Category: અર્થશાસ્ત્ર

  • પાઠ–7 વસ્તી

    પાઠ–7 વસ્તી

    પ્રસ્તાવના (Introduction)

    વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી સાત અબજને પાર કરી ગઈ છે. જ્યારે ભારતની વસ્તી સવા અબજ ને પહોંચવા આવી છે ત્યારે વધતી વસ્તી વિશે ચર્ચા કરવી અનિવાર્ય બની જાય છે.

    કારણ કે વધતી વસ્તી અને તેની આવશ્યક જરૂરિયાતની પૂર્તિ દરેક સરકાર માટે પાયાની બાબત છે. આ માટે દરેક દેશમાં કુદરતી સંસાધનો ખૂબ જ મહત્વ ધરાવે છે.

    કારણ કે કુદરતી સંસાધનો ની મદદથી આર્થિક વિકાસ શક્ય બને છે. અહીં વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે બાબતો મહત્ત્વની છે : (1) વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ  ઝડપથી થશે જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે (2) ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહિ જે કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ નીવડશે.

    આમ, દેશના અર્થતંત્રમાં વસ્તી નો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે. કારણ કે મોટા ભાગની સમસ્યાઓના મૂળમાં વસ્તી-વધારો જવાબદારી જોવા મળે છે.

    વસ્તી-વિસ્ફોટ નો અર્થ 

    • ભારતમાં મૃત્યુ-દર ઝડપથી ઘટવાની  સામે જન્મદર ઝડપથી ને ધટવાથી ચોખ્ખો વસ્તીવધારો ઊંચા દરે થયો જેને  વસ્તી-વિસ્ફોટ કહેવામાં આવે છે.
    • વિશ્વની અનેકવિધ  સમસ્યાઓ પૈકીની એક મોટી અને મહત્ત્વની સમસ્યા જ વસ્તીવધારાની છે.
    • વિશ્વની વસ્તીમાં વર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે તેટલો વધારો અગાઉ ક્યારેય થયો નથી તેમાં ભારત પણ અપવાદ નથી.
    • ભારતમાં 1931 થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત  વધારો થઈ રહ્યો છે.
    • 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી તે 2011ના વર્ષ માં વધીને 121. 02 કરોડ થઈ એટલે કે 60 વર્ષમાં 84. 92 કરોડનો વધારો થયો  તેમજ ભારતમાં સરેરાશ વસ્તીવૃદ્ધિ નો દર 2.5 ટકાની આસપાસ રહ્યો છે.

    આમ, વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિ ના ઉંચા  દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી જે ઝડપી વધારો થયો જેને “વસ્તી વિસ્ફોટ” તરીકે ઓળખવામાં આવે છે.

    ભારતમાં વસ્તીના વલણો (Profiles of Indian Population)

    વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિદર, જન્મ-દર, મૃત્યુ-દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી  સ્ત્રી-પુરુષ પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું.

    ભારતમાં સૌપ્રથમ વસ્તી-ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી તાતાએ કરી. ત્યાર બાદ ભારતમાં  વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891 માં થઈ હતી.ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું.

    ભારતમાં વસ્તી નું કદ અને વૃદ્ધિ-દર (Size of Indian Population and growth rate)

    વસ્તી નું કદ એટલે જુદાં-જુદાં વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદકહે છે. વસ્તી માં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ-દર કહે છે. 

    વિશ્લેષણ અથવા તારણો ;

    (1) 1901 થી 1921 સુધીની સમયગાળા દરમિયાન વસ્તી માં થયેલો વધારો ધીમો હતો.

    1901 થી 1911ના દશક  દરમિયાન કુલ વસ્તી માં 5.7 ટકાનો વધારો થયો હતો, જ્યારે 1911 થી 1921 ના દશકમાં વસ્તીમાં -0.03 ટકાનો  ઘટાડો થયો હતો.

    વસ્તીમાં થયેલ ઘટાડાનું મુખ્ય કારણ મૃત્યુ-દરમાં થયેલ વધારો હતો.અનેકવાર પડતા દુષ્કાળ   વિવિધ રોગ (કોલેરા, પ્લેગ, ક્ષય, મેલેરિયા અને ઇન્ફ્લું એનજા)ના ઉંચા  પ્રમાણને કારણે મરણ-દર ઊંચા રહેવા પામ્યો હતો.

    (2) 1921 ના વર્ષને બાદ કરતા પછીના દરેક વર્ષોમાં ભારતમાં વસ્તી વૃદ્ધિ નો દર ઊંચો રહેવા પામ્યો હતો. આથી વસ્તીવધારાની દૃષ્ટિએ 1921 ના વર્ષને ‘મહાન વિભાજક વર્ષ’ તરીકે ઓળખવામાં આવે છે, 1921 પછીના દરેક દશકમાં વસ્તીવૃદ્ધિ-દરનો દર ઊંચો જોવા મળે છે.

    (3) 1951માં ભારતમાં આયોજન આરંભ થયો. આયોજન કાળ દરમિયાન એટલે કે 1951માં દેશની વસ્તી 36. 1 કરોડની હતી તે પાંચ દશકમાં એટલેકે 2001માં 102.7 કરોડ થઈ, એટલે કે વસ્તીમાં 66.6 કરોડનો વધારો નોંધાયો.

    (4) પ્રવર્તમાન સમયમાં ભારતમાં વાર્ષિક વસ્તીવધારો લગભગ 170 લાખ જેટલો છે.

    (5) વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે. જયારે ભારત બીજા ક્રમે આવે છે. 1911માં ભારતની વસ્તી 25.2 કરોડ હતી તે વધીને એક સૈકાનાં અંતે એટલે કે 2011માં 121.02 કરોડની થઈ.

    2011ની વસ્તી ગણતરી અહેવાલ મુજબ 2011થી 2025ના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી 139.98 કરોડ થવાનો અંદાજ છે.

    ભારતમાં સ્ત્રી અને પુરુષ ની વસ્તી:

    ભારતની કુલ વસ્તીમાં જુદાં-જુદાં વર્ષો દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા કેટલી છે તે સ્ત્રી-પુરુષના  પ્રમાણ દ્વારા જાણી શકાય છે.

    ભારતમાં સ્ત્રી પુરુષ ની વસ્તીની  વહેંચણીના વિશ્લેષણ અને તારણો :

    (1) 1951થી 2011ના સમયગાળા દરમિયાન પુરુષની કુલ વસ્તી અને સ્ત્રીની કુલ વસ્તીમાં સતત વધારો થયો છે જે ઊંચા વસ્તી વૃદ્ધિ-દર નું પરિણામ છે.

    (2) ટકાવારીની રીતે જોઈએ તો 1951માં કુલ વસ્તી માં પુરુષ ની વસ્તી 51.37% હતી તે 2011માં 51.54 ટકા થઈ છે એટલે કે 0. 17 તફાવત નો વધારો સૂચવે છે. જે સ્ત્રીની વસ્તી કરતા પુરુષની વસ્તી વધુ હોવાનો નિર્દેશ કરે છે.

    (3) ટકાવારી ની રીતે 1951માં કુલ વસ્તીમાં સ્ત્રીની વસ્તી 48.63% હતી તે 2011માં ધટીને 48.46% થઈ છે એટલે કે -0.17 તફાવતનો ઘટાડો નોંધાયો છે જે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યાનો નિર્દેશ કરે છે. જે અવારનવાર સમય માટે એક પડકાર ગણાવી શકાય.

    ભારતમાં જાતિ-પ્રમાણ (દર 1000 પુરુષોએ સ્ત્રીની સંખ્યા):

    • દેશની વસ્તીમાં પ્રતિદરે 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી-પુરુષનું પ્રમાણ અથવા લિંગ-પ્રમાણ અથવા જાતિ-પ્રમાણ (Sex Ratio) તરીકે ઓળખવામાં આવે છે.
    • વસ્તીના અભ્યાસમાં જાતિ નું પ્રમાણ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. દર 1000 પુરષોએ ધટતી જતી સ્ત્રીઓની સંખ્યા દેશમાં કેટલીક વિષમતા સર્જે  છે.
    • સ્ત્રી-પુરુષ પ્રમાણ વચ્ચે વધારે વિષમતા હોય તો લગ્ન, કુટુંબ, પ્રજનન, અર્થવ્યવસ્થા વગેરેમાં અનેક પ્રશ્નો ઉભા થાય છે. 
    • ભારતમાં એકમાત્ર કેરળને બાદ કરતા અન્ય વિસ્તારોમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી. કેરળમાં 2011માં દર હજાર  પુરૂષોએ સ્ત્રીઓની સંખ્યા 1084 હતી.
    • સ્ત્રી-પુરુષના પ્રમાણ-વિષમતા માટે કેટલાક સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કારણો જવાબદાર હોવાનું જણાય છે.
    • ભારતીય સમાજમાં પ્રાચીન સમયથી સ્ત્રીઓનું સ્થાન  નીચું રહ્યું છે. દીકરીઓને પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ. સંભાળ વગેરે માં પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હતું. તેમજ દહેજપ્રથાને કારણે પણ દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. 
    • આ ઉપરાંત કન્યાઓની નાની વયે લગ્ન, વધારે પડતી પ્રસૂતિઓ તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે, તેના કારણે કન્યાઓનો બાળ-મરણ અને પુખ્ત વયની સ્ત્રીઓનો મરણ-દર ઊંચો રહે છે.

    જેના કારણે ભારતીય સમાજમાં કુલ વસ્તીમાં પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ ઓછું રહે છે.

    વિશ્લેષણ અને તારણો :

    (1) 1901 થી 1991 દરમિયાન ભારતમાં દર 1000 પુરુષોએ  સ્ત્રીઓની સંખ્યા ઘટતી જતી જોવા મળે છે. પરંતુ 2001 અને 2011 ના વર્ષ દરમિયાન દર 1000 પુરુષોએ  સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો જોવા મળે છે. જે દેશમાં ચાલી રહેલા ‘બેટી બચાવો’ અભિયાન તેમજ દીકરી-જન્મ ને મળતા પ્રોત્સાહન ને આભારી છે.

    (2) ગુજરાતની વાત કરીએ તો 1901થી 2011ના સમય દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જતી જોવા મળે છે.

     પુત્ર પ્રાપ્તિ ની ઘેલછાને કારણે આધુનિક યુગમાં તબીબી સાધનો સ્ત્રી ભૃણ હત્યા માં સહાયક બન્યા છે.

    આ પરિસ્થિતિને અટકાવવા માટે સરકારે કાયદાકીય પ્રતિબંધ જરૂર બનાવ્યા છે.પરંતુ આ કાયદાઓનો અમલ મોટા ભાગે કાગળ પર જ રહી જાય છે. પંજાબ, હરિયાણા અને ગુજરાત  જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યમાં સ્ત્રી-પુરુષ પ્રમાણની અસમતુલા વધુ જોવા મળે છે.

    વયજૂથ પ્રમાણે ભારતની વસ્તી :

    • ભારતની વસ્તીમાં વયજૂથ અનુસાર વહેચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વય-જૂથોમાં વિભાજન, દા.ત., 0 થી 14 વર્ષની વયની વ્યક્તિઓનું કુલ વસ્તીમાં પ્રમાણે (ટકાવારી). વય-જૂથલક્ષી વિભાજન દ્વારા કામ કરતી વસ્તી અને કામ નહિ કરતી વસ્તી વગેરેનો ખ્યાલ આવે છે.

    વિશ્લેષણ અને તારણો :

    વય અનુસાર વસ્તીની વહેંચણીને મૃત્યુદર અને પ્રજનન-ક્ષમતામાં આવતા ફેરફારો અસર કરે છે. 

    (1) ઈ.સ, 2005માં 0-14 વર્ષની વયના લોકો નું પ્રમાણ 32.78 % હતું તે 2014માં ઘટીને 29.21%થયું છે, જે જન્મ-દરમાં ઘટાડો દર્શાવે છે. 

    (2) ઈ.સ. 2005માં 15-64 સુધીના વય-જૂથની વાત કરીએ તો આ વય-જૂથમાં 62.44 % જેટલી  વસ્તી હતી તે વધીને 2014માં 65.30 % થઈ છે. આ વય જૂથમાં મોટા ભાગની વસ્તી કામ કરતી વસ્તી છે. કામ કરતી વસ્તી માં થતો વધારો દેશના વિકાસ માટે સારી બાબત ગણી શકાય.

    ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી :

    ભારતની કુલ વસ્તીમાં કેટલા લોકો, ગ્રામીણ વિસ્તારમાં અને કેટલા લોકો શહેરી વિસ્તારમાં રહે છે તેની માહિતી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ દ્વારા જાણવા મળે છે.

    વિશ્લેષણ અને તારણો : 

    (1) ભારતમાં તાજેતરના વર્ષો માં  કુલ વસ્તીમાં શહેરી વસ્તીનું  પ્રમાણ ઉતરોતર વધી રહ્યું છે જેના કારણે કેટલીક સમસ્યાઓ પણ સર્જાય છે. 

    દા.ત., શહેરોમાં ઝુંપડપટ્ટીમાં વધારો થતા ગંદકીની સમસ્યા ઉભી થાય છે. અપૂરતી આંતરમાળખાકીય સગવડોને કારણે વ્યવસ્થાતંત્ર વીજળી, વાહનવ્યવહાર, પાણી જેવી પાયાની સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે.

    કચરાના નિકાલની વ્યવસ્થા ન થતા પ્રદૂષણનો પ્રશ્ન  ઊભા થાય છે. ઉપરાંત ગુનાખોરી, લૂંટફાટ જેવા સામાજિક દૂષણ નું પણ સર્જન થાય છે.

    (2) 1901 માં ગ્રામીણ વસ્તી 21.2 કરોડ (89.1 %) હતી તે 2011 માં 83.02 કરોડ (68.0 %) થઈ. ટકાવારી ની રીતે  ઘટાડો નોંધાયો છે.

    જેનું કારણ ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકોનો અભાવ તેમજ પ્રચ્છન બેકારી અને અર્ધ બેકારી બહુ મોટા પ્રમાણમાં ગામડામાં જોવા મળે છે. 

    (3) 1901 માં શહેરી વસ્તી 2.6 કરોડ (10.9 %) હતી તે 2011માં 38.0 કરોડ (32.0 %) થઈ. એટલે કે દરેક દસકા દરમિયાન શહેરી વસ્તીમાં ટકાવારીની રીતે વધારો નોંધાયો છે.

    જેનું કારણ શહેરોમાં અનેકવિધ ભૌતિક સગવડો, જેમ કે વીજળી, શાળા-કોલેજો, સિનેમાધર, સારા રસ્તા, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહારનાં, પૂરતાં સાધનો, સાંસ્કૃતિક અને મનોરંજન પ્રવૃત્તિઓ, તબીબી સારવારની સવલતો પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

    વસ્તી વધારાના કારણો (Causes of Population Increase):

    વસ્તી વધારાને અસર કરતા બે પરિબળો છે. જન્મ-દર અને મૃત્યુ-દર. જન્મ-દર અને મૃત્યુદરમાં સર્જાતો તફાવત વસ્તી વધારાનું કારણ બને છે.

    જન્મ-દર નો અર્થ : 

    • વર્ષ દરમિયાન દર હજારની  માનવવસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને  જન્મ-દર કહે છે.
    • જન્મ-દર=   વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા/કુલ વસ્તી × 1000 
    • જન્મ-દરને ટકાવારીમાં દર્શાવાતો નથી પરંતુ પ્રત્યેક 1000ની વસ્તી દીઠ ગણવામાં આવે છે.
    • વસ્તીમાં કેટલો વધારો થાય છે તે જન્મ-દરના આધારે ખ્યાલ આવે છે. વસ્તીનીતિ નક્કી કરવામાં જન્મ-દરના આંકડા ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે.

    વિશ્લેષણ અને તારણો

    (1) ભારતમાં 1951માં જન્મદર નું પ્રમાણ 39,9 હતું તે 2011માં ઘટીને 21.8 થયું છે જે ધીમા દરે જન્મ-દરમાં ઘટાડો દર્શાવે છે. જેનાં મુખ્ય કારણોમાં શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્રપ્રાપ્તિની. ઘેલછા, આવક નીચી સપાટી વગેરે ગણાવી શકાય.

    મૃત્યુ-દર નો અર્થ : 

    વર્ષ દરમિયાન દર હજારની માનવવસ્તીએ  મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુ-દર કહે છે.

    મૃત્યુ-દર= એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા /કુલ વસ્તી ×1000

    વસ્તી માં કેટલો ઘટાડો થાય છે તે મૃત્યુ-દરના આધારે ખ્યાલ આવે છે. વસ્તીમાં વર્ષ દરમિયાન થયેલા કુલ મરણ ને અમુક માપમા રજૂ કરવાથી વસ્તીમાં થતો ધટાડો ચોક્કસ સ્વરૂપે સમજી શકાય છે.

    વિશ્લેષણ અને તારણો:

    (1) ભારતમાં 1951માં મૃત્યુ દરનું પ્રમાણ 27.4હતું તે 2011માં ઘટીને 7.1 થયું છે. આમ જન્મદરની તુલનાએ મૃત્યુ દરમા વધુ ઘટાડો નોંધાયો છે.

    જેનાં મુખ્ય કારણો, દુષ્કાળ પર નિયંત્રણ, જીવનધોરણમાં સુધારો પૌષ્ટિક આહાર, તબીબી સારવારમાં સુધારો, શિક્ષણનો વધતો જતો વ્યાપ, તબીબી વિજ્ઞાન અને શસ્ત્ર ક્રિયાના  ક્ષેત્રે થયેલા નોંધપાત્ર સંશોધનો, ચેપી રોગ પરના નિયંત્રણ વગેરે ગણાવી શકાય.

    ઉંચા જન્મદર માટેના કારણો:

    ભારતમાં ઉચા જન્મદર માટેના કારણોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય:સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો.

    સામાજિક પરીબળો:

    (1) સાર્વત્રિક લગ્નપ્રથા : ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે. લગ્ન  ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની દૃષ્ટિએ જુએ છે, તેમાંથી બચવા માટે દરેક સ્ત્રી-પુરુષ લગ્નગ્રંથિથી જોડાય છે.

    દિવ્યાંગ પણ અપવાદ નથી. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે, આમ,સાર્વત્રિક લગ્નપ્રથાથી જન્મ-દર ઊંચો જાય છે.

    (2) નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન :

    • દેશમાં બાળલગ્ન અટકાવતો કાયદો હોવા છતા ઘણા  વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન થાય છે. તેમાંય ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે લગ્ન કરતી હોવાથી તેમનો પ્રજનન કાળ ખૂબ જ લાંબો રહે છે. જેથી બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધી  જાય છે.
    • દેશમાં વિધવા પુનઃલગ્નને કાયદા દ્વારા અમલી બનાવાયો  હોવાથી તેને વ્યાપક ટેકો મળેલો છે, જેથી વિધવા પુનઃલગ્ન સામાન્ય થતા જાય છે, જેના કારણે પણ જન્મ-દર પણ જન્મ દર ઉંચો  જોવા મળે છે.

    (3) પુત્રપ્રાપ્તિની ઘેલછા : 

    ભારતીય સમાજ પુરુષપ્રધાન છે. એક પુત્રી ક૨તા પુત્રને ત્રણ કારણોથી  વધારે મહત્વ આપવામાં આવે છે.

    (1) પુ-નામના નર્કમાંથી  તારે તે પુત્ર-કહેવત, (2) વંશવેલાને આગળ વધારવા માટે (3) ધડપણ માં આર્થિક સહારો ઉભો કરવા માટે.

    ઉપર્યુક્ત ત્રણ  કારણોસર કેટલાક કુટુંબો પુત્રની ઘેલછામાં પણ પુત્રીઓને  જન્મ આપે છે. જેથી કુટુંબના કદમાં વધારો થાય છે.

    (4)  સંયુક્ત કુટુંબપ્રથા:

    ભારતના ગ્રામીણ વિસ્તારમા સંયુક્ત કુટુંબપ્રથા વ્યાપક પપ્રમાણમાં  છે. પરિણામે અહી બાળ ઉછેરની આર્થિક  જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેચાઈ જવાથી બાળક બોજારૂપ બનતું  નથી પરિણામે જન્મ દર ઉંચો જાય છે.

    આર્થિક પરિબળો :

    (1) શિક્ષણનું નીચું પ્રમાણ :

    • શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત જટિલ છે. આ બાબત સ્ત્રી શિક્ષણ ને  ખાસ લાગુ પડે છે. અપર્યાપ્ત શિક્ષણ ના કારણે નાના કુટુંબની અગત્ય જલદી સમજી શકાતી નથી.
    • પરિણામે કદ મોટું રહેવાનું વલણ જણાય છે. ઉપરાંત સ્ત્રીઓમાં શિક્ષણનાં સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો સંબંધ દુનિયાભરમાં જોવા મળ્યો છે. 

    નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ આછા બાળકોને જન્મ આપતી માલૂમ પડે છે.  દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મ-દર ઉંચો રહેવા પામે છે.

    (2) આવકની  નીચી સપાટી :

    કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના  બાળકનું આગમન જવાબદારી નહિ, પરંતુ અસ્કામત ગણાય છે. ‘ઝાઝા હાથ રળિયામણા’ એ ન્યાયે બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી  આશા સેવાય છે.

    અત્યારે પણ ચાની લારી પર અથવા નાની હોટેલોમાં રોજી રળીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકોને આપણે જોઈએ જ છીએ ને ?

    (3) બાળમૃત્યુ-દરનું ઊંચું પ્રમાણ :

    “જીવતાં જન્મેલાં દર હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું  પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા ને બાળમૃત્યુ-દર કહે છે.”

    ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળમરણનું પ્રમાણ ઘણું ઊંચું છે. બાળમૃત્યુ-દર ઊંચો હોવાના કારણોમાં ગરીબી, દીકરીનો જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો  અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડ, ઉછેર ની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની  સગવડો, બે બાળકો વચ્ચેના ઓછો ગાળો વગેરેને કારણે બાળમૃત્યુ વધારે થાય છે.

    અન્ય પરિબળો:

    ઊંચો પ્રજનન-દર :

    વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતાં જન્મેલા બાળકની સંખ્યાને પ્રજનનનો દર કહે છે.

    1961 માં આ વયજૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી  જે 2011માં ઘટીને 3 જેટલી થઈ છે.

    સરેરાશ જીવિત બાળકોની ઉંચા પ્રમાણ માટે બે પરિબળો જવાબદાર હોઈ શકે:

    (1) ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધા૨ણ કરી એને સમયગાળો લાંબો જોવા મળે છે અને

    (2) માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે.

    (2) કુટુંબ નિયોજન અંગેની માહિતી નો અભાવ :

    “કુટુંબ નિયોજન એટલે આયોજીત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમયમર્યાદા નક્કી કરવી ”

    ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત-રિવાજો તથા ધાર્મિક  માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણના કારણે કુટુંબનિયોજન સામે અવરોધ  ઊભા થાય છે.

    નીચા મૃત્યુ-દરના કારણો :

    જીવન ધોરણમાં સુધારો:

    • આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધવાથી જીવન ધોરણ માં  સુધારો થયો છે.
    • દેશના લોકો પહેલા કરતા સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણ ની  પૂરતી સગવડ આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે. જેના પરિણામે મૃત્યુ-દર ઘટયો છે.

    રોગચાળા પર નિયંત્રણ :

    • 20મી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુ દર ઉંચો હતો.
    • પરંતુ 20મી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદભૂત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગ-પ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી ઉપર્યુક્ત રોગો પર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે જેના પરિણામે મૃત્યુ દર ઘટ્યો છે.

    દુષ્કાળ પર અંકુશ :

    •  વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે. તેથી ભૂખમરા ને  કારણે થતા મૃત્યુને ટાળી શકાય છે.
    • 1966 થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે દેશના કોઇ એક અછત ગ્રસ્ત વિસ્તારમાં છતવાળા વિસ્તારમાંથી સહેલાઇ થી અનાજની હેરફેર  કરી શકાય છે તેથી માનવીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો બચાવી શક્યા છીએ.

    કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો (Transportation) :

    •  દેશમાં પહેલાં ધરતીકંપ, ત્સુનામી, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી હોનારતોથી માનવ મૃત્યુદરનો આંક  ઊંચો હતો.
    • આજે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાય તો ઝડપી વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર ના પરિણામે તાત્કાલિક અનાજ, દવાઓ  અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુ-દરમાં ઘટાડો થયો છે.

    વસ્તી-નિયંત્રણ ના ઉપાયો (Measure of Population Control)

    લોક શિક્ષણ અને જાગૃતિ :

    • જન્મ-દર ને નીચો  લાવવા માટે નાના કુટુંબ નું મહત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે.આ માટે લોકોમાં શિક્ષણનો  પ્રચાર કરવો જોઈએ.
    • ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગ્રત થાય તે જરૂરી છે. આ માટે સંદેશા-વ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા વસ્તીશિક્ષણ પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ.
    • શાળા કોલેજમાં નિષ્ણાત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવા, નાટક, મૂક અભિનય, ગીતો વગેરે દ્વારા જાગૃતિ લાવી શકાય.

    વર્ષ 2000 ની વસ્તીનીતિમાં મહિલા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. એક વસ્તીશાસ્ત્રીએ કહ્યું છે તે મુજબ “શિક્ષણ એ સંતતિ-નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે.”

    કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા :

    • કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમને  વધુ અસરકારક બનાવવા માટે લોકશિક્ષણની સાથે-સાથે કુટુંબનિયોજન સેવાઓ અને સવલતોમાં વધારો કરાયો છે. સંતતિ નિયમનના સાધનો સાદા, સસ્તા અને સુલભ બની રહે તે  જરૂરી છે.
    • 2000 ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરીને વંધ્યીકરણ ને અપાતા વધુપડતા મહત્વને ઘટાડીને અનૈચ્છિક ગર્ભધારણ ને અટકાવવા માટે અન્ય સલામત પધ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

    મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો :

    • લગ્ન માટેની વયમાં કાયદા દ્વારા વધારો કરી ખાસ મહિલાઓ માટે લગ્નવય વધારીને જન્મ-દરમાં ઘટાડો નિપજાવી શકાય.
    • 2000ની વસ્તીનીતિમાં મહિલાઓ માટે લગ્નની 18 વર્ષની વયના સ્થાને શક્ય હોય, તો 20 વર્ષ થાય તેવા પ્રયત્નો માટે પ્રોત્સાહન અપાયું છે.
    • સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તો પણ જન્મ-દ૨ ઘટી શકે છે.

    પ્રોત્સાહનો અને બિનપ્રોત્સાહનો :

    • સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિનપ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે વંધ્યીકરણનુ ઓપરેશન કરાવનાર દંપતિઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે.
    • વધતી વસ્તી ને અટકાવવા માટે ચીને બિનપ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે. જેમાં બે બાળકવાળા દંપત્તીઓના મહત્ત્વના લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

    જોકે થોડા સમયથી આમાં છૂટછાટ આપી છે. તેમજ ભારતની વાત કરીએ તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે કરતા વધારે સંતાન હોય તે દંપતી ચૂંટણી લડી શકતા નથી.

    તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો : 

    • ભારતમાં મૃત્યુનો દર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રને સરખામણીમાં આ દર હજુ ઊંચો જણાય છે.
    • વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો, રસીકરણ ની સાર્વત્રિક તથા અસરકારક બનાવવી. ‍
    • એઇડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી, અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો – આ પ્રકારના પગલાં મૃત્યુના દર તથા બાળમૃત્યુના દર નીચી સપાટીએ લઈ જઈ શકે તેમ છે.
    • વિશ્વમાં સૌપ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન વસ્તીનીતિ દ્વારા ભારતમાં થયો. નવી વસ્તી  નીતિ (2000) માટે સમિતિની રચના ડો. એમ. એસ. સ્વામીનાથનના વડપણ હેઠળ થઈ હતી.

    વસ્તી નીતિના વિવિધ પગલાં ને કારણે સમાજકલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકશે અને વસ્તી વધારા સામે સ્વયં જાગૃતિ આવશે.

  • પાઠ- 8  કૃષિક્ષેત્ર

    પાઠ- 8 કૃષિક્ષેત્ર

    પ્રસ્તાવના:

     કૃષિક્ષેત્રે દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખુબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર  છે.આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળ-ફળાદી, ફૂલો જ નહિ પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. દુનિયાના દરેક દેશના કૃષિક્ષેત્રની  ક્ષમતા જુદી-જુદી હોય છે. તે જુદાં-જુદાં પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે.


    અર્થતંત્રની  કરોડરજ્જુ (Backbone of the Economy)

    ભારતને ખેતીપ્રધાન દેશ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? ( દેશના કૃષિક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે.)

    •  ભારતમાં કૃષિક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે. ભારત કૃષિ-ઉત્પાદન,રોજગારી અને નિકાસ-કમાણી  જેવી બાબતોમાં કૃષિક્ષેત્ર પર ખૂબ નભતું હોવાથી ભારતને ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે.
    • ભારતમાં કૃષિક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે, તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે  છે એટલે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિક્ષેત્ર પર અવલંબે છે. 
    •  તદુપરાંત દેશની  વસ્તીનો મોટો ભાગ (2011ની વસ્તી ગણતરી મુજબ 68.8 % વસ્તીગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતો હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય  તો આ દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય છે.

    જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર  ખોરવાય છે અને આ જ રીતે કૃષિક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. આ કારણથી દેશના કૃષિક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે.


    ભારતમાં વર્ષ 1956 (બીજી પંચવર્ષીય યોજના)થી ઔદ્યોગિકીકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે ઔધોગીકીકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતીપ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય  છે.


    ભારતમાં કૃષિક્ષેત્રની વર્તમાન સ્થિતિ/મહત્વ

     ભારત અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસન દરમિયાન  અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ છે.

    દેશમાં આયોજન દરમિયાન ઓદ્યોગિકીકરણને વધુ મહત્વ આપવાને કારણે ભૂતકાળની  કૃષિક્ષેત્રની સ્થિતિ કરતા વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટું પરિવર્તન જોવા મળે છે.  

    આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે સમજવા કૃષિની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા નીચેના  મુદ્દાઓ તપાસીએ.


    રાષ્ટ્રીય આવકમાં ફાળો

    • સામાન્ય રીતે ખેતીક્ષેત્રની  આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે.
    • જેમાં મરઘા-પાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે.
    • સર્વે 2011-12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક (GDP)માં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1 % હતો. 
    • તે  1956 થી શરૂ કરવામાં આવેલ ઔદ્યોગિકીકરણના મહત્વને કારણે ઘટાડા તરફી રહ્યો છે.રાષ્ટ્રીય આવકમાં કૃષિક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિનકૃષિક્ષેત્રમાં થયેલ ઝડપી  વૃદ્ધિને પરિણામે છે. 

    રોજગારી :

    •  ભારતનું કૃષિક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે.
    • આઝાદી સમયે ભારતના 72 % લોકો કૃષિ અને  કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ (પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા-બતકા ઉછેર વગેરે)માંથી રોજગારી મેળવતા હતા. 
    •  આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગો અને સેવાક્ષેત્રનો વિકાસએ કૃષિક્ષેત્ર કરતાં ઝડપી બનતાં કૃષિક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે.

    વર્ષ 2001-02માં 58 %, જ્યારે વર્ષ 2014-15 મા 49 % લોકોને રોજગારી પૂરી પાડે છે.

    નિકાસ-આવક :

    • ભારતનું કૃષિક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હૂંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે.

     આમ, કૃષિક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હૂંડિયામણની જરૂરિયાત કૃષિક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. દા.ત., ચા, મરી- મસાલા ,ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી હૂંડિયામણ કૃષિક્ષેત્ર દેશ માટે મેળવી (કમાઈ) આપે છે.

    આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ-આવક પૈકી ની 70 % આવક માત્ર કૃષિક્ષેત્રેમાંથી મળી રહેતી હતી.

    વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ-આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2 % નોંધવામાં આવ્યો હતો.


    જીવનધોરણ :

    •  વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિક્ષેત્ર રહ્યો છે.ભારતમાં પણ કૃષિક્ષેત્રે લોકોના જીવનધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે.
    • કૃષિક્ષેત્ર મુખ્યત્વે બે પ્રકારના પાક, અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે.
    •  અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય છે.તેમને ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું છે. તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ. શણ, મગફળી, તેલીબિયાં, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે  અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી,ફળ- ફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે.
    •  જેથી કહી શકાય કે ભારતનું કૃષિક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે.

    ભારતમાં અનાજની માથા દીઠ ઉપલબ્ધતા જે  1951માં દૈનિક 395 ગ્રામ હતી તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ થઈ છે.


    કૃષિ – ઉત્પાદનમાં વૃદ્ધિ

     

    • ભારતના કૃષિક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે.
    • અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું  ઉત્પાદન-વર્ષ 1951 માં 51 મેટ્રિક ટન હતું તે વધીને 2013-14માં 264.4 મેટ્રિક ટન થયું.જે પાંચ  ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે.
    • કઠોળનુ કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું જે વધીને 2013-14 19.6 મેટ્રિક  ટન થયું. જે વધીને લગભગ 2.5 ગણો વધારો સૂચવે છે.
    •  જયારે શેરડીનું કુલ ઉત્પાદન 1951માં 69.0 મેટ્રિક ટન હતું જે 2013-14વધીને 348 મેટ્રિક ટન થયું. તે પણ લગભગ પાંચ ગણો વધારો સૂચવે છે.

    જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેકટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે.

    ઔધોગિક વિકાસનો પાયો :

    •  ભારતમાં કૃષિક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે.
    • જેથી ઓધોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે. તદુપ૨ાત માં ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાનું સૌથી મોટું બજાર ગ્રામ્યક્ષેત્રો બને છે. કારણ કે ભારતની લગભગ 69 % વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે.

     અહીં એ નોંધનીય છે કે, આ 69 % ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિક્ષેત્ર છે. જેથી જ ગ્રામ્યક્ષેત્ર  ઔધોગિક ઉત્પાદનની વસ્તુઓ દા.ત., ટી.વી., ફ્રિજ, બાઈક, મોબાઇલ વગેરે જેવી વસ્તુઓની માંગનું સર્જન કરી શકે છે.


    કૃષિની નીચી ખેત-ઉત્પાદકતાના કારણો

    ભારત ખેતી પ્રધાન દેશ છે છતાં, આ દેશમાં ખેતી-સંલગ્ન ઘણી સમસ્યાઓ

    પ્રવર્તે છે. જે પૈકીની એક મોટી સમસ્યા એ નીચી ખેત-ઉત્પાદકતા છે.

    જે  માટેના કારણભૂત પરિબળો નીચે મુજબ છે :

    1.  સંસ્થાકીય પરિબળો
    2.  ટેકનોલોજીકલ પરિબળો
    3.  અન્ય પરિબળો


    સંસ્થાકીય પરિબળો :

    •  ભારતમાં જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે તેને અસર કરતાં ભૌતિક, સામાજિક, આર્થિક અને ફાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે.
    • આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન-મહેસુલ ઉઘરાવવાની જમીનદારી-પ્રથા, મહાલવારી-પ્રથા અને રેયતવારી-પ્રથા, ખેત-ધિરાણની સવલતો, ખેત-પેદાશોની વેચાણ-વ્યવસ્થા, વાહનવ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે.

    આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતીક્ષેત્રે નીચી ખેત-ઉત્પાદકતા જોવા મળે છે.


    જમીન મહેસુલ ઉઘરાવવાની પ્રથા : 

    •  ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન-મહેસૂલ ઉઘરાવવાની ત્રણ પ્રથાઓ પ્રચલિત હતી. જમીનદારી-પ્રથા, મહાલવારી-પ્રથા અને રૈયતવારી-પ્રથા .
    • આ પ્રથાઓમાં  જમીન પર ખેતી ગણોતિયા કે જમીનવિહોણા ખેતમજૂરો દ્વારા કરવામાં આવતી હતી. દરેક પ્રથામા માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસુલ ઉઘરાવવાની જુદી-જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. 
    •  જેમાં જમીનદારો કુલ  ખેત-ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે માત્ર જીવનનિર્વાહ થઈ શકે તેટલું ખેત-ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા.
    • જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત-ઉત્પાદન વધારવામાં રસ ન હતો. તેઓ ખેતીક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા  પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા. 

