Category: વાણિજ્ય વ્યવસ્થા

  • પાઠ – 8 નાણાકીય સંચાલન

    પાઠ – 8 નાણાકીય સંચાલન

    પ્રસ્તાવના  (Introduction):



    • સરળ અર્થમાં નાણાનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન નાણું એ ધંધા માટે ૨ક્ત સમાન છે.

    રૂધિરાભિસરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. તેવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય નથી.

    પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ છે. ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. 

    સૂત્રો

    “નાણાં ધંધા રૂપી યંત્રો માટે સિંચનનું તેલ છે અને તે  યંત્રને આસાનીથી ચલાવવામાં મદદરૂપ થાય છે”.

    “નાણા આર્થિક શરીરનું રુધિરાભિસરણ તંત્ર છે”.

    “ઉદ્યોગો માટે નાણું જીવનદાતા રક્ત સમાન છે યંત્રમાં ચક્રનું છે સ્થાન છે વિજ્ઞાનમાં અગ્નિનું જે સ્થાન છે રાજકારણમાં મતનું જે સ્થાન છે તેવું જ સ્થાન ઔદ્યોગિક ક્ષેત્રે નાણાનુ છે” 

    “જે નાણાં યોજના દ્વારા ભંડોળનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે અને નફાકારકતા મહત્તમ બને તે આદર્શ મૂડી યોજના છે”.

     

    નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા

    (Concept and Definition of Financial Management):

    વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન, ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓનાં પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે.

    નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે.

    વ્યાખ્યાઓ :

     

    • એફ. ડબલ્યુ. પાઇશના જણાવ્યા મુજબ, “નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણા મળી રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવી.”

     

    •  રેમન્ડ જે. ચેમ્બર્સના જણાવ્યા મુજબ,”નાણાંકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલા લેવા અને તેની આલોચના કરવી.”

     

    • પ્રોફેસર એમ. કિમ્બાલના જણાવ્યા મુજબ, “નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું. તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી.”

    ઉપરોક્ત વ્યાખ્યાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં ધંધા શરૂઆતથી તેના વિસ્તરણ અને અંત સુધીના ધંધાના બધા જ  નાણાકીય નિર્ણયોને આવરી લેવાય છે.

    નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ (Characteristics):

    (1) સંચાલનની શાખા : નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે કે જેમાં નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ થાય છે.

    (2) વિશાળ કાર્યક્ષેત્ર : 

    નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં નાણાની જરૂરિયાતનું અનુમાન, પ્રાપ્તિ, મહત્તમ ઉપયોગ, યોગ્ય ફાળવણી અને તેના આયોજન તથા અંકુશનો સમાવેશ થાય છે. 

    (3) સંચાલકીય નિર્ણયોનો આધાર : 

    સંચાલકીય નિર્ણય માટેનો આધાર નાણાકીય સંચાલન પૂરો પાડે છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન વિકાસ વગેરે અંગેના નિર્ણયો નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે.

    (4) નાણાકીય નિર્ણયો સાથે સંબંધ : 

    રોકાણ, મૂડીમાળખું અને ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન સંબંધ ધરાવે છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

    (5) માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ : 

    માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન વે અભિગમો અપનાવે છે: (i) નફાનું મહત્તમીકરણ (ii) સંપત્તિનું મહત્તમીકરણ.(

    6) ચાવીરૂપ સ્થાન : નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય  એકમના વ્યવસ્થાકિય માળખામાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે.

    (7) સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ : 

     નાણાકીય સંચાલન એ સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવા કે, ઉત્પાદન સંચાલન, બજા૨ સંચાલન, કર્મચારી સંચાલન સાથે સંબંધ ધરાવે છે. 

    (8) બે ભાગમાં વિભાજન : 

    નાણાકીય સંચાલનને બે ભાગમાં વહેચી શકાય છે. દા.ત., કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે મકાન, યંત્રો, જમીન વગેરેના વિસ્તરણ માટેના  આયોજનનો સમાવેશ થાય છે, જ્યારે કાર્યશીલ મૂડીનું સંચાલન રોજબરોજના ખર્ચા માટે જરૂરી છે.

    નાણાકીય સંચાલન ની લાક્ષણિકતાઓ

    સંચા વિશાળ સંચા નાણા માલિક ચાવી સંચા બે ભાગમાં નાણા સંચા ની લાક્ષ.


    નાણાકીય સંચાલનના હેતુઓ

    (Objectives of Financial Management) : 

    નાણાકીય સંચાલનનો હેતુ ‘માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ’ નો હોવો જોઈએ. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા ‘માલિકના આર્થિક મહત્તમીકરણ’ નો હેતુ રાખે છે કે તે કંપનીના શેર હોલ્ડરો છે. આ માટે નીચેનાં બે અભિગમ છે :

    (A) નફાના મહત્તમીકરણનો હેતુ (B) સંપત્તિના મહત્તમીકરણનો હેતુ

    (A) નફાના મહત્તમીકરણનો હેતુ (Objective of Profit Maximisation) :

    • નફાનું  મહત્તમીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરવી. કંપનીમા રોકાણ કરનારાઓ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ કંપનીના શેર ખરીદે છે.
    • આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવો જોઈએ અને ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવી જોઈએ.
    • આ સિદ્ધાંત વધુમાં સુચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ. નફાના  મહત્તમીકરણના હેતુ દ્વારા કંપની છે શેરદીઠ કમાણી વધારી શકે છે.


    (B) સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ (Objective of Wealth Maximisation): 

    • સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ‘ચોખ્ખા વર્તમાન મૂલ્ય’  તરીકે પણ ઓળખાય છે.
    • ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેરહોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે છે. આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો જ કંપનીએ સ્વીકારવા જોઈએ.
    • સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે.
    • આ અભિગમ રોકડ પ્રવાહના માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાને અવગણવામાં આવે છે.
    • સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનુ  ચોખ્ખું વર્તમાન મૂલ્ય.
    • સંપત્તિનું ચોખ્ખું  વર્તમાન મુલ્ય = સંપત્તિનું વર્તમાન મુલ્ય – સંપત્તિ માટે જરૂરી મૂડીરોકાણ.
    • નાણાકીય સંચાલને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ  કે જેથી કંપનીની સંપત્તિ મહત્તમ બને.
    • જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ ઉપર થશે.
    • શેરબજારમાં શેરનો ભાવ વધશે. પરિણામે શેરહોલ્ડરોની સંપત્તિનું મહત્તમીકરણ થશે. જેના કારણે શેરહોલ્ડરોની મિલકતમાં વધારો થાય છે.
    • નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યો છે.

    નાણાકીય સંચાલન ના હેતુઓ

    • નફાના મહતમીકરણ નો હેતુ:
    •  રોકાણકારોનો ડિવિડન્ડ મેળવવાનો હેતુ.
    •  કંપનીએ મહત્તમ નફો કમાવો.
    •  નફાકારક પ્રોજેક્ટ નો સ્વીકાર
    •  કંપની શેરદીઠ કમાણી માં વધારો 
    • સંપતિ ના મહતમીકરણ નો હેતુ : ચોખ્ખું વર્તમાન મૂલ્ય
    • કંપની ની મિલકત સંપત્તિ શેરહોલ્ડરોને સંપત્તિ સર્જે છે.
    •  કંપનીએ સંપત્તિના મૂલ્યમાં વધારો થાય તેવા નિર્ણય કરવા. 
    • રોકડ પ્રવાહના  ખ્યાલ પર આધારિત 
    • રોકડ પ્રવાહ માપદંડ છે
    • સંપતિનું વર્તમાન મૂલ્ય- સંપતિ માટે જરૂરી મૂડીરોકાણ= સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય
    •  સંપતિ મહત્તમ બને તેવા નિર્ણયો લેવા

     જો એવું થાય તો શેર બજારમાં કંપનીના શેરના ભાવ વધે અને શેરહોલ્ડર મિલકતોમાં પણ વધારો.

     

    નાણાકીય સંચાલનનું મહત્વ

     (Importance of Financial Management): 

    1950 પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રવાહોમાં પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનુ મહત્વ વધ્યું છે.

    (1) નાણાકીય જરૂરીયાતોનો અંદાજ :  નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડી કેટલી જરૂરિયાત રહેશે તેનો અંદાજ નાણાકીય સંચાલન મેળવે છે.

    (2) નાણાં પ્રાપ્તિ : નાણાકીય સંચાલન મૂડીનાં પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે મૂડી મેળવે છે.

    (3) આયોજન અને અંકુશ : નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત રીતે થાય તે માટે નાણાંના આયોજન સાથે અંકુશ રાખે છે.

    (4) નાણાંની વહેંચણી : જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વહેંચણી કરે છે કે જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાં મળી રહે.

    (5) તરલતાની જાળવણી : રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરી તરલતાની જાળવણી કરે છે જેથી ચોક્કસ રોકડ સિલક હાથ ઉપર રાખી શકાય.

    (6) આવકની વહેંચણી :નફાનો કેટલો હિસ્સો શેરહોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેચવો અને નફાના કેટલા ભાગનું ધંધામાં પુનઃ રોકાણ કરવું તે નક્કી કરે છે.

    (7) ચાલુ મિલકતોનુ સંચાલન: ચાલુ મિલકતોમાં રોકડ, દેવાદારો, માલ સામગ્રી, વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક સિલક વગેરેનો સમાવેશ થાય છે. આ ચાલુ મિલકતોના રોકાણ માટેની નીતિનું ઘડતર કરે છે.

    (8) નાણાકીય નિર્ણયો : નાણાકીય સંચાલન મૂડી બજેટ, ડિવિડન્ડ નીતિ, નફાનું પુન:રોકાણ વગેરે અંગે મહત્વના નિર્ણયો લે છે અને આ જુદા જુદા નાણાકીય નિર્ણયો વચ્ચે સંકલન જાળવે છે. દા.ત., ડિવિડન્ડ નીતિ અને નફાના પુન:રોકાણ વચ્ચે સંકલન.

    (9) ધંધાની શાખમાં વધારો : ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન મહત્ત્વનું યોગદાન આપે છે. કાર્યક્ષમ નાણાંકીય સંચાલન નાણાકીય અનુકુળતાઓ ઉભી કરે છે જેથી કર્મચારીઓને  પગાર અને લેણદારોને સમયસર ચુકવણી કરી શકાય છે. પરિણામે ધંધાની શાખમાં વધારો થાય છે.

    નાણાકીય સંચાલન નું મહત્વ

    નાણાકીય અંદાજ કરી નાણા પ્રાપ્તિ નું આયોજન અને નાણાંની વહેંચણી કરવી તરલતાની અને આવકની ચાલુ નાણાકીય ધંધાની સાખમાં વધારો કરવો એ ના સંચાલનનું મહત્વ છે.

    Short: નાણાં જરૂરી નાણા પ્રા આયો નાણા વ તરજાળ આવવહે

    ચાલુ મિ સંચા નાણા ની ધંધા ની શાખ નાણા સંચા મહ.


    નાણાકીય નિર્ણયો (Financial Decisions):

    નાણાંકીય સંચાલન નાણાં કાર્ય સાથે સંબંધ ધરાવતું હોવાથી તેને નાણાં કાર્ય તરીકે પણે ઓળખવામાં આવે છે.

    આથી આ સંદર્ભમાં નાણાકીય સંચાલનમાં નીચે જણાવેલા મહત્વના ત્રણ પ્રશ્નો અંગે નિર્ણયો લેવાના હોય છે:

    (A) રોકાણ સંબંધિત નિર્ણયો

    (B) ધિરાણ સંબંધિત નિર્ણયો 

    (C) ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો


    રોકાણ સંબંધિત નિર્ણયો  (Decisions Related to Investment) : 

    • ધંધાની કાયમી મિલકતોમાં લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે.
    • જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં ભંડોળનું રોકાણ કરવાનું છે તે મિલકતોની પસંદગી અને તેમાં રોકાણ અંગે નિર્ણયો નાણાકીય સંચાલકે લેવા પડે છે.
    • રોકાણ અંગેના નિર્ણયને મૂડી બજેટિંગ કહે છે.રોકાણ અંગેના  નિર્ણયોમાં જોખમનું તત્વ રહેલું છે. 
    • આથી રોકાણ અંગેના નિર્ણયોનુ મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ.

    રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો : 

    (1) કુલ મૂડીની જરૂરિયાત (2) રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા (3) રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ (4) રોકાણમાં જોખમનું તત્વ (5) રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત (6) રોકાણની આર્થિક ઉપયોગીતા અને તેનું અંદાજિત આયુષ્ય (7) રોકાણ નું મહત્વ (8) મૂડીની માપબંધી (9) ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા.

    રોકાણ સંબધિત નિર્ણયો

    • નાણાકીય સંચાલકે મિલકતોની પસંદગી અને તેમાં રોકાણના નિર્ણયો લેવા પડે
    • રોકાણ અંગેના નિર્ણયોને મૂડી બજેટિંગ કહે છે
    • આ નિર્ણયમાં જોખમ હોવાથી અપેક્ષિત વળતર અને તેના સંદર્ભમાં મૂલ્યાંકન કરવું જોઈએ.
    • મૂડી બજેટની વિવિધ પદ્ધતિઓ પરત આપ વળતર દર વટાવેલ રોકડ પ્રવાહ.

    રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો:

    • કુલ મૂડીની જરૂરિયાત
    • મળવાપાત્ર અંદાજિત વળતર દર ચોખ્ખો રોકડ પ્રવાહ 
    • રોકાણમાં જોખમનું  તત્વ 
    • રોકાણ પછી કાર્યશીલ મૂડી ની જરૂરિયાત 
    • રોકાણની આર્થિક ઉપયોગીતા અંદાજિત આયુષ્ય
    •  રોકાણ નું મહત્વ 
    • મૂડીની માપબંધી
    •  ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા.


    ધિરાણ સંબંધિત નિર્ણયો (Decisions Related to Financing) : 

    રોકાણ અંગેના નિર્ણયો કંપનીની મિલકતો  સાથે સંકળાયેલા છે જયારે ધિરાણ સંબંધિત નિર્ણયો મૂડી માળખા સાથે સંકળાયેલા છે.

     મૂડી માળખાના ચાર પ્રકારો છે (1) ઇક્વિટી શેરનું (2) ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું (3) ઈક્વિટી શેર અને ડિબેન્ચરનું (4) ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવા

    મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે.  ઇક્વિટી મૂડી અને દેવાનું  યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડીમાળખું કહે છે.ઇષ્ટતમ મૂડી માળખું ઓછું જોખમી અને મહત્તમ વળતર આપે છે.


    ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો (Decisions Related to Dividend) : 

    • ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે જે તેના શેરહોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે.
    • ડિવિડન્ડ એ શેરહોલ્ડરોને તેમનાં રોકાણ ઉપર મળતું વળતર છે. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડ/ચેકમાં જ ચૂકવી શકાય.
    • શેરની ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવાય છે.
    • નાણાકીય સંચાલકે નક્કી કરવાનું હોય છે કે નફાનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલો ભાગ ધંધામાં રાખવો.
    • ધંધામાં રાખી મુકેલી કમાણી (Retained Earning) કંપની માટે નાણાં પ્રાપ્તિનું મહત્ત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે.
    • ડિવિડન્ડની ચુકવણી કંપનીના શેરના બજાર મૂલ્યને  અસર કરે છે. નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે તો નફાનું પુન:રોકાણ (Pulling Back off Profit) ઘટે છે.

    બીજી બાજુ, નફાના મોટાભાગનું પુનઃ રોકાણ થાય તો ડિવિડન્ડ માટે ઓછી રકમ  રહે છે.


    ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતાં પરિબળો :

    (1) ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણતીપાત્ર  નફો (2) ભવિષ્યમાં કમાણીનો અંદાજ (3) પાછલા વર્ષો દરમિયાન કંપનીએ ચૂકવલ ડિવિડન્ડનો દ૨ (1) ધંધામાં નફાના પુન:રોકાણની જરૂરિયાત (5) કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો (6) કંપની પાસે અનામતોનું પ્રમાણ (7) ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન (8) કંપનીના સંચાલકોનું વલણ (9) કરવેરા  નીતિ (10) ધારાકીય નિયંત્રણો (11) કંપનીના શેર હોલ્ડરોની અપેક્ષા (12) મૂડી બજારની પરિસ્થિતિ (13) કંપનીનો વિકાસદર ( 14) કંપનીની તરલતાની પરિસ્થિતિ.

    ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો

    • ડિવિડન્ડ શેર હોલ્ડર્સને મળતું વળતર છે.
    •  ફક્ત રોકડમાં જ ચૂકવી શકાય છે.
    •  ચૂકવણીનો આધાર પ્રાપ્ત રોકડ પર.
    •  ડીવીડન્ડનો નિર્ણય સંચાલક પર.
    •  ધંધામાં રાખેલી કમાણી આંતરિક નાણા પ્રાપ્તિનું મહત્વનું સાધન કંપનીના શેરના બજાર મૂલ્ય પર અસર કરે
    •  ડિવિડન્ડ નો મોટો ભાગ વેચાય તો નફાનુ પુનઃરોકાણ ઘટે.

     આનાથી ઊલટું.

    ડિવિડન્ડ નિર્ણયને અસર કરતા પરિબળો

    • કંપનીનો વહેંચણી પાત્ર નફો
    •  ભવિષ્યની કમાણીનો અંદાજ
    •  પાછલા વર્ષમા ચુકવેલ ડિવિડન્ડ
    •  નફાના પુનઃરોકાણ ની જરૂરિયાત
    •  કંપનીની વર્તમાન નાણાકીય પરિસ્થિતિ અને જરૂરિયાતો
    •  અનામતનું પ્રમાણ 
    • ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન
    •  સંચાલકોનું વલણ

     કરવેરા નીતિ શેરહોલ્ડરોને અપેક્ષા મૂડી બજાર ની પરિસ્થિતિ કંપનીનો વિકાસ દર તરલતાની પરિસ્થિતિ.


    મૂડી માળખું (capital structure ) :

    મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદાં જુદાં સ્થાનો જેવાં કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેંચર, અનામતો અને લોન ભંડોળનુ  મિશ્રણ.

    આ સંદર્ભમાં ગેસ્ટર્નબર્ગના જણાવ્યા મુજબ, ‘જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે.’

    વ્યાખ્યા :

    સરળ શબ્દોમાં ‘મૂડી માળખું’ એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઉભી કરવા માટે ઉપયોગમાં લીધેલાં જુદાં જુદાં પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ.

    આદર્શ (ઇષ્ટતમ) મૂડી માળખાની લાક્ષણીકતાઓ 

    (1) સરળતા : ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દૃષ્ટિએ મૂડી માળખું સરળ બને છે.

    (2) નકાકારકતા :કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ

    (3) નાણાંની પ્રાપ્યતા : મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિસ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય.

    (4) પરિવર્તનશીલતા :કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ જેથી બદલાતા સંજોગોમાં અને જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય.

    (5) કરકસર : મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિસ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મુડીની પડતર લધુત્તમ થાય.

    (6) સમતુલા : માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જળવાવી જોઈએ.

    (7) તરલતા : જવાબદારી કે દેવાંની ચુકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મુડી માળખામાં હોવી જરૂરી છે.

    (8) આકર્ષણ : વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ.

    (9) સદ્ધરતા : ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય.


    મૂડી  માળખાને અસર કરતા પરિબળો 

    (A) આંતરિક પરિબળો (Internal factors):

    (1) ધંધાનો પ્રકાર : ઉત્પાદન કરતાં વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડી જરૂરિયાત વધુ હોય છે. જયારે વેપારી એકમોમાં  પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. 

    (2) ધંધાનું કદ : મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મુડીની જરૂરિયાત રહે છે. નાના કદના ઔદ્યોગિક એકમોને પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત પડે છે. 

    (3) ધંધાની કમાણીના અંદાજો : ધંધાની  કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે છે. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઉછીની મૂડી પર આધાર રાખી શકે છે. 

    (4) મિલકતનું સ્વરૂપ અને જરૂરિયાત : મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મોટી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. 

    (5) સંચાલકોનું વલણ:જે કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તે વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતાં પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે.

    (6) નાણાકીય જરૂરીયાતો : ઓછા પ્રમાણમાં મૂડી જરૂરીયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય છે. પરંતુ વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડે છે.

    (7) મૂડી જરૂરિયાતનો સમય : જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. બીજી બાજુ, કંપનીને ટૂંકાગાળા માટે મૂડીની  જરૂર હોય તો ડિબેંચર કે પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી મેળવશે.


    (B) બાહ્ય પરિબળો (External Factors) :

     

    (1) મૂડી બજારમાં તેજી-મંદીની પરિસ્થિતિ :મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી  શેરમાં નહિ, પરંતુ ડિબેંચરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. જયારે તેજીના સમયમાં ઊંચા ડીવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઈક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે.


    (2) બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર : મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર પાડી ભંડોળ  મેળવવાનું વલણ રહે છે. પરંતુ પ્રવર્તમાન વ્યાજના દરો ઓછા હોય તો મૂડી માળખામાં ડિબેન્ચર ને પણ સ્થાન આપવામાં આવે છે.

    (3) મૂડી પડતર -જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ : 

    મૂડી ઉભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપનીએ વિજ્ઞાપનપત્ર બહાર પાડવાનો ખર્ચ, બાહેંધરી  કમિશન, દલાલી વગેરે ખર્ચાઓ કરવા પડે છે. 

    (4) કાનૂની નિયંત્રણો : મૂડી માળખું પસંદ કરતી વખતે કાનુની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે  જામીનગીરીઓ બહાર પાડી મૂડીભંડોળ મેળવતી કંપનીએ ઈક્વિટીશેર ફરજિયાત બહાર પાડવા પડે છે. 

    (5) કરવેરા નીતિ :કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે  છે. 

    (6) સંસ્થાકીય રોકાણકારો : વીમા કંપનીઓ, બેન્ક, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. 

    (7) વિદેશી સંસ્થાકીય રોકાણકારો: વિદેશી રોકાણકાર સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય. વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર, ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.

    મૂડી માળખાને અસર કરતા પરિબળો

    આંતરિક: ધંધાનો પ્રકાર કજ કમાણીના અંદાજ મિલ સ્વરૂપ સંચા નું વલણ નાણા મૂડી ની જરૂરિયાતો.

    બાહ્ય: મૂડી બજારમાં તેજી મંદી બજારમાં વ્યાજદર મૂડી જામીનગીરી ખર્ચ કાનો નિયંત્રણ કામદાર નીતિ સંસ્થા રોકાણકારો વિદેશી સંસ્થા રોકાણકારો.


    કાર્યશીલ મૂડી (Working Capital)

    અર્થ અને વ્યાખ્યા (Meaning and Definition) : 

    બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ  મૂડીની જરૂર પડે છે. કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર રહે છે.

    જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે, કાચો માલ, દેવાદારો, લેણીહૂંડી વગેરેમાં રોકાયેલ રહે છે.

    કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહે છે. આથી કાર્યશીલ મૂડીને જીવન-રક્ત (Life-Blood) કહે છે.

    વ્યાખ્યાઓ :

    •  લિન્કન, ડોરિસ, સ્ટેવેન્સનાં જણાવ્યા મુજબ, ‘ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપર વધારો એટલે કાર્યશીલ મૂડી.’
    • જે. એસ. મિલના જણાવ્યા મુજબ, ‘ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી.’

    કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત

    (1)કુલ કાર્યશીલ મૂડી- અર્થ

       કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણીહૂંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરી, બેંક સિલક, રોકડ વગેરેનો સરવાળો.

    ચોખ્ખી કાર્યશીલ મૂડી- અર્થ 

    ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ.

    (2) તરલતાની સ્થતિ: આ ખ્યાલ કંપની ની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી.

    ચોખ્ખી કાર્યશીલ મૂડી: આ ખ્યાલ કંપનીની તરલતાની  સ્થિતિ દર્શાવે છે.

    (3) નાણાકીય સ્થિતિ અને માપદંડ: કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી.

    ચોખ્ખી કાર્યશીલ મૂડી: કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે.

    (4) ચાલુ જવાબદારીમાં વધારો:ચાલુ જવાબદારીમાં વધારો કુલ  કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે. 

    ચોખ્ખી કાર્યશીલ મૂડી:ચાલુ જવાબદારીમાં વધારો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી.


    કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ 

    (Characteristics of Working Capital) :

    (1) ટૂંકા ગાળાની મૂડી :  કાર્યશીલ મૂડી ટૂંકા ગાળાની મૂડી છે.

    (2) ચાલુ મિલકતોમાં રોકાણ :કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓનો ચાલુ મિલકતોમાં સમાવેશ થાય છે.

    (3) તરલતા : તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થાય છે.

    (4) ઓછું જોખમ : કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી, ટૂંકા ગાળા માટેની અને  સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે તેથી જોખમનું તત્ત્વ ઓછું છે. 

    (5) બદલાતું સ્વરૂપ : જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. દા.ત., કાચા માલનું અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં અને તૈયાર માલનું શાખ પર વેચાણ થાય તો દેવાદારોમાં અને રોકડેથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે.

    (6) રોજબરોજના ખર્ચા ચૂકવવા : રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ  મૂડીની સતત જરૂર રહે છે.

    (7) ઘસારો નહીં :ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી.

    (8) ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત : કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર  આધાર રાખે છે. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે.

    કાર્યશીલ મૂડી ના લક્ષણો:

    ટૂંકા ગાળાની ચાલુ મિલકતો માં તરલતા ઓછું બદલાતો સ્વરૂપ અને રોજના ખર્ચા ઘસારો નહીં ધંધા ના પ્રકાર સ્વરૂપ પ્રમાણે કાર્ય મૂડી ના લક્ષણો.

    Short: ટૂંકા ચાલુ તર ઓછું બદ રોજ ઘસા ધંધા કાર્ય મૂડી ના લક્ષ


    કાર્યશીલ મૂડીને અસર કરતાં પરિબળો

    (1) ધંધાનો પ્રકાર અને સ્વરૂપ : કાર્યશીલ મૂડીની  જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે.દા.ત., જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાખ પર વેચાણ કરવું પડતું હોય તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે. દા.ત., ગેસ કંપની, વિદ્યુત  કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જયારે શ્રમ પ્રધાન ઉદ્યોગમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે.


    (2) ધંધાનું કદ : જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે અને જેમ ધંધાનું કદ વ્યાપ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે.


    (3) ઉત્પાદન ચક્ર :કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત વધુ રહે છે. દા.ત., સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર રહે છે જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગને ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોવાથી પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે.

    (4) ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર : ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. દા.ત., ગરમ કપડાં ઉત્પાદન કરતી કંપનીઓ મોટાભાગે બારે માસ ઉત્પાદન ચાલુ રાખે છે જ્યારે વેચાણ શિયાળાની ઋતુમાં જ થાય છે.


    (5) કાચા માલનો સંગ્રહ :કાચા માલના પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતાં હોય કે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત હોય ત્યારે કાચાંમાલના જથ્થાનો સંગ્રહ કરવો પડે છે. આથી કાર્યશીલ મૂડીનુ રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં થાય છે.

    (6)શાખનીતિ :તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. પરંતુ શાખ ઉપર વેચાણ નીતિ અપનાવવામાં આવી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે.

    (7) ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર :

    દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણીહુંડીનાં નાણાં પાકતી તારીખે મળી રહેતાં હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર ઓછી પડે છે. આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે.

    (8) સ્ટોક ચલન દર : તૈયાર માલની સ્ટોકનો ચલનદર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે અને સ્ટોક ચલન દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહે છે.

    (9) કામગીરીની કાર્યક્ષમતા : ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી અને ઉઘરાણી ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટાડી શકાય છે.

    (10) નફા ફાળવણી :ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે કારણ કે ડિવિડન્ડ  રોકડમાં જ ચુકવવું પડે છે. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે.

    કાર્યશીલ મૂડી ને અસર કરતા પરિબળો

    ધંધાનો પ્રકાર સ્વરૂપ કદ ઉત્પાદન ચક્ર નીતિ માંગ નો પ્રકાર કાચો માલ સંગ્રહ શાખ નીતિ ચાલુ મીનું રોમાં  રૂપાંતર સ્ટોક કામગીરી નફાની કા મૂડી ના પરિબળો.

    Short: ધંધાનો પ્રસ્વ કદ ઉચક્ર ઉની કાચામા શાખ ચાલુ સ્ટોક

    કામનફા કા મૂડી ના પરિબળો.


    કાયમી મૂડી (Fixed Capital):

    અર્થ અને ખ્યાલ (Meaning and  Concept) : 

    કાયમી મૂડી એટલે લાંબાગાળાની મૂડી કે જે સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે. 

    કાયમી મિલકતો જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર વગેરેમાં રોકાયેલી રહે છે. આમ, કાયમી મૂડીનું અસ્તિત્વ લાંબા ગાળા સુધી ચાલુ રહે છે.


    કાયમી મૂડીની લાક્ષણિકતાઓ (Characteristics) :

    (1) લાંબો ગાળો : કાયમી મૂડી લાંબા ગાળા સુધી 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે.

    (2) વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ:  મોટા ઉદ્યોગો જેવા કે ભારે યંત્ર-સામગ્રી અને રાસાયણિક ઉદ્યોગોમાં કાયમી મૂડીનું પ્રમાણ વધુ હોય છે. વેપારી એકમોમાં કાયમી મૂડીનું પ્રમાણ ઓછું હોય છે.

    (3) ઘટકો :  કાયમી મૂડીના ઘટકોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, વાહન, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે.

    (4) તરલતા ઓછી :  આ પ્રકારની મૂડી લાંબા ગાળા સુધી કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી સરળતાથી રોકડમાં રૂપાંતર થતું નથી તેથી તરલતાનું પ્રમાણ ઓછું છે.

    (5) જોખમ :  કાયમી મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે અને કાયમી મિલક્તો લાંબા ગાળાની હોવાથી તેમાં અપ્રચલિત થવાનું જોખમ રહે છે. 

    (6) ઘસારો : કાયમી મૂડી જેમાં રોકાયેલી છે તેવી કાયમી મિલકતો ઉપર ઘસારો ગણાય છે તેથી કાયમી મૂડીની ચોપડે કિંમતમાં ઘટાડો થતો રહે છે.

    (7) પ્રાપ્તિસ્થાનો :  કાયમી મૂડીનાં પ્રાપ્તિસ્થાનોમાં ધંધાના સ્થાપકો, ધંધાના માલિકો, વિવિધ પ્રકારની જામીનગીરીઓ, નાણાકીય સંસ્થાઓ અને નફાનું પૂનઃ રોકાણ વગેરે છે. 


    કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતાં પરિબળો

     (1) ધંધાનો પ્રકાર અને સ્વરૂપ : ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતાં ઔદ્યોગિક એકમો જેવા કે  વહાણવટા ઉદ્યોગ, લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ, ખનીજ ઉદ્યોગ વગેરેને વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂર રહે છે. સેવા પૂરી પાડતાં એકમોમાં કાયમી મૂડીની જરૂર પ્રમાણમાં ઓછી હોય છે.

    (2) એકમનું કદ : નાના કદના એકમોને મોટા કદના ઔદ્યોગિક એકમો કરતાં પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂર રહે છે. ગૃહ ઉધોગને ખાંડ ઉદ્યોગ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ કરતાં ઓછી કાયમી મૂડીની જરૂર પડે છે. જયારે વાહનોનુ ઉત્પાદન કરતા એકમોનું કદ મોટું હોવાથી વધારે પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. 

    (3) માલિકી/ભાડાપટ્ટાનો ઉપયોગ : જમીન, મકાન, યંત્રો વગેરે જેવી કાયમી મિલકતો ખરીદવા કરતા ભાડાપટ્ટાથી મેળવવામાં આવે તો તેટલી અંશે કાયમી મૂડીનું રોકાણ ઘટાડી શકાય છે અને કાયમી મૂડીનું જોખમ પણ ઘટાડી શકાય છે.


    (4) સંશોધન ખર્ચ : ઔદ્યોગિક એકમોએ તેમની પેદાશને વધુ ઉપયોગી બનાવવા, ઉત્પાદન પડતર ઘટાડવા, વસ્તુનો આકાર કે રચના આકર્ષક બનાવવા સંશોધન કાર્ય હાથ ધરવું પડે છે. આ બધા ખર્ચ માટે કાયમી મૂડીની જરૂર રહે છે.

    (5) અદ્યતન ટેકનોલોજી : સમયના પસાર થવા સાથે ટેકનોલોજી બદલાતી રહે છે. નવા સંશોધનો અને અદ્યતન ટેકનોલોજીના કારણે જૂના યંત્રો દૂર કરી નવા યંત્રો વસાવવા પડે છે. આ માટે કાયમી મૂડીની જરૂર રહે છે. 

    (6) સરકારી મદદ અને કરવેરાની નીતિ : ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને જુદા જુદા પ્રાદેશિક વિસ્તારોમાં વિકાસને સમતુલિત બનાવવા માટે સરકારે ઉદ્યોગોને ગ્રાન્ટ કે સબસિડી સ્વરૂપે મદદ કરે છે. દા.ત., સરકાર ઔદ્યોગિક એકમને જમીન અને  ઔદ્યોગિક શેડની સહાય પૂરી પાડે છે, જેથી તેટલે અંશે કાયમી મૂડીની જરૂરિયાત ઘટે છે.

    (7) સ્થાપના ખર્ચ : કંપની સ્વરૂપની સરખામણીમાં વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને સહકારી મંડળીનો સ્થાપના ખર્ચ ઓછો હોય છે.કંપનીને દસ્તાવેજ તૈયાર કરવા ખર્ચાઓ કરવા પડે છે જેવાં કે નોંધણી ફી, નિષ્ણાતોની ફી, કાનૂની ખર્ચા વગેરે માટે કાયમી મૂડીની જરૂર રહે છે.


    કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત

     (1) કાયમી મૂડી – અર્થ                      

    કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, ફર્નીચર વગેરે કાયમી મિલકતોમાં રોકાયેલ મૂડીને કાયમી મૂડી કહે છે.

    કાર્યશીલ મૂડી- અર્થ

    ચાલુ મિલકતો જેવી કે કાચા માલ અને તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણીહૂંડી વગેરેમાં રોકાયેલી મૂડીને કાર્યશીલ મૂડી કહે છે.

    (2) સમયગાળો –  ધંધામાં લાંબા ગાળા માટે રોકાયેલ રહે છે.

    કાર્યશીલ મૂડી: ધંધામાં ટૂંકા ગાળા માટે રોકાયેલી રહે છે.

    (3) તરલતા – લાંબા ગાળા માટે કાયમી મિલકતો-માં રોકાયેલ હોવાથી તરલતાનું પ્રમાણ નજીવું છે.

    કાર્યશીલ મૂડી: ઝડપથી રોકડમાં રૂપાંતર પામે છે. તેથી તરલતાનું પ્રમાણ ઊંચું છે.

    (4) જોખમ –  જોખમનું પ્રમાણ વધુ છે.

    કાર્યશીલ મૂડી:જોખમ નું પ્રમાણ ઓછું છે.

    (5) જરૂરિયાત –  જમીન, મકાન, પ્લાન્ટ અને યંત્રો જેવી કાયમી મિલકતો ખરીદવા માટે જરૂરી છે.

    કાર્યશીલ મૂડી: રોજબરોજના ખર્ચાઓ જેવા કે મજૂરી, વેતન અને કાચામાલની ખરીદી માટે જરૂરી છે.

    (6) પ્રાપ્તિસ્થાનો – આ મૂડી શેર અને ડિબેન્ચર બહાર પાડીને કે નાણાકી સંસ્થાઓ પાસેથી મેળવાય છે.

    કાર્યશીલ મૂડી: આ મૂડી વેપારી શાખ, બેન્ક ઓવરડ્રાફ્ટ, દેશી શરાફો વગેરે પાસેથી મેળવાય છે.

    (7)ઘસારો – કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી ઘસારને પાત્ર છે.

    કાર્યશીલ મૂડી:   કાર્યશીલ મૂડી પર ઘસારો ગણાતો નથી.





  • પાઠ – 10 બજારપ્રક્રિયા સંચાલન

    પાઠ – 10 બજારપ્રક્રિયા સંચાલન

     

    પ્રસ્તાવના (Introduction):

    આધુનિક સમયમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે. દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાત ઝડપથી સંતોષવાનો સતત પ્રયત્ન કરે છે.

    ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન ઝડપથી વધી ગયું અને ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાત ઝડપથી સંતોષવા લાગી. જેને પરિણામે ઉત્પાદકો જુદી-જુદી નવીન પેદાશો બજારમાં  મુકતા ગયા અને ઉત્પાદકો વચ્ચે હરીફાઈ શરૂ થઈ.

    ટેકનોલોજીકલ ક્રાંતિએ વધુ વિવિધતાવાળી પેદાશો મુકવામાં મદદ કરી. આમ, પેઢીઓ સતત નવા સંશોધનો કરીને ગ્રાહકોને જરૂરી પેદાશો અને સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે.


    બજાર પ્રક્રિયા અર્થ (Meaning) : 

    •  ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે અને તેના આધારે પેદાશો અને સેવાઓનું સર્જન કરે છે.
    • બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાત સાથે જે-તે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા છે.
    • ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે, તેની ખરીદશક્તિને અનુરૂપ તેની કિંમત નક્કી કરવામાં આવે છે.
    • બજાર પ્રક્રિયામાં બે મુખ્ય પક્ષકારો ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે વિનિમય ઉભો કરવામાં આવે છે. આ વિનિમય દ્વાર ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુ સિદ્ધ કરે છે અને ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષે છે.

    વ્યાખ્યાઓ (Definition) :-

     

    • અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ, ‘બજાર પ્રક્રિયા( માર્કેટિંગ) એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે

     

    • શ્રી કપૂર અને આઇકોબુકીના જણાવ્યા, “માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે”.

     

    • શ્રી ફિલિપ કોટલરના જણાવ્યા મુજબ, ‘માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી, રજૂઆત કરી  સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે.’

    સૂત્રો:

    માલની માલિકીની ફેરબદલી કરવા અને તેના ભૌતિક વિતરણ ની જોગવાઈ કરવા માટે જરૂરી એવી બધી જ ધંધાકીય પ્રવૃત્તિ એટલે માર્કેટિંગ: બેકમેન
    ગ્રાહકોની આવશ્યકતાઓ અને જરૂરિયાતોને શોધી કાઢીને તેનું પેદાશ કે સેવાના વિશિષ્ટ વર્ણન માં રૂપાંતર કરતી  પ્રક્રિયા એટલે માર્કેટિંગ.- હેન્સન
    બજારમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઉત્પાદક દ્વારા અપનાવવામાં આવેલ વિવિધ નીતિઓનો સમૂહ એટલે માર્કેટિંગ મિશ્ર- R.S. દાવર
    માર્કેટિંગ નો ખ્યાલ એ ધંધાની એવી ફિલસૂફી છે જે ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીનું તટસ્થ મૂલ્યાંકન કરી તેને આધારે નિર્ણય લે છે: જેફકિન્સન

     

    બજાર પ્રક્રિયાનાં કાર્યો (Functions of Marketing Process):

    (1) બજારીય સંશોધન (2) માલનું એકત્રીકરણ  (3) માલને વપરાશ લાયક બનાવવો (4) મોલનું પ્રમાણીકરણ  અને વર્ગીકરણ (5) માલ પર નિશાની કરવી (6) કિંમત નિર્ધારણ (7) માલનું પેકિંગ કરવું (8) માલનો સંગ્રહ કરવો (9) વાહનવ્યવહાર (10) માલનો વીમો લેવો (11) નાણાકીય વ્યવસ્થા (12) જાહેરાત (13) વેચાણ વિતરણની વ્યવસ્થા (14) વેચાણ (15) વેચાણ પછીની સેવા.

    (1) બજારીય સંશોધન :

    માર્કેટિંગનાં કાર્યોમાં બજાર સંશોધન એ પ્રથમ કાર્ય છે. સરળ રીતે કહી શકાય કે આ પ્રક્રિયામાં ગ્રાહકો વિશે માહિતી મેળવવામાં આવે છે. તેમની પસંદગી અભિરુચિ વગેરે વિશે માહિતી મેળવવામાં આવે છે. આ માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, પ્રશ્નાવલી પદ્ધતિ, નમૂના પદ્ધતિ વગેરે.

    (2) માલનુ એકત્રીકરણ : ઘણીવાર માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય છે ત્યારે માલને કોઈ મધ્યસ્થસ્થળે એકઠો કરવામાં આવે છે. જેને માલનું એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. 

    (3) માલને વપરાશ લાયક બનાવવો : ઘણીવાર માલને વપરાશ યોગ્ય બનાવવા માટે જરૂરી પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે કાચા માલના સંગ્રહ સ્થાને જ કરવામાં આવે છે. 

    (4) માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ : માલનું પ્રમાણીકરણ એ એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના પર ધોરણ નક્કી કરવામાં આવે છે.

