કહેવામાં આવ્યું છે કે” મા તે મા બીજા બધા વગડાના વા”.
gujarati essay mother
બાળકના જીવન ઘડતરમાં મા નો ફાળો સૌથી વધારે હોય છે કેમ કે પિતા તો નોકરી વ્યવસાય માટે આખો દિવસ ઘર બહાર જ રહેતા હોય છે માતાનો વધારે સમય બાળક સાથે પસાર થાય છે .બાળકને સવારે તૈયાર કરવું તેને મનગમતો નાસ્તો બનાવી આપવો, મનગમતું ભોજન તૈયાર કરી આપવું, શાળાએ જવા માટે તૈયાર કરવું, અભ્યાસમાં મદદ કરવી, બાળકને નવા નવા રમકડા લાવી આપવા તેની સાથે રમવું ફરવા લઈ જવું વગેરે બધાં કાર્યો માં જ કરે છે.
માં બાળકને હાલરડા સંભળાવે વાર્તા સંભળાવે ,ગીત ગવડાવે ,તેની સાથે વાર્તાલાપ કરે એનાથી બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન થાય છે બાળકમાં પ્રેમ, સત્ય, સહકાર,સહાનુભૂતિ અને સેવા એવા ગુણો વિકસે એ માટે માં બાળક સાથે શિવાજી, કૃષ્ણ, ગાંધીજી ,રામ ,સરદાર પટેલ આવા મહાપુરુષના જીવન ચરિત્ર વિશે વાતો કરે છે
સમાજ નું વાતાવરણ આપણો સંસ્કારદેહ ઘડે છે જ્યારે માતા આપણો પિંડદેહ અને ભાવના સૃષ્ટિ ઘડે છે. તે આપણને સંસ્કાર આપે છે અને આપણી અસહાય અવસ્થામાં જતન કરે છે બાળકની કાલી ઘેલી વાણીમાં માતાને દેવની ગેબી વાણીનો ભાસ થાય છે. બાળકના ગંદા અંગો વડે ખુંદાતા ખોળામાંથી તેને આનંદ પ્રાપ્ત થાય છે. બાળકના હેતુ વિનાના હાસ્યમાં એને સ્વર્ગનું સુખ નજરે ચડે છે. બાળકના હલનચલન માંથી અવનવા હાવભાવ તે ઊભા કરે છે.માં બાળક ના ગમા-અણગમાનો ખ્યાલ રાખે છે અને આજના ઈન્ટરનેટના યુગમાં તો કદાચ બાળક સાથે મિત્ર બની તેની સાથે upgrade થવાનું કામ પણ સૌ પ્રથમ તો માતા જ કરે છે બાળક નાનું હોય કે મોટું તેની દરેક અગવડ,સગવડ અને ફેશનનું ધ્યાન માતા દ્વારા રાખવામાં આવે છે.
નાનપણમાં માતાએ સંભળાવેલી વાર્તા ગીતો બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન કરે છે. બાળકમાં પ્રેમ, સંપ, સહકાર, સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકસે છે. શિવાજી, ગાંધીજી, લોકમાન્ય તિલક એવા મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો વિશેષ હતો.એટલે જ તો ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તેને સમજાયું કે તે દરેક વ્યક્તિ સાથે તો નહિ રહી શકે અને તેથી જ તેણે માતાનું સર્જન કર્યું. પોતાના સંતાન પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નિસ્વાર્થ પણે સર્વસ્વ લૂંટાવી દેનારી દરેક વ્યક્તિના જીવનમાં કોઈ વ્યક્તિ હોય તો તે છે માં. માતાના અંતરમાં એક જ અભિલાષા હોય છે કે મારું સંતાન સુખી થાય.
મનુષ્યના જીવન ઘડતરમાં બીજી અનેક વ્યક્તિઓનો ફાળો હોય છે. જીવનના ભૂતકાળમાં દ્રષ્ટિ ફેકતાં અનેક પ્રસંગો અને વ્યક્તિઓ જે આપણા જીવનના ઘડતરમાં નિમિત્ત બની હોય છે તે આપણી સામે આવે છે પરંતુ તે સૌમાં માતાનું સ્થાન અનેરૂ, અદભુત અને સર્વોચ્ચ છે. માતાની જાત જગતના માનવીઓથી તદ્દન અલગ જ છે એટલે તો શાસ્ત્રકારોએ કહ્યું છે .”જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી” અર્થાત્ સ્વર્ગ કરતાં પણ માતા અને માતૃભૂમિ મહાન છે.