    ખેત-ધિરાણ : 

    • ભારતમાં મોટા ભાગના ખેડૂતો  ગરીબીનો સામનો કરતા જોવા મળે છે, જેમને દરેક પાક અગાઉ ખેત-ધિરાણની આવશ્યકતા રહે છે.
    • આ ખેત-ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે અને ઉત્પાદન-પ્રક્રિયા શક્ય બને છે. પરંતુ, આઝાદી. સમયથી ખેત-ધિરાણમાં ખાનગી નાણા ધીરનારની મોટી ભૂમિકા જોવા મળી છે.
    • ભારતમાં 1951માં અંદાજે 71.6 % ખેત-ધિરાણ નાણા ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું.
    • આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજ-દરે ખેડૂતોને પૂરું પાડતા હતા. આ ઉપરાંત તેઓ હિસાબમાં ગરબડ કરી ગરીબ ખેડૂતોને છેતરતા પણ હતા.
    •  આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કરતાં નાણાં ધીરે ધીરનારનો વ્યવસાય કરતા લોકોનું  મહત્ત્વ ઘટ્યું છે. સરકારે 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોનું અને 1982 થી નાબાર્ડ (NABARD National Bank for Agriculture and Rural Development)ની રચના કરી સંસ્થાકીય ખેત-ધિરાણનો વ્યાપ વધાર્યો છે.

    તેમજ આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતાં લોકો દ્વારા માત્ર 27 % ખેત-ધિરાણ પૂરું પાડવામાં આવે છે.

     કૃષિ પેદાશોની વેચાણ-વ્યવસ્થા : 

    •  ભારતમાં નબળા પાયાના માળખા (ઈન્ફ્રાસ્ટ્રક્ચર)ને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અને ખેત-બજારોને જોડતા યોગ્ય રોડ-રસ્તા કે વાહનવ્યવહારની  સગવડ યોગ્ય નથી.
    • ઉપરાંત ખેતબજારોમાં ખેત-ઉત્પાદન પછી તરતના બજારભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. મોટા ભાગે ખેતપેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે.
    • દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત-પેદાશોને ઘણી વાર ઉત્પાદન  પહેલાં જ સ્થાનિક શાહુકાર કે દલાલ (આડતિયા)ને વેચી દેવા પડે છે.

    ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર  અંગેની જાણકારી, બજારભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિ જાણકારી વગેરે ન ધરાવતા હોઈ પોતાના ખેત-ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી જેના કારણે તેઓ નિરાશાવાદી બને છે. 


    ગ્રામીણ સમાજ-વ્યવસ્થા : 

    • ભારતના ખેડૂતો મોટા ભાગે પ્રારબ્ધવાદી અને અપુરતી માહિતી  ધરાવે છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલ છે.
    • તેઓ મૂળભૂત રીતે  પ્રારબ્ધવાદી હોઈ ઈશ્વરે આપેલ  સમસ્યાઓ અથવા અભાવપણાનો સ્વીકાર કરી લે છે.
    • જેથી તેઓ પોતાના જીવનનિર્વાહ પુરતી ખેતી કરીને સંતોપિત રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ (અભિલાષાઓ) હોતી નથી.
    • તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રોનું  કેન્દ્ર એવું કૃષિક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે.


    ટેકનોલોજીકલ પરિબળો :

    •  ભારતના કૃષિક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત  એવી જૂની ઉત્પાદન પદ્રતિનો ઉપયોગ જોવા મળે છે.
    • ખેતીના  જુના સાધનો, જુનવાણી વિચારધારાઓ,પદ્રતિઓ વગેરે કૃષિક્ષેત્રને નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે  હળ અને બળદનો ઉપયોગ કરતાં જોવા મળે છે.
    • સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે જે ઉત્પાદકતાના આપે છે. રાસાયણિક ખાતરોની  જગ્યાએ છાણીયા ખાતરોનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. 

     પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી ભારતનું કૃષિક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે.

    અન્ય પરિબળો :

     વસ્તીનું ભારણ :

    •  ભારતના કૃષિક્ષેત્રની નીચી ઉત્પાદકતા  પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું  વધુ પડતુ ભારણ છે.
    • કૃષિક્ષેત્ર પર વસ્તીના વધુ  પડતાં ભારણને કષિક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના  પ્રમાણને આધારે સમજી શકાય છે.
    • ભારતની આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતીક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આ ટકાવારી વર્ષ 2001-02માં ઘટીને 58% થઈ જ્યારે 2013-14માં ખેતીક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49 % નોંધવામાં આવ્યું છે. 

     આમ, ખેતીક્ષેત્ર પર રોજગારીનું  ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે અને વિદેશોની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે. અહીં ખેતીક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વહેચાતું હોઈ શ્રમની ઉત્પાદકતા ઘણી નીચે જોવા મળે છે.


    આર્થિક આયોજનનો અભાવ : 

     ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય-ફાળવણી, ખર્ચ કરે છે તેટલું પ્રદાન તેણે ખેતીક્ષેત્રને  આપેલ નથી.

    સરવાળે એમ કહી શકાય કે, ભારતનું કૃષિક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી અને આ જ કારણથી ભારતના કૃષિક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની છે.

    ખેત- ઉત્પાદકતા વધારવાના ઉપાયો

     ભારતના કૃષિક્ષેત્ર ની નીચી ખેત-ઉત્પાદકતા એ કૃષિક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. કૃષિક્ષેત્ર ભારતના મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જરૂરી  છે.

    કૃષિક્ષેત્રની ખેત-ઉત્પાદકતા વધારવા ના ઉપાય નીચે મુજબ છે :

    1. સંસ્થાકીય સુધારા 2. ટેકનોલોજીકલ સુધારા 3. અન્ય ઉપાય

    સંસ્થાકીય સુધારાઓ:

     જમીનવિષયક સુધારાઓ:

    •  ભારતમાં ખેડૂતોને જમીનની  માલિકી મળે તથા ગણોતીયાને ખેડહકોની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના  કાયદા, ખેડ-હકની સલામતી તથા સાંથ (ગણોત) નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે.

    જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત-ઉત્પાદનનો  મોટો ભાગ પ્રાપ્ત કરી શકે.


    સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ : 

    •  ભારત દેશમાં કૃષિક્ષેત્ર  સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ  1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું.
    • આ ઉપરાંત ખેત- ધિરાણ  પ૨ પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતીક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બૅન્કનું અંગ એવું NABARD (National Bank for Agriculture and Rural Development)ની સ્થાપના 1982માં કરવામાં આવી. 

    તેના અંતર્ગત  RRBs (Regional Rural Banks) પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને LDBs (Land Development Banks) જમીન વિકાસ બેંકોનો વિકાસ કરવામાં આવ્યો જેથી ભારતીય ખેડૂતોને સમયસર, પુરતું અને સસ્તું  ધિરાણ મળી શકે.

     

    કૃષિપેદાશની વેચાણ-વ્યવસ્થામાં સુધારો :

     કૃષિપેદાશોની વેચાણ-વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાંઓ લેવામાં આવ્યા છે.

     (1) નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે.

     (2) ખેત-ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા ‘એગમાર્ક (AGMARK) = Agriculture Marketing) પ્રથા દાખલ કરવામાં આવી છે.

     (3) ખેડૂતો ખેત-પેદાશોનો સંગ્રહ કરી  શકે તે હેતુથી ‘ રાષ્ટ્રીય કોઠાર નિગમ’ અને  રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા છે.

     (4) ખેત-પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

     (5) ખેડૂતોને બજારના ભાવ ફેરફારોની સુરક્ષિત કરવાના હેતુથી ‘ તળિયાના ભાવ’ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે.

    કૃષિ-સંશોધનો : 

    •  ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ-સંશોધનો જાતે કરી શકતા નથી માટે આ જવાબદારી NABARD ને સોંપવામાં આવી છે.
    • જે વિવિધ પ્રકારના કૃષિ-સંશોધનો  કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી પૂરી પાડે છે. જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે.

    આ ઉપરાંત કૃષિ – સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા, સામુહિક ગ્રામ-વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, સંકલિત ગ્રામવિકાસ યોજનાઓ,જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિક્ષેત્ર આધુનિકીકરણ તરફ પ્રેરી  ખેત-ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે.

    2. ટેકનોલોજીકલ સુધારાઓ:

    •  સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં, ટેક્નોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે.

    તેથી ખેત વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આ સુધારાઓ નીચે મુજબ છે:

    સુધારેલાં બિયારણો : 

    •  વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલાં બિયારણો (હાઇબ્રિડ બિયારણો) વિકસાવવામાં આવ્યા  છે.
    • આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતાં બિયારણો વધુ પેદાશ આપે છે. ઝડપી પાક  તૈયાર કરી આપે છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે. 

     ભારતમાં અન્ન- ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટો ભાગ ભજવે છે. તેથી અન્ન- ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને ‘કૃષિક્રાન્તિ’ ને સ્થાને ‘બીજકાંતિ’ (Seed Revolution)ના નામે પણ ઓળખવામાં આવે છે.

    રાસાયણિક ખાતરનો વપરાશ : 

    • સુધારેલાં બિયારણાના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે.
    • જે-તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી જે-તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્કેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. 

    આ ઉપરાંત ખેડૂતોને નીચા ભાવે (સબસિડી ભાવે) ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

    સિંચાઈની સગવડમાં વધારો : 

    •  ભારતનું કૃષિક્ષેત્ર મોટા ભાગે આકાશી  ખેતી કરે છે. એટલે કે ખેતી મુખ્યત્વે વ૨સાદ પર નભે છે પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે .
    • જેની સીધી અસર ખેત-ઉત્પાદન અને ખેત-ઉત્પાદકતા ઉપર  પડે છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો અપૂરતી છે.

     

    ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર ‘સિંચાઈક્ષેત્ર વિકાસ યોજના’ અને ‘આંતર  માળખાકીય વિકાસ ભંડોળ’ ની રચના કરવામાં આવી છે.

    યંત્રોનો ઉપયોગ:

    •  ભારતમાં કૃષિક્ષેત્રની નીચી ખેત-ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધન કે યંત્રો છે.
    • વાસ્તવમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ઈલેક્ટ્રિક પમ્પ સેટ, ઓઈલ એન્જિનો, દવા છાંટવાના  પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે.

    આવાં યંત્રોની મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાનું શક્ય બનતા, ઉત્પાદકતા વધી છે.

    જંતુનાશક દવાઓ : 

    •  તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં હોય છે.
    • પાકને થતા જુદા-જુદા રોગો સાથે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ  વિવિધ જંતુનાશકોનો કારગત ઉપાય શોધવામાં આવેલ છે.

     

    ભૂમિ-પરીક્ષણ : 

    •  વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલાં ભૂમિ-પરીક્ષણ (soil testing)કરવાની રીત પ્રચલિત બની છે.
    • તે પરીક્ષણ જે-તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહિ અને જે- તે જમીનમાં  ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની માહિતી આપે છે.

     અન્ય ઉપાયો :

    •  કૃષિક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા  અથવા ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાથી ખેડૂતની કાર્યપ્રણાલીમાં ફેરફારો થાય છે.
    • તે અને  ગ્રામ્ય અર્થતંત્રના કુરિવાજો વગેરે બાબતમાં તેને જાગૃત કરી તેમજ માત્ર પ્રારબ્ધવાદને સહારે બેસી ન રહેવા બાબત તેમની સમજૂતી આપી શકાય છે.
    • કૃષિમેળા જેવા તમામ નવીનતમ ઉપાયો ખેત-ઉત્પાદકતા વધારવા ઉપયોગી  સાબિત થાય છે.

    આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પશુપાલન,  મરઘા-બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો, જંગલ જેવા સંશોધનોના વ્યાપક ઉપયોગથી પણ ખેતીક્ષેત્ર પરનું ભારણ ઘટે છે.


    આધુનિક ખેતીના વિવિધ પાસાઓ   (Modern Agriculture):

    •  ભારતની પરંપરાગત ખેતી જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીનાં પ્રાથમિક સાધનોનો ઉપયોગ દ્વારા કરવામાં આવતી હતી.
    • આ સાધનો ખૂબ ઓછી ઉત્પાદકતા આપતા હતા. તેથી તેઓના  ઉપયોગ દ્વારા આખા દેશની ખેતીજન્ય જરૂરિયાત સંતોષવી  શક્ય ન હતી. તેથી વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. 
    •  આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે હાઈબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા યંત્રો, સિંચાઈ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ થયો.

    જેના કારણે ખેત-ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો જેને એક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવી. આ ક્રાંતિ ખેતીક્ષેત્રમાં ‘હરિયાળી ક્રાંતિ’ ના નામે ઓળખવામાં આવી.

    હરિયાળી ક્રાંતિ (Green Revolution) :

    •  વર્ષ 1960-61માં ખેતીક્ષેત્રની નવી ટેક્નોલોજીનો ઉપયોગ ભારતના માત્ર સાત જિલ્લાઓમાં “પાઇલટ પ્રોજેક્ટ’ રૂપે કરવામાં આવ્યો.
    • જેણે શરૂઆતમાં   IADP (Intensive Agricultural District Program) એટલે કે જિલ્લાઓ માટેનો ‘સઘન ખેતીનો કાર્યક્રમ’ સ્વરૂપે ઓળખાયો.
    • સમય જતાં તેની અદભુત સફળતાને કારણે તે આખા દેશ પર લાગૂ પાડવામાં આવ્યો ત્યારે તેને  HYVP (High Yielding Varieties Program) એટલે કે ‘ઊચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ’ નામથી ઓળખાયો.

     જેને ‘હરિયાળી ક્રાંતિ’ ના નામથી ઓળખવામાં આવે છે.આ  ઉપરાંત તેને ‘આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ’ અથવા  ‘બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

    પાકની ફેરબદલી (Multiple Cropping) 

    •  પાકની ફેરબદલી એ  દેશમાં લેવાતા જુદા-જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ  પામેલ જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય છે.
    • પાકની ફેરબદલી એ ખેતીકાર્યોનું સ્વરૂપ દર્શાવે છે. સામાન્ય રીતે બે પ્રકારના  પાક હોય છે :

    (1) અનાજનો પાક અને (2) અનાજેત્તર પાક, જેને રોકડિયા પાક તરીકે પણ ઓળખવામાં આવે છે.

    • અનાજના  પાકમાં ઘઉં, ચોખા, બરછટ અનાજ (બાજરી, જુવાર, મકાઈ વગેરે) અને કઠોળનો સમાવેશ થાય છે.
    • જયારે રોકડિયા પાકમાં વિવિધ તેલીબિયાં મગફળી, તેલ, એરંડા, સોયાબીન, અળસી, સૂર્યમુખી વગેરે ઉપરાંત શેરડી, રબર, કપાસ, શણ વગેરેનો સમાવેશ થાય છે.

     પાકની ફેરબદલી માટેના બે મુખ્ય કારણો છે : (1) ટેક્નોલોજિકલ પરિબળો (2)આર્થિક પરિબળો.

     ટેકનોલોજીકલ પરિબળો : 

    •  કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન, આબોહવા, વરસાદ વગેરેબાબતો પર આધાર રાખે છે.
    • દા,ત, મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લીધા બાદ ચોખાનો પાક  લેવામાં આવે છે.

    ભારતના ઘણા રાજયોમાં સિંચાઈની સગવડોના આધાર પર શેરડી, તમાકુ જેવા પાક લેવામાં આવે છે. આમ, પાકની ફેરબદલી મૂડી, નવા બિયારણો, ખાતરો, ધિરાણની સગવડો વગેરેના આધારે શક્ય  બને છે.

     આર્થિક પરિબળો :

    પાકની ફેરબદલી માટે આર્થિક પરિબળો પણ અગત્ય ધરાવે છે. આ આર્થિક પરીબળો નીચે મુજબ છે :

    (1) કિંમત અને આવક મહત્તમ બનાવવી (2) ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા (3) ખેતરનું કદ (4) વીમા-૨ક્ષણ (5) મુદત (જમીન માલિક પાસેથી મળેલ જમીનની મુદત) વગેરે.

     આ પરિબળોની ઉપલબ્ધતા કે ઉણપ જે-તે પાકની પસંદગી કે ફેરબદલી માટે જવાબદાર હોય છે.

      પાકની  ફેરબદલીના કારણે વર્ષ 2010- 11માં અંદાજે અનાજનો પાક 66 % અને રોકડિયો પાક 34 % લેવાયેલ હતો. તેવું એગ્રિકલ્ચરલ સ્ટેટિકસ્ટિક્સ એટ અ  ગ્લાન્સના 2010-11 ની આવૃત્તિમાં દર્શાવવામાં આવ્યું છે જેના આધારે કહી શકાય છે.


    પાક-સંરક્ષણ (Crop Protection) :

    •  જંતુનાશક દવાઓના ઉપયોગ વડે ખેત-ઉત્પાદકતા વધવી જોઈએ પરંતુ ભારતમાં જંતુનાશકોનો હેક્ટર દીઠ  વપરાશ ઘણો ઓછા છે.
    • અધિક સર્વે 2015-16 મુજબ ભારતમાં માત્ર 0.5 કિગ્રા પ્રતિ હેક્ટર જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. જ્યારે અમેરિકામાં પ્રતિ હેકટરે 7.0 કિગ્રા, યુરોપમાં 2.5 કિગ્રા, જાપાનમાં 12 કિગ્રા અને કોરિયામાં 6.6 કિગ્રા જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. 
    •  જેના કારણે ભારતમાં 15 થી 25 % પાક જંતુઓ, રોગો, નીંદણ અને પશુ -પંખીઓના કારણે નુકસાન પામે છે. જેને બચાવી શકાય છે.
    • જંતુનાશક દવાઓ વિશેની પોગ્ય માહિતીનો અભાવ, નીચી ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ અને જંતુનાશક દવાઓના વપરાશ અંગેની માહિતીનો અભાવ એ ભારતના મોટા  પ્રશ્નો છે. ભારતમાં થતા જંતુનાશક દવાઓનો અયોગ્ય ઉપયોગ પર્યાવરણ અને માનવજાત માટે મોટા પ્રાણઘાતક બની રહ્યા છે.


    ભારતના ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા-જુદા પ્રકારો અને તેમના ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે CIBRC (Central Insecticide Board and Registration Committee) કાર્યરત છે.

    કૃષિ-સંશોધન (Agriculture Research):

     

    • ICAR (Indian Council of Agricultural Research) એ એવી એક માત્ર સંસ્થા છે. જે ભારતમાં વિવિધ કૃષિ-સંશોધનો  કરાવે છે.
    • તે માટેની વ્યવસ્થાઓ કરે છે અને તે માટેની મદદ પૂરી પાડે છે.આ ઉપરાંત દેશમાં ખેતી સહિત બાગાયતી ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન વિજ્ઞાન વિશે જ્ઞાન ફેલાવવામાં મદદ કરે છે.

      ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે. તેણે રાષ્ટ્રીય  અનાજ-પ્રાપ્તિ અને પોષણયુકત રક્ષણ મળી રહે તે માટે શક્ય તેટલા પ્રયત્નો પણ કર્યા છે.



  • પાઠ- 9 વિદેશ વેપાર

    પાઠ- 9 વિદેશ વેપાર

    પ્રસ્તાવના  (Introduction):

     

    આપણા દેશની અને તેમજ દરેક દેશની ભૌગોલિક હદ નિર્ધારિત હોય છે. દેશની હદની બહાર જવા-આવવા પર કાયદાકીય નિયંત્રણો અને ક્યારેક પ્રતિબંધ હોય છે.

     આ પ્રકરણમાં આપણે સમજીશું કે દેશની હદ બહારથી વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજીને વગેરેની આપ-લે થાય તો તે વિદેશવેપાર કહેવાય અને આ વેપારના કેટલાંક અગત્યનાં પાસાઓ વિશે પણ સમજીશું.


    આંતરિક વેપાર અને વિદેશ વેપાર (આંતરરાષ્ટ્રીય વેપાર)નો અર્થ

    (Meaning of Domestic and International Foreign Trade):

     

    વેપાર એટલે એવી વ્યાવસાયિક પ્રવૃતિ / ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ, સેવાઓ,મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક  સંપદા (Intellectual Property) વગેરેનો વિનિમય થાય છે.

    બીજા શબ્દોમાં વેપારમાં આવી વસ્તુઓ – સેવાઓની હેરફેર આવક કે નફા- પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.

    કોઈ એક દેશની હદની અંદર થતી  વેપાર-પ્રવૃત્તિને આંતરિક વેપાર તથા દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશવેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે.


    વિદેશ વેપાર માટેના કારણો 

    અર્થશાસ્ત્રમાં વેપાર માટેના મુખ્ય કારણો નીચે મુજબના છે :

    (1) દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત : 

    અલગ-અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા – જુદા  પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.

    વળી, બધી જાતનાં ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારનાં સંસાધનનો પણ દરેક દેશ પાસે  હોતા નથી. આમ વેપાર ને લીધે ઉત્પાદનમાં વિવિધતા આવે છે.

    (2) ઉત્પાદન-ખર્ચ : 

    સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાના કારણે વસ્તુ અને સેવાનો ઉત્પાદન-ખર્ચ પણ જુદા-જુદા દેશોમાં જુદો હોય છે.

    કેટલાંક સાધનોની અછત અને ઊંચી કિમતોના કારણે  કેટલીક વસ્તુઓ/ સેવાઓનો ઉત્પાદન-ખર્ચ ઊંચો હોય છે.

    (3) ટેકનોલોજીકલ પ્રગતિ :

    બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ થઈ હોતી નથી.

    અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય છે.તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે છે.

    આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એકસરખી કાર્યક્ષમતા ધરાવતો નથી અને આથી દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓ નો વેપાર થાય છે.

    (4) શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણ : 

    દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ હોય છે. વળી, નિયોજનશક્તિની કાર્યક્ષમતા પણ અલગ હોય છે.

    તેથી દેશો વચ્ચે શ્રમવિભાજન અને વિશિષ્ટી કરણ જોવા મળે છે.

    એટલે કે અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુઓ/ સેવાઓના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો  હોવાથી તે દેશ તેવી વસ્તુઓનું વધુ ઉત્પાદન કરે છે અને તેમાં વિશિષ્ટીકરણ કરે છે.

    વિદેશ વેપારનું સ્વરૂપ

     વિદેશવેપારનુ સ્વરૂપ એટલે વેપાર-પ્રવૃત્તિની  એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને અન્ય પ્રવૃત્તિ ઓથી  જુદી પાડે તથા તેને અલગ ઓળખ આપે.

    વિદેશવેપાર નું સ્વરૂપ તેને અસર કરતાં સંજોગો, તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓના આધારે નક્કી થાય છે. 


    (1) વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યાવસાયિક ગતિશીલતા ઓછી હોય છે

    વિદેશવેપારમાં નીતિ વિષયક અને સામાજિક કારણોના  લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે.

    (2) વિવિધતા ધરાવતી ચીજવસ્તુઓનો વેપાર :

    વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ  સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે, જેથી વિવિધ જીવનધોરણ તથા જીવનશૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગ સંતોષી શકાય.

    (3) પડકારજનક સ્વરૂપ : 

    વિદેશ વેપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, રુચિ, ટેવો, પસંદગીઓ વગેરે હોય  છે. આવા બધા અવરોધો  પાર કરીને વેપાર કરવાનો પડકાર વેપારીઓ સામે હોય છે.

    (4) રાજનયિક પ્રયત્નો : 

    વિદેશવેપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારીના પ્રયત્નો કાકી નથી હોતા.તેમાં  દરેક દેશની સરકારોએ રાજનયિક પ્રયત્નો કરવા પડે છે 

    (5) વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્ય અંગેની અટકળો:

    વિદેશવેપારમાં સર્વસ્વીકૃત માન્ય  ચલણમાં ચૂકવણી કરવાની હોય છે. માટે વેપાર કરતા દરેક દેશે પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. 

    (6) વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો : 

    વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે અનેક દેશોએ એટલે કે આમ તો દરેક દેશની સરકારો તથા વિશ્વ વેપાર સંગઠન (WTO World Trade Organization) જેવી સંસ્થાઓએ સાથે પ્રયત્નો કરવા પડે છે.

    (7) રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર : 

    વિદેશવેપારના કદ અને દિશા પર રાજકીય તથા  સામાજિક બાબતોની અસર વધુ પ્રમાણમાં રહેલી હોય છે. દા.ત., વિશ્વ પદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશો વચ્ચે વેપારના સંબંધો બગડે છે.

    (8) અત્યંત મોટા પાયાનો વેપાર : 

    વિદેશ વેપારનું કદ અત્યંત વિશાળ હોય છે. તેમાં અનેક દેશો, અસંખ્ય  વસ્તુઓ, અનેક કાયદાઓ, અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે સંકળાયેલા હોય છે.


    (9) વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ : 

    આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશે પોતાના દેશ  તેમજ બીજા દેશની  અનેક ચકાસણીઓ અને પરવાનગીઓ પાર કરવાની હોય  છે .

    (10) હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા :

    કોઈ એક વસ્તુ કે સેવા અનેક દેશો ઉત્પન્ન કરીને  વિશ્વબજારમાં વેચવાના અનેક પ્રયાસો કરતા હોય છે. માટે વેચનારાઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે.

    આંતરિક અને વિદેશવેપાર વચ્ચેનો તફાવત

    વિદેશવેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતા જુદા હોય છે અને તેમાં અંતરાયો વધુ હોય છે  તથા આથી તેમની વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. આ તફાવતના કેટલાક મુદા નીચે જણાવ્યા મુજબ છે:

    (1) કદના આધારે તફાવત : 

    વિદેશવેપારમાં અનેક દેશો, વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ,પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશવેપારનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય છે.

    (2) વિવિધ  ચલણ અને ચુકવણીની પદ્ધતિઓ : 

    આતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં  જ થાય છે. વળી, પોતાના જ દેશની એક બેંકમાંથી બીજી બેન્કમાં ચૂકવણી કરવાની હોય છે.

    પરંતુ વિદેશ વેપારમાં પોતાના દેશના ચલણનું કોઈ સર્વસ્વીકૃત આંતરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે  છે.

    હૂંડિયામણ દરોની જાણકારી રાખવી પડે છે,જે-તે દેશના કાયદાઓ મુજબ પરવાનગીઓ લેવી પડે છે.

    (3) ભાષા ,સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો :

    આંતરિક વેપારમાં વિનિમય એકસમાન ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે.

    પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે  જુદા હોવાના કારણે કોઈ પણ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે, દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુઓ વેચવી પડે છે.

    (4) વાહન-વ્યવહાર ખર્ચનો તફાવત : 

    વિદેશવેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન-વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે. ઉપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવાના હોય છે જે આંતરિક વેપારની સરખામણીમાં વધુ હોય છે.

    (5) હરીફાઇના  પ્રમાણમાં તફાવત : 

    આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તોપણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાના કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી.

    દા.ત. જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ (કાર) ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં  તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું જ્યાં રોજ નવાં મોડલ, નવાં આકર્ષણો, નવી વિજ્ઞાપન વગેરે જોવા મળે છે.


    (6) ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત : 

    એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેનાં ધોરણો  સમાન હોવાના કારણે કોઈક વેચનારને ગ્રાહકના સંતોપનો અંદાજ સહેલાઈથી મળે છે અને તે પ્રમાણેની વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ અને વિજ્ઞાપન તે કરે છે 

    પરંતુ વિદેશવેપારમાં દરેક દેશમાં આવી બાબતોમાં મોટો તફાવત હોય છે. માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધુ મહેનત કરવી પડે છે. બીજા શબ્દોમાં, આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની  આગાહી કરી શકાય છે. જયારે વિદેશવેપારમાં સહેલાઈથી આ પ્રકારની આગાહી થઈ શકતી નથી.


    (7) વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત : 

     

    પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોવાથી તેમને વેપાર કરવામાં આવી બાબતોની મુશ્કેલી ઓછી પડે છે.

    પરંતુ વિદેશવેપારમાં દરેક દેશની વેરા, કાયદાકીય, પરવાના અંગેની પદ્ધતિઓ પૂરી જાણ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ બને છે.

     

    વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ

    • એગ્નસ મેડિસિન (Agnus Maddison) નામના ઇતિહાસકારની શોધ દર્શાવતા ‘વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ’ (World Trade Report) 2013મા દર્શાવ્યું છે કે,
    • 1800 મી સદીના મધ્યગાળાથી વિશ્વની વસ્તી 6 ગણી વધી છે. વિશ્વનું ઉત્પાદન 60 ગણું વધ્યું છે. જયારે વિશ્વવેપાર 140 ગણો વધ્યો છે.
    • આ રિપોર્ટ મુજબ, વિશ્વમાં વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાથી વેપારને  વેગ મળ્યો છે.
    • તદુપરાંત પ્રદેશો વચ્ચે રાજનયિક સંબંધોનો વિકાસ થતાં વેપાર વધવા પામ્યો છે.
    • છેલ્લા 30 વર્ષોમાં વ્યાવસાયિક (professional) સેવાઓના વેપારમાં દર વર્ષે સરેરાશ 7 ટકાનો વધારો  નોંધાયો છે.
    • 1980 અને 2011ની વચ્ચે વિકાસશીલ દેશોનો નિકાસમાં ફાળો 34 ટકાથી વધીને 47 % અને આયાતોમાં તેમનો ફાળો 29 ટકાથી વધીને 42 % થયો.
    • એશિયાના દેશો આજે વિશ્વવેપારમાં નોંધપાત્ર ભાગ ભજવે છે. છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન વિશ્વ ઉત્પાદનના  વૃદ્ધિ-દર કરતા વિશ્વવેપારનો વૃદ્ધિનો દર બમણા પ્રમાણમાં વધ્યો છે.

    આ દર્શાવે છે કે વિશ્વમાં વેચાણ-વ્યવસ્થાનો વિકાસ થયો છે.

    ભારતમાં વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા 

    કોઈ દેશના વેપારનાં વલણો જાણવા, તેના વેપાર અંગેનો વિકાસ જાણવા, આંતરરાષ્ટ્રીય ધારણે દેશના વેપાર માટેના પ્રયાસો સમજવા માટે વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા જાણવા જરૂરી છે.

    ભારતમાં વિદેશ( આંતરરાષ્ટ્રીય) વેપારનું કદ અને તેમાં થયેલા ફેરફારો

    વિદેશવેપારનું (આંતરરાષ્ટ્રીય વેપારનું)  કદ એટલે સરળ શબ્દોમાં કહીએ તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મુલ્ય (તથા કુલ જથ્થો).

    • પ્રતિ વર્ષ જો આયાત માટે થતી ચૂકવણી અને નિકાસમાંથી થતી કમાણી વધતી જાય, દેશની રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો વધતો જાય તથા વિશ્વવેપારમાં દેશના વેપારનો હિસ્સો વધે તો તે દેશના વેપારનું કદ વધ્યું એમ કહેવાય.
    •  ભારતમાં 1951 થી 2016 સુધીના સમય ગાળામાં આયાત અને નિકાસ બંનેનું કદ અને તેમનો રાષ્ટ્રીય આવક તથા વિશ્વવેપારમાં ટકાવારી હિસ્સો વધ્યા છે.
    • પરંતુ નિકાસના  કદ અને વૃદ્ધિના દર કરતાં આયાતનું કદ અને વૃદ્ધિનો દર મોટા ભાગના વર્ષમાં વધુ રહ્યા છે.
    • સ્વતંત્રતા પછી શરૂઆતનાં વર્ષોમાં નીચા વિકાસના કારણે ભારતમાં વિકાસલક્ષી આયાતોનું કદ ખુબ નાનું રહ્યું.
    • જ્યારે નિકાસ કરવાની ક્ષમતા નીચે હોવાના કારણે નિકાસો નીચી રહી.  1980 પછી જેમ-જેમ ભારતમાં વિકાસ વધતો ગયો તેમ-તેમ મોટા ઉદ્યોગોને ટકાવવા, નિભાવવા અને ફેલાવવા માટેની આયાતો વધતી ગઈ. 
    • આ ગાળા દરમિયાન દેશમાં આવકોમાં વધારો થતા દેશમાં માંગ વધતી ગઈ અને નિકાસ માટે ઓછું ઉત્પાદન બચતા નિકાસો પ્રમાણમાં નીચી રહી.
    • 1991 પછી નિકાસોમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો. વૈશ્વિકીકરણમાં હરીફાઈમાં ટકવા માટે ટેકનોલોજી, પેટ્રોલ વગેરેની આયાતો ઊંચી રહી પરંતુ નિકાસો પણ સારા પ્રમાણમાં વધી.

    ભારતના વિદેશ વેપારના સ્વરૂપમા થયેલા ફેરફારો :

    • ભારત જે 1951માં ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો તે આગળ વધીને 1980 સુધીમાં વિકાસશીલ બન્યો અને 2000 પછી વિશ્વમાં ઝડપથી વિકસતા દેશ તરીકે ઉભરતા અર્થતંત્ર તરીકેની ઓળખ પામી.
    • ઓછા વિકસિત દેશમાં દરેક ક્ષેત્રની આયાતો મોટા પ્રમાણમાં થાય છે.
    • 1950 અને 1960ના દાયકાઓમા ભારતમાં નબળી ખેતીના કારણે ભારતમાં અનાજની આયાતો વારંવાર થતી હતી.
    •  વિકાસલક્ષી આયાતો જેવી કે મશીનો, મૂડી, ટેકનોલોજી, નિષ્ણાતોની સલાહ, સ્પેરપાર્ટસ વગેરેની પણ મોટા પ્રમાણમાં થતી હતી.
    • નીચા વિકાસની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસો વધુ હોય છે.
    • ભારતમાં ચા, કોફી, શણ, કાચી ધાતુઓ અને ખનીજ વગેરેની નિકાસનું પ્રમાણ વધુ હતું અને ઔધોગિક વસ્તુઓની નિકાસો નીચી હતી.
    • જ્યારે દેશ વિકાસશીલ બને ત્યારે અનાજની આયાતો ઘટવા પામે છે અને દેશની નિકાસોમાં પ્રાથમિક  વસ્તુઓનો હિસ્સો ઘટે છે અને ઔદ્યોગિક નિકાસોનો હિસ્સો વધે છે.
    • ભારતમાં સીત્તેર અને એંશીના દાયકાઓમા આ  પ્રકારના વલણો જોવા મળ્યા.
    • જેમ કે વચગાળાની વસ્તુઓ, કાચો માલ, સ્પેરપાર્સ, પેટ્રોલ, નવીન ટેકનોલોજી વગેરે વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં વધતી ગઈ. 1991 પછી ભારતમાં આયાતો અને નિકાસોનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાયું. 
    • ભારતની આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી આયાતો ખૂબ ઓછી થઈ અને મૂડી આયાતો પણ ઓછી થઈ.
    • પરંપરાગત નિકાસો જેવી કે ચા, કૉફી, શણ વગેરેનો કુલ નિકાસોમાં હિસ્સો ઓછો થયો અને ઔધોગિક અને બિનપરંપરાગત નિકાસનો ફાળો વધ્યો. દા.ત., સોફ્ટવેરની નિકાસ.
    • 1961 માં ખાદ્યવસ્તુઓની આયાતો કુલ વસ્તી આયાતોમાં 19.1 ટકાનો હિસ્સો ધરાવતી હતી જે 2014-15 માં ઘટીને ફક્ત 3.9% થયો.
    • 1960-61 માં કુલ વસ્તુ આયાતોમાં મૂડીજન્ય આયાતોનો હિસ્સો 31.7 % હતો, જે ખૂબ ઊંચા હતો જે 2014-15 માં ઘટીને 9.8 % થયો.
    • અન્ય નવીન આયાતોનું પ્રમાણ 1960-61 માં 2.2 % હતું, જે 2014-15માં 46.5 % થયું. એટલે કે વિકાસમાં વૈવિધ્યકરણ આવતા નવીન વસ્તુઓની આયાતો વધે છે.
    • તે જ રીતે નિકાસોનું સ્વરૂપ પણ બદલાયું છે. સમગ્ર પ્રાથમિક ક્ષેત્રનો વસ્તુનિકાસોમાં ફાળો 1960-61 માં 44.2 % હતો
    • જે 2014-15 માં ઘટીને ફક્ત 12.3 % જેટલો રહ્યો, (જેમાં, ચા તથા કૉફીની નિકાસોનો હિસ્સો 19.3 થી ઘટીને 0.2 ટકા નો થયો, શણની નિકાસનો હિસ્સો 21 ટકાથી ઘટીને 0.2 % થયો)
    • તેમજ વસ્તુનિકાસમાં ચામડાની નિકાસનો કાળો 1960-61 માં 4.4 ટકાથી ઘટીને 2014-15માં 1.3 % અને કાપડની નિકાસનો હિસ્સો 10 ટકાથી ઘટીને 2 % થયો.
    • તેની સામે તૈયાર કપડાઓની વસ્તુનિકાસમાં હિસ્સો જે 1960-61 માં 0.1 % જેટલો જ હતો તે 2014-15 માં વધીને 5.4 % થયો.
    • બધી જ ઉત્પાદિત વસ્તુઓનો કુલ વસ્તુનિકાસમાં હિસ્સો જે 1960-61 માં 45.3 % હતો તે 2014-15માં  વધીને 66,7 % જેટલી થયું.
    • પેટ્રોલને લગતી નિકાસોનો કુલ વસ્તુનિકાસમાં ફાળો 1960-61 માં 1.1 % જ હતો, જે 2014-15માં 18.5 % જેટલો થયો.