    (5) માલ પર નિશાની કરવી :આ નિશાની ઉત્પાદક માલને હરિફોના માલથી અલગ પાડે છે. માલ પર નિશાની એ માલ પર મૂકવામાં આવેલી વિશિષ્ટ છાપ છે.ગ્રાહક આ છાપના આધારે જ માલ ઓળખે છે.

    (6) કિંમત નિર્ધારણ : 

    ઉત્પાદક પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ મેળવે છે. પેકીંગ પહેલાં કિંમત નિર્ધારણ એટલા માટે જરૂરી છે કે કાયદા અનુસાર વસ્તુના પેકિંગ પર કિંમત છાપવી ફરજિયાત છે.

    (7) માલનું પેકીંગ કરવું:

    તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય કરે છે. ઘણીવાર માલનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પદ્ધતિ પેકિંગ ઉપર છાપવામાં આવે છે.

    (8)માલનો સંગ્રહ કરવો : ગ્રાહકની જરૂરિયાત મુજબ પેદાશ બજાર માં મુકવી જરૂરી છે. ઘણીવાર પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી બની જાય છે. ઉત્પાદન હમેંશા ભવિષ્યની માંગને આધારે કરવામા આવે છે. આથી માલનો સંગ્રહ કરવો આવશ્યક હોય છે. માલસંગ્રહના કાર્યમાં માલની ગુણવત્તા જળવાઈ રહે તે પણ જરૂરી છે. માલસંગ્રહના કાર્યને કારણે માલની હેરફેર સરળ બને છે અને માલની પ્રાપ્યતા બજારમાં જળવાઈ રહે છે.

    (9) વાહનવ્યવહાર: કાચામાલનો પુરવઠો નિયમિત રીતે મળે, તૈયાર માલને ગ્રાહક સુધી પહોચાડવા અને વિતરણ કરવા વાહનવ્યવહાર વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

    (10) માલનો વીમો લેવો :વર્તમાન સમયમાં માલ હેરફેર દરમિયાન અને માલના સંગ્રહ સમયે અનેક પ્રકારના જોખમો ઉભા થાય છે. માલનો વીમો લેવાથી ઉદભવતા સંભવિત નુકસાન સામે રક્ષણ મળે છે. 

    (11) નાણાકીય વ્યવસ્થા : 

    બજારીય સંચાલનના બધા જ કાર્યો માટે જરૂરી કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે છે. આ જરૂરિયાત સંતોષવા માટે આગવું નાણાકીય આયોજન જરૂરી છે.

    (12) જાહેરાત : માંગના અંદાજના આધારે અને નાણાંની પ્રાપ્યતાના ધોરણે જાહેરાતની વ્યુહરચના કરવામાં આવે છે.


    (13) વેચાણ વિતરણ વ્યવસ્થા : 

    ઉત્પાદન પાસેથી ગ્રાહક પાસે પેદાશ ઝડપથી અને કિફાયતી કિમતે પહોંચે એ જરૂરી છે. તે માટેના વિતરકોની નિમણૂંક જરૂરી બને છે.

    (14) વેચાણ : વેચાણ એ બજારીય સંચાલનમાં વિનિમય પ્રક્રિયા છે જેમાં માલ ગ્રાહકને સોંપવામાં આવે અને વેચાણ કરીને માલનાં નાણાં મળી જાય, વેચાણના કાર્યમાં મધ્યસ્થીઓની ભૂમિકા મહત્ત્વની હોય છે.

    (15) વેચાણ પછીની સેવાઓ : 

    વેચાણ માત્રથી માર્કેટિંગનું કાર્ય પૂર્ણ થતું નથી, તેના માટે વેચાણ પછીની સેવાની. વ્યવસ્થા કરવી પડે. ઉત્પાદકે વેચાણ પછીની સેવાઓ માટે નેટવર્ક ઊંભુ કરવું પડે.

    બજાર પ્રક્રિયાના કાર્યો

    બજારીય માલનું એક માલને વપરાશ બનાવી તેનું પ્રમાં અને વર્ગી કરવું માલ પર નિશાની કરી કિંમત નિર્ધારિત કરી પેકિંગ અને સંગ્રહ કરવો વાહન વ્યવહાર વીમો લેવો નાણાં વ્યવસ્થા કરી જાહેરાત વેચાણ વિતરણ અને પછીની સેવાઓ BPR ના કાર્યો છે

    Short: બધા માલ માલવપ માલ પ્રવર્ગી  માની માપે માસંગ વાહ માલવી નાણા જાહે  vv વ્યવસ્થા વે પછીની સેવા BPR ના કાર્યો


    બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત

    (1) બજાર પ્રક્રિયા:

    અર્થ –  ગ્રાહકની જરૂરિયાત જાણીને વસ્તુ કે  સેવાઓનું સર્જન કરીને ગ્રાહક સંતોષ અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયાને  બજાર પ્રક્રિયા કહે છે.

    વેચાણ

    અર્થ- વસ્તુ નાણુંના બદલામાં સેવા કે પેદાશનો  વિનિમય એટલે વેચાણ



    (2)કાર્યક્ષેત્ર – ઘણું જ વ્યાપક કાર્યક્ષેત્ર છે. તેમાં ગ્રાહકોની જરૂરિયાત જાણવી, નવી પેદાશ વિકસાવવી, કિંમત નિર્ધારણ કરવી અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે.

    વેચાણ 

    કાર્યક્ષેત્ર સીમિત છે. તેમાં માલની  માલિકી વેચાણકર્તા પાસેથી ગ્રાહક પાસે સોંપવાની  ક્રિયાનો સમાવેશ થાય છે.



    (3) ઉદ્દેશ – ગ્રાહકોને સંતોષ આપી નફો  મેળવવાનો છે.

    વેચાણ

    માલ કે સેવા વેચાણ દ્વારા નફો મેળવવાનો છે.


    (4)પક્ષકાર –  બજારીય પ્રક્રિયામાં માલ પૂરો પાડનાર, વેચાણ વિતરણમાં સામેલ મધ્યસ્થીઓ, ગ્રાહકો જેવા અનેક પક્ષકારોનો સમાવેશ થાય છે.

    વેચાણ

    ખરીદનાર અને વેચનાર એમ બે પક્ષકારોનો સમાવેશ થાય છે.


    (5)શરૂઆત અને અંત – બજારીય પ્રક્રિયાનું કાર્ય, બજાર  સંશોધનથી શરૂ થઈને તે પેદાશના વેચાણ પછીની સેવા સુધી ચાલુ રહે છે.

    વેચાણ


    ઉત્પાદન કાર્ય પછી વેચાણ શરૂ થાય છે અને માલ કે સેવાના વેચાણ સાથે જ પૂર્ણ થઈ જાય છે.

    (6)  મૂડીની જરૂર –  માલનો સંગ્રહ, માલનું વર્ગીકરણ, પેકિંગ, માલ પર નિશાની કરવી, અને માલની હેરફેર વગેરે કાર્યોમાં વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર રહે છે.

    વેચાણ

    કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે મૂડી જરૂરિયાત ઓછી રહે છે.




    (7) પ્રયાસોની દિશા – ગ્રાહકની જરૂરિયાત અનુસાર પેદાશ બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

      વેચાણ

     ગ્રાહકોને જે તે પેદાશ અપનાવવા માટેના પ્રયાસ કરવામાં આવે છે.



    બજારીય  સંચાલનની વિચારધારાઓ / વિભાવનાઓ / ખ્યાલો (Ideologies/Concepts/Views of Marketing Management):

    વર્તમાન માર્કેટિંગ એ આકસ્મિક નથી.કોઈ ચોક્કસ વિચાર ધારા – ખ્યાલ કે ફિલસુફીને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમો પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિ કરતા હોય છે. માર્કેટિંગમાં આવી જુદી જુદી ફિલસૂફીને માર્કેટિંગની વિભાવનાઓ કે ખ્યાલો તરીકે ઓળખવામાં આવે છે. આવા મુખ્ય પાંચ અભિગમ જોવા મળે છે.

    ઉત્પાદન વિભાવના (Production Concept) : 

    • આ વિભાવના ને ઉત્પાદનલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે.
    • જેમાં પેદાશોની પ્રાપ્યતા અને કિંમત પર ભાર મૂકવામાં આવે છે તેમજ ગ્રાહક સસ્તી પેદાશને જલ્દી પસંદગી આપે છે.
    • આ વિભાવના મુજબ પેદાશમાં કોઈ પણ જાતની વધારાની સુવિધા આપવામાં ઉત્પાદકો માનતા નથી. અલ્પ વિકસિત દેશોમાં આ ખ્યાલ વધુ જોવા મળે છે.


    પેદાશ વિભાવના (Product Concept) :

    • પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે. અહીં એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે.
    • પરંતુ તે ગ્રાહકને જરૂરિયાત, પસંદગી વગેરેને ધ્યાનમાં લેતા નથી. ઘણાં ધંધાકીય એકમો આ જ કારણે પેદાશની ગુણવત્તામાં સતત સુધારો કરતા જોવા મળે છે.

     

    • વેચાણ વિભાવના (Selling Concept) :

     

    • આ વિભાવનાને વેચાણલક્ષી ખ્યાલ તરીકે ઓળખવા આવે છે. જેમાં વેચાણની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવે છે.
    • ગ્રાહકોને આકર્ષવા અને પેદાશ ખરીદવાનો સીધો કે આડકતરો અનુરોધ કરવામાં આવે છે. એકમો આક્રમક વેચાણની પદ્ધતિ અપનાવે છે.
    • તેમજ અસરકારક જાહેરાત ઝુંબેશ, વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

     

    બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના

    વેચાણ લક્ષી ખ્યાલ, ગ્રાહકોને આકર્ષવા અનુરોધ,આક્રમક વેચાણ પદ્ધતિ, અસરકારક જાહેરાતો વેચાણ વૃદ્ધિ ના સાધનો નો ઉપયોગ માલની માંગ ઉભી કરવી,પેદાશની રોકડમાં રૂપાંતર કરવા તમામ પ્રયત્નો.

    વિભાવના (Marketing Concept) : 

    • આ ખ્યાલ અને માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
    • આ ખ્યાલમાં ગ્રાહકોની જરૂરિયાતો, તેમની પસંદગી, ટેવો, શોખ વગેરે અંગે સંશોધન કરી તેને અનુરૂપ પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે.
    • ‘ગ્રાહક બજારનો રાજા છે.’ તે અનુભૂતિ સાથે દરેક પ્રવૃતિ ગ્રાહક કેન્દ્રી હોય છે અને તેના આધારે જ માર્કેટિંગ અંગેની નીતિ નક્કી કરવામાં આવે છે. હરીફો કરતાં વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પોતાની પેદાશો પહોંચાડવાનું અને ગ્રાહકને સંતોષ આપવાનું લક્ષ્ય આ ખ્યાલમાં હોય છે. 

    સામાજિક વિભાવના (Social Concept) : 

    • આને સમાજલક્ષી વિભાવના તરીકે પણ ઓળખવામાં  આવે છે.
    • આ વિભાવના મુજબ દરેક ધંધાકીય એકમે  બજારીય સંચાલનના કાર્યો એવી રીતે કરવું જોઈએ કે જેથી ગ્રાહકોની જરૂરિયાત સંતોષાય અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. 
    • તેથી જ ઘણાં એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો છે અને ઉત્પાદનની પ્રક્રિયામાં  ઝેરી વાયુઓનું પ્રમાણ બને તેટલું ઓછું રાખવાનો પ્રયાસ કરે છે.
    • ગ્રાહકોને તૈયાર ‍ ખોરાક મળે પણ તે શરીરને હાનિકારક ન હોય તે પૌષ્ટિક અને શુદ્ધ હોય તે પ્રકારની વિચારધારા પ્રસરતી જાય છે. આને નિયંત્રિત કરવા કેટલાક રાજ્યોએ ‘ફેટ ટેક્સ” પણ દાખલ કર્યો  છે.

    માર્કેટિંગ મિશ્ર (બજારીય મિશ્ર)  (Marketing Mix):-

    ખ્યાલ (Concept) : 

    • ઉત્પાદક પોતાની પેદાશોના બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે તેને માર્કેટિંગ મિશ્ર કહે છે.
    • માર્કેટિંગ મિશ્ર એ ઘટકોના સમૂહ છે જે એકમોના નિયંત્રણમાં હોય છે અને તેનો ઉપયોગ ગ્રાહક સંતોષ ઊભો કરવા માટે થાય છે.
    • બાહ્ય  પર્યાવ૨ણ ઉપર ધંધાકીય એકમોનો કોઈ પણ અંકુશ હોતો નથી, પરંતુ આ ઘટકો ગ્રાહકોને સીધી અસર કરે છે.

    આ માર્કેટિંગ મિશ્રમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે જેને માર્કેટિંગ મિશ્ર 4 P તરીકે ઓળખવામાં આવે છે. (1) પેદાશ (Product) (2) કિંમત (Price) (3) વિતરણ (Place) (4) અભિવૃદ્ધિ (Promotion)


    પેદાશ (Product) : 

    • પેદાશ એ માલ કે સેવા સ્વરૂપે હોઈ શકે જે ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકે.
    • પેદાશ એ માર્કેટિંગ કાર્યનું ઉદભવ બિંદુ છે. જેના દ્વારા ગ્રાહક પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે. તેથી પેદાશ એ બજારીય સંચાલનની પ્રક્રિયાનુ હાર્દ છે.

    ખ્યાલ (Concept) :

    • પેદાશ મિશ્ર પેદાશને લગતા જુદા-જુદા નિર્ણયોનો સમાવેશ થાય છે.
    • ગુણધર્મો, પેકેજિંગ, બ્રાન્ડિંગ, લેબલિંગ અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે.
    • પેદાશ મિશ્રમાં ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટેની બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ જાય છે.
    • તેમાં નવી પેદાશ બજારમાં મુકવી, પેદાશમાં જરૂરી ફેરફારો કરવા, વેચાણ પછીની સેવાઓ આપવી, પેદાશના સંદર્ભમાં ફરિયાદોનું નિવારણ કરવું વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
    • પેદાશ મિશ્રમાં આ ઉપરાંત બ્રાન્ડિંગ, પેકેજીંગ, ટ્રેડમાર્ક વગેરે મૂળભૂત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે


    બ્રાન્ડિંગ (Branding):

    અર્થ (Meaning} :

    • દરેક ઉત્પાદક માટે પોતાની પેદાશ હરિફોની પેદાશથી અલગ પાડવા માટે બ્રાન્ડિંગ જરૂરી છે.
    • બ્રાન્ડિંગ ઉત્પાદકની પ્રતિષ્ઠા ઘડે છે અને ગુણવત્તાની ખાતરી આપે છે. આ માટે ઉત્પાદક પોતાની પેદાશ ઉપર કોઈપણ નામ, સંજ્ઞા, ચિત્ર કે નબર આપે છે તેને નિશાની તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ નિશાનીવાળો માલ ગ્રાહકો સહેલાઇથી ઓળખી જાય છે; 
    • દરેક પેદાશને નામ આપવામાં આવે છે જે બ્રાન્ડ તરીકે ઓળખાય છે. આ બ્રાન્ડને કાયદાકિય માન્યતા મળતા ૨ક્ષણ મળે છે અને ટ્રેડમાર્ક કર્યું કહે છે.
    • આ બ્રાન્ડ પેદાશને આગવી ઓળખ આપે છે;  પેદાશનું નામ નક્કી કરવામાં આવે ત્યારે પેદાશના ગુણધર્મો ને ધ્યાનમાં લેવામાં આવે છે.
    • પેદાશનું નામ કોઈ ચોક્કસ અર્થસભર  અને જલ્દી યાદ રહી જાય તેવું રાખવામાં આવે છે. નામ અને નિશાની નક્કી કરવામાં ઘણીવાર સંસ્થાની ફિલસૂફી  ધ્યાનમાં લેવાય છે.

    વ્યાખ્યા (Definition) : 

    જયારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે તે માટે જે  નામ , સંજ્ઞા, ચિત્ર, નંબર,કે આમાંનું બધું જ આપવામાં આવે તેને બ્રાન્ડિંગ કહે છે.


    બ્રાન્ડિંગની લાક્ષણિકતાઓ (Features) :

    (1) બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ થાય છે.

    (2) નિશાની કરવામાં ઘણા બધા રંગોનો ઉપયોગ થાય છે. ખાસ ડિઝાઈન અને આ રંગો નક્કી કરેલી સંજ્ઞાના  ઉપયોગમાં લેવામાં આવે છે.

    (3) એકમે નક્કી કરેલી સંજ્ઞા પેદાશના પેકિંગ ઉપર પણ મૂકવામાં આવે છે. 

    (4) એકમની બ્રાન્ડ સામાન્ય રીતે પેદાશના ગુણધર્મો, ફાયદાઓ, ઉપયોગો, વ્યક્તિત્વ અને સંસ્કૃતિને રજૂ કરે છે.

    (5) નિશાની એ પેદાશોની આગવી ઓળખ છે.

    (6) નિશાની એ પેદાશની મૌખિક અને દશ્ય ઓળખ છે.

    (7) નિશાનીવાળો માલ ઉત્પાદક ઊંચી કિંમતે બજારમાં વેચી શકે છે.

    (8) વેચાણકર્તાઓ નિશાની કરેલો માલ ઝડપથી વેચી શકે છે કારણ કે ગ્રાહકોને નિશાનીવાળા માલ ઉપર વધુ ભરોસો હોય છે.

    બ્રાન્ડિંગ ની લાક્ષણિકતાઓ

    • પેદાશમાં ગુણવત્તા સાતત્યનો  અનુભવ.
    • ખાસ ડિઝાઇન અને નક્કી કરેલી સંજ્ઞાનો ઉપયોગ
    • પેકિંગ પર નક્કી કરેલી સંજ્ઞા 
    • પેદાશના ગુણધર્મો ફાયદા ઉપયોગ સંસ્કૃતિ દર્શાવે
    •  વિશિષ્ટ ઓળખ
    • મૌખિક અને દ્રશ્ય ઓળખ
    • ઊચી કિંમતથી વેચી શકાય
    • ગ્રાહકોને નિશાની કરેલ માલ પર વધુ વિશ્વાસ.


    લેબલિંગ (Labeling) :

    ખ્યાલ : લેબલિંગ પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો છે જે પ્રાથમિક પેકિંગ ઉપર ચોંટાડવામાં આવે છે.

    • લેબલ સામાન્ય રીતે પેદાશ વિશેની બધી માહિતી સવિસ્તાર દર્શાવે છે.તેમાં પેદાશનું વજન, માપ, કિંમત, ઉત્પાદનની તારીખ, તેમાં વપરાતાં તત્વો, વપરાશની અંતિમ તારીખ વગેરે બાબતો દર્શાવવામાં આવે છે.
    •  લેબલ વપરાશકારને મદદરૂપ થાય છે. પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તે લેબલમાં જ દર્શાવેલું હોય છે.
    • આ ઉપરાંત ઘણીવાર પેદાશનું પેકિંગ ખોલવા માટે પણ લેબલમાં જ સૂચના આપેલી હોય છે.

    દરેક લેબલમાં પેદાશની  બ્રાન્ડનું નામ હોવું જરૂરી છે. કેટલાક ઉત્પાદકો લેબલ ઉપર ગ્રાહક ફરિયાદ નિવારવા માટે મફત ફોન સુવિધા માટેનો નંબર પણ આપે છે.

    કાર્યો :-લેબલિંગના ઉપયોગો

    (1) પેદાશને ઓળખવામાં મદદ કરે છે.

    (2) પેદાશને ગુણવત્તા અને પ્રકાર વિશે પૂરી માહિતી આપે છે.

    (3) વપરાશકારને પેદાશ વિશે મહત્વની માહિતી પૂરી પાડે છે.

    (4) વપરાશકારોને પેદાશ કેવી રીતે ઉપયોગમાં લેવી તે રીતે સમજાવે છે.

    (5) પેદાશ માટે આકર્ષણ ઊભું કરે છે અને તે તેની જાહેરાત માટે અને વ્યક્તિગત સેવા માટે પણ મદદરૂપ થાય છે.

    (6) તે સંસ્થાની કાયદાકીય અને નીતિવિષયક જરૂરિયાત સંતોષે છે.

    લેબલિંગ ના ઉપયોગો

    પેદાશ ઓળખવામાં મદદરૂપ,પેદાશની ગુણવત્તા પ્રકારની માહિતી,પેદાશની મહત્વની માહિતી,પેદાશ નો ઉપયોગ કેવી રીતે, પેદાશનું આકર્ષણ ,કાયદાકીય નીતિવિષયક જરૂરિયાત સંતોષે.


    પેકેજિંગ (Packaging) : 

    • પેકેજિંગ વસ્તુઓને સજાવવાનું કાર્ય કરે છે.
    • પેકેજિંગ તરીકે પ્લાસ્ટિકની કોથળી, કપડાની થેલી, કાગળનાં ખોખાં, પ્લાસ્ટીકનાં પીપ વગેરે વસ્તુ વાપરવામાં આવે છે.
    • ઘણી બધી પેદાશોની સફળતાનો આધાર તેના પેકિંગ ઉપર રહેલો છે. પેકિંગ એ પેદાશને રક્ષણ આપતું કાર્ય છે.
    • પેદાશ પેકિંગ હમેંશા જરૂરી છે, પેદાશ વધુ આકર્ષક બને છે. પેકિંગના કારણે માલની હેર-ફેર કરવામાં સુવિધા રહે છે.

    પેદાશના પેકીંગને કારણે પેદાશ વધુ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. પેકિંગનો ઉપયોગ જાહેરાત તરીકે પણ કરવામાં આવે છે.


    કિંમત (Price) :

    ધંધાકીય એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવાનો નિર્ણય મહત્ત્વનો હોય છે. બજારમાં વેચનાર અને ખરીદનાર બંને માટે કિંમત મહત્ત્વની બાબત ગણાય છે.

    ખ્યાલ (Concept) :

    કિંમત એટલે ગ્રાહક દ્વારા માલ કે સેવા માટે ભૌતિક, આર્થિક, સામાજિક અને માનસિક સંતોષ માટે ચૂકવવામાં આવતું મૂલ્ય છે.

    કિંમત એ પેદાશ કે સેવાનું આર્થિક મૂલ્ય છે, જે સામાન્ય રીતે નાણામાં દર્શાવાય છે.


    કિંમતને અસર કરતાં પરિબળો (Factors Affecting Pricing):

     

    (1) પેદાશની પડતર :-

    કિંમત નિર્ધારણમાં સૌથી મહત્ત્વની બાબત જે-તે પેદાશની પડતર છે. પેદાશની પડતરમાં કાચા માલની પડતર, ઉત્પાદન ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચાઓ, વગેરેનો સમાવેશ થાય છે. કોઈપણ સંજોગોમાં પેદાશની કિંમત તેની પડતર કરતા ઓછી ન રાખી શકાય.

    (2) પેદાશની માગ :-

    પેદાશની માંગ અને પેદાશની કિંમત સીધી રીતે સંકળાયેલાં છે. પેદાશની માંગ પર ગ્રાહકોની રુચિ, ખરીદનારાઓની સંખ્યા, તેમની ખરીદશક્તિ, હરીફોની સંખ્યા વગેરે બાબતો અસર કરે છે.

    (3) બજારમાં હરીફાઈ : 

    બજારમાં હરીફાઈનું પ્રમાણ પેદાશની કિંમત ઉપર સીધી અસર કરે છે. જેમ હરીફાઈ વધુ  અને હરીફોની સંખ્યા પણ વધુ તેમ ઉત્પાદક હરીફાઈયુક્ત કિંમત રાખે છે.

    (4) સરકારી અને કાયદાકીય અંકુશો : 

    જે ધંધાકીય એકમ બજારમાં ઇજારાશાહી ભોગવતું હોય તે સામાન્ય રીતેવધુ કિમત વસૂલે છે. આવાં ધંધાકીય એકમો ઉપર સરકાર જાહેર જનતાના હિત માટે અંકુશ મુકે છે.

    (5) ઉદેશ આધારિત કિંમત નક્કી કરવી :

    મહત્તમ નફો : જ્યારે ઈજારાશાહી જેવી સ્થિતિ હોય અને ધંધાકીય એકમે ઘણા બધા સંશોધન ખર્ચ પછી પેદાશ બજારમાં મૂકી હોય ત્યારે પોતાના ખર્ચા વસુલ કરવા અને મહત્તમ નફો મેળવવા આ ઉદેશ્ય  રાખવામાં આવે છે.

    બજારમાં મોખરાનું સ્થાન મેળવવા : ઘણીવાર બજાર હિસ્સામાં મોખરાનું સ્થાન મેળવવા માટે પેદાશની કિંમત ઘણી જ ઓછી રાખવામાં આવે છે. 

    હરીફાઈમાં ટકવા માટે : હરીફોની સંખ્યા વધુ હોય અને તીવ્ર હરીફાઈમાં ટકવા માટે હરીફોની પેદાશ જેટલી જ કે તેનાથી ઓછી કિંમત રાખવા માટે ધંધાકીય એકમ તૈયાર થઈ જાય છે. 

    (6) આર્થિક સ્થિતિ :

     દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિ પેદાશની કિંમત નિર્ધારણ માટે મહત્ત્વનો ભાગ ભજવે  છે. જો દેશની આર્થિક સ્થિતિ સારી હોય તો કિંમત વધુ રાખવામાં આવે છે અને જો બજારમાં ધીમાં આર્થિક વિકાસને કારણે મંદીની સ્થિતિ હોય તો તે મુજબ પેદાશોની કિંમતમાં ઘટાડો જોવા મળે છે.

    (7) ખરીદ વર્તણૂક :

    ગ્રાહકોની વર્તણૂંક પેદાશની કિંમત નિર્ણય માટે મહત્ત્વની ગણવામાં આવે છે. ગ્રાહક વર્તણૂકમાં ગ્રાહકોની ટેવો, સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત અને આર્થિક પરિબળો ભાગ ભજવે છે.

    પેદાશ ની કિંમત ને અસર કરતા પરિબળ

    પેદાશની પડતર માંગ બજાર હરિફાઈ સર કાય અંકુશ ઉદ્દેશ આધારિત કિંમત ( મહ બજાર હરી) આર્થિક સ્થિતિ ખરીદ વર્ત PKP છે.

    વિતરણ (Place / Distribution) :-

    ખ્યાલ (Concept) :

    તૈયાર માલ ગ્રાહકોને જયારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યારે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહે છે.

    • ઉત્પાદક ગ્રાહક સાથે સીધા સંપર્કમાં આવી શકતો નથી, પરંતુ જુદા-જુદા મધ્યસ્થીઓ દ્વારા ઉત્પાદક ગ્રાહકોને મળી શકે છે.
    • દા. ત., કા૨નું , ઉત્પાદન કરતી કોઈ કંપની વેચાણ માટે સમગ્ર ભારતમાં તેના વિતરકોની નિમણૂક કરે છે. આમ, વિતરણ વ્યવસ્થા, વસ્તુઓનો પ્રકાર અને ગ્રાહકોની સંખ્યાને આધારે, ચોક્કસ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં  આવે છે. 

     

    અભિવૃદ્ધિ (Promotion) :

    ખ્યાલ (Concept) :

    • અભિવૃદ્ધિ એ બજાર મિશ્રનું મહત્ત્વનું અંગ છે. અભિવૃદ્ધિમાં વર્તમાન ગ્રાહકો અને સંભવિત ગ્રાહકોને નવીન પેદાશ વિશે માહિતી આપવાનું કાર્ય કરવામાં આવે છે.
    • અભિવૃદ્ધિની પ્રક્રિયામાં ઉત્પાદક ગ્રાહકને પેદાશ ખરીદવા વિશે સમજાવવાનો પ્રયાસ કરે છે. અને તેના કારણે સંભવિત ગ્રાહક ખરેખર ગ્રાહક બની જાય છે.
    • ગ્રાહકને પેદાશ માટે આકર્ષણ ઊભું કરવાનું કાર્ય અભિવૃદ્ધિ કરે છે. અભિવૃદ્ધિ દ્વારા પેદાશની માંગમાં વધારો કરી શકાય છે અને ધંધાકીય એકમ સારી છાપ ઉભી કરે છે.

    તત્વોનો પરિચય : 

    • અભિવૃદ્ધિ મિશ્ર એ એવાં અભિવૃદ્ધિનાં સાધનોનો સમૂહ છે જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકને પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો છે અને અભિવૃદ્ધિમાં ગ્રાહકોને માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવાનો છે. અભિવૃદ્ધિ મિશ્રમાં જાહેરાત, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ થાય છે.

     

    • દરેક ધંધાકીય એકમ અભિવૃદ્ધિનાં સાધનોનો ઉપયોગ જુદા-જુદા પ્રમાણમાં કરે છે. ગ્રાહકોની ખરીદી કરવાનો અભિગમ, પેદાશનો પ્રકાર, પેદાશની કિંમત વગેરે બાબતો ધ્યાનમાં લઈને જ અભિવૃદ્ધિ મિશ્ર નક્કી કરવામાં આવે છે.



    જાહેરાત (Advertisement) :

    ખ્યાલ (Concept) : 

    ઉત્પાદક પોતાની પેદાશ કે સેવાની જાણકારી જાહેર જનતાને આપવા માટે જુદાં-જુદાં માધ્યમોનો ઉપયોગ કરે છે.

    આમ કહી શકાય કે જાહેરાત એ અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલીત મહત્ત્વનું અને સ્વીકાર્ય સાધન છે.

    વ્યાખ્યા (Definition) :

    જાહેરાત એ બિનવ્યક્તિગત રજુઆતનું ચુકવણીના આધારે પેદાશ કે સેવાને ૨જુ ક૨તું માધ્યમ છે.

    જેમાં જાહેરાત આપનારની ઓળખ સહેલાઈથી થઈ જાય છે. જાહેરાત દ્વારા જે પેદાશની માંગ ઓછી હોય તેને  જરૂરી વેગ આપી શકાય છે.

    જાહેરાત ટીવી., રેડિયો, વર્તમાનપત્ર, મેગેઝિન, ઇન્ટરનેટ વગેરે દ્વારા આપી શકાય છે.



    બજારીય સંચાલનમાં જાહેરાતની ભૂમિકા (જાહેરાતના કાર્યો) (Role (Functions) of Advertisement)

    (1) માંગ ઊભી કરે છે : 

    જાહેરાત દ્વારા પેદાશ કે સેવાની પ્રાપ્યતાની જાણ જાહેર જનતાને કરવામાં આવે છે. જાહેરાત દ્વારા પેદાશ વિશેની જાણકારી વધતાં પેદાશની માંગ વધે છે. જાહેરાત દ્વારા પેદાશના  જુદા-જુદા ઉપયોગોની જાણકારી ગ્રાહકોને આપવામાં આવે છે. દા. ત., કોલ્ડ કોફી. જયારે બજારમાં નવીન પેદાશ મુકવામાં આવે ત્યારે જાહે૨ાત અનિવાર્ય બની જાય છે. 

    (2) મોટા પાયા પર ઉત્પાદનના લાભ : 

    જાહેરાત દ્વારા વિશાળ પ્રમાણમાં ગ્રાહકો સુધી પહોંચી શકાય છે અને  તેને કારણે જાહેરાતના ખર્ચના પ્રમાણમાં ધંધાકીય એકમ પ્રમાણમાં લાભ મેળવે છે.

    (3) પેદાશની જાણકારી : 

    જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહકોને પેદાશોની માહિતી આપવામાં આવે છે અને સંભવિત ગ્રાહકોને પેદાશના લાભ પણ જણાવવામાં આવે છે. ઘણીવાર નવી પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણ ગ્રાહકને હોતી નથી. આથી તે જાહેરાત દ્વારા સમજાવાય છે.

    (4) રોજગારી ઉભી કરવામાં મદદરૂપ : 

    જાહેરાતના કારણે પેદાશ કે સેવાના માગમાં વધારો થાય છે. આમ,આ પેદાશોનું વધુ ઉત્પાદન થતાં રોજગારીની તકો સહેલાઈથી ઊભી થાય છે. આ ઉપરાંત જાહેરાત ઉદ્યોગમાં કામ કરતા કોપીરાઇટ્સ, જાહેરાત વિતરકો, ફિલ્મ બનાવવા વાળા વ્યક્તિઓ વગેરે વ્યક્તિઓને રોજગારી મળી રહે છે.

    (5) જીવન-ધોરણમાં સુધારો : 

    જાહેરાતને કારણે ઉત્પાદકો વધુ સારી પેદશો વિશે ગ્રાહકોને જાણકારી આપે છે.જેના કારણે ગ્રાહકો વધુ સારી વસ્તુઓ કે સેવાઓ વાપરે છે. નવીન કે આધુનિક પેદાશ વાપરવાને કારણે ગ્રાહકોના જીવન ધોરણમા ઘણો જ સુધારો જોવા મળે છે. રોજબરોજના કાર્યો સરળતાથી થઈ શકે છે. 

    (6) વેચાણ જથ્થામાં જાળવણી : 

    સતત જાહેરાત કરવાથી ગ્રાહકના માનસપટ પર પેદાશ છવાયેલી રહે છે.આ કારણે ગ્રાહક જ્યારે ખરીદી કરવા જાય ત્યારે જાહેરાતવાળી પેદાશ ઉપર ત્વરીત પસંદગી ઉતારે છે અને ઉત્પાદકના માલનું વેચાણ જળવાઈ રહે છે.

    બજારીય સંચાલનમાં જાહેરાત ની ભૂમિકા

    સૂત્ર: માંગ ઉભી મોટાપાયા પર પેદાશની રોજગારી જીવનધોરણમાં વેચાણ.



     જાહેરાત સામે વિરોધ (Objections Against Advertisement):-

    (1) જાહેરાત એ ખરેખર અભિવૃદ્ધિનું અવિભાજ્ય અંગ છે, પરંતુ ઘણીવાર જાહેરાતને કારણે આડઅસરો ઉદભવે  છે. જાહેરાતને કા૨ણે ગ્રાહક પેદાશ તરફ આકર્ષાય છે અને પેદાશ ખરીદી લે છે. ગ્રાહક આ સમયે એ નથી વિચારતો કે તેને પેદાશોની ખરેખર જરૂરિયાત છે કે નહિ, બિનજરૂરી ખર્ચ એ સામાજિક દુષણ છે.

    (2) ઉચ્ચ વર્ગની વધુ ખરીદીને કારણે સમાજનો નીચલો વર્ગ લઘુતા ગ્રંથિથી પિડાય છે.

    (3) જાહેરાત એ ખર્ચાળ પ્રવૃત્તિ છે. ઘણીવાર ધંધાકીય  એકમો મોટાપાયે જાહેરાત કરે છે અને તે જાહેરાતનો ખર્ચ પેદાશની વેચાણ કિંમતમાંથી જ મેળવે છે. આથી પેદાશ ગ્રાહકોને ઘણા જ ઊંચા ભાવે વેચવામાં આવે છે.

    (4) ગ્રાહકોને લોભાવવા અને હરીફોને નીચા દેખાડવાની કામગીરી પણ ઘણીવાર જાહેરાત કરીને ગ્રાહકોને  ગેરમાર્ગે દોરવામાં આવે છે. 

    (5) ઓછી ગુણવત્તાવાળી પેદાશ પણ જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરીને ગ્રાહકને પધરાવી દેવામાં આવે છે.

    (6) કેટલીકવાર જાહેરાતમાં અરુચિકર વિષય-વસ્તુ દર્શાવવામાં આવે છે.

    (7) કેટલીકવાર જાહેરાત દ્વારા ગ્રાહકોને બીડી, સિગારેટ, દારૂ, પાન મસાલા વગેરે અંગે માહિતી મળે છે જે લાંબા ગાળે વ્યસનમાં પરિણમે છે.

    (8) એક સરખો માલ બનાવતી કંપનીઓ મોટા પાયા પર જાહેરાત કરે છે. તેમ બીજી કંપનીએ  પણ જાહેરાત કરવી પડે જે ખોટી હરીફાઇને ઉત્તેજન આપે છે.

    (9) જાહેરાતમાં ઘણી વખત અતિશયોક્તિ ભર્યા વિધાન દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે.



    વ્યક્તિગત વેચાણ (Personal selling) :-

    ખ્યાલ (Concept) : 

    જાહેરાત દ્વારા ધંધાકીય એકમ પેદાશની જાણકારી ગ્રાહકને પહોચાડે છે, તેના દ્વારા વ્યક્તિ ઉપર જોઈએ તેવી અસર થતી નથી. 

    વ્યક્તિગત વેચાણને કારણે સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસનું સંપાદન થાય છે.

    વ્યક્તિગત વેચાણનો અર્થ (Meaning) : કોટલરના જણાવ્યા મુજબ, “વેચાણકર્તા એ એક એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે અને તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવી, પેદાશનું નિદર્શન કરવું, પેદાશના ઉપયોગો જણાવવા અને શંકાઓનું સમાધાન કરવાનું હોય છે. વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરે છે.”

    સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ (Characteristics of Good Salesman) : 

    • દરેક પેદાશને વ્યક્તિગત વેચાણની જરૂરિયાત રહે છે.
    • વેચાણકર્તા હંમેશાં સંભવિત ગ્રાહકોને શોધી કાઢે છે. પેદાશ નિદર્શન દરમિયાન થતી વાતચીત અને પેદાશ વિશેની જાણકારી સંભવિત ગ્રાહકને, ખરેખર-ગ્રાહકમાં ફેરવી નાંખે છે.
    • વ્યક્તિગત વેચાણ દ્વારા વેચાણકર્તા ગ્રાહકોની ફેશન, ટેવ, વલણ, અભિરુચિ વગેરે બાબતોથી માહિતગાર થાય છે. આ માહિતી બજારીય સંચાલક માટે ઘણી જ જરૂરી બની જાય છે.

    (1) વેચાણકર્તા દેખાવે સ્માર્ટ/ચાલાક, વાચાળ અને તંદુરસ્ત હોવો જોઈએ.

    (2) વેચાણકર્તા  વાતચીતમાં કુશળ, બુદ્ધિ-ચાતુર્યથી ભ૨પુ૨ અને આવડતવાળો હોવો જોઈએ.

    (3) વેચાણકર્તામાં  સૌથી વધુ મહત્વની બાબત તેના સંભવિત ગ્રાહકો સાથે વાતચીત કરવાની કુશળતા, નવી પેદાશ  રજુ કરવાની શૈલી અને ગ્રાહકને સમજવાની આવડત છે.

    (4) વેચાણકર્તા જે પેદાશની રજુઆત સંભવિત ગ્રાહકોને કરે, તે પેદાશ અંગેની બધી જ ટેકનિકલ માહિતી તેની પાસે હોવી જોઈએ.

    (5) પ્રામાણિકતા એ વેચાણકર્તા માટે જરૂરી ગુણ કહી શકાય, વેચાણકર્તા પ્રમાણિક અને સારા ચારિત્ર્યવાળો હોવો જોઈએ. એ પોતાના કામ પ્રત્યે ગંભીર અને નિયમિત હોવો જોઈએ.

    (6) વેચાણકર્તા તેના ધંધાકીય એકમના પ્રતિનિધિ તરીકે રજૂ થાય છે. આથી તે વિનમ્ર હોવો જોઈએ. વેચાણકર્તાની વર્તણૂંકના આધારે જ તેના ધંધાકીય એકમ વિશે છાપ ઊભી થાય છે.

    (7) આદર્શ વેચાણકર્તા સતત ઉત્સાહી, શિસ્તબદ્ધ અને મહત્ત્વાકાંક્ષી હોવો જોઈએ.

    વેચાણકર્તા ની લાક્ષણિકતાઓ: 

    • વેચાણકર્તા દેખાવે સ્માર્ટ વાચાળ તંદુરસ્ત 
    • વાતચીતમાં કુશળ બુદ્ધિચાતુર્ય અને આવડત વાળો
    • ગ્રાહક સાથે વાતચીત કરવાની કુશળતા શૈલી અને આવડત
    • પેદાશ અંગેની ટેકનીકલ માહિતી
    • પ્રમાણિક સારા ચારિત્ર્ય વાળો 
    • વિનમ્રતા વાળો 
    • ઉત્સાહી શિસ્તબદ્ધ


    વેચાણ-વૃદ્ધિ (Sales Promotion) :

    ખ્યાલ (Concept) : 

    વેચાણ-વૃદ્ધિ એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ સાથે ઉપયોગમાં લેવામાં આવતું અભિવૃદ્ધિનું મહત્વનું અંગ છે.

    વેચાણ-વૃદ્ધિની વ્યાખ્યા (Definition) : 

    કોટલરના જણાવ્યા મુજબ, “વેચાણ-વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે, જે ગ્રાહકોને માલ કે સેવા ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે, વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે.”


    વેચાણ-વૃદ્ધિની પ્રયુક્તિઓ (Sales Promotion Techniques) :

    (1) વળતર : 

    જ્યારે પેદાશ ખરેખર વેચાણ કિંમત કરતાં ઓછી કિંમતે મર્યાદિત સમય માટે જ આપવામાં આવે છે તેને વળતર આપ્યું કહેવાય જેને સાદી ભાષામાં ‘સેલ’ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આવી પ્રયુક્તિ ધંધાકીય એકમોના આખર સ્ટોક ઘટાડવા માટે કરવામાં આવે છે.

    (2) વટાવ : 

    ભાવપત્રકની કિંમત અમુક ટકા રકમ ઓછી લેવામાં આવે તો તેને વટાવે કહે છે. ઘણીવાર ઉત્પાદકો પોતાના ક્ષતિવાળોમાલ વટાવે વેચી દે છે. આના કારણે ગ્રાહકો ઝડપથી આકર્ષાઈ જાય છે.