મા વિનાના જીવનની કલ્પના કરવી જ અસહ્ય છે માતા વિનાનું બાળક એકલું અટૂલું છે માતા વિનાનું બાળક નિસહાય અને નિરાધાર લાગે છે. જેને મા નથી મળી તેને જીવનમાં કશું જ મળ્યું નથી. મા વિનાના બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અસહ્ય હોય છે. માના પ્રેમ માં વાત્સલ્ય, માનુ માધુર્ય, અને મમતા એ તો સંતાન જીવનની અણમોલ અને અદ્વિતીય મૂડી છે. બાળકના જીવનમાં ગેરહાજરી એટલે મમતા ની ખોટ વાત્સલ્ય ની ઉણપ અને જીવનનું બેસુરું સંગીત તેથી જ કવિ પ્રેમાનંદે કહ્યું છે કે “ગોળ વિના મોળો કંસાર તેમ માં વિના સુનો સંસાર”.
માતા નો સ્નેહ નિર્વ્યાજ અને નિસ્વાર્થ હોય છે બાળક તેના પ્રેમનો બદલો આપશે કે નહીં કેવો આપશે, બદલો લેવાનો સમય આવશે કે નહીં એવા કોઈપણ ખયાલો વગર તે બાળક ને ચાહે છે બાળકને જમાડવામાં તેને સ્વર્ગનો અનુભવ થાય છે. રાત અને દિવસ પોતાની જાતને અગવડમા રાખી બાળકને સુખને આરામ મળે તેને માટે તે સતત ઝંખના કરે છે. બાળકને જીવાડવા પોતાની જાતને હોમવામાં પણ તેને પોતાનો ધર્મ લાગે છે. કોઈનું મહેણું કે કટુ વચન ન સાંભળતી માતા પોતાના બાળકનો માર કે ઠપકો સાંભળવા માં ગૌરવ અનુભવે છે. વાત્સલ્યના અવર્ણનીય સુખ માટે તો પ્રસુતિની અપાર વેદના પણ તે હસ્તે મોં એ સહન કરે છે.
સંતાન કદરૂપુ હોય, ખોડખાંપણવાળું હોય, મંદબુદ્ધિનું હોય તોપણ માના પ્રેમમાં ઓટ આવતી નથી. દરેક સંતાન માતા માટે સમાન છે. જેને પોતાની માં ન હોય અને સાવકી માં ને પનારે પડ્યા હોય તેવા બાળકોને પૂછશો તો માતાનો પ્રેમ શું છે તેની કિંમત તેમના શબ્દોમાં સાંભળવા મળશે.મહા કવિ પ્રેમાનંદે એના એક આખ્યાન કુંવરબાઈનું મામેરુ એમાં કુંવરબાઈની માતા વીહાણી સ્થિતિનું કરેલું વર્ણન ગુજરાતી સાહિત્યનું મહામુલુ ધન ગણાય છે” ઘડો ફૂટે ને રઝડે ઠીકરી એવી માતા વિનાની દીકરી”.
પુખ્ત કે યુવાન વયમાં આવેલા બાળક માટે પણ માતા સતત ચિંતા રાખતી હોય છે. તેના આહારવિહારની તથા જરૂરિયાતોની કાળજી રાખતી હોય છે. તેને કોઇ વાતનું દુઃખ ન લાગે એ માટે માતા હંમેશા જાગૃત રહેતી હોય છે. આમ બાળકની વય વધવા છતાં માતા પોતાની ફરજ ચૂકતી નથી. મોટી ઉંમરે પણ માતા બાળક સાથે હંમેશા પોતાના સુખનો ત્યાગ કરતી હોય છે. પોતાના લીધે સંતાનને દુઃખ ન થાય તેની સાવચેતી રાખતી હોય છે.