    ભારતમાં વિદેશ વેપારની દિશામા આવેલા ફેરફારો 

    વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ, અલગ-અલગ દિશાના પ્રદેશો સાથે વેપાર કરવા માટે કોઈ દેશ પાસે

    • વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ.
    • અનેક દેશો સાથે સારા રાજકીય સબંધો/ રજનયિક સબંધો હોવા જોઈએ.
    • અનેક પ્રકારના રાજનયિક પ્રયત્નો કરવાની તૈયારી જોઈએ.
    • વેચાણ-વ્યવસ્થા અને વેપાર-વ્યવસ્થાપન માટેની આવડત તથા ટેકનોલોજી હોવા જોઈએ.
    • વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન હોવું જોઈએ.
    UK સાથેની આયાતો
    • સ્વતંત્રતા પછી ભારતનો મોટા પ્રમાણનો વેપાર UK સાથે થતો હતો. કારણ કે સ્વતંત્રતા પહેલાં UK સાથે આપણો વેપાર સ્થપાયેલ જ હતો.
    • 1960-61 માં ભારતની કુલ આયાતોમાંથી 19 % આયાતો UK થી આવતી હતી, જે 2007 પછી ઘટીને 2 ટકાથી ઓછી થઈ ગઈ.
    USA સાથેની આયાતો
    • સ્વતંત્રતા પછી આપણે અમેરિકા (USA) પર અનેક પ્રકારની આયાત માટે નિર્ભર રહ્યા હતા.
    • 1960-61 માં વસ્તુઓ અને સેવાઓની કુલ આયાતોમાં USA થી 29 % આયાતો થઈ હતી, જે 2007 પછી ઘટીને 8 ટકાથી નીચી થઈ ગઈ.

    OPEC દેશો સાથેની આયાતો

    • OPEC થી આયાતનું પ્રમાણ વસ્તુઓની કુલ આયાતમાં વધ્યું કારણ કે ઔદ્યોગિકીકરણ અને વિકાસ વધતાં પેટ્રોલની (ખનીજ તેલની) આયાત વધી. (OPEC – ખનીજતેલની નિકાસ કરતા દેશોનું જૂથ)
    વિકાસશીલ દેશો સાથેની આયાતો
    • રશિયા સાથે ભારતના મૈત્રીસંબંધો હતા અને સ્વતંત્રતા પછી રશિયાથી ઊંચા પ્રમાણમાં આયાતો થતી હતી જે 1980 પછી રશિયા માં થયેલી આર્થિક કટોકટીના કારણે ઘટી ગઈ.
    • આમ, પરંપરાગત ભાગીદારો ઇંગ્લેન્ડ અને રશિયા સાથે વેપાર ઘટ્યો પરંતુ વિકાસશીલ દેશો સાથેનો આપણો વેપાર વધ્યાં, ખાસ કરીને એશિયા, મધ્ય એશિયા અને આફ્રિકાના વિકાસશીલ દેશો સાથે આપણો વેપાર વધ્યો છે.
    • 1960-61માં વસ્તુઓની કુલ આયાતોમાંથી .8 % જેટલી આયાતો વિકાસશીલ દેશોમાંથી આવતી હતી, જે 2007-08માં 32 % જેટલી થઈ અને 2014-15 માં 59 % જેટલી થઈ.

     

    UK સાથેની નિકાસો
    •  1960-61 માં UK તરફની વસ્તુઓના કુલ નિકાસોમાંની 26.8 % નિકાસો થતી હતી જે 2007-8 પછી ઘટીને 4 ટકાથી નીચી ગઈ.
    USA સાથેની નિકાસો

    તે જ સમયગાળા દરમિયાન અમેરિકા ખાતે થતી વસ્તુનિકાસની ટકાવારી 16 ટકાથી ઘટીને 12.7 % થઈ.

    રશિયા સાથેની નિકાસો

    રશિયા ખાતેની વસ્તુનિકાસોમાં ટકાવારી 4.5 ટકાથી ઘટીને 0.6 % થઈ.

    OPEC દેશો સાથેની  નિકાસો

     OPEC ખાતે થતી આપણી વસ્તુનીનિકાસોની ટકાવારી 1960-61 માં 4.1 % હતી જે ત્યાર પછીના સમયમાં વધવા પામી અને 2007-8 પછી 16 ટકાથી વધુ થઈ.

     વિકાસશીલ દેશો સાથેના વસ્તુનિકાસોની ટકાવારી 14.8 ટકાથી વધી અને 42.6 ટકાથી વધુ થવા પામી. 

    2014-15 માં એશિયાના દેશો ખાતે આપણી વસ્તુનિકાસોમાંની 50 % જેટલી નિકાસ થઈ હતી. આમ, અલગ-અલગ દેશો સાથે અને દિશામાં વેપાર વિકસાવવા ભારતે સફળ પ્રયત્નો કર્યા છે.

    લેણદેણની તુલાનો ખ્યાલ  :

    લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના દેશો સાથેના વેપારના  મૂલ્યનું સરવૈયું જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની  નોંધણી થાય છે.

    અર્થ : વર્ષ દરમિયાન દેશની ભૌતિક (દશ્ય) અને અભૌતિક (અદ્શ્ય) આયાત – નીકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા.

    (ભૌતિક કે દશ્ય ચીજો એટલે વસ્તુઓ અભૌતિક કે અદશ્ય ચીજો એટલે સેવાઓ)

    લેણદેણની તુલાને બે બાજુ, એટલે કે જમાબાજુ અને ઉધારબાજુ હોય છે. વિદેશો પાસેથી થતી બધીજ આવકો જમાબાજુએ નોંધાય છે અને વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ ઉધારેબાજુએ નોંધાય છે.

    લેણદેણની તુલાના પ્રકારો :

    લેણદેણની તુલા (1) સમતોલ અને (2) અસમતોલ હોય છે.

    • સમતોલ તુલામાં જમા અને ઉધારબાજુના સરવાળા સમાન હોય છે. અસમતોલ તુલામાં જમા અને ઉધારબાજુના સરવાળા સરખા હોતા નથી.
    • જ્યારે જમાબાજુનો સરવાળો ઉધારબાજુના સરવાળા કરતા વધુ હોય તો લેણદેણ તુલામાં પુરાત છે એમ કહેવાય.
    • જ્યારે ઉધારબાજુનો  સરવાળો જમા બાજુના સરવાળા કરતા વધુ હોય, તો લેણદેણ તુલામાં ખાધ છે એમ કહેવાય.

    લેણદેણની તુલાના ખાતાઓ

    લેણદેણની તુલામાં બે ખાતા હોય છે. : (1) ચાલુ ખાતુ (2) મૂડી ખાતું

    (1) ચાલુ ખાતું : આ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે.

    (i) ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય :

    વેપારતુલાનો અર્થ

    કોઈ એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક સ્વરૂપની વસ્તુઓની આયાત અને નિકાસ ના મુલ્યોની હિસાબી નોંધનું સરવૈયું એટલે વેપારતુલા.

    આમ વેપારતુલા એટલે વસ્તુ વેપાર ( દૃશ્ય વેપાર) ની તુલા  

    • ભૌતિક વસ્તુઓની નિકાસકમાણી જમાબાજુ અને ભૌતિક વસ્તુઓની આયાત પાછળનો ખર્ચ ઉધારબાજુ નોંધાય છે.
    • આ વિભાગના સરવાળાને વેપારતુલા કહેવાય છે.
    • દેશમાં ભૌતિક વસ્તુઓની  આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતા વધુ હોય, તો વેપારતુલામા ખાધ આવે છે અને તેથી ઊલટું હોય તો વેપારતુલામાં પુરાંત નોંધાય છે.

    (ii) અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે.

    (i) અને (ii)ના સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલા કહેવાય છે.

    (2)

    મૂડી ખાતુ :

    • આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વહેવારોનું મૂલ્ય નોંધાય છે જેવા કે બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ વગેરે તથા સ્થાયી મૂડીરોકાણ.
    • ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણદેણની તુલા કહેવાય છે.


    લેણદેણની તુલાને અસર કરતાં પરિબળો :

     લેણદેણની તલાને અસર કરતાં પરિબળો એટલે કે દેશમાં આયાત, નિકાસ, મૂડીની હેરફેર, સાધનની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરેને અસર કરતાં પરિબળો.

    આવા પરિબળોના કારણે તુલામાં પરાંત અથવા ખાધ આવી શકે છે. આવો પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર પર આધારિત હોય છે. આવાં કેટલાંક પરિબળો નીચે મુજબ જણાવી શકાય.

    • હુંડિયામણનો દર
    • વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશોમાં કિંમત
    • વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા
    • અનિવાર્ય આયાતો
    • દેશના આર્થિક વિકાસનું સ્તર
    • વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશ
    • વેપારને આધાર આપતી સવલતો જેમ કે વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, અન્ય આંતર માળખાકીય સુવિધા ઓ  વગેરે.


    હુંડિયામણના દરનો ખ્યાલ :

    • જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય છે ત્યારે તેઓ ભારતના ચલણ રૂપિયા માં ત્યાં ખરીદી કરી શકતા નથી.
    • તેમણે રૂપિયા નું જે-તે દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે.
    • તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે-તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ચલણમાં કરવી પડે. આ ઉદાહરણો ભારતની વિદેશી હૂંડિયામણ માટેની માંગ દર્શાવે છે. 
    • તે જ પ્રમાણે વિદેશીઓ ભારતના રૂપિયા ની માંગ કરી શકે.આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંકો પાસે અથવા ચલણના કાયદા માન્ય વેપારીઓ પાસે જઈને પોતાના દેશની ચલણ અને અન્ય ચલણમાં રૂપાંતર કરાવે છે.
    • આ પ્રકારનું  રૂપાંતર જેતે સમયે પ્રવર્તતા કોઈ ચોક્કસ દરે થાય છે. આવા દરને હૂંડિયામણનો દર કહેવાય.

     

    • જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હૂંડિયામણનો દર. 
    • એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હૂંડિયામણનો દર.

    કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે વિદેશી ચલણના એક એકમની પોતાના દેશના ચલણામાં વ્યક્ત થતી કિમત એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણના જેટલા એકમો ચૂકવવા પડે તે કિંમત.

    દા.ત., US $ 1 = રૂપિયા 60ના હૂંડિયામણ દરનો અર્થ એવો થાય કે US $ 1 ખરીદવા માટે ભારતીય નાગરિકે રૂપિયા 60 ચૂકવવા પડે છે.

    જ્યારે ભારત માટે હૂંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું ગણાય.

    કારણ કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે હવે વધુ રૂપિયા આપવા પડે.એટલે કે વિદેશી ચલણની કિંમત મોંધી થાય અને ભારતના રૂપિયા નું મૂલ્ય ઓછું થાય.

    પહેલા US $ 1 = રૂપિયા60 દર ઊંચો થવાથી US $ 1 = રૂપિયા 65.

    તેમજ જ્યારે ભારત માટે હૂંડિયામણનો દર નીચો થાય ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે.

    ક્યારેક ખુલ્લા બજારમાં હૂંડિયામણના દરોમાં ફેરફાર થાય છે, તો ક્યારેક કોઈ દેશની સરકાર આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા તેમ કરે છે.

    ભારત માટે હૂંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય, તો ભારતમાં આયાતોની માંગ ઘટે છે અને નિકાસ વધવા પામે છે.

    જયારે US $1 ની કિંમત રૂ 60 થી રૂ 65 થાય તો આયાતકારે US $1 ની વસ્તુની આયાત માટે રૂ 65  ચુકવવા પડે છે. જેના માટે અગાઉ ફક્ત રૂ 60 ચૂકવવા પડતા હતા. માટે આયાતો ઓછી થવા પામે છે.

     

    કોઈ વિદેશી વેપારીને $1 ખર્ચીને પહેલા રૂ 60 ની વસ્તુ મળતી હતી જ્યારે હવે $1 ખર્ચીને રૂ 65ની વસ્તુઓ મળે છે. માટે નિકાસો વધવા પામે છે. ભારત માટે હુંડિયામણ દર ઘટે તો તેથી ઊલટું જોવા મળે છે.





  • પાઠ – 10  ઉદ્યોગક્ષેત્ર

    પાઠ – 10 ઉદ્યોગક્ષેત્ર

     

    પ્રસ્તાવના (Introduction):

    દુનિયાના દેશોમાં ખેતી, ઉદ્યોગ અને સેવાક્ષેત્ર એમ ત્રણ ઉત્પાદકીય ક્ષેત્રોનો સમન્વય જોવા મળે છે. જે પૈકી ઉધોગ એક મહત્ત્વનું ઉત્પાદકીય ક્ષેત્ર હોઈ તે દરેક અર્થતંત્રમાં ખૂબ જ અગત્ય ધરાવે છે.

    સામાન્ય રીતે વિકસિત દેશોનો અભ્યાસ કરતાં સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોને બાદ કરતા મોટા ભાગના વિકસિત દેશો ઔદ્યોગિક દેશો છે.દા.ત., અમેરિકા, બ્રિટન, જાપાન

    વિશ્વમાં  ખેતીને મુખ્ય વ્યવસાય ગણતા દેશો પણ વિકસિત હોઈ શકે છે.

    દા.ત., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ 

    ઉદ્યોગક્ષેત્રનું મહત્વ :

    દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે અને લોકોના જીવનધોરણને સુધારવા માટે ઔદ્યોગિકીકરણ જરૂરી છે.

    ઉદ્યોગક્ષેત્રનું મહત્વ દર્શાવતા મુદા


    રાષ્ટ્રીય આવકમાં ફાળો :

    • ભારતની આઝાદી સમયે ખેતીક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું. જે ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસને કારણે ઘટ્યું  છે અને તેની સામે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા પામ્યો છે.
    • અર્થતંત્રના આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉધોગોએ રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોવા છતાં તે પૂરતો છે તેમ કહી શકાય નહિ.
    • રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધવા પામ્યો છે. અહીં પણ નોંધનીય છે કે સેવાક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિકક્ષેત્રનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે.
    •  ભારતની રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો 2013-14 મા 27% હતો.

     રોજગારી :

    • ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. 
    • અર્થતંત્રમા રોજગારીની તકોના અભાવને કારણે બેરોજગારીનો પ્રશ્ન વિકટ સ્વરૂપનો જોવા મળે છે. ઉદ્યોગક્ષેત્ર દ્વારા આયોજન પ્રયાસોના ભાગરૂપે વિકાસ હાંસલ કરતા તેની રોજગાર-ક્ષમતામાં વૃદ્ધિ થયેલ જોવા મળે છે.
    • 2011-12 મા ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ 24.3% હતું.

    નિકાસ આવક :

    • ખેતીક્ષેત્રની જેમ ઉદ્યોગક્ષેત્ર પણ પોતાનુ ઉત્પાદન-પ્રમાણ વધારીને, અર્થતંત્રમાં બચતપાત્ર અધિષેશ ની નિકાસ કરીને વિદેશી હૂંડિયામણની કમાણી સર્જે છે.
    • જે હૂંડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. 

    અર્થતંત્રનો સમતોલ વિકાસ :

    • ઔદ્યોગિક ક્ષેત્ર એ સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે.
    • તદુપરાંત ઉત્પાદનક્ષેત્રે સરકાર જાહેર, સાહસો સ્થાપી અલ્પવિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલપણે વિકાસ થાય છે.


    ખેતીનું આધુનિકીકરણ :

    • ખેતીક્ષેત્રે ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકીકરણ જરૂરી જણાય છે.
    • ઉદ્યોગક્ષેત્ર દ્વારા ખેતીક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેક્નોલોજીની મદદ પૂરી પાડી શકાય છે. ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના સંયંત્રો જેવાં આધુનિક સાધનો પૂરાં પાડી શકાય છે તેમજ ઉદ્યોગ-ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન પણ કરી શકાય છે. 

    સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવાયેલ નવીન ટેકનોલોજીની મદદ દ્વારા ખેતીક્ષેત્રનો વિકાસ શક્ય બને છે.

     અર્થતંત્રનું મજબૂત માળખું :

    • અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવા ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ (સ્ટીલ), સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે.
    • જે દેશ માટેની સિંચાઈ યોજનાઓ, રોડ-રસ્તા, પુલો વગેરે બાંધકામમાં ઉપયોગી બને છે. આ ઉપરાંત ઉદ્યોગ દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે,વિમાન, કાર, દ્રિચક્રીય વાહન વગેરે પુરા પાડવામાં આવે છે જે અર્થતંત્રનું પાયાનું માળખું સબળ બનાવે છે.

    આ ઉપરાંત સંરક્ષણના સાધનો (બંદૂક, ગોળી, ટેન્ક વગેરે)નું ઉત્પાદન પણ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા વિદેશો પરનું અવલંબન ઘટે છે અને અર્થતંત્ર મજબૂત બને છે.

    સામાજિક માળખામાં ફેરફાર :

    • ઔદ્યોગિકીકરણના ઉપયોગથી નવી  ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે.
    • જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ હરીફાઈ. ટીમ વર્ક, સ્વનિર્ભરતા, સાથ-સહકાર, સમજૂતી, નવા-સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે.
    • જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જડ વલણ વગેરે બાબતોમાં ઘટાડોઆવે છે.

    આમ, આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બની રહે છે.

    ઔદ્યોગિક માળખું 

    મૂડીરોકાણના આધારે ઔદ્યોગિક માળખું ( Structure of Industry):

    મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર :

    ગૃહઉદ્યોગ : 

    મુખ્યત્વે કુટુંબના સભ્યો અને સાદાં ઓજારો વડે વીજળી, યંત્રોના ઉપયોગ વગર  નહિવત્ મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગને ગૃહઉદ્યોગ કહે છે.

    ઉદાહરણ : ખાદી, પાપડ, ખાખરા, અગરબત્તી વગેરેના ઉધોગો.

    ટચૂકડા ઉધોગો : આ પ્રકારના ઉદ્યોગો સંપૂર્ણ શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા કુલ 25 લાખની મૂડીરોકાણ મર્યાદામાં ચાલતા ઉદ્યોગો છે..

    ઉદાહરણ : ધાતુ, ચામડું, માટી  વગેરેના ઉપયોગ વડે કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાના ઉદ્યોગ.

    નાના પાયાના ઉદ્યોગો: 

    જે ઉઘોગોમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય, માત્ર શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતુ હોય અને મોટા ઉદ્યોગોને સહાયક હોય તેવા ઉદ્યોગ.

    ઉદાહરણ : ઓજારો, વાહનોના સમારકામ, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગ.

    મધ્યમ પાયાના ઉદ્યોગો : 

    જે  ઉદ્યોગોમાં  5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી એવી મૂડી રોકવામાં આવી હોય, જે  શ્રમપ્રધાન અથવા મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય તેવા ઉદ્યોગોને મધ્યમ પાયાના ઉદ્યોગો કહે છે.

    ઉદાહરણ : યંત્રો, રસાયણો, ઇલેક્ટ્રોનિક સાધનો વગેરેને ઉદ્યોગો.

    મોટા પાયાના ઉદ્યોગો :

    જે ઉદ્યોગમાં  10 કરોડથી વધુ મૂડીનો ઉપયોગ થયો હોય અને જે  માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પધ્ધતિનો વધુ ઉપયોગ કરતા હોય તેવા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગો કહે છે.

    ઉદાહરણ : રેલવેના સાધનો, મોટા વાહનો, લોખંડ વગેરેના ઉદ્યોગો.


    માલિકીના આધારે ઔદ્યોગિક માળખું સમજાવો.

    ઉદ્યોગોના પ્રકારો :

    (1) જાહેર ક્ષેત્રના ઉદ્યોગો

    • જ્યારે ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય છે ત્યારે તે જાહેર ક્ષેત્રનું એકમ ગણાય છે.

    ઉદાહરણ રેલવે, ટેલિફોન, ટપાલ વગેરે સરકારની માલિકીના ઉદ્યોગો છે.જે  જાહેર ક્ષેત્રના ઔધોગિક એકમો તરીકે ઓળખાય છે. આ જાહેર ક્ષેત્રના એકમોને ત્રણ વિભાગમાં વર્ગીકરણ અનુસાર વહેંચવામાં આવે છે.

    ખાતાકીય ઉદ્યોગ

    • જ્યારે સરકારે કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ, એક ખાતા તરીકે ચલાવે છે.

    ઉપરાંત આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈઓ અંદાજપત્રમાં સામેલ કરવામાં  આવે છે. તેવા ઔધોગિક એકમોને ખાતાકીય એકમો તરીકે ઓળખવામાં આવે છે. 

    દા.ત., રેલવે, ટપાલ વગેરે.

    જાહેર નિગમો : 

    • જે એકમોની  માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય છે. પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ (કૉપોરેશન) દ્વારા કરવામાં આવે છે.

    પરંતુ નિગમના સંચાલન અને નિર્ણય-પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ઉદાહરણ જીવનવીમા નિગમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ, ઍર ઇન્ડિયા, ખાતર-ઉત્પાદન વેચાણ કરતા (GSFC, GNFC વગેરે) એકમો જાહેર નિગમ તરીકે ઓળખાય છે.

    સંયુક્ત મૂડી કંપનીઓ : 

    • જે એકમનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપનીધારા મુજબ કરે છે. ઉપરાંત, આ એકમોનો નિશ્ચિત માલિકી હક સરકાર જે-તે એકમના શેર બહાર પાડી. લોકો કે સંસ્થાઓને વેચી મૂડી એકઠી કરે છે.
    • આ એકમો સરકારના સીધા અંકુશોથી મુક્ત હોય છે. આવા એકમો ખાતાકીય એકમો અને જાહેર નિગમોથી જુદા પ્રકારના હોય છે.

    ઉદાહરણ : હિન્દુસ્તાન મશીન ટુલ્સ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન વગેરે.

    (2) ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો : 

    • જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા એકમને ખાનગી એકમ કહે છે.
    • અહીં નોંધનીય છે કે આવા એકમોનું સંચાલન વ્યક્તિગત માલિકીનું કે ભાગીદારી હેઠળનું હોય છે. 

    ઉદાહરણ : કાર, ટીવી, બૂટ-ચંપલ બનાવતા એકમો.

    (3) સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો : 

    જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં ચાલતા સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે તફાવત હોય છે.

    સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોએ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોનો મોલિકી  હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને 51 % કે તેથી વધુ પ્રમાણમાં આપે છે.

    જેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રનું હોવા છતાં, તે સરકારના અધિકાર ક્ષેત્રમાં જ રહે છે. ઉદાહરણ : GSPC


    (4) સહકારી ક્ષેત્રના ઉદ્યોગો : 

    • નાના (સીમાંત) માલિકોનું શોષણ અટકાવવા, શ્રમિકોનું શોષણ અટકાવવા કે ગ્રાહકોના  શોષણને અટકાવવા અને બધાના લાભ (ભલા) માટેના મુખ્ય આશયથી કરવામાં આવતી  પ્રવૃત્તિઓને સહકારી ક્ષેત્રના ઉધોગો કહે છે.

    જેમાં જીવનજરૂરી (આવશ્યક) વસ્તુઓની કેટલીક દુકાનો, દૂધની ડેરીઓ, કેટલીક બૅન્કો વગેરેનું સંચાલન સહકારી ધોરણે થાય છે. ઉદાહરણ : IFFCO, KRIBHCO


    ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકારો :

    (1) વપરાશી વસ્તુઓના ઉદ્યોગો

    જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે છે તેવી વસ્તુઓ વપરાશી વસ્તુઓ કહેવાય છે. આવી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને વપરાશ વસ્તુઓના ઉદ્યોગો કહેવાય છે.

    ઉદાહરણ : ઘી, તેલ, સાબુ, શેમ્પુ, પાઉડર વગેરે બનાવતા ઉધોગ.


    (2) અર્ધતૈયાર વસ્તુના ઉદ્યોગો : 

    • જે વસ્તુઓનું ઉત્પાદન અર્ધ સ્વરૂપનું થાય છે એટલે કે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થયું છે.

    પરંતુ, ઉત્પાદનના વધુ એક તબક્કો બાકી હોય તેવા પ્રકારની વસ્તુઓને મૂડી વસ્તુઓ કહે છે અને તેવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો ને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કહે છે.

     ઉદાહરણ : સૂતર, લોખંડના પતરાં, યંત્રો વગેરેના ઉદ્યોગો



    ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલાં પગલાં સમજાવો.

    દેશના સર્વાંગી વિકાસ માટે અન્ય ક્ષેત્રોની જેમ ઔદ્યોગિક ક્ષેત્રની પણ જરૂરિયાત છે. જેથી સરકારે તેને સહાયક એવા પગલાંઓ ભરે છે


    રાજ્યની માલિકીના સાહસો:

    • સરકાર દ્વારા પાયાના અને ચાવીરૂપ એવા ઉધોગાની ૨ચના કરવામાં આવે છે. 
    • આવા ક્ષેત્રોમાં ખૂબ વધુ મૂડીની  જરૂરિયાત હોય છે. તેમજ તે વધુ પ્રમાણમાં સાહસવૃત્તિ  ધરાવતા હોય છે.

    જેના માટે સામાન્ય રીતે ખાનગી ક્ષેત્ર તૈયારી દાખવતા નથી. આ ઉપરાંત આ એવા એકમો હોય છે જે અન્ય ઉધોગોને ખૂબ ઉપયોગી સાધન-સામગ્રી તૈયાર કરી આપે છે. 

    ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન : 

    • ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ચાલુ કરવા તેમજ તેને સફળ રીતે ચલાવવા વિવિધ મદદ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.
    • જેમ કે નવા શરૂ થતા ઉદ્યોગોને રાહત દરે જમીન, વીજળી, પાણી ઉપરાંત કરરાહતો પણ આપવામાં આવે છે.

    આ ઉપરાંત સસ્તુ અને પૂરતું ધિરાણ પૂરું પાડવામાં આવે છે. આમ, અનેક રીતે ખાનગી ક્ષેત્રોને મદદ પૂરી પાડી તેઓને હરીફાઈમાં સક્ષમ બનાવવા સરકાર ઉત્તેજન પૂરું પાડે છે. 

    આયાત-જકાત : 

    • આયાત-જકાત એટલે આયાત પર વેરો સરકારે આંતરરાષ્ટ્રીય કક્ષાની  હરીફાઈમાં સ્થાનિક ઉદ્યોગોને ૨ક્ષણ પૂરું પાડવા માટે આયાત-જકાત નામનું શસ્ત્ર ઉપયોગમાં લે છે.
    • જેનાં કારણે વિદેશી ચીજવસ્તુઓ (કરવેરાના કારણે) મોંઘી બને છે અને આપણા દેશની ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ અર્થે થતા ખર્ચ સમકક્ષ બને છે.

    આ કારણે વિદેશી વસ્તુઓ સામે સ્વદેશી વસ્તુઓ હરીફાઈક્ષમ બને છે અને આ રક્ષણ પૂરું પાડે છે.

    ટેકિનકલ કૌશલ્ય અને તાલીમ:

    • ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના સમયમાં સ્થાનિક ઉદ્યોગો હરીફાઈમાં સક્ષમ બની રહે તેમજ તે હરીફાઈમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે હેતુથી સરકારે ઉદ્યોગોના માલિકોને ટેક્નિકલ તેમજ વ્યાવસાયિક તાલીમ આપે છે.

    આર્થિક સહાય :

    • સરકાર દ્વારા ઉદ્યોગોને વિવિધ આર્થિક સહાય પૂરી પાડી તેમના ઉત્પાદન-ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે.

    જેથી નીચા ઉત્પાદન-ખર્ચને લીધે જે-તે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય   બજારમાં નીચા ભાવે સ્થાનિક ઉદ્યોગો વેચી શકે અને શક્ય તેટલો  કિંમત-લાભ મેળવી પોતાની વસ્તુની માંગને મહત્તમ બનાવી સફળતા પ્રાપ્ત કરી શકે.

    પાયાની સુવિધાઓ :

    • ઉદ્યોગોના વિકાસ માટેની પાયાની સુવિધાઓ જેમ કે રોડ- રસ્તા, પાણી, વીજળી, બેન્કો , વીમા, ગટર વ્યવસ્થા જેવી અનેક સગવડો પૂરી પાડવામાં આવે છે.

    જેના કારણે ઉદ્યોગો તેમના ખર્ચને  કાબૂમાં રાખી શકે. જેના દ્વારા આ હરીફાઈમાં સક્ષમ બની રહે અને તેઓને તેમના ઉદ્યોગો ચલાવવાનું પ્રોત્સાહન પૂરું પડે.

    વિવિધ સંસ્થા અને નીતિઓની રચના : 

    • સરકાર વિવિધ ઔદ્યોગિક નીતિની રચના કરી તેમજ સમય અનુસાર તેમાં જરૂરી ફેરફાર કરી ઉદ્યોગોને મદદ કરે છે.
    • આ ઉપરાંત આયાતનીતિ, નિકાસનીતિ, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, કરવેરા નીતિ વગેરે નીતિઓ ઉદ્યોગોને અનુકૂળ રહે તેવી વ્યવસ્થા ગોઠવે છે.

     તદુપરાંત IDBI, SIDBI, ICICI, IFCI, LIC, GIC વગેરે સંસ્થાઓ ઉઘોગોનો જરૂરી નાણાકીય મદદ પૂરી પાડવા માટે રચવામાં આવી છે. 



    વિશિષ્ટ આર્થિક વિસ્તાર (Special Economic Zone):

     

    • વિશિષ્ટ આર્થિક વિસ્તારોને  અગ્રેજીમાં Special Economic Zone તરીકે ઓળખવામાં આવે છે.
    • ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ 1 એપ્રિલ, 2000થી શરૂ થયો. જેનો મુખ્ય આશય વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું અંકુશોમુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું. જેથી દેશની નિકાસ વધે અને દેશના ઉત્પાદનક્ષેત્રો વિશ્વ સમકક્ષ બને. 
    • વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા ક૨- રાહતો આપી વિદેશી મૂડી રોકાણકારોને આકર્ષવામાં આવે  છે.

    વિશિષ્ટ આર્થિક  વિસ્તારનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફીલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે. 

    કોઈ પણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે.

    ભારતમાં 8 આર્થિક વિસ્તારો છે.


    નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ:

    (Importance of Small Scale Industries):

    નાના પાયાના ઉદ્યોગો છેલ્લા પાંચ દાયકાઓ દરમિયાન ખૂબ અગત્યના અને પ્રગતિશીલ રહ્યા છે. 

    ભારતમાં નાના પાયાના ઉદ્યોગો એ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બની દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે.

    વાસ્તવમાં ,જે ઉદ્યોગોમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગને નાના પાયા ઉધોગ કહે છે. 

    સામાન્ય રીતે આ ઉદ્યોગો શ્રમપ્રધાન  ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે, આ ઉપરાંત આ ઉદ્યોગો મોટા ઉદ્યોગોની સાપેક્ષમાં ખૂબ ઓછી મૂડીનો ઉપયોગ કરતા હોવા છતાં તે મોટા ઉદ્યોગોને સહાયક ઉદ્યોગો હોય છે.


    નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ :

    (1) રોજગારી સર્જન :

    • નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારી-સર્જનની શક્યતા રહેલી હોય છે.જેનું મુખ્ય કારણ તે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તે છે.
    •  નાના પાયાના ઉદ્યોગો ઉત્તરોત્તર રોજગારી-સર્જનની ક્ષમતા વધારતા રહ્યો છે, જે ભારત જેવા દેશો કે જેમાં અતિવસ્તી અસ્તિત્વ ધરાવે તેમના માટે આશીર્વાદ રૂપ છે.

    (2) ઉત્પાદન-વૃદ્ધિ : 

    સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગો યંત્રોનુ ઉત્પાદન કરે છે અને દેશમાં જરૂરિયાત ધરાવતી વસ્તુઓનું નાના પાયાના ઉદ્યોગો દ્વારા કરવામાં આવે છે અને આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદન વૃદ્ધિ કરી શકાય છે. 

    (3) ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ : 

    • નાના પાયાના ઉદ્યોગો દેશને અનેકવિધ લાભ અાપતા હોવાથી દેશની સરકાર અને લોકો (પ્રજા) તેમાં ખુબ રસ ધરાવતા હોય છે.
    • ઉત્પાદનમાં થતી વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોની વૃદ્ધિને  કારણે જ શક્ય બને છે. 

    જે દર્શાવે છે કે નાના પાયાના એકમોનો વિકાસ ભારતમાં ઔદ્યોગિકીકરણની સ્થાપના તરફનું પ્રયાણ છે.

    (4) નિકાસો : 

    • ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે તેમાં નાના પાયાના ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર છે.  
    • આમ, નાના પાયાના ઉદ્યોગોની નિકાસ  એ ભારતની વસ્તુઓ અને સેવાઓની વિદેશમાં વધતી માંગ દશાવે છે.

    તદુપરાંત ભારત માટે તે વિદેશી  હૂંડિયામણની આવક સર્જે છે જે દેશ માટે જરૂરી એવી વસ્તુઓ અને સેવાઓની આયાત માટે ખૂબ જરૂરી બને છે.

    (5) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ :

    • ઉત્પાદન પદ્ધતિઓ બે  પ્રકારની હોય છે:મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ. 
    • જે પૈકી મૂડીપ્રધાન ઉત્પાદન પદ્વતિમાં  મુખ્યત્વે મૂડી આધારિત હોય છે. તેમાં વધુ મૂડી અને ઓછા શ્રમનું સાધનો  ઉત્પાદન-પ્રક્રિયા માં જોડવામાં આવે છે.

    શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા દેશો કે જ્યાં શ્રમની અછત છે તેમના માટે આશીર્વાદરૂપ  જણાય છે.

    (6) વિદેશી હૂંડિયામણની બચત:

    • નાના પાયાના ઉધોગો ભારત દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે એક તરફ નિકાસો  વધારીને દેશને વિદેશી હૂંડિયામણની આવક મેળવી આપે છે.

    જયારે બીજી તરફ મોટા ભાગની જરૂરિયાત વસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોના પ્રમાણમાં  ઘટાડો થાય છે. જેથી વિદેશી હૂંડિયામણનો ખર્ચ ઘટે છે 

    (7) સમયનો ટૂંકો ગાળો : 

    • નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ટૂંકા સમયગાળામાં શરૂ કરી શકાય છે.
    • ઉધોગોમાં મુડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ નાનો ગાળો ઉપયોગી થઈ પડે છે.

    (8) સમતોલ પ્રાદેશિક વિકાસ :

    • મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી, સાધનસામગ્રી, ઓછા સંસાધનો દ્વારા દેશના  કોઈ પણ ભાગમાં શરૂ કરી છે.
    • તેના દ્વારા દેશના કોઈપણ ભાગમાં શરૂ કરી શકાય છે. જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ અટકી ન રહેતાં તે સમતોલ  વિકાસ થવો શક્ય બને છે.

    આમ, નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિકો અને ગરીબો, વિકસિત અને અલ્પવિકસિત પ્રદેશો જેવી અસમાનતા ધટાડવી શક્ય બને છે.

    (9)  વિકેન્દ્રીકરણ :

    • મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે.
    • કારણ કે તેમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા હોય છે. જેથી મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રકરણ કરે છે તેમ કહી શકાય.

    જ્યારે નાના પાયાના ઉદ્યોગોમાં ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાતો હોઈ તે અર્થતંત્રના નાના-નાના ઉત્પાદનો દ્વારા શરૂ થઈ શકે છે અને તે દ્વારા તેઓ તેના લાભ મેળવી શકે છે. 

    (10) ઊંચો વિકાસ-દર : 

    • મોટા પાયાના ઉદ્યોગોમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયેલ હોવાથી તેમાં ઊંચા નફાની આવશ્યકતા હોય છે.

    તદુપરાંત તેઓ દ્વારા થયેલ મૂડીરોકાણથી અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે પ્રાપ્ત થાય છે. કારણ કે તેવા ઉદ્યોગોને બજારના ફેરફારો અનુસાર ઝડપથી બદલવો શક્ય હોતા નથી.

     

     

  • પાઠ- 11 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્ર્નો

    પાઠ- 11 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્ર્નો

     

    પ્રસ્તાવના (Introduction):

    1991 માં જે મોટાં આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા તે પરિવર્તનો આર્થિક સુધારો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અન્વયે ભારતીય અર્થતંત્રની કાયાપલટ કરવામાં આવી, જેના પરિણામ સ્વરૂપે આજે ભારતીય અર્થતંત્રની ગણના વિશ્રામાં સૌથી ઝડપથી વિકાસ પામી ૨હેલા અર્થતંત્ર તરીકે કરવામાં આવે છે.