    (3) જાહેરાતની કુપન : 

    આ પ્રયુક્તિમાં બજાર કરતા જાહેરાતની અસરની અસરકારકતા ચકાસે છે અને ગ્રાહકોને  લાભ પણ આપે છે. આ પ્રયુક્તિમાં ગ્રાહક જાહેરાતનું કટિંગ અથવા ખાલી પેકિંગ વિતરકને આપવાનું રહે છે. જેના બદલામાં ગ્રાહકને અમુક ખરીદી પર અમુક ચોક્કસ રકમ બાદ આપવામાં આવે છે.

    (4) ભેટ : ઘણીવાર પેદાશની ઉપરના જથ્થા તે જ પેદાશ મફત આપવામાં આવે છે. દા. ત., સાબુની  ખરીદી પર એક સાબુ મફત આપવાની ધંધાકીય એકમ જાહેરાત કરે. ઘણીવાર પેદાશની કિંમત એ જ રાખીને પેદાશના જથ્થામાં વધારો કરવામાં આવે છે. દા. ત., સેવિંગ ક્રિમનો 20 % વધુ જથ્થો પેદાશની એજ કિમતે આપવામાં આવે છે.

    (5) અન્ય પેદાશની ભેટ :

    ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઘણીવાર મુખ્ય પેદાશની સાથે ગૌણ પેદાશ મફત આપવામાં આવે છે. દા. ત, ટૂથપેસ્ટની સાથે ટૂથબ્રશ મફત આપવામાં આવે છે. ઘણીવાર મુખ્યપેદાશની સાથે કોઈ પણ સંબંધ ન ધરાવતી પેદાશોની ભેટ આપવામાં આવે છે. દા. ત., ચાર સાબુની સાથે એક બોલપેન મફત આપવાની જાહેરાત કરવામાં આવે છે.

    (6) ઇનામી ડ્રો : 

    આ પ્રયુક્તિમાં ગ્રાહકને એક કુપન કે કોડ, પેદાશ સાથે આપવામાં આવે છે.સમયના અંતે આવી બધી જ કુપનોનો ડ્રો કરવામાં આવે છે અને વિજેતાઓને ઈનામમાં વસ્તુઓ આપવામાંbછે. દા. ત., ભારત પેટ્રોલિયમ પોતે પેટ્રોલના ₹200/-થી વધુ રકમની ખરીદી કરનારા ગ્રાહકોને ઇનામી ડ્રોની કુપન આપે છે.


    (7) વગર વ્યાજે લોનની સુવિધા : 

    જ્યારે પેદાશોની કિંમત વધારે હોય અને ગ્રાહક એક સામટી ચુકવી શકે તેમ ન હોય ત્યારે આ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે. દા. ત., ટેલિવિઝન ખરીદવા માટે વગર વ્યાજની લોનની સુવિધા  આપવામાં આવે. ગ્રાહક નજીવી રકમ ચૂકવી પેદાશનો ઉપયોગ શરૂ કરી શકે છે.

    (8) નમૂનાનું વિતરણ : 

    ઘણીવાર ખાદ્ય પદાર્થ કે નજીવી કિંમત વસ્તુઓ માટે નમૂનાનું વિતરણ કરવામાં આવે  છે. સામાન્યરીતે આ વિતરણ ગ્રાહકોને પેદાશનો અનુભવ આપવા માટે જ કરવામાં આવે છે. શેમ્પૂ, સાબુ, તેલ વગેરે પેદાશોનું  નાના પેકિંગનું મફત નમૂના તરીકે વિતરણ કરવામાં આવે છે.

    (9) સ્પર્ધાનું આયોજન :

    ઉત્પાદકો પોતાના સંભવિત ગ્રાહકોને એક સામટી નવી પેદાશોનો અનુભવ કરાવવા અથવા એક સામટા બધા ગ્રાહકોને મળવા માટે સ્પર્ધાનું આયોજન કરે છે, દા. ત., ચિત્રકામના રંગ બનાવતું ધંધાકિય એકમ નવા રંગો બજારમાં મુકતાં પહેલાં તેના ગ્રાહકો વિશેની બધી જ માહિતી મેળવવા તે બાળકોની ‘રંગપૂર્તી’ સ્પર્ધા યોજે  છે. સ્પર્ધાના વિજેતાને નવીન પેદાશ ભેટ આપવામાં આવે છે.

    વેચાણ વૃદ્ધિ ની પ્રયુક્તિઓ સમજાવો

    સૂત્ર: વળ  વટાવ જાકુ ભેટ  અન્ય પેભેટ ઈડ્રો લોનસુવિધા નમૂનાનું સ્પર્ધાઓનું આયોજન vv ની પ્રયુક્તિઓ.


     પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક (Publicity and Public Relation) :

    પ્રસિદ્ધિનો ખ્યાલ (Concept of Publicity) : 

    પ્રસિદ્ધિ એ એવો બિનવ્યક્તિગત માહિતી સંચાર છે જે ચુકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે.

    પ્રસિદ્ધિમાં લોકોને આપેલું સંબોધન / ભાષણ, કોઈ ટેલિવિઝનની ચેનલ કે વર્તમાનપત્રને આપેલો વાર્તાલાપ, સખાવતી સંસ્થાને આપેલું દાન, ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા નવી ઑફિસનુ ઉદઘાટન વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

    જાહેર સંપર્કનો ખ્યાલ (Concept of Public Relation) : 

    જાહેર સંપર્કનો મુખ્ય ઉદેશ્ય ધંધાકીય એકમના બધા જ સહભાગીઓ અને સંબંધીત વર્ગો સાથે સાનુકૂળ સંબંધો જાળવવાનો અને વિકસાવવાનો છે. એકમ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે જાહેર સંપર્કનો ઉપયોગ કરે છે.

    જાહેર સંપર્ક એવી પ્રવૃત્તિઓનો સમૂહ છે, જેની રચના અથવા આલેખન એવી રીતે કરવામાં આવે કે ધંધાકીય એકમની સારી છાપ તેના સહભાગીઓ તરફ ઊભી કરી શકાય કે જાળવી શકાય.

     

    જાહેર સંપર્કમાં નીચેની પ્રવૃત્તિનોનો સમાવેશ થાય છે :

    (1)ધંધાકીય એકમ વિશેના  સમાચાર વર્તમાનપત્રમાં આપવા.

     (2) ધંધાકીય  એકમના વડાનું ભાષણ અને તેની પ્રસિધ્ધિ કરવી,

    (3) સેમિનાર, પરિસંવાદ, સ્પર્ધા કે રમતગમતનું આયોજન કરવું.

    (4) એકમનું સમાચારપત્ર બહાર પાડવું.

    (5) એકમ તરફથી જાહેર હિતના  કર્યો કરવા અને સમાજ સમક્ષ મુકવાં.

    (6) સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું.


    જાહેર સંપર્કની ભૂમિકા  (Functions of Public Relation):-

    (1)વર્તમાન પત્રો સાથે સારા સંબંધો ધંધાકીય એકમની સારી છાપ ઉભી કરવા માટે જરૂરી છે. વર્તમાનપત્રો સાથેના સારા સંબંધો  સંસ્થાકીય અને સંસ્થાની પેદાશોની જાણકારી સમાજને પહોંચાડવા માટે ઉપયોગી થઈ શકે છે. 

    (2) જ્યારે ધંધાકીય એકમ નવીન પેદાશનું ઉત્પાદન કરે અથવા બજારમાં મૂકે ત્યારે તે જાહેર કરવામાં આવે અને તે માટે જન જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવે છે; તેના લીધે પેદાશની જાણકારી સત્તાવાર રીતે બહાર પાડી શકાય છે.

    (3) સંસ્થાના સમાચાર, કર્મચારીઓની સિદ્ધિ, સંસ્થાની સિધ્ધિ અને સંસ્થાને મળેલા પુરસ્કારો વગેરે બાબતોની જાણ કંપનીનું સમાચાર પત્ર કે સામયિક બહાર પાડીને સંસ્થાકીય સારી છાપ ઊભી કરી શકાય છે.

    (4) એકમના ચેરમેનનું ભાષણ વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવે છે. તેના દ્વારા એકમની ભાવિ નીતિઓ વિશે અન્ય સહભાગીઓને જાણ કરી શકાય છે. જેથી ધંધાકીય એકમના સામાજિક સંબંધો સુધરે છે.

    (5) સામાજિક કાર્યોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવાથી ધંધાકીય એકમની સમાજ પ્રત્યેની જવાબદારી અંગે પણ જનતાને જાણ કરી શકાય છે અને સંસ્થાની સારી છાપ ઊભી કરી શકાય છે.

    (6) જાહેર હિતનાં કાર્યો જેવા કે બગીચાની જાળવણી, સમારકામ, ફૂટપાથનું કામ, રોગ નિદાન કેમ્પ, વૃક્ષારોપણનું કાર્ય ,પાણી પુરવઠાનું કાર્ય, જે-તે શહેર પ્રશ્નોના નિરાકરણમાં સહભાગી થઈને એક વિશિષ્ઠ છાપ ઊભી કરવામાં મદદરૂપ બની શકે છે.

    જાહેર સંપર્ક ની ભૂમિકા: 

    • વર્તમાન પત્ર સાથે સારા સંબંધો
    • નવીન પેદાશ ની જાહેરાત
    • સંસ્થા ના સમાચારો KRM ની સિદ્ધિ સંસ્થાની સ્થિતિનું સમા પત્ર કે સામયિક.
    • ચેરમેન નું ભાષણ વિવિધ માધ્યમ દ્વારા સામાજિક સંબંધોમાં સુધારો
    • સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી 
    • જાહેર હિતના કાર્યો બગીચા સમારકામ ફૂટપાથ કેમ્પ વૃક્ષારોપણ વિશિષ્ટ છાપ ઉભી કરે.

     

  • પાઠ- 9 નાણાકીય બજાર

    પાઠ- 9 નાણાકીય બજાર

    પ્રસ્તાવના (Introduction) :

     ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું અને બીનસંગઠિત નાણાકીય  માળખું.

    સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર  એ મહત્વનું ઘટક છે. ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે ચાર ઘટકોનું બનેલું છે. (1) નાણાકીય સંસ્થાઓ (2) નાણાકીય સાધનો (3) નાણાકીય સેવાઓ અને (4) નાણાકીય બજાર. 

    નાણાકીય બજારમાં મૂડીબજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. મૂડી બજારએ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસ માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે.

    જેથી મૂડી બજાર ઔદ્યોગિક સાહસ માટે લાંબાગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિસ્થાન છે મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. નાણાં બજાર ટૂંકાગાળાના સાધનો દ્વારા જેવા કે ટ્રેઝરીબીલ, કોમશીયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતને સંતોષે છે.


    નાણાકીય બજારનો ખ્યાલ (Concept of Financial Market):

    નાણાકીય બજારમા મુખ્યત્વે મૂડીબજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે. નાણાકીય બજારએ નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે. નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે તેમની બચતોનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું.

    નાણાકીય બજારમાં ભાગ લેનારાઓમાં (1) વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કે ઉછીના નાણા મેળવનારા (2) જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા અને (3) નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે.

     

      નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે : 

    (1) મૂડીબજાર અને (2) નાણાં બજાર. મૂડી બજાર એ લાંબાગાળાની જામિનગીરીઓનું બજાર છે, દા.ત., શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. જ્યારે

    નાણાં બજાર એ  ટૂંકાગાળાની જામિનગીરીઓનું બજાર છે. દા.ત. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે.

    મૂડીબજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે : (1) પ્રાથમિક બજાર અને (2) ગૌણ બજાર.

    ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ થાય છે.પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરી ઓનું બજાર છે જ્યારે ગૌણ એટલે કે શેર બજાર જેમાં આ અગાઉ બહાર પાડવામાં આવેલી તેવી જ હયાત જામીનગીરીઓનાં સોદા થાય છે.

    નાણાં બજાર (Money Market).

     

    અર્થ અને ખ્યાલ (Meaning and Concept) :

    નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનો (અક્યામતો)નું  છે. નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનુ બજાર  એટલે નાણાં બજા૨.

    નાણાં બજારમાં ઉંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે.

    ટૂંકા ગાળા માટે નાણાં ઉછીનાં મેળવવાનું અને નાણાંના ધિરાણનું બજાર છે. એક વર્ષ કે તેથી  ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર છે.



       બજારમાં બે પક્ષકારો હોય છે, એક તો નાણાંનું ધીરાણ કરનારાઓ અને બીજા નાણાં ઉછીના મેળવનારાઓ નાણાં ધિરનારાઓમા  મુખ્યત્વે રિઝર્વ બેંક, વેપારી બેન્કો, સહકારી બેન્કો, શરાફી વગેરેનો સમાવેશ થાય છે; જ્યારે ઉછીના નાણા મેળવનારા ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર વગેરે છે.

    નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય :

    નાણાં બજારની વ્યાખ્યા : 

    ટૂંકા ગાળાની નાણાંકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર.


    નાણાં બજારની  લાક્ષણિકતાઓ (Characteristics) :

    (1) નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે : સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર.

    (2) ટૂંકા ગાળાની મિલકત કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત એક વર્ષ કે તેથી ઓછી હોય છે.

    (3) નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખ-પાત્રતા મહત્ત્વની હોય છે.

    (4) નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું  છે. જેમ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ,વેપારી બેન્કો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપની વગેરે

    (5) ઝડપથી  રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનુ બજાર છે. દા. ત., ટ્રેઝરી બિલ, કોલ મની.

    (6) આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે. જેમ કે, કૉલ મની  માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ.

    (7) મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે.

    (8) નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી પર રહેલો છે.

    નાણા બજાર ની લાક્ષણિકતાઓ 

    • સંગઠિત અને અસંગઠિત એમ બે ભાગ 
    • પાકતી મુદત એક કે બે વર્ષ 
    • શાખપાત્રતા અગત્યની છે
    • વિવિધ સંસ્થાઓ નું માળખું દા.ત. RBI,વીમા કંપની 
    • ઝડપથી રોકડમાં રૂપાંતર થઇ શકે છે દા.ત.  ટ્રેઝરી બીલ call money 
    • નાણા બજાર ની પેટા શાખાઓ
    • અન્ય સાધનોની તુલનામાં વધુ સલામત
    • સફળતાનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાની કામગીરી પર.



    સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર (organised Money Market and Unorganised Money Market):

    ભારતના નાણા બજારને બે ભાગમાં વહેચી શકાય :

    (A) સંગઠિત નાણાં બજાર (B) અસંગઠિત નાણાં બજાર.

     સંગઠિત નાણાં બજાર (Organised Money Market) :

    ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ  ફંડ વગેરેનું બનેલું છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે.

    નાણાં બજારમાં પુરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફે૨ફાર કરે છે.

    સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝીટ, કોલ મની જેવાં નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે.


     અસંગઠિત નાણાં બજાર (Unorganised Money Market) :

    અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તેના પર કોઈ કેન્દ્રિય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી.

    પ્રવૃત્તિઓ પણ કોઈ ધારા-ધોરણ વગર ચાલતી હોય છે.આ નાણા બજાર નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણા ધિરનાર, દેશી બેંકરો, શ્રોફ વગેરેનું બનેલું છે. આ બધાં વચ્ચે સંકલનનો અભાવ હોય છે. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિકાસ પામી છે, જો કે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે.


    નાણાં બજારના સાધનો (Instruments of Money Market):

    નાણાં બજારનાં સાધનોની પાકતી મુદત એક વર્ષ કે તેથી ઓછી હોય છે. સલામત અને બિન સલામત, બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે.

    નાણાં બજારનાં મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે :

    (1) ટ્રેઝરી બિલ, (2) કોમર્શિયલ પેપ૨, (3) થાપણનું પ્રમાણપત્ર, (4) કોમર્શિયલ બિલ (5) કોલનોટિસ મની. 

    ટ્રેઝરી બિલ (Treasury Bills) : 

    ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે.

    સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણા બજાર માટે મહત્વનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણા મેળવે છે.

    ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે.

    ટ્રેઝરી બિલ શૂન્ય કુપન બોન્ડ છે, કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી, વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પ૨ત કરવામાં આવે છે.

    દા. ત., 25,000ના ટ્રેઝરી બિલ,  23, 500માં બહાર પાડવામાં આવે અને પાકતી મુદતે રોકાણકારને મૂળ કિંમતે  25,000 ચૂકવવામાં આવે તો આ બંને રકમ વચ્ચેનો તફાવત રોકાણકાર માટે વળતર કહેવાય. ટ્રેઝરી બિલ‘ T-Bills’તરીકે પણ ઓળખાય છે.


    કોમર્શીયલ પેપર (Commercial Papers) :

    વિશ્વસ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણાં લોકપ્રિય બન્યા છે.

    સૌપ્રથમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી, 1990માં કોમર્શીયલ પેપર બહાર પાડયાં હતાં.

    કોમર્શીયલ પેપર  બિનસલામત અને ટૂંકા ગાળાની વચનચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે.

    ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે. ઊંચી શાખપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થા કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે.  હસતાંતરણીય સાધન છે, તેથી ફેરબદલીને પાત્ર છે.

    કંપનીનો અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછાં સાત દિવસ અને વધુમાં વધુ એક વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે.

    કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. તે  5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે.


    થાપણનું પ્રમાણપત્ર (Certificate of Deposits) : 

    • થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, હસતાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણા  મેળવવાનું સાધન છે.
    • શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. બેંકમાં  મૂકેલી બાંધી મુદતની થાપણ ની રસીદથી થાપણનું પ્રમાણપત્ર તદન અલગ છે.
    • થાપણનું  પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય છે; જ્યારે બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી અને વેચી શકાતી નથી.
    • શિડ્યુલ વેપારી બેન્કોને તેની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી  1 લાખ હોવી જોઈએ.


    કોમર્શિયલ બિલ (Commercial Bills) :

    • જયારે શાખથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાખથી  માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે.
    • કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે એન ધંધાના વ્યવહારોથી ઉદ્દભવે છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે.
    • કોમર્શિયલ  બિલના ઘણા પ્રકારો છે. જેમ કે, વિનિમય પત્ર, હૂંડી, આંતરદેશીય બિલ (Inland Bill), માંગણી બિલ (Demand Bill), વિદેશી બિલ (Foreign Bill) વગેરે.
    • જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ ‘વેપારી બિલ (Trade Bill) બને છે અને જયારે વેપારી બેંક  આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને છે.
    • વેપારી બેક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. જો બેંકને  નાણાની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકે છે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30, 60 કે 90 દિવસની મુદત નાં હોય છે.

    કૉલ અને નોટીસ મની (Call and Notice Money) : 

    • વેપારી બેન્કોએ રિઝર્વ બેન્કના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ સિલક જાળવવી પડે છે, જેને રોકડ અનામત કહે છે.
    • ઓછામાં ઓછી રોકડ સિલકની જાળવણી માટે એક બેન્ક બીજી બેંક પાસેથી નાણાં ઉછીનાં લે છે.
    • બધી જ બેન્કોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્ત્વનું ઘટક બન્યું છે.
    • કોલ મની માર્કેટમાં કૉલ મની અને નોટીસ મનીનો સમાવેશ થાય છે. કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવાનું હોતું નથી.


    કૉલ મની (Call Money) : 

    • જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીનાં આપવામાં કે લેવામાં આવે તેને કોલ મની કહે છે.
    • કોલ મની એ એક જ દિવસ માટેનો વ્યવહાર છે. કૉલ મની માર્કેટમાં મોટા ભાગે બેન્કો જ ભાગ લેતી હોવાથી તેને “ઇન્ટેર-બેંક-કોલ મની માકેટ’ (Inter-Bank-Call Money Market) કહે છે.
    • રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે.
    • આથી રોકડની અછત અનુભવતી બેન્ક બીજી બેન્ક કે જેની પાસે વધારાની રોકડ છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે. ટુંકમાં એક  દિવસની લોન એટલે કોલ મની.


    નોટીસ મની (Notice Money) :

    જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીનાં લેવામાં આવે કે આપવામાં આવે તેને નોટીસ મની કહે છે.


    મૂડી બજાર (Capital Market):

    નાણાકીય બજાર (Financial Market)ની મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય :(1) મૂડી બજાર અને (2) નાણા બજાર, મૂડી બજારમાં બે બજારોનો સમાવેશ થાય છે : (1) પ્રાથમિક બજાર અને (2) ગૌણ બજાર.

    મૂડી બજારનો અર્થ (Meaning of Capital Market) : 

    મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોના ઔધોગીક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે.

    ઔદ્યોગિક સાહસો માટે લાંબાગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચરનો વેપાર થાય છે.

    મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે જેવી કે ઔધોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ. મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે.


    મૂડી બજારની  લાક્ષણિકતાઓ (Characterstic):

    (1) લાંબા ગાળાના મૂડી ભંડોળ માટેનું બજાર છે.

    (2) મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેવી કે, શેર, ડિબેન્ચર વગેરેનો સમાવેશ થાય છે.

    (3) ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે.

    (4) ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે.

    (5) જામીનગીરી જેવી કે શેર, ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થાય છે.

    (6) નાણાંકીય મિલકતોને (જામીનગીરીઓ) તરલતા આપે છે.

    (7) મૂડી બજાર બે ભાગમાં વહેચાયેલું છે : –

    (i) પ્રાથમિક બજાર અને (ii) ગૌણ બજાર.

     

    મૂડી બજાર ની લાક્ષણિકતાઓ

    • લાંબા ગાળાના મૂડી ભંડોળનું બજાર
    • મૂડી બજાર સાધનોમાં સરકારી જામીનગીરી, દેવાના સાધનો, શેર, ડિબેન્ચર નો સમાવેશ
    • ભંડોળનો લાંબાગાળાની જામીનગીરીમાં રોકાણ
    • સેબીનું નિયંત્રણ 
    • શેર ડિબેન્ચર ની માલિકીની ફેરબદલી નાણાકીય મિલકતોને તરલતા પૂરી પાડે 
    • બે ભાગ પ્રાથમિક અને ગૌણ બજાર.

     


    પ્રાથમિક મૂડી બજાર (Primary Capital Market):

    અર્થ (meaning) :

    બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર  કહે છે. પ્રથમ વખત બહાર પાડવામા આવતી નવી જામીનગીરીઓનાં વેચાણનું બજાર હોવાથી  રોકાણકારો માત્ર નવી જામીનગીરી ખરીદી શકે છે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર.

    પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતાઓ (Characteristics) :

    (1) નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે.

    (2) નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી શકે છે.

    (3) પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ છે. જેવા કે, બુક રનિંગ લીડ મેનેજર ,ભરણાના રજીસ્ટ્રાર , શેર દલાલ વગેરે.

    (4) નવી મૂડીનું ભરણું વિજ્ઞાપનપત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે.


    ગૌણ બજાર/શેરબજાર (Secondary Market / Stock Exchange):

    અર્થ અને સમજૂતી (Meaning and Explanation) : 

    ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજાર ની રચના 9 જુલાઈ, 1875ના દિવસે “ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બોકસૅ એસોશિયેશન”  તરીકે થઈ.જે આજે મુંબઈ શેર બજાર (Bombay Stock Exchange) તરીકે ઓળખાય છે. 1894 માં અમદાવાદ શેર બજાર શરૂ થયું.

    કે. એલ. ગર્ગ ના  જણાવ્યા મુજબ, ‘શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું સ્થળ.’


    શેરબજારની લાક્ષણિકતાઓ (Characteristics):

    (1) નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા ; 

    જામીનગીરીઓના વ્યવહારોમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે.

    (2) સરકારની મંજૂરી :

    1956ના જામીનગીરી કરાર (નિયમન) ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે. 

    (3) સંગઠિત બજાર : 

    હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર છે.

    (4) સભ્યપદ : 

    શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે. શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો (શેર દલાલ) જ શેર બજારમાં સોદા કરે છે.

    (5) જામીનગીરીઓનું બજાર : 

    શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ-વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે.

    (6) જામીનગીરી ઓની નોંધણી : 

    જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય છે.

    (7) સંચાલન : શેર બજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે.

    (8) સભ્યો પર કડક અંકુશ : 

    સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનુ પાલન કરાવે છે.

    (9) વ્યવસ્થાકીય માળખું : શેર બજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે.

    (10) શેર બજારનું નિયમન : 

    ભારતનાં બધાં જ શેરબજારોનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર (નિયમન) ધારા  દ્વારા થાય છે.

     

    શેર બજાર ની લાક્ષણિકતાઓ 

    નોંધાયેલી સરકારની સંગઠિત બજારમાં સભ્યપદ મેળવવા જામીનગીરીના બજારમાં જઈ નોંધણી કરાવવી સંચાલનમાં સભ્યો પર વ્યવસ્થાકીય શેરબજારનું નિયમન શેર બજાર ની લાક્ષણિકતા છે.

    Short: નોંધા સર સંગ સભ્ય  જામીન બજા નોંધ સંચા સભ્યો વ્યવસ્થા શેર બજાની લાક્ષ.


    શેર બજારના કાર્યો  : 

    (1) તરલતા : 

    જામીનગીરીઓના ખરીદ-વેચાણ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે છે. રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે છે અને વેચી શકે છે.જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો તે શેર બજારનું મહત્વનું કાર્ય છે. 

    (2) જામીનગીરીઓનું મૂલ્યાંકન : 

    જામીનગીરીઓની માંગ અને પુરવઠાને આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય બને છે. રોકાણકારો તેમની જામીનગીરીઓનું મૂલ્ય જાણી શકે છે. 

    (3) બચતોનું મુડીમાં રૂપાંતર : 

    સમાજની જે વ્યક્તિઓ પાસે બચતો છે અને જામીનગીરીઓમાં રોકાણ કરવા ઇચ્છે છે તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી શકે છે અને વેચી શકે છે. તેમની બચતોનું મૂડીમાં રૂપાંતર થાય છે.

    (4) મૂડી સર્જનમાં મધ્યસ્થી : 

    શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી, પરંતુ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે મંચ પૂરું પાડે છે. મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકે ભૂમિકા નિભાવે છે. 

    (5) સોદામાં સલામતી : 

     શેર બજારમાં સોદાઓ નિયમો અનુસાર થાય છે. શેર બજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેમની ભૂમિકા નિભાવે છે. આથી સોદાઓ સલામત રીતે થાય છે. 

    (6) મૂડી બજારનો વિકાસ : શેર બજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે. આથી મૂડી બજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બને છે.

    (7)પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ : 

    શેર બજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પુરી પાડે છે. જેથી શેર બજારના સભ્યો રોકાણકારોના હિતનું રક્ષણ કરી શકે છે.

    (8) સટ્ટા માટે જરૂરી સવલત : 

    તંદુરસ્ત સટ્ટો શેર બજારને જીવંત રાખે છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય

    માળખામાં રહીને જરૂરી સવલતો શેર બજાર પૂરી પાડે છે.



    (9) માહિતી પૂરી પાડનાર :

    વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તે પ્રકારની માહિતી શેર બજાર પૂરી પાડે છે. દા. ત., જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફાર,જામિનગીરીઓના ખરીદ-વેચાણનો પ્રવાહ વગેરે

    માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર, સેબીને ઉપયોગી થઈ પડે છે. આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિના ઘડતરમાં ઉપયોગી થઈ પડે છે.

    આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. આથી શેરબજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી  પારાશીશી કહે છે.


    (10) જામીનગીરીઓની નોંધણી : 

    કંપની તેની જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય તેમ ઇચ્છતી હોય તો કંપની તેની જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં કરાવે છે. રોકાણકારોને નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે.

    (11) રોકાણકારોને માર્ગદર્શન : 

    નોંધાયેલી કંપનીઓની માહિતી શેર બજાર એકત્રિત કરી જાહેર કરે છે. આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય કરી શકે છે કે કઈ કંપનીની જામીનગીરી- ઓમાંથી રોકાણ પાછું ખેંચવા જેવું છે અને કઈ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા જેવુ છે.

    શેરબજારના કાર્યો

    તરલતા જામીન મુલ્યાંકન બચતો નું મુડી સર્જનમાં સોદામાં સલામતી રાખી મૂડી બજાર નો વિકાસ કરવો અને સટ્ટા માટે પ્રવૃત્તિઓ કરવા માહિતી પૂરી પાડનાર શેર બજાર ના કાર્યો છે.

    Short: તર જામી બચ મૂડી સોદા મૂડી સટ્ટા પ્રવૃત્તિ માહિતી શેર બજારના કાર્ય.




    ડિમેટ ખાતાનો ખ્યાલ (Concept of Demat Account):

    • ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડરસૅને ભૌતિક સ્વરૂપે જ શેર (Physical Share) આપતી હતી.
    • આ શેર કાગળ સ્વરૂપે હતા જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા.
    • શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ (Transfer Form) ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શૈર કંપનીને મોકલવા પડતા. 
    • આ બધી વિધિ લાંબી અને કાંટાળાજનક હતી. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરે ને  ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે.

    ડિપોઝીટરી (Depository) સંસ્થાઓ જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે.


    ડિમટિરિયલાઈઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્યુટર દ્વારા ઈલેક્ટ્રોનિક ડેટામા રૂપાંતર. આ ડિમટિરિયલાઈઝેશનને ટૂંકાંક્ષરીમાં ડિમેટ (Dermat) તરીકે ઓળખવામાં આવે છે.

     

    ડિમેટ ખાતાનો ખ્યાલ:

    • ભૂતકાળમાં શેર કાગળ સ્વરૂપે હતા
    • ફેરબદલી માટે ફોર્મ ભરવા પડતા
    • વિધિ લાંબી કંટાળાજનક હતી
    • આ મુશ્કેલી દૂર કરવા શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરેને e સ્વરૂપે જાળવવામાં આવે છે.
    • આ કાર્ય ડિપોઝિટરી સંસ્થાઓ કરે છે
    • આમ ભૌતિક સ્વરૂપ ની જામીનગીરીઓ નું કોમ્પ્યુટર દ્વારા e ડેટામાં રૂપાંતર એટલે dematerialisation ટૂંકમાં ડિમેટ 
    • રોકાણકારોને DEPO સેવા માટે ડીમેટ ખાતું ખોલવું પડે છે

    તેના માટે ફોર્મ ભરીને આપવું પડે છે.

    ડિપોઝીટરી (Depository):

     

    અર્થ અને સમજૂતી (Meaning and Explanation) : 

    ભારતમાં કંપનીધારા અન્વયે નોંધાયેલી કંપની ડીપોઝીટરી તરીકે કામ કરી શકે છે. ડિપોઝીટરી કાયદો ઓગસ્ટ, 1996થી અમલમાં આવ્યો. ડિપોઝીટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા સેબી (SEBI) પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે.

    ડીપોઝીટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝીટરી કાયદા અને સેબી દ્વારા થાય છે.

    સમગ્ર ડિપોઝીટરી પ્રક્રિયામાં ડિમેટ ખાતું અને ડિમટીરિયલાઈઝેશન કેન્દ્ર સ્થાને છે.

    ડિપોઝટિરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું  અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. 

    ભારતમાં હાલમાં બે ડિપોઝીટરી છે : 

    (1) નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લીમિટેડ (NSDL – National

    Securities Depository Limited)

     (2) સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL Central Depository Services (India) Limited)

    ઉપરોક્ત બંને ડિપોઝીટરીઓ રોકાણકા૨/ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મેધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે. જેને ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ કહે છે. બેન્ક, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરી શકે છે.


    નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લીમિટેડ 

    (NSDL-National Securities Depository Limited):

      એન.એસ.ડી.એલ  એ કંપની ધારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે તેની નોંધણી સેબીમાં 1996 માં થઇ હતી.

    એન.એસ.ડી.એલ. ની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે.

    એન.એસ.ડી.એલ.ની સ્થાપના કંપની દ્વારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ (Board of Directors) દ્વારા થાય છે. 

     આ સંસ્થા ડિમટિરિયલાઇઝેશન, રિમટિરિયલાઇઝેશન, ઈલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવા ઓનલાઈન પૂરી પાડે છે.






    સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ

     (CDSL – Central Depository Services (India) Limited) :

    સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (સી.ડી.એસ.એલ.)ની સ્થાપના મુંબઈ શેર બજાર, અને બેંકોના સહયોગથી 1999માં કરવામાં આવી.

    સી.ડી. એસ,એલ.નો ઉદેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પુરી પાડવાનો છે.

    તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી વખતોવખત તેની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરે છે. સી.ડી.એસ.એલ. સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝીટરી સેવા પૂરી પાડે છે,

    ડિપોઝિટરી પર નોંધ: 

    • આ કાયદો august 1996 થી અમલમાં.
    • કામગીરી શરૂ કરતાં પહેલા સેબી પાસેથી નોંધણી પ્રમાણપત્ર લેવું પડે
    • DEPO ની  કામગીરીનું નિયંત્રણ સેબી દ્વારા.
    • સમગ્ર પ્રક્રિયામાં DEMAT ખાતુ DEMTRL કેન્દ્ર સ્થાને.
    • ભારતમાં અત્યારે NSDL અને CDSL બે ડિપોઝિટરી છે.
    • બંને ડિપોઝિટરી ગ્રાહકને મધ્યસ્થી દ્વારા સેવા પૂરી પાડે છે.

    ડિપોઝીટરી સેવાઓ (Depository Services) :

    (1) ડિમટિરિયાલઈઝેશન અને રિમટિરિયાલાઈઝેશન:

    રોકાણકારોની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ડિમટીરિયલાઈઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે.

    ડીમેટ ખાતામાં જામીનગીરીઓની  જાળવણી કરે છે.પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી.

    આ અર્થમાં ડિપોઝીટરી જામીનગીરીઓની  જાળવણી  કરતી બેંક  ગણાય, ડિમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારની ઇચ્છા અનુસાર રિમટિરિયલાઈઝેશન પણ કરે છે.


    (2) ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી :

    ડિપોઝીટરી સેવાને કારણે જામીનગીરીઓની ફરબદલી ઝડપથી થાય છે.કાગળ કામકાજ (Paperwork)માં ઘટાડો થયો છે.

    ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થાય છે. દા. ત., બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી (Bad Delivery).

    આ ઉપરાંત રોકાણકારને દલાલી ખર્ચ,ટપાલ ખર્ચ, કુરીયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યૂટી વગેરેમાં બચત થાય છે. ડિપોઝીટરીને કારણે ફક્ત એક શેર (Single Share)  નો પણ વેપાર થઈ શકે છે.

    (3) સોદાની ઝડપી પતાવટ : 

    ડિપોઝીટરીને કારણે સોદાની પતાવટ ઝડપી થાય છે. ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરે છે.

    (4) ગ્રાહકના ખાતામાં નોંધ : 

    રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઈલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા કરે છે.

    (5) ગીરો મુકવાની સગવડ : 

    જામીનગીરીઓ ગીરો મુકવાની અને જામીનગીરીઓ ઉપર લોન લેવાની સગવડ આપે છે.

    (6) ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ : 

    લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા કોઈ કારણોસર થોડા સમય પૂરતું ખાતું બંધ રાખવું હોય તો ખાતું તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ આપે છે. જરૂરિયાત અનુસર ખાતુ બંધ પણ કરાવી શકાય છે.

    (7) માહિતીની નોંધ અને સંગ્રહ : 

    જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારોની નોંધ ડિમટ ખાતામાં રાખે છે. માહિતી સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે મળી શકે તે રીતે સંગ્રહ કરે છે.

    (8) રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી :

     શેરબજારમાં  થતાં જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવટગૃહ (Clearing House) વચ્ચે કડી તરીકે સેવા આપે છે.

    (9) ઇન્ટરનેટ દ્વારા સેવાઓ : 

    ડિપોઝીટરી તેના ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડે છે.





     જામીનગીરીની ખરીદ-વેચાણ પ્રક્રિયા 

    (Trading Procedure of securities):

    થોડા વર્ષો પહેલા ભારતના શેર બજારોમાં શેર દલાલો નિયત સમયે શેર બજારના ફ્લોર (Floor) ઉપર ભેગા થતા. ફ્લોર પર ખુલ્લી રીતે બુમો પાડી ને (Outcry) અને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા હતા. હવે આ જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને ઑનલાઈન (Online) સ્ક્રીન આધારિત (Screen Based) ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી છે. 

     

      ભારતનાં બધાં જ શેરબજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર-ધ-કાઉન્ટર (0.T.C.) એક્સચેન્જ એ તો તેમની સ્થાપનાની શરૂઆતથી જ સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા અપનાવી છે.

    મુંબઈ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ રાષ્ટ્ર વ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત (Automated) સ્કીન આધારિત વેપાર પ્રથા દાખલ કરી છે.

    નેશનલ સ્ટોક એક્સચેન્જ સ્ક્રીન આધારિત વેપારપ્રથા(NEAT- National Exchange for Automated Trading) તરીકે અને મુંબઇ શેરબજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા(BOLT-BSE Online Trading)  તરીકે ઓળખાય છે.


    શેરબજારમા જામીનગીરીઓના ખરીદ-વેચાણની પ્રક્રિયા નીચે પ્રમાણે જણાવી શકાય.


    (1) ડિમેટ ખાતું ખોલાવવું : 

    ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ પાસે ડિમેટ ખાતું ખોલાવવું પડે છે કારણ કે ડિમેટ જામીનગીરીઓના જ ઇન્ટરનેટ ઉપર ખરીદ-વેચાણના સોદા થઈ શકે છે.

    (2) ખરીદ-વેચાણનો ઓર્ડર : 

    રોકાણકાર ગ્રાહકે જે જામીનગીરીઓનું વેચાણ કરવાનું હોય તેનો ઓર્ડર દલાલને આપવો પડે છે. 

    (i) મર્યાદિત ઓર્ડર (Limited Order)    કે જે માં ગ્રાહકો નિર્દેશ કરેલી કિંમતે ઓર્ડર નો અમલ થાય છે.

    (ii)  બજાર ઓર્ડર (Market Order)  કે જેમા જામીનગીરીના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર જે છેલ્લા ભાવ જણાવ્યા હોય અથવા બજારમાં જામીનગીરીઓની જે કિંમતે માગણી થતી હોય તે  કિમતે ઓર્ડર નો અમલ થાય છે.

    (3) ઓર્ડરનો અમલ : દલાલને ગ્રાહક પાસેથી ઓર્ડર મળે એટલે દલાલ ઓર્ડરનો અમલ કરે છે. દલાલ શેર બજારમાં ઓર્ડર  મૂકે છે. દલાલ પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી ઓનલાઈન ટ્રેડિગ દ્વારા સોદો કરી શકે છે.

    (4) કરાર નોંધ (Contract Note) : 

    ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનું ખરીદ-વેચાણ સોદો થાયપછી દલાલ તે અંગેની નોંધ જેમાં  કરે છે તેને કરાર નોંધ(Contract Note) કહે છે.

    (5) સોદાની પતાવટ : 

    જામીનગીરીઓના ખરીદ-વેચાણના સોદાની પતાવટ મુંબઈ શેર બજારમાં પતાવટ ગૃહ  દ્વારા થાય છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પતાવટ નેશનલ સિક્યોરિટીઝ  (NSCCL – National Securities Clearing Corporation Limited) નિભાવે છે. સોદો કે વેપાર થાય તેના પછીના દિવસે સોદાની પતાવટ થાય છે.

    (6) ૨કમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી :

    જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તો તે પેટે ૨કમની ચૂકવણી પે -ઈન (Pay-In)ના દિવસ પહેલાં કરવી પડે. શેરનું વેચાણ કર્યું હોય તો પે-ઇનના દિવસ પહેલાં શેરની ડિલિવરી  આપવી પડે છે. 

       પે-ઈન દિવસ એટલે એ દિવસ કે જે દિવસે વેચેલા શેર સોંપણી શેરનો વેચનાર શેર બજારને મધ્યસ્થી મારફત કરે છે. પે-આઉટ દિવસ એટલે જે દિવસે શેર ખરીદનારને શેરની સોંપણી શેર બજાર કરે છે અને શેર વેચનારને તેની રકમ ચૂકવી આપવામાં આવે છે.

    (7) સોદાની પતાવટની ગ્રાહકને જાણ : 

    જામીનગીરી ઓનાં વેચાણના સંજોગોમાં દલાલ ગ્રાહકને બેંક દ્વારા ૨કમની ચુકવણી કરશે અને જામીનગીરીઓની ખરીદીના સંજોગોમાં દલાલ ગ્રાહકના બેન્ક ખાતામાંથી ૨કમની સીધી ચુકવણી કરશે . ડિમેટ ખાતા દ્વારા ગ્રાહક ને સોદા પતાવટની જાણ કરવામાં આવે છે.

    શેરબજારમાં જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયા

    ડીમેટ ખાતું ખોલાવી ખરીદ-વેચાણ નો(મર્યાદિત બજાર) ઓર્ડર આપવો અને તેનો અમલ કરવો કરાર સોદાની પતાવટ રકમની ચુકવણી કરી સોદાની પતાવટ કરવી.