આધેડ વયે પહોંચેલી માતા કન્યાવિદાયનું દુઃખ વેઠીને પોતાની દીકરી ને સુખની આશિષ સાથે વળાવે છે તો પુત્રને હોંશ થી પરણાવ્યા પછી પણ તેમનો સંસાર સુખી કરવાના હેતુથી તે પુત્ર-પુત્રવધુ ને જુદા રહેવા સંમતિ આપે છે. આમ પોતાના સંતાન પ્રત્યે માતાની નીસ્વાર્થવૃત્તિ પ્રગટ થતી જોવા મળે છે. મોટી ઉંમરે કદાચ સંતાનો માતા ની ઉપેક્ષા કરે ત્યારે પણ માતા તો સતત તેમની કાળજી લેતી હોય છે એટલે જ કહેવાયું છે ને કે” પુત્ર કદાચ કુપુત્ર થાય પણ માતા કદી કુમાતા નથી બનતી.”
gujarati essay mother
અનાસક્તિયોગ ની જે વાત ભગવદગીતા એ ઉચ્ચારી છે અને જગતના મહાપુરુષોએ નિષ્કામ કર્મયોગનાં નામથી જે ભાવનાને નવાજી છે તે ભાવના માતાના જીવનમાં મૂળ રૂપે રહેલી હોય છે. બાળકના જન્મ અને ઉછેર મા ક્યારેય પોતાના સ્વાર્થનું આરોપણ કરતી નથી ઉલટું ક્યારેક અસહાય લુલા, લંગડા, આંધળા ને ગાંડા બાળક ઉપર માતાનું વાત્સલ્ય સૌથી વધારે હોય છે.” એક માતા સો શિક્ષકની ગરજ સારે”. જીવનઘડતરમાં માતાનું સ્થાન આ લોકોક્તિ દ્વારા સમજાય છે. રામ ના ઘડતરમાં કૌશલ્યા અને શિવાજી ના ઘડતરમાં જીજાબાઇ નો ફાળો કોઈથી અજાણ નથી. અભિમન્યુ માતાના ઉદરમાં જ ચક્રવ્યૂહની વિદ્યા ભણ્યો હતો.
“મા એ એકાક્ષરી મંત્ર છે કે સંસારની સ્વસ્થતા નું સરનામું છે મનુષ્ય જીવનનું ગંગાજળ છે.”
ઘરમાં મા ન હોય તો બાળકને ઘરમાં રહેવું ગમતું નથી પિતાનું અવસાન થાય તો ચલાવી લેવાય પણ માતાની ખોટ ક્યારેય પૂરી ન કરી શકાય પિતા બાળકને માની જેમ પ્રેમ આપીને તેનું ઘડતર કરી શકતો નથી તેથી જ કહેવાય છે કે” ઘોડે ચડ નાર બાપ મરજો પણ દળણા દળ નાર માં ન મરજો”. માં કષ્ટો સહન કરીને પેટે પાટા બાંધીને પુત્રનું જતન કરે છે પણ જો ઘડપણમાં પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન મદદને બદલે કુ વચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કેવો કે પથ્થર? છતાંય માતા તરફથી પુત્ર માટે કોઇ ફરિયાદ રહેતી નથી માતા મહાન છે, તેનો પ્રેમ મહાન છે.માતા બાળકના જીવન ઘડતર માટે સર્વસ્વ ગુમાવી દેતી હોય છે. માના પ્રેમનું મૂલ્ય કેવી રીતે આંકી શકાય માનો પ્રેમ તો અસ્ખલિત વહેતાં ઝરણાં જેવો છે. માતાનું ઋણ તો ક્યારેય કોઈ ભરપાઈ કરી શકે એમ નથી માટે જ એક કવિએ કહ્યું છે કે “અર્પી દઉં સો જનમ એવડું મા તું જ લેણું.”
બાળકના સંસ્કાર ઘડતરમાં પણ માતાનો વિશેષ ફાળો હોય છે તેના વધુ સંપર્કમાં રહેતા બાળકમાં માતા જે સંસ્કારની છાપ પાડે છે તે અમીટ હોય છે એટલે તો કહેવાયું છે કે” જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે”
જીવનના સર્વ ગુણોમાં માતૃઋણ નું સ્થાન સૌથી વધારે છે તેનાથી મુક્ત થવું અશક્ય છે તેનો બદલો આપી શકાતો નથી મનુષ્ય ઋણ માટે તો માતાને તીર્થ માની તેની પૂજા જ કરવી રહી માતાની સેવામાં જ પોતાની જાતને અડીખમ રાખવી તે માત્ર ઋણ ચૂકવવાનો અલ્પ પ્રયત્ન જ ગણાય. એટલે જ તો સાચું કહેવાયું છે કે” જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી અર્થાત જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.