    આમ, આપણે આ પ્રકરણમાં દેશના આર્થિક વિકાસ કે સમૃદ્ધિ સાથે સંકળાયેલ ત્રણ જુદાં-જુદાં ક્ષેત્રોની વિસ્તૃત માહિતી મેળવીશું જેમાં (1) સ્થળાંતર (2) શહેરીકરણ (3) આંતર માળખાકીય સેવાઓ કે સુવિધાઓનો સમાવેશ થાય છે.


    સ્થળાંતર  (Migration):

    સ્થળાંતર અર્થ :

    સામાન્ય અર્થમાં સ્થળાંતર એટલે સ્થળ બદલવું તે, એક સ્થળેથી બીજે સ્થળે વસવાટ કરવો. પરંતુ સ્થળાંતરની શાસ્ત્રીય વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય :

    વ્યાખ્યા : 

    “ જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો કે  સારું જીવનધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહે છે.”

    સ્થળાંતરના પ્રકારો :

    સ્થળ આધારિત સ્થળાંતરને આપણે બે વિભાગમાં વહેંચીને સમજીએ :

    (1) આંતરિક સ્થળાંતર અને

    (2) આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એમ બે રીતે વિભાજન કરે છે.

    (1) આંતરિક સ્થળાંતર : 

    દેશના ભૌગોલિક સીમામાં આપેલ એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે. દા.ત., ગુજરાત રાજ્યમાંથી દેશના અન્ય રાજયો કે શહરોમાં જઈ વસવાટ કરે કે  દેશના અન્ય કોઈ પણ ભાગના લોકો ગુજરાતમાં આવી વસવાટ કરે તો તેને આંતરિક સ્થળાંતર કહેવામાં આવે છે.

    (2) આંતરરાષ્ટ્રીય સ્થળાંતર : 

    એક દેશમાંથી બીજા દેશોમાં થતાં સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે. દા.ત., ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી વિશ્વના જુદા-જુદા દેશોમાં નોકરી, વ્યવસાય કે ધંધાર્થે અથવા ઉચ્ચ જીવનધોરણની અપેક્ષાએ કાયમી વસવાટ કરે કે દુનિયાની કોઈ પણ દેશના લોકો ભારતમાં આવી વસવાટ કરે તો તેને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય.


    કારણ આધારિત સ્થળાંતર :

    કારણ આધારિત સ્થળાંતરના બે પ્રકાર પાડવામાં આવ્યા છે :

     (1) આકર્ષણ સ્થળાંતર

     (2) અપાકર્ષણ સ્થળાંતર

    (1)આકર્ષણ સ્થળાંતર : 

    જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ સવલતોથી આકર્ષાઈને (અદ્યતન માળખાકીય સુવિધાઓ) પોતાના વતનથી દૂર જઈ વસવાટ કરે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કહે છે. 

    દા.ત., ગામડામાંથી શહેરમાં થતું સ્થળાંતર આ પ્રકારનું ગણાવી શકાય કારણ કે ગામડાં કરતા શહેરોમાં ઉચ્ચ જીવનશૈલી, અત્યાધુનિક વાહન-વ્યવહાર, સંદેશા-વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધા તેમજ નોકરીની વિશાળ તકો ઉપરાંત ધંધા કે વ્યવસાયની તકોથી આકર્ષાઈને ગામડાંના લોકો શહેરોમાં કાયમી વસવાટ માટે આવે તેને આકર્ષણ સ્થળાંતર કહેવાય.

    તેવી જ રીતે અન્ય દેશોમાં પણ ઉપર્યુક્ત જેવાં આકર્ષણથી પ્રેરાઈને અન્ય દેશોમાં કાયમી વસવાટ માટે જાય તો તેને પણ આકર્ષણ સ્થળાંતર કહેવાય.

    (2) અપાકર્ષણ સ્થળાંતર : 

    જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને પંપ, વ્યવસાય કે નોકરીની પુરતી તકો પોતાના ગામડાંમાં ન હોય કે આર્થિક પ્રવૃત્તિ માટેના બીજા વિકલ્પો ન હોય કે અપુરતા હોય, શિક્ષણની પુરતી તકો ન હોય ત્યારે તે ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાઈ છે, ત્યારે તેને અપાકર્ષણ સ્થળાંતર કહે છે.

    આમ, કારણ આધારિત સ્થળાંતરના ઉપર્યુક્ત બંને પ્રકારના અભ્યાસ કરતા કહી શકાય કે,

    (અ) આકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્યપ્રજાનો આર્થિક રીતે સંપન્ન વર્ગ શહેરીજીવનના વિવિધ આકર્ષણોથી આકર્ષાઈને સ્વેચ્છાએ સ્થળાંતર કરે છે.

    (બ) જ્યારે અપાકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્યસમાજનો આર્થિક રીતે નબળો વર્ગ ગામડામાં વધુ સારા  જીવનના વિકલ્પની ગેરહાજરીથી ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાઈ છે.

    સ્થળાંતરના કારણો :

     

    સ્થળાંતરના પ્રકારોનો અભ્યાસ કર્યા બાદ સ્થળાંતરને વિસ્તૃત રીતે સમજવા માટે સ્થળાંતરનાં કારણોનો અભ્યાસ કરવો અનિવાર્ય બને છે. સ્થળાંતરના કારણોને મુખ્ય ચાર ભાગમાં વર્ણવી શકાય :

    1. આર્થિક કારણો : 2. સામાજિક કારણો : 3. રાજકીય કારણો :4. કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળ :

    આર્થિક કારણોસ્થળાંતરનાં કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ આર્થિક કા૨ણ ગણાવી શકાય.આર્થિક કારણમાં,નોકરી, વ્યવસાય કે ધંધા માટે  વ્યક્તિ જ્યારે નોકરી, વ્યવસાય કે ધંધા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે તે.

    બદલી : જયારે વ્યક્તિ એક જગ્યાએ નોકરી કરતી હોય અને તેની બદલી દૂરના સ્થળે થતાં તેને તે  સ્થળે સ્થળાંતર કરવું પડે તે.

    કુદરતી સંપત્તિનું પ્રમાણ : 

    જયારે કોઈ પણ જગ્યાએ કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય પરંતુ તે સ્થળે વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે તે સ્થળે થતું સ્થળાંતર.

    દા.ત., સોનાની ખાણ, હીરાની ખાણ, ખનિજ સંપત્તિ, પેટ્રોલિયમ પેદાશો વગેરેના ખનન અને શુદ્ધિકરણની  પ્રક્રિયા માટે વિવિધ પ્રકારનાં કૌશલ્યો ધરાવતા માનવશ્રમની મોટા પ્રમાણમાં જરૂર પડે છે

    ત્યારે પોતાનું વતન છોડી આવી જગ્યાએ વસવાટ કરવાનું પ્રમાણ ખુબ જ વધતું ગયું છે. દા.ત. યુ.એ.ઈ.ના દેશોમાં થતું સ્થળાંતર એ જ રીતે ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા વગેરે દેશમાં થતું સ્થળાંતર.


    શિક્ષણની વધુ સારી તકો મેળવવા : 

    વ્યક્તિને જ્યારે પોતાના વતનમાં શિક્ષણની મર્યાદિત તકો હોય અને  તેને ઉચ્ચ શિક્ષણ મેળવવાની ભૂખ હોય ત્યારે તે શિક્ષણની વધુ સારી તકો મેળવવા વતનથી દુર સ્થળાંતર કરે છે જે આગળ જતાં કાયમી સ્વરૂપ ધારણ કરે છે.

    આરોગ્યની અત્યાધુનિક સુવિધા મેળવવા : 

    જ્યારે વ્યક્તિ આરોગ્યની પૂરતી સુવિધા પોતાના વતનમા ન મેળવી શકતો હોય, ત્યારે આરોગ્યની  અત્યાધુનિક સુવિધાઓ મેળવવા સ્થળાંતર કરે છે જેથી વધુ સારું તંદુરસ્ત જીવન જીવી શકે અને તેની હકારાત્મક અસર આર્થિક ઉપાર્જનમાં જોવા મળે.


    આયોજિત સ્થળાંતર : જયારે કુટુંબના સભ્યો આયોજન કરી કુટુંબના એક અથવા વધુ સભ્યોને આર્થિક પ્રવૃત્તિ  માટે તેનાથી દૂર વસવાટ માટે મોકલે તે આયોજિત સ્થળાંતર તરીકે ગણાવી શકાય.


    સામાજિક કારણો : 

     

    સ્થળાંતરના આર્થિક કારણો સાથે કેટલાંક સામાજિક કારણો પણ મહત્વનો

    ભાગ ભજવે છે જેવા કે,

    લગ્ન: લગ્ન થવાથી  સ્ત્રી પોતાનું વતન છોડી જે સ્થળે તેના લગ્ન થયાં હોય તે સ્થળે કાયમી વસવાટ કરે તે સ્થળાંતર સામાજિક સ્થળાંતર કહેવાય.

    સામાજિક રીતરિવાજમાંથી મુક્તિ મેળવવા :

    ગ્રામ્ય સમાજ મહદંશે પરંપરાવાદી રૂઢિચુસ્ત હોય છે જયારે શહેરી સમાજ મુક્ત વિચારસરણી તેમજ આધુનિક જીવનશૈલી ધરાવતો હોય છે.

    ખાસ કરીને ગ્રામ્ય સમાજનો યુવા વર્ગ આવી મુક્ત વિચારસરણીથી આકર્ષાઈ  શહેરો તરફ વસવાટ કરવાનું પસંદ કરે છે.

    રાજકીય કારણો : સ્થળાંતરના રાજકીય કારણોમાં મુખ્ય બે કારણો ગણાવી શકાયું :

    (I) યુદ્ધ અને અશાંતિ  : 

    જ્યાં વારંવાર યુદ્ધ થતાં હોય તેવા વિસ્તાર સતત અશાંત રહેતા હોય છે અને તે વિસ્તારની પ્રજા સતત ભયના ઓથાર નીચે જીવવા કરતાં સલામત અને શાંત સ્થળે રહેવાનું પસંદ કરે છે અને તેથી અશાંત વિસ્તારમાંથી શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે.

    (Il) ઘર્ષણ  નિવારવા : જ્યાં વારંવાર તોફાનો, પૂર્ણ વગેરે થતા હોય તેવા અશાંત વિસ્તારમાં પણ શાંતિ ઇચ્છતી પ્રજા રહેવાનું પસંદ કરતી નથી અને ધર્ષણથી દૂર શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે.

    કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળ :

    કુદરતી આપત્તિઓ જેવી કે વારંવાર પડતો દુકાળ, ધરતીકંપ, જ્વાળામુખી વગેરે જેવી કુદરતી આપત્તિ ધરાવતા વિસ્તારોમાંથી લોકો સલામત સ્થળે સ્થળાંતર કરે છે.

    પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે.

    દા.ત., ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય.તે જ રીતે રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય તરીકે અમુક વિસ્તારો જાહેર થતાં ત્યાંના સ્થાનિક લોકોનું થતું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર ગણાવી શકાય.

    સ્થળાંતરની અસરો :

    સ્થળાંતરની અસરોનો અભ્યાસ કરવા થી સરકારને  સ્થળાંતર વિષયક નીતિ ઘડવા માટેના માર્ગદર્શક સૂચનો મળી શકે છે. સ્થળાંતરની અસરોનો  આર્થિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરતાં તેનો બે ભાગમાં અભ્યાસ કરી શકાય:

    સ્થળાંતર ની અસરો

    સ્થળાંતરની હકારાત્મક અસરો :

    સ્થળાંતરની  હકારાત્મક અસરો વિવિધ આર્થિક ક્ષેત્રો, વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ સમગ્ર દેશ માટે ફાયદાકારક તેમજ વિકાસલક્ષી હોય છે જેમાં,

    (1) આવકમાં વૃદ્ધિ :

    • સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ આવક-સર્જન અને આવકવૃદ્ધિનો છે.
    • જે લોકો ગામડામાંથી શહેરોમાં કમાવા માટે જાય છે તેઓ પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના કુટુંબને મોકલે છે.
    • જેને પરિણામે વતનમાં વસતા કે રહેતા કુટુંબના સભ્યોના જીવનધોરણમાં સુધારો થાય છે.

    ઉપરાંત ગામડાના લોકોની આવકમાં જે વધારો થાય છે તેનો કેટલોક ભાગ તેઓ કૃષિમાં રોકે છે, જેને પરિણામે કૃષિમાં મૂડીરોકાણ વધતા જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે.

    (2) દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો : 

    • જ્યારે દેશની વસ્તી અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે ત્યારે આવી વસ્તી પોતાની કમાણીનો કેટલાક ભાગ પોતાના વતનમાં વસતા પોતાના કુટુંબીજનોને મોકલે છે.
    • ઉપરાંત પોતાના દેશના ધંધા, વેપાર, ઉદ્યોગોમાં પણ મૂડીરોકાણ કરે છે જેને પરિણામે દેશમાં વિદેશી ચલણની અનામતોમાં વધારો થવાથી દેશના આર્થિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ થવા પામે છે. 
    • 1991ના નવા આર્થિક  સુધારાને પરિણામે સ્થળાંતરના વેગ મળવાથી દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ સતત વધતો ગયો હોવાથી ભારતનો આર્થિક વિકાસ ઝડપી બનતો ગયો છે.

    ઉપરાંત આપણા દેશના લોકો વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરી કે કોઈ પણ એક ક્ષેત્રમાં ઉચ્ચત્તમ કૌશલ્ય મેળવે  અને તે કૌશલ્ય કે ટેકનોલોજીનો લાભ ભારતને આપે અને તેને પરિણામે દેશમાં વિકાસની પ્રક્રિયાને વેગ મળે તેવું પણ બન્યું છે.

    સ્થળાંતરની નકારાત્મક અસરો :

     કારણ કે ગામડાંઓમાંથી અલ્પશિક્ષિત, અકુશળ,અલ્પકૌશલ્ય  ધરાવતા ગરીબ લોકો રોજગારી મેળવવા શહેર તરફ ધકેલાઈ છે.

    પરંતુ શહેરોમાં આવા અલ્પશિક્ષિત, અકુશળ કે અલ્પ કૌશલ્ય ધરાવતા લોકો માટે નીચું વળતર આપતા  શ્રમપ્રધાન વ્યવસાય સિવાય રોજગારીની તકો હોતી નથી.

    જેથી કેટલીક નકારાત્મક અસરો નીચે પ્રમાણે જોવા મળે છે .

    (1) અનિયંત્રિત શહેરીકરણ : 

    • જ્યારે અલ્પશિક્ષિત, અકુશળ, અલ્પ કૌશલ્ય ધરાવતા ગામડાંના ગરીબ લોકો શહેરોમાં સ્થળાંતર કરે છે ત્યારે તેઓને નીચી આવકને કારણે શહેરોના છેવાડાના વિસ્તારોમાં ફરજિયાતપણે વસવાટ કરવો પડે છે.
    • જેને પરિણામે અનિયંત્રિત શહેરીકરણની સમસ્યા સર્જાય છે.
    • ઉપરાંત ઝૂંપડપટ્ટી અને ગંદા વસાવટોમા રહેવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી  શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં અનિયંત્રિત વધારો થતો જોવા મળે છે.

    (2) માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ :

    • અનિયંત્રિત શહેરીકરણ તેમજ ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટને કારણે સ્થાનિક વહીવટીતંત્ર તેની પૂરતા પ્રમાણમાં પાણી, ડ્રેનેજ, વીજળી, રસ્તા, વાહનવ્યવહાર, સંદેશા-વ્યવહાર, શૌચાલયો, શિક્ષણ, શાળાઓ, આરોગ્ય વગેરે જેવી આંતર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે.
    • જે આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી કરે છે અને આવો ગરીબ વર્ગ અનેક ગંભીર બીમારીનો ભોગ બનતાં જોવા મળે છે.

    (3) પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા : 

    • સ્થળાંતરને કારણે ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોનું જે સર્જન થાય છે તેવા ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં શૌચાલય તેમજ ડ્રેનેજની અપૂરતી સવલતો તેમજ કચરાના યોગ્ય  નિકાલના અભાવને કારણે પર્યાવ૨ણીય પ્રદૂષણની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.
    • જેનું જવલંત ઉદાહરણ અમદાવાદ, અંકલેશ્વર, સુરત, મુંબઈ,કોલકાતા. દિલ્હી વગેરે જેવાં શહેરોમાં જોઈ શકીએ છીએ.

    ઉપર્યુક્ત શહેરોમાં જાહેર વાહનવ્યવહારની અપૂરતી સેવાઓને કારણે વૈકલ્પિક વાહનવ્યવહારનો જે વિકાસ થયો  છે ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરમાં કે જેણે હવાના પ્રદુષણની ગંભીર સમસ્યા ઊભી કરી છે. એજ રીતે પાણીના પ્રદૂષણની પણ ગંભીર સમસ્યા જોવા મળે છે. 

    (4) સામાજિક દૂષણો : 

    • જયારે ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર કરીને જે લોકો આવે છે તેઓને તેમની  અપેક્ષા પ્રમાણે કે નિયમિત સ્વરૂપે આવક કે રોજગારી પ્રાપ્ત થતાં નથી.
    • જેના પરિણામ સ્વરૂપ આમાંના કેટલાક લોકો ચોરી, લૂંટફાટ જેવા અસામાજિક કાર્યો તરફ વળે છે, જેથી મોટાં શહેરોની સામાજિક સમતુલા પણ ખોરવાતી જોવા મળે છે.

    સ્થળાંતરને પરિણામે પ્રજા વચ્ચે ભાષા-સંસ્કૃતિ રહેણીકરણી વગેરેને કારણે સામાજિક સંઘર્ષો ઉભા થાય છે.


    શહેરીકરણ (Urbanization)

    શહેરીકરણ એ આર્થિક વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે. 

    શહેરીકરણ નો અર્થ : 

    • સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. 
    • શહેરીકરણ એ એવી સામાજિક-આર્થિક પ્રક્રિયા છે જેનાથી કોઈ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે છે અને કેન્દ્રિત થાય છે જે નગર કે શહેરમાં પરિણમે છે.

    આ ખ્યાલને નગર કે શહેરમાં વસ્તીના જે સ્તરના કેન્દ્રીકરણ તરીકે પણ અર્થધટન કરી શકાય.

    શહેરીકરણ કેટલી રીતે થાય છે?

    સામાન્ય રીતે ત્રણ પ્રકારે શહેરીકરણ થવા પામે છે :

    (i) નગર કે શ શહેર વિસ્તારમાં મૃત્યુના દર કરતાં જન્મનો દર વધુ હોવાથી શહેરોમાં વસ્તીનું પ્રમાણ વધે છે જેને કુદરતી વસ્તી વધારો કહે છે.

    (ii) ગ્રામ અને  નગર વિસ્તારની વ્યાખ્યામાં ફેરફાર થતા કેટલાક ગ્રામ વિસ્તારો નગર વિસ્તારમાં સામેલ થઈ જાય છે તેથી નગર વિસ્તારની વસ્તી વધે છે. દા.ત., અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ વગેરે.

    (iii) ગ્રામ્ય વિસ્તારમાંથી નગર વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં સ્થળાંતર પામે અને શહેરી વિસ્તારમાં વધારો થાય છે.

    શહેરીકરણની અસરો :

    વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ ચીન પછી ભારતમાં થઈ રહ્યું છે. આમ કહી શકાય કે હાલમાં ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપી છે.

    જે ભારતના ઝડપી આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. આ આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે જે શહેરીકરણ થયું તેણે ભારતીય અર્થતંત્ર પર અનેકવિધ અસરો સર્જી છે.આ અસરોનો અભ્યાસ બે ભાગમાં કરી શકાય :

    શહેરીકરણની હકારાત્મક અસરો : 

    ભારતમાં થયેલા શહેરીકરણની પ્રક્રિયાએ કેટલીક આવકાર્ય અસરો સર્જી છે તેનો અભ્યાસ આપણે હકારાત્મક અસરના સંદર્ભમાં કરીએ.

    (1) માળખાકીય સુવિધામાં વધારો : 

    • શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વીમો, વીજળી વગેરે જેવી માળખાકીય સુવિધાઓમાં સતત વધારો થતા આ બધા જ ક્ષેત્રોમાં અનેકગણી રોજગારીની  તકો ઊભી થઈ. 
    • રોજગારીમાં વધારો થતાં લોકોની વસ્તુ ખરીદવાની ખરીદશક્તિમાં વધારો થયો જેણે અનેક નવા-નવા ઉદ્યોગો સ્થાપવાની શહેરોમાં અનિવાર્યતા ઊભી થતા અનેક નવા-નવા ઉદ્યોગો સ્થપાયા જેમાં પણ 

          અનેક રોજગારીની તકો સર્જી અને રોજગારી વધતા → આવક વધી આવક વધતાં ખરીદશક્તિ વધી →ખરીદશક્તિ વધતાં ફરી નવા  ઉદ્યોગ સ્થપાયા ફરી → રોજગારી વધી, આમ, આ ચક્ર ચાલ્યા જ કરે છે.

    (2) ગરીબીમાં ઘટાડો : 

    • ગરીબી અને બેરોજગારી  પરસ્પર સંકળાયેલ છે. શહેરીકરણ થવાથી શહેરોમાં સેવાક્ષેત્ર અને ઉધોગક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે તેથી ગરીબીમાં ઘટાડો થાય છે.
    • ઉપરાંત ગ્રામ્ય બેકાર અને ગરીબ વસ્તી પણ શહેરમાં આવતા તેમને પણ તેમની યોગ્યતા  મુજબ રોજગારી મળી રહેતા ગરીબીમાં ઘટાડો થાય છે.

    (3) સાંસ્કૃતિક વિકાસ : 

    • શહેરોમાં શિક્ષણની સુદઢ સુવિધા ઉપલબ્ધ બનતી હોવાથી માનવી શિક્ષણના માધ્યમ દ્વારા  પોતાનો સર્વાંગીણ વિકાસ સાધી શકે છે અને સમાજને સુસંસ્કૃત માનવીની ભેટ મળે છે.

    ઉપરાંત વૈવિધ્યસભર વાંચનાલયો, બુક સ્ટોર્સ તેમજ અન્ય સાંસ્કૃતિક  વિકાસના વિવિધ કાર્યક્રમો પણ માનવીના સાંસ્કૃતિક વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે.

    (4) અત્યાધુનિક આરોગ્યની સેવાઓ : 

    • શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે શહેરની વસ્તીમાં વધારો થતા તેમની  શિક્ષણની સાથે સાથે આરોગ્યની પણ અનેકવિધ જરૂરિયાતો ઉદભવે છે.
    • આજે અમદાવાદ જેવાં મોટાં શહેરોના  અત્યાધુનિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલો દરેક વિસ્તારમાં આવેલી જોવા મળે છે જયાં આગળ દરેક પ્રકારના રોગોની  અત્યાધુનિક સારવાર એક જ સ્થળેથી ઉપલબ્ધ બની શકે છે.

    ઉપરાંત સ૨કા૨ તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ આવી હોસ્પિટલો ઊભી કરે છે જેનો સીધો લાભ સમાજના  ગરીબ અને મધ્યમ વર્ગને મળે છે.

    (5) સામાજિક અસર –  આધુનિક વિચારસરણી : 

    • ગામડાં કરતા શહેરોમાં શિક્ષણ તેમજ સાંસ્કૃતિક  વિકાસને કારણે તદુપરાંત સંદેશાવ્યવહારના અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ સતત વધતા જતા શહેરના લોકોની  વિચારસરણી પણ આધુનિક જોવા મળે છે.

    તે ઝડપથી વિશ્વના પ્રવાહોથી પરિચિત થઈ શકતા હોવાથી તેમના વાણી, વર્તન, વિચારો, રહેણીકરણી, રીતભાત વગેરેમાં પરિવર્તનો ની છાંટ જોવા મળે છે.


    (6)  ઊંચું જીવન ધોરણ :

    શહેરીકરણને લીધે આવકમાં વૃદ્ધિ તથા અત્યાધુનિક માળખાકીય સુવિધાને લીધે ગ્રામ્ય-વિસ્તારના લોકો કરતાં શહેરોના લોકોનું જીવનધોરણ ઊંચું જોવા મળે છે.

    શહેરીકરણની નકારાત્મક અસરો :

    ભારતમાં થઈ રહેલા અનિયંત્રિત શહેરીકરણની પરિણામે જે સમસ્યાઓ સર્જાઈ તેને આપણે શહેરીકરણની નકારાત્મક અસરો ગણીશું. જેમાં,

    1.આર્થિક અસમાનતા 2. સામાજિક અસમાનતા 3. ગંદા વસવાટોનો પ્રશ્ન 4. કાયદો-વ્યવસ્થાની સમસ્યા 5. આંતર માળખાકીય સુવિધાના પ્રશ્નો 6.પર્યાવરણ પ્રદૂષણના પ્રશ્નો

    (1) આર્થિક અસમાનતા : 

    • શહેરીકરણની સૌપ્રથમ નકારાત્મક કે અસરમાં આર્થિક અસમાનતા ગણાવી શકાય.
    • શહેરોમાં એક ત૨ફ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ બૌદ્ધિક વર્ગ તેમજ સાહસિક નિયોજકો હોય છે જેઓ પોતાના ધંધા , વ્યવસાયના માલિકો હોય છે જેમની આવકનું સ્તર ખૂબ જ ઊંચું હોય છે.

    જ્યારે બીજી તરફ ગામડામાં શહેરોમાં આવેલ અભણ ગરીબ શ્રમિક વર્ગ હોય છે જેમને મંજૂરી સિવાય કોઈ કૌશલ્યવર્ધક કામ મળી શકતું ન હોવાથી તેમની આવક ખૂબ જ નીચી રહે છે. આમ, આર્થિક અસમાનતા શહેરોમાં ઉડીને આંખે વળગે છે.

    (2) સામાજિક અસમાનતા : 

    • આર્થિક અસમાનતાની સાથે સામાજિક અસમાનતા પણ જોવા મળે છે. શહેરી સમાજનો ધનિક અને શિક્ષિત વર્ગ આધુનિક વિચારસરણી ધરાવે છે.

    જયારે અશિક્ષિત ગરીબ વર્ગ રૂઢિચુસ્ત, કુંઠિત વિચારસરણીનો ભોગ બનેલા જોવા મળે છે.

    (3) ગંદા વસવાટોનો પ્રશ્ન :

    • ગામડાંમાંથી શહેરોમાં આવતા શહેરી સમાજનો મજૂરવર્ગ ગરીબાઈને કારણે પાકાં મકાનમાં રહેવાની આર્થિક-ક્ષમતા ધરાવતો ન હોવાથી તેઓને ફરજિયાતપણે દૂરના વિસ્તારોમાં ના છૂટકે ગંદા, ઝૂપટપટ્ટીવાળા વસવાટમાં વસવું પડે છે.

    (4) કાયદો-વ્યવસ્થાની સમસ્યા : 

    • અનિયંત્રિત શહેરીકરણને લીધે શહેરમાં વસ્તી-વિસ્ફોટ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.
    • દા.ત., માથાદીઠ વાહનની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થતા ટ્રાફિકની સમસ્યા સતત વધતી જોવા મળે છે.

    ઉપરાંત રોજગારીની પૂરતી તકો ન મળતા કે પૂરતી આવક ન મેળવી શકતા ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ શહેરોમાં રોજિંદી બનતા કાયદો વ્યવસ્થા તેને પહોંચી વળવા માટે અપુરતા સાબિત થતા પરિસ્થિતિ કથળતી જોવા મળે છે.

    (5) આંતર માળખાકીય સુવિધાના પ્રશ્નો : 

    આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે પરિવહન, આરોગ્ય અને રસ્તાના અપૂરતી સેવાઓ, દુષિત પીવાના પાણીની સમસ્યા જેથી પાણીજન્ય રોગચાળાની સમસ્યા, વીજળીની  અપુરતી સુવિધાઓ, સ્વછતાના પ્રશ્નો, રસ્તાની અપૂરતી સુવિધા વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં સ્થાનિક વહીવટીતંત્ર નિષ્ફળ રહે છે.

    (6) પર્યાવરણ પ્રદૂષણના પ્રશ્નો:

    • શહેરીકરણે એ ઔધોગિકરણનું પરિણામ હોવાથી શહેરોમા અનેકવિધ ઉધોગો સ્થપાયા હોવાથી દરેક પ્રકારના પ્રદૂષણ અનિયંત્રિત રીતે વધે છે.

    ઉપરાંત ગંદકીની ગંભીર સમસ્યા પણ માનવીના સ્વાસ્થ્ય પર થતી જોવા મળે છે અને દા.ત., અડધાથી વધુ ગરીબ વસ્તી ચામડી અને નિવસનતંત્રના રોગોથી પીડાતી જોવા મળે છે.


    શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો:

    અનિયંત્રિત શહેરીકરણને લીધે તેની હકારાત્મક અસર કરતાં નકારાત્મક અસરોને લીધે જે સમસ્યાઓ સર્જાઈ ૨હી છે અને તે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જો તે સમસ્યાને હળવી કરવામાં આવે, તો નકારાત્મક અસરો ઘટતાં શહેરીકરણના સારા ફળ સમાજના ગરીબમાં ગરીબ વર્ગ સુધી પહોંચાડી શકાશે.

    શહેરીક૨ણની સમસ્યા હળવી કરવા માટેના ઉપાયો નીચે મુજબ વર્ણવી શકાય:

    (1) નીતિવિષયક પગલાં: નીતિ વિષયક પગલાંમાં ભારત સરકારે શહેરીકરણની સમસ્યા હળવી કરવા માટે જે ઉપાયો હાથ ધર્યા છે તેનો અભ્યાસ કરીએ.

    (a) 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નવા ઉધોગોની સ્થાપના પર નિયંત્રણ મૂકીને અનિયંત્રિત રીતે થતા શહેરીકરણને મર્યાદિત બનાવ્યું છે.

    (b) મધ્યમ કદના નાના નગરોના વિકાસને પ્રોત્સાહન આપી મોટાં શહેરોમાં થતું અસામાન્ય શહેરીકરણ ઓછું થશે.

    (c) ભારત સરકારે શહેરીકરણની  એવી નીતિ અપનાવી છે કે જેથી મોટાં શહેરો વધુ મોટા ન બને અને નાના તેમજ મધ્યમ કદના નગરો મોટા ભાગનાં રાજ્યો કે પ્રદેશોમાં વિકસે.

    (d) ભારત સરકારની નીતિ મુજબ મોટા શહેરોની આસપાસ સેટેલાઇટ ટાઉનના વિકાસની નીતિ અપનાવવામાં આવી.

    (2) રોજગારીની તકો વધારવી : 

    • શહેરીકરણની નકારાત્મક અસરો  ઘટાડવા અને શહેરીકરણની સમસ્યા હળવી કરવા માટે શહેરોમાં સ્વરોજગારીની તકો વધે એવા રોજગારલક્ષી કાર્યક્રમો સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવ્યા છે.

    તેનો વ્યાપ અને વિસ્તાર વધારી આવા કાર્યક્રમોનો વધુ ને વધુ લાભ શહેરી ગરીબો લેતા થાય કે જેથી તેની આવક વધતા તેઓ વધુ સારું જીવનધોરણ  જીવી શકે જેને પરિણામે શહેરીકરણની નકારાત્મક અસરોમા ઘટાડો થાય.

    (3) માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવી : 

    • શહેરોમાં માળખાકીય સુવિધાઓ છે જેવી કે પાણી, રસ્તા, વાહન- વ્યવહાર, સંદેશાવ્યવહા૨, ડ્રેનેજ, સેનિટેશન વગેરેની સુવિધાઓ શહેરના છેવાડાના  લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી માળખાકીય વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી જોઈએ.
    • કેન્દ્ર સરકારે સ્માર્ટ સીટીની યોજના પણ અમલમાં મૂકી છે.
    • ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબો માટે પણ મકાન વધુ ને વધુ વિકસાવી તેઓને તેમાં વસાવવા જોઈએ.

    જોકે  સરકારે આ દિશામાં ઉપાયો શરૂ કર્યા છે અને નબળા વર્ગો માટે રહેઠાણ ની સુવિધાઓ ઉભી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.


    શિક્ષણ અને આરોગ્યની શહેરની સુવિધાઓ:

    • શહેરની  સાધનસંપન્ન વર્ગ શિક્ષણ અને આરોગ્યની અત્યાધુનિક સવલતો ખુબ જ સરળતાથી મેળવી શકે છે.
    • પરંતુ શહેરનો ગરીબ વર્ગ હજુ આ સુવિધા પૂરતા પ્રમાણમાં અને ઉચ્ચ કક્ષાની મેળવી શકતા નથી જેને પરિણામે શહેરીકરણની સમસ્યા હળવી બની શકતી નથી. 

    (5) ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ : 

    શહેરોમાં મોટા પાયાના ઉદ્યોગોની સાથે-સાથે તેમને પુરક એવા ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોને વધુ ને વધુ વિકસાવવા જેથી આર્થિક અસમાનતામાં ધટાડો થતાં શહેરીકરણની આર્થિક-સામાજિક અસમાનતાની અસરો હળવી બનશે.

    (6) ગામડામાં પાયાની સુવિધાઓનો વિકાસ : 

    ગામડાઓને શિક્ષણ, આરોગ્ય, વાહન-વ્યવહાર, સંદેશા – વ્યવહાર, રસ્તા, વીજળી, સિંચાઈ વગેરે સુવિધાઓથી વધુ ને વધુ સજજ કરવા  કે જેથી શહેરીકરણની પ્રક્રિયા હળવી બનતાં શહેરો પરનું ભારણ ઘટશે અને નકારાત્મક અસરોનું પ્રમાણ નિયંત્રિત થશે.

    (7) વહીવટી વ્યવસ્થા સુદૃઢ કરવી :

    આપણે શહેરીકરણની નકારાત્મક અસરમાં જોયું કે શહેરીકરણને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું ધોરણ જે કથળતું ગયું છે જેણે શહેરોમાં અનેકવિધ પ્રશ્નો  ઊભા કર્યા છે.

    શહેરોમાં કાયદો અને વ્યવસ્થાનું કડક રીતે પાલન થાય અને તે માટે પ્રજાને પણ વધુમાં વધુ જાગૃત કરવામાં આવે તો સમસ્યા હળવી બની શકે.





    આંતર માળખાકીય સેવા (Infrastructure services) :

     

    દેશની સમૃદ્ધિનો આધારે કૃષિ અને ઉદ્યોગોના વિકાસ પર આધારીત છે અને કૃષિ તેમજ ઉધોગોનો વિકાસ આંતરમાળખાકીય સુવિધાઓ વગર સંભવિત નથી. આમ આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ અને કૃષિ અને ઔદ્યોગિક વિકાસની પૂર્વશરત ગણાવી શકાય.

     

       તેથી જ કહેવાય છે કે આંતર માળખાકીય સેવાઓ એ આર્થિક વિકાસનું એન્જિન છે. આ આંતરમાળખાકીય સેવાઓમાંની કેટલીક સેવાઓનો અભ્યાસ કરીએ.




    શિક્ષણ :

    (1) શિક્ષણનો અર્થ – મહત્વ : શિક્ષણ એટલે શીખવા કે શીખવાની પ્રક્રિયા છે.

     

       માનવું મૂડીરોકાણ એટલે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે જે મૂડીરોકાણ કરવામાં આવે છે તે. આમ કેળવણી, શિક્ષણ, તાલીમ, સંશોધન વગેરે સેવાઓ માટે કરેલ મૂડીરોકાણને માનવ મૂડીરોકાણ કહેવામાં

     આવે છે.

     

         માનવ મૂડીરોકાણના મહત્વ વિશે પ્રો. માર્શલ લખે છે કે, પ્રત્યેક પેઢી તેમના પુરોગામી પાસેથી વિચારોનો જે વારસો મેળવે છે તે જ ખરો વારસો છે. દુનિયાની ભૌતિક સંપત્તિનો જો નાશ થઈ જાય, પરંતુ સંપત્તિ પેદા કરવાના વિચારોનો જો નાશ થયો ન હોય તો નાશ પામેલી સંપત્તિ ઝડપથી પાછી મેળવી શકાય છે પરંતુ જો તે માટેના વિચારો જ નાશ પામ્યા હોય અને ભૌતિક સંપત્તિ જેમની તેમ રહે તો વખત જતાં ભૌતિક સંપત્તિ નાશ પામે અને દુનિયા ગરીબીના દ્વારે આવીને ઊભી રહે.

     

      આ સંદર્ભમાં શિક્ષણ, તાલીમ, સંશોધન, ટેક્નોલોજી, જ્ઞાન અને કૌશલ્યની કલા વિકાસને અસર કરે છે.આમ, શિક્ષણ આર્થિક વિકાસને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ ગણી શકાય.

     

    શિક્ષણ દ્વારા,

     

    (1) વ્યક્તિ વધુ જ્ઞાન મેળવે છે જેથી તે ઊંચી કક્ષાની તકો માટે યોગ્ય બને છે પરિણામે તેનું જીવનધોરણ સુધરે છે.