    Short: ડિમેટ ખરીદ- વે મર્યા બજા ઓર્ડર અમલ કરાર સોદા રકમ ચૂ સોદા પતા


    સેબી (SEBI- Securities and Exchange Board of India):

     

    સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ધારા, 1992 અન્વયે જાન્યુઆરી 30, 1992ના રોજ સેબી કાયદેસર  રીતે અસ્તિત્વમાં આવી. તેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે.

    જયારે તેની પ્રાદેશિક ઓફિસો કોલકત્તા, દિલ્હી અને ચેન્નાઈમાં આવેલી છે.ભારતમાં આવેલા શેરબજારોનું નિયમન કરનારી સેબી કાયદેસરની સંસ્થા છે.


    હેતુઓ (Objectives):

    (1) જામીનગીરીઓમાં રોકાણ કરનારના હિતોનું રક્ષણ કરવું.

    (2) જામિનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું.

    (3) જામીનગીરીઓના બજારનું નિયમન કરવું.


    કાર્યો( Function):

    (1) શેર બજારમા થતા ધંધાનું નિયમન : 

    સેબી શેર બજારોમાં થતો ધંધો અને શેરબજારોની કામગીરી ઉપર  નિયમન રાખે છે. 

    (2) રોકાણકારોના હિતનું રક્ષણ :

     સેબીનું મૂળભૂત કાર્ય જામીનગીરીનોમાં રોકાણ કરનારા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે.

    (૩) મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન : 

    શેર બજારમાં કાર્ય કરતા મધ્યસ્થીઓ જેવા કે મર્ચન્ટ બેંકર,શેરદલાલ, પેટાદલાલ, જામીનગીરીઓના રજીસ્ટ્રાર વગેરેની નોંધણી કરે છે 

    (4) મ્યુચુઅલ ફંડની નોંધણી અને નિયમન : 

    મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને તેમની કામગીરીનું નિયમન કરે છે. આ માટે સેબીએ ધારાધોરણો નક્કી કર્યાં છે જેનું પાલન મ્યુચુઅલ ફંડ કરે છે.

    (5) કપટયુક્ત વેપાર બંધ કરાવવો:

    શેર બજારોમાં જામીનગીરીઓમાં થતો કપટયુક્ત વેપાર બંધ થાય તે માટે જરૂરી પગલાં લે છે.

    (6) દલાલોની નોંધણી રદ કરવી : 

    જે શેર દલાલ સેબીએ નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાનું પાલન ન કરે અને સેબીને જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જાય તો તેમની નોંધણી રદ કરે છે.

    (7) કંપનીઓના જોડાણ (Merger) અને  હસ્તગત (Takeover)નું નિયમન કરવું :

    રોકાણકારોનું હિત જળવાય તે માટે કંપનીઓના જોડાણ અને હસ્તગત ઉપર નિયમન રાખે છે, નાના રોકાણકારના જોખમે કંપનીઓનું જોડાણ અને હસ્તગત ન થાય તે માટે સેબીએ માર્ગદર્શિકા બહાર પાડી છે.

    (8) જાહેર ભરેણાંના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ : 

    નવી કંપની પ્રથમ વખત મૂડી ભરણું લઈને અથવા વર્તમાન કંપની મૂડી ભરવા માટે બજારમાં આવતી હોય તો  બંને માટે અલગ-અલગ માર્ગદર્શિકા ઓ બહાર પાડી છે.

    (9) સ્વનિયમન :

    શેર બજારના મધ્યસ્થીઓ દ્વારા સ્વનિયમન થાય તે માટે સેબી પ્રયત્નશીલ રહે છે. મધ્યસ્થીઓ તેમના ધંધાદારી મંડળો તે માટે પ્રોત્સાહન આપે છે.

    (10) શેર બજારોની કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી:

    નિયમનો, નિયંત્રણો અને વિવિધ માર્ગદર્શિકાઓ દ્વારા શેર બજારની સ્થિરતા અને કાર્યક્ષમતા જાળવે છે.

    (11) ચોપડાઓની તપાસ : 

    જામીનગીરીઓ  બહાર પાડનાર કંપની, ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ અને લાભાર્થી માલિકના ચોપડાઓની જરૂર જણાય તો તપાસ કરે છે.

    (12) શેર બજારનું નિરીક્ષણ અને તપાસ :

     શેરબજાર ઉપર લાદવામાં આવેલા નિયમોનું પાલન થાય છે કે નહિ, શેર બજારની વ્યવસ્થા પદ્ધતિ અને કામગીરી સેબી કાયદા અનુસાર ચાલે છે કે નહિ તેના સંદર્ભમાં સેબી નિરીક્ષણ  અને તપાસ કરી શકે છે. જરૂર જણાય તો શેર બજારના મધ્યસ્થીઓની પૂછ-પરછ, તપાસ અને હિસાબોનું ઓડિટ કરે છે.


    (15) માર્ગદર્શિકાઓ : શેર દલાલ અને પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર, ડિબેન્ચરના ટ્રસ્ટીઓ, કંપની દ્વારા જામીનગીરીઓ પરત લેવા (Buy Back Securities) વગેરે અંગે વખતોવખત સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે.

    (14) વાર્ષિક અને સામયિક અહેવાલ મેળવવા :

    શેર બજારની કામગીરી અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવવા માટે શેર બજારો પાસેથી વિવિધ પત્રકોના  સ્વરૂપમાં અહેવાલ મેળવે છે.

    (15) સંશોધન કાર્ય :

    ઉપરોક્ત બધા જ કાર્યો  અસરકારક રીતે કરી શકાય તે હેતુથી સેબી સંશોધન કાર્ય હાથ ધરે છે.

    સેબીના કાર્યો:

    શેરબજારમાં રોકાણકારોના મધ્યસ્થીઓ ની મ્યુચ્યુઅલ ફંડની કપટયુક્ત વેપાર દલાલોની નોંધણી રદ કરવી.

    કંપનીઓનું જોડાણ જાહેર ભરણાંમાં કરી સ્વ નિયમન શેરબજારોની ચોપડાઓ ની તપાસ કરી તેનું નિરીક્ષણ કરવું પછી માર્ગદર્શિકા બહાર પાડી વાર્ષિક સામાયિક અહેવાલ મેળવવા સંશોધન કાર્ય કરવું sebi ના કાર્યો છે.

    Short: શેર બજાર રોકાણ મધ્ય મ્યુચ્યુ દલાલો કંપની જોડાણ જાહેર સ્વ શેર ચોપડા તપાસ વાર્ષિક માર્ગ સંશો સેબી કાર્યો.





  • પાઠ – 11 ગ્રાહક સુરક્ષા

    પાઠ – 11 ગ્રાહક સુરક્ષા

     

    પ્રસ્તાવના (Introduction):- 

     

     મુક્ત અર્થતંત્રમાં ગ્રાહક એ બજારનો રાજા છે. એવું પ્રસ્થાપિત થયું છે. અગાઉના અભિગમ ‘ખરીદનારે સાવધાન રહેવું’ એ હવે બદલાઈ ને ‘વેચનારે સાવધાન રહેવું ’

    એમ થઈ રહ્યો છે. સતત વધતી હરીફાઈ અને કુલ વેચાણમાં પોતાનો ભાગ વધારવા માટે વસ્તુ અને સેવાના ઉત્પાદકો અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાનો ઉપયોગ કરતાં જણાય છે. આવી પ્રથાના કારણે ગ્રાહક છેતરપીંડીનો અનુભવ કરી રહ્યું છે.

    વસ્તુ કે સેવા ખામીયુક્ત હોવાથી અસલામતી, ભેળસેળ હોવાના કારણે આરોગ્ય સાથે ચેડા, ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોને કારણે છેતરપિંડી, બનાવટી વસ્તુઓના વેચાણ દ્વારા અથવા સંગ્રહખોરી કરીને અથવા વસ્તુનું કાળાબજાર કરીને ગ્રાહકો પાસેથી વાજબી કિંમત કરતા વધુ કિંમત લેવામાં આવે છે.

    આમ, ગ્રાહકોને વેપારીઓ દ્વારા અપનાવવામાં આવતી વિવિધ અનૈતિક નીતિઓ સામે રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે.

    સૂત્રો:

    • “ગ્રાહક વાદ ની ચળવળ એ મોહક છે અને તે આપણા જીવનની રોજિંદી પ્રવૃત્તિઓ માં અનિવાર્ય છે”.

    •  “ભારતની સુપ્રીમ કોર્ટ અનુસાર ગ્રાહક સુરક્ષા કાયદો 1986 એ ગ્રાહકો અને ઉપભોક્તાઓ માટે સામાજિક આર્થિક સુરક્ષા ના ઇતિહાસમાં માર્ગ સ્તંભ સમાન છે”.

    • “આપણી પાસે સૈનિકોનાં સ્મારકો છે શહીદો ના પૂતળા છે આઝાદીના લડવૈયાઓની શક્તિઓ છે પરંતુ કોઈપણ દેશમાં ત્રાસનો ભોગ બનેલ ગરીબ અને લાચાર ગ્રાહકનું એક પણ સ્મારક નથી”.

     

    ગ્રાહક સુરક્ષા નો અર્થ , ખ્યાલ અને મહત્વ (Meaning, Concept and Importance of Consumer):

    અર્થ (Meaning) : 

    ગ્રાહક સુરક્ષા એટલે વેચાણકારો અને ઉત્પાદકોની અનૈતિક , શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાઓની સામે રક્ષણ પૂરું પાડવું.

    ખ્યાલ (Concept) : 

    ગ્રાહકો સાથે છેતરપિંડી થવાના કારણો પૈકી મહત્ત્વનું કારણ એ છે કે છેતરાયા પછી ગ્રાહક સંગઠિત અને જાગૃત નથી અથવા કાયદાકીય પગલા ભરી શકાય તેની માહિતી તેમની પાસે હોતી નથી.

    ગ્રાહક શોષણ વિશે સમજૂતિ આપો

    ગ્રાહકના થતા શોષણને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય.

    (1) શારીરિક અને માનસિક શોષણહલકી ગુણવત્તાવાળી વસ્તુ કે બનાવટી વસ્તુના વેચાણના કારણે ગ્રાહકો હતાશા કે ગુસ્સાની લાગણી અનુભવે છે. વસ્તુના ઉત્પાદનમાં વપરાતા અયોગ્ય પદાર્થોને કારણે શારીરિક નુકસાન પણ થઈ શકે છે.

    (2) આર્થિક શોષણસંગ્રહખોરી કે કાળાબજાર દ્વારા અથવા વસ્તું કે સેવાની છાપેલી વેચાણ કિંમત કરતાં વધુ કિંમત વસુલ કરીને કરવામાં આવતા વેચાણના કારણે ગ્રાહકને આર્થિક નુકસાન થાય છે.

    (3) જાહેર હિતોને નુકસાન : ઘણી બધી પેદાશોનું ઉત્પાદન કરતી વખતે તેમાં કેટલાક વપરાતા પદાર્થોને કારણે પર્યાવરણ દૂષિત થાય છે. આમ, પર્યાવરણને નુકસાન દ્વારા જાહેર હિતોને નુકસાન થાય છે.

    ગ્રાહકનો અર્થ (Meaning of Consumer) :

    ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહક એટલે ‘‘એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે છે

    ખરીદનારની પરવાનગીથી તે વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થાય છે પરંતુ પુન:વેચાણ માટે કે વ્યાપારી હેતુ ખરીદનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થતો નથી.”

    ગ્રાહક સુરક્ષાનુ મહત્ત્વ:   ( Importance of Consumer Protection) : 

    ગ્રાહક સુરક્ષા કાર્યસૂચિ વિસ્તૃત છે. કાર્ય માત્ર ગ્રાહકોને તેના હક્કો અને જવાબદારી માટે જાગૃત કરવાનું નથી પરંતુ તેમની સાચી ફરિયાદોનું યોગ્ય નિરાકરણ આવે તે પણ છે. 

    ગ્રાહક સુરક્ષાના કાર્યમાં ધંધાકીય એકમો પણ તેનું મહત્ત્વ સમજીને જોડાઈ રહ્યાં છે. ધંધાકીય એકમો પણ ગ્રાહકોને મહત્તમ સંતોષ આપી શકાય અને ગ્રાહકોને છેતરપીંડી સામે રક્ષણ આપી શકાય તે માટે નિષ્ઠાવાન પ્રયત્નો કરતા જોવા મળે છે.

    ધંધાના દષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનુ મહત્વ સમજાવો .

    (1) સમાજના સાધન-સંપત્તિનો ઉપયોગ:

    કોઈપણ  ધંધો તેની શરૂઆત અને વિકાસ માટે સમાજના સાધન  સંપત્તિનો ઉપયોગ કરે છે ત્યારે ધંધાની જવાબદારી  બને છે સમાજને એવી પેદાશો કે સેવા આપવી જોઇએ કે જે સમાજને ઉપયોગી બને અને સમાજના સાધન-સંપત્તિમાં સુખાકારીમાં વધારો કરનારા બને.

    (2) સામાજિક જવાબદારી:

    ધંધામાં હિત ધરાવતા વિવિધ જૂથો પ્રત્યે ધંધો સામાજિક જવાબદારી ધરાવે છે તે સાબિત થઈ ચૂક્યું છે. ધંધામાં આવક વેચાણ દ્વારા થાય છે; અને વેચાણ ગ્રાહકોને થાય છે. આમ ગ્રાહકો પણ ધંધામાં હિત ધરાવતા જૂથો પૈકીનું એક મહત્ત્વનું જૂથ છે. 

    (3) સમાજનો એક ભાગ :

    કોઈપણ ધંધો એ સમાજનો ભાગ છે. દરેક વેપારી અન્ય આર્થિક વ્યવહારમાં બીજા વેપારીનો ગ્રાહક બને છે. દરેક ધંધાએ પોતાના ધંધા પર ગ્રાહકોનો વિશ્વાસ વધતો રહે તેવી નીતિ અપનાવવી જોઈએ અને ગ્રાહક શોષણથી દૂર રહેવું જોઈએ.

    (4) સમાજ પર પ્રભાવ :

    ધંધાનો સમાજ પર પ્રભાવ હોય છે. જાહેરાત દ્વારા સમાજના લોકોની ટેવો, આદતો, રહેણીકરણી, વિચારધારા, ખાણીપીણીની બાબતો, કપડાં પહેરવાની રીત વગેરે ઉપર અસર ઊભી થાય છે. આ જ કારણથી સમાજના હિતો માટે ધંધાની નીતિ યોગ્ય રાખવી તેવી નૈતિક જવાબદારી પૂરવાર થાય છે.

    (5) ગ્રાહકોના રક્ષણમાં ધંધાનું હિત :

    ધંધાકીય એકમો ગ્રાહકના હિતોના રક્ષણને પોતાના ધંધાકીય હિતોને પાર પાડવા માટે આવશ્યક ગણતા થયા છે. સ્પર્ધાત્મક બજારની મૂળભૂત શરત એ છે કે ધંધાએ  ગ્રાહકો સુધી પહોંચવું, તેમની ઈચ્છા કે જરૂરિયાતને જાણી તે અનુસાર ઉત્પાદન કરવું.

    (6)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા :

    ગાંધીજી ના વાલીપણા (Trusteeship)ના સિદ્ધાંત મુજબ જેને જે સંપત્તિ આપી છે તેનો ઉપયોગ તેમણે સમાજની વ્યક્તિઓ માટે કરવો જોઈએ.

    ગ્રાહકો માટે ગાંધીજી કહે છે કે “ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. એ આપણો (ધંધાર્થીઓ) પર આધારિત નથી,પરંતુ આપણે તેના પર આધારિત છીએ, એ આપણા કાર્યમાં દાખલ કરતો નથી પરંતુ એ આપણા કાર્યનો હેતુ છે.

    એ આપણા ધંધાની બહારનો માણસ નથી પરંતુ એ ધંધાનો ભાગ જ છે. આપણે તેને જોઈતી વસ્તુ આપીને ત૨ફેણ નથી કરતા પરંતુ તે આપણને તેમ કરવાની તક આપીને આપણી તરફેણ કરે છે.”

    ગ્રાહક સુરક્ષા નુ મહત્વ: GR (ગ્રાહક)

    (અતિ સરળ અને ટૂંકમાં)

    સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ સામાજિક સમાજનો એક ભાગ છે સમાજ પર ગ્રાહકોના રક્ષણમાં trusteeship નો સિદ્ધાંત G.R. નુ મહત્વ છે.

    Short: સમા સંપતિ સામા જવા સમા ભાગ સમા પર પ્રભા ગ્રાહકો ટ્રસ્ટી  G.R. નું મહત્વ છે.


    ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો

    (1) ગ્રાહકોનુ વ્યાપક શોષણ ; 

    ધંધાકીય એકમો અસુરક્ષિત પેદાશો, ભેળસેળ, ખોટી અને ગેરમાર્ગે દોરે તેવી જાહેરખબરો, કાળાબજાર, સંગ્રહખોરી જેવી અનૈતિક અને શોષણયુક્ત નીતિઓ દ્વારા ગ્રાહકોનું શોષણ કરી વધુ નફો મેળવવા માટે પ્રયત્ન કરતા જોવા મળે છે. ધંધાકીય એકમની આવી ખોટી અને ગેરવાજબી નીતિની સામે ગ્રાહકોને સુરક્ષા આપવી અત્યંત જરૂરી બને છે


    (2) ગ્રાહકોને માહિતીનો અભાવ : 

    ગ્રાહકોને પોતાના હક્ક અને કાયદા દ્વારા મળતી રાહતો વિશે જાણકારી નથી અથવા જાણે છે પરંતુ આવા પગલાં ભરતા અચકાય છે કારણ કે તેઓ આ અંગેની કાયદાકીય પ્રક્રિયા વિશે પૂરતી માહિતી ધરાવતા નથી અથવા ખોટી માહિતી ધરાવે છે.

    ગ્રાહકોને પોતાના હક્કો અંગે જાગૃત કરવા અત્યંત જરૂરી છે

    (3) બિન-સંગઠિત ગ્રાહકો : 

    એક વ્યક્તિ તરીકે ગ્રાહક નબળો પૂરવાર થઈ શકે પરંતુ ઘણા બધા ગ્રાહકો સંગઠિત થઈને પોતાના ગ્રાહક સુરક્ષા એકમ દ્વારા પોતાના હિતનું રક્ષણ ખૂબ સારી રીતે કરી શકે છે. ભારતમાં પણ આવી ગ્રાહક સુરક્ષા માટેની સંસ્થા કાર્ય કરતી થઈ છે. 


    ગ્રાહક સુરક્ષા કાયદો-1986 –

    ગ્રાહક સુરક્ષા માટે લેવાયેલા વિવિધ પગલાઓમાં ગ્રાહક સુરક્ષા કાયદો એ સૌથી વધુ મહત્વ ધરાવતું પગલું છે. આ કાયદાનો મુખ્ય હેતુ ગ્રાહકોના હિતોને સુરક્ષિત બનાવી તેમના અધિકારોનું રક્ષણ કરવાનો છે.

    ગ્રાહક સુરક્ષાનો અર્થ 

    વેપારીઓ અને ઉત્પાદકો દ્વારા મહત્તમ નફો મેળવવાની લાલચમાં વિવિધ તરકીબ અજમાવીને જે શોષણ કરવામાં આવે છે તેના વિરોધમાં વિવિધ પગલા દ્વારા ગ્રાહકોના હિતને જાળવવાના કાર્યને ગ્રાહક સુરક્ષા કહે છે.

    ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકના અધિકારો 

     ગ્રાહકના અધિકારો : 

    દરેક ગ્રાહકને યોગ્ય અધિકાર મળવા જોઈએ કે જેથી તેનું શોષણ સામે રક્ષણ કરી શકાય. ગ્રાહક સુરક્ષા ધારામાં પણ ગ્રાહકોને કુલ 6 અધિકારો આપવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષાના કાયદા હેઠળ નિમાયેલા ગ્રાહક ફોરમ ગ્રાહકોના અધિકારોને પ્રોત્સાહન પૂરું પાડે છે અને રક્ષણ પણ આપે છે.

    (1) સુરક્ષા  : 

    ગ્રાહક સુરક્ષાનો અધિકાર એટલે ગ્રાહક આરોગ્યને જોખમકારક હોય તેવી ચીજવસ્તુ કે સેવા સામે .દા. ત. હલકી ગુણવત્તાવાળા વીજળી ઉપકરણો ગંભીર ઇજા પહોંચાડી શકે છે. તેથી આવા  ઉપકરણો વાપરવા જોઈએ નહી. પ્રમાણિત કરેલા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો વાપરવા જોઈએ જેથી ગ્રાહકની સુરક્ષા સચવાય.

    (2) જાણકારી  : ગ્રાહક જે વસ્તુ કે સેવા ખરીદવા માંગતો હોય તેની બધી જ માહિતી ગ્રાહકને મળવી જોઈએ જેવી કે તેના ઘટકો, ઉત્પાદનની તારીખ, ઉપયોગ કરવાની રીત, કિંમત, જથ્થો, શુદ્ધતા, ગુણવત્તા વગેરે.


    (3) પસંદગી  : દરેક ગ્રાહકને પસંદગીનો અધિકાર છે એટલે વિવિધ વસ્તુઓ કે સેવામાંથી પસંદગી કરીને હરીફાઈયુક્ત કિમતે ખરીદવાની સ્વતંત્રતા છે. ગ્રાહકને તેની પસંદગીની વસ્તુઓ કે સેવા યોગ્ય કિમતે, યોગ્ય જથ્થામાં, યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે મળવી જોઈએ. 

    દા. ત., દ્વિચક્રી વાહનોની શ્રેણીમાં વિશાળ પસંદગી ગ્રાહકોને મળે છે અને આ પૈકી મોટરસાયકલ ખરીદવી હોય તો એન્જિનનો પાવર, દેખાવ, રંગ વિગેરે દ્વારા પસંદગીનો અવકાશ મળે છે.


    (4) રજૂઆત :  જો ગ્રાહકોને વસ્તું કે સેવાના વપરાશથી અસંતોષ જણાય તો તે માટે ફરિયાદ કરવાનો અધિકાર છે. આ અધિકારના કારણે ઘણાં બધાં ધંધાકીય એકમોએ પોતે જ પોતાના ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ખાસ વિભાગ સ્થાપ્યો છે. 


    (5) નિવારણ  : 

    જો વસ્તુ કે સેવા ગ્રાહકને આપવામાં આવેલી ખાત્રી કરતાં ઉતરતી કક્ષાની હોય તો ગ્રાહકોને તે માટે યોગ્ય રાહત મળવી જોઈએ. ગ્રાહક સુરક્ષા ધારામાં ગ્રાહકોને ઘણી બધી રાહતો મળી શકે છે. જેવી કે વસ્તુની કે સેવા પુનઃ બદલી, વસ્તુ કે  સેવાની ખામી દૂર કરવી, ગ્રાહકોને જો કોઈ હાનિ કે નુકસાન થયું હોય તો તે માટે વળતર વગેરે. 


    (6) ગ્રાહક શિક્ષણ  :

    ગ્રાહકને યોગ્ય જથ્થામાં, યોગ્ય ગુણવત્તાવાળી, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે અને વાજબી કિંમતે વસ્તુ મળે તેમજ આ બધી બાબતોની ખાતરી કરી શકે તે માટે જરૂરી યોગ્ય શિક્ષણ મેળવવાનો તેનો અધિકાર છે.

    ઘણા બધા ધંધાકીય એકમો અને ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલી સંસ્થાઓ, ગ્રાહકોને તેમના અધિકારોનું શિક્ષણ આપવા માટે સક્રિય ભાગ ભજવે છે.

    આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘે બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર ગ્રાહકોને બે વધારાના અધિકાર મળે તેવી ત૨ફેણ કરી છે. (i) પ્રાથમિક જરૂરિયાતો (ii) આરોગ્યપ્રદ વાતાવરણ.

    ગ્રાહકોના અધિકારો: GR (ગ્રાહક) ADH (અધિકાર):

    (અતિ સરળ અને ટૂંકમાં) 

    દરેક ગ્રાહકે પોતાની સુરક્ષાની જાણકારી રાખવી તેમજ પસંદગી અને રજૂઆત કરીને નિવારણ ગ્રાહક સુરક્ષા દ્વારા કરવું. GR ના ADH છે.

    Short: સુર જાણ પસંદ રજુ નિવા ગ્રાશિ GR ના ADH છે.

    ગ્રાહકની જવાબદારીઓ સમજાવો

    ગ્રાહકે  અધિકારો ભોગવતા પોતાની જવાબદારી અચૂકપણે નિભાવવી પડે છે. દરેક ગ્રાહકે વસ્તુ કે સેવાની ખરીદી વ૫રાશ અને વપરાશ બાદની તેની જવાબદારીઓ પ્રત્યે સભાન હોવું જરૂરી છે.

    (1) અધિકારોનો સભાનપણે ઉપયોગ :

    ગ્રાહકને ઘણા બધા અધિકારો કાયદા દ્વારા આપવામાં આવ્યા છે અને બધા અધિકારોનો ઉપયોગ માટે પૂરતી જાણકારી હોવી અત્યંત જરૂરી છે.

    (2) ખોટી જાહેરાતોથી સાવધાન : 

    ઘણી વખત ઉત્પાદકો કે વિતરકો વસ્તુ કે સેવાના વધુ વેચાણ માટે જાહેરાતમાં ખોટા દાવા કરે છે અથવા ખોટી એને ગેરમાર્ગે દોરતી માહિતી ગ્રાહકોને આપે છે. દા. ત., અમુક  ઉત્પાદનોનું સેવન કરવાથી ગ્રાહકની ઊંચાઈમાં વધારો થશે કે અમુક પ્રકારના પીણાં પીવાથી શરીરમાં તાત્કાલિક શક્તિનો સંચાર થશે વગેરે.

    ગ્રાહકે ખરીદીનો નિર્ણય કરતી વખતે આવી ગેરમાર્ગે દોરનારી જાહેરાતોને અવગણવી જોઈએ અને અન્ય ઉત્પાદકોની વસ્તુઓ કે સેવાની સરખામણી કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

    (3) ખરીદી વખતે સાવધાની :

    ‘ખરીદનારે સાવધાન રહેવું’ એ સૂત્રને પણ યાદ રાખવું પડે. ખરીદી વખતે ગ્રાહકે વેચાણકર્તા કે ઉત્પાદકના ખોટા પ્રલોભનથી દોરવાઈને ખરીદી કરવી જોઈએ નહીં. ગ્રાહકે વસ્તુ કે સેવાની ખરીદી સમયે યોગ્ય અને જરૂરી માહિતીનો આગ્રહ રાખવો જોઈએ.

    જેવી કે ઉત્પાદકનું નામ અને સરનામું, ગુણવત્તા, જથ્થો, ઉપયોગ માટેની રીત, ઉપયોગ માટેની છેલ્લી તારીખ, ઉત્પાદનના ઘટકો, ઉત્પાદનની તારીખ, વજન, ગેરંટી અથવા વોરંટીનો સમયગાળો તથા તેની શરતો વગેરે.


    (4) બિલ માટે આગ્રહ :

    જ્યારે ગ્રાહક કોઇપણ વસ્તું કે સેવા ખરીદે ત્યારે તો વેચાણકર્તા પાસેથી યોગ્ય બિલ મેળવી લેવું જોઈએ, ખરીદેલી વસ્તુ કે સેવા જો નુકસાનવાળી કે આપેલા વચનથી ઉતરતી કક્ષાની હોય કે ગ્રાહકના અધિકારોનો ભંગ કરતી હોય અને તે માટે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરવી હોય તો ખરીદીના પુરાવા તરીકે  બિલ રજૂ કરવું ફરજીયાત છે. દરેક વેચાણકર્તા વેચાણ સમયે ખરીદનારને બિલ આપવા માટે કાયદાથી બંધાયેલા છે.


    (5) ગુણવત્તા માટે વિશેષ આગ્રહ : 

    ઉતરતી કક્ષાની વસ્તુઓ કે સેવાઓ, ભેળસેળની સમસ્યા, બનાવટી વસ્તુની સમસ્યા વગેરેનો કાયમી ઉકેલ એટલે ગ્રાહકનો ગુણવત્તા માટેનો વિશેષ આગ્રહ. વસ્તુ કે સેવાની ખરીદી વખતે ગુણવત્તાનું પ્રમાણપત્ર કે ચોક્કસ ગુણવત્તાની ખાત્રી આપતા પ્રમાણિત ચિહ્ન છે કે નહીં તેની ખાત્રી કરવી જોઇએ.

    (6) સાચી ફરીયાદની નોંધણી : 

    વસ્તુ કે સેવાની ખરીદી બાદ ગ્રાહકોના અધિકારો પૈકી કોઈ હક કે હકોનો ભંગ થયો હોય તો ગ્રાહકે ફરિયાદની નોંધણી યોગ્ય કક્ષાના તંત્ર સમક્ષ કરવી જોઈએ.

    ઘણી વખત ગ્રાહક નાની બાબતો માટે વેચાણકર્તા સામે ફરિયાદ ન કરવાનું વલણ દાખવે છે જે વાજબી નથી. ગ્રાહકના આવા વર્તનને કારણે વેચાણકર્તા શોષણની પ્રવૃત્તિ ચાલુ રાખે છે. તે સાથે ગ્રાહકો તેમને કાયદા દ્વારા મળેલા અધિકારોનો દુરુપયોગ કરીને તેમને થયેલા ઓછા નુકસાન માટે ખૂબ મોટી રકમના વળતરની ફરિયાદ નોંધાવી તે પણ યોગ્ય નથી.


    (7) ગ્રાહકવાદનો ફેલાવો :

    ગ્રાહકોની સંગઠિત ચળવળ એટલે ગ્રાહકવાદ.દરેક ગ્રાહકે સુરક્ષા સમિતિની સ્થાપના અને સંચાલનમાં સક્રિય ભાગ લેવો જોઈએ અને ગ્રાહકોમાં અધિકારોની જાગૃતિ લાવવા; હિતોની જાળવણી કરવા અને જરૂરી જ્ઞાન તેમને મળે તેવી વ્યવસ્થામાં ભાગીદાર બનવું જોઈએ.


    (8) પર્યાવરણનું જતન :

    દરેક ગ્રાહકે પર્યાવરણ જાળવણીનું મહત્વનું કાર્ય કરવું જોઈએ. વસ્તુના ઉપયોગ પછી તેના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ અને ગંદકી ન ફેલાવવી જોઈએ, તે તેની પ્રાથમિક જવાબદારી છે.


    (9) નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવું નહીં : 

    જયારે ગ્રાહક વસ્તુ કે સેવાની ખરીદી કરે ત્યારે તેણે કાયદાકીય બાબતોનો આગ્રહ રાખવો જોઈએ, કાળાબજાર, સંગ્રહખોરી વગેરેને ઉત્તેજન આપે તેવી કોઈ પણ પ્રવૃત્તિમાં  જોડાવું જોઈએ નહિ.

    આમ, આ બધી જવાબદારીઓ ગ્રાહક નિભાવે તે ગ્રાહકોના અધિકારો ભોગવવા માટેની પ્રથમ શરત છે.

     ગ્રાહકોની જવાબદારી: (અતિ સરળ અને ટૂંકમાં)

    અધિકારોનો સભાન ઉપયોગ ખોટી AD થી અને ખરીદી વખતે સાવધાની બિલ અને ગુણવત્તા માટે આગ્રહ સાચી ફરિયાદ ગ્રાહક વાદ પર્યાવરણનું નીતિમતા GR ની જવાબદારી છે.

    Short: અધિકારો ખોટી ખરીદી બિલ ગુણવત્તા સાથે ગ્રાહક કર્યા નીતિ જીઆર ની જવાબદારી.

    ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ સંસ્થાઓ :

    ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ત્રિસ્તરીય તંત્રની રચના કરવામાં આવી છે. આ ત્રણ સ્તર એટલે જિલ્લા  કક્ષાનું સ્તર, રાજ્ય કક્ષાનુ સ્તર અને રાષ્ટ્રીય કક્ષાનું સ્તર.ગ્રાહક એટલે સામાન્ય પરિભાષામાં એવી વ્યક્તિ કે જે વસ્તુનો ઉપયોગ કે વપરાશ કરે છે અથવા સેવા મેળવે છે.

    જિલ્લા કક્ષાનું ફોરમ  : 

    • આ પ્રાથમિક સ્તર છે. દેશના દરેક જિલ્લામાં આ ફોરમની  સ્થાપના જે તે રાજ્ય સરકાર કરે છે. પ્રમુખની સાથે અન્ય બે વ્યક્તિ એમ ઓછામાં ઓછી કુલ ત્રણ વ્યક્તિની નિમણુંક રાજય સરકાર દ્વારા થાય છે.
    • પ્રમુખ તરીકે ન્યાયતંત્ર અનુભવી વ્યક્તિની નિમણૂંક થાય છે. આ રીતે નિમણૂંક પામતી વ્યક્તિઓમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા હોય છે.
    • જે વસ્તુ કે સેવાને માટે તકરાર છે તેની કિંમત અને માગેલ વળતરની રકમ  20 લાખ સુધીની હોય તો તેનો નિકાલ જિલ્લા કક્ષાએ થાય છે. 
    • ફરિયાદ મળ્યા પછી જિલ્લા ફોરમ આ ફરિયાદ જે વ્યક્તિ કે પક્ષકાર સામે થઈ છે તેને મોકલે છે.
    • જરૂરિયાત જણાય તો જિલ્લા ફોરમ વસ્તુ કે તેના નમૂના પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલે છે.
    • જિલ્લા ફોરમ બંને પક્ષકારોને સાંભળીને, જરૂરિયાત મુજબ પ્રયોગશાળાના પરીક્ષણ અહેવાલને ધ્યાનમાં રાખીને તકરાર નિવારણ કરે છે.
    • જો જિલ્લા ફોરમના હુકમથી કોઈપણ પક્ષકારને સંતોષ ન થાય તો હુકમ થયાથી 30 દિવસમાં ફરિયાદ પુનઃ વિચારણા માટે રાજય કક્ષાના સ્તરમાં લઈ જઈ શકે છે.

     રાજ્ય કક્ષાનું આયોગ  :

    • દેશના દરેક રાજ્યમાં આ આયોગની સ્થાપના કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
    • પ્રમુખ સાથે અન્ય બે વ્યક્તિઓ, એમ ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિની નિમણુંક આ આયોગમાં થાય છે.
    • પ્રમુખ તરીકે ન્યાયતંત્રની અનુભવી વ્યક્તિની નિમણૂંક થાય છે, આ રીતે નિમણૂક પામતી વ્યક્તિઓમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા હોય છે.
    • જે વસ્તુ કે સેવાના માટે તકરાર છે તેની કિંમત અને માંગેલ વળતરની રકમ રૂપિયા વીસ લાખ થી વધુ પરંતુ એક કરોડ સુધી હોય તો તેનો નિકાલ રાજય કક્ષાના આયોગ દ્વારા થાય છે.
    • જીલ્લા ફોરમમાં થયેલા હુકમ સામે કોઈ પક્ષકારને  વાંધો હોય તો તેવા દાવા પણ રાજ્ય કક્ષાના આયોગ સમક્ષ થઈ શકે છે.
    • ફરિયાદ મળ્યા પછી રાજ્ય કક્ષાનું આયોગ આ ફરિયાદ જે વ્યક્તિ  કે પક્ષકાર સામે થઈ છે તેને મોકલે છે.
    • રાજય કક્ષાના આયોગ બન્ને પક્ષકારોને સાંભળીને, જરૂરિયાત મુજબ પ્રયોગશાળાના પરીક્ષણ અહેવાલને ધ્યાનમાં રાખીને તકરાર નિવારણ કરે છે.

    જો રાજ્ય કક્ષાના આયોગના હુકમથી કોઇ પણ પક્ષકારને સંતોષ ન થાય તો તે ફરીયાદ હુકમ થયાના 30 દિવસની અંદર પુન: વિચારણા માટે રાષ્ટ્રીય કક્ષાના આયોગ સમક્ષ કરી શકે છે.


    રાષ્ટ્રીય કક્ષાનું આયોગ  : 

    • આ આયોગની સ્થાપના કરવાની જવાબદારી  કેન્દ્ર સરકારની છે.
    • પ્રમુખની સાથે અન્ય ઓછામાં ઓછી ચાર વ્યક્તિતઓ, એમ ઓછામાં ઓછી પાંચ વ્યક્તિની નિમણુંક થાય છે.
    • પ્રમુખ તરીકે સુપ્રીમ કોર્ટના પ્રવર્તમાન અથવા નિવૃત્ત ન્યાયમૂર્તિની નિમણુક થાય છે.
    • આ ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ પૈકી ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા હોય છે.
    • જે વસ્તુ કે સેવાના માટે તકરાર છે તેની કિંમત અને માગેલ વળતરની રકમ રૂપિયા એક કરોડથી વધતી હોય તો જ તેનો નિકાલ રાષ્ટ્રીય કક્ષાના આયોગ દ્વારા થાય છે. 
    • રાજ્યકક્ષાના આયોગે કરેલા હુકમ સામે કોઈ પક્ષકારને વાંધો હોય તો તેવા દાવા પણ રાષ્ટ્રીય કક્ષાનો આયોગ સમક્ષ થઈ શકે છે.
    • ફરિયાદ મળ્યા પછી રાષ્ટ્રીય કક્ષાનું આયોગ આ ફરિયાદ જે  વ્યક્તિ કે પક્ષકાર સામે થઈ છે તેને મોકલે છે.
    • રાષ્ટ્રીય કક્ષાનું આયોગ જેણે ફરિયાદ કરી છે તેને, જેની સામે  ફરિયાદ થઈ છે તે પક્ષકારને સાંભળીને, જરૂરિયાત મુજબ પ્રયોગશાળાના પરીક્ષણ અહેવાલને ધ્યાનમાં રાખીને તકરાર નિવારણ કરે છે.
    • રાષ્ટ્રીય કક્ષાના આયોગ દ્વારા આપેલા હુકમથી કોઈપણ પક્ષકારને સંતોષ ન હોય તો તે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ પુનઃવિચારણા માટે દાખલ કરી શકે છે.

    આનો સીધો અર્થ એવો થયો કે જિલ્લા ફોરમના હુકમથી કોઈ પક્ષકારને અસંતોષ હોય તો રાજ્ય કક્ષાના આયોગ સમક્ષ જઈ શકાય, રાજ્ય કક્ષાના આયોગના હુકમ સામે અસંતોષ હોય તો રાષ્ટ્રીય કક્ષાના આયોગ સમક્ષ જઈ શકાય અને રાષ્ટ્રીય કક્ષાના આયોગના હુકમ સામે અસંતોષ હોય તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય.

    ગ્રાહક સુરક્ષા માટે ત્રિસ્તરીય તકરાર નિવારણ વ્યવસ્થા: (અતિ સરળ અને ટૂંકમાં)

    જિલ્લા કક્ષાનું ફોરમ: રાજ્ય સરકાર

    • પ્રમુખની સાથે ત્રણ વ્યક્તિઓ
    •  ન્યાયતંત્રની અનુભવી વ્યક્તિ
    •  ઓછામાં ઓછી એક મહિલા
    •  વળતરની રકમ લાખ સુધી 
    • ફરિયાદ જિલ્લા ફોરમમાં  જે વ્યક્તિ સામે થઈ હોય તેને મોકલે.
    • જિલ્લા ફોરમ પ્રયોગશાળાના પરીક્ષણને ધ્યાનમાં લઇ તકરાર નિવારણ કરે
    •  પક્ષકારને સંતોષ ન થાય તો ૩૦ દિવસમાં પુનઃવિચાર માટે રાજ્ય કક્ષાએ જાય.

    રાજ્યકક્ષા આયોગ -રાજ્ય સરકાર

    • પ્રમુખ સાથે બે વ્યક્તિ જેમાં  ન્યાયતંત્રની અનુભવી 
    • ઓછામાં ઓછી એક મહિલા
    • વળતરની રકમ ૨૦ લાખથી એક કરોડ 
    • જિલ્લા ફોરમ સામે વાંધો હોય તેવા દાવા અહીં રજુ થાય 
    • ફરિયાદ રાજ્ય ફોરમ માં જે વ્યક્તિ સામે થઈ હોય તેને મોકલે 
    • રાજ્ય ફોરમ પ્રયોગશાળાના પરીક્ષણને ધ્યાનમાં લઇ તકરાર નિવારણ કરે.
    •  પક્ષકારને સંતોષ ન થાય તો ૩૦ દિવસમાં રાષ્ટ્રકક્ષાએ.

    રાષ્ટ્રીય કક્ષા આયોગ-  કેન્દ્ર સરકારની જવાબદારી.

    • પ્રમુખ સાથે ચાર વ્યક્તિઓ કુલ પાંચ ઓછામાં ઓછી એક મહિલા
    • પ્રમુખ તરીકે સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા નિવૃત્ત ન્યાયમૂર્તિ
    • વળતરની રકમ એક કરોડથી વધુ. 
    • રાજ્યકક્ષાના આયોગ સામે વાંધો હોય તો એવા દાવા આ કક્ષા પાસે થાય.
    • ફરિયાદ જે વ્યક્તિ સામે થઈ હોય તેને મોકલે છે.
    • રાષ્ટ્રીય કક્ષા આયોગ પ્રયોગશાળાના પરીક્ષણ અહેવાલ ને ધ્યાનમાં લઈને તકરાર નિવારણ કરે છે.

    જો સંતોષ ન થાય તો સુપ્રીમ કોર્ટમાં પુનઃ વિચારણા  માટે જઈ શકાય.

    ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકને મળવાપાત્ર રાહતો:-

    જો ગ્રાહક અદાલત ફરિયાદ સ્વીકારે તો ફરિયાદીની તરફેણમાં નીચે દર્શાવેલી રોહતો પૈકી એક અથવા એક કરતાં વધુનો લાભ આપી શકે છે 

    (1) વસ્તુમાં કે સેવામાં રહેલી ખામીને દૂર કરવા હુકમ કરી શકે છે.

    (2) વસ્તુ કે સેવા માટે ચૂકવાયેલી રકમ પરત કરવા આદેશ કરી શકે છે.

    (3) ખામીયુક્ત વસ્તુને ખામીરહિત નવી વસ્તુથી બદલાવી શકે છે.

    (4) સામેના પક્ષની બેદરકારીન કારણે ગ્રાહકને થયેલ નુકસાન કે ઇજા માટે વાજબી વળતર અપાવી શકે છે.

    (5) યોગ્ય સંજોગોમાં શિક્ષાત્મક નુકસાની ચૂકવવા ફરજ પાડી શકે છે.

    (6) અયોગ્ય અને પ્રતિબંધક વેપાર નીતિ થતી હોય તો તે બંધ કરાવી શકે અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તનનું ન કરવાનો હુકમ કરી શકે છે.

    (7) જોખમી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ રોકી શકે છે.

    (8) જોખમી વસ્તુઓ વેચાણ માટે રજૂ થતી રોકી શકે છે.

    (9) ખામીયુક્ત વસ્તુ કે ઉણપ ધરાવતી સેવા આપવામાં આવી હોય તો કુલ વેચાણના ઓછામાં ઓછી 5% રકમ ગ્રાહક સુરક્ષા ભંડોળમાં અથવા અન્ય સંસ્થા કે વ્યક્તિને કોઈ ચોક્કસ હેતુના ઉપયોગ માટે વાપરવાની શરતે  ચૂકવવા હુકમ કરી શકે છે.

    (10) ગેરમાર્ગે દોરતા જાહેરાતની અસર નાબુદ કરવા સુધારાત્મક જાહેરાતની ફરજ પાડી શકે છે.

    (11) પક્ષકારને વાજબી ખર્ચ ચૂકવવા હુકમ કરી શકે છે.

    ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોને મળતી રાહતો: (અતિ સરળ અને ટૂંકમાં)

    • વસ્તુ કે સેવા માં રહેલી ખામી દૂર કરવી 
    • ચૂકવાયેલી રકમ પરત કરવી
    •  ખામીયુક્ત વસ્તુઓને બદલાવવી 
    • બેદરકારીથી થયેલ નુકસાન કે ઇજા સામે વળતર
    •  શિક્ષાત્મક નુકસાન ચૂકવવા ફરજ 
    • જોખમી વસ્તુનું ઉત્પાદન વેચાણ અટકાવવું 
    • 5% રકમ ગ્રાહક સુરક્ષા કે અન્ય સંસ્થાને ચૂકવવી 
    • ગેરમાર્ગે દોરતી જાહેરાત ને બદલે સુધારાત્મક જાહેરાત 
    • પક્ષકારને વાજબી ખર્ચ ચૂકવવાનો હુકમ.


    ગ્રાહક જાગૃતિ કેવી રીતે આવી શકે?:- 

    ગ્રાહક જાગૃતિ માટે ગ્રાહક પોતે, ઔદ્યોગિક એકમો, સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ બધા સાથે મળીને કામ કરે રહ્યા છે. મોટાભાગના ગ્રાહકોને તેમના અધિકાર અને જવાબદારી વિષે જ્ઞાન નથી અને જો ગ્રાહકનું શોષણ થાય તો તે માટે કેવી રીતે કાર્યવાહી કરી શકાય તે અંગેની સમજ નથી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ દર વર્ષે 15મી માર્ચના દિવસને ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

    (1) લોક અદાલત :

    ઘણાં બધાં ઔદ્યોગિક એકમો પોતાના ગ્રાહકોને વાજબી ફરિયાદના નિરાકરણ માટે લોક અદાલત યોજે છે. આ અદાલતમાં ગ્રાહક પોતાની રજૂઆત કરે છે અને મોટાભાગે સ્થળ ઉપર જ  ફરિયાદનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

    લોક અદાલત દ્વારા ગ્રાહકોની ફરિયાદનું નિરાકરણ ઝડપી, ઓછા ખર્ચે અને અસરકારક હોય છે. દા.ત., ભારત સંચાર નિગમ લિમિટેડ ગ્રાહકો માટે લોક અદાલતનું આયોજન કરે છે.

    (2) જાહેર હિતની અરજી  :

    દરેક વ્યક્તિ પોતે અદાલત સમક્ષ  પોતાની ફરિયાદ રજૂ કરવા જેટલું સક્ષમ નથી અથવા આર્થિક કે સમયનો અભાવ જેવાં કારણો પણ જવાબદાર છે.

    કેટલીક બાબતો કોઈ વ્યક્તિને કે વ્યક્તિના સમૂહ કરતાં સમગ્ર સમાજને અસરકર્તા હોય છે.

    જે વ્યક્તિ કે  સમૂહને નુકશાન થતું હોય તે અથવા કોઈપણ વ્યક્તિ સામાન્ય કાગળ ઉપર એક અરજી સીધેસીધી જે તે રાજ્યની વડી અદાલત (હાઇ કોર્ટ)ને અથવા સર્વોચ્ચ અદાલત (સુપ્રિમ કોર્ટ)ને કરી શકે છે. કોર્ટ અરજી વાંચીને યોગ્ય લાગે તો કેસ તરીકે દાખલ કરીને તેના પક્ષકારોને હાજર કરી સુનાવણી કરે છે અને તે અરજી પર  પોતાનો ચુકાદો આપે છે.


    (3) પર્યાવરણ અને સુસંગત પેદાશો  :

    જે ઔધોગિક એકમો ઓછામાં ઓછું પ્રદુષણ કરીને ઉત્પાદન કરે છે તેમને ભારત સરકારનું પર્યાવરણ ખાતું ‘ઈકો માર્ક’ વાપરવાની મંજૂરી આપે છે. ગ્રાહકો ‘ઇકોમાર્ક’ ની પેદાશોનો ઉપયોગ કરશે જેથી જે ઉદ્યોગો પર્યાવરણનું જતન કરે છે તેમને મદદ થાય છે.

    ગ્રાહક સંગઠનો અને બિનસરકારી સંસ્થાઓની ભૂમિકા :-

     

       ગ્રાહકોના હિતોની જાળવણી અને રક્ષણ માટે ભારતમાં ઘણા બધા ગ્રાહક  સંગઠનો અને બિનસરકારી સંસ્થાઓ (Non Government Organisations : NGOS) કાર્યરત છે.

    નફો નહીં કરવાના હેતુથી સ્થપાયેલી બિનસરકારી સંસ્થાઓ જાહેર સુખાકારી માટે કામ કરે છે.

    તેમનું પોતાનું અલગ બંધારણ હોય છે. તે સરકારી દખલગીરીથી મુક્ત રહી શકે છે. ગ્રાહકોના હિતાની જાણવણી અને રક્ષણનું કાર્ય કરે છે. આ સંસ્થાના નીચે પ્રમાણે નાં કાર્યો છે :

    (1) સેમિનાર, વાર્તાલાપ અને તાલીમ શિબિર દ્વારા સામાન્ય લોકોને ગ્રાહક અધિકારો માટે શિક્ષિત કરવામાં આવે છે.

    (2) ગ્રાહકોની મુશ્કેલી, કાયદાકીય જાણકારી, મળવાપાત્ર રાહતો અને અન્ય ગ્રાહક હિત ધરાવતી માહિતીની જાણકારી માટે સામયિક, પત્રિકા, પુસ્તકો વિગેરેનું પ્રકાશન કરાય છે.

    (3) બજારમાં ઉપલબ્ધ અને એકબીજા સાથે હરીફાઈ કરતી બ્રાન્ડના સંબંધિત ગુણોની તુલના અધિકૃત પ્રયોગશાળામાં પરીક્ષણ અને તેના પરિણામો ગ્રાહકોને જાણેકારીમાં લાવવામાં આવે છે. 

    (4) ગ્રાહકોને કાયદાકીય કાર્યવાહી કરવા માટે સહાય આપવી, કાયદાકીય માહિતી આપવી વગેરે.

    (5) વેચાણકર્તાઓની અનૈતિક શોષણયુક્ત અને ગેરવાજબી વેચાણનીતિ સામે ગ્રાહકોને સખત વિરોધ કરવા માટે જરૂરી મદદ કરવામાં આવે છે.

    (6) સામાન્ય ગ્રહકોના હિતોનું રક્ષણ કરવા માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરાય છે.

    (7) કોઈ ગ્રાહક  તેની ફરિયાદ ગ્રાહક અદાલતમાં કરવા માગતો હોય તો તેને જરૂરી બધા જ પ્રકારની મદદ કરાય છે.

    (8) ગ્રાહક સંતોષ અને તેને લગતી માહિતીનું એકત્રીકરણ અને પ્રકાશન કરવામાં આવે છે.

    (9) ગ્રાહક શિક્ષણ માટે ફિલ્મો કે માહિતી બહાર પાડવામાં આવે છે.

    (10) સ્કુલ-કોલેજમાં ગ્રાહક શિક્ષણના કાર્યક્રમો યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાની કેળવણી આપવામાં અાવે છે.

    (11) ખોરાકમાં થતી ભેળસેળ વિરુદ્ધ જાગૃતિ લાવવામાં આવે છે.

    (12) ગ્રાહક જાગૃતિ માટે કામ કરતી સરકારી સંસ્થાઓને ટેકો આપવો વગેરે.

    ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થા ની ભૂમિકા.

    (અતિ સરળ અને ટૂંકમાં) 

    જાહેર સુખાકારી માટે અલગ બંધારણ સરકારી દખલગીરી થી મુક્ત ગ્રાહકના રક્ષણ ની જાળવણી.

    કાર્યો:

    • સેમી વાર્તા શિબિર દ્વારા ગ્રાહકને શિક્ષિત કરવા
    •  ગ્રાહકની મુશ્કેલી, કાયદાકીય જાણકારી, મળવાપાત્ર રાહતો માટે પુસ્તક પ્રકાશન
    •  બજારમાં મળતી બ્રાન્ડની તુલના
    •  પ્રયોગશાળામાં પરીક્ષણ
    •  ગ્રાહકને કાયદાકીય કાર્યવાહી માટે સહાય
    •  કાયદાકીય માહિતી પૂરી પાડવી વેચાણકારો ની અનૈતિકનીતિ સામે ગ્રાહકોને મદદ
    •  ગ્રાહક અદાલતમાં ફરિયાદ 
    • આ ફરિયાદ માટે જરૂરી તમામ મદદ 
    • ગ્રાહક સંતોષ અને તેને લગતી માહિતીનું એકત્રીકરણ પ્રકાશન. ફિલ્મ કે માહિતી બહાર પાડવી
    • સ્કૂલ-કોલેજમાં ગ્રાહક શિક્ષણ ના કાર્યક્રમો 
    • ખોરાકમાં ભેળસેળ વિરુદ્ધ જાગૃતિ
    •  સરકારી સંસ્થા ને ટેકો.

     

    ગ્રાહક જાગૃતિક્ષેત્રે ઘણી બધી જાણીતી સંસ્થાઓ કાર્ય કરી રહી છે 

    જેવી કે :

    (1) કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (Consumer Education and Research Centre-CERC).

     

    (2) કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ  (Consumer Protection Council-CPC), અમદાવાદ.

     

    (3) વોલેન્ટરી ઓર્ગેનાઈઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝયુમર એજ્યુકેશન (Voluntary Organisation in Interest of Consumer Education-VOICE). દિલ્હી.

    (4)કન્ઝ્યુમર  ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા(Consumer Guidance Society of India-CGSI), મુંબઈ.

    (5) કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી  (Consumer Unity and Trust Society-CUTS), જયપુર વગેરે.


     કન્ઝ્યુમર કો- ઓર્ડીનેશન કાઉન્સિલ (Consumer Co-ordination Council-CCC). દિલ્હી એ ગ્રાહક સુરક્ષા માટે કાર્ય કરતી બધી જ સંસ્થાઓનું સંકલન કાર્ય કરે છે. ભારતમાં સ્વૈચ્છિક રીતે કાર્ય કરતી મોટા ભાગની ગ્રાહક સંસ્થાઓ કન્ઝ્યુમર કો-ઓર્ડિનએશન કાઉન્સિલનું સભ્ય પદ ધરાવે છે.

    ભારત સરકારના ઉપભોક્તા મંત્રાલય દ્વારા “જાગો ગ્રાહક  જાગો ”વિજ્ઞાપન દ્વારા નેશનલ કન્ઝ્યુમર હેલ્પ લાઈન(NCH ) ટોલ ફ્રી નંબર , વેબસાઈટના માધ્યમથી ગ્રાહક જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.



      



  • પાઠ- 12 ધંધાકીય પર્યાવરણ

    પાઠ- 12 ધંધાકીય પર્યાવરણ

    પ્રસ્તાવના  (Introduction):- 

    ધંધાકીય પર્યાવરણ

    • કોઈ પણ ધંધો એ સમાજના વિવિધ પરિવર્તનશીલ પરિબળો જેવાં કે, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક,ટેકનોલોજીકલ, રાજકીય, ધારાકીય સાથે કે સમૂહ જેવા કે ગ્રાહકો, હરીફો, માલ પૂરો પાડનારાઓ, કર્મચારીઓ વગેરે સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા હોય છે.
    • દા. ત., ધંધો ગ્રાહકોને પેદાશ કે સેવાનું વેચાણ કરે છે.
    • કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે. કાચો માલસામાન વિવિધ પુરવઠાકારો પાસેથી ખરીદે છે. હરીફોની સાથે પોતાની પેદાશ કે સેવા સતત હરીફાઈ કરે છે વગેરે.
    • આમ, કોઇ પણ ધંધો એ સમાજથી અલગ રહીને કાર્ય કરી શકતો નથી. ધંધા ઉપર આસપાસનાં અનેક પરિબળો અસરકર્તા હોય છે. આ પરિબળોના સમુહને ધંધાકીય પર્યાવરણ (Business Environment) કહે છે.

    અર્થ (Meaning):- 

       આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક , ટેકનોલોજીકલ, રાજકીય, ધારાકીય વગેરે પરિબળોનો ધંધાકીય પર્યાવરણમાં  સમાવેશ થાય છે. આ ઉપરાંત

    કેટલાંક સમૂહો (જૂથો) જેવાં કે ગ્રાહકો, કર્મચારીઓ, હરીફો, માલ પૂરો પાડનારાઓ વગેરેનો સમાવેશ પણ ધંધાકીય પર્યાવરણમા થાય  છે.

     

    ધંધાકીય પર્યાવરણ ના સુત્રો:
    • “ધંધાકીય પર્યાવરણ એ બધી જ પરિસ્થિતિઓ બનાવો અને અસરોનો સમૂહ છે જે ધંધા ની આજુ બાજુ હોય છે અને તેને અસર કરતી હોય છે”-  કીથ ડેવિસ
    • “ભારતના વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ તેમજ નાણામંત્રી મનમોહનસિંહના નેતૃત્વ નીચે 1991માં બનેલી નીતિ એ આપણા દેશમાં નવા ધંધાકીય પર્યાવરણ ના માર્ગે એક સીમાચિહ્નરૂપ હતી”.
    • “ધંધાકીય પર્યાવરણ સાથે તાલમેલ સાધનાર ધંધાકીય એકમજ સફળતા પ્રાપ્ત કરી શકે છે”.
    • “ધંધાકીય પર્યાવરણ માં સામાન્ય રીતે છે તેના પર કોઇ વ્યક્તિ કે સંસ્થા નું નિયંત્રણ હોતું નથી તેવા તમામ પરિબળો અને અંકુશોનો સમાવેશ થતો હોય છે”

    ધંધાકીય પર્યાવરણનુ મહત્વ:-

    (1) પ્રથમ પ્રવેશનો લાભ :

    ધંધાકીય પર્યાવરણના અભ્યાસને કારણે એકમો અગાઉથી ધંધાકીય તકોને ઓળખી શકે છે અને તે અનુસાર પેદાશને બજારમાં મૂકી શકે છે 

    જેથી હરીફો આવી તકનો લાભ લે તે અગાઉ તેઓ પ્રથમ રજૂઆતનો લાભ મેળવી શકે છે. દા.ત., દ્વિચક્રી  વાહનોમાં વર્ષો સુધી ભારતમાં સ્કુટરની મહત્ત્વતા સ્વીકારાઈ હતી અને મોટરસાયકલનુ વેચાણ ખૂબ જ ઓછું હતું.

    ભારતની એક સાયકલ  બનાવતી કંપની એ ભવિષ્યમાં મોટરસાયકલની માંગ વધશે તેવું અનુમાન કરીને વિદેશી કંપની સાથે મોટરસાયકલની ટેકનોલોજી માટે સંયોજન કરી ભારતીય બજારમાં મોટરસાયકલ પ્રચલિત કરી. 

    (2) સંચાલકોની સંવેદનશીલતા : 

    ધંધાકીય પર્યાવરણનાં પરિબળોના કારણે સંચાલકો સંચાલનના કાર્ય માટે વધુ સંવેદનશીલ બન્યા છે. દા.ત., ભારતમાં વર્ષો સુધી કેમેરા ઉત્પાદનમાં પહેલો નંબર ધરાવતી કંપનીએ કેમેરા ઉત્પાદન સાથે પ્રિન્ટર અને કોપિયર મશીનનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો અને પોતાની ઉત્પાદન ક્ષમતાને વધારીને  નફાકા૨ક્તા વધારવા પ્રયત્નશીલ બની.

    (3) તક ઝડપવી : 

    કેટલીક વખત ધંધાકીય પર્યાવરણ એવી તક પૂરી પાડે છે કે જેનો લાભ લેવામાં આવે તો ફાયદો થાય છે. આ માટે પર્યાવરણ સમજવું જરૂરી છે. દા. ત., આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલ સતત મોંઘાં થતાં ગયાં તેથી પણ કાર્યક્ષમ વાહનોની માંગ વધવા લાગી. ઘણા બધા વાહન ઉત્પાદકોએ  પોતાના વાહનમાં લોખંડનો ઉપયોગ ઘટાડી તેની જગ્યાએ વજનમા હલકા છતાં મજબૂત તેવા ફાઈબર મટીરિયલનો ઉપયોગ વધાર્યો, આમ, વાહન બનાવતી કંપનીઓને બજારમાં વધુ લાભ મળ્યો.

    (4) ભયસ્થાનોની ઓળખ :

    સતત બદલાતુ ધંધાકીય પર્યાવરણ કેટલાક ભય સ્થાનો ધરાવે છે. દાંત, ભારતમાં રેડિયોની પ્રચલિતતા શરૂઆતના વર્ષોમાં ખૂબ સારી હતી પરંતુ રંગીન ટેલિવિઝનના આગમન પછી રેડિયોનુ મહત્વ ઘટવા લાગ્યું હતું. રેડિયોની સેવામાં પરિવર્તન લાવવામાં આવ્યું. હાલમાં રેડિયોની સેવા એફ. એમ.(ફ્રિકવન્સી મોડ્યુલેશન -Frequency Modulation) બેન્ડ દ્વારા પ્રાપ્ય બની છે.

    એફ.એમ.રેડિયોની વિવિધ ચેનલોના ઉદઘોષક પોતાને  RJ( રેડિયો જોકી -Radio Jockey)  કે MJ ( મ્યુઝીક જોકી -Music Jockey)   તરીકે ઓળખાવે છે અને તેમણે પોતાની ઉદઘોષણામાં પણ ભારે ફેરફાર કર્યા જે પારંપરિક ઉદઘોષણાથી જુદા પડે છે અને તેના કારણે ફરીથી એફ.એમ. બેન્ડ રેડિયો તેની વિવિધ ચેનલો દ્વારા પ્રચલિત બન્યો છે.


    (5) નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી : 

    કેટલાક નીતિ વિષયક નિર્ણયો લેતી વખતે ધંધાકીય પર્યાવરણની સમજ અને વિશ્લેષણ ધંધાર્થીઓને અન્ય ધંધાર્થી  કરતાં આગળ મૂકી દે છે. દા.ત., ભારતનો વીમા ઉદ્યોગ.આઝાદી પછી વીમા ઉઘોગનું રાષ્ટ્રીયકરણ થયું અને 1991 પછી આર્થિક નીતિઓમાં ફેરફારના ભાગરૂપે ખાનગી ક્ષેત્રે વીમા કંપનીનું અસ્તિત્વ પણ સ્વીકારાયું. 

    (6) સતત અભ્યાસ : 

    ધંધાકીય પર્યાવરણ એ સંચાલકોને સતત નવું શીખવા માટે એક આધાર પૂરો પાડે છે. ધંધાકીય પર્યાવરણના સતત અભ્યાસના કારણે ધંધાનું  કદ અને નફો સતત વધતા રહે છે, મૂડી બજારની પરિસ્થિતિ, ધંધાની પેદાશની ભાવિ માંગ વગેરે જાણી શકાય છે. જેના કારણે ધંધાકીય એકમ પોતાનું આયોજન નક્કી કરી શકે છે.

    દા. ત., કમ્પ્યુટર ક્ષેત્રે સતત નવા સોફ્ટવેર તેમજ હાર્ડવેર શોધાતા રહે છે તેથી આ ક્ષેત્રમાં રહેલા લોકોએ સતત અભ્યાસ  કરતા રહેવું પડે છે અને કયૂટર ક્ષેત્રના ધંધાનો વિકાસ ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે.

    ધંધાકીય પર્યાવરણ નો અર્થ અને મહત્વ

    પ્રથમ પ્રવેશ સંચાલકોની તક  ઝડપવી ભયસ્થાનોની સતત નીતિવિષયક

    Short: પ્રથ સંચા તક ભય નીતિ સતત.


    (1) ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળો (Internal Factors) : 

    ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળ એટલે એવા ધંધાકીય પરિબળો કે જેના ઉપર મોટા ભાગે સંચાલકોનો કાબૂ હોય છે. આવાં પરિબળોમાં જરૂરિયાત મુજબ ફેરફાર સંચાલક કરી શકે છે. દા.ત., ધંધાના હેતુઓ,  કર્મચારીઓ, સંચાલકીય માળખું વગેરે.

    (2)  ધંધાકીય પર્યાવરણના બાહય પરિબળો (External Factors)

    એવાં ધંધાકીય પરિબળો કે જેના ઉપર સંચાલકોનો મોટાભાગે કાબૂ હોતો નથી. આવા પરિબળો અનુસાર ધંધામાં જરૂરી ફેરફાર કરવા પડે છે. આ પરિબળોને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક,ટેકનોલોજીકલ, રાજકીય, ધારાકીય વગેરે ભાગોમાં વહેંચી શકાય.


    ધંધાકીય પર્યાવરણને અસર કરતા આર્થિક પરિબળો: 

    કોઈપણ સમાજ કે દેશમાં ધંધાકીય નિર્ણયો ઉપર જે – તે સમાજની કે દેશની આર્થિક  ખાસિયતો કે મર્યાદા સીધી રીતે અસર કરે છે. ધંધાના વિકાસની કક્ષા અને ધંધાના વિકાસનું સ્વરૂપ મોટાભાગે આર્થિક બાબતો ઉપર વિશેષ આધારિત હોય છે જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

    (a) આર્થિક પદ્ધતિ (Economic system) ; 

    જે તે દેશની આર્થિક પ્રવૃત્તિનું બંધારણ અને દિશા નક્કી કરવામાં આર્થિક  પદ્ધતિ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો મુડીવાદી આર્થિક પદ્ધતિ અમલમાં હોય તો તેનો સીધો  અર્થ ‘મુક્ત વેપાર’ ની નીતિ છે.તેથી વિપરીત “સમાજવાદી’  આર્થિક પદ્ધતિમાં મોટાભાગના નિર્ણયો સરકારને આધીન હોવાથી વ્યક્તિગત પ્રોત્સાહન નામશેષ હોય છે. ભારતે ‘મિશ્ર અર્થતંત્ર’  અપનાવેલ છે 

    (b) આર્થિક વિકાસની માત્રા:

    દેશ આર્થિક દૃષ્ટિએ વિકસિત છે, વિકાસશીલ  છે કે અલ્પવિકસિત  છે તે પ્રશ્નનો ઉત્તર તે દેશના ધંધાકીય ક્ષેત્રની સાનુકૂળતા કે પ્રતિકુળતા દર્શાવે છે. વિકસિત દેશ એટલે એવો દેશ કે જૅમાં રાષ્ટ્રની કુલ આવક અને માથાદીઠ આવકનું પ્રમાણ ઊંચું હોય.

    વિકાસશીલ દેશ એટલે એવો દેશ કે જેમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સતત વધવાનું વલણ હોય.

    અલ્પવિકસિત દેશોમાં આવકનું  પાસુ ખૂબ નબળું હોય છે અને તેનો વૃદ્ધિ દર પણ નબળો હોય છે. 

    (C) ક્ષેત્રિય વિકાસ અને આંતરક્ષેત્રિય જોડાણો: 

      દેશના વિકાસમાં કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. 

    કોઈ પણ સમાજના વિકાસમાં બધા ક્ષેત્રો  સંયુક્ત રીતે જોડાઈને વિકાસનો દર વધારે છે, દા.ત., ખેતીને સમૃદ્ધ કરવા માટે ખાતર, સારું બિયારણ, યાંત્રિકીકરણ વગેરેની માંગ વધે છે. આ સાધનો કૃષિ ક્ષેત્રે પહોંચાડવા  માટે આનુષાંગિક સેવાઓની જરૂર પડે છે. 

    આમ ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એકબીજા ઉપર આધારીત બને છે અને એક ક્ષેત્રનો વિકાસ એ બીજા ક્ષેત્રના વિકાસ માટે જવાબદાર બને છે. આમ, ક્ષેત્રિય ફેરફારો ધંધાઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ  કરે છે.

    (d) રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક :

    જે પ્રમાણમાં આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે એટલે કે આવકનો વધવાનો દર વસ્તી વધવાના દર કરતા વધુ હોય તો માથાદીઠ આવક વધે છે. આવક વધતાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત માંગ વધે છે. દા.ત., મોજશોખની વસ્તુઓ , બ્રાન્ડેડ કપડાં વગેરે.

    (e) રાષ્ટ્રીય આવકની વહેંચણી  : રાષ્ટ્રીય આવકની વહેંચણી એ સમાજના જુદા જુદા વર્ગો વચ્ચેની આર્થિક ભેદરેખા સ્પષ્ટ કરે છે. જેમ રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન તેમ  સગવડ વધારતી અને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ અને સેવાની માંગમાં વધારો થાય છે. 

    (f) નાણાકીય નીતિ  : 

    નાણાકીય નીતિમાં વ્યાજના દરોમાં ફે૨ફા૨, ફુગાવાનો દંર, શાખ સર્જન, શાખ પ્રાપ્યતા વગેરેનો સમાવેશ થાય છે. દા.ત., મકાન માટેની લોનના વ્યાજના દરોમાં ઘટાડો થવાના કારણે મકાનોની માંગ વધે છે અને આ સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગો જેવા કે સીમેન્ટ, સ્ટીલ, ફર્નિચર, રેતી, કપચી, ઈંટો વગેરેની માંગમાં પણ વધારો થાય છે..

    (g) રાજકોષીય નીતિ (Fiscal Policy) : 

    રાજકોષીય નીતિ કરવેરાના માળખા અને સરકારી ખર્ચ સાથે સંકળાયેલી છે.

    રાજકોષીય નીતિના મુખ્ય હેતુઓ નીચે મુજબ હોય છે:

    (i) સાધન-સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો. (ii) ઝડપી વિકાસ માટે સાધન- સંપત્તિની શ્રેષ્ઠતમ ફાળવણી કરવી. (iii) આવકની વહેંચણીમાં શક્ય હોય તેટલી સમાનતા લાવવી. (iv) ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં સ્થિરતા લાવવી.

    રાજકોષીય નીતિના  બે મહત્વના પાસાં જોવા મળે છે : (i) કરવેરાનું માળખું વ્યક્તિને, એકમને અને સમગ્ર  ઉદ્યોગોને કેવી રીતે અસરકારક થાય છે. (ii) સરકારી ખર્ચના કારણે આર્થિક પ્રવૃત્તિઓ ઉપર કેટલી અસર થાય છે

    (h) અન્ય પરિબળો  : 

    અન્ય પરિબળો જેવાં કે કાચો માલ અને તેનો પુરવઠો, યંત્રસામગ્રી , નાણાકીય સગવડો, માનવશક્તિ અને ઉત્પાદકતા વગેરે પણ ધંધાકિય પર્યાવરણનાં અગત્યનાં આર્થિક પરિબળો છે  ધંધા પર હકારાત્મક કે નકારાત્મક અસર સર્જે છે.

    ધંધાકીય પર્યાવરણ ને અસર કરતા આર્થિક પરિબળો:

     

    આર્થિક પદ્ધતિ વિકાસ ની માત્રા ક્ષેત્રીય વિકાસ આંતર જોડાણ કરી રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક માંથી રાષ્ટ્રીય આવકની વહેંચણી કરવી તેમજ નાણાં નીતિ રાજનીતિ નક્કી કરી અન્ય પરિબળ DHP  આર્થિક સમજવા.

     

    Short: આપ આવિમા ક્ષેવિ આંજો રામાઆવક રાવહે નાની રાની અન્ય ધંધાકીય આ પરિબળો.

     

    ધંધાકીય પર્યાવરણને અસર કરતા સામાજિક પરિબળો  :

    • કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિનું સર્જન, વૃદ્ધિ અને અંત  સમાજમાં જ આવે છે. ધંધાકીય પ્રવૃત્તિને સમાજથી અલગ કરીને વિચારવાનું શક્ય નથી.
    • સમાજ એટલે માનવ સમુદાય, સામાજિક સંસ્થાઓ, સામાજિક પરંપરાઓ વગેરે. સમાજ સતત ગતિશીલ હોય છે
    •  લોકોની સમાજમાં રહેવાની  રીતભાત, જીવનશૈલી કાયમ માટે એક સરખી રહી શકે નહીં તેથી તેમાં આવતાં પરિવર્તનો ધંધાકીય પરિબળને પણ અસર કરે છે.
    • સમાજમાં રહેતા લોકોની માન્યતા, જીવનનો અભિગમ ક્યારેય એક સરખા હોઈ શકે નહીં.
    • મોટા ભાગના લોકો તેના વિકાસને લગતા નિર્ણયોમાં તેમની માન્યતા અને રીતિ-રિવાજોને પ્રાધાન્ય આપે છે. કઈ આર્થિક  પ્રવૃત્તિ કરવી ? કેટલા પ્રમાણમાં કરવી ? કેવી રીતે કરવી ? વગેરે નિર્ણયમાં તેમના ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, આપ્તજનોનુ વર્તુળ વગેરે અસરકર્તા હોય છે.
    • જે દેશોમાં સામાજિક સંસ્થાઓનું પ્રભુત્વ છે ત્યાં આવું વલણ વધારે જોવા મળે છે. આપણા સમાજમાં પણ કેટલાક ખાસ પ્રકારના ધંધાઓ સાથે જ્ઞાતિ અને સામાજિક જૂથ સંકળાયેલા  છે. 
    • એકંદરે સામાજિક બંધનોથી જે વર્ગ જેટલા પ્રમાણમાં મુક્ત કે અલિપ્ત રહે છે તે વર્ગમાં વિકાસની માત્રા અન્ય માત્રા કરતાં થોડી વધુ હોય છે અને વિકાસનું સ્વરૂપ વધુ હોય છે.
    • આવો વર્ગ નવી વિચારસરણીને આવકારે છે તેથી ત્યાં ધંધાકીય પ્રવૃત્તિને તેટલા પ્રમાણમાં ઉત્તેજન મળે છે. 

    ધંધાકીય પર્યાવરણ ને અસર કરતા સામાજિક પરિબળો: (અતિ સરળ અને ટૂંકમાં)

    • ઉદ્ભવ વિકાસ અને અંત સમાજમાં જ આવે 
    • સમાજથી અલગ પાડી શકાય નહીં 
    • સમજ ગતિશીલ અને પરિવર્તનશીલ છે
    •  રહેણીકરણી અને જીવનશૈલી કાયમ માટે એકસરખી નથી હોતી
    • સમાજમાં લોકોની માન્યતા જીવન જીવવાનો અભિગમ પણ એકસરખા નહીં.
    • મોટાભાગના માન્યતા રીત-રીવાજો થી વિકાસના નિર્ણય લે છે.
    • જે દેશમાં સામાજિક સંસ્થાઓ પ્રભુત્વ ધરાવે ત્યાં આવું વલણ.
    • ખાસ પ્રકારના ધંધા સાથે જ્ઞાતિ સામાજિક જૂથો ગાઢ સંબંધ દા.ત. સોની 
    • જે વર્ગ સામાજિક બંધનો થી મુક્ત તે  વર્ગમાં તેટલો જ વિકાસ વધારે 

    આવા પરિબળો ધંધાકીય એકમની નિર્ણય પ્રક્રિયા પર અસર કરે.

    ધંધાકીય પર્યાવરણને અસર કરતા સાંસ્કૃતિક પરિબળો  : 

    • સમાજનાં સાંસ્કૃતિક પરિબળો પણ ધંધાકીય પ્રવૃત્તિઓને અસર  કરે છે. આવા પરિબળોમાં પરંપરાઓ, રીતરિવાજો, રહેણી-કરણીની માન્યતાઓ, ટેવો વગેરેનો સમાવેશ થાય છે જે એકમોની નિર્ણય પ્રક્રિયાને અસર કરે છે.
    • ધંધાના સંચાલકો દ્વારા ઘણી વખત સાંસ્કૃતિક પરિબળોને અવગણવામાં આવે છે તેથી વ્યુહરચનાઓ નિષ્ફળ  જવાનું જોખમ વધે છે.
    • સુદ્રઢ સંચાલકો દ્વારા ઉત્પાદિત થયેલી ઘણી બધી પેદાશો સાંસ્કૃતિ પરિબળોની ઉપેક્ષાના કારણે બજારમાં  નિષ્ફળતા મેળવે છે.
    • સામા પક્ષે ઘણી બધી પેદાશો આર્થિક રીતે સ્વીકાર્ય ન હોવા છતા સાસ્કૃતિક પરિબળોના  સ્વીકારના કારણે સફળતા મેળવે છે.
    • સાંસ્કૃતિક પરિબળો સતત પરિવર્તનશીલ હોય છે અને આ પરિવર્તન તબકકાવાર અને સ્થિર રીતે ચાલતા રહે છે.

    ધંધાકીય પર્યાવરણ ને અસર કરતા સાંસ્કૃતિક પરિબળો (અતિ સરળ અને ટૂંકમાં)

    • આવા પરિબળોમાં પરંપરાઓ રીતરિવાજો રહેણીકરણી માન્યતા અને ટેવો નો સમાવેશ.
    •  જો સંચાલકો આ પરિબળોની અવગણના કરે તો નિષ્ફળતાનું જોખમ વધી જાય.
    • સંચાલકો દ્વારા સાંસ્કૃતિક પરિબળો અને ઉપેક્ષાને કારણે બજારમાં નિષ્ફળતા મળે છે.
    • જો સાંસ્કૃતિક પરિબળો અને સ્વીકારે તો સફળતા પ્રાપ્ત કરે છે. 

    આ પરિબળો પરિવર્તનશીલ હોય છે.

    ધંધાકીય પર્યાવરણને અસર કરતા  ટેકનોલોજીકલ પરિબળો  : 

    •  ટેકનોલોજીકલ પરીબળોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો તેનો સમાવેશ થાય છે.
    • કઈ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું તેમજ વસ્તુ કે સેવામાં ક્યાં પ્રકારની ટેકનોલોજી આપવી કે જેથી વસ્તુ કે સેવાનો ઉપયોગ વધુ ને વધુ લોકો સરળ રીતે  કરી શકે.
    • ટેકનોલોજીકલ પરિબળોમાં બહુ ઝડપથી પરિવર્તન થઈ રહયું છે. જે માટે દેશની અંદર થતાં સંશોધનો કે વિકાસ અથવા વિદેશોમાંથી સીધેસીધી થતી આયાત જવાબદાર હોય છે.
    • ભારતમાં એક તબક્કે યંત્રોનો ઓછો ઉપયોગ કરી વધુ રોજગારી ઊભી કરવી જોઈએ તેવી બાબત સ્વીકારાઈ હતી પરંતુ ઉદાર ઔધોગિક નીતિના ભાગરૂપે એવું સ્વીકાર્યું કે યંત્રોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
    • અત્યારે ઘણા ઉદ્યોગો યંત્રમાનવ (Robot)નો ઉપયોગ પણ ગુણવત્તાયુક્ત, જથ્થાબંધ અને સતત ઉત્પાદન માટે કરે છે. 
    • સામાન્ય લોકો બેન્કની સેવાઓનો લાભ વધુ મેળવી શકે તે માટે લગભગ બધીજ બેનકોએ ઈ-બેન્કીંગ  અને એમ બેન્કિંગનો લાભ પોતાના ગ્રાહકોને તે સમજી શકે અને તેનો સરળતાપૂર્વક ઉપયોગ કરી શકે તે પ્રમાણે આપ્યો છે. 
    • ઈ-બેન્કિંગની સેવાનો લાભ ઈન્ટરનેટ કનેક્શન ધરાવતા કોમ્યુટર દ્વારા અને ઈન્ટરનેટ કનેક્શન ધરાવતા સ્માર્ટ મોબાઈલ ફોનથી એમ – બેન્કિંગ દ્વારા પૂરી પાડે છે.

    ધંધાકીય પર્યાવરણને અસર કરતા રાજકીય પરિબળો

    • સરકાર સાથે સંકળાયેલા પરીબળો અને જે પક્ષની સરકાર હોય તેની આર્થિક વિચારધારા સાથે સંકળાયેલા પરિબળોને રાજકીય પરીબળો કહે છે.
    • કયા રાજકીય પક્ષની સરકાર છે, સરકારનું ઉધોગો પ્રત્યેનું વલણ, હિત ધરાવતા જૂથો દ્વારા થતો પ્રચાર, કાયદાઓ  બનાવવામાં અને તેનો અમલ કરવામાં સરકારની સક્રિયતા, રાજકીય પક્ષોની પોતાની વિચારધારાઓ વગેરેનો સમાવેશ રાજકીય પરિબળોમાં થાય છે.
    • દા.ત.પશ્વિમ બંગાળના ટાટા ગ્રુપના ટાટા મોટર્સ કંપનીની’ નેનો ‘ મોટરકારના પ્રોજેક્ટ માટે પ્રચંડ વિરોધ થતાં ટાટા ગ્રૂપે પોતાનનો પ્લાન્ટ ખસેડવાનો નિર્ણય લીધો ત્યારે ગુજરાત સરકારે ટાટા મોટર્સને  આ જ પ્રોજેકટ માટે ઘણા બધા પ્રોત્સાહનો પૂરા પાડવાની શરતે સાણંદ નજીક પ્લાન્ટની સ્થાપના કરવા આમંત્રણ આપ્યું હતું.
    • જે ટાટા કંપનીએ સ્વીકારતા, ગુજરાત સરકાર ઉદ્યોગ સાહસિકોને ઉદારતાપૂર્વક સ્વીકારે છે તેવું વાતાવરણ ઊભું થયું હતું જેના કારણે ગુજરાતનો ઔધોગિક વિકાસદર ઝડપથી વધ્યો હતો.

    ધંધાકીય પર્યાવરણ ને અસર કરતા રાજકીય પરિબળો (અતિ સરળ અને ટૂંકમાં)

    • જે પક્ષની સરકાર હોય તેની આર્થિક વિચારધારા સાથે સંકળાયેલાં પરિબળો.
    •  સરકારનું  ઉદ્યોગો પ્રત્યેનું વલણ કાયદાનું ઘડતર અને અમલ કરવામાં સરકારની સક્રિયતા. 
    • પશ્ચિમ બંગાળમાં નેનો મોટરકારનો પ્રોજેક્ટ ગુજરાતમાં સાણંદ નજીક સ્થપાયો.
    •  જેના લીધે ગુજરાતની સરકાર નો સારો સંદેશ જતાં ઉદ્યોગિક વિકાસ દર ઝડપથી વધ્યો.

    ધંધાકીય પર્યાવરણને અસર કરતા ધારાકીય પરિબળો  :

    • ધારાકીય પરિબળો એટલે સંસદ કે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદા, ધંધાકીય એકમોએ સંસદ કે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદાનું પાલન કરવાનું ફરજીયાત છે.
    • કોઈ પણ ધંધાકીય  પ્રવૃત્તિ વાસ્તવમાં સમગ્ર સમાજના વિકાસ માટે છે.સમાજના વિકાસને વેગ મળે, કલ્યાણકારી પ્રવૃત્તિમાં વધારો થાય તેવા હેતુઓથી ધંધાકીય પ્રવૃત્તિઓ આકાર ધારણ કરે છે.
    • ધંધાના  વિકાસ અને સમાજ કલ્યાણના પ્રત્યક્ષ સંબંધ છે. તેથી જ ધંધાના વિકાસને વેગ મળે અને તેનાં સારાં પરિણામોની સમાજમાં મહત્તમ વહેચણી થાય. 
    • તેનાં માઠાં પરિણામો સમાજે ભોગવવાં ન પડે તે માટે સરકાર સજાગ હોય છે. ધંધાકીય  નિયમન માટે વિવિધ કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે જેવા કે, ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો-1951 ,  આવશ્યક ચીજવતુઓનો ધારો-1955 ) વગેરે.
    • સમયની જરૂરિયાત અનુસાર જૂના કાયદામાં સુધારો કરવામાં આવે છે અથવા ઘણી વખત તે નાબુદ પણ કરવામાં આવે છે. ઇજારાશાહી અને પ્રતિબંધક વેપારી ધારો-1951માં ફેરફારના કારણે  ઘણી ભારતીય કંપનીઓ પોતાનું કદ વૈશ્વિક ધારાધોરણો અનુસાર વધારી શકી છે.