     

    (2) શિક્ષણ વ્યક્તિમાં વિચારોના આદાન-પ્રદાનની શક્તિ તથા એક નવો આત્મવિશ્વાસ ઊભો કરે છે.

     

    (3) શિક્ષણ દ્વારા વ્યક્તિ પોતાને લાભદાયી હોય તેવા નિર્ણયો લઈ શકે છે જેના દ્વારા તે જીવન જીવવાની સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.

     

    (4) શિક્ષણ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી મળતી વિકાસની અને અન્ય વિવિધ તકોનો ઉપયોગ કરવા માટે સક્ષમ બને છે.

     

    (5) કારખાનાના શ્રમિકોની ઉત્પાદકતા વધારી શકાય છે.

     

    (6) ટેકનોલોજી અંગેનુ જ્ઞાન આપીને નાણાકીય સહાય અંગેની માહિતી દ્વારા બજારની પદ્ધતિઓનો ઉપયોગ કરી ખેડૂતોની ઉત્પાદકતા વધારી શકાય છે.

     

    (7) અસ૨કા૨ક શિક્ષણ દ્વારા વ્યક્તિઓમાં સામાજિક સક્રિયતા વધારી શકાય છે.

     

    (8) શિક્ષણ દ્વારા વ્યક્તિને પર્યાવરણના નુકસાનની સાચી સમજ આપવા, પરિસ્થિતિની સમતુલા માટે તથા જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે શિક્ષણનો વધારો અને વ્યાપ અનિવાર્ય છે.

     

    (9) શિક્ષણ દ્વારા સ્વચ્છતા અને આરોગ્ય વિષયક સભાનતા લાવી શકાય છે.

     

         આમ, શિક્ષણ દ્વારા કુશળ શ્રમિકો દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી શકે જે વિકસિત દેશોના વિકાસને જોતા કહી શકાય.



    (2) શિક્ષણની વર્તમાન સ્થિતિ :

     

    આપણા દેશમાં શિક્ષણની સુવિધા સરકાર તેમજ ખાનગી ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે. ભારતમાં બાળકની ઉંમરને ધ્યાનમાં લઈને શિક્ષણના તબક્કાઓ નીચે પ્રમાણે પાડવામાં આવ્યા છે.

     

    (1) પ્રાથમિક શિક્ષણ – 1 થી 5 ધોરણ

    (2) ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ – 6 થી 8 ધોરણ

    (3) માધ્યમિક શિક્ષણ – 9 થી 10 ધોરણ

    (4) ઉચ્ચ માધ્યમિક શિક્ષણ – 11 થી 12 ધોરણ

    (5) કોલેજ કે ઉચ્ચ શિક્ષણ – 12+

    (6) ઉપરાંત ધોરણ 8+ પછી ITI શિક્ષણ મેળવી વ્યાવસાયિક કુશળતા મેળવી      શકાય છે.

     

    આપણા બંધારણ 6 થી 14 વર્ષની વય સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે  પ્રાપ્ત થવું જોઈએ અને આ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી રાજ્ય સરકારોની છે તેવો આદેશ આપ્યો છે.



    આયોજનકાળ દરમિયાન શિશુમંદિરથી શરૂ કરી ઉચ્ચ શિક્ષણ આપતી વિવિધ શૈક્ષણિક સંસ્થાનોની સ્થાપના,તેનો વિકાસ વિસ્તાર થયેલા જોવા મળે છે.

     

    2013-14 માં ભારતમાં પ્રાથમિક શાળા ની સંખ્યા 1.4 મિલિયન હતી અને તેમાં 1.7 મિલિયન શિક્ષકો હતા.

     

         ગુજરાતમાં રાજ્ય સરકારના ગુણોત્સવ અને શાળાના પ્રવેશોત્સવ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપતા  કાર્યક્રમો દ્વારા વધુ ને વધુ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. 2013-14માં પ્રાથમિક શિક્ષણમાં નોંધાયેલા બાળકોની સંખ્યા 93 % હતી, સર્વ શિક્ષા અભિયાન, RTE (શિક્ષણ અધિકારનો કાયદો) દ્વારા

    શિક્ષણનો વ્યાપ વધારવા પ્રયત્નો થઈ રહ્યા છે.



    ગરીબી અને નિરક્ષરતાના કારણે આપણા દેશમાં શિક્ષણનો જોઈએ તેટલો વિકાસ થયો નથી. હજુ નાનાં ગામડાંઓમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ચિંતાજનક જોવા મળે છે. 29 % જેટલાં બાળકો 5 ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પહેલાં શાળા છોડી જતાં માલૂમ પડ્યાં છે.

     

          ઉપરાંત હજુ આજે પણ તાલીમ પામેલા શિક્ષકોનું પ્રમાણ ઓછું છે.

    2013-14માં પ્રાથમિક શિક્ષણમાં 46 વિદ્યાર્થીએ 1 (46:1) શિક્ષક જ્યારે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં (34:1) બાળકોએ એક શિક્ષકનું પ્રમાણ હતું. 2013-14માં માધ્યમિક કક્ષાએ 69 % વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જયારે આ જ પ્રમાણ ઉચ્ચત્ત૨ શિક્ષણામાં  25 % હતું.





     આરોગ્ય :

     

    (1) આરોગ્યનો અર્થ અને મહત્વ : 

     

    વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO – World Health Organization) દ્વારા આરોગ્યની વ્યાખ્યા આ પ્રકારે આપવામાં આવી છે :

     

    વ્યાખ્યા : 

    ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિને જ સારું આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય નહિ, પરંતુ  માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણના (well-being) આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય.

     

    શ્રમિક કાર્યક્ષમતાનો આધાર તેમના સ્વાસ્થય પર રહેલો છે. અંગ્રેજીમાં કહેવત છે કે, “sound mind in sound body” શિક્ષણ મનની તંદુરસ્તી પૂરી પાડે છે તો સુવિધાઓ આરોગ્ય તનની તંદુરસ્તી પૂરી પાડે છે.

     

    રાષ્ટ્રીય આવકનો આધાર જાહેર આરોગ્યની  સુવિધાઓ પર સીધી રીતે સંકળાયેલો છે. જે શ્રમિકોનું સ્વાસ્થ્ય સારું નથી હોતું અને વારંવાર બીમાર પડે તો તેની ઉત્પાદન અને ઉત્પાદકતા પર માઠી અસર પડે છે. શ્રમિકના આરોગ્યમાં સુધારો થતાં આપોઆપ દેશના કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. આરોગ્યમાં સુધારો થતાં આર્થિક વિકાસમાં ત્રણ રીતે મદદરૂપ બની શકે છે:

     

    (1) ઉત્પાદકતા વધતાં ઉત્પાદનમા વધારો થાય છે.

    (2) કુદરતી સંપત્તિનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય છે અને તેમાં થતો બગાડ  અટકાવી શકાય છે.

    (3) શ્રમિકની આવકમાં વૃદ્ધિ થતાં જીવનધોરણ ઊંચું જતું જોવા મળે છે..

    સારી તંદુરસ્તી માટે બે બાબતો જરૂરી છે : (1) સમતોલ આહાર (2) સારી દાક્તરી સારવાર.

     

    પ્રજાના આરોગ્યની સ્થિતિ જાણવા માટે લોકોનું સરેરાશ આયુષ્ય એક મહત્ત્વનો માપદંડ ગણાય છે. 1951 માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય 32 વર્ષ હતું જે સમતોલ અને પોષણક્ષમ આહાર તેમજ દાક્તરી સારવારના વિકાસ અને વિસ્તારને કારણે વધીને 2011માં 63.5 વર્ષ થયું હતું તે જ રીતે 1951માં બાળમૃત્યુનું

    પ્રમાણ દર હજારે 146 હતું તે ઘટીને 2012ના દર હજારે 44 થયું હતું.





    (2) આરોગ્યની સ્થિતિ : 

     

    ભારતની કુલ વસ્તીમાંથી હજુ આજે પણ 70 % વસ્તી ગામ ગામડામાં વસે છે અને કુલ દવાખાનાના પાંચમાં ભાગે જેટલા દવાખાના જ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે. આમ કહી શકાય કે ગામડાના લોકોને પૂરતી દાક્તરી સારવાર મળી શકતી નથી તેથી ગ્રામ્ય અને શહેરી વસ્તીને મળતી દાક્તરીવસારવારમાં મોટો તફાવત જોવા મળે છે.

     

    ગામડામાં વિશિષ્ટ દાક્તરી સારવાર જેવી કે બાળકોના નિષ્ણાત ડોક્ટરો, સ્ત્રીઓના નિષ્ણાત ડોકટરો,એનેસ્થેસિયાના વિશિષ્ટ ડોકટરો, આંખના નિષ્ણાત ડોકટરો કે 

    M D., M.S. જેવા ઉચ્ચ લાયકાત ધરાવનાર ડોક્ટરોનો અભાવ હોવાથી આ વસ્તી સારા આરોગ્યની સેવાઓ યોગ્ય સમયે મેળવી શકતી નથી.

     

    માતાની તંદુરસ્તી વગર તંદુરસ્ત બાળક જન્મી શકે નહિ, ભારતમાં 15થી 49 વર્ષની વય ધરાવતી સ્ત્રી ઓમાંથી 50 % સ્ત્રીઓ બિનપોષણક્ષમ આહારને કારણે લોહતત્વની ઉણપને લીધે એનિમિયાનો ભોગ બને છે અને તેમાંથી 19 % મૃત્યુનો ભોગ બને છે.

     

         ઉપર્યુક્ત ખામીઓ શિક્ષણના પ્રચાર, પ્રસાર અને આરોગ્યની સુવિધાઓના વિકાસ-વિસ્તારથી શક્ય બની શકે. વિશ્વ બેન્કના  અહેવાલ પ્રમાણે ભારત સરકાર પોતાના કુલ ખર્ચના 4.4 % ખર્ચ જ આરોગ્ય પાછળ ખર્ચે છે. જેની સામે અમેરિકા 20,3 % અને ચીન 12 5 % ખર્ચ કરે છે.

     

    સરકાર આરોગ્યની સુવિધા પાછળ વધુ ને વધુ ખર્ચ કરતી રહી છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો  છે. આરોગ્ય અને દેશનો આર્થિક વિકાસ વચ્ચે ખાસ સંબંધ હોવાથી સરકારે ગામડાઓ સુધી આ સેવાઓનો વિસ્તાર અને વિકાસ કરી તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રનું  નિર્માણ કરી શકે.



    વીજળી :

     

    આર્થિક વિકાસ માટેનું સૌથી મહત્વનું ચાલકબળ વીજળીનું ગણાવી શકાય. ગામડાં તથા શહેરોમાં બંનેને વિકાસ માટે વીજળી અનિવાર્ય ચાલક બળ ગણાય છે.




    ગામડામાં કૃષિ, સિંચાઈ, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ વીજળીને જ આભારી ગણાવી શકાય. તે જ રીતે શહેરોને ઔદ્યોગિક વિકાસ તેમજ  સેવા વિભાગના વિકાસ માટે વીજળી ખૂબ જ મહત્ત્વની ગણાય છે. 

     

    ભારતમાં વીજળીની ઉત્પાદન ક્ષમતા વર્ષ 1950-51માં 2300 મેગાવોટ હતી જે જુલાઈ, 2009માં વધીને 1,54, 574 MW મેગાવોટ થઈ હતી. આમ 1950-51 થી 2011-12નાં 61 વર્ષોમાં અનેક ગણો વધારો થયેલો જોઈ શકાય છે. આ

    ઉત્પાદન વધારાની સીધી અસર કૃષિ, ઉદ્યોગ અને સેવા વિભાગના વિકાસ પર

    થયેલી જોઈ શકાય છે.

     

           વીજળીના ઉત્પાદન અને વપરાશકાર દેશ તરીકે ભારત વિશ્વમાં અગ્રેસર છે. ભારતમાં વિશ્વમાં વીજળી ઉપન્ન કરનાર દેશ તરીકે 7મો ક્રમ ધરાવે છે જ્યારે વીજળીના વપરાશકાર તરીકે 5મો ક્રમ ધરાવે છે.

     

    ભારતમાં વીજળી 4 રીતે મેળવી શકાય છે ?

    (1) થર્મલ પાવર – કોલસા દ્વારા

    (2) હાઇડ્રો પાવર – પાણી દ્વારા

    (3) ન્યુક્લિયર પાવર – પરમાણુ દ્વારા

    (4) અન્ય – પવનચક્કી, બાયોગેસ, સૂર્ય શક્તિ વગેરે,



    આ ઉપરાંત સરકારે સુર્યશક્તિ (સોલર પાવ૨)ના ઉપયોગને વધુ ને વધુ લોકભોગ્ય બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને સૂર્યશક્તિનો વિવિધ રીતે ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા સૂર્યકુકર અને સુર્ય ગીઝર ખરીદવા  માટે સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત સોલર પેનલ (Solar Panel) માટે પણ સ૨કા૨

    પ્રોત્સાહન આપી રહી છે.

     

    વર્ષ  2012-13માં થર્મલ પાવર દ્વારા 70 %. હાઇડ્રોપાવર અને વિન્ડ પાવર દ્વારા 16 %, ન્યૂક્લિઅર પાવર દ્વારા  2%, અન્ય દ્વારા 12% વીજળી મેળવવામાં આવી હતી. ભારત સરકારે હાઈદ્રોપાવ૨ અને વિન્ડ પાવર (પવનચક્કી)ના ઉત્પાદનને વધુ ને વધુ પ્રોત્સાહન આપી રહી છે  જેનું મૂળ કારણ આ બંને દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં કોઈ પણ જાતનું પ્રદુષણ થતું નથી તે છે.

    આ બંને સારા ઉત્પાદનમાં પ્રગતિ ઝડપથી થઈ રહી છે.

     

    વીજળીનો  વપરાશ (1) કૃષિ (2) ઉધોગો (3) રહેઠાણ (4) વાહન વ્યવહાર 

    (5) અન્ય દ્વારા થતો જોવા મળે છે, જે નીચેના કોષ્ટક દ્વારા સ્પષ્ટ થાય છે:



    વીજળીનું ઉત્પાદન ભારતમાં (1) કેન્દ્ર સરકાર (2) રાજ્ય સરકાર (3) ખાનગી ક્ષેત્ર દ્વારા થતું જોવા મળે છે.

     

    વીજળી ક્ષેત્ર સામેના પડકારો :

     

    (1) વીજળી ક્ષેત્ર સામેનો મોટામાં મોટો પડકાર એ છે કે, ઉત્પાદન-ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી.

     

     (2) બીજો મોટો પડકાર એ છે કે, આપણા દેશના વાર્ષિક 7 થી 8 ટકાના વિકાસ-દરને પહોંચી વળવા માટેની જેટલી વીજળી ઉપલબ્ધ બનવી જોઈએ તેટલી વીજળી ઉપલબ્ધ બનાવી શકાઈ નથી.

     

    (3) ત્રીજો મોટો પડકાર એ છે કે વીજળી ઉત્પાદન-ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન થતું જોવા મળે છે.

     

    (4) ઉપરાંત વીજળીની યોગ્ય વહેંચણી, વીજળીની વહન કરવાની પદ્ધતિ તેમજ વીજચોરીનું મોટું પ્રમાણ પણ વીજળી સામેના પડકારો ગણાવી શકાય.

     

    (5) વીજળીના ઊંચા દરો, ઘણા બધા વિસ્તારોમાં વારંવાર વીજળીનું આવન-જાવન, થર્મલ પાવર ચલાવવા માટે કોલસાની તંગી જેવા પડકારો પણ વીજળીની ઉત્પાદન-ક્ષમતાને સીધી અસર કરે છે.






    રેલવે:

     

    વાહન- વ્યવહાર ક્ષેત્રે વિશ્વમાં રેલવેનો વિકાસ ક્રાંતિકારી ગણાય છે. ભારતમાં રેલવેનો વિકાસ બ્રિટિશરોએ તેમના આર્થિક  હિતોને ધ્યાનમાં રાખીને કર્યો હતો. ભારતીય રેલવેનો પ્રારંભ અંગ્રેજોના શાસન દરમિયાન 16 એપ્રિલ, 1853ના

    રોજ મુંબઈ અને થાણે વચ્ચેના 22 માઈલ (અત્યારના કિલોમીટર લગભગ)ના અંતરથી થઈ હતી.

     

        સ્વતંત્રતા પછી રેલવેનો વહીવટ ભારત સરકાર હસ્તક આવ્યો અને સરકારે એક અલગ ખાતા દ્વારા રેલવેનો વહીવટ કરવાનું શરૂ કર્યું. આજે એશિયા ખંડમાં પ્રથમ સ્થાને અને વિશ્વમાં  ચોથા નંબરનું સૌથી મોટું નેટવર્ક ભારતીય રેલવે ધરાવે છે. રેલવે ભારત સરકા૨નું સૌથી મોટું જાહેર સાહસ ગણાય છે જે આજે પણ આશરે 14 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.

     

    2012 માં 8200 મિલિયન પેસેન્જર્સ અને 970 મિલિયન ટન માલનુ વહન કર્યું હતું. રેલવે વિકાસનું ભારતના આર્થિક વિકાસમાં ખૂબ જ મહત્વ રહેલું છે

     જેમાં,

     

    (1) ભારે યંત્રસામગ્રીની ઝડપી હેરફેર શક્ય બનતા વ્યાવસાયિક ગતિશિલતામાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થતાં  ઉદ્યોગધંધાનો વિકાસ ઝડપી બન્યો.

     

     (2) લાંબા અંતરની મુસાફરી સુખદાયક, સલામત અને ઝડપી બનતા શ્રમની ભૌગોલિક ગતિશીલતાને વેગ મળ્યો  છે, જેથી શ્રમનો પુરવઠો સરળતાથી મળી

     રહે છે.

     

    (3) રેલવેના વિકાસથી ખેતીના વાણિજયકરણને વેગ મળ્યો છે અને ખેતીને જોઈતા ખાતર, ઓજારો અને ખેત – ઉત્પાદનને  રેલવે દ્વારા દૂર દૂર સુધી પહોંચાડી

     શકાય છે.

     

    (4) રેલવેના  વિકાસથી ભારતના વિદેશવેપારને  મોટા પ્રમાણમાં પ્રોત્સાહન

     મળ્યું છે.

     

    (5) રેલવેના  વિકાસથી પ્રવાસના ઉદ્યોગ ના વિકાસને પ્રોત્સાહન મળતા પ્રવાસન ઉદ્યોગ તરીકે વધુ ને વધુ વિકસતા જતા રોજગારીનું નવું ક્ષેત્ર વિકસેલું જોવા મળે છે.








    (6)રેલવેનો વિકાસ દેશની રાષ્ટ્રીય એકતામાં કડીરૂપ સાબિત થયો છે.

     

        આમ, આંતર માળખાકીય સુવિધાઓમાં રેલવેએ જે ફાળો આપ્યો છે તેને કારણે દેશના ખેતી, ઉધોગ અને સેવા વિભાગ સમગ્ર દેશમાં વિકાસ પામી રહ્યો છે અને તેથી જ દરેક પંચવર્ષીય યોજનાઓમાં રેલવેના વિકાસ તેમજ

     આધુનીકી કરણ ને  સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાં,

     

    (1) દરેક યોજનામાં ગેજ રૂપાંતરનું કાર્યું ઝડપી બનાવી રેલવેનું આધુનિકીકરણ કરવામાં આવી ૨હ્યું છે.



    (2) રેલવે મુસાફરી વધુ ને વધુ સલામત બને તે માટે ની વધુ ને વધુ સવલતો ઊભી કરવામાં આવી રહી છે.

     

    (3) રેલવે સ્ટેશનોને પણ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.

     

    (4) રેલવેના ડબાઓને પણ આધુનિક સવલતોથી સુસજ્જ કરવામાં આવી રહ્યા છે જેથી મુસાફરી આરામદાયક બની શકે.

     

    (5) વધુ ને વધુ રેલવેનું વીજકરણ થઈ રહ્યું છે જેથી મુસાફરી ઝડપી બની શકે.

     

    (6) રેલવે એ ટ્રેનોનું વર્તમાન ઝડપીમાં આધુનિકીકરણ દ્વારા વધારો કરવાની કામગીરી શરૂ કરી છે. જેથી એક સ્થળેથી બીજા સ્થળ વચ્ચેનું અંતર ઘટતા મુસાફરો તેમજ માલવહન કરવાનો સમય બચાવી શકાય.

     

    (7) ટેલ્ગો અને બુલેટ ટ્રેન એ રેલવેનુ આધુનીકીકરણનું સ્વરૂપ છે. તેમ છતાં રેલવે સામેના કેટલાક પડકારો પણ જોવા મળે છે. જેમાં,

     

    (1) આધુનિક ટેકનોલોજીની અનિવાર્યતા પણ અપુરતી છે.

    (2) અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે રેલવેની સવલતો ઘણી અપૂરતી છે.

    (3) નાણાંની તંગી, સંચાલનની સમસ્યા

    (4) મુસાફરોને અપુરતી સવલતોની સમસ્યા

    (5) પ્રાદેશિક અસમતોલ રેલવેનો વિકાસ વગેરે ગણાવી શકાય.



    પેટ્રોલિયમ :

     

    ઊર્જાના મહત્ત્વના સ્ત્રોત તરીકે પેટ્રોલિયમ પેદાશને ગણાવી શકાય. ઉપરાંત 

    વાહનન ચાલક બળ તરીકે પણ તેનું મહત્ત્વ ઘણું જ છે. અધતન ટેકનોલોજી ઉત્પાદન માટે મોટે ભાગે પેટ્રોલિયમ પેદાશ પર આધાર રાખે છે. જો કે ભારતમાં પેટ્રોલિયમ પેદાશનો જથ્થો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં હોવાથી આપણે તેની આયાતો પર જ મોટો  આધાર રાખવો પડે છે.

     

     ઔદ્યોગિકીકરણની ઝડપ વધતાં પેટ્રોલિયમ પેદાશની માંગ મોટા પ્રમાણમાં

    વધતી ગઈ છે અને સાથે-સાથે વાહન વ્યવહારનો ઝડપી વિકાસ થતા માલની હેરફેર કરતાં વાહનો તથા ખાનગી વાહનોની સંખ્યામાં વધારો થતાં પેટ્રોલિયમ પેદાશોની માંગ ઉત્તરોત્તર વધતી જ ગઈ છે.

     

    ભારતમાં સૌપ્રથમ અસમમાં તેલના ભંડાર પ્રાપ્ત થયા હતા. સરકારને પેટ્રોલિયમ પેદાશોની દેશના આર્થિક વિકાસમાં અનિવાર્યતા જણાતા દેશમાં ખનિજ તેલ મેળવવાના પ્રયાસો ઘનિષ્ઠ બનાવ્યા અને 1959 (ONGC Oil and Natural Gas Commission Limited) ની સ્થાપના કરી પછીથી સરકારે તેને નિગમ

    બનાવી (Commission – Corporation) કમિશનનું કોર્પોરેશન કર્યું છે.

     

    ONGCદ્વારા સરકારે પેટ્રોલિયમ પેદાશો મેળવવાના સઘન પ્રયાસો કર્યા છે. ગુજરાતમાં પણ કડી, કલોલ, અંકલેશ્વર વગેરે જગ્યાએ તેલનો ભંડારો શોધી કાઢ્યા અને મુંબઈના (Bombay High) દરિયામાં ખનીજ મેળવવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે છતાં હાલમાં વિશ્વના કુલ  જથ્થામાં ભારતનો

    હિસ્સો માત્ર 0.4 % જ છે.

     

    વિશ્વના હાલના ઉત્પાદન અને સતત વધતી જતી માંગને કારણે કહી શકાય કે પેટ્રોલિયમનો જથ્થો મર્યાદિત વર્ષો જ ચાલે તેટલો છે. તેથી વિશ્વના દેશો ઊર્જાના 

     વૈકલ્પિક સોતો વિશે ગંભીરતા પૂર્વક વિચારતા થયા છે અને એ દિશામાં સતત સંશોધનો-કાર્યક્રમો અપનાવતા ગયા છે. ભારત પણ આ દિશામાં સંશોધનોને સતત પ્રોત્સાહનો આપી રહ્યું છે.

     

    કુદરતી ગેસને પણ પેટ્રોલિયમ સ્રોતોમાં જ ગણવામાં આવે છે જેનો મુખ્યત્વે ઉપયોગ થર્મલ વિદ્યુત મથકોમાં રાંધણ  ગેસમાં કે વાહનન ચાલક બળ તરીકે કરવામાં આવે છે. ભારતનો ગેસના. કુલ જથ્થો પણ હાલમાં વિશ્વના ગેસના કુલ જથ્થામાં માત્ર 0.5 % જ છે. 

     

    કુદરતી ગેસના વધુ ઉપયોગને પરિણામે પર્યાવરણીય પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે તેવું માનવામાં આવતું હોવાથી તેનો વધુ ને વધુ ઉપયોગ વીજળી

    ઉત્પાદનમાં તેમજ વાહન વ્યવહારમાં કરવો જોઈએ. ગેસ ઉપયોગને પર્યાવરણ મિત્ર (Environment friendly) ગણાવાય છે.











  • પાઠ–6 બેરોજગારી

    પાઠ–6 બેરોજગારી

    પ્રસ્તાવના:

    વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

    આ સમસ્યાઓએ વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં, પણ આ સમસ્યા નું પૂર્ણ નિરાકરણ થયું નથી તે એક વાસ્તવિકતા છે. 

    બેરોજગારીનો અર્થ:

    સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની  કામ વગર ની સ્થિતિ.

    પિગુ ના મતે બેરોજગારી એટલે”કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી.”

    ટૂંકમાં,  બેરોજગારી   એટલે કે “પ્રવર્તમાન વેતનદરે વ્યક્તિની કામ  ક૨વાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ  કહેવાય .”


    બેરોજગારીનો ઉપર્યુક્ત અર્થ મુજબ  પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ  કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય છતાં તેને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને  “અનૈછિક બેરોજગારો”કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી  કહેવાય છે.

     

    તેથી જ રીતે જો વ્યક્તિ કામ ક૨વાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય. આવા વ્યક્તિને “સ્વૈચ્છિક બેરોજગાર”ગણી શકાય.

    આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી બેરોજગાર ગણાય નહિ.આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની  સમસ્યા નથી.

    બેરોજગારી નો ખ્યાલ સક્રિય શ્રમ પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં  આવે છે.

    સક્રિય શ્રમના પુરવઠા માં સામાન્ય રીતે 15થી 64 વર્ષની વયજૂથ માં હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે.

    ભારતમાં બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા જ નથી પણ તે સામાજિક, નૈતિક અને  રાજકીય ક્ષેત્રે સમસ્યા ઊભી કરી શકે છે.


    બેરોજગારીના પ્રકારો :

    બેરોજગારીનું સ્વરૂપ પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે. કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશો માં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ વિભિન્ન હોઇ શકે છે.

    વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણ જન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે  છે. જેને અસ૨કા૨ક માંગમાં વધારો કરીને હલ કરી શકાય છે.

     ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે અને તે લાંબા ગાળા માટેની હોય  છે. 

    બેરોજગારીનું  સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે શ્રી  રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 એ નીચેના ચાર માપદંડો રજૂ કર્યા છે.

    (1) સમય : જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય, પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે  તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણાય. 

    (2) આવક :  વ્યક્તિને કામમાંથી  એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી  દૂર ન થઈ શકે તો તે આવકની દષ્ટિએ બેરોજગાર ગણાય છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.

    (3) સંમતિ :

    વ્યક્તિને જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાત વાળું  અન્ય પ્રકારનુ કામ સ્વીકારવું પડે છે. પરંતુ આ પ્રકારના કામથી  તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધબેરોજગારી કહેવાય છે.

    દા.ત., CA ની ડીગ્રી  મેળવેલ વ્યક્તિએ ક્લાર્ક  તરીકે કામ કરવું પડે.


    (4) ઉત્પાદકતા :

    શ્રમિક ની  વાસ્તવિક ઉત્પાદકતા જે  હોય તેના ક૨તા તે વ્યક્તિ કે હાલ ઓછી  ઉત્પાદકતા એ કામ કરતો હોય, તો ઉત્પાદન તેની  શક્તિ કે ઉત્પાદકતા કરતા ઓછું હશે.

    દા.ત., કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે. પણ તેને  દિવસ માં 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય.


    ઉપર્યુક્ત માપદંડ પ્રમાણે બેરોજગારી ના પ્રકાર આ પ્રમાણે પાડી શકાય.


    સંપૂર્ણ બેરોજગારી:

    અર્થ :

    • જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે  છે, પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય.
    • સામાન્ય રીતે જે દેશમાં શ્રમ નો  પુરવઠો ઝડપથી વધતો હોય અને શહેરીકરણ ની પ્રક્રિયા પણ ઝડપી હોય  ત્યાં આવી સંપૂર્ણ બેરોજગારી નો વૃદ્ધિ-દર ઉંચો જોવા મળે છે.
    • આ પ્રકારની બેરોજગારી ગામડા કરતાં શહેરોમાં વધુ જોવા મળે છે. જેમા મોટા ભાગના ખુલ્લા બેરોજગારો ગામડામાંથી શહેરોમાં કામની શોધમાં આવેલા વ્યક્તિઓ હોય છે.
    • સંપૂર્ણ બેરોજગારી નો ભોગ સામાન્ય રીતે શિક્ષિત અને તાલીમ વગરના વ્યક્તિઓ વધુ બનતા હોય છે.
    • સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15 થી 25 વર્ષની વયજૂધની વ્યક્તિઓમાં વધું જોવા મળે છે.


    સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી નો  આંક આધારભૂત રીતે મેળવવો મુશ્કેલ હોય  છે છતાં પણ તેને માપવાની ત્રણ પદ્ધતિ પ્રચલિત છે :

    (1) રોજગાર વિનિમય કેન્દ્ર માં થયેલ નોંધણી દ્વારા

    (2) શ્રમ પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા

    (3) વસ્તી ગણતરીના આંકડા દ્વારા.


    અર્ધ બેરોજગારી : વિભાગ C અને D-Most Imp

    અર્થ :

    શ્રમિકો તેમની  શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય એટલે કે ઓછા સમય માટે લાયકાત  ક૨તા ઓછી લાયકાત વાળું કાર્ય સ્વીકારવું પડે તેને અર્પબેરોજગાર કહેવાય.

    • શ્રમિક દિવસના જેટલા કલાક અથવા વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય  તેના કરતા ઓછા કલાક કે દિવસનું કામ મળે તો તે અર્ધબેરોજગાર કહેવાય.
    • દા.ત., એક કારખાનામાં કે ખેતર માં શ્રમિકોને આઠ કલાક ને બદલે માત્ર પાંચ કલાક કામ મળતું હોય તો તે અર્ધબેરોજગાર કહેવાય.
    • આ અર્થ મુજબ ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતીક્ષેત્રે જોવા મળતી મોસમી બેરોજગારી પણ અર્ધબેરોજગારીનો જ એક પ્રકાર છે.
    • કારણ કે ખેતીક્ષેત્રે રોકાયેલ શ્રમિકને વાવણી અને લણણી (કાપણી)ની મોસમમાં જ કામ મળે છે. પણ બાકીના સમયમાં કામ વગર બેસી રહેવું પડે છે.
    • ભારતની ખેતી મોટા ભાગે વરસાદ આધારિત છે અને સિંચાઈ ની સગવડ મર્યાદિત હોવાથી ખેતીક્ષેત્ર આવી મોસમી સ્વરૂપની બેરોજગારી વિશેષ જોવા મળે છે.
    • તેવી જ રીતે કેટલીક શિક્ષિત વ્યક્તિને તેમની  લાયકાત કે ડિગ્રી પ્રમાણે કામ ના મળતા ઉતરતી કક્ષા નું કામ સ્વીકારવુ પડે છે તેને પણ અર્ધબેરોજગારી કહેવાય. 

    દા.ત., કમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ ને ગેરેજમાં નોકરી કરવી પડે.

    પ્રચ્છન્ન બેરોજગારી: વિભાગ C અને D-Most Imp

    પ્રચ્છન્ન બેરોજગારી એટલે છૂપી બેરોજગારી. આ પ્રકારની પ્રચ્છન્ન  બેરોજગારી ભારત જેવા વિકસતા દેશમાં સવિશેષ જોવા મળે છે.

    અર્થ:

    • કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજી ના સંદર્ભ માં જરૂરી હોય  તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલ હોય.આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તોપણ કુલ ઉત્પાદનમાં કોઈ  ફે૨ફા૨ ન થતો હોય, તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય છે.
    • એટલે કે, જો ઉત્પાદનના સાધનો  અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિ વસ્તી ધરાવતા વિકસિતા  દેશોના ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય, તો તેવા દેશોમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તે છે, તેમ કહી શકાય.
    • ઉપર્યુક્ત અર્થ મુજબ એમ કહી શકાય કે, ‘પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે.
    • ભારત દેશમાં ખેતી સિવાય ના અન્ય ક્ષેત્રોનો અપૂરતો વિકાસ થયો હોવાથી રોજગારી માંગનારી વધારાની વસ્તીનું ખેતીક્ષેત્રે ભારણ  વધતું જાય છે.
    • આ વધારાના શ્રમિકોને ખેતીક્ષેત્રમાથી ખસેડી લેવામાં આવે તોપણ ખેત ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં. આ વધારાના  શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી આ શ્રમિકોને  પ્રચ્છન્ન બેરોજગાર કહી શકાય.
    • શહેરોમાં પણ ઉધોગ અને વેપારક્ષેત્રે આવી પ્રચ્છન્ન બેરોજગારી  જોવા મળતી હોય છે.

    દા.ત., ધારો કે 10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે તો વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી  પૂરી પાડી શકાય તેમ હોય.

    પરંતુ અન્ય સ્થળે કામ મળે તેમ ન હોવાથી કુટુંબના બીજા 3 સભ્યો પણ આજ ખેતરમાં કામ માં જોડાય.

    પણ તેમના જોડાવાથી  આ ખેતરના કુલ ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો ન હોય તો આ વધારાના 3 શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહેવાય.

    આવા શ્રમિકો બેકાર દેખાતા નથી, પણ તેમની  સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી તે પ્રચ્છન્ન બેરોજગાર ગણાય.

    ચક્રીય બેરોજગારી:   વિભાગ C અને D-Most Imp

    • ક્યારેક આખા અર્થતંત્રમાં તેજીનું  તો ક્યારેક મંદી નું મોજુ ફરી વળે છે. તેજીની  સ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી વગેરે વધવાનું  વલણ હોય છે.
    • જયારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાની માંગમાં ઘટાડો થાય છે.
    • પરિણામે અસરકારક માંગના અભાવ ને કારણે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે અથવા ઉત્પાદનના એકમો બંધ કરવા પડે છે અને ઘણા બધા શ્રમિકોને કામ પરથી છુટા  કરવામાં આવે છે.
    • આમ અહીં મંદી બેરોજગારીનું કારણ બને છે.તેથી આ બેરોજગારીને ચક્રીય બેરોજગારી કે મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે.
    • ઈ.સ. 1929-30 માં અમેરિકામાં આવેલ મહામંદી ની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી, તેથી આ મંદીને વિશ્વ મહામંદી તરીકે પણ ઓળખવામાં આવે છે.
    • વર્તમાન સમયમાં પણ ક્યારેક અમેરિકા, ઈંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી સર્જાય છે.
    •  ભારતમાં હીરા ઉદ્યોગક્ષેત્રે ક્યારેક આ સ્વરૂપની બેરોજગારી ઉદ્ભભવતી જોવા મળે છે.

    ઘર્ષણજન્ય બેરોજગારી :

    અર્થ :

    • જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં, ચીજવસ્તુની માંગમાં કે ચીજવસ્તુના  ઉત્પાદનમાં ફે૨ફા૨ થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી  બેરોજગારીને ઘર્ષણ જન્ય બેરોજગારી તરીકે ઓળખવા માં આવે છે.
    • વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિવાળા  એકમોને આર્થિક રીતે નુકસાન જતાં કેટલાક એકમો બંધ પડે છે.
    • પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ના શીખે ત્યાં સુધી તેમને બેરોજગાર રહેવું પડે છે. નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી લે  છે. એટલે કે આ સ્વરૂપની બેરોજગારી   ટૂંકા ગાળા માટેની હોય છે.
    • દા.ત., સાદા મોબાઇલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા  સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ ક૨તા શ્રમિકોને રોજગારી મળતી બંધ થતા તેઓ બેરોજગાર બને છે.આ સ્વરૂપ ની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી ગણાય.