    ઉદારીકરણ, ખાનગીકરણ,વૈશ્વિકકિકરણ (Liberalisation, Privatisation and Globalization):-

     

      ભારત સ્વતંત્ર થયા પછી મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ સ્વીકારવામા આવી  પરંતુ તેમાં સંજોગો અનુસાર વારંવાર ફેરફાર કરવામાં આવ્યા. જોઈએ તેવા પરિણામો ન મળવાને  કારણે 1991ના જુલાઈ માસ પછી ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણ, ખાનગીકરણ, અને વૈશ્વિકકિકરણનો તબક્કો શરૂ થયો.

    ઉદારીકરણ( Liberalisation):

     

      અર્થ : 1947 થી 1991 સુધીનો સમયગાળો ભારતમાં વ્યાપાર ઉદ્યોગો માટે અંકુશીત વાતાવરણનો રહયો.

    • ઉદારીકરણને સ૨ળ શબ્દોમાં સમજવું હોય તો એમ કહી શકાય કે વ્યાપાર ધંધા માટે એ અંકુશિત અર્થકારણ નો  માર્ગ છોડી તેને મુક્તિના માર્ગ ઉપર પ્રગતિ કરવાનો પ્રયત્ન.
    • 1991ના જુલાઈ માસ સુધી ધંધાકીય અથવ્યવસ્થા ઉપર વિવિધ પ્રકારના બંધનો અથવા પ્રતિબંધો મુક્યાં હતાં.
    • ઉદારીકરણની નવી વ્યવસ્થાના ભાગરૂપે ભારત સરકારે આ અંકુશને ક્રમશઃ  હળવા બનાવવાની શરૂઆત કરી. કેટલાંક ક્ષેત્રોમાં અંકુશને સંપૂર્ણપણે અથવા મહદઅંશે નાબુદ કરવામાં આવ્યા.

     

    ઉદારીકરણની  અસરો :

    (1) ભારતીય ઉદ્યોગોમાં પરદેશના મૂડીરોકાણ ઉપર પ્રતિબંધ હતો જે હટાવવામાં આવ્યો અને પરદેશી ધંધાર્થીઓ  કે રોકાણકારોએ ભારતીય ઉધોગોમાં રોકાણ કરવું હોય તો તે માટેની મહત્તમ મર્યાદા વધારવામાં આવી છે. પરદેશી ધંધાર્થીઓ અને રોકાણકારોને આકર્ષવા માટે તેમને વિવિધ પ્રકારના આર્થિક અને બિનઆર્થિક પ્રોત્સાહનો અને વિવિધ પ્રકારની આર્થિક છૂટછાટો પણ આપવામાં આવી રહી છે. 

    (2) ભારતમાં વધુ વિદેશી રોકાણ શેરબજાર ક્ષેત્રે આવી શકે તે માટે શેરબજારોની શેર ખરીદ વેચાણની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી બનાવવા વિવિધ પ્રકારનાં પગલાં લેવાયા. શેરના ભૌતિક સ્વરૂપને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એટલે કે ડીમેટ સ્વરૂપમાં ફેરવી શકાય છે. 

    (3) સરકારે કરમાળખાને વધુ સરળ તથા પારદર્શી બનાવવા માટે પગલાં લેવાનાં શરૂ કર્યા, તાજેતરમાં ભારત સરકારે માલ અને સેવાવેરા (Goods and Service Tax-GST) લાગુ કરવાની પ્રક્રિયા કરી છે જે કરમાળખાને પારદર્શક બનાવવાની દિશામાં અત્યંત મહત્વનું પગલું છે.

    (4) ભારતમાં ચલણ-રૂપિયાને નવી સંજ્ઞા     આપવામાં આવી. ભારતીય રૂપિયાની કેટલીક શરતોને આધીન મુક્ત કરવામાં આવ્યો છે.

    (5) ભારતમાંથી પરવાના રાજની લગભગ નાબૂદી  કરવામાં આવી છે. ઉદારીકરણ પહેલા લગભગ મોટા ભાગના ઉદ્યોગો પરવાના આધારિત હતા અને હવે  ઉદારીકરણના ભાગરૂપે વર્તમાનમા આ પ્રમાણ નહીંવત્ છે.

    (6) ભારતમાંથી નિકાસો વધે તે  માટે સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય ઉદ્યોગોને નિકાસ માટે હાલમાં વિવિધ પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. આયાત જકાતોના દરમાં પણ ઘટાડો થયો છે.

    (7) વિદેશી હૂંડિયામણની પરિસ્થિતિ ભારત માટે સુધરતાં હાલમાં વિદેશ વિનિમય સંચાલન ધારો (Foreign Exchange Management Act-FEMA) અસ્તિત્વમાં છે અને જુનો કાયદો-વિદેશી વિનિમય નિયંત્રણ ધારો (Foreign Exchange  Regulation Act-FERA) ને રદ કરવામાં આવ્યો છે.

    8) ઇજારાશાહી  પ્રતિબંધક વ્યાપાર ધારાની ઘણી બધી કલમોમાં ફેરફાર  કરી ઘણા બધા પ્રતિબંધો હળવા કરાયા છે કે નાબૂદ કરાયા છે. 

    (9) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારતમાં બેન્કોને  થાપણો પર અને ધિરાણ પરનો વ્યાજનો દર નક્કી કરવા માટે કેટલી શરતોને આધીન હાલમાં સ્વતંત્રતા આપી છે કે જે અગાઉ મળતી ન હતી.

    (10) વસ્તુઓ અને સેવાની આયાત હવે વધુ સરળ બની છે અને તેની ચુકવણી વિદેશી હુંડીયામણમાં કરવી પણ સરળ બની છે. 

    ઉપરોક્ત બાબતો એવું સાબિત કરે છે કે ભારતીય અર્થતંત્ર અંકુશોની હારમાળામાંથી ઉદારીકરણનાં સોપાનો તરફ ખૂબ  ઝડપથી આગળ વધી રહેલ છે.

    ઉદારીકરણના ભાગરૂપે ભારતમાં કયા પગલાં ભરવામાં આવ્યા?(અતિ સરળ અને ટૂંકમાં)

    • ભારતીય ઉદ્યોગોમાં પરદેશના મૂડીરોકાણ પર પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો
    •  વિદેશી રોકાણકારો માટે શેરબજારમાં ખરીદ વેચાણ પ્રક્રિયા પારદર્શી બનાવાઈ.
    • સરકારી કરમાળખાને સરળ બનાવવા પગલાં લીધા.
    • વેચાણવેરો આબકારી જકાતને સરળ બનાવાયા.
    •  કર માળખાના નિયંત્રણો હળવા થયા. 
    • હાલમાં જીએસટી લાગુ પાડવામાં આવેલ છે.
    • ભારતીય રૂપિયાની નવી સંજ્ઞા “” આપવામાં આવી 
    • ભારતમાંથી પરવાના પદ્ધતિ નાબૂદ થઈ આયાત જકાતના દરમાં ઘટાડો કરવામાં આવ્યો
    • FERA ને  રદ કરી FEMA  અસ્તિત્વમાં આવ્યો.
    • ઇજારાશાહી પ્રતિબંધક વ્યાપાર ધારાને હળવો બનાવવામાં આવ્યો 
    • રિઝર્વ બેંકે ભારતમાં બેન્કોની થાપણો અને ધિરાણ ઉપરના વ્યાજદર નક્કી કરવા હાલમાં થોડી સ્વતંત્રતા આપી છે.
    • વિદેશી હૂંડિયામણ દ્વારા ચુકવણી કરવાનું હવે સરળ બન્યું છે.

    ખાનગીકરણની  અસરો અને  ઉદભવ

     અર્થ (Meaning) : ખાનગીકરણ એટલે જાહેર સાહસોની માલિકી અને સંચાલન ઉપરનો અંકુશ ખાનગી ક્ષેત્રના  એકમો અથવા કંપનીએ આપવો એટલે કે જાહેર સાહસોનું સંચાલન અને માલિકી ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયા.

    ખ્યાલ : 

    • આઝાદી પછી અર્થતંત્રના કેટલાક હેતુઓને  સિધ્ધ કરવા જાહેર ક્ષેત્ર બહુ મહત્વનો ભાગ  ભજવશે તેવું અપેક્ષિત હતું.
    •  આઝાદી પછી ના શરૂઆતના સમયમાં ખાનગી ક્ષેત્ર જ્યાં આગળ અપેક્ષિત વળતર ના મળે ત્યાં મૂડી રોકાણ કરવા તૈયાર ન હતું.
    • સરકારે જાહેર ક્ષેત્રના વિકાસ દ્વારા માળખાગત સુવિધાઓનું સર્જન કરવાનું શરૂ કર્યું અને  અર્થતંત્રમાં જરૂરી માલસામાન અને સેવાઓનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર દ્વારા શરૂ થયું. પંચવર્ષીય યોજનાઓમા પણ જાહેર ક્ષેત્રને ખુબ મહત્વ આપવામાં આવ્યું હતું.
    •  1991 પછીનાં વર્ષોમાં આર્થિક નીતિના ભાગરૂપે ખાનગીકરણ પણ સ્વીકાર્યું જેના કારણે જાહેર ક્ષેત્રની ભૂમિકામાં ફેરફાર થયો.
    • સતત નુકશાન  કરતા જાહેર ક્ષેત્રમાં માળખાગત ફે૨ફારો શરૂ થયા અને કેટલાંક જાહેર ક્ષેત્ર બંધ કરાયાં. ઘણાં બધાં જાહેર ક્ષેત્રની ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભાગ અપાયો છે.ખાનગી ઉઘોગોને તે વેચવામાં આવ્યા જેને ખાનગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે.
    • જાહેર ક્ષેત્રનાં એકમો પોતાની મૂડીનો કેટલાક ભાગ જાહેર જનતાને  ખરીદવા માટેની ઓફર કરે તેને વિમૂડીકરણ કે મૂડી વિનિવેશ (Disinvestment) કહે છે.ભારત સરકારે આ માટે ખાસ અલગ મંત્રાલય શરૂ કર્યું છે.
    • સરકારે પોતાનું  વધુ ધ્યાન શિક્ષણ અને માળખાગત સુવિધાઓ ઊભી કરવા તરફ આપવાનું શરૂ કર્યું.
    • જાહેર ક્ષેત્રો દ્વારા  સતત વધતી બિન કાર્યક્ષમતાને કારણે અંદાજીત લક્ષ્ય પૂરા થતા ન હતા તે પણ એક અતિ મહત્ત્વનું કારણ હતું.

    જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના ઘણાં કારણો હતાં જેવાં કે (1) અમલદારશાહી (2) જુની ટેકનોલોજી(૩) લાંચ રૂશ્વતનું વધતું પ્રમાણ (4) જવાબદારીનો અભાવ (3) કર્મચારી યુનિયનોનો સતત વધતો જતો પ્રભાવ(6) રાજકીય દખલગીરી વગેરે.

    ખાનગીકરણ નો ઉદ્ભવ: (અતિ સરળ અને ટૂંકમાં)

    • સતત ખોટ કરતા જાહેર ક્ષેત્રને બંધ કરવામાં આવ્યા.
    •  જાહેર ક્ષેત્રની ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભાગ
    • ખાનગી ઉદ્યોગોને વેચી ખાનગીકરણ કરાયું
    • જાહેર ક્ષેત્રના એકમો પોતાનો મૂડીભાગ જાહેર જનતાને ખરીદવા ઓફર કરે તેને વિમૂડીકરણ કે મૂડી વિનિવેશ કહેવાય.
    • ભારત સરકારે આ માટે ખાસ અલગ મંત્રાલય શરૂ કર્યું
    •  સરકારે વધુ ધ્યાન શિક્ષણ અને માળખાગત સગવડો ઊભી કરવામાં આપ્યું.
    •  જાહેર ક્ષેત્ર બિનકાર્યક્ષમ હોવાથી લક્ષ્ય સિદ્ધ ન થતા.
    • દાખલા તરીકે અમલદારશાહી, જૂની ટેકનોલોજી, લાંચરૂશ્વત રાજકીય દખલગીરી ને લીધે આ બિનકાર્યક્ષમ હતુ.

     આ બધા કારણોને લીધે ખાનગીકરણ નો ઉદ્ભવ થયો.


    ખાનગીકરણની હકારાત્મક અસરો:-

     (1) કાર્યક્ષમતામાં વધારો (2) રાજકીય દબલગીરીનો અભાવ (3) ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવા (4) વ્યવસ્થિત માર્કેટિંગ (5) અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ (6) જવાબદારીના ધોરણોની  સ્થાપના અને તેનો અમલ(7) હરીફાઈના વાતાવરણનું સર્જન (8) નવી શોધખોળનો લાભ (9) સર્જનાત્મકતા અને નવીનતા લાભ (10) ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ (11) માળખાગત સુવિધાઓનું સર્જન વગેરે. 

    ખાનગીકરણના લાભો 

    લાભો: કાર્યક્ષમતામાં રાજકીય ગુણવત્તા વ્યવસ્થિત રાખી અત્યાધુનિક જવાબદારીના હરીફાઇના વાતાવરણનું નવી શોધ સર્જનાત્મકતા અને ઉત્પાદનના સાધનો દ્વારા માળખાગત સુવિધાનું સર્જન ખાનગી ના લાભો છે.

    Short: કાર્ય રાજ ગુણ વ્યવહાર અત્યા જવાબ હરી નવી સર્જનાત્મકતા ઉત્પાદન માળખા ખાગી ના લાભો.

    ખાનગીકરણની નકારાત્મક અસરો : 

    (1) કર્મચારીનું શોષણ (2) ઉચ્ચ સંચાલકો દ્વારા સત્તાનો દુરઉપયોગ (3) આવક  અને સંપત્તિ અસમાન વહેચણી (4) કર્મચારીઓને નોકરીની સલામતીનો અભાવ (5) નફાને  વધુ પ્રાથમિકતા (6) ગ્રાહકોનું શોષણ વગેરે.

    ખાનગીકરણની નકારાત્મક અસરો હોવા  છતાં હાલના સમયમાં ખાનગીકરણને વધુ મહત્વ  સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. ઘણા બધાં જાહેર ક્ષેત્રનાં એકમો સરકારે ખાનગી ક્ષેત્રને સોપ્યાં છે.

    ઘણા બધા એકમોને હજુ 51% ઇક્વિટી મૂડી સરકાર દ્વારા ધારણ કરાયેલી છે પરંતુ સરકારે જાહેર જનતાને પોતાની પાસે રહેલો શેર પૈકી કેટલાક શેરો વેચ્યા છે અને હજુ પણ શેર વેચવાની નીતિ ચાલું છે.

    આમ 1951 થી 1991 નો સમયગાળો જાહેર ક્ષેત્ર માટે ખૂબ મહત્ત્વનો રહયો હતો પરંતુ 1991 પછી તેમનું મહત્વ ખાનગીકરણને કારણે સતત ઘટી રહ્યું છે અને ખાનગી ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાનું મહત્ત્વ વધારી ૨હ્યું છે.

    ખાનગીકરણના ગેરલાભો: 

    KRM નું શોષણ, ઉચ્ચ સંચા દ્વારા સત્તાનો દુરુપયોગઆવ સંપની  અસમાન વહેંચણી, KRM ની નોકરી સલાનો અભાવ, નફાને પ્રાથ અને GR નું શોષણ.

    વૈશ્વિકીકરણનુ મહત્વ :- 

    અર્થ : જયારે કોઈપણ દેશ વિદેશી કંપનીઓને પોતાના દેશમાં ધંધો કરવાની મંજુરી આપે અને પોતાના દેશની કંપનીઓને વિદેશોમાં ધંધો કરવાની મંજૂરી આપે તો તેને વૈશ્વિકીકરણ કહેવાય.

    ખ્યાલ :

    • પહેલાના સમયમાં દરેક દેશ પોતાના ધંધા ઉદ્યોગને વિદેશી હરીફાઈ સામે રક્ષણ આપવાની નીતિ સ્વીકારતો હતો અને માટે વૈશ્વિકીકરણની નીતિ ઓછી સ્વીકાર્ય હતી.
    • શરૂઆતમાં વિકસીત દેશોની કંપનીઓએ બીજા દેશોમાં વેપાર કરવાની શરૂઆત કરી અને પછી વિકસિત દેશોએ બીજા દેશોની કંપનીઓને પણ પોતાના દેશમાં ધંધો કરવાની પરવાનગી આપી. 
    • આથી વૈશ્વિકીકરણની શરૂઆત થઈ અને પછી વિકાસશીલ દેશો પણ આ પ્રક્રિયામાં જોડાયા. વૈશ્વિકીકરણ એ હકીકતમાં દ્રીમાર્ગીય પ્રક્રિયા છે.
    • જે દેશમાં બહુરાષ્ટ્રીય કંપનીઓને ધંધો કરવા મંજુરી મળે છે તે દેશમાં રહેલી કંપનીઓને પણ  વિદેશોમાં ધંધો કરવાની મંજૂરી મળે છે. આમ, દેશના ધંધા – ઉદ્યોગોનું આંતરરાષ્ટ્રીયકરણ થતું જોવા મળે છે.
    • સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે વૈશ્વિક ધોરણે એક વ્યવસ્થા તંત્રની રચના જરૂરી બની અને વિશ્વ વ્યાપાર સંગઠન  (World Trade Organisation-WTO)નું સ્વપ્ન સાકાર થયું.
    • આ સંગઠન સમગ્ર વિશ્વમાં ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ છે. આ સંગઠન  પોતાના સભ્ય દેશોના વૈશ્વિકીકરણના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાના પ્રયત્નો કરે છે.
    • ભારત આ સંગઠનમાં સ્થાપના થઈ ત્યારથી જ સભ્ય છે તેથી વૈશ્વિકીકરણની પ્રક્રિયા ભારતમાં થોડી વધુ સરળ બની.
    • વૈશ્વિકીકરણની નીતિ સ્વીકારવાના ભાગરૂપે ભારતે વેપાર અને ટેરીફ અંગેનો સામાન્ય કરાર (General Agreene on Trade and Tariff-GATT)નો પણ સ્વીકાર કર્યો અને વિદેશી પેદાશો કે સેવાઓની દેશની અંદર આયાત કરવાની મંજૂરી કેટલીક શરતોને આધીન રહીને આપી. સેવા ક્ષેત્રના અતિ ઝડપી વિકાસ માટે વૈશ્વિકીકરણ જવાબદાર બન્યું છે.
    • બેન્કિંગ, વીમો, પરિવહન, સંદેશાવયવહાર ક્ષેત્રે દેશની રાજકીય સરહદની મર્યાદા દૂર થાય છે અને કંપનીઓ આવી સેવાઓ વિશ્વના મોટા ભાગના દેશો સુધી પહોંચાડી શકે છે. એટલે કે સમગ્ર વિશ્વ એક ગામડું (Global Village) બનેલ  છે.
    • વિશ્વનું ગ્રાહકબજાર વિકાસ પામતું જાય છે અને હવે ભારત પણ આ વ્યવસ્થાનો મહત્વનો ભાગ બનતું જાય છે.

    વૈશ્વિકીકરણ નું મહત્વ (અતિ સરળ અને ટૂંકમાં)

    • કોઈ દેશ વિદેશી કંપનીઓને પોતાના દેશમાં ધંધો કરવાની મંજૂરી આપે પોતાના દેશની કંપનીને વિદેશમાં ધંધો કરવાની મંજૂરી આપે તેને વૈશ્વિકીકરણ કહેવાય 
    • સમગ્ર વિશ્વના બધા ઉદ્યોગો ના વિકાસ માટે WTO ની સ્થાપના થઈ
    •  આ સંગઠન સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ
    •  વૈશ્વિકીકરણના માર્ગમાં આવતા અવરોધો દૂર કરે છે 
    • ભારત સ્થાપના થઇ ત્યારથી જ સભ્ય છે
    •  ભારતે GATT નો સ્વીકાર કર્યો છે 
    • સેવા ક્ષેત્રના ઝડપી વિકાસ માટે વૈશ્વિકીકરણ જવાબદાર છે 
    • વૈશ્વિકીકરણ ને લીધે સમગ્ર વિશ્વ ગામડું બન્યું છે.

     વૈશ્વિકીકરણની હકારાત્મક અસરો: 

    (1) મોટા પાયા પર ઉત્પાદન શક્ય બને છે. (2) હરીફાઈમાં વધારો થવાથી ગ્રાહકોના હક્નું રક્ષણ થાય છે. (3) ગ્રાહકોને નવતર અને પરવડી શકે તેવી ટેક્નોલોજી પ્રાપ્ત થાય છે. (4) ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓની કિંમતમાં ઘટાડો થતાં વધુ ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકે છે, (5) રોજગારીની તકોનું સર્જન થાય છે. (6) દેશમાં માળખાગત સુવિધાઓનું સર્જન ઝડપી બને છે, (7) શિક્ષણનું મહત્ત્વ વધતાં દેશમાં શિક્ષણનું પ્રમાણ વધે છે. (8) નવા ઉદ્યોગોની સ્થાપના સરળ બને છે. (9) સમગ્ર વિશ્વ એક ગામડું બનતું જાય છે. (10) સરકારી અમલદારશાહી અને તુમારશાહીમાંથી મુક્તિ મળે છે,

    વૈશ્વિકીકરણની નકારાત્મક અસરો : 

     (1) બજાર વ્યવસ્થાપનનુ કાર્ય મુશ્કેલ બને છે અને ખર્ચમાં વધારો થાય  છે. (2) મોજશોખની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અને વેચાણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓના ભોગે વધતું જાય છે. (3) લોકોની માનસિકતામાં ધીમો સુધારો નવા પ્રશ્નો સર્જે છે. (4) એક દેશ કે ઉપખંડ કે ખંડની  આર્થિક સ્થિતિની અસર અન્ય દેશો ઉપર ઝડપથી થાય છે. (5) આવક અને સંપત્તિની અસમાનતામાં વધારો થતો જોવા મળે છે. (6) સતત હરીફાઈને કારણે ઘણી વખત નીતિમત્તા ભોગ લેવાય છે. (7) મોટું કદ ધરાવતા એકમોને વધુ  લાભ મળતો જાય છે અને નાના કદના એકમો અસ્તિત્વનો સંઘર્ષ કરે છે. (8) શિક્ષણનો વ્યાપ વિકાસના વ્યાપના પ્રમાણમાં ધીમો રહે તો કર્મચારીઓ સ્પર્ધાત્મક રીતે નબળા પુરવાર થાય છે. (9) બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતે જે દેશમાંથી  શરૂ થઈ હોય તે દેશ પ્રત્યે સામાન્ય રીતે વધુ વફાદાર રહેતી જોવામાં આવે છે. (10) વૈશ્વિક સામ્રાજ્ય ધરાવતી કંપનીઓ જે તે દેશની આર્થિક નીતિ પોતાની કંપનીને વધુ અનુકૂળ થાય તે રીતે તે દેશના રાજકીય પક્ષો સાથે ગોઠવણ કરતી હોય છે.

    ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ નો તફાવત

     

    ઉદારીકરણ: વેપાર પરથી બિનજરૂરી અંકુશ અને નિયંત્રણો દૂર કરવા કે ઘટાડવા 

    વૈશ્વિકીકરણ: જ્યારે કોઈ દેશ પોતાની સીમા અને વેપાર-ધંધા માટે મુક્ત કરે તો વૈશ્વિકીકરણ કહેવાય

    ઉદારીકરણ :ઉદારીકરણ નો ઉદ્દેશ્ય ઉદ્યોગો માટે વૃદ્ધિ વિકાસ નું વાતાવરણ સર્જવાનો

    વૈશ્વિકીકરણ: વૈશ્વિકીકરણ નો ઉદ્દેશ્ય વિશ્વ સાથે સારા સંબંધો જાળવી રાખવાનો.

    ઉદારીકરણ:દેશના ઉધોગપતિ અને નાગરિકોને મૂડી રોકાણ કરવાનું પ્રોત્સાહન મળે.

    વૈશ્વિકીકરણ: દેશના ઉધોગપતિ અને નાગરિકો ઉપરાંત વિદેશી રોકાણકારોને પણ પ્રોત્સાહન મળે.

    ઉદારીકરણ:ઉદ્યોગ ધંધાની આવકમાં થતો વધારાનો લાભ દેશના નાગરિકોને મળે.

    વૈશ્વિકીકરણ:ઉદ્યોગ ધંધાની આવકમાં થતો વધારાનો લાભ વિદેશના નાગરિકોને મળે 

    ઉદારીકરણ:પેદાશની વિવિધતામાં મર્યાદિત પ્રમાણમાં વધારો થાય છે

    વૈશ્વિકીકરણ:પેદાશની વિવિધતામાં વધુ પ્રમાણમાં વધારો થાય છે.

     પાઠ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ

    પાઠ-૨ સંચાલન ના સિદ્ધાંતો

    પાઠ – 11 ગ્રાહક સુરક્ષા

     

  • પાઠ- 7 અંકુશ

    પાઠ- 7 અંકુશ

    પ્રસ્તાવના  (Introduction):

     

    ધંધાકીય એકમ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે સ્થાપવામાં આવી છે. આ ધ્યેય લાંબાગાળાના કે ટૂંકા ગાળાના હોઈ શકે છે.

    ધ્યેયની  સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.આયોજન ને અમલમાં મૂકવા માટે વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે.

    આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાની કામગીરી અંકુશની છે.


    અંકુશ:

    સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દૃષ્ટિએ આયોજન એ પ્રથમ કાર્ય છે અને અંકુશ એ છેવટનું કાર્ય છે.

    ટૂંકમાં આયોજન એ સંચાલન પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે અને અંકુશ છેલ્લું સોપાન છે. આયોજન મુજબ કાર્ય નક્કી થાય, વ્યવસ્થાતંત્રમાં તે મુજબ સત્તા અને જવાબદારીની સોંપણી થાય.

    આમ, કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશ ન કાર્ય પણ શરૂ થાય છે.

    અર્થ  :  સામાન્ય અર્થમાં,

    • અંકુશ એટલે એકમમાં કયા કાર્યો  થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલાં કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય.

     

    • આયોજન ધ્યેય નક્કી કરે છે, અને અંકુશ તેને અસરકારક બનાવે છે.

     

    • હેનરી ફેયોલના જણાવ્યા મુજબ, “ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નબળાઈઓ અને ભુલો શોધી કાઢવાનો છે. જેથી તે સુધારી શકાય અને ફરી થતી અટકાવી શકાય.

     

    •  પીટર એફ. ડ્રકરના જણાવ્યા મુજબ,‘ અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય’.

     

    અંકુશની લાક્ષણિકતાઓ  :

    (1) આયોજન સાથે સંબંધ : 

    આયોજન અને અંકુશ બન્ને એક સિક્કાની બે બાજુ સમાન છે. આયોજન યોજના ઘડવાનું કાર્ય છે અને અંકુશ યોજના મુજબ જ કાર્ય થાય છે કે નહેિ તે જોવાનું કાર્ય કરે છે. જેથી આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન છે. 

    (2) દરેક સપાટીએ થતું કાર્ય : 

    અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે. તે કોઈ એક વિભાગ કે ખાતાં પુરતું મર્યાદિત નથી. અંકુશ ના પ્રમાણમાં વધારો-ઘટાડો એ સંચાલનની સપાટી પર આધાર રાખે છે.

    (3) સતત પ્રક્રિયા :

    એકમની પ્રવૃત્તિનો ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે તેવું માનવું ભૂલ ભરેલું છે.

    વાસ્તવમાં દરેક કર્મચારીઓ પ્રવૃત્તિઓ ઉપર સતત દેખરેખ રાખીને તેના વિચલનો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું પડે છે.

    ગુણવત્તા જાળવણી અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્વની સતત પ્રવૃત્તિઓ છે.

    (4) સંચાલનનું છેવટનું કાર્ય : 

    સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદેશો નક્કી થાય, વ્યવસ્થાતંત્ર દ્વારા તેનો અમલ થાય, કર્મચારી વ્યવસ્થા ગોઠવી તેમને દોરવણી આપવામાં આવે ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે.

    એટલે સંચાલનનાં બધાં જ કાર્યો અંકુશ પહેલાં કરવામાં આવે તે જરૂરી છે.  અંકુશનું કાર્ય નિયમનનું છે.

    જે એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થયા પછી જ શરૂ થાય છે એટલે અંકુશ  એ સંચાલનનું છેવટનું કાર્ય છે. 

    (5) ભવિષ્ય સાથે સંબંધ : 

    અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબુ રાખી શકે નહી. તે ભૂતકાળના બનાવોનું અવલોકન કરી તેનું મૂલ્યાંકન કરે છે જેથી તેનો લાભ ભવિષ્યમાં મળી શકે. 

    (6) ૨ચનાત્મક પ્રવૃત્તિ:(અંકુશ એ નકારાત્મક કાર્ય નથી)

    અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવો કરવામાં આવે છે. હકીકતમાં આ માન્યતા ખોટી છે.

    ખરેખર કર્મચારીઓ તેમનાં કાર્યો આયોજન મુજબ કરે, તે જોવા અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે.

    એટલે અંકુશ એ નિષેધાત્મક નથી પરંતું વિધેયાત્મક પ્રવૃત્તિ છે. અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય તેવાં પગલા લે છે. આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે.

    (7)આંતરિક પ્રક્રિયા:

    અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે.એકમની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન, વેચાણ ,ખરીદી, નાણાકીય બાબતો, નાણાં, હિસાબ તથા કર્મચારીઓની કાર્ય પદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ વણી લેવામાં આવે છે.

    જેના કારણે આ કાર્યો ઉપર અંકુશ રાખી શકાય છે.જ્યારે બ્રાહ્ય પ્રક્રિયાઓ જેવી કે સરકારની નીતિમાં ફેરફાર, તેજી – મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણોમાં ફેરફાર ઉપર અંકુશ રાખી શકતો નથી.

    (8) ગતિશીલ પ્રકિયા : 

    અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું હોય છે. આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે.

    જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમા ફેરફાર થાય થાય અને તે મુજબ અંકુશ પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન કરવામાં આવે છે. 

    (9) વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ : 

    અંકુશ એ વ્યક્તિઓ દ્વારા, વ્યક્તિ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે.તેના કેન્દ્રમાં વ્યક્તિ છે.

    અંકુશ એ કર્મચારીઓ દ્વારા, કર્મચારીઓ ઉપર રાખવામાં આવે છે. દરેક પ્રવૃત્તિઓ અને કાર્યો કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે.

    જે ભુલો અને વિચલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા થાય છે. આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે.

    (10) અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે : 

    એકમમાં વ્યવસ્થાતંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈધિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે.

    પરંતુ સમય જતાં એકમમાં અવૈધિક સ્વરૂપ ની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે.

    આવી અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે.

    અંકુશનુ મહત્વ:  

    અંકુશ એ સંચાલનનું મહત્વનું સોપાન છે. સંચાલનના ઉદેશોને સિદ્ધ કરવા અંકુશની  જરૂર પડે છે.

    અંકુશ વગરનું ઔધોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય છે.

    (1) ધ્યેય સિદ્ધિમા મદદરૂપ : 

    અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે. તેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે.

    (2) પ્રવૃત્તિઓ ઉપર અંકુશ : ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો જેવાં કે ઉત્પાદન, વેચાણ, કર્મચારી, નાણાકીય, ગુણવત્તા વગેરે પ્રવૃત્તિ અને કાર્ય વિસ્તારો ઉપર અંકુશ રાખી શકાય છે.

    (3) આયોજન અસરકારક બને છે :  નિષ્ણાતોના  અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે.  આમ અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આયોજન સફળ બને છે.

    (4) પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન : ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ પ્રક્રિયા મદદરૂપ થાય છે. અંકુશને લીધે જ એકમની બધી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન  સધાય છે.

    (5) કાર્યનું મૂલ્યાંકન : એકમનાં અગાઉથી નક્કી કરેલાં ધોરણો અથવા  પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે અને કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય છે.

    (6) વિચલનો દૂર કરે છે : 

    અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે. તેના દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલાં વિચલનો તપાસવામાં  આવે છે અને તેના કારણો શોધીને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. તેથી વિચલનોનું પ્રમાણ ઘટે છે.

    (7) સત્તા સોંપણી માટે જરૂરી : 

    સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. કર્મચારીને કાર્ય સોપાયા બાદ તેમની પર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારી ઉપર આવે છે.

    (8) ભૂલોની શોધ : અંકુશમાં  કર્મચારીઓની  કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે. પરિણામે અંકુશ દ્વારા તેમની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટિઓ અને વિચલનોને શોધી તેમને  દૂર કરવામાં આવે છે. 

    (9) લાંબા ગાળાનું આયોજન : લાંબા ગાળાની યોજનાઓના ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે. 

    (10) દોરવણીમાં મદદરૂપ : અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે. જેથી નિર્ધારીત  પદ્ધતિએ દરેક પ્રવૃત્તિ થાય છે.

    (11) કાર્યક્ષમતાનું બેરોમીટર : ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ. આથી અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે.

    આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ:

    •  આયોજન એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ.
    • આયોજન એ ભવિષ્યમાં હાથ ધરવાની પ્રવૃત્તિઓના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરે છે. 
    • એ ધ્યેય સિદ્ધ કરવા માટે કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે, ક્યારે  અને કેટલા સમયમાં પૂરી કરવી પડશે, તે માટે ક્યાં સાધનોની જરૂર પડશે તે અંગેની રૂપરેખા કે યોજના છે.
    • જ્યારે અંકુશ એ ધંધાકીય એકમના  આયોજન મુજબ આપેલ સુચનાઓ મુજબ અને સ્થાપિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરી જો વિચલનો માલુમ પડે તો સુધારાલક્ષી પગલાં લેવાની પ્રક્રિયા છે.
    • જ્યાં આયોજન હોય ત્યાં  અંકુશ જરૂરી બને છે અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી આયોજન થયેલું જ હોય છે. તેથી આયોજન અને અંકુશ એકબીજા સાથે સંકળાયેલા છે.


    (1) આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે:

    • આયોજન  અને અંકુશ એ સંચાલનનાં બે ખુબ જ મહત્વના  પરસ્પર આધારીત કાર્યો છે.
    • આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર છે. અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં  ૨હી ગયેલાં વિચલનો શોધીને સુધારાલક્ષી પગલાં દ્વારા તેને યોગ્ય દિશામાં લઈ જવાય છે.
    • જયારે બીજી બાજુ અંકુશ કાર્યનું આયોજન વગર શક્ય નથી.
    • કારણ કે અંકુશના  કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થયા છે કે નહી તેની ચકાસણી કરવામાં આવે છે.
    • એટલે જો આયોજન ન કર્યું હોય તો અંકુશ  કાર્યની કોઈ જરૂર રહેતી નથી. “Planning and controlling are two sides of a same coin.”




    (2)પરિવર્તનો સામે રક્ષણ :

    • આયોજનમાં જે કાર્યક્રમ ઘડવામાં આવે છે તેનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો ઉપર આધારિત હોય છે.
    • આંતરિક પરિબળોને નિયંત્રણમાં લઈ શકાય છે. જ્યારે બાહ્ય પરીબળો જેવાં કે સરકારની નીતિ, હરીફાઈ, તેજી, મંદી. કાચા માલની અછત,લોકોની અભિરુચિ, ફેશનમાં પરિવર્તન વગેરે માટે અંકુશ જરૂરી બને છે.
    • બાહ્ય પરિબળોને સમજી તે અનુસાર સુધારાલક્ષી પગલાં લઈને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાનું  કાર્ય અંકુશનુ છે. આમ, આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે.

    (3) અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે :

    • ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા યોજનાઓ ઘડવાનું કાર્ય આયોજન કરે છે.
    • યોજનાઓ મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશ દ્વારા થાય છે.
    • અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીનાં પરિણામોને સરખાવવામાં આવે છે અને વિચલનો જણાતાં સુધારાત્મક પગલાં લેવામાં આવે છે.

    આમ અંકુશના કાર્ય માટે આયોજન એ પૂર્વશરત છે. 


    (4) આયોજન એ અંકુશનો જન્મ દાતા છે :

    • આયોજનને કારણે જ અંકુશના  કાર્યનો જન્મ થાય છે.
    • આયોજનમાં નક્કી થયેલી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવાનો હોય છે.
    • તેથી આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી શકે નહીં.
    • આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે.


    અંકુશ પ્રક્રિયાના તબક્કા:

    એકશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે.

    ધોરણોની સ્થાપના  :

    અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના  કરવાથી થાય છે.

    આમ, અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે નિર્ધારીત ધોરણો મુજબ કામ થાય છે કે નહિં તે જોવાનું કાર્ય અંકુશનુ છે.

    નિર્ધારીત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે છે. આ ધોરણો જેમને પાર પાડવાનાં છે તેઓ સમજી શકે તેવા સરળ હોવું જોઈએ.

    આવા ધોરણોમાં ભૌતિક, પડતર, આવક, મુડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત  નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનના લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે હોઈ શકે છે.

    માહિતી સંપાદન :

    આ તબક્કામાં થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ  અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે છે.

    માહિતી સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ અને લેખિત અહેવાલ દ્વારા મેળવવામાં આવે છે.

    કામગીરીનું માપન  : 

    પૂર્વનિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહિ તે જાણવા માટે થયેલા કાર્યોનું  માપન જરૂરી છે. આ પ્રકારના માપન સંખ્યાત્મક કે ગુણાત્મક કે બંને રીતે હોઈ શકે.


    થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી  : 

    અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્ર કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે રાખવામાં આવે છે.

    સુધારાલક્ષી પગલાં  : 

    સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો  છેલ્લો તબક્કો છે.

    કાર્યનું મૂલ્યાંકન કરીને સ્થાપિત ધોરણો  સાથે સરખામણી કરવામાં આવે છે અને વિચલનો જણાય તો તે દૂર કરવા સુધારાલક્ષી પગલાં લેવાય છે.

    આ માટે નીચે દર્શાવેલ ત્રણ પૈકી કોઈપણ યોગ્ય પગલાં લેવામાં આવે છે.

    (1) પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા : 

    સ્થાપિત ધોરણો ની  સરખામણી કર્યા પછી, પ્રાપ્ત થયેલાં વિચલનો જો  સામાન્ય હોય તો તે સ્વીકારવામાં આવે છે. આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતાં નથી. અર્થાત પરિસ્થિતિમાં ફેરફાર થતો નથી.

    (2) પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા :

    સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો મોટો તફાવત હોય તો આવો તફાવત કે વિચલન ઉદ્ભવવાના કારણો તપાસી તે દૂર કરવા જરૂરી સુધારાલક્ષી પગલા લેવાય છે.

    (3) ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા : 

    • સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતાં ન હોય તો એનો અર્થ  એ થાય છે કે સ્થાપિત ધોરણો ઊંચા છે અને તેમાં ફેરફાર કરવો જરૂરી બને છે.
    • આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફે૨ફાર કરી નવાં ધોરણો સ્થાપવામાં આવે છે.
    • કેટલીકવાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો હોય તો ધોરણો સુધારીને ઉચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે.
    •  આમ ,અંકુશનું કાર્ય એ માત્ર વિચલનોને શોધવાનું નથી પરંતુ એકમના કાર્યોને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે.  આથી અંકુશ એ વિધાયક પ્રક્રિયા છે.






  • પાઠ 6 :દોરવણી

    પાઠ 6 :દોરવણી

    પ્રસ્તાવના (Introduction)
    સંચાલન ના કાર્યો મા મુખ્યત્વે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા અને અંકુશને સમાવેશ થાય છે. પરંતુ સંચાલકોએ લીધેલા નિર્ણય નો અમલ તો દોરવણી દ્વારા જ થાય છે.

     સંચાલકે પોતાના હાથ નીચેના માણસો પર દેખરેખ રાખવી, તેમને સૂચનાઓ અને હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે.

    દરેક એકમમાં કર્મચારીઓની કાર્ય ક્ષમતા આધાર દોરવણી પર રહેલો છે.

    દોરવણીનો અર્થ:
    સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓ માર્ગદર્શન આપવું. તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેના કાર્ય જુસ્સો ટકાવી ના અવરોધો રાખવો.
    • કર્મચારીઓને ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી.’

    દોરવણીની લાક્ષણિકતાઓ :

    (1) હેતુલક્ષી પ્રવૃત્તિ : દોરવણી નો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપી ને પ્રોત્સાહિત કરવાનો છે જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે છે. આમ, દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે.   