    બેરોજગારી ઉદ્દભવવાના કારણો:  (કોઇપણ પાંચ મુદા સારી રીતે કરવા જેમા મુદા નંબર 3,5,8 તો ખાસ કરવા) 

    ભારતમાં બેરોજગારીના  પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ ઓર્ગેનાઇઝેશન (C.S.O,) નેશનલ  સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે.

    તેમજ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ ભગવતી  સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવવામાં આવ્યા છે.

    ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈ.સ 1951 થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે.


    ભારતમાં બેરોજગારીની  સમસ્યા ઉદ્ભવવાના કેટલાક મુખ્ય કા૨ણો તપાસીએ

    (1) વસ્તી વૃદ્ધિ નો ઊંચો દર :

    • ભારતમાં વસ્તીવૃદ્ધિ નો દર નીચો રહેવાથી દેશની કુલ વસ્તીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. તેથી  શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થાય છે
    • એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિ વર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે.જે ઓસ્ટ્રેલિયા દેશ ની વસ્તી થી પણ વધારે છે
    • આમ, ઊંચા દરે વધતી વસ્તી સામે દેશમાં રોજગારી આપવાના સાધનો અપૂરતા  હોય ત્યાં બેરોજગારીમાં વધારો થાય તે સ્વાભાવિક છે. 

    (2) રોજગારીની તકો માં ધીમો વધારો :

    • રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે.
    • આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પુરતી તકોનું સર્જન કરવામા નિષ્ફળતા મળી છે, જે એ દર્શાવે છે કે ભારતનો ‘‘આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે.”
    • ભારતમાં આયોજન ના પ્રથમ ત્રણ દશકામાં સરેરાશ લગભગ 3.5 ટકાના દરે આર્થિક વિકાસ હાંસલ કરી  શકાયો હતો. જે દર વધીને દસમી યોજનામાં 7.6 % અને અગિયારમી યોજનામાં 7.8 % થયો હોવા છતાં યોજનાના અંતે બેરોજગારોની સંખ્યા વધતી ગઈ છે. 

    (3) બચત અને મૂડીરોકાણનો  નીચો દર :

    • ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પણ  સાથે સાથે વસ્તિવૃદ્ધી નો દર પણ ઉંચો જોવા મળ્યો છે. પરિણામ સ્વરૂપ માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય  આવકના પ્રમાણ માં નીચા દરે વધારો થાય છે.
    • નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણ નો  દર નીચો રહે છે.
    • મૂડીરોકાણ દર નીચો હોવાથી ઉધોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોમાં પુરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઉભી કરી શકાતી ના હોવાથી બેરોજગારીની સમસ્યામાં  વધારો થાય છે.


    (4) મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ :

    • ભારતમાં મૂડીની  અને શ્રમની છત છે. આ પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા  શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધારે અનુકૂળ ગણાય.
    • પરંતુ રેલવે, સિંચાઈ, રસ્તા, બાંધકામ તેમજ રાજ્યના  જાહેર ક્ષેત્રોમાં પણ મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ નો ઉપયોગ વધતો જાય છે. પરિણામે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી ગઈ છે.
    • તેથી જ બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલ વેકંટરામન સમિતિ  અને ભગવતી સમિતિ એ પણ ભારતમાં વધારે પડતા યાત્રીકરણનો વિરોધ કર્યો હતો.


    (5) વસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ 🙁ખામી યુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે સમજાવો) 

    વિભાગ C અને D-Most Imp

    • ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે.
    • દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિ ને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈ નથી.
    • આર્થિક વિકાસના  દર ને ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગક્ષેત્ર, ખેતીક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેકનોલોજી અને યાંત્રીકરણ અપનાવવામાં આવ્યું છે.
    • તેના કારણે આ પદ્ધતિ ને અનુરૂપ કેળવાયેલ, ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકો ની જરૂર પડે છે.
    • પરંતુ તેનાથી વિપરીત સ્થિતિ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે.પરિણામે એવા કુશળ શ્રમિકો મળતા નથી. કારણકે શિક્ષણક્ષેત્રે  વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. 
    • વર્તમાન શિક્ષણ  માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે.તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે તેટલી પણ તેમનામાં  ક્ષમતા આવતી નથી અને રોજગારીની સમસ્યાનો ભોગ બને છે.


     (6) માનવ શક્તિના  આયોજનનો અભાવ:

    • ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવશકિતનું પોગ્ય આયોજન થયું નથી.દેશમાં વર્તમાન સમયે જે પ્રકારના  શ્રમ ની માંગ થાય છે, તે સંદર્ભ માં પૂરતા યોગ્ય  શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિ નું આયોજન કરવા માટેની શિક્ષણ -વ્યવસ્થા ઊભી થઈ નથી.
    •  કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને  કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટરો અને એન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ના મળતા વિદેશમાં જાય છે.
    • જેમ બ્રિટિશ શાસનમાં સોનાનો એક તરફી પ્રવાહ    ‘Drain of Gold’ ભારતમાંથી બ્રિટન તરફ જોવા મળેલ, તેવી જ રીતે વર્તમાનમાં બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ ‘Drain of Brain’ ભારતમાંથી વિદેશ ત૨ફનો જોવા મળે છે.


    (7) જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા :

    • આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતા જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થયા નથી.
    • તેથી રોજગારીની તકો ઓછી ઊભી થઈ શકી અને બેરોજગારીમાં વધારો થયો.


    (8) કૃષિક્ષેત્રના  વિકાસ ની અવગણના : વિભાગ C અને D-Most Imp

    • ભારત કૃષિપ્રધાન દેશ છે અને ભારતની મોટા ભાગની વસ્તી ગામડાંઓમા વસે છે.
    • આ વસ્તી મોટે ભાગે રોજગારી માટે કૃષિક્ષેત્ર પર આધાર રાખતી  હોય છે. તેથી કૃષિક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન જરૂરી છે.
    • પરંતુ ભારતની આર્થિક વિકાસ નીતિમાં કૃષિક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે.
    • કૃષિક્ષેત્રમાં  આવેલ હરિયાળી ક્રાંતિ નો  લાભ પણ દેશમાં પંજાબ, હરિયાણા જેવાં અમુક રાજયોને જ થયો.
    • તેથી કૃષિક્ષેત્રે સાર્વત્રિક  રોજગારીની તકોમાં વધારો ના થઈ શક્યો. વધતી વસ્તીનું કૃષિક્ષેત્રન પર ભારણ , અપૂરતી સિંચાઈ ની સગવડ, કૃષિધીરાણની અપૂરતી સગવડ,વરસાદની અનિશ્ચિતા તેમજ કૃષિક્ષેત્રના અન્ય જોખમોને  કારણે ભારતમાં કૃષિક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નથી.
    • તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બિનકૃષિક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો છે, તેથી ખાસ કરીને કૃષિક્ષેત્ર પર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.

    (9) શ્રમની ઓછી ગતિશીલતા : 

    • કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાના કારણે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે.
    • ભારતમાં  કયારેક સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહનવ્યવહાર ની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા જેવા કારણોસર શ્રમની ગતિશિલતા માં અવરોધ સર્જાય છે, જેને કારણે બેરોજગારીની સમસ્યાઓ વધે છે.
    • શહેરી જીવનના આકર્ષણો તથા સુવિધાથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી. 


    (10) અપૂરતી માળખાકીય સુવિધા ;

    • ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ બેરોજગારીની સમસ્યા માટેનું એક કારણ છે.
    • ગામડામાં  અપૂરતી વાહન વ્યવહારની સગવડ, સારા રસ્તાઓની ઓછી સગવડ, શિક્ષણ, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી.

     

    બેરોજગારી ઘટાડવાના ઉપાયો: (કોઇપણ પાંચ મુદા સારી રીતે કરવા જેમા મુદા નંબર 7 તો ખાસ કરવો) 

    ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અને કારણો વિશેના અભ્યાસ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે, ભારતમાં  બેરોજગારી સમસ્યા દિન-પ્રતિદિન વધુ ને વધુ ચિંતાજનક બનતી જાય છે.

    બેરોજગારીનો  પ્રશ્ન એ માત્ર આર્થિક પ્રશ્ન જ નથી; તે સામાજિક, નૈતિક અને માનસશાસ્ત્રીય પ્રશ્નો પણ ઊભા કરે છે. રાજકીય દૃષ્ટિએ પણ આ પ્રશ્ન ચિંતાજનક  છે.

    ભારતમાં  બેરોજગારીની સમસ્યા હળવી  કરવા નીચે પ્રમાણે ના ઉપાયો યોજી શકાય.

    (1) વસ્તી નિયંત્રણ :

    • ભારતમાં ઉંચા દરે  વધતી વસ્તીએ બેરોજગારીની સમસ્યામાં વધારો કરવામાં અને સમસ્યાને વધારે ચિંતાજનક બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે.
    • તેથી જો ભારતમાં બેરોજગારીની  સમસ્યા હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ માટેનાં અસ૨કા૨ક પગલાઓ ભરવા જોઈએ. આમ કરવાથી દેશની વસ્તીવૃદ્ધિનો દર નીચો આવશે અને શ્રમના પુરવઠામાં થતો વધારો મંદ પડશે.

    (2) આર્થિક વિકાસ નો દર ઊંચો લઈ જવો :

    • દેશના આર્થિક  વિકાસ દર ને ઊંચો લઈ જઈને બેરોજગારીની  સમસ્યા હલ કરવી એ એક સાચો રચનાત્મક ઉપાય છે.
    • ભારતમાં આર્થિક વિકાસનો દર આયોજનના શરૂઆતનાં વર્ષમાં 3 થી 3.5 % જેટલો નીચે  રહેવા પામ્યો હતો.
    • જો દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે, તો રોજગારી ની તકો માં ઘણા ઊંચા દરે વધારો શક્ય બને અને બેરોજગારીની સમસ્યા હળવી  બને.
    • આ માટે દેશના અર્થતંત્ર માં જુદા-જુદા વિભાગો વચ્ચે સંકલન કરીને જાહેર ખાનગી, સરકારી કે અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

    (3) રોજગારલક્ષી આયોજન :

    આયોજન કાળ દરમિયાન  ભારતમાં વિકાસને જ મહત્ત્વ અપાયું હોય તેવું જોવા મળે છે.

    જેમ કે બીજી પંચવર્ષીય  યોજનાથી જાહેર ક્ષેત્રના વિકાસ અને પ્રાધાન્ય આપીને પાયાના ચાવીરૂપ મૂડી પ્રધાન  ઉઘોગો પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું છે.

    દેશમા ઔધૌગીકરણનો પાયો મજબૂત કરવા માટે આ જરૂરી હતું. પરંતુ વર્તમાન સમયમાં રોજગારલક્ષી આયોજન અપનાવવાની તાતી જરૂર છે.

    (4) રોજગારલક્ષી શિક્ષણ :

    • ભારતમાં વર્તમાન શૈક્ષણિક માળખું  બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે.
    • વર્તમાન શિક્ષણ પદ્ધતિ  એ કારકુનો તૈયાર કરતું પુસ્તકિય જ્ઞાન આપતી જ એક શિક્ષણ વ્યવસ્થા છે.
    • પરિણામે  વિનિમય અને વાણિજયના સ્નાતક થયા પછી પણ વ્યક્તિ માં સ્વયં રોજગારી મેળવવાની ક્ષમતા આવતી નથી . તેથી તેને લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે.
    • આ પરિસ્થિતિમાં સુધારો થાય તે હેતુથી વર્તમાન વેપાર, વાણિજ્ય,ઉઘોગો, ખેતી અને અન્ય ક્ષેત્રોને અનુરૂપ વ્યવસાય લક્ષી શિક્ષણ આપવાની દેશમાં આવશ્યકતા છે.
    • આ માટે હાલની શિક્ષણ પદ્ધતિ ના માળખામાં ધરખમ  પરિવર્તનની જરૂર છે.
    • ઈ.સ. 2015 ની નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ દ્વારા રોજગારી સર્જન કરવા માટે ઉદ્યોગો સાથે જોડાણ  સાધવાનો ઉત્પાદકીય શિક્ષણ નો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

    (5) ગૃહ અને નાના પાયાના ઉધોગોનો વિકાસ :

    • ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો ઓછા મૂડીરોકાણ દ્વારા  વધુ રોજગારી અપાવવાની ક્ષમતા ધરાવે છે.
    • કારણ કે નાના ઉદ્યોગો માં એક વ્યક્તિને રોજગારી આપવા માટે મોટા ઉદ્યોગની સરખામણીમાં ખૂબ જે ઓછા  મૂડીરોકાણ ની આવશ્યકતા હોય છે.
    • તેથી આ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ કરીને બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય તેમ છે. 

    (6) આંતર માળખાકીય સેવાનો વિસ્તાર:

    • ભારતમાં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન ઓછું રહેવા માટેનું એક જવાબદાર પરિબળ ગ્રામ્ય વિસ્તાર માં અપૂરતી માળખાકીય સુવિધા પણ છે.
    • તેથી રાજ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, સડક, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર જેવ આંતર માળખાકીય સુવિધાઓ વધારવામાં આવે તો સ્થાનિક સાધનોની  ની મદદથી પોતાના રહેઠાણથી નજીક રોજગારી મેળવવાનું શક્ય બનશે.

    (7) કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ નો વેગ અને વિસ્તાર:

    વિભાગ C અને D-Most Imp

    • દેશમાં ઊંચા વસ્તીવૃદ્ધિદરને કારણે રોજગારી માટે કૃષિક્ષેત્રે વસ્તીનું  ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી તેમજ અનિયમિત વરસાદ અને અપૂરતી સિંચાઈની સગવડ ને કારણે મોસમી બેકારીની  સમસ્યા વધતી ગઈ છે.
    • આ સમસ્યાને હલ કરી કૃષિક્ષેત્ર પર ભારરૂપ વસ્તી ને રોજગારી માટે અન્ય ક્ષેત્રોમાં ખસેડી શકાય તેવી  ક્ષમતા હજી સુધી પ્રાપ્ત થઈ શકી નથી.
    • તેથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિક્ષેત્રે રોકાયેલ લોકોની બેકારીની સમસ્યા હળવી કરવા માટે હરિયાળી ક્રાંતિ ને વેગ આપવાની  અને તેનો વધુ ને વધુ વિસ્તાર કરવાના વિશેષ પ્રયાસો કરવા જોઈએ અને રોજગારીની તકો વધારવી જોઈએ.
    • જો સારી રીતે આયોજન કરવામાં આવે તો અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતાં કૃષિક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરવા માટે સૌથી વધારે અવકાશ છે.

    આ વાતને પી. સી. મહાલનોબિસે કરેલ રોજગારીની તકોની ગણતરીના અંદાજ થી સમર્થન મળે છે.

    • જેમ કે તેમના મત મુજબ ભારતમાં કૃષિક્ષેત્રે  1 કરોડનું મૂડી રોકાણ કરવાથી 40,000 વ્યક્તિને રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 5.7 ટકાના દરે વધારો કરી શકાય છે.
    • જ્યારે મોટા ઉદ્યોગોમાં  1 કરોડનું મૂડીરોકાણ કરવાથી માત્ર 500 વ્યક્તિને જ રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 1.4 % દરે જ વધારો કરી શકાય છે. 
    • આ અંદાજ પરથી કહી શકાય કે, કૃષિક્ષેત્ર ઉદ્યોગક્ષેત્ર કરતાં વધુ રોજગારી ની તકો સર્જાવા માટે વધુ અનુકૂળ છે.
    • ડો.એમ. એસ. સ્વામીનાથનના મત મુજબ કૃષિક્ષેત્રના વિકાસની દિશામાં વધારે પ્રયત્ન કરવામાં આવે, તો અનેક ગણી નવી રોજગારીની તકો ઊભી કરી શકાય તેમ છે.


    બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજયની યોજનાઓ 

    • ઈ.સ 1951 થી દેશમાં આયોજનની શરૂઆત કરવામાં આવી ત્યારે એવું વિચારવામાં આવેલ કે,આયોજનબદ્ધ પગલાંને કારણે દેશનો આર્થિક વિકાસ શક્ય બનતા બેરોજગારીની  સમસ્યા હલ કરી શકાશે.
    • પરંતુ શરૂઆતની ચાર પંચવર્ષીય યોજનામાં આ ખ્યાલ ખોટો સાબિત થયો. 
    • પરિણામ સ્વરૂપ પાચમી યોજનાથી બેરોજગારીની સમસ્યા નિવારવાના ઉદેશને સફળ બનાવવા રાજ્ય દ્વારા વિવિધ રોજગાર લક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા.

     જેવા કે સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમ, કામના બદલામાં અનાજ, જવાહર  રોજગાર યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ શહેર રોજગાર યોજના ,ગ્રામીણ  યુવકને સ્વ રોજગારી માટે તાલીમ આપતો કાર્યક્રમ, નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટીનો કાર્ય ક્રમે, મનરેગા, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, શ્રમેય જયતે યોજના, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન્ડિયા તેમજ મુદ્રા જેવી અનેક રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી.

    જેમાંની કેટલીક યોજનાઓ નીચે પ્રમાણે હતી.

    (1) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો (MGNREGA):

    • ફેબ્રુઆરી 2006 માં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો (NREGA) કે જેમાં દેશના પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હેતુ હતો.
    • આ નરેગા યોજનાનું નામ 2 ઓક્ટોબર, 2009 થી બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ (MGNREGA) મનરેગા કરવામાં આવ્યું.
    • આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકાર 2 ફેબ્રુઆરી ના દિવસને “રોજગાર દિવસ ” તરીકે જાહેર કર્યો છે. 
    • આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.
    • જેમાં ⅓ ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલ ન્યુનતમ વેતન  આપવાની જોગવાઈ કરવામાં આવી છે. 
    • તેમજ શ્રમિક ને તેનું મહેનતાણું સાત દિવસમા આપી દેવામાં  આવે છે,શ્રમિક નેં તેના નિવાસસ્થાનેથી 5 કિલોમીટર અંતરમાં જ રોજગારી આપવામાં આવે છે.
    • જો શ્રમિકને આ અંતરથી દૂર રોજગારી આપવામાં આવે તો તેને 10 % વધારે મજુરી આપવામાં આવે છે. આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબકાર્ડ આપવામાં આવે છે.જે પાંચ વર્ષના સમય માટેનું હોય  છે.
    • જોબકાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલ બેરોજગારી ભથ્થુ આપવાની જોગવાઈ આ કાર્યક્રમમાં કરવામાં આવી છે.


    (2) પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના (PDUSJY) : 

    • આ યોજના 16 ઓક્ટોબર,2014 થી શરૂ કરવામાં આવી છે.
    • જેનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય  અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે.
    • તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવો હેતું પણ આ યોજનામાં રાખવામાં આવ્યો છે.


    (3) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના (DUGJY) : 

    અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી. જેનો મુખ્ય ઉદેશ ગ્રામ્ય વિસ્તારમાં 24 x 7 સતત વીજળીની સેવા  ઉપલબ્ધ કરવાનો છે.

    (4) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ( DUGKY)

    આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર,2014થી કરવામાં આવી. જેનો મુખ્ય ઉદ્દેશ 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો છે.

    (5) પ્રધામંત્રી  કૃષિ સિંચાઈ યોજના : 

    આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ, 2015થી કરવામાં આવી.

    “હર  ખેત કો પાની” એ સૂત્ર ને સાર્થક કરવાના ઉદેશથી ખેત-ઉત્પાદકતા વધારવા અને દેશનાં ઉપલબ્ધ  સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઇ શકે તે પ્રમાણે કૃષિક્ષેત્ર માટે સિંચાઈ યોજનાઓનું આયોજન કરવાનું લક્ષ્ય  આ કાર્યક્રમમાં રાખવામાં  આવ્યું છે.

     

  • પાઠ- 5  ગરીબી

    પાઠ- 5 ગરીબી

    પ્રસ્તાવના (Introduction)

    ગરીબી અર્થતંત્ર માં પ્રવર્તતા એવી પરિસ્થિતિ છે, જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુતમ જરૂરિયાત પણ સંતોષી શકતો નથી.

    મોટા ભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ,આવકની અસમાન વહેંચણી જોવા મળે છે.

    ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુતમ જરૂરિયાત જેવી કે પૂરતો પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી.

    તો બીજી તરફ ધનિક અને સાધન-સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે ઊચું જીવનધોરણ જીવતા હોય છે.

    અર્થતંત્ર માં જોવા મળતી આ આર્થિક સમાનતા ને કારણે સમાજમાં અસંતોષ,અશાંતિ, ઈર્ષ્યા ભાવ  તેમજ વર્ગવિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે.

    માનવ વિકાસ અહેવાલ, 1997 મુજબ  આર્થિક વિકાસ તે સાધન છે

    ગરીબી નો અર્થ 

    • જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુતમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી.તે પરિસ્થિતિને ગરીબી કહેવાય.
    • જો સમાજનો  મોટો વર્ગ ન્યુનતમ જીવન ધોરણ થી પણ નીચું જીવનધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય.
    • વિશ્વમાં મોટા ભાગના દેશોમાં ગરીબી નું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે. પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ  બદલાતો રહે છે.
    • આ સંદર્ભમાં ગરીબીનાં જુદાં-જુદાં અર્થઘટન ને બે વિભાગમાં વહેંચી શકાય 

    (1) ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી

    (2) ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી.

    ગરીબીનો આવક અભિગમ

    • ગરીબીના આવક અભિગમ મુજબ જીવનજરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચ ની લઘુતમ સપાટી એટલે ગરીબી રેખા.
    • ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુતમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય.
    • આમ,આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની  સ્થિતિ છે.
    • ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતાં લઘુતમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે.

    પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે.

    ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી.

    ગરીબીનો આધુનિક અભિગમ

    લઘુતમ  સરેરાશ જીવનધોરણના ખ્યાલ માં ખોરાક ઉપરાંત  અન્ય બાબતો જેમ કે કપડા, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે.  

    તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિનઆવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો છે.

    આધુનિક અર્થશાસ્ત્રીના મતે આવક તે ગરીબીના એક મહત્વનું પાસું છે.

    ગરીબી નો પૂરો ખ્યાલ મેળવવા જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ.

    સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)ના માનવ વિકાસ અહેવાલમાં માનવવિકાસ આંક  (HDI) અને માનવ ગરીબી આંક (HPI) ની ગણતરીમાં મુખ્ય ત્રણ બાબતો જ્ઞાન,આરોગ્ય અને સારા  જીવનધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

     

    જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોધણી નો દર (Enrollment ratio), આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુસ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન નો સમાવેશ કરવામાં આવ્યો છે.





     ગરીબીનું સ્વરૂપ (Nature of Poverty)

    ગરીબી નો ખ્યાલ ને વધુ સારી રીતે સમજવા અર્થશાસ્ત્રીઓએ ગરીબીને  તેના સ્વરૂપના આધારે બે વિભાગમાં વિભાજિત કરે છે :

     (1) નિરપેક્ષ ગરીબી અને

     (2) સાપેક્ષ ગરીબી.



     નિરપેક્ષ ગરીબી :

    • જીવનની લધુતમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુતમ સપાટી એટલે ગરીબી રેખા.
    • આ ગરીબીરેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે.

    ગરીબીરેખા:

    • ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દુધ, માખણ વગેરેનુ લઘુતમ પ્રમાણ કે જે જીવનનિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લધુતમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા છે.
    • આ લધુતમ માથાદીઠ વપરાશી ખર્ચ (ગરીબી રેખા) નક્કી કરવા આયોજનની શરૂઆતમાં  ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેર ક્ષેત્ર માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી.
    • દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિ ના આધારે ગ્રામ્ય ક્ષેત્ર માટે 1960-61ની આધાર કિમતે માથાદીઠ માસિક રૂ.15 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક  રૂ. 22.5 નક્કી કર્યો.
    • ત્યાર બાદ આયોજન પંચ દ્વારા પ્રો. ડી. ટી. લાકડા વાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરાયેલ  તજજ્ઞ જુથ એ વર્ષ 1993 માટે 1973-74ની આધાર કિંમતે ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ માસિક  રૂ 49 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક  રૂ 57 વપરાશી ખર્ચ નો અંદાજ મૂક્યો.

    ગરીબી રેખાની મર્યાદા

    • ગરીબી  રેખાની ગણતરીની પદ્ધતિ એક મોટી મર્યાદા એ છે કે, તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર,તરીકે લેવામાં આવે છે.
    • પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એ શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા’ ભૂખમરાની રેખા’ બનીને રહી જાય છે.
    • ગરીબીરેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા  પૌષ્ટિક  અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ થવો જોઈએ.
    • આ સંદર્ભમાં ગરીબી માપન ની પદ્ધતિની પુનઃરચના કરવા પ્રો, સુરેશ તેંડુલકર ની અધ્યક્ષતા વાળી સમિતિ એ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો. 
    • સમિતિએ ગરીબી રેખા ને નક્કી  કરતી નવી કાર્યપદ્ધતિ નક્કી કરી, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો  પણ સમાવેશ કરવામાં આવ્યો.
    • આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રો માટે  રૂ 816 અને શહેરી ક્ષેત્રો માટે  રૂ 1000 ગરીબીરેખા તરીકે નક્કી  કરવામાં આવી છે.



      આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેન્ક દ્વારા વર્ષ 2005માં સમખરીદ શક્તિ (PPP)ના આધારે દૈનિક આવક 1.25 ડોલર નક્કી કરી.

    જે વર્ષ 1990 માટે 1 ડૉલર હતી અને વર્ષ 2015માં દૈનિક આવક 1.90 ડોલર નક્કી કરવામાં આવી છે.

     






    ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ :

     તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-5માં નિરપેક્ષ  ગરીબીનું પ્રમાણ 37.2 % હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9 % થયું હતું.

    ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ :

    માહિતી અનુસાર 10 ટકા થી ઓછી ગરીબી દર્શાવતા રાજ્યો માં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ,  આંધ્ર પ્રદેશ નો સમાવેશ થાય છે.

    જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય રાજયોમાં 10% થી 20 % ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે.

    જ્યારે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશમાં 20% થી 30 % અને મધ્યપ્રદેશ, અસમ, બિહાર, ઓડિસા, ઝારખંડ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશમાં પ્રમાણમાં વધુ એટલે કે 30-40 % ગરીબી જૉવા મળી હતી.

    વર્ષ 2013માં પ્રકાશિત થયેલ વાર્ષિક અહેવાલ મુજબ ભારતનાં વિભિન્ન રાજ્યમાં સૌથી ઓછી ગરીબી 5.09 % સાથે ગોવા રાજય હતું અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ 39.93 % સાથે છત્તીસગઢ રાજ્યમાં હતું,

    સાપેક્ષ ગરીબી :

    • નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લધુતમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરી લધુતમ વપરાશી ખર્ચને ધ્યાન માં લેવાય છે.પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલ માં સમાજમાં વસતા જુદા-જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી ને ધ્યાનમાં લેવામાં આવે છે.
    • સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે ત્યારે ઓછી આવક વાળો વર્ગ વધુ આવક વાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય છે.
    • સાપેક્ષ ગરીબી ના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા-જુદા આવકજુથો માં  વિભાજીત કરી આવકની વહેંચણી ની અસમાનતા ના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે.
    • સાપેક્ષ ગરીબી એ સમાજના  જુદા જુદા આવક જૂથોનો આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે.

    ભારત માટે પણ હવે એવી દલીલ ક૨વામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબી નો અભ્યાસ ગરીબી રેખા ને  બદલે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ.



    એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજી શકાય. ધારો કે કોઈ એક દેશની વસ્તીને નીચે મુજબ પાંચ આવક જુથો માં વહેચવામાં આવે છે.

    જૂથ 1- 0 થી 30 હજાર

    જૂથ 2- 30 હજારથી 1 લાખ 
    જૂથ 3- 1 લાખથી 3 લાખ
    જૂથ 4- 3 લાખથી 10 લાખ

    જૂથ 5-10 લાખથી વધુ

    ઉપર ના ઉદાહરણ માં જૂથ 2  માં સમાવિષ્ટ વર્ગની આવક ,જૂથ 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં વધુ છે.

    તેથી કહી શકાય કે જૂથ 2 કરતા જૂથ 1 માં રહેલ વ્યક્તિઓ પ્રમાણમાં સાપેક્ષ ગરીબ છે.

    પરંતુ જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 3, 4, 5 માં સમાવિષ્ટ વ્યક્તિની આવક કરતાં ઓછી છે.

    આથી જૂથ 2 ના વ્યક્તિઓ જૂથ 3, 4, 5 માં સમાવિષ્ટ વ્યક્તિઓ ની તુલનામાં સાપેક્ષ ગરીબ કહી શકાય.

    સાપેક્ષ ગરીબી કે આવક અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથો ની રચના, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.

    ગરીબી ના નિર્દેશકો 

    ગરીબી ની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. દેશમાં ગરીબીને દર્શાવતા  વિવિધ પરિબળોને ગરીબી ના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે.

     નીચો માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ :

     માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડ વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિને  દર્શાવે છે.

    વિકાસમાન દેશોમા વિકસિત દેશોની તુલનામાં માથા દીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા  ઘણી જ નીચી હોય છે. 

     ભારતમાં વર્ષ 2005ના સ્થિર ભાવે વર્ષ 2014માં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ  725 ડોલર હતું.

    જે US માં 31,469 ડૉલર, UK માં 25,828 ડોલર, જાપાનમાં 22, 149 ડોલર હતું.

    પાકિસ્તાનમાં તે 603 ડૉલર ખર્ચ જોવા મળતું હતું. ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ US અને UK જેવા વિકસિત દેશોની તુલના એ ઘણું જ ઓછું જોવા મળે છે.

    કુપોષણ નું પ્રમાણ :

    કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મીનરલ્સ નો સમાવેશ થતો નથી.

    વિશ્વમાં ખાદ્ય સુરક્ષા પરિસ્થિતિ, 2015 પરના FAO ના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત (ઓછો ખોરાક મેળવી) વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું,જે ગરીબી નો નિર્દેશ કરે છે.


    અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ-દર 🙁 સ્વાસ્થ્ય)

    જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા છે.

    દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે.

    ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે,

    બાળ-મૃત્યુ દર એટલે દર 1000 જીવીત જન્મતા બાળકો માંથી એક વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતાં બાળકો નું પ્રમાણ છે.

    બાળમૃત્યુ-દર નું પ્રમાણ સ્વાસ્થ્ય સેવાઓ ની ઉપલબ્ધતા, માતામાં શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં  રસીકરણ પોષણક્ષમ આહાર વગેરે બાબતો પર રહેલો છે.

     નોર્વેમાં જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 81.6વર્ષ હતું જે અમેરિકામાં 79.1વર્ષ, શ્રીલંકામાં 74.9 વર્ષ, ચીનમાં 75.8 વર્ષ હતું. જ્યારે ભારતમાં તે 68.0 વર્ષ જોવા મળ્યું હતું.જે ચીન, શ્રીલંકા જેવા દેશો કરતાં પણ ઓછું છે.

    બાળ મૃત્યુદર ની બાબતમાં નોર્વેમાં દર હજાર જન્મ લેતાં બાળકોએ બાળ મૃત્યુનું પ્રમાણ 2,અમેરિકામાં 6, શ્રીલંકામાં 9,ચીનમાં 10 જ્યારે ભારતમાં 39 ઘણું જ વધારે કહી શકાય તેટલું છે.

    તબીબી સગવડો :

    સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોકટરો,નર્સ, કંપાઉડર વગેરે કર્મચારીઓનો  સમાવેશ થાય છે અને તેની અછત સ્વાસ્થ્ય સેવાઓની પ્રતિકુળ અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડોકટરોની અછત જોવા મળે છે.

    વિકસતા દેશોમાં દર છ હજારની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે જ્યારે વિકસિત દેશોમાં દર 350ની વસ્તી માટે એક ડૉક્ટર ની સેવા ઉપલબ્ધ છે.

    વિકસતા દેશોમાં  દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે. દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એઇડ્સ નો ભોગ  બન્યા છે. એમાંથી 90 % વિકસતા દેશોમાં છે.

    પીવાનું પાણી :

    જનસમૂહ નું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવા લાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે.

    દૂષિત  પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક નો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે.

    વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3 % કુટુંબોને નળ દ્વારા શુદ્ધીકરણ સ્રોત થી પીવાનું પાણી ઉપલબ્ધ છે.

    8.67 % કુટુંબોને નળ દ્વારા શુદ્ધીકરણ ન કરેલ પાણી, 26 % લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કુવા, હેન્ડ પમ્પ, ટયુબવેલ, ઝરણાં, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે.

    શુદ્ધ પીવાના પાણી ની ગેરહાજરીમાં ગંદા પ્રદૂષણ યુક્ત પાણી, દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે.

    શૌચાલયની સુવિધા :

    ભારતમાં વસ્તી-ગણતરી 2011 ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70 % વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં  રહે છે.

    જેમને પાણી જન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્ત્વની છે અને તે માટે શૌચાલયની સુવિધા અગત્યની છે.

    ભારતમાં 66 % કુટુંબો મકાન ની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે. જ્યારે બાકીના 34 % કુટુંબો જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે.

    રહેઠાણ :

    ગરીબી ના નિર્દેશક તરીકે રહેઠાણ અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે. વિકસતા દેશોમાં રહેઠાણ ની તંગી છે.લોકો ગંદી ચાલો અને  ઝુપડપટ્ટીમાં રહે છે. આ પ્રવર્તતી ગરીબીનું માપદંડ છે.

    ભારતમાં પૂરતી સગવડતા વાળા મકાનોની તંગી છે.

    ભારતમાં 60 કરોડ લોકો સ્વાથ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમ રૂપ એવા નિવાસસ્થાન માં રહે છે.

    ભારતમા મોટા ભાગ ના મકાનો એક રૂમની સગવડતા વાળાં છે જે ગરીબી નું એક માપદંડ બને છે.

    વીજળીની વપરાશ :

    કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્ત્વનું પરિબળ વીજળીની સગવડ છે.

    ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે.

    આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠઆવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે.

    શિક્ષણ :

     વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે બાકીના નિરક્ષર છે.

     શિક્ષણ અને તાલીમ નું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે.

    વર્ષ 2011 માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91 % હતો.જ્યારે ભારતમાં તે 74.04 %, નેપાળમાં 60 % અને પાકિસ્તાનમાં 55% જોવા મળ્યો હતો.

     ગરીબ વસ્તી માં શિક્ષણ નું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત, માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતો નથી, અજ્ઞાનતાનું  ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે.


    આવક અને સંપત્તિ અસમાન વહેંચણી :

    1991ના આર્થિક સુધારા બાદ ના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણી ને કારણે ગરીબાઈ માં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી.

    આવક ની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવનધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાણવિહોણાં  તેમજ ગંદા વસવાટોમાં વસતા,

    ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્ય ની પાયાની લઘુતમ જરૂરિયાતો થી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. 

     ભારત માટે એવું કહી શકાય કે, ભારતમાં આર્થિક સુધારા થી ઉદ્ભભવેલા લાભો ધનિકોની તરફેણ માં વધુ રહ્યા છે.

    આમ, આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતા જે ગાળો (અંતર) જોવા મળે છે તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબી ના નિર્દેશક છે.


    બેરોજગારી નો ઉંચો દર:

    પ્રવર્તમાન વેતન દરે  કામ કરવાની ઈચ્છા , શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર  કહેવાય.

    ભારતમાં 2011 સુધી બેરોજગારીનો દર 9 ટકા ની આસપાસ રહ્યો હતો. વર્ષ 2013-14માં શ્રમબ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી  પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9 % જેટલો જોવા મળ્યો હતો. ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7 % અને શહેરીક્ષેત્રો માટે તે 5.5 % જોવા મળ્યો હતો.






    ગરીબીના કારણો 

     

     ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણ નીચે મુજબ છે :

    ઐતિહાસિક કારણો

    • ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદી માં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું.
    • વેપાર માં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સિલ્ક,મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું. 
    • પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણની નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી થઈ ગઈ.
    • અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતીક્ષેત્રેની  સ્થિતિ નાજુક બની હતી.
    • એક તરફ ભારતમાં ખેતી વ૨સાદ પર આધારિત હતી ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણ માં ખાસ રસ દાખવ્યો નહિ.
    • બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળ, જમીનદારી- પ્રથા, વધતા જમીન મહેસૂલ, સાંથપ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાપમાલ થતા ગયા અને જમીનધારો, શાહુંકારો અને મોટા વેપારીઓ  દ્વારા અપાતા ધિરાણ વ્યાજ ના બોજા હેઠળ દબાઈ ગયા.
    • ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ  પરિણામે ગરીબી માં વધારો થતો ગયો.