    (2) સંચાલન ની બધી સપાટી એ થતું કાર્ય : દોરવણી નું કાર્ય સંચાલન ની દરેક સપાટીએ થતું જોવા મળે છે. ઉચ્ચ અધિકારી પોતાના હાથ નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય, નીતિ તથા વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે. આમ, ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી દોરવણી અપાય છે,

    (3) સતત ચાલતી પ્રક્રિયા : ધંધાકીય એકમની પ્રવૃત્તિ જ્યા સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા કરે છે, 

    (4) કાર્ય પર દેખરેખ : દોરવણી આપવાનો ઉદેશ દોરવણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહિ તે જોવાનો છે. અપાયેલી સૂચનાઓ અને હુકમો પ્રમાણે કાર્યો થાય છે કે નહી તે અંગે દેખરેખ રાખવાની પ્રક્રીયા છે.
    (5) વિશાળ કાર્યક્ષેત્ર : દોરવણી નું કાર્યક્ષેત્ર વિશાળ છે. તેમાં કર્મચારીઓનેે માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાની નથી. પરંતુ નિર્ણયોનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાનો હોય છે.

    (6) માહિતી સંચાર : દોરવણી એ કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વશરત ગણાય છે. 

    (7) પ્રોત્સાહન : કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેને પ્રોત્સાહન આપવું જરૂરી હોય છે.તેથી વધુ સારું કાર્ય કરવા પ્રોત્સાહન મળે છે.

    (8) નિમ્નગામી પ્રવૃત્તિ : દોરવણી એ નિમ્ન ગામી પ્રવૃત્તિ છે, તેમાં હંમેશાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે.

    (9) સંચાલકીય કાર્ય : સંચાલન ના વિવિધ કાર્યો જેવાકે, આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતીપ્રેષણ અને અંકુશ સાથે દોરવણી નું કાર્ય સંકળાયેલું છે.

    દોરવણીનુ મહત્વ :
    ધંધાકીય એકમમાં કર્મચારીઓ ની કાર્યક્ષમતા નો આધાર દોરવણી પર રહેલો છે. સંચાલન પ્રક્રિયા ના વિવિધ કાર્યો પૈકી દોરવણી નું કાર્ય વિશિષ્ટ મહત્વ ધરાવે છે.

    (1) કાર્ય ક્ષમતામાં વધારો : વ્યવસ્થાતંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો વિષયક યોગ્ય દોરવણી આપવામાં આવે. દોરવણી ને કારણે કર્મચારીઓને પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી અંગે ની સ્પષ્ટતા થાય છે તેથી તેની કાર્યક્ષમતા માં વધારો થાય છે.

    (2) કાર્યક્ષમતા નુ વિશ્લેષણ : દોરવણી દ્વારા કર્મચારીઓ કાર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે. તેમના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

    (3) કર્મચારીઓ ને પ્રોત્સાહન : દોરવણી ને કારણે કર્મચારીઓને યોગ્ય કાર્યપદ્ધતિ તથા નીતિ-નિયમોથી વાકેફ કરી શકાય છે. કાર્ય અંગેની તેમની દ્વિધા દૂર કરી શકાય છે. જેથી તેેેેેઓને કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે છે.

    (4) અસરકારક આયોજન : ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. આયોજન દ્વારા નિર્ધારીત કરેલા ધ્યેયને પાર પાડવા નું કાર્ય દોરવણી દ્વારા થાય છે.

    (5) અસરકારક વ્યવસ્થાતંત્ર : દોરવણી ના કારણે દરેક કર્મચારીને તેની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત અધિકારીઓના હુકમો અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થાય છે. તેથી સમગ્ર વ્યવસ્થાતંત્ર અસરકારક બને છે.                                                                                                    (6) સંકલન અને સહકાર : દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યોનું સંકલન સાધી શકાય છે. દોરવણી આપનાર નેતા તેના તાબેદારોનાં કાર્યોનું સંકલન કરે છે.     

    (7) અંકુશ નું કાર્ય : દોરવણી આપવાથી કર્મચારીઓની કાર્ય અંગેની ભૂલો અને ખામીઓની શક્યતા ઘટે છે. આમ અંકુશનું કાર્ય અસરકારક બને છે.   

    (8) કાર્યજુસ્સામાં વધારો : દોરવણી આપવાથી કર્મચારીઓનો કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે. રૂચિ વધે છે. જે કર્મચારીઓનો જુસ્સો વધારે છે.                                                                (9) વિચલનની શોધ : નિર્ધારીત ધ્યેય પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. જેથી અનિચ્છનીય વિચલનને પ્રાથમિક તબક્કામાં જ શોધી શકાય છે. 

    દોરવણી નાં તત્વો:

    દોરવણીના તત્વો

    (1) નિરીક્ષણ (2)  અભિપ્રેરણ  (3) નેતૃત્વ (4) માહિતી સંચાર

    નિરીક્ષણ (Supervision) :

    કામદારોના કાર્ય ની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. નિરીક્ષણનું કાર્ય મોટા ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે.

    નિરીક્ષણનું કાર્ય સંચાલન તળ સપાટી વધારે જોવા મળે છે.

    કામદારો અને ફોરમેનનાં કાર્યો નું નિરીક્ષણ કરવાનું કાર્ય જે કરે છે તેને નિરીક્ષક કહે છે.

    નિરીક્ષક કામદારો અને ફોરમેનનાં કાર્ય અંગે જવાબદાર હોય છે.

    તે સંચાલન ની ઉચ્ચ સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે.

    અર્થ :
    સરળ અર્થ મા કહી શકાય કે કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ.

    • આર. સી. ડેવીસના જણાવ્યા મુજબ, ‘નિરીક્ષણ એ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે.”

    નિરીક્ષકના કાર્યો : વિભાગ C અને D most imp
    (1) કાર્યોનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા.
    (2) કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી.
    (3) કર્મચારીઓ ના કાર્યોની સતત દેખરેખ રાખવી જેથી સમય અને શ્રમ નો બચાવ થઈ શકે.

    (4) કર્મચારીઓની વ્યક્તિગત ઉદેશો ની સમગ્ર એકમની ઉત્પાદકતા ઉદ્દેશો સાથે સાંકળવાના કાર્યો નિરીક્ષક કરે છે.

    (5) કર્મચારીઓની કાર્ય ક્ષમતા માં વધારો થાય તે માટે અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરું પાડે છે.

    (6) કર્મચારીઓ માં જૂથ ભાવના ટકાવી રાખે છે.

    (7) માહિતી સંચાર ઝડપી બનાવવા નું કાર્ય કરે છે.

    (8) એકમ માં આવતી નવી ટેકનોલોજી નો ઉપયોગ વિષયક માર્ગદર્શન આપે છે.

    (9) કર્મચારીઓમાં શિસ્ત ની ભાવના ટકાવી રાખે છે.

    (10) નિરીક્ષક એ અંકુશ રાખતો નથી પરંતુ કેળવણી પૂરી પાડે છે.

    (11) નિરીક્ષક કર્મચારીઓની મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે. (Friend, Philosopher and Guide)

     અભિપ્રેરણ 

    અભિપ્રેરણ એટલે વ્યક્તિની અંતર્ગત એક એવું તત્વ કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

    અભિપ્રેરણ એ એક વિસ્તૃત ખ્યાલ છે, જ્યાં માનવી કામ કરે છે ત્યાં અભિપ્રેરણનું કાર્ય જરૂરી બને છે. અભિપ્રેરણ માટે ના પ્રેરક માં નાણું, બિન નાણાકીય પ્રોત્સાહન, સગવડો, વણસંતોષાયેલી જરૂરિયાત વગેરેનો સમાવેશ થાય છે.
     

    અભિપ્રેરણનો અર્થ  :

    સામાન્ય અર્થમાં, કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષ ની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ.’
    જુસીઅસના જણાવ્યા મુજબ, ‘ઇચ્છિત કાર્ય ને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે.”

    અભિપ્રેરણની લાક્ષણિકતાઓ :

    (1) આંતરિક પ્રેરણા : અભિપ્રેરણ એ એક એવું બળ કે શક્તિ છે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે. જરૂરિયાત એવી લાગણી છે, જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે અને તે પૂરી કરવા તેને પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે.

    (2) મનોવૈજ્ઞાનિક ખ્યાલ : અભિપ્રેરણનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે. તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી હોય છે.

    (3) કર્મચારીઓની કાર્ય ક્ષમતામાં વધારો : અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. 

    (4) સતત પ્રક્રિયા : અભિપ્રેરણા પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત ચાલ્યા કરે છે.  તે એકમ ની શરૂઆતથી તેના અંત સુધી ચાલુ રહેતી પ્રક્રિયા છે.

    (5) ફેરબદલી દરમાં ઘટાડો : અભિપ્રેરણના કારણે કર્મચારીઓ આંતરિક સંતોષમાં વધારો થાય છે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીની કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે. કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરી માં ચાલુ રહેવા પ્રેરણા મળે છે. જેથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે.

    (6) ઉદેશોની પ્રાપ્તિ : અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે એટલે કર્મચારીઓની વ્યક્તિગત અને ધંધાકીય એકમોના ઉદેશો ની પ્રાપ્તિ થાય છે.

    (7) વિસ્તૃત ક્ષેત્ર : અભિપ્રેરણ ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે. 

    (8) પરિવર્તનશીલ વ્યવસ્થાતંત્રને અનુરૂપ : આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થાતંત્રમાં ઝડપી પરિવર્તનો આવે છે. અભિપ્રેરણ દ્વારા તેમની યોગ્ય સમજ આપી આવા પરિવર્તનનો સહેલાઈથી સ્વીકાર કરી શકાય છે.

    (9) સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન : કર્મચારી ને અભિપ્રેરણ આપવાથી તેને કાર્ય સંતોષ મળે છે. પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપે છે.

    (10) હકારાત્મક અભિગમ : અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમ ને પ્રોત્સાહન આપે છે.

    (11) સંચાલન નું એક કાર્ય : અભિપ્રેરણ એ સંચાલનનું એક મહત્વનું કાર્ય કે અંગ ગણાય છે. 

     માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ :

    માનવીની જરૂરિયાતો જુદી જુદી હોય છે. આ જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિ ને આધારે નક્કી થાય છે.

    માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતો અને
    અગ્રતાક્રમ નો સિદ્ધાંત 1943 માં ‘માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત’ એ શીર્ષક લેખમાં રજૂ જરૂરિયાતો કર્યો હતો.

    આવી પાંચ જરૂરિયાતો તેમની તીવ્રતા કે પ્રબળતાના અગ્રતાક્રમમાં રજૂ કરી છે. 
    (1) શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો  : શારીરિક જરૂરિયાતો માનવીની મૂળભૂત જરૂરિયાત છે. મૂળભૂત જરૂરિયાતો માં  ખોરાક, પાણી, કપડા, આવાસ વગેરેનો સમાવેશ થાય છે. શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાતએ સૌથી અગ્રતાક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે. ભૂખ્યો માણસ ખોરાકને પ્રાધાન્ય આપે છે. એનો અર્થ એ છે કે જ્યાં સુધી માણસની ખોરાક, કપડાં અને
    રહેઠાણ જેવી પાયાની જરૂરિયાત સંતોષાય નહીં ત્યાં સુધી તે બીજી જરૂરિયાતને મહત્ત્વ આપતો નથી.

    (2) સલામતી ની જરૂરિયાતો : શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા જાય ત્યારે અગ્રતાક્રમની દૃષ્ટિએ સલામતી ની જરૂરિયાત આવે છે.

    અહીં શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ ઉપરાંત પગારની નિયમિતતા નો સમાવેશ થાય છે.

    આ માટે માનવી વીમો લેવો, બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવું વગેરે જેવા કાર્યો કરે છે. આવી સલામતી માનસિક શાંતિ માટે જરૂરી બને છે.

    (3) સામાજિક જરૂરિયાતો : જ્યારે સલામતીની જરૂરિયાત સંતોષાઈ જાય પછી સામાજિક જરૂરિયાતોનો ક્રમ આવે છે.

    જેમાં લાગણી અને પ્રેમ નો સમાવેશ થાય છે. માનવી સામાજિક પ્રાણી છે. તેના પોતાના પરિવાર, સગા,સંબંધીઓ, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું તે હંમેશાં ઇચ્છતો હોય છે.

    આવી જરૂરિયાતોમાં પરિવારના સભ્યો દ્વારા મિત્રો, સગા સંબંધીઓ દ્વારા તેમજ કાર્યસ્થળે તેના સહ કર્મચારીઓ દ્વારા અને સમાજના લોકો દ્વારા  સ્નેહ અને આદર પામે તેવી જરૂરિયાત તે અનુભવે છે..

    (4) સન્માન અને પ્રતિષ્ઠા ની જરૂરિયાત : ઉપરોક્ત 1 થી 3 જરૂરિયાત  નિમ્ન કક્ષાની જરૂરિયાતો હતી.

    સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોને હોદાની જરૂરિયાત કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે.

    વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે, સાથી કર્મચારીઓ કે અધિકારી પોતાને માન આપે.

    તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છા કર્મચારીઓમાં જન્મે અને તે પ્રાપ્ત કરવાની તેની ઝંખના વધે છે.

    ટૂંકમાં, સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચા હોદ્દા ની પ્રાપ્તિ વગેરેનો જરૂરિયાતો આ ક્રમમાં આવે છે,

    (5) આત્મસન્માન અને આત્મસિદ્ધિ જરૂરિયાતો :

    માનવીની ઉપરોકત ચારેય જરૂરિયાતો સંતોષાયા  બાદ વ્યક્તિ આત્મસિદ્ધિ કે આત્મદર્શન પ્રાપ્ત કરવા મથે છે.

    પ્રત્યેક વ્યક્તિ હંમેશાં સિદ્ધિના શિખરો સર કરી ટોચ ઉપર બિરાજવા ઇચ્છતી હોય છે.

    પોતાના કાર્યક્ષેત્ર માં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્ર માં પોતાની પ્રવીણતાનો મહિમા ગવાય તેવી ઈચ્છા એટલે આત્મસિદ્ધિ ની જરૂરિયાત.

    દા.ત., તબલા વાદનમાં ઝાકીર હુસેન, સંતુર વાદન માં શીવકુમાર શર્મા, ક્રિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકર, અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન, સંગીત ક્ષેત્રમાં લતા મંગેશકર વગેરે.

    નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન 

    પ્રોત્સાહનો  : કર્મચારીઓની તેમના કાર્ય પ્રત્યે અભિરુચિ જળવાય રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આ પ્રેરણાને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે.

    પ્રોત્સાહનો કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરે છે. કર્મચારીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે.

    પ્રોત્સાહનના બે પ્રકાર છે. નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો


     નાણાકીય પ્રોત્સાહનો :

    નાણાકીય પ્રોત્સાહનો આવડત અને કુનેહ ધરાવતા કર્મચારીઓ કે કામદારો માટે વરદાન સમાન છે. કારણ કે નાણાકીય પ્રોત્સાહનો થી તેના ઉત્સાહ, જુસ્સો, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા માં વધારો થાય છે. કર્મચારીઓની આર્થિક સલામતી અને સામાજિક મોભો વધે છે. 

    (1) નફામાં ભાગ : એકમને મળતો અધિક નફો  એ નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસ નું પરિણામ છે. નફામાંથી ચોક્કસ ભાગ, કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે, તેને નફાભાગ કહે છે.

     (2) સહભાગીદારી : કર્મચારી કે કામદારોને એકમ ની માલિકી, સંચાલન અને નફા વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેના સહભાગીદારી કહેવામાં આવે છે. 

    (3) બઢતી : કર્મચારીઓ ને તેમના વર્તમાન હોદા ઉપર થી ઊંચા લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહે છે. જેથી કર્મચારીઓની સત્તા, જવાબદારી, ફરજો અને વેતનમાં વધારો થાય છે. 

    (4) બોનસ : વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોનુ પ્રદાન હોય છે. આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવાય છે.

    (5) કમિશન : વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિક તરફથી  પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે જેને કમિશન કહે છે.

    (6) ઇનામો :  કર્મચારી કે કામદારને તેની ઉત્તમ સેવા બદલ રોકડ પુરસ્કાર,પ્રમાણપત્ર અને ચંદ્રક આપી જાહેરમાં સન્માનિત કરવામાં આવે તો કર્મચારીના જુસ્સા,ધગશ અને કાર્યક્ષમતા માં વધારો થાય છે.

    (7) સલાહ અને સૂચનો : કામદારો ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે. તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા સલાહ અને સૂચનો એકમના માલિકને આપે છે.  આવી સલાહ અને સુચનો આપવા માટે કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે.

    બિન-નાણાકીય પ્રોત્સાહનો :

    જે પ્રોત્સાહનો નાણા આધારીત હોતાં નથી તેવા પ્રોત્સાહનોને બિન નાણાકીય પ્રોત્સાહન કહે છે. બિનનાણાકીય પ્રોત્સાહનો પણ કર્મચારીઓ કે કામદારોના કાર્યજુસ્સામાં વધારો કરે છે.

    (1) નોકરીની સલામતી : કર્મચારીઓને ફક્ત વેતન મળે તે અગત્યનું નથી પરંતુ નોકરીની સલામતી પણ અગત્યની છે.

    નોકરીની સલામતી મળવા થી કામદારો ઉત્સાહથી કાર્ય કરવા પ્રેરાય છે જેથી એકમના ઉત્પાદનમાં વધારો થાય છે.

    (2) કામની કદર અને સન્માન :

    જે કર્મચારીઓ એકમ દ્વારા નિર્ધારિત કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસર પૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય તેવા કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવે છે.

    (3) જવાબદારીની સોંપણી : કર્મચારીઓને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા  વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. જવાબદારીની સોંપણીથી કર્મચારીમા વિશ્વાસ વધે છે અને વધુ કાર્ય કરવાની પ્રેરણા મળે છે.

    (4) સલાહકાર :  કર્મચારીઓના અનુભવનો લાભ લેવા તેના મંતવ્યો લેવામાં આવે છે, આમ થાય તો કર્મચારી પોતે કંપનીમા મહત્વ નો હિસ્સો છે તેવું અનુભવે છે અને પ્રોત્સાહિત થાય છે.

    (5) કલ્યાણકારી પ્રવૃત્તિ અને સુવિધાઓ : કર્મચારીઓને વેતન ઉપરાંત તબીબી સેવા, સસ્તી કેન્ટીનની સુવિધા, પુસ્તકાલયની સગવડ, પગાર સહિતની રજાઓ, રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિઓ  વગેરે જેવી અસંખ્ય કલ્યાણકારક પ્રવૃત્તિઓની લાભ આપે છે. તેનાથી કર્મચારીઓ ખંત, ઉત્સાહ અને કાર્યક્ષમતા થી પોતાનું કાર્ય કરે છે.

    (6) અન્ય પ્રોત્સાહનો : ઉપરોક્ત પ્રોત્સાહનો ઉપરાંત કર્મચારીઓ ને કાર્ય માટે પ્રોત્સાહિત કરવા બીજાં અન્ય પ્રકારનાં પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. જેમાં રહેઠાણની સગવડ, જીવન વીમાની સેવા, બાળકોના શિક્ષણની ફી, પુસ્તક, ઘરે થી ધંધાકીય એકમ સુધી આવવા-જવાની વાહન સુવિધા વગેરે નો સમાવેશ થાય છે.

     નેતૃત્વ-

    અર્થ : કોઈપણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહી શકાય.

    અન્ય વ્યક્તિ માં ધ્યેય સિદ્ધ કરવાની ઇચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ.

    લાક્ષણિકતાઓ :

    (1) તાબેદાર નું અસ્તિત્વ : નેતા હંમેશાં તાબેદાર ને નેતૃત્વ પૂરું પાડે છે. આથી નેતૃત્વના અમલ માટે તાબેદાર નું અસ્તિત્વ હોવું જરૂરી છે.

    (2) સતત પ્રક્રિયા : જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. આમ નેતૃત્વ એ સતત પ્રક્રિયા છે.

    (3) નેતૃત્વ નો સ્વીકાર : નેતૃત્વ માટે નેતા અને તાબેદાર હોવા જરૂરી છે. નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ. નેતા દોરવણી આપે છે અને તાબેદાર તેને અનુસરે છે.

    (4) અવૈધિક અને પ્રભાવ ઉભા કરી શકે તેવા સંબંધો : નેતા એ વૈધિક રીતે અમુક જૂથોનો વડો છે, પરંતુ નેતા એ અવૈધિક રીતે પણ તેના પરિચયમાં આવતી વ્યક્તિના વર્તન પર અસર ઉપજાવી શકે અને ધ્યેય સિદ્ધિ માટે તેમને પ્રેરિત કરે છે.

    (5) આદર્શ વ્યક્તિત્વ : નેતા આદર્શ વ્યક્તિ હોવો જોઈએ. નેતા પોતાના આચરણ કે વર્તણૂકથી પોતાના તાબેદાર ને પ્રભાવિત કરે છે.

    (6) અભિપ્રેરણ : નેતાગીરી તાબેદાર ને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી હોવાથી નેતા પ્રથમ તેમના તાબેદારોને પ્રોત્સાહિત કરી ને ઇચ્છિત પરિણામો મેળવે છે.

    (7) હિતની એકવાક્યતા : નેતૃત્વમાં નેતા અને તેના તાબેદાર વચ્ચે હિતોની એકવાક્યતા સધાય છે. 

    (8) પરિસ્થિતિ ની અસર : નેતા ની સફળતા નો આધાર ચોક્કસ પરિસ્થિતિ પર રહેલો છે. જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નેતાને સફળતા મળતી નથી.

    સારા નેતાના ગુણો

    (1) શારીરિક ગુણો : એક પ્રભાવશાળી નેતા માટે સારી શારીરિક તંદુરસ્તી એ પૂર્વ જરૂરિયાત છે. આ ઉપરાંત શારીરિક બાંધો, આકર્ષક સૌદર્ય, શાંત અને આનંદી સ્વભાવ મદદનીશો ને કાર્ય પ્રેરણા આપે છે.

    (2) બૌદ્ધિક ગુણ : સારો નેતા બૌદ્ધિક શક્તિ ધરાવતો હોવો જોઈએ. બૌદ્ધિક ગુણોમાં નિર્ણયશક્તિ, માનસિક ક્ષમતા, ગ્રહણશક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવા જ્ઞાન મેળવવાની તૈયારી, તર્ક શક્તિ, દીર્ઘદ્રષ્ટિ તથા વિવિધ કૌશલ્યો જેવાં કે વકતૃત્વ કળા, ગણન કૌશલ્યો, આંતર સંબંધો નું જ્ઞાન તથા માનવીય કૌશલ્યો વગેરેનો સમાવેશ થાય છે.

    (3) માનસિક ગુણો : મનોવૈજ્ઞાનિક ગુણોમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉત્સાહ, સાહસિકતા, સહકાર ની ભાવના, બુદ્ધિ ચાતુર્ય, કાર્ય રૂચિ, લાગણી તથા વિવેક વર્તનનો સમાવેશ થાય છે.

    6.6 માહિતી સંચાર:

    માહિતી સંચાર એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે. વર્તમાન યુગ માહિતી સંચાર શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્યો વગેરે ની આપ-લે કરવાની પ્રક્રિયા છે.

    તળ સપાટીથી કેટલીક માહિતી પરની સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડે છે. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ. 

    માહિતી સંચારનો અર્થ  :

    એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી, જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિ ના ઉદેશો ને સમજી શકે અને તેનો અમલ કરી શકે.

    • માહિતી સંચાર એ શબ્દો, પત્ર, સૂચનાઓ, વિચારો કે મંતવ્યો નો આદાન-પ્રદાન કે આપ-લે કરવાની પ્રક્રિયા છે.

     લાક્ષણિકતાઓ  :

    (1) હેતુલક્ષી પ્રક્રિયા : માહિતી સંચાર નો હેતુ ફક્ત માહિતી આપવાનો કે લેવાનો નથી પરંતુ તે દ્વારા ઔદ્યોગિક એકમના ચોક્ક્સ હેતુ સિદ્ધ કરવાનો છે. 

    (2) શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ : માહિતીસંચાર માં જ શબ્દો અને ભાષા વપરાય તે સ્પષ્ટ હોવાં જોઈએ. દ્વિઅર્થી ન હોવા જોઈએ.

    (3) દ્વિમાર્ગી પ્રક્રિયા : માહિતી સંચાર ની પ્રક્રિયા દ્વિમાર્ગી છે. 
     જરૂરી માહિતી મધ્ય અને તળ સપાટીને મોકલી આપે છે જ્યારે મધ્ય અને તળ સપાટીથી જરૂરી માહિતી રિપોર્ટ સ્વરૂપે મેળવવામાં આવે છે.

    (4) કાયમી પ્રક્રિયા : માહિતી સંચાર એ સતત અને કાયમી ચાલતી પ્રક્રિયા છે. જે એકમના અંત સુધી ચાલે છે.

    (5) અસંખ્ય સાધનો : આધુનિક સમયમાં માહિતી સંચારને અસરકારક બનાવવામાં અનેક સાધનોનો ઉપયોગ થાય છે. તેમાં મૌખિક અને લેખિત સંદેશા, ટેલીફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, એસ.એમ.એસ.,  વગેરેનો ઉપયોગ થાય છે.

    (6) અનેક પ્રકાર અને પદ્ધતિ : માહિતી સંચારના અનેક પ્રકાર અને પદ્ધતિઓ છે જેવી કે આંતરિક માહિતી સંચાર, બાહા માહિતીસંચાર, લેખિત માહિતી સંચાર, મૌખિક માહિતી સંચાર પદ્ધતિઓનો ઉપયોગ થાય છે..

    (7) કાર્યપ્રેરક પ્રવૃત્તિ : માહિતી સંચારની પ્રવૃત્તિને કારણે અધિકારીમાં અને કર્મચારીઓમાં કાર્ય સમજ વધે છે, પરિણામે તેને કાર્ય કરવાની પ્રેરણા મળે છે.

    (8) વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ : માહિતી સંચાર એ મુખ્યત્વે એ કામના વહીવટ સાથે સંબંધ ધરાવે છે.


    (9) માનવીય પ્રક્રિયા : માહિતી સંચારનાં માધ્યમો ગમે તે હોય પરંતુ માનવી વગર અને તેના કૌશલ્ય વગર માહિતી સંચાર નો અમલ થઈ શકતો નથી. માહિતી સંચાર કરતી વખતે ભય, લાગણી, ક્રોધ વગેરે ઘણા બાબતો અસર કરે છે જેથી તે માનવીય પ્રવૃત્તિ છે.

     

    વૈધિક અને અવૈધિક માહિતી સંચાર :

    માહિતી સંચારના સ્વરૂપની દ્રષ્ટિએ બે પ્રકાર છે.

    (1) વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર (2) અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર

    વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર  :

    • જે માહિતી સંચાર ધંધાના ઉદેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્ર ના નીતિ-નિયમો પર આધારિત હોય તેને વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે.
    • આ માહિતીસંચારની વ્યવસ્થામાં ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે (વૈધિક રીતે) સંકળાયેલા હોય છે.
    • તેનો ઉદેશ અંકુશ અને સંકલન નો હોય છે.
    • આ પ્રકારનો માહિતી સંચાર મહદ અંશે લેખિત સ્વરૂપ હોય છે.
    • આ માહિતી સંચાર સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય છે.

    ઉદાહરણ.
    (i) અનિયમિત અને પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીઓને ચેતવણી રૂપે આપવામાં આવતી નોટિસ કે મેમો.
    (ii) કર્મચારીઓને બઢતી કે બદલી માટે ઉપરી અધિકારી તરફથી આપવામાં આવતો લેખિત પત્ર.

      વૈધિક કે ઔપચારિક માહિતી સંચારની લાક્ષણિકતાઓ :

    (1) આ માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારીઓ સાથે વૈધિક રીતે સંકળાયેલી હોય છે.
    (2) ઉદેશ સ્પષ્ટપણે અંકુશ અને સંકલન નો હોય છે.
    (3) વૈધિક માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપમાં હોય છે.
    (4) આવા માહિતી સંચાર નો સ્વીકાર વ્યવસ્થા તંત્રની એક નીતિ તરીકે થાય છે.
    (5) વ્યવસ્થાતંત્ર ના માળખાને આધારિત હોય છે.
    (6) વૈધિક માહિતી સંચાર ધંધાની ઉદેશો ની સિદ્ધિ માટે તૈયાર કરાય છે.
    (7) સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે.

     

    (2) અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર  : જે માહિતી સંચાર
    વ્યવસ્થાતંત્ર માં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહે છે.

    આ માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ અને સરળ હોય છે. જેમાં અંકુશ અને આદેશની જરૂરીયાત હોતી નથી.


    અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચારની  લાક્ષણિકતાઓ :

    (1) માનવ સંબંધો ઉપર આધારિત હોય છે.
    (2) અંકુશ કે આ દેશની જરૂરીયાત હોતી નથી.
    (3) મૌખિક કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે.
    (4) માનવીય સંબંધો કે મિત્રતા પર આધારિત હોય છે.
    (5) પરિવર્તનશીલ અને સરળ હોય છે.
    (6) આ માહિતી સંચાર માં વિધિ ને કોઈ મહત્ત્વ નથી.
    (7) વ્યવસ્થાતંત્ર ને વધુ સંકલિત અને વધુ વિશ્વનિયતા પ્રદાન કરે છે.
    (8) અવૈધિક માહિતી સંચાર એ વૈદિક માહિતી સંચાર વિકલ્પ નહિ, પરંતુ પૂરક છે.

     

    અસરકારક માહિતી સંચાર ના અવરોધો  :

    માહિતી સંચાર એ માનવીય પ્રવૃતિ હોવાથી માનવીય મર્યાદાઓ જેવી કે લાગણી, ભૂલો, અનુમાનો, અસમજ, અવિશ્વાસ અને ડર વગેરે માહિતી સંચાર વખતે અવરોધકો બને છે. આવા અવરોધો નીચે મુજબ છે.

    (1) સ્પષ્ટ આયોજનનો અભાવ : માહિતી મોકલતા પહેલા કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે.

    (2) ભાષાંતર ની ભૂલો : મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિ ઉપરી અધિકારી પાસેથી સંદેશાઓ મેળવે છે. આવા સંદેશા માતૃભાષા માં ન પણ હોય. આ માહિતીનું અર્થઘટન કરીને માહિતીને નીચલી સપાટી તરફ મોકલવામાં આવે ત્યારે ભાષાંતર ની ભૂલો થવાની શક્યતા રહે છે.

    (3) અસ્પષ્ટ સંદેશા : માહિતી સંચારના વિવિધ માધ્યમો ના ઉપયોગમાં ઘણી વખત મહત્ત્વની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે. શબ્દોની કે વાક્યોની અયોગ્ય ગોઠવણ હોય છે.  પરિણામે આવા સંદેશા માહિતી મેળવનાર ને સ્પષ્ટ અર્થ આપવામાં નિષ્ફળ જાય છે અને માહિતી સંચાર અવરોધાય છે.

    (4) અસ્પષ્ટ અનુમાનો : ઘણા સંદેશાઓનો આધાર અનુમાનો અને પૂર્વધારણાઓ પર રહેલો હોય છે. આ અનુમાન અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશાઓ મોકલવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને મહત્વ બદલાઈ જવાની શક્યતા રહે છે.

    (5) યોગ્ય સમય નો અભાવ : કેટલીક વાર માહિતીને આધારે નિર્ણય લેવાનો હોય છે અને માહિતી મળ્યા પછી તેનો અમલ કરવાનો હોય છે. માહિતી જો સમયસર ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી અને માહિતી સંચારની અસરકારકતા ઘટે છે.

    (6) માહિતી નુ અતિ ભારણ : મોટા એકમોમાં માહિતીની સતત અને અવિરત આપ-લે થતી રહે છે. આમા કર્મચારી માહિતીની ચોકસાઈ જાળવવાને બદલે પોતાના કામના ભારણનો નિકાલ કરવાને પ્રાધાન્ય આપે છે. .

    (7) સંદેશા પ્રત્યે દુર્લક્ષ : કેટલીક વાર ઉચ્ચ સંચાલકો કે નીચલી કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેધ્યાન અને બેદરકાર રહે છે. 

    (8) અયોગ્ય માધ્યમની પસંદગી : માહિતી આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે. પરંતુ આવા માધ્યમની પસંદગી યોગ્ય કે અનુરૂપ ન થઈ હોય તો માહિતી સંચારમાં અવરોધો ઊભા થાય છે.

    (9) અવિશ્વાસ અને ડર : જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનુ વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દૃષ્ટિએ જોવામાં આવે છે. 

    માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ઉપાયો 

    (1) માહિતી, અવરોધાય નહિ તે રીતે વ્યવસ્થાતંત્ર ના માળખાને અનુરૂપ માહિતી સંચારના તંત્રને ગોઠવવું જોઈએ.

    (2) માહિતી આપનાર જે માહિતી આપે તે સ્પષ્ટ હોવી જોઈએ જેથી માહિતી મેળવનાર સારી રીતે સમજી શકે.

    (3) માહિતી પ્રચાર ના જુદાં જુદાં માધ્યમો ની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી પ્રસારણના સંદર્ભમાં યોગ્ય માધ્યમ ની પસંદગી થવી જોઈએ.

    (4) માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.

    (5) માહિતી સંચાર માં બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકાર ની ભાવના આવશ્યક છે.

    (6) માહિતી સંચાર વ્યવસ્થા ઝડપી હોવા જોઈએ

    (7) માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ.
    (8)  બિનજરૂરી માહિતી નું પ્રસારણ માહિતી સંચારના માધ્યમો ઉપર ભારણ વધારે છે તેથી યોગ્ય પ્રસારણ હોવું જોઈએ.

    (8) માહિતી સંચાર ની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનુ અંગત હિત કે સ્વાર્થ ન હોવો જોઈએ. દા.ત., માહિતી આપનાર અમુક માહિતી છુપાવે કે જાણી જોઈને અધૂરી આપે કે વિકૃત રીતે રજૂ કરે.

     

  • પાઠ 5 : કર્મચારી વ્યવસ્થા

    પાઠ 5 : કર્મચારી વ્યવસ્થા

    પ્રસ્તાવના (Introduction)

     19મી સદીના અંત ભાગમાં આગવી ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જડ સાધનસામગ્રી કરતા લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. તેને સમજાયું કે યંત્રો આપોઆપ નથી વ્યવસ્થા ચાલતા પણ કર્મચારીઓ ચલાવે છે. પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિ જરૂરિયાત અનુભવાઈ.

     

    કર્મચારી વ્યવસ્થા (staffing)

     એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. કર્મચારી વ્યવશ્થા એ એકમ માં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે.

     

     ખ્યાલ (Concept) : સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે.

    વિસ્તૃત અર્થ માં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યો નો સમાવેશ કરવામાં આવે છે.

     

    લાક્ષણિકતાઓ (Characteristics) :

    (1) સંચાલનનું અગત્યનું કાર્ય : સંચાલન નાં અન્ય કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ ની જેમ કર્મચારી વ્યવશ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે.

     

    (2) કાયમી પ્રક્રિયા : કર્મચારી વિના એકમ નું અસ્તિત્વ શક્ય નથી. એકમ ની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે.

     

    (3) માનવ સંબંધો સાથે નિસ્બત : કર્મચારી વ્યવસ્થા નો ઉદેશ યોગ્ય કર્મચારી મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. કર્મચારીઓ ઉત્પાદન નું એકમાત્ર જીવંત સાધન છે. તેને લાગણી અને સ્વમાન છે.                                                 

     (4) પ્રવૃત્તિઓ ગતિશીલ બને : યોગ્ય કર્મચારી વ્યવસ્થાની કારણે એકમ ની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે.       

     

     (5) અન્ય કાર્ય સાથે સંબંધ : સંચાલનનાં અન્ય કાર્યો જેવાં કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે.                                                                                    

     

    (6) વિસ્તૃત પ્રવૃત્તિ : કર્મચારી વ્યવશ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેનો વિકાસ કરવાનું કાર્ય કરે છે.                                                                            

     

    (7) મૂડી ખર્ચ (રોકાણ) : કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણતા તેને જરૂરી મૂડી ખર્ચ (રોકાણ) ગણાવી શકાય.

     

    કર્મચારી વ્યવસ્થા નું મહત્ત્વ (Importance) :

    સંચાલન ના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે. 

    જેમ-જેમ ઉદ્યોગો નો વિકાસ થતો ગયો તેમ-તેમ તેનું મહત્ત્વ વધતું ગયું. 

    કર્મચારીઓ વિનાનું વ્યવસ્થાતંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે.’ 

    જડ યંત્ર ની માવજત ઉત્પાદન મા વધારો કરી શકે છે, જ્યારે કર્મચારીઓ તો વધુ સારાં પરિણામ આપી શકે.

    ધંધાકીય એકમની ભવિષ્ય નો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ છે.

    તે એકમ નું એકમાત્ર જીવંત સાધન છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહિ કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાન છે, અલગ-અલગ આવડત, હોંશિયારી અને સમજ છે. 

    એટલા માટે એવું કહેવામાં આવે છે કે ‘તમે તમારા કર્મચારીઓ નો ખ્યાલ રાખો, તે બાકી બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે.’

     

    (1) ચાલક બળ : સંતુષ્ઠ અને કાર્ય નિષ્ઠ કર્મચારીઓ એકમ નું ચાલક બળ છે. ઉત્પાદનનાં અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે.

    (2) પ્રવૃત્તિ ઓ ગતિશીલ રહે : યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે.

    (3) સંચાલન નાં અન્ય કાર્ય માટે જરૂરી : સંચાલનના અન્ય કાર્ય જેવાં કે આયોજન, વ્યવસ્થાતંત્રની રચના, સંકલન, દોરવણી અને અંકુશ જેવાં કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે.

    (4) એકમ ના હાથ-પગ : સંચાલન માં આયોજન નું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીર ના હાથ-પગ નું સ્થાન ધરાવે છે. તેના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકે નહિ.

    (5) કર્મચારીઓ માં સંતોષ : કર્મચારીઓની ફરિયાદ, મુશ્કેલીઓને સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય છે. એ કમનાં કાર્યોનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે.

    (6) સંબંધો માં સંવાદિતા : યોગ્ય કર્મચારી વ્યવસ્થાની કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા જળવાય છે.

    (7) એકમ ની પ્રતિષ્ઠા માં વધારો : સંતુષ્ઠ અને કાર્ય નિષ્ઠ કર્મચારીઓ એકમ ની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમ ની પ્રતિષ્ઠા માં વધારો કરે છે.

    (8) સતત ચાલતી પ્રક્રિયા : કર્મચારી વિના એકમ નું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે.



    માનવ સંસાધન સંચાલન ના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા: 

    માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારી આયોજન કરવું. તેમની પ્રાપ્તિ. જાળવણી અને તેના વિકાસની પ્રક્રિયા છે. 

    કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતે ભરતી, પસંદગી, તાલીમ વગેરે જેવી પ્રવૃત્તિઓની સમાવેશ થાય છે. 

    ભૌતિક સુખ-સુવિધામાં વધારો, ઉત્તેજક વતન પ્રથા અને કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે.

    વર્તમાન સમયમાં મોટા ભાગનાં એકમો હવે કર્મચારી વ્યવસ્થાની વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. 

    આજના વૈશ્વિક હરીફાઈના સમયમાં માનવ સંસાધન નું મહત્વ ખૂબ વધ્યું છે. 

    દરેક એકમમાં ઉત્પાદનનાં અન્ય સાધનો સરખા હોય તો પણ કર્મચારીઓ ની કદર, કાર્ય સંતોષ, કુશળતા, વફાદારી અને જાળવણીથી સારાં પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.

     

    માનવ સંસાધન સંચાલન કામગીરી ને બે ભાગમાં વહેચી શકાય :

     

    (A) આયોજન સાથે સંબંધિત બાબતો :

    (i) એકમ માં જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું.

    (i) સમય, સંજોગ અને પરિસ્થિતિ મુજબ જરૂર જણાય ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવો.

    (ii) દરેક કર્મચારીઓ ને તેની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવી.

    (B) વળતર અને વિકાસ સંબંધી બાબતો :

    (i) જરૂર પડે ત્યારે કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી.

    (i) કર્મચારીઓ તેમના કાર્ય માં નિષ્ણાત બને અને વિચાર શક્તિ વધે તેવું વાતાવરણ અને તક પૂરી પાડવી.

    (ii) કર્મચારી લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને લાભ આપવા.

    માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને ઉત્પાદનનું સાધન નહીં પણ તેથી વિશેષ – એક માનવી તરીકે સ્વીકારવામાં આવે છે. 

     

    કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા 

     

    એક ઉદ્યોગપતિ ના જણાવ્યા અનુસાર સારો, અનુભવી, કલ્પનાશીલ અને પ્રામાણિક કર્મચારી એ ધંધાકીય મિલકત સમાન છે. 

    ભરતી  : ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામુ આપે અને મૃત્યુ કે નિવૃત્તિ જેવાં કારણોસર દરેક એકમે ભરતી કરવી પડે છે.

    અર્થ (Meaning) : સામાન્ય અર્થમાં, ‘ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા.’

    વિશાળ અર્થમાં, ‘ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા.’