    ગ્રામીણ ગરીબી ના કારણો ;

    કુદરતી પરિબળો :

    • ભારત શરૂઆતથી ખેતીપ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો એક મોટો  હિસ્સો ગામડાઓમાં ખેતીક્ષેત્ર પર નિર્ભર છે.
    • ભારતમાં ખેતીક્ષેત્રે ઉત્પાદન નો આધાર મુખ્યત્વે કુદરતી પરીબળો જેમ કે  વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલું છે.
    • વારંવાર પડતા દુકાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર, વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે.


    વસ્તીવિષયક પરિબળો :

    • ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાને કારણે એક તરફ મૃત્યુ-દરમાં ઝડપથી ઘટાડો થયો અને સામે પક્ષે જન્મ-દરમાં ખાસ ઘટાડો થયો નહિ.
    • જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ-દર જોવા મળ્યો. ઝડપથી વધતી વસ્તીને કારણો માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહિ.
    • બેરોજગારી વધતી ગઈ પરિણામે ગરીબીમાં વધારો થયો.


    ગરીબીના આર્થિક કારણો :

    શ્રમિક દીઠ નીચી ખેત-ઉત્પાદકતા : 

    • કૃષિક્ષેત્રે સિંચાઈ સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમ ની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ  વગેરેને કારણે ‌‌શ્રમિક દીઠ ખેત-ઉત્પાદકતા નીચી રહે છે.
    • પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે.

    જમીન તથા સંપત્તિની અસમાન વહેચણી:

    • ખેતી માટે જમીન ખૂબ મહત્વની છે.ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાને કારણે જમીન માલિકી મુઠીભર જમીનદારો ના હાથમાં હતી.
    • બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેતમજૂરો કે ભાગીયા હતા જેમની પોતાની  જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતીક્ષેત્રે મૂડી રોકાણ માં રસ ન હતો.
    • પરિણામે ખેતીક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત-ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. 


    નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ : 

    • ભારતમાં બીજી પંચવર્ષીય યોજના થી આર્થિક વિકાસ ની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું.
    • પરંતુ ગ્રામ્યક્ષેત્રે નાના અને  ગૃહઉધોગો કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખુબ જ મોટો ફાળો આપે છે તેની અવગણના થઇ. તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહ્યું છે. 


    ઝડપથી વધતા ભાવો :

    • વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે, યુદ્ધ, દુષ્કાળ નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન-ખર્ચ માં થતો વધારો વગર કારણોસર ચીજવસ્તુઓ અને  સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે.

    બેરોજગારીનું ઊંચું પ્રમાણ :

    • ભારતમાં મોટા ભાગ ની વસ્તી ગામડાઓમાં ખેતીક્ષેત્રે પર નભે છે.ખેતીક્ષેત્રે  મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે.
    • ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગો નો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે જે ગરીબીનું કારણ બને છે. 


    ગરીબીના સામાજિક કારણો :

    શિક્ષણનું નીચું સ્તર : 

    • ભારતમાં ગરીબી માટે એક મહત્ત્વનું કારણ શિક્ષણ, તાલીમ,કૌશ્લીની  ઉણપ છે.
    • શિક્ષણના નીચા સ્તર ને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિક્ષેત્રે નવી ટેક્નોલોજી, નવી ખેત  પદ્ધતિઓ, સંશોધનો, ખેત-ઉત્પાદન ના વેચાણ માટે બજારના લાભ પ્રાપ્ત થતા નથી.
    • આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તર ને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારી ની તકો પણ ઓછી મળે છે. વેતન-દરો નીચા રહે છે તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે.


     લૈંગિક અસમાનતા :

    • ભારતમાં સ્ત્રી-પુરુષ અસમાનતા (લૈંગિક અસમાનતા) શરૂઆતથી જ અસ્તિત્વમાં છે.
    • સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે  સ્ત્રીઓમાં કુપોષણ , ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે છે. જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે. 
    • અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે.


    અન્ય કારણો :

    યુદ્ધ :

    • ભારતે આઝાદી બાદ પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે.
    • યુદ્ધના સમયમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદન માં ઘટાડો  થાય છે.
    • વારંવાર યુદ્ધનો સામનો કરવાને કા૨ણ ભારતમાં  વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે. આર્થિક વિકાસ નીચો રહ્યો છે અને વધતા ભાવોની સમસ્યા ઉભી થઈ.પરિણામે ગરીબીમાં વધારો  થયો હતો.


     સંરક્ષણ-ખર્ચમાં વધારો :

    • વારંવાર થયેલા  યુદ્ધના કારણે દેશની  સંરક્ષણ ની બાબત વધુ ગંભીર  બની હતી. તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન  વગેરે પાછળના ખર્ચ માં સતત વધારો કરવો પડ્યો છે.
    • સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે અને તેમાં જેટલો વધારો થાય  તેટલો  આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે  છે.


    ખામીયુક્ત નીતિઓ : 

    • ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું.
    •  ઝડપી ઔદ્યોગિકીકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ. પરંતુ  આ નીતિ માં દેશની મોટાભાગની વસ્તી જે કૃષિક્ષેત્ર પર નભતી હતી તેની અવગણના કરવામાં આવી.

    ગરીબી ઘટાડવાના ઉપાયો 

    ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવા, નીચે મુજબના ઉપાયો કરવામાં આવ્યા છે:

    ખેતીક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી :

    ખેતીક્ષેત્રે શ્રમિકોમાં  ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબીને ઘટાડી શકાય છે.

    નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ: 

    • ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદન અને  કુલ રોજગારી માં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો  મોટો છે.
    • આથી જો નાના અને ગૃહ ઉધોગોનો વિકાસ કરવામાં તેમને પ્રોત્સાહન આપવામાં આવે, તો મોટા પાયા પર ગરીબી  નાબૂદ કરી શકાય.


    અસંગઠિત ક્ષેત્રનો  વિકાસ :

    • અસંગઠિત  ક્ષેત્રમાં શાકભાજી વેચનાર, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેતમજૂરો, હાથલારી ચલાવનારા વગેરે નો સમાવેશ ક૨વામાં આવે છે.
    • આવા કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થતિ નક્કી કરવી, જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ  કરાઈ છે.

     યોગ્ય કરનીતિનો ઉપયોગ :

    • અર્થતંત્ર માં આવકની  અસમાનતા અને ગરીબી ઘટે  તે રીતે આવકની પૂનઃ વહેંચણી માટે સરકાર  દ્વારા ક૨નીતિનો ઉપયોગ કરવામાં આવે છે.
    • પરિણામે ગરીબોની આર્થિક-સામાજિક સ્થિતિમાં સુધારો થાય છે, આવકની અસમાનતા અને  ગરીબી ઘટે છે. 

    માનવ મૂડી રોકાણ માં વધારો :

    • વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ-ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ આરોગ્ય અને કૌશ્લ્યવર્ધનમાં મૂડી રોકાણ કરવામાં આવે છે.ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે.

    વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ :

    • ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહતદરે ખાઘ પદાર્થો પુરા પાડવા જોઇએ.જેથી ગરીબી માં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય.
    • ભારતમાં આ માટે જાહેર વિતરણ  વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાન દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિમતે પાયા ની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.


    રોજગારલક્ષી કાર્યક્રમો :

    રોજગારી સર્જન અને ગરીબી નિવા૨ણ એકબીજા સાથે સંબંધિત છે. ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી  મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ છે:

    સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમ (IRDP)/ સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના(SGSY)  

    • છઠ્ઠી યોજનામાં ગ્રામીણ ગરીબો માટે વિવિધ  એજન્સીઓ દ્વારા ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા તે બધા કાર્યક્રમોને સંકલિત  કરી 2 ઓક્ટોમ્બર, 1980થી સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમ (IRDP) શરૂ કરવામાં આવ્યો.
    • IRDP નો મૂળ ઉદ્દેશ ગરીબ પરિવારોમાં સ્વરોજગારી ને પ્રોત્સાહન આપવું કે જેથી તેઓ ગરીબીરેખાથી વધુ આવક  પ્રાપ્ત કરી શકે.
    • આ કાર્યક્રમમાં ખાસ લક્ષિત જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેમાં નાના તેમજ સીમાંત ખેડૂતો, ખેતમજૂરો તેમજ ગામડાના  કારીગરોનો સમાવેશ થાય છે.

    સ્વરોજગારી માટેના કાર્યક્રમો (IRDP અને અન્ય) કાર્યક્રમો માં નીચે મુજબના કાર્યક્રમોનો સમાવેશ થતો હતો :



    (1) IRDP (સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ)

    (2) TRYSEM( સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ)

    (3) DWCRA (ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોનો  વિકાસનો કાર્યક્ર્મ) 

    (4) MWS (10 લાખ કુવાઓની યોજના)

    (5) SITARA (ગ્રામીણ કારીગર માટે સુધારેલી  ટુલકીટ પૂરી પાડવી.)

    (6) ગંગા કલ્યાણ યોજના

    • 1લી એપ્રિલ, 1999 થી IRDP અને તેની સાથે સંકળાયેલા અન્ય યોજનાઓ ભેગી કરી તેને સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર પોજના (SGSY) નામ આપવામાં આવ્યું.
    • આ યોજનામાં ગામડામોમાં ટચુકડા ઉધોગના  વિકાસ સાથે સ્વસહાય જૂથોને માળખાકીય મદદ, ટેકનોલોજી, ધિરાણ ,ઉત્પાદિત વસ્તુઓ ના બજાર માટેની સુવિધા ગ્રામીણ ગરીબો ને પૂરી પાડવામાં આવે છે.

    વેતન રોજગારી કાર્યક્રમો :

    • આ કાર્યક્રમો ગરીબી નાબૂદી માટેની વ્યુહરચનાનો એક ભાગ છે જે બહુ આયામી ઉદેશો  ધરાવે છે.
    • વેતન રોજગારી માટેના કાર્યક્રમો નું લક્ષ્યાંક તેવા ગરીબો હતા જેની પાસે તેમના  ભૌતિક શ્રમ‌ સિવાય આવક નું કોઈ સાધન ન હતુ.
    •  વેતન રોજગારી કાર્યક્રમમાં (1) જવાહર  રોજગાર યોજના

    (2) રોજગાર બાંહેધરી યોજના  કાર્યક્રમોનો સમાવેશ થયો હતો.

    પ્રધાનમંત્રી રોજગાર યોજના (PMRY) : 

    • 1990 ના દાયકામાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વૃદ્ધિ સ્થિગિત થઈ ગઈ હતી તેમજ જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી  હતી.
    • બીજી તરફ બેરોજગારી-દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. આ પરિસ્થિતિમાં સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ ક૨વામાં આવી.
    • જેનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગારી માટે સાહસ સ્થાપવા મદદ કરવાનો છે.


    રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન(2005) (NREGA):

    • વર્ષ 2005માં રાષ્ટ્રીષ ગ્રામીણ રોજગાર ગેરેંટી કાનુન (NREGA) મંજુ૨ કરવામાં  આવ્યો.
    • જેનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ, શહેરી ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક તેમજ નીચલા મધ્યમ એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની  રોજગારી પુરી પાડવાનો છે.
    • વર્ષ 2009માં NREGA ને સુધારીને  મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનુન (MGNREGA)નું સ્વરૂપ આપવામાં આવ્યું.

    આવાસ યોજનાઓ : 

    • ભારતના ગામડામોમાં આજે પણ ખુબ મોટા પ્રમાણમાં ગરીબીરેખા  હેઠળ,જીવતાં કુટુંબો અર્ધસ્થાયી કે  કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે.
    • ગરીબો ને યોગ્ય  રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવા ના હેતુથી વર્ષ 1985-86 માં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચે નાં કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગને  મકાન ની સુવિધા પૂરી પાડવા ઇન્દિરા આવાસ યોજના (IAY) શરૂ કરવામાં આવી હતી.
    •  25 જૂન, 2015થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) શરૂ કરવામાં આવી છે.
    • આવાસ યોજનાઓ ગરીબ કુટુંબોને રહેઠાણ ની સુવિધા તો પૂરી પાડે છે. પરંતુ સાથે-સાથે તે રોજગાર સર્જનનું મહત્વનું સ્ત્રોત પણ છે.

    ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ : 

    • ભારતમાં ગરીબી અને ઘટાડવાની વ્યુહરચના નો એક ભાગરૂપે વિવિધ  સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
    • અસંગઠિત ક્ષેત્રનાં કામદારો  માટે 9 મે, 2015 થી અટલ પેન્શન યોજના (APY) અમલમાં આવી છે.
    • આ સાથે પ્રધાનમંત્રી સુરક્ષા પોજના હેઠળ 18 થી 70 વર્ષની ઉમરના  વ્યક્તિઓને રૂ 12ના નજીવા પ્રીમિયમે ? રૂ 2 લાખનો અકસ્માત વીમો તેમજ વાર્ષિક રૂ 33ના પ્રીમિયમે રૂ 2 લાખનો જીવન વીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરાઇ છે.
    • ખેતીક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમ થી રક્ષણ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) શરૂ કરવામાં આવી છ.

    પ્રધાનમંત્રી  જનધન યોજના :

    • નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્ત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના.
    • આ યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી , જેના પ્રથમ દિવસે જ 1.50કરોડ ખાતા ખોલવામાં આવ્યા.
    • 8 જાન્યુઆરી સુધીમાં તેની સંખ્યા 12.58 કરોડ થઈ. જ્યાં 10,590 કરોડની થાપણ મૂકવામાં આવી.


    જનધન યોજના નું મહત્વ અને લક્ષણો : 

    • પ્રતિ વસ્તી બેંકિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક  અસમાનતા ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી.
    • જેના મૂળમાં સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી જ તેના બેન્ક ખાતામાં જમા થાય તે હતો.
    • જનધન યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શૂન્ય સિલક સાથે ખાતું ખોલાવી શકાય છે અને ખાતું  ખોલાવ્યાના પાંચ માસ પછી તેમાંથી રૂ 5000 નો ઓવર ડ્રાફ્ટ મળી શકે છે.
    • આ યોજનામાં 26 જાન્યુઆરી પહેલા ખાતું ખોલાવનાર ને જીવન વીમાનો લાભ પણ આપવાનું જાહેર થયું.
    • પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે નાણાકીય સમાવેશીકરણ  માટેની સર્વગ્રાહી  યોજના ગણવામાં આવી છે. જે બીજી રીતે (માઇક્રો ફાઇનાન્સ) સુક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબી ના મૂળમાં ધા કરવાની યોજના છે.



  • પાઠ-4 બેન્કિંગ અને નાણાકીય નીતિ

    પાઠ-4 બેન્કિંગ અને નાણાકીય નીતિ

     બેન્કોનો ઉદ્ભવ અને અર્થ (Evolution and Meaning of Banks)

    અંગ્રેજીમાં બેન્ક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. સંસ્કૃત ભાષામાં બેન્કને મળતો શબ્દ ભાંડ છે. જેનો
    અર્થ મૂડી નો જથ્થો એમ થઈ શકે છે. અને આ શબ્દ પરથી ‘ભંડોળ’ શબ્દ બન્યો છે.

    અંગ્રેજીમાં બૅન્ક શબ્દ ફાંસ અને ઇટાલીના શબ્દો ‘Banca’ અને ‘Banque’ પરથી ઉતરી આવ્યો છે.
    યુરોપમાં પ્રાચીન  સમયમા શરાફો ઢળતી પાટલી પર નાણાની લેવડ-દેવડ અને જુદા-જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા.
     આમ,પાટલી (bench) પર નાણાં ના જથ્થા ની ફેરબદલી થતી અને આમ બેંક” શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. 
     

    વિશ્વની સૌ પ્રથમ બેન્ક તરીકે સ્પેઇનમાં 1401 માં સ્થપાયેલી ‘બેક ઑફ બાર્સિલોના’ ગણાય છે.

     નાણાં આધારિત અર્થ વ્યવસ્થામાં નાણાં ની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ
    સંસ્થા ની જરૂર પડી જે કાર્ય બેન્ક દ્વારા થતું જોવા મળે છે.

    બેન્ક નો અર્થ :

    (i) બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેન્ક. એટલે કે

     (ii)“માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચત તો એકત્રિત કરતી સંસ્થાને બેન્ક કહે છે.’

    (iii) “બેન્ક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતાને થાપણો તરીકે સ્વીકારે,
    તેના બદલા માં વ્યાજ આપે, તે થાપણો સાચવે. વળી તે થાપણો માંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે
    અને ધિરાણ સામે વ્યાજ વસુલ કરે તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે.”

     કેમ કે ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહે છે.

    બેંકોનું વર્ગીકરણ (મુખ્ય પ્રકારો):

    સામાન્ય રીતે   બેંકો બે પ્રકારની હોય  છે: (1) વાણિજ્ય/વેપારી બેંક (2) મધ્યસ્થ બેંક

    વેપારી બેન્ક નો અર્થ આપી તેના કાર્યો સમજાવો

    વેપારી બેંક, એટલે એવી સંસ્થા  જે બેંકિંગ અંગેના  વહેવાર કરે એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે
    પ્રજાની થાપણો સ્વીકારે છે જે ગ્રાહ કને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક,ડ્રાફ્ટ,પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે.

     વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. 

     થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતા ધિરાણ પર ઉચો વ્યાજનો દર વસૂલ કરી
    બેન્ક નફો કમાય છે.

    આમ, બેન્ક ધંધાદારી સંસ્થાઓ છે.
    બીજા શબ્દોમાં,  બેન્ક નાણાની હેરફેર કરી ને નફો કમાવા માટે નો ધંધો કરે છે તેથી જ તેમને વેપારી
    બેન્ક કહેવાય છે.

     વેપારી બૅન્કોનાં કાર્યો : 

    વેપારી બેંકો અનેક કાર્યો કરે છે જે નીચે મુજબના હોય છે 
     

    વેપારી બૅન્કનાં મુખ્ય કાર્યો : 

    (1) થાપણો સ્વીકારવી : પ્રજા પાસે રહેલી બચતોને બંન્ક સ્વીકારે છે અને તેને થાપણના સ્વરૂપે સાચવે છે વળી. પ્રજાની બચત પોતાની પાસે રાખે એટલે તેમને વ્યાજ ચૂકવે છે. બીજા શબ્દો માં કહીએ તો થાપણો ના સ્વરૂપે પ્રજા બૅન્ક ને ધિરાણ આપે છે જેના બદલામાં બૅન્ક વ્યાજ ચૂકવે છે.

    થાપણો મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે.

    વેપારી બેંકના ખાતા- વિભાગ-C

    ચાલુુ ખાતાની થાપણો:

    આ ખાતું ધંધા પેઢી કે વ્યક્તિના નામે ખોલાવવામાં આવે છે. આ ખાતેદારને ચેકબુક મળે છે પરંતુ વ્યાજ મળતું નથી. 

    ચત ખાતાની થાપણો :

    આ ખાતામાં વ્યક્તિનો પોતાની ટૂંકા ગાળા માટે ની બચતો રાખે છે.
    જ્યારે પૈસા પાછા જોઇએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડી શકે છે. વળી, આવી થાપણો પર તેમને વ્યાજ પણ મળે છે.
    આજના સમયમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે થી પણ બચત ખાતામાંથી ઉપાડ કરી શકાય છે. 

    રીકરિગ ખાતા ની થાપણો :

    આ થાપણો પણ બચત ખાતાની થાપણો નો એક પ્રકાર છે. જે વ્યક્તિઓ
    એક સાથે બચત કરવા ન ઈચ્છતા હોય કે ન કરી શકતી હોય તેવી વ્યક્તિઓ દર મહિને (અમુક સમયગાળા
    દરમિયાન) કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરતી રહે છે, આમ, વ્યક્તિની થાપણ વધતી જાય છે.
    ને જમા થયેલી થાપણ પર તેને વ્યાજ મળતું રહે છે. આવી થાપણોને રીકરિંગ થાપણો કહે છે.

    મુદતી થાપણો (ફિક્સ ડિપોઝિટ) :

    આ થાપણો ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે  છે. આ થાપણો
    પર બેન્ક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. જયારે લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઇચ્છતી હોય ત્યારે આવી
    થાપણો રાખે છે અને જરૂર પડે ત્યારે અતિરિક્ત ઉપાડની સવલત (Over Draft) મેળવી શકે છે. 

     

     (2) ધિરાણ ની સવલતો પૂરી પાડવી :

    અર્થતંત્રમાં ધંધા માટે કે ખાનગી કારણો માટે રોકાણ કર્તાઓને,
    વ્યક્તિઓને, ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને નાણા ની જરૂર પડે ત્યારે તેઓ બૅન્કો પાસે ધિરાણ લે છે. બેન્ક
    વ્યાજ લઈને વિવિધ પ્રકાર ના ધિરાણ પૂરું પાડે છે. સમયના સંદર્ભમાં ધિરાણ ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું કે લાંબા
    ગાળા નું હોઈ શકે. ટુંકા ગાળાનું ધિરાણ એટલે 1 વર્ષ સુધીનું, મધ્યમ ગાળાનું એટલે 1 થી વધુ અને 5 વર્ષ
    સુધીનું અને લાંબા ગાળાનું 5 થી15 વર્ષ સુધીનુ.
    વળી ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ,ખાનગી હેતુ માટે, ખેતી માટે, ધંધાકીય હેતું માટેનું હોઈ શકે.

    (3) ચુકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી:

    બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની
    ચુકવણી અને ઉપાડની સવલત વિવિધ રીતે પૂરી પાડે છે, જેમાં ચેક, ઉપાડ ચિઠ્ઠી,ડ્રાફ્ટ,પે-ઓર્ડર, ડેબિટ કાર્ડ,
    ક્રેડિટ કાર્ડ , ATM (ઓટોમેટીક ટેલર મશીન), ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે.

    (4) શાખ સર્જનની કામગીરી:

    નાણા નો પુરવઠો નાણાની માંગ ને અનુરૂપ રહે તે માટે બૅન્કો શાખસર્જનનું કાર્ય
     કરે છે. ‘શાખ સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થા માંથી (થાપણો માંથી) નવા નાણાંનું સર્જન થાય છે.
    એટલે કે નાણાંનો પુરવઠો બને છે.

    બેેક,  જ્યારે પોતાની પ્રાથમિક થાપણ માથી  ધિરાણ આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર,
    વ્યક્તિના નામનું ખાતું તે જ બેન્કમાં કે તેની બીજી શાખા માં ખુલે છે. આ ચેક જમા થતાં નવા ખાતામાં
    તેટલા રૂપિયા જમા થાય છે. આ વ્યુત્પન્ન થાપણ માંથી તે જ પ્રમાણે ત્રીજી વ્યકિતને ધિરાણ મળે છે.નવું ખાતું ખુલે છે અને નવી જમા જમા  રકમ નોંધાય છે. આમ, એક થાપણ માંથી અનેક થાપણો સર્જાય છે.

    (5) આંતર બેન્કિંગ વ્યવહારો કરવા: 

    ‘ એક બૅન્ક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે.

    ટૂંકા ગાળાનું ધિરાણ એક બેન્ક બીજી બૅન્કને મધ્યસ્થ બેન્ક દ્વારા આપે છે અને આને call money કહેવાય છે. તેની ઉપર લેવાતા વ્યાજનો દર ને call money rate કહેવાય છે. 

     વેપારી બેંક નાં ગૌણ કાર્યો : –

    વેપારી બેંક નીચે મુજબ નાં ગૌણ કાર્યો કરે છે :

    (1) ગ્રાહકો ના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવા નું કાર્ય :


    બેન્ક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે.ગ્રાહકોને કીમતી વસ્તુઓ જેવી કે, દાગીના, મહત્ત્વના ડોક્યુમેન્ટ 
    વગેરે સાચવવા માટે બેન્ક સેફ ડિપોઝિટ વોલ્ટ ની (લોકર) સુવિધા ભાડુ વસૂલ કરીને પોતાના ગ્રાહકોને પૂરી પાડે છે.

    નાના કદ ની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ (માઇક્રો ફાઇનાન્સ) પૂરું પાડે છે.

    ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચુકવણી બાબત વિશ્વસનિયતા પૂરી પાડવા માટે બૅન્ક ડ્રાફટ અથવા પે-ઓર્ડરની સુવિધા પણ  પૂરી પાડે છે.

    (2) બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવા નું કાર્ય :

    બેન્કોનો ખ્યાલ અને કાર્યપદ્ધતિ સમય સાથે સતત બદલાતા રહે છે, બેકિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહે છે. આજના સમયમાં ચલણ કેચેક વાપર્યા વગર એક બેંક ના ખાતા માંથી કોઈ અન્ય બેંકના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે NEFT (National Electronic Fund Transfer) અને RTGS (Real Time Gross settlement) 
    જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ બંને સુવિધાઓ CORE (Centralized Online Real
    Time Exchange; બેન્કિંગ ના લીધે શક્ય બની છે.

    વળી, ઇન્ટરનેટ બેંકિંગ તથા મોબાઇલ ફોનના બેન્કિંગ એપ’ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી વિગતો.
    કમ્યુટર અથવા મોબાઇલ ફોન પર મેળવી શકે છે. વસ્તુઓની ખરીદી કરી શકે છે અને ટિકિટો પણ બુક કરી
    રોકે છે. બેંક DEMAT ખાતાની પણ સગવડ પૂરી પાડે છે.

    DEMAT ખાતું એટલે શેર, ડિબેન્ચર, બૉન્ડ,
    જામીનગીરી વગેરેને ભૌતિક સ્વરૂપ ના સાચવવા પડે તે માટેનું ઇલેક્ટ્રૉનિક ખાતું. જેથી આવું ખાતું
    ધરાવનાર લોકો પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે e (ઇલેક્ટ્રોનિક) સ્વરૂપે સાચવી શકે. 

    ભારતમાં વેપારી બૅન્કોનું અસ્તિત્વ : 

    ભારતમાં વેપારી બેન્ક જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે. 1991ના આર્થિક પરિવર્તનો પછી
    ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો  પ્રવેશ પણ થયો છે.

    બેન્કિંગ ના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના  ધારાની બીજી  અનુસૂચિમાં પ્રવેશ પામી હોય તેને સિડ્યુલ બેંક કહેવાય છે અને તે જ ખરી બેન્ક છે. આવી બેંકને રિઝર્વ બેંક ના બધા જ નિયમો અને ધારાધોરણોને લાગુ પડે છે.

    મધ્યસ્થ બેંક:

    દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન ,મૂલ્યાંકન અને અંકુશ ની કામગીરી બજાવે છે.

    આર. પી. કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બૅન્ક એટલે, એવી સંસ્થા કે જેને દેશના (પ્રજાના) સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચન ની જવાબદારી સોંપવામાં આવી હોય.

    આમ, મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેન્ક

    જેના મુખ્ય કાર્ય નાણાબજાર અને બૅન્કિંગ ક્ષેત્રને મદદ
    ક૨વાનું તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. 

     ભારતીય રિઝર્વ બૅન્ક :

    ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. 

    1934 ની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ RBI ની સ્થાપના એપ્રિલ 1, 1935માં થઈ હતી ₹ 5 
    કરોડના ખાનગી મૂડીરોકાણ થી RBI સ્થપાઇ હતી જાન્યુઆરી 1, 1949માં RBI નું રાષ્ટ્રીયકરણ કરવા માં આવ્યું.

     RBI દેશની સર્વોચ્ચ બેન્ક (Apex Bank) છે જે સમગ્ર બેન્કિંગ કોત્રની કામગીરી પર ધ્યાન રાખે
    તેનું નિયંત્રણ કરે છે અને સાથે-સાથે ભારતની નાણાકીય નીતિ ઘડે છે.

    રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( મધ્યસ્થ બેંક)નાં કાર્યો :
    ભારતની સર્વોચ્ચ બેન્ક તરીકે RBI નીચેના કાર્યો કરે છે :
     

    RBI ની નાણાકીય જવાબદારીઓ/RBI નાં નાણાકીય કાર્યો : (પરિમાણાત્મક કાર્યો)

    (1) ચલણ બહાર પાડવા નું કાર્ય :₹2 અને 2 થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં     
    મૂકવાની ફરજ RBI બજાવી છે. જ્યારે ચલણી સિક્કા અને 1 ₹ ની કાગદી નોટ ભારત સરકારના નાણાં 
    ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. 

    (2) સરકારની બેંક તરીકે નું કાર્ય : RBI કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બૅન્ક, તેમના નાણાકિય
    એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બૉન્ડ, સરકાર ના 
    ખાતાઓ, ચલણી સિકકાઓ, એક રૂપિયાની નોટ વગેરે નો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે.

    (3) બેન્કોની બેંક અને બેંકો ના અંતિમ સહાયક તરીકે નું કાર્ય : RBI ભારતની બધી જ શિડ્યુલ્ડ
    બેન્કોની બેંક તથા નિયમનકાર છે. તે બેન્કોની રોકડ અનામતનું સંચાલન કરે છે. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે અને વ્યાજના દર પણ આદેશિત કરે છે.કોઈ પણ શિડ્યુલડ બેન્કની
    નાણાકીય કટોકટી સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે.

    (4) શાખ નિયમન ની કામગીરી : નાણાકીય નીતિ નાં વિવિધ સાધનોની મદદ વડે RBI વેપારી બેંકોની
    શાખ સર્જન ની પ્રવૃત્તિ તથા નાણા ના પુરવઠા નું નિયમન કરે છે.

    (5), વિદેશી હૂંડિયામણની જાળવણીનું કાર્ય : જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં
    આવે ત્યારે RBI હૂંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હૂંડિયામણનો દર બજારમાં તેની માંગ અનેપુરવઠા ના આધારે નક્કી થતો હોય ત્યારે RBI બજારમાં વિદેશી હુડીયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી
    હુડીયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આમ, RBI ભારતના ચલણનું મુલ્ય અન્ય
    દેશોના ચલણ ની સામે જાળવવાની કામગીરી બજાવે છે.
    RBI ભારતનાં વિદેશી હૂંડિયામણ ના જથ્થા ની સાચવણી કરે છે. તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે
    ભારતની બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે

    RBI ના બિન નાણાકીય કાર્યો : (ગુણાત્મક કાર્યો)

    (1) નિયમન અને દેખરેખ ની કામગીરી :

    RBI ભારતનાં સમગ્ર મૂડીબજાર અને નાણાબજારની
    કામગીરી ની દેખરેખ અને નિયમન કરે છે. જેમાં વેપારી બેન્કોના શાખાના વિસ્તરશ, કામ કરવાની પદ્ધતિ,
    બૅન્ક સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકો ની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન રાખે છે.

    (2) પ્રોત્સાહન કાર્યો :

    આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેન્ક નાં ખાતાં ખોલાવ્યાં નથી. ઘણા
    લોકો તેમની ધિરાણ માટેની જરૂરીયાતો માટે અસંગઠિત નાણાબજાર પર આધારિત છે.  આથી RBI લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્નો કરે છે.
     
    (3) સમાવેશી વિકાસ માટે ના કાર્યો :

    લોકોમાં બેન્કિંગ અને નાણાં-વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતિ વધે તે માટેનો પ્રચાર કરે છે.

    હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન RBI કરે છે.

    વળી, બૅન્કોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે..
    બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારા તથા સંશોધન ને વેગ આપવા માટે RBI દરેક પ્રકારના નાણાકીય
    આંકડાઓ તથા નિષ્ણાતો ના લેખો પોતાની વેબસાઈટ પર મુકે છે, જે દરેક વ્યક્તિને વિના મૂલ્ય પ્રાપ્ત થઈ શકે છે.

    નાણાકીય નીતિ (Monetary Policy)

    નાણાની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે.

    સાદા શબ્દોમાં, દેશ માં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે 
     સર્વોચ્ચ બેન્ક દ્વારા નાણાનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. 

    નાણાકીય નીતિ નાં સાધનો :

    નાણાકીય નીતિ ના મુખ્ય સાધન નીચે મુજબ સમજાવી શકાય.

    પરિમાણાત્મક સાધનો :

    પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે
    માટે આ  સાધનો ને સામાન્ય સાધનો (general measures) પણ કહેવાય છે.
     

    (1) બૅક રેટ :

    જ્યારે વેપારી બેંકો નાણાં ની અછત અનુભવે ત્યારે RBI પાસે નાણાં ઉધાર લે છે.RBI
    વેપારી બેન્ક ને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બૅન્ક રેંટ કહેવાય.

    જ્યારે RBI બૅન્ક રેટ વધારે ત્યારે વેપારી બેન્કો ને ધિરાણ લેવાનું મોંઘુ પડતા તેઓ સામે પ્રજા ને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારેRBI બેન્ક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે જેથી ફુગાવો ઓછોથાય. મંદી હોય ત્યારે તેથી ઊલટું કરવામાં આવે છે.

    જ્યારે નાણાં ની માંગ કરતાં નાણાં નો પુરવઠો વધુ હોય ત્યારે 
    ફુગાવો સર્જાય છે. અને એથી ઊલટું હોય તો મંદી સર્જાય છે…. 

    બેંક રેટ ખૂબ નીચે રાખવાની નીતિને સસ્તા નાણાં ની નીતિકહેવાય છે અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાં ની નીતિ કહેવાય છે.

    (2) રેપો રેટ (Repo Rate) અને રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) :

    જ્યારે વેપારી બૅન્કોનેખૂબ ટૂંકા ગાળા માટે (1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે) નાણાંની જરૂર પડે છે ત્યારે તેઓ RBI પાસે નાણું લે છે. જે દરે RBI વેપારી બૅન્કોને આવું નાણું આપે તે રેપો રેંટ કહેવાય. મંદીના સમયે RBI રેપો રેટ નીચા કરે છે.

    જ્યારે RBI ને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બૅન્કો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રીવર્સ રેપો રેટ કહે છે.

    જયારે રીવર્સ રેપો વધુ હોય ત્યારે વેપારી બેન્કોને RBI ને લોન આપવા માટેનું વધુ આકર્ષણ
     થાય છે અને તેઓ વધારાના નાણાં RBI ને ધિરાણ પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રીવર્સ્ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે.

    (3) કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ :

    આ એક વિશિષ્ટ જોગવાાઈ છે. જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના (અછતના) સમયે વેપારી બેંકો RBI પાસે સરકારી જમીનગીરીઓ મૂકી ને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. કે 2016માં આ દર 7 ટકાનો હતો.  (જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય છે.)

    (4) રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર: (Cash Reserve Ratio – CRR) :

    RBI ની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકો પોતાની થાપણો ના અમુક ટકા જેટલી રકમ RBI પાસે રોકડ એનામત તરીકેરાખવાની હોય છે. શરૂઆતનાં વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણો ના 5 % અને લાંબાગાળાની થાપણો ના 2% જેટલું નક્કી થયું હતું. 1962 પછી કુલ થાપણો ના 3 થી 15 %ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું. RBI જરૂરિયાત મુજબ CRR બદલે છે.
     

    CRR નો મુખ્ય હેતુ બૅન્કિંગ-વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે. જેથી કોઈ
    સંજોગો માં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેને આપવા માટે બૅન્કો પાસે પૂરતાં નાણાં હોય. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે.

    (5) કાયદામાન્ય પ્રવાહિતાનું પ્રમાણ (statutory Liquility Ratie-SLR):

    ‘બેકિંગ રેગ્યુલેશનએક્ટ’ મુજબ દરેક વેપારી બેન્ક CRR થી જુદા અને તેથી (ઉપરાંત પોતાની કુલ થાપણોના 25 % જેટલું મૂલ્ય
    નકદ,સોનું, સરકારી જામીનગીરીઓ વગેરેના સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે.

     

    SLR ઊંચું હોય તો બેન્ક ની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરી માં રોકાય છે, જે રાજ્યના
    ખર્ચ ને પૂરો પાડવામાં વપરાય છે. વળી કેટલુક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે અને SLR વધુ હોય, તો
    પ્રજા ને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. 

    ખુલ્લા બજાર નાં કાર્યો (Open Market Operations-OMo) :

    અર્થતંત્રમાં નાણાનો પુરવઠોવધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરી નું ખરીદ-વેચાણ કરે છે.જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરી ઓની ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે.અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે.

    7. RBI ના સરવૈૈયાને હૂંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે
    ‘સ્ટરીલાઈઝેશન ની (Sterilization) નીતિ  :

    જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ આવે કે દેશની,
    બહાર જાય ત્યારે RBI ના હૂંડિયામણ ખાતામાં વધ-ઘટ થતા તેનું સરવૈયું ખોરવાય છે. આવી પરિસ્થિતિનાં
    નિયંત્રણ માટે RBI હૂંડિયામણ ની પુરાંત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં
    ખરીદી કે વેચી ને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે જેથી સમગ્ર નાણાં-વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે,

    નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો :

    ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતાં સાધનો. આ સાધનો બધાં ક્ષેત્રોને |
    એકસરખી અસર પહોંચાડવા માટે હોતા નથી.

    (1) સલામતી ની જરૂરિયાત’:

    સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેન્ક ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું
    આવે તે ની ચોકસાઈ બેંકે રાખવી પડે છે. આથી બેન્ક ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત
    જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી /બાંહેધરી પેટે લખાવે છે.જો કોઈ ગ્રાહક બેન્કની 
    શરતો મુજબ ધિરાણ ની રકમ પાછી ન ચૂકવે તો બેન્ક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે.

     (2) માર્જીન ની જરૂરિયાત:

    સલામતી, બાંહેધરી પેટે બતાવેલી મિલકત અમુક જ ટકા અથવા માંગેલી,
    લોનના અમુક જ ટકા જેટલી ૨કમનું ધિરાણ એકમને કે વ્યક્તિને મળી શકે છે. આવી ટકાવારીને ધિરાણનું
    માર્જિન (margin) કહે છે. RBI જુદા-જુદા વર્ગો માટે જુદા-જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે.

    (3) ધિરાણ ની ટોચ મર્યાદા :

    કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચમર્યાદા RBI નક્કી કરેે છે.

     

    (4) ભેદભાવયુક્ત/ભેદપારખું વ્યાજના દર:

    અલગ-અલગ પ્રકારના ધિરાણ માટે અલગ-અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ RBI સૂચવે છે. જે ને
    ભેદપારખું/ ભેદભાવ યુક્ત વ્યાજના દર ની નીતિ કહે છે દા.ત., એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ
    નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, તો પૈસાદાર વ્યક્તિઓને ઘર કે કાર ખરીદવા માટે ખૂબ ઊંચા દરે
    ધિરાણ મળે છે.

  • પાઠ-3 નાણું અને ફુગાવો

    પાઠ-3 નાણું અને ફુગાવો

    પ્રસ્તાવના (Introduction)
     આધુનિક આર્થિક જગત માં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિ ના કેન્દ્રસ્થાને છે. આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણા ની જરૂર પડે છે. નાણું વિનિમય નું માધ્યમ છે. સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે. 
    ભવિષ્યમાં ઉદ્દભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણા ને બચાવે છે.

    શરૂઆતના ગાળામાં માણસે પોતાની પાસે
    હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને
    જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાના
    પ્રયત્ન કર્યો અને આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા
    કે સાટાની પ્રથા કહેવામાં આવે છે.


     સાટા પ્રથાનો અર્થ
    (Meaning of a Barter System)
     વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલા માં અન્ય વસ્તુઓ કે સેવાઓ મેળવવાની પ્રથા.

    સાટા પ્રથા ની મર્યાદા

    શરૂઆતનાં વર્ષમાં ગ્રામ સમાજ-વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાત વાળુ  સાદું જીવન હતું 
    એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાતો
    સંતોષ તો રહ્યો. જેમ કે, ખેડૂત ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો તથા વધારાનાં ઘઉં આપી ચોખા, કાપડ,
    ચંપલ મેળવતો, ચંપલ બનાવનાર આ જ રીતે ચંપલ આપી અનાજ, કાપડ, ઘી વગેરે મેળવતો. જ્ઞાન આપનાર
    શિક્ષક (ગુરુજી)ને જ્ઞાન ના બદલામાં અનાજ મળતું તો કલાકારોને પણ મનોરંજનના બદલામાં વસ્તુઓ મળતી.

    સાટાપ્રથાની મુખ્ય મર્યાદાઓ 

    જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા :

    આર્થિક-સામાજિક વિકાસ થવાની સાથે માણસ ની જરૂરિયાત વધી અને અર્થતંત્ર સરળ માંથી જટિલ બન્યું.પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું જે રીતે સરળ સરળ હતું તે હવે ન રહ્યું. કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી અને જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં નહીં પણ ઘીના બદલામાં કાપડ આપવું હતું આમ વસ્તુ વિનિમય પ્રથા માં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાગીય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્નો પણ ઉપસ્થિત થયા.


     મૂલ્યના સંગ્રહ ની મુશ્કેલી :

    વસ્તુ વિનિમય પ્રથા માં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુુશ્કેલીનો સામનો કરવો પડતો, અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય.

    ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના  બદલામાં ચંપલ કે કાપડ મૅળવે પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા. વધેલા ઘઉં સાચવવા કેવી રીતે તે  પ્રશ્ન ઉપસ્થિત થયા. ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી ચંપલ કાપડ મેળવી શકાય પણ બહુ લાંબો સમય સાચવવા કેવી રીતે?

    મૂલ્ય માપન ની મુશ્કેલી :

    શ્રમ-વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં
    વસ્તુઓને સેવાઓના મૂલ્ય માપન નો પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બન્યો. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો
    હતો ત્યાં સુધી બરાબર હતું પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ જેના વિનિમય-દરને યાદ રાખવો,
    નક્કી કરવો મુશ્કેલ હતું. એક મણ ઘઉં બરાબર બે મણા ચોખા, એક મણ ઘઉં બરાબર દસ મીટર કાપડ, એક
    મણ ઘઉં બરાબર કિલો ઘી તો કિલો ઘી બરાબર કેટલું કાપડ ? અને કેટલા ચોખા ? એ નક્કી કરવું અને તે
    મુજબ વ્યાપાર કરવો અઘરો બન્યો, માટે એક સર્વસામાન્ય માપદંડ પણ જરૂરી બન્યો.

    આમ, જરૂરિયાત ના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે, મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત તથા મૂલ્યના
    માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથા અંત આવ્યો અને નાણાંની શોધ થઈ.

    નાણા નો ઉદ્ભવ અને વિકાસ

    વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમય ને સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ
    તરીકે વસ્તુ અને પશુઓ નો ઉપયોગ શરૂ થયો. ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું.

    રાજા શાહી વ્યવસ્થા આવતા સિક્કાનો ની શરૂઆત થઈ. 

    લોકશાહીનો ઉદભવ તથા ઔધોગીકરણ આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બન્યા. કેન્દ્રિય
    સત્તાના પીઠબળ થી બહાર પાડવા માં આવનાર નાણાંને સર્વ માન્ય સ્વીકૃતિ મળી અને વિનિમયના માધ્યમ તરીકે
    તેણે ઝડપભેર માન્યતા મેળવી, મૂલ્ય ના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું. બેંકિંગ વ્યવસાયના
    વિકાસે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતર ને ઝડપી તથા સરળ બનાવ્યું.

     

    નાણાંનો અર્થ અને કાર્યો (Meaning of Money and Functions of Money),

    માર્શલ ના મતે “કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને
    સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય.”

    Robertson ના મતે ‘વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે.’

    નાણાંના કાર્યો

    1.વિનિમય ના માધ્યમ નું કાર્ય :

    નાણાં નું સૌથી અગત્યનુ કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું
    આપણા આર્થિક વ્યવહારો ને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથા માં જરૂરિયાતનો પરસ્પર મેળ
    બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં
    આપી ને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે. વ્યક્તિ નાણાં નો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ
    મેળવે છે, તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે.મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે
    ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે.

    2. મૂલ્યના સંગ્રાહક તરીકે :
    નાણા ની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકે છે. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા
    આપીને અન્ય વસ્તુઓ કે સેવાઓ મેળવતો પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રીતે
    કરવી ? તે પ્રશ્ન હતો, નાણું દ્વારા તે વિનિમય મૂલ્ય નો સંગ્રહ કરી શકે છે. અનાજ કે પશુના સ્વરૂપમાં
    મૂલ્ય નો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન હતો. નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયું છે. નાણાં
    સ્વરૂપમાં મૂલ્ય નો સંગ્રહ સરળ છે. અનાજ વેચી નાણું મેળવી નાણાના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને
    પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી પણ થાય.

    3. મૂલ્યના માપદંડ તરીકે નું કાર્ય :
    નાણું મૂલ્ય માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે.  નાણાના કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી થાય છે અને પરિણામે મૂલ્ય ગણતરી સરળ બને છે.

    4. નાણાંના પ્રકાર (Types of Money)

    (1) વસ્તુ નાણું (2) પશુ નાણું (3) ધાતુ નાણું (4) કાગદી નાણું (5) પ્લાસ્ટિક નાણું (6) બૅન્ક નાણું
    (અદ્શ્ય કે ઈ-મની).

     ફુગાવોનો અર્થ (Meaning of Inflation)

    સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો.

    ફુગાવો એ આર્થિક સમસ્યા છે. અને નાણાકીય ઘટના છે. સામાન્ય પ્રજા ચીજવસ્તુના ભાવવધારાને ફુગાવો
    માને છે. પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે.

    ફુગાવાની વ્યાખ્યા (Definition of Inflation)
    વસ્તુ ના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિ ને ફુગાવો કહે છે.”
    – ડૉ. એ. પી. લર્નર,

    ‘વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે.”
    – ડૉ. એ. સી. પીગુ

    ડૉ. જે. એમ. કેઇન્સ માને છે કે, ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય
    આવક વધે તો સર્જાય છે.

    ફુગાવાના લક્ષણો (Characteristics of Inflation)
    (1) ભાવસપાટી માં સતત વધારો થાય છે.
    (2) અર્થતંત્ર ના બધા જ ક્ષેત્રમાં ભાવ વધે છે.
    (3) નાણાં નું મૂલ્ય (ખરીદશક્તિ) ઘટતું જાય છે,
    (4) પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે.

    ફૂગાવા ને સમજવા માટે અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ. જેવી કે,

    (1) સરકારે કાયદા દ્વારા, સબસીડી દ્વારા ભાવસપાટી દબાવી રાખી હોય, તો ભાવ ન વધતા હોવા છતાં
    ફુગાવો છે. જેને દાબેલો ફુગાવો પણ કહે છે.

    (2) જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે, અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવવધારો લાગુ પડ્યો હોય તોપણ તે
    ફુગાવો નથી.

    ટૂંક માં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી, અર્થતંત્રના બધાં જ ક્ષેત્રમાં ભાવસપાટી સતત વધ્યા કરે તે ફુગાવો
    છે અને આવો ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે.

     ફુગાવાના કારણો (Causes of Inflation)

    ફુગાવો એટલે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજવસ્તુઓ અને સેવાની કિંમતોમાં સતત વધારો. હવે વસ્તુ કે
    સેવા ની કિંમત નક્કી કરનાર મુખ્ય બે પરિબળ છે : માંગ અને પુરવઠો. માટે ફુગાવો કિંમતોમાં વધારા માટે
    પણ મુખ્યત્વે આ બે પરિબળો જ જવાબદાર છે. એટલે ફુગાવાનાં મુખ્ય કારણો છે : (1) માંગમાં વધારો
    (2) ખર્ચમાં વધારો.
     

    માંગમાં વધારો :
    વસ્તુની માંગ માં વધારો થવાના કારણે વસ્તુની કિંમત માં વધારો થાય છે. જો વસ્તુની માંગ વધે ત્યારે
    વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે તેમ ન હોય અને થાય તોપણ ખૂબ ધીમા દરે વધારો થતો હોય તો વસ્તુની કિંમત માં વધારો થાય છે. અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ
    પ્રેરિત ફુગાવો કહે છે.

    વસ્તુની માંગ માં વધારો થવાના કારણો નીચે મુજબ છે.

    (1) નાણાંના પુરવઠા માં વધારો :

    નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે
    દેશમાં નાણાં નો પુરવઠો વધવા થી લોકોની નાણાકીય આવક વધે છે અને આવકો વધતા લોકો વસ્તુઓ અને
    સેવાઓની માંગ માં વધારો કરે છે, જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાથી કિંમતોમાં વધારો થાય છે. નાણાં
    આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતા નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો
    સર્જાય. માટે જ મેચલપ કહે છે કે, “ખૂબ વધુ નાણું ઓછી વરતુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે.

    (2) સરકાર ના જાહેર ખર્ચમાં વધારો :

    ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક
    વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયા માં જોડાય છે. આંતર મૂડી માળખા નું સર્જન પાયાની જરૂરિયાતો પૂરી પાડવી
    કે રોજગારીનું સર્જન કરવું જેવી પ્રવૃત્તિમાં સરકાર જાહેર ખર્ચ કરે છે જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે.
    લોકોની આવકમાં વધારો થાય છે અને માંગમાં વધારો થતા ભાવ વધારો સર્જાય છે. 

    (3) વસ્તી વધારો :

    ભારતમાં સરેરાશ 2 ટકાના દરે વધતી વસ્તીએ માંગ વૃદ્ધિ નું દબાણ ઊભું કર્યું છે. સતત
    વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ ની માંગ માં વધારો કરે છે અને વધતી વસ્તીની માંગ પૂરી ન થઈ
    શકે ત્યારે ભાવસપાટીમાં વધારો થાય છે. 
    નાણાં-પુરવઠાના વધારાને કારણે આવકમાં થયેલો વધારો માંગમાં વધારો કરે છે અને ભાવ સપાટીમાં વધારો કરે છે.

     ખર્ચમાં વધારો :
    કિંમતને અસર કરનાર બીજું પરિબળ છે પુરવઠો. પુરવઠા- લક્ષી અર્થશાસ્ત્ર ના સમર્થ કો માને છે કે ઉત્પાદન
    ખર્ચમાં વધારો થાય તોપણ વસ્તુઓના ભાવમાં વધારો થાય છે.
    કાચા માલની કિંમતોમાં, યંત્રો માં, વીજળી, પાણીના દરોમાં શ્રમિકોને વેતન માં, વાહન વ્યવહાર ખર્ચમાં
    વધારો થવાના કારણે વસ્તુ કે સેવાના કિંમતોમાં વધારો થાય છે, ખર્ચ વધવાના કારણે અમલી બનેલા ફુગાવાને
    ખર્ચ પ્રેરિત ફુગાવો(પુરવઠા પ્રેરિત ફુગાવો) પણ કહે છે.
     અન્ય કારણો :
    ફુગાવાના મૂળમાં તો બે જ કારણ છે : (I) માંગમાં વધારો (2) ખર્ચમાં વધારો. પર્ણ વ્યવહારમાં
    ભાવસપાટી વધવા માટે ક્યારેક અન્ય પરિબળો પણ દબાણ ઊભું કરે છે. જેમકે કરવેરા નીતિ, આયાતી વસ્તુઓની કિંમતમાંં વધારો તેમજ અછત.

  • પાઠ-2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો

    પાઠ-2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો

    પ્રસ્તાવના

    આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્ત્વપૂર્ણ ધ્યેય છે અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતનના કેન્દ્ર બિંદુ તરીકે તેને ગણવામાં આવે છે. 1939 થી 1944 ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશો એ તેમની બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરા ની સમસ્યાને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ પર ભાર મુક્યો ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા છે.

    વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડીને પ્રજા નું જીવનધોરણ સુધારવાનો ઉદેશ્ય ધરાવે છે, તો વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસ નો હેતુ જીવનધોરણ ને જાળવી રાખવાનો છે.

    જેથી તેનું ઊંચું જીવનધોરણ એકધારું જળવાઈ રહે. આ રીતે જોતાં આર્થિક વૃદ્ધિ નો દર ની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે. જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે.           

    શ્રીમતી ઉર્સુલા હિક્સ ના મતે વિકાસમાન દેશોનો આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. 

    આર્થિક વૃદ્ધિ નો અર્થ (Meaning of Economic Growth)

    વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ
    ઉત્પાદન માં થતા વધારા સાથે સંબંધ છે.

     દેશના ઉત્પાદનનાં સાધનોના પુરવઠામાં, તેની પ્રાપ્તિ માં વધારો થતો હોય, સાધનો ની ઉત્પાદકતા-કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો આર્થિક વૃદ્ધિ છે તેમ કહેવાય. આમ, આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન છે.

    પ્રજાને વધુ અને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે.
                                                                                          – સાયમન કુઝનેટ્સ 

    આર્થિક વૃદ્ધિ ના ખ્યાલ ની મર્યાદાઓ :


    (1) આર્થિક વૃદ્ધિ માં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે.
    (2)આર્થિક વૃદ્ધિ માં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે.
    (3) આર્થિક વૃદ્ધિ નો ખ્યાલ મર્યાદિત છે તે માત્ર ઉત્પાદન માં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે.
    (4) લોકોનું કલ્યાણ તેમજ તે માં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી.

    આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાય જાય છે.

    આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી. તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો
    પણ થાય છે.

    વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે. બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનુ સામાજિક માળખું બદલાય છે. આર્થિક પ્રગતિ સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે.

     સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક નું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે.

    “આર્થિક વિકાસ એ બહુપરિમાણિય પ્રક્રિયા છે.” આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રની સુખાકારીમાં થતો વધારો.- માઈકલ ટોડેરો

    આર્થિક વિકાસના લક્ષણો :

    (1) આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે.

    (2) પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે.

    (૩) માંગમાં પરિવર્તન આવે છે.

    (4) શ્રમ ની ગતિશીલતા વધે છે.

    (5) મૂડી સર્જનમાં વધારો થાય છે.

    (6) ટેકનોલોજીમાં ફેરફાર થાય છે.

    (7) અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. 

    આર્થિક વિકાસનો ખ્યાલ ની મર્યાદાઓ :
    (1) આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે પરંતુ તે
    સાચા અર્થમાં માનવ  વિકાસ ની ચર્ચા કરી શકતું નથી.માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી.


    (2) આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિ ની જેમ માપી શકાતું નથી.આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે.


    (3) આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવનધોરણ ઊંચું આવે ? આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે. છતાં પ્રજાનાં જીવન ધોરણમા ખૂબ સુધારો થયો નથી એટલે વિકાસ એટલે જીવનધોરણમાં સુધારો એવું કહી શકાય નહિ.

    વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત (Difference between Growth and Development)
    આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્ર ની આવક વધે છે પરંતુ અર્થતંત્ર સંસ્થામાં પરિવર્તન આવતા નથી. લોકોના મનોવલણ બદલાતા નથી. જિરાલ્ડ મેયરે જણાવ્યું છે કે, ‘વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન.

    આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ
    (1) આર્થિક વિકાસ પ્રક્રિયા છે. (1) આર્થિક વૃદ્ધિ એ ઘટના છે.
    (2) આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. (2) આર્થિક વૃદ્ધિ માં પરિમાણાત્મક પરિવર્તનો
    થાય છે.
    (3) આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણવપરાયેલ
    સાધનો અને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે.
    (3) આર્થિક વૃદ્ધિ માં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની
    પુનઃફાળવણી પર ભાર મૂકવામાં આવે છે.
    (4) આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે
    સંકળાયેલ ખ્યાલ છે.
    (4) આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ
    ખ્યાલ છે.
    (5) આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનુ કાર્ય
    અતિ મુશ્કેલ છે.
    (5) આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે.
    (6) વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. (6) વૃદ્ધિ નો ખ્યાલ સીમિત છે.
    (7) આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. (7) આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવક ના વધારા સાથે
    સંબંધ છે.
    (8) આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. (8) આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે.
    (9) આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. (9) આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે.
    (10) આર્થિક વૃદ્ધિ એ પરિણામ છે. (10) આર્થિક વિકાસ એ કારણ છે.

    આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચેના, બે દેશો કે રાજ્યો ના આર્થિક વિકાસ તુલના થઈ શકે છે. જેમ થરમૉમિટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે, નોંધે છે તેમ આ પરિબળો દેશના વિકાસ ને માપે છે. આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો નીચે મુજબના છે :
    (1) રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર (2) માથાદીઠ આવક નો વૃદ્ધિ-દર (3) જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક (PQLI) (4) માનવવિકાસનો આંક (HDI)


    રાષ્ટ્રીય આવક નો વૃદ્ધિ-દર (Growth Rate of National Income) :

    • આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય, તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય.

     

    • જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય છે, અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો તે સ્થગિતતાની  અવસ્થા દર્શાવે છે.

     

     

    • જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો તે આર્થિક વિકાસની પીછેહઠ ની સ્થિતિ ગણાશે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહિ પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવા થી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહિ પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે.
    • નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં વૃદ્ધિ-દર (2014) ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ-દર પણ આ દેશો કરતાં ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રમાં ગણાય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે, નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. હવે તેઓ 2 થી 3 ટકાના દરે વિકાસ કરી રહ્યા છે.

    રાષ્ટ્રીય આવકની  મર્યાદાઓ : આમ છતાં રાષ્ટ્રીય આવકના વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદાઓ છે જે નીચે મુજબની છે :

    (૧) રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી : બેવડી ગણતરી, સ્વ-વપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કર ટાળો, કર ચોરી જેવી પ્રવૃત્તિ, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતા વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણાય નહિ.

    (2) વસ્તી : એક માત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી જે-તે દેશની
    વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. 

    (3) રાષ્ટ્રીય આવક ગણવાની જુદી-જુદી પદ્ધતિઓ : રાષ્ટ્રીય આવક ગણવાની જુદી-જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ થાય છે. જેમાં ઉત્પાદન આવક અને ખર્ચ ની પદ્ધતિ મુખ્ય છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી. રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા. રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે. બધા દેશો જુદી-જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલના નું કાર્ય મુશ્કેલ બને છે.

    માથાદીઠ આવક નો વૃદ્ધિ દર                                                                                                    આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સારો વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય.

    અહીં માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક.

    દેશની કુલ રાષ્ટ્રીય આવક ની વસ્તી ના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક છે.

    આમ, આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને તે દૃષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચઢિયાતો છે.

    સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાતો માથાદીઠ આવક ના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે.

    રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર ઊંચો હોય તે દેશનો વિકાસનો દર ઊંચો ગણાય.

    જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય અને જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસમાં સ્થગિતતા સ્થિતિ આવી છે તેમ કહેવાય, જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહઠ ની સ્થિતિ દર્શાવે છે.

    માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારી માં વધારો લાવે છે અને તેથી તે વિકાસનો સાચો માપદંડ છે.

    માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ
    (1) માત્ર અંદાજો : દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે તેથી તેના આંકડા આપણને લગભગ સાચા મળી રહે છે. પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી. ભારતમાં વસ્તી-દર 10 વર્ષ ગણાય છે. એટલે કે બાકીનાં વર્ષો માં વસ્તીના આંકડા ના માત્ર અંદાજો બાંધવામાં આવે છે. તેથી સાચી માથાદીઠ આવક મળતી નથી.                                (2) રાષ્ટ્રીય આવક-માથાદીઠ આવક ગણવાની મુશ્કેલીઓ : રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા તેવી રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તેની મુશ્કેલીને કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી..
    (3) માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે : માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે. આ
    સરેરાશ ના આધારે કોઇ નિર્ણય ન લઈ શકાય કે દેશોના વિકાસની કક્ષા જાણી શકાય નહિ.
    (4) સરખામણી ની મુશ્કેલી : દુનિયાના દેશોની માથાદીઠ આવક જે-તે દેશ ના ચલણમાં દર્શાવેલ હોય છે.
    તેને પ્રથમ અમેરિકન ડોલર માં ફેરવવા પડે ત્યાર બાદ સરખામણી કરી શકાય કે ક્યા દેશનો આર્થિક વિકાસનો
    દર ઊંચો કે નીચો છે.                                                                                                          (5) માથાદીઠ આવક જેટલા આવક  દેશના બધા નાગરિકોને મળે છે તેવું નથી હોતું. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે તેના કરતા છુપાવે છે વધારે તેથી તે સાચો નિર્દેશક નથી.


    જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા :
    આર્થિક વિકાસના હેતુ હંમેશાં લોકોના જીવનધોરણ માં સુધારો કરવાનો હોય છે. તેથી કોઈ પણ દેશમાં
    રિ આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશો કરતાં કેટલો વધારે કે ઓછો છે. તે માપવા માટે નાનવજીવનની ભૌતિક
    ગુણવત્તા ના નિર્દેશક સ્વીકારવામાં આવે છે.

    જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું ? : માનવજીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશ ના ધોરણો પર આધારિત છે. વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા (1) વપરાશ માં લેવાયેલ ખોરાક, બળતણ તથા અન્ય બિન ટકા ઉ વસ્તુઓ. (2) વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ અને (3) વપરાશમાં લેવાયેલ સેવાઓ નો સમૂહ.

    જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો :

     (1) ખોરાક (કેલરી પ્રોટીન-ચરબી)
     (2) આરોગ્ય અને તબીબી સેવાઓ.                                            

     (3) રહેઠાણ અને કપડાં.
     (4)શિક્ષણ અને મનોરંજન વગેરે.
     (5) પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ વસ્તી દીઠ રસ્તા-રેલવે ની લંબાઈ, ટેલિફોન સંખ્યા
     (6) ઊર્જાશક્તિ.           

     (7) દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી                                                                                (8) સરેરાશ આયુષ્ય                                                                                                         (9) બાળ મૃત્યુ નું પ્રમાણ
    (10) ડ્રેનેજ ની સુવિધા
    જો ઉપર્યુક્ત 10 બાબતો માં સુધારો થઈ રહ્યો છે તો દેશમાં માનવજીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે તે તેમ કહી શકાય. જો સુધારો ન થયો હોય તો કયા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે તે જાણી તેના ઉપાયો યોજી દેશના વિકાસ ને વધારી શકાય છે.

    જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક (Physical Quality Life Index = PQLI) :
    રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક નો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી તેમની અનેક મર્યાદા છે. દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય, તે વિકાસ નથી. દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોનાં જીવનધોરણ ને ઊંચું લાવે. નાગરિકોના પ્રાથમિક જરૂરિયાત સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રોપીને મોર ડેવિસ મોરીસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે.

    જીવનની ભૌતિક ગુણવત્તા ત્રણ બાબતો જ કેમ ?
    (1) આ ત્રણેય બાબતો અંગે ના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મેળવી શકાય છે.
    (2) આ ત્રણેય નિર્દેશકો (પરિબળો) પ્રયત્નો નહિ પરંતુ પરિણામ દર્શાવે છે.                                              (3) આ ત્રણેય બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરી ની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરી પાડે છે
    શિક્ષણ : જીવનની ભૌતિક ગુણવત્તા નો મહત્વનો માપદંડ છે.                                                          અપેક્ષિત આયુષ્ય : સામાજિક પરિસ્થિતિ અને સુખાકારી નું પ્રતિબિંબ છે. અપેક્ષિત આયુષ્યનો વધારો,  પોષણ તબીબી સારવાર તથા પર્યાવરણીય સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ છે.                                                                      બાળમૃત્યુદર : સામાજિક પરિસ્થિતિ અને સુખાકારી નું પ્રતિબિંબ છે ‘બાળમૃત્યુ દર પીવાના સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ, માતૃત્વ ની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબિંબ છે.


    જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના
    • દરેક નિદર્શ (શિક્ષણ, આયુષ્ય, બાળમૃત્યુ-દર)ને 100નો ભાર (weight age) આપવામાં આવે છે.
    • દેશની તે નિદર્શની કામગીરીના આધારે 0 થી 100 ના આંક ની વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે.
    • આ ત્રણ બાબતમાં એ દેશને મળેલા ગુણોનો સરવાળો થાય છે.
    • સરવાળા ને 3 વડે ભાગી ને સરેરાશ કાઢવામાં આવે છે.
    • જે આંક મળે તે PQLI ના આંક તરીકે ઓળખાય છે.

    મહત્ત્વની બાબતો :                                                                                                               (1) જેમ દેશ નો PQLI નો આંક 100 ની નજીક તે દેશની ઉપર્યુક્ત ત્રણ બાબતો (નિદર્શ)માં કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય.
    (2) જેમ દેશનો PQLI  આંક ‘O’ ની નજીક, તે દેશની ઉપર્યુક્ત ત્રણ બાબતો (નિદર્શ)માં કામગીરી કનિષ્ટ (ઉતરતી કક્ષાની) છે તેમ કહેવાય.
    (3) PQLI નો આંક 0 થી 100ની વચ્ચે હોઈ શકે છે.
    (4) PQLI ના આંક થી એ કે જ દેશના બે રાજ્યો કે બે જુદા-જુદા દેશોની તુલના થઈ શકે છે.                          (5) જેમ PQLI નો આંક વધારે (ઊંચો) તેમ દેશનો આર્થિક વિકાસ વધારે તેમ કહેવાય.
    (6) જેમ PQLI નો આંક નીચો તેમ દેશની આર્થિક વિકાસ નીચો છે તેમ કહેવાય.

    સકારાત્મક બાબતો :                                                                                                               (1) PQLI માં માનવજીવનના ધોરણે સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે.               (2) માથાદીઠ આવક ના નિર્દેશક કરતા PQLI ચડિયાતા છે.                                                                  (3) આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદા વાળા છે.        (4)PQLI  થી જુદા જુદા દેશો, દેશોના જૂથો, એક  જ દેશનાં વિવિધ રાજયોની તુલના થઈ શકે છે.                      (5) શહેરી-ગ્રામીણ, સ્ત્રી-પુરુષના PQLI બનાવી તેની તુલના થઇ શકે છે.

    મર્યાદા
    (1) માત્ર ત્રણ જ બાબતો નો સમાવેશ કર્યો છે અને એ જ બાબતોના આધારે સચોટતાથી દેશના વિકાસ થયો છે કે નહિ તે કહી શકાય નહિ. સાચો  આંક  મેળવવા આ ત્રણ બાબતો સિવાયની બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ.

    (2) માત્ર સરેરાશ દર્શાવે છે : 3 નિર્દેશકના મળેલા આંક ને 3 વડે ભાગવાથી મળતો આંક PQLI છે. જે સરેરાશ છે. સરેરાશ થી તે દેશની 3 બાબતમાં અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહિં, સરેરાશથી નિર્ણયો લેવાતો નથી.

    (3) કોઈ દેશ નો PQLI નો દર ઊંચો હોય (હાલમાં) તો દેશનો વિકાસ બીજા દેશો કરતા વધારે છે તેમ સામાન્યીકરણ કરી શકાય નહિ.                                                                                                             

    (4) 3 ધોરણને માનવજીવન માં એકસરખું મહત્ત્વ (100 આંક ) અપાય છે જે અયોગ્ય છે. ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી.                                                                                 

    (5) જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે જેની ઉપેક્ષા કરી છે,

    (6) ધનિક દેશ ની PQLI વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી.

     

    માનવ વિકાસ આંક

    વિકાસનો અદ્યતન નિર્દેશક  માનવ વિકાસ આંક છે.

    1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં (UNDP) દ્વારા માનવ વિકાસ અહેવાલ HDR રજૂ થયો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવવિકાસનો આંક (HDI) રજૂ કરવામાં આવ્યો.

    HDI માં આર્થિક માપદંડ ની સાથે બિનઆર્થિક  માપદંડ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રી નો ફાળો પણ છે.

    જુદા-જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરીને ખાંક તૈયાર કરાય છે.

    1990 થી HDI ને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય નો ઉપયોગ થતો હતો જેમાં 2010 માં સુધારો કરવામાં આવ્યો છે,

    માનવ વિકાસ આંક ના ઘટકો                                                                                                 

    HDI તૈયાર કરવામાં સુગમ બને એ માટે માત્ર ત્રણ જ પરિબળો ધ્યાનમાં લેવાય છે.

    આ પરિબળોના આંક ની યાદી આપવાને બદલે તેની સરેરાશ ઉપર આધારિત સંયુક્ત આંક તૈયાર કરાય છે :

    (1) અપેક્ષિત આયુષ્ય (2) શૈક્ષણિક સિદ્ધિ (જ્ઞાન)નો એક સામાજિક સિદ્ધિ દર્શાવે છે જ્યારે (3) જીવનધોરણ દર્શાવતો આવક નો આંક આર્થિક સિદ્ધિઓ દર્શાવે છે.

    HDI

    અપેક્ષિત આયુષ્ય જ્ઞાન (શિક્ષણ) સારું જીવન ધોરણ
    જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત
    આયુષ્ય કેટલું છે તેને આધારે
    આંક અપાય છે. જો 50 વર્ષથી
    ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી
    વંચિત ગણાય છે. જેમ આયુષ્યનો
    આંક ઊંચો તે સ્થિતિ સારી માનવામાં આવે છે.
    જ્ઞાન નું પ્રમાણ જાણવા પુખ્ત
    શિક્ષિતો ની ટકાવારી કેટલી છે તે
    જાણવા મા આવે છે. આમાં 15 વર્ષ
    અને તેનાથી વધુ ઉંમર વ્યક્તિના
    અક્ષરજ્ઞાન ને ધ્યાનમાં લેવાય છે. જેમાં બે બાબતોનો સમાવેશ થાય છે :(A) સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને
    (B) સ્કૂલિંગનાં અપેક્ષિત વર્ષ દેશમાં
    શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે.                                           તેમાં થી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના અંક મેળવવામાં આવે છે.

    જીવનધોરણ એટલે મળતી
    સગવડતા જેમાં પીવાનું શુદ્ધ
    પાણી, આરોગ્યની સેવા સેનિટેશન સેવા, બાળમૃત્યુ-દર, ઓછા વજન વાળા બાળકો ની ટકાવારી, માથાદીઠ દૈનિક કૅલરી,5 વર્ષથી નીચેના બાળકો નો મૃત્યુ-દર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે અને સારા જીવનધોરણનો આધાર આવક ઉપર હોય છે. આવકનો સૂચક આંક માથા દીઠ કાચી રાષ્ટ્રીય આવક (GNI), PPP સમખરીદ શક્તિના ધોરણે મપાય છે.

    મુખ્ય બાબતો :
    • ત્રણ ધોરણોને આધારે ગણાતા HDI નું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે.
    માનવ વિકાસ આંક HDI નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે.
    • જે દેશનો HDI આંક 1 ની નજીક તે વધુ વિકસિત ગણાય છે. તેને HDI માં ઊંચો ક્રમ મળે છે.
    • જે દેશનો HDI નો આંક 1 થી દૂર તે ઓછો વિકસિત છે. તેને HDI માં ક્રમ નીચો મળે છે.
    • વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં HDI માં છે,944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે અને ભારત 0.609 આંક સાથે 130 માં ક્રમે હતો.  ભારત ની માથાદીઠ આવક 5497 ડૉલર હતી.

    વિશ્વના દેશોના માનવવિકાસ આંક                                                                                      

    (1) સૌથી વધુ માનવવિકાસ ધરાવતા રાષ્ટ્ર : 1 થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવવિકાસનું મૂલ્ય 0.890 છે.
    (2) વધુ માનવવિકાસ ધરાવતા રાષ્ટ્ર : 50 થી 105 રાષ્ટ્ર સરેરાશ 0.735 HDI
    (3) મધ્યમ માનવવિકાસ ધરાવતા રાષ્ટ્ર : 106 થી 143 રાષ્ટ્ર સરેરાશ 0.614 HDI
    (4) નીચો માનવવિકાસ ધરાવતા રાષ્ટ્ર : 144 થી 188 રાષ્ટ્ર સરેરાશ 0.493 HDI

    2015 ના માનવવિકાસ અહેવાલનાં તારણો
    (1) 2014 માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944 ના મૂલ્ય સાથે નોર્વે નો પ્રથમ નંબર છે.
    (2) ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે અને તેનું 188 દેશોમાં 130મું સ્થાન છે.
    (3) ભારતનો HDI ના વર્ગીકરણ મા મધ્યમ માનવવિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે.
    (4) 2015માં HDI માં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડ માં આવેલ 0.348ના આંક સાથે નાઇઝરનું સ્થાન છે.

    માનવવિકાસ આંકનું મહત્ત્વ :

    (1) આર્થિક વિકાસના HDI ના માપદંડમાં માત્ર આર્થિક નહિ સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે. તેથી તે પરિપૂર્ણ બને છે.
    (2) HDI આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવકલ્યાણ અંતિમ ઉદેશ્ય છે.
    (3) સાચી પ્રગતિ = આર્થિક પ્રગતિ + સામાજિક પ્રગતિ હોય છે.
    (4) HDI નો આંક વિધેયાત્મક છે. HDI વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે.
    (5) HDI ના આંક થી વિકાસ માને દેશો ને કયા વિકાસની શક્યતા વધારે છે. ક્યાં સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે.
    (6) HDI નો આંક વધારે પ્રગતિશીલ ખ્યાલ છે.

    મર્યાદા :
    (1) HDI મા ત્રણ જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે, જે ઓછા છે. બીજા સામાજિક નિર્દેશકો નો સમાવેશ કરવો જોઈતો હતો.
    (2) HDI માં ત્રણેય પરિબળોને સરખું મહત્ત્વ અપાયું છે. ખરેખર ત્રણેયનું જુદી-જુદી પરિસ્થિતિમાં જુદું જુદું  મહત્વ હોય છે.
    (3) માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે.

Eco-Friendly Impact Calculator

Eco-Friendly Impact Calculator