     

    ભરતી માટેનાં પ્રાપ્તિસ્થાન  :

    (A) આંતરિક પ્રાપ્તિસ્થાનો :

    (1) બઢતી આપીને : આ પદ્ધતિમાં જ્યારે એકમમાં નવી જગ્યા ઉભી થાય કે ખાલી જગ્યા પડે ત્યારે સંચાલકો વર્તમાન કર્મચારીઓ નું કામ, હોંશિયારી, પ્રામાણિકતા તથા વફાદારી જેવી બાબતોનું મૂલ્યાંકન કરી તેના આધારે બઢતી આપે છે. 

    પોતાના જ કર્મચારીને ઉચ્ચ હોદ્દા પર લેવાથી તેના કાર્યજૂસ્સો અને વફાદારી વધે છે. બઢતીના કારણે કર્મચારી નો પગાર, હોદ્દો, સત્તા અને જવાબદારી માં વધારો થાય છે.

    (2) બદલી કરીને

    એક ના એક વિભાગમાં કર્મચારીઓની અછત હોય તેવા સંજોગોમાં એકમના જ અન્ય વિભાગ માં જરૂર કરતાં વધુ કર્મચારીઓ હોય ત્યારે વધારાના કર્મચારીઓની લાયકાત ધ્યાનમાં રાખી યોગ્ય જગ્યાએ બદલી કરી કર્મચારીઓની અછત દૂર કરી શકાય છે.

    (3) કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને:

    એકમમાં ખાલી પડતી જગ્યાઓ ભરવા માટે વર્તમાન કર્મચારીઓને માહિતી આપવામાં આવે છે. 

    યોગ્ય લાયકાત ધરાવતા તેના સગા કે મિત્રોની ભલામણ કરવા જણાવવામાં આવે છે. 

    તેઓ પાસેથી અરજી મેળવી ભરતી કરવામાં આવે છે. પોતાના સગા કે મિત્રોની ભરતી માં સહભાગી થવા તક મળવાથી વર્તમાન કર્મચારીઓનો ઉત્સાહ અને ધગશ વધે છે અને તેઓ ગર્વની લાગણી અનુભવે છે.

    (4) અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવી ને :

    ભૂતકાળમાં જે કર્મચારીઓ એકમમાં કામ કરતા હતા  તેને કોઈ કારણસર છૂટા કરવા પડ્યા હોય અથવા પોતાની મરજીથી અન્ય એકમમાં જોડાયા હોય તેમાંથી સંચાલકો અનુભવી, જ્ઞાન ધરાવતા અને કાર્યદક્ષ કર્મચારીઓને પરત બોલાવી ભરતી કરી શકે છે.

    (5) બઢતી સાથે બદલી કરીને : આ પદ્ધતિમાં એકમ ના હાલના કર્મચારીઓને આ જ સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમ મા કર્મચારીની કાર્યક્ષમતા, વફાદારી અને અનુભવ ને ધ્યાનમાં રાખી બઢતી સાથે બદલી કરવામાં આવે છે. 

    દા. ત., મનપસંદ શહેરમાં કે વતનની નજીક બઢતી સાથે બદલી કરવામાં આવે. આથી કર્મચારીનો કાર્યજુસ્સો અને ઉત્સાહ વધી જાય છે.

    (6) પ્રતિક્ષા યાદી : ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી, જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની એક યાદી તૈયારકરવામાં આવે છે, જેને પ્રતિક્ષા યાદી કહે છે. 

    (B) બાહ્ય પ્રાપ્તિસ્થાનો :

    (1) જાહેરાત દ્વારા :

     અસરકારક ભરતી માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. વર્તમાનપત્રો, ધંધાકીય સામયિકો કે વિશિષ્ટ વ્યવસાય માટે ના સામયિકોમાં જાહેરાત દ્વારા અરજીઓ મંગાવવા માં આવે છે.

    આ ઉપરાંત ઉમેદવાર ટેલિવિઝન, ઇન્ટરનેટ અને વેબસાઇટ પર જાહેરાત જોઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

    દૂર-દૂરના સ્થળેથી વધુ સંખ્યામાં અરજી મંગાવી શકાય છે. તેમાંથી યોગ્ય કર્મચારીની પસંદગી થઈ શકે છે.

    (2) રોજગાર વિનિમય કચેરી દ્વારા : 

    સરકારી અને ખાનગી રોજગાર વિનિમય સંસ્થાઓ નોકરી શોધતા

    ઉમેદવારોનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કૌશલ્યો જેવી બાબતોની નોંધણી કરી યાદી તૈયાર કરે છે.

    જે એકમો આ સંસ્થા ની સેવા માંગે તેમને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી મોકલવામાં આવે છે. તેમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી શકાય છે..

    (3) શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા : 

    વર્તમાન સમયમાં ઘણાં બધાં એકમો આ પદ્ધતિથી ભરતી કરે છે. વ્યાવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ, કોલેજ અને યુનિવર્સિટી સંપર્ક કરી તેમાં તૈયાર થતા વિદ્યાર્થીઓની સીધી ભરતી કરે છે. 

    એકમમાં જે પ્રકારની લાયકાતવાળા કર્મચારીઓની જરૂર હોય તે અંગે કોલેજ કેમ્પસ માં રૂબરૂ મુલાકાત ગોઠવીને ભરતી કરી શકાય. 

    દા. ત., IIM (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ), IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) જેવી સંસ્થા દર વર્ષે આવા ભરતી મેળા યોજે છે.

    (4) મજૂર સંઘ દ્વારા

    મજૂર સંઘો ધંધાકીય એકમ ના કામદાર સભ્યોની નોંધણી કરતા હોય છે.

    ક્યારેક એકમમાં કામ ઓછા થતા અથવા અન્ય કારણોસર કામદારોને છુટા કર્યા છે.

     કામમાં વધારો થતાં મજૂર સંઘોની મદદથી આવા કામદારની ભરતી કરવામાં આવે છે. દા.ત., કાપડ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ વગેરે.

     

    (5) ઠેકેદાર (Contractor) દ્વારા : આ પદ્ધતિમાં ઠેકેદારો કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે. 

    અહીં ધંધાકીય એકમ અને ઠેકેદાર વચ્ચે કામદાર પુરો પાડવાનો કરાર થાય છે. ઠેકેદાર જુદા-જુદા કામના કામદારોના સંપર્કમાં રહે છે. 

    એકમને જરૂર પડે ત્યારે વાજબી દરે કામદાર પુરા પાડે છે. દા. ત., બાંધકામ ઉદ્યગ, ખાણ ઉદ્યોગ, ચાના બગીચા વગેરે. 

    આ પદ્ધતિમાં કામદારોના શોષણ થવાની શક્યતા રહેલી છે. સામાન્ય રીતે બિનકુશળ કામદારો આ રીતે પુરા પાડવામાં આવે છે.

    (6) દ્વાર (Gate) પર ભરતી

    એકમ કે સંસ્થાના દરવાજે કામ અંગેની જાણકારી દર્શાવતું બોર્ડ મૂકીને કર્મચારીઓ મેળવી શકાય છે. ખાસ કરીને રોજમદાર કર્મચારી માટે આ પદ્ધતિ વધુ અનુકૂળ છે.

     

    (7) આધુનિક પદ્ધતિ : વર્તમાન સમયમાં ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કર્મચારીઓ મેળવી શકાય છે.

     જુદી-જુદી એજન્સી પોતાની વેબસાઈટ પર સંભવિત ઉમેદવારોની જરૂરી વિગતો નોંધે છે. 

    એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે આ એજન્સીઓ અથવા એકમ તેનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવાર મેળવી શકે છે. 

    આ માટે ઘણી વખત બધી પ્રક્રિયા ઓનલાઇન થાય છે. 

     

    પસંદગી (selection) : પસંદગી એટલે આવેલી અરજીની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. 

    પસંદગી એ ભરતીની પ્રક્રિયા નો એક ભાગ છે. 

    જુદાં-જુદાં એકમોમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે છે. તેનો આધાર એકમ નું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. 

    દરેક મોટા એકમોમાં સંચાલનના ત્રણ સપાટી હોય છે. ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી. દરેક સપાટીએ જુદી-જુદી લાયકાત ધરાવતા કર્મચારી ની જરૂર હોય છે. 

    બિન સંચાલકિય કર્મચારીઓ માટે પસંદગીની વિધિ ટૂંકી અને સરળ છે

     

    પસંદગીની પ્રક્રિયા (મુદ્દા ખાસ યાદ રાખો વિભાગ c)

     

    (1) આવકાર અને પ્રાથમિક મુલાકાત : 

    આ તબક્કે સૌ પ્રથમ એકમમાં ઉમેદવારને આવકાર આપવામાં આવે છે. 

    સ્વાગત કરતા  પ્રાથમિક પૂછપરછ કરી યોગ્ય લાગે તો ભરતી અધિકારી પાસે મોકલે છે.

    ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી જ્ઞાન, કૌશલ્ય અને કામગીરી અંગે પૂછપરછ કરી માહિતી મેળવે છે. 



    (2) અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી : 

    અરજીપત્રક દ્વારા ભરતી અધિકારીઓને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો, અનુભવ, જ્ઞાન અને કૌશલ્ય અંગેની માહિતી મળે છે.  

    ભરેલ અરજી પત્રકની ચકાસણી કરવામાં આવે છે. જો અરજીપત્રકમાં માહિતી અધૂરી કે ખોટી જણાય તો તેવાં અરજીપત્રક રદ ગણવામાં આવે છે.

     

    (3) જરૂરી કસોટીઓ લેવી :

     જેમનાં અરજી પત્રકો માન્ય કરવામાં આવ્યા છે તેવા ઉમેદવારોની વિવિધ કસોટીઓ લેવામાં આવે છે.

    દરેક ધંધાકીય એકમ કે સંસ્થા પોતાની રીતે કસોટીઓ લેતી જોવા મળે છે.

    તેના દ્વારા ઉમેદવારની માનસિક ક્ષમતા, ચપળતા, આવડત અને અભિરુચિ વગેરે બાબતો અંગે જાણકારી મેળવી શકાય છે.

               

     (i) બુદ્ધિ કસોટી : આ કસોટી દ્વારા ઉમેદવારોની બુદ્ધિ, ચપળતા, યાદ શક્તિ, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ વગેરે જાણી શકાય છે.                                                                                                                

    (ii) અભિરુચિ કસોટી : જે કાર્ય માટે ઉમેદવાર ને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય છે.

     (iii) ધંધાકીય કસોટી : ઉમેદવારો જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહિ તે જાણી શકાય છે.

    (iv) મનોવૈજ્ઞાનિક કસોટી : આ કસોટી દ્વારા ઉમેદવારો નો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ અંગે જાણી શકાય છે.

     

    (4) રૂબરૂ મુલાકાત : 

    વિવિધ કસોટીમાં જે ઉમેદવાર સફળ પુરવાર થાય તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. 

    પસંદગી સમિતિ માં વિવિધ નિષ્ણાંતો ઉપરાંત સંચાલકો ના પ્રતિનિધિ, વિભાગીય વડા, કર્મચારી વિભાગના વડા વગેરેનો સમાવેશ થાય છે. 

    (5) ભૂતકાળની કારકિર્દી ની તપાસ :

    ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા ભૂતકાળમાં જ્યાં-જ્યાં કામ કર્યું હોય તેવા એકમો પાસેથી ઉમેદવાર અંગે ખાનગી માહિતી મંગાવવામાં આવે છે અને અરજીપત્રકમાં ઉમેદવારે આપેલ માહિતી સાથે સરખાવી ચકાસવા માં આવે છે.

    (6) પ્રાથમિક પસંદગી : 

    જો રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દિ વિશેની બાબતો હકારાત્મક હોય તો પસંદગી સમિતિ ઉમેદવારોની યાદી બનાવે છે. 

    આ યાદીમાં જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવે છે.

     

    (7) તબીબી તપાસ : 

    જેટલા કર્મચારીઓ ની જરૂર હોય તેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી એકમે નક્કી કરેલ ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે.

    આ તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી તો નથી ને તે જાણવાનો છે. 

    (8) નિમણૂક પત્ર : 

    આખરી પસંદગી બાદ ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવે છે જેમાં ઉમેદવારને કયા સ્થળે, કઈ જગ્યા માટે, કઈ સતા, ફરજો અને જવાબદારીઓ તથા કર્મચારીઓને મળવા પાત્ર પગાર અને અન્ય આર્થિક અને બિન આર્થિક બાબતોની જાણકારી આપવામાં આવે છે.

     

    (9) એકમ પરિચય અને કાર્ય ની સોંપણી :

     

     આધુનિક એકમો, નિમણૂંક પત્ર આપ્યા પછી અને કાર્યોની સોંપણી કરતા પહેલા કર્મચારીને એકમની નીતિ, પર્યાવરણ, ઉપરી અધિકારીઓ, સહકર્મચારીઓ અને તાબેદાર સાથે પરિચય કરવામાં આવે છે અને ત્યારબાદ કાર્યની સોંપણી કરવામાં આવે છે.



    તાલીમ અને વિકાસ 

     

    તાલીમ એ કામચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે.

     

    તાલીમનો ખ્યાલ (Concept) : 

    સરળ શબ્દોમાં, તાલીમ એટલે કર્મચારીઓને તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન,

    એક વિચારક ના મત પ્રમાણે, “એકમના કાર્યોને ધ્યાનમાં રાખી જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન અને ટેકનિકલ સમજ માં વધારો કરવા કર્મચારી અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે તાલીમ.”

    ‘તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્ય માં કુશળતા મેળવવાની હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ.’

     

    તાલીમનું મહત્ત્વ  :

     

    (1) આધુનિક જાણકારી : ઔદ્યોગિક જગતમાં નવા સંશોધન તથા ટેકનિકલ જ્ઞાન ની ક્ષિતિજો વિસ્તરી રહી છે.તેની સાથે કદમ મિલાવવા માટે દરેક કર્મચારીને તાલીમ આપવી જરૂરી છે.

     

    (2) સલામતી : ખાસ કરીને મશીનરી સાથે કામ કરતા કર્મચારીઓને તાલીમ દ્વારા અકસ્માતથી બચાવી શકાય છે. તે થાક કે કંટાળો અનુભવ્યાં વિના ઉત્સાહથી કામ કરી શકે છે.

     

    (3) કાર્યસંતોષ વધે :  તાલીમ દરમિયાન કર્મચારીઓને જે કાર્ય અંગે તાલીમ આપી હોય તે જ કામ માટે તેને કામગીરી સોપવામાં આવે છે જેથી તે વધુ જુસ્સા સાથે કાર્ય કરે છે અને કાર્યસંતોષની લાગણી અનુભવે છે.

     

    (4) કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો : કર્મચારી તાલીમ આપી તેના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી બઢતી માટે તૈયાર કરી શકાય છે. તાલીમ પામેલ કર્મચારી વધુ કાર્યદક્ષ બનતાં તેને વધુ આર્થિક લાભ મળે છે. તેથી, તે નોકરી બદલવાનો વિચાર ઓછો કરે છે. તેથી કર્મચારી ફેરબદલી દર ઘટે છે.

     

    (5) નફામાં વૃદ્ધિ : તાલીમ દ્વારા ઉત્પાદન અને ઉત્પાદકતા માં વધારો કરી શકાય છે તેથી વસ્તુની પડતર કિંમત ઘટે છે, જેના કારણે નફામાં વૃદ્ધિ થાય છે.

     

    (6) ખર્ચમાં ઘટાડો : તાલીમ ને કારણે કર્મચારીઓની કાર્ય દક્ષતા માં વધારો થતાં ઉત્પાદન વધે છે, કાચા માલના બગાડ માં ઘટાડો થાય છે. નિરીક્ષણ ખર્ચ માં ઘટાડો થાય છે. પરિણામે કુલ ખર્ચમાં ઘટાડો થાય છે.

     

    (7) કર્મચારી વિકાસ : તાલીમ ને કારણે કર્મચારીઓમાં જ્ઞાન, આવડત, હોશિયારી અને કૌશલ્યોમાં વધારો થાય છે તેથી તેનો વ્યક્તિગત વિકાસ થાય છે.

     

    (8) અન્ય લાભ : તાલીમ ને કારણે વસ્તી ની ગુણવત્તા વધતાં એકમની પ્રતિષ્ઠા વધે, કર્મચારીઓમાં માનસિક તણાવ ઘટે, એકમમાં સહકાર ભર્યું વાતાવરણ ઊભું થાય, કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિષ્ઠા અને વફાદારીમાં વધારો થાય છે.

    મોટા એકમો તાલીમ માટે અલગ વિભાગ અને યોગ્ય તાલીમી અધિકારી રાખે છે.

     જ્યાં નવા કામદારોને તાલીમ આપવામાં આવે છે. 

    જેમાં કાચા માલ નો બગાડ થાય છે અને તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ આપવું પડે છે. આમ, તાલીમનું કાર્ય ખર્ચાળ છે, પરંતુ તેના કારણે એકમ ને મળતા ફાયદા ખર્ચની સરખામણીમાં વધુ હોય છે.

    માટે એમ કહેવામાં આવે છે કે ‘તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તેથી તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતાં મૂડી રોકાણ ગણવું જોઈએ.

     

    વિકાસ (Development) :

     

     એકમના ઉચ્ચ સંચાલક તથા વિભાગીય અધિકારી કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે.

    તેઓને વિશિષ્ઠ તાલીમ આપવામાં આવે છે.

    આ તાલીમનો હેતુ તેઓ ની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવાના છે. ઉપરાંત ટેકનિકલ તથા વ્યુહરચનાઓનું ઘડતર વગેરે બાબત માં નિષ્ણાત બને તે માટે તેને તાલીમ આપવાનો છે.

    .

    ખ્યાલ (Concept) : વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન.

    વિકાસનું મહત્ત્વ (Importance) :

    (1) ટેકનિકલ જ્ઞાનમાં વધારો : એકમ ના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. તેની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી હોય છે, તેથી

    વિકાસ કાર્યક્રમો દ્વારા સાધનો, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

     

    (2) નવા સંશોધન અને ખ્યાલો થી સુસજ્જ રાખવા :

    અધિકારીઓને નવાં-નવાં સંશોધનો તથા નવા ઉદ્ભવી રહેલા ખ્યાલો અને વિચારો ની જાણકારી આપી વહીવટી કક્ષાઓ, વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની ગુણવત્તામાં વધારો કરી શકાય છે.

    (3) એકમ નો વિકાસ : વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યુહરચનાઓ દ્વારા રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવા વિકાસ કાર્યક્રમોનું આયોજન જરૂરી છે.

    (4) સાધનો નો મહત્તમ ઉપયોગ : વિકાસ કાર્યક્રમ દ્વારા એકમ નાં ઉપલબ્ધ તમામ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. 

    ઉપરાંત બિનજરૂરી ખર્ચ ઘટાડી, પડતર પર અંકુશ રાખી નફામાં વૃદ્ધિ કરી શકાય છે.

    (5) સમસ્યાઓનો ઉકેલ : સંચાલન ની નવીન સમસ્યાઓ અને પ્રશ્નોના ઝડપી અને સફળ ઉકેલ માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે.

    (6) અસરકારક નિરીક્ષણ : ટેક્નિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ ધરાવનાર અધિકારી જ એકમની પ્રવૃત્તિ પર અસરકારક નિરીક્ષણ રાખી શકે છે. વિકાસના કાર્યક્રમ દ્વારા આ લાભ મેળવી શકાય છે.

    (7) તણાવમાં ઘટાડો : એકમ સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓએ પડકારો અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે. યોગ્ય નિર્ણય લેવામાં મૂંઝવણ અને તણાવ અનુભવે છે. તે ઘટાડવા વિકાસ કાર્યક્રમ જરૂરી છે.

    (8) વિકાસ કાર્યક્રમ : ભવિષ્ય માં આવનારા પડકારો અને પરિવર્તનનો ધંધામાં સમાવેશ કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા વિકાસ કાર્યક્રમો જરૂરી છે.



  • પાઠ 4- વ્યવસ્થાતંત્ર

    પાઠ 4- વ્યવસ્થાતંત્ર

    પ્રસ્તાવના (Introduction)
    આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં ,
    આવે છે .  સંચાલનની સફળતાનો આધાર માત્ર
    આયોજન પ૨ નથી, પરંતુ આયોજનના અસરકારક
    અમલ પર રહેલો છે.

    આયોજનના અસરકારક અમલ
    અને ધ્યેય સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં
    આવે છે, તેને વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે.


    જયારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ
    કામ કરતા હોય ત્યારે એકમમાં અસ૨કા૨ક
    વ્યવસ્થા તંત્ર ની આવશ્યકતા રહે છે.


    એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતા નો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીઓનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો છે!!

     સંચાલન એ ધંધાકીય સાહસ નું મગજ છે, આયોજન એ પ્રાણ છેઅને વ્યવસ્થાતંત્ર એ તેનું શરીર છે. 

     અર્થ (Meaning) : સામાન્ય શબ્દોમાં
    કહીએ તો, “સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી
    વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું
    માળખું એટલે વ્યવસ્થાતંત્ર.’ 

     ચેસ્ટર આઈ. બર્નાડ ના જણાવ્યા મુજબ, ‘બે
    કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ
    એટલે વ્યવસ્થાતંત્ર.’ 

    જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્ય ને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થાતંત્ર છે, તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે.

    *વ્યવસ્થાતંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી
    કરી તે  વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. જે માટે માનવીનું શરીર એ એક ઉત્તમ 
    ઉદાહરણ છે. માનવીના શરીરના જુદાં-જુદાં અંગો ના કાર્યો જુદાં-જુદાં છે, તેમ છતાં બધાં જ અંગો એક બીજા સાથે
    સંકલિત હોય છે.         
     

    વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતા (Characteristics) : 
    (1) ધ્યેય લક્ષી પ્રવૃત્તિ : ધંધાકીય એકમનાં ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્ર ની રચના કરવામાં આવે છે. એકમમાં
    તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીઓની વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. આમ, એકમ ના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રેખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થાતંત્ર છે. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય.

     (2) આયોજન પર આધારિત : આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેય ને આધારે તેની રચના થાય છે.
    આમ વ્યવસ્થા તંત્ર ની રચના કરતાં પહેલા આયોજન થવું અનિવાર્ય છે. ભવિષ્યમાં અમલમાં મુકવાની યોજનાને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે. તેથી કહી શકાય કે વ્યવસ્થાતંત્ર આયોજન પર આધારિત છે.
     

    (3) સત્તા અને ફરજો ની સોંપણી : ધંધાકીય એકમ માં કામ કરતી જુદી-જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને
    લાયકાત ને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોપવામાં આવે છે. આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે.આથી, વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિ વચ્ચે સત્તા-ફરજ ના સંબંધો સ્થાપિત કરતું માળખું છેેે.

    (4) માનવ પરિબળોને મહત્વ ; વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્રસ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થાતંત્રની
    સફ઼ળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવીઓ પર રહેલો છે. તેથી, અસ૨ કા૨ક વ્યવસ્થાતંત્રની સ્થાપના માટે અસ૨કારક માનવ સંબંધ સ્થાપિત કરવા જરૂરી છે.

     (5) પરિવર્તનશીલતા: એક વાર વ્યવસ્થા તંત્ર ની રચના થયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે, બદલાતા
    જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. નવી ટેક્નોલોજી અમલમાં આવે,નવી શોધ-ખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થાતંત્રમાં જરૂરી ફેરફારો કરી શકાય છે.

     (6) આંતર સંબંધો ની સ્થાપના : વ્યવસ્થાતંત્ર કાર્ય, હોદાઓ કે વિભાગ વચ્ચે આંતર સંબંધો ની સ્થાપના કરે છે.
    તે એક કાર્ય ના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે.

     (7) દેખરેખ અને અંકુશ : દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થાતંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે.
    કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય તો તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કરે છે કે કેમ ? તે અંગે દેખરેખ અને
    અંકુશ ની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોય છે.

     (8) સામૂહિક પ્રવૃત્તિ : વ્યવસ્થાતંત્ર માં અનેક વ્યક્તિ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓના આ
    પ્રયત્નને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેયસિદ્ધિની દિશામાં જઈ
    શકાય છે.

    (9) નિયંત્રિત વહીવટી માળખું : વ્યવસ્થાતંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રીત વહીવટી માળખું છે. ધંધાકીય
    એકમ મા સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોના આવશ્યકતા રહે છે, જેની રચના વ્યવસ્થાતંત્ર દ્વારાકરવામાં આવે છે.

    વ્યવસ્થાતંત્ર ની પ્રક્રિયાના તબક્કા: (steps for the Process of Organizing) 
     ‘વ્યવસ્થા તંત્ર ની રચના એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, અયોગ્ય રીત રચાયેલું વ્યવસ્થાતંત્ર લાંબો સમય ટકી શકે
     નહિ અને તેવી રીતે રચાયેલ વ્યવસ્થા તંત્રની સાથે એકમ પણ ધીરે-ધીરે નાશ પામે છે,’ તેમ પીટર એફ. ડકર
    જણાવે છે. વ્યવસ્થાતંત્રની ૨ચના દ્વારા કાર્ય – કારેરાના સમયે સ્થાપિત થાય છે, તેથી તેની ૨ચનો યોગ્ય ઢબે થવી 
    આવશ્યક છે.


     (1) હેતુઓની સ્પષ્ટતા : વ્યવસ્થા તંત્ર ની રચના કરતાં પહેલાં એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે.
    એકમ સિદ્ધ કરવા ના મુખ્ય અને ગૌણ હેતુઓ ને આધારે વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું ઘડવામા આવેે છે. 
      હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થાતંત્રની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે.

    (2) કાર્યોની યાદી : એકમ નો હેતુ અંગે સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે
    વ્યવસ્થાતંત્રીય માળખા દ્વારા કયાં-કયાં કર્યો કરવો પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્ત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહિ તેની ખાસ કાળજી લેવામાં આવે છે. 

     (3) કાર્યોનું વિભાગીકરણ : કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ કાર્યોને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ વગેરે વિભાગો માં વિભાજીત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટ કરણ અપનાવી શકાય છે વિભાગીકરણે માટે એકમ ના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાયદાનુસાર વગેરે પ્રમાણે પણે વિભાજન થઈ શકે.

     (4) વિભાગીય હોદા અને લાયકાત નક્કી કરવી : કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના
    કાર્યો ની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદાઓ અને તે માટેની યોગ્ય લાયકાતો નક્કી કરવામાં આવે છે.
    દા. ત., વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી.

    (5) સત્તા અને ફરજો ની સોંપણી : વિભાગીય હોદો, પેટા વિભાગીય હોદો અને લાયકાતો નક્કી થયા
    બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોપણી કરવી
    જોઈએ. 

     (6) આંતર સંબંધો ની સ્થાપના : વિવિધ વિભાગીય હોદાઓ ધરાવતી વ્યક્તિઓના તેમની સત્તા અને ફરજોની
    સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતર સંબંધો ની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. 

    (7) વ્યવસ્થાતંત્ર નો નકશો તૈયાર કરવો : વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ
    પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો
    જોઈએ અને એ કામમાં કામ કરતો દરેક કર્મચારીઓ તે જોઈ શકે તે રીતે વ્યવસ્થાતંત્રના નકશાને નોટિસ બોર્ડ પર
    મૂકવો જોઈએ.

     વ્યવસ્થા તંત્ર નું માળખું (Structure of an Organization)
    અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થાતંત્ર પર ભાર મૂકવામાં આવે છે. વ્યવસ્થાતંત્રનું માળખું એ વ્યવસ્થાતંત્રના પ્રકારો દર્શાવે છે. ધંધાકીય એકમના સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાગીકરણના આધારે વ્યવસ્થાતંત્રનો પ્રકાર નક્કી કરવામાં આવે છે.
    (1) રૈખિક વ્યવસ્થા તંત્ર (Linear (Organization) (2) કાયદાનુસાર વ્યવસ્થા તંત્ર (Functional Organization)
    (3) વૈધિક વ્યવસ્થાતંત્ર (Formal Organization) (4) અધિક વ્યવસ્થાતંત્ર (Informal Organization)
    (5) શ્રેણિક વ્યવસ્થાતંત્ર (Matrix Organization)).
    13. રૈખિક વ્યવસ્થા તંત્ર (Linear Organization) :

     અર્થ (Meaning):  રેખિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે.
     કેટલાય વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે, તેથી તેને લશ્કરી વ્યવસ્થાતંત્ર પણ કહે છે.

    આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટી એ થયેલું હોય છે. સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટી થી તલ સપાટી તરફ કરવામાં આવે છે.તેમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રેખિક વ્યવસ્થાતંત્ર કહે છે. કોર્ટમાં દરેક કર્મચારી તેના ઉપરના જવાબદાર હોય છે કે આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નીચેના સ્થાને ઓછી સત્તા હોય છે.

    રચના (Formation) :

    આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા-જુદા વિભાગોમાં
    વહેંચી દેવામાં આવે છે. તે દરેક માટે અલગ વિભાગીય અધિકારી ની નિમણૂક કરવામાં આવે છે. આ વિભાગીય
    અધિકારી પોતાના વિભાગ કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. વિભાગીય અધિકારીને તેના પોતાના
    વિભાગ માટે જરૂરી તેવી તમામ સત્તા આપવામાં આવે છે.આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં વ્યવસ્થાતંત્રની રચના કાર્ય અનુુુુુુસાર નહીં પરંતુ વિભાગને આધારિત કરવામાં આવતી હોવાથી તેેેેને વિભાગીય વ્યવસ્થાતંત્ર કહે છેેે.

    રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે.

    તે નીતિ વિષયક નિર્ણયો લે છે. તેમની પાસેથી જનરલ મેનેજર જરૂરી સત્તા મેળવે છે. જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું છે. જે સંચાલક મંડળ દ્વારા લેવાયેલ નિર્ણયો નો અમલ વિભાગીય અધિકારી પાસે કરાવે છે.

    જે ધંધાકિય એકમોમાં એકમ નું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્નો
    ઓછા હોય તેવા પ્રકારના એકમમાં આ વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ હોય છે.

    કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર (Functional Organization) : 
    અર્થ (Meaning) : રેખિક વ્યવસ્થાતંત્ર કાર્ય કરતા વિભાગને વધુ મહત્ત્વ આપે છે. તે તેની મુખ્ય
    મર્યાદા છે. આ મર્યાદા ને ધ્યાનમાં લઈ કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવ્યું. રૈખિક વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે, કારણ કે તેમાં  કાર્યને સ્થાને વિભાગને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. રૈખિક વ્યવસ્થાતંત્ર અનુસાર એકના એક વિભાગના અધિકારી અને કર્મચારીઓએ અનેક પ્રકારના કાર્યો કરવાં પડે છે. સ્વાભાવિક છે કે આ અધિકારી અને કર્મચારી દરેક કાર્યમાં નિષ્ણાત તો ન જ હોઈ શકે.

    તેથી એક એવા વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવી કે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને જે-તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી આપવામાં  છે. જેને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર કહે છે.

    દા. ત., કર્મચારી સંચાલન વિભાગના અધિકારી કર્મચારીઓની ભરતી, બદલી, બઢતી વગેરે નું કાર્ય સંભાળે છે.

     રચના (Formation):

    કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં શ્રમ-વિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ
    સ્થાન આપવામાં આવે છે, તેમાં સત્તા અને જવાબદારીની  સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર
    કરવામાં આવે છે.  આ દરેક કાર્ય માટે અલગ-અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે.

    કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે.આમા એકમ ને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક વિભાગ ના કાર્યોની યાદી નક્કી કરી તેના આધારે કાર્યના ભાગો નક્કી કરી જુદા-જુદા જવાબદાર અધિકારીઓ અને સત્તા સોંપણી કરવામાં આવે છે. આ માટે દરેક અધિકારી એકમના દરેક કર્મચારીઓને તેના કાર્ય અંગે હુકમ આપી શકે છે.

    આ પ્રકારના વ્યવસ્થા તંત્ર ની રચના વખતે ખાસ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપાયા વિનાનું
    રહી ન જાય અને કોઈ કાર્ય સોંપણી બેવડાય નહિ. 


     વૈધિક વ્યવસ્થાતંત્ર (Formal Organization) : 
     અર્થ (Meaning):

    એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય
    વચ્ચેના સંબંધો નું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે, તેને વૈધિક વ્યવસ્થાતંત્ર કહે છે. રૈખિક વ્યવસ્થાતંત્ર તેમજ
    કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્ર ના પ્રકાર છે. 

     લાક્ષણિક્તાઓ (Characteristics): (લક્ષણ)
    (1) વૈધિક માળખું : નિશ્ચિત  ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતા પૂર્વક વૈધિક માળખાની રચના કરે છે,

    (2) અપરિવર્તનશીલ : આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે
    છે. કર્મચારીઓના સ્થાન એક વાર નિશ્ચિત કર્યા બાદ જવલ્લે જ તેમાં ફેરફાર જોવા મળે છે. ‘

    (3) ઉપર થી નીચે સત્તાની સોંપણી : સત્તાના સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી નીચે તરફ હોય છે. 

    (4) મોટું કદ : વૈધિક વ્યવસ્થાતંત્ર નું માળખું મોટું કદ ધરાવતું હોય છે.

    (5) ચોક્કસ સંબંધો : વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છેેે..

    (6) માહિતી સંચાર : માહિતીસંચાર વૈધિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે, અવૈધિક માહિતી સંચારને કોઈ જ 
    સ્થાન નથી.

    અવૈધિક વ્યવસ્થાતંત્ર (Informal organization) 

     અર્થ (Meaning) :

    કોઈપણ સભાનતાપુર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનુ માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર.

    વ્યવસ્થાતંત્રમા કામ કરતી વ્યક્તિઓ વચ્ચે ‘ અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધો નો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. એવા સંબંધો ની સ્થાપના કરવામાં આવી હોતી નથી તેથી વૈધિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો નકશો બનાવી
    શકાતો નથી.* અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. વૈશ્વિક વ્યવસ્થાતંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે, અવૈધિક વ્યવસ્થાતંત્ર એ  વૈધિક વ્યવસ્થાતંત્રનુ પૂરક છે.

     લાક્ષણિકતાઓ (Characteristics):
    (1) અવૈધિક માળખું : આ પ્રકારની વ્યવસ્થાતંત્ર નું માળખું અવૈધિક હોય છે, જે આંતરસંબંધોમાંથી ઉદ્ભવે છે.
    એક જ ઔદ્યોગિક એકમોમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે.

    (2) માનવ વર્તણૂક પર આધારિત : આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર માનવ વર્તણૂંક પર આધારિત હોય છે. એક
    સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવ અને માન્યતા ધરાવનાર વ્યક્તિ દ્વારા વૈધિક માળખામાં અવૈધિક જૂથો
    રચવામાં આવે છે. જેના આધારે આ વ્યવસ્થાતંત્ર રચાય છે.

    (3) પરિવર્તનશીલ :અવૈધિક વ્યવસ્થાતંત્ર નું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારીઓ કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈધિક તંત્ર માં ફેરફાર થતા જોવા મળે છે. 

    (4) સાર્વત્રિક:  અવૈધિક વ્યવસ્થાતંત્ર સાર્વત્રિક છે. જે માત્ર ઉદ્યોગમાં જ નહિ, પરંતુ સમાન હિતો અને મૂલ્યો
    ધરાવતા દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈધિક વ્યવસ્થાતંત્ર હાજરી જોવા મળે છે. 

    (5) અવૈધિક માહિતી સંચાર : અવૈધિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે.
    મોટા ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે. તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય
    છે, અવૈધિક વ્યવસ્થાતંત્ર માં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે.

    (6) નાનું કદ : મોટા ભાગે અવૈધિક વ્યવસ્થાતંત્ર નું કદ નાનું રહે છે. કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર
    રાખે છે. વળી તે સભ્ય વચ્ચેની આંતર પ્રક્રિયા નું પરિણામ છે, જે સંખ્યામાં ઘણાં વધુ જૂથો હોય છે, પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનુ વ્યવસ્થાતંત્ર છે.

    (7) અંકુશ નો અભાવ : અવૈધિક વ્યવસ્થાતંત્ર માં કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી !
    શકાતો નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાના તથા સહ કર્મચારીઓ નું કાર્ય કરે છે.

    (8) વૈધિક વ્યવસ્થાતંત્ર નાં પૂરક : અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્ર માં જ ઉદ્ભવ પામતું હોવાથી કહી.
    શકાય કે તે વૈધિક વ્યવસ્થાતંત્ર ના પૂરક છે.

    ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ….

     શ્રેણિક વ્યવસ્થાતંત્ર (Matrix Organization) :

     અર્થ (Meaning) :

    શ્રેણિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રના આધનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે.
    વ્યવસ્થા તંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું; જેને પ્રોજેક્ટ માળખું કહે છે.  આ બંને માળખાંઓના સંયોજનથી ઉદભવતા વ્યવસ્થા તંત્ર ને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે.

    આમ, શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણના લાભ મળી રહે છે તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી રહે છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતું વ્યવસ્થાતંત્રીય માળખું છે. 

    રચના (Design) : શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો
    સમન્વય જોવા મળે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ-અલગ પ્રોજેક્ટની જવાબદારી
    સોંપવામા આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજરની
    જવાબદારી પ્રોજેક્ટ ને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષણાતોના સ્ટાફને જુદા-જુદા કાર્ય વિભાગમાં થી પ્રાપ્ત કરવામાં આવે છે. આ રીતે મેળવેલ નિષ્ણાતોને જુદી-જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. દા. ત., સંશોધન અને વિકાસ નિષ્ણાત, ઉત્પાદન રચના નિષ્ણાત, તકનિકી નિષ્ણાત, કથ્વટર નિષ્ણાત વગેરે.

    શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગો અને તેમજ વિવિધ પ્રોજેક્ટર્સના સંચાલકોને ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે.

    વિકેન્દ્રીકરણ (Decentralisation)

    વ્યવસ્થાતંત્ર નો અભ્યાસ કરવાથી નીચેની બે બાબતોને સ્પષ્ટતા થાય છે.

    (1) કેટલાંક ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. ઉચ્ચ
    સપાટી દ્વારા જ મોટા ભાગના નિર્ણયો લેવામાં આવતા હોય છે.
    (2) કેટલાંક ધંધાકીય એક મોંમાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓને અમુક નિર્ણયો લેવાની સત્તા આપવામાં
    આવે છે. તેઓ તેમના કાર્ય ના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે.

    પ્રથમ પ્રકારના વ્યવસ્થા તંત્ર માં સત્તા ઉચ્ચ સપાટી એ જ કેન્દ્રિત થતી હોવાથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે.
    જ્યારે બીજા પ્રકારના  વ્યવસ્થાતંત્ર માં દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપવામાં આવતી હોવાથી તેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે.

     ખ્યાલ (Concept) : વિકેન્દ્રીકરણ ખ્યાલ એ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો ખૂબ જ મહત્ત્વના
    ખ્યાલ છે .

     અર્થ (Meaning: ઉચ્ચ સપાટી એ થી નિમ્ન સપાટી તરફ ક્રમશ: રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત
    પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે.

     વ્યાખ્યા (Definition) :
     હેનરી ફેયોલના જણાવ્યા મુજબ, ‘તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, નિર્ણય પ્રક્રિયામાં
    સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ.
     

    મહત્વ (Importance)

    સંચાલનની સફળતાનો આધાર મહદઅંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી પર રહેલો છે.

    કેન્દ્રીકરણ માં આપખુદશાહી, અવૈજ્ઞાનિક કે નિર્ણયો, અસહકાર, વિશિષ્ટી કરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદા રહેલી છે.

    તેથી, સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ જ પ્રચલિત બન્યો છે. 
     (1) ત્વરિત નિર્ણયો: વિકેન્દ્રીકરણ માં જે તે કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિ ને તે કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણયો
    લેવાની સ્વતંત્રતા હોય છે. તેથી જે સપાટીએ કાર્ય થવાનું હોય ત્યાં જે નિર્ણયો લઈ તેનો અમલ શરૂ થઈ જાય છે તેથી નિર્ણયો ત્વરિત અને અસરકારક રીતે લેવાય છે.

    (2) ઉચ્ચ સપાટી ના કાર્યભાર માં ઘટાડો: ઉચ્ચ સપાટી એ એવી સપાટી છે કે જ્યાં મોટા ભાગના નીતિ
    વિષયક નિર્ણયો લેવામાં આવતી હોય છે. વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો મધ્ય કે તળ સપાટીએ લેવાની સત્તા
    આપવામાં આવે છે. જેથી, ઉચ્ચ સપાટી ના સંચાલકો ના કાર્યભાર માં ઘટાડો થઈ શકે છે.

    (3) અભિપ્રેરણ માં વધારો : વિકેન્દ્રીકરણ થી કર્મચારીઓની આત્મ શ્રદ્ધા અને અભિપ્રેરણ માં વધારો થાય છે. ઉચ્ચ
    સપાટી દ્વારા મ ય અને તળ સપાટીને કર્મચારી ખોને જે-તે કાર્ય અંગેનો નિર્ણયો લેવા માટેની સ્વતંત્રતા આપવામાં
    આવતી હોય તો તેના લીધેલ નિર્ણયો સફળ થતાં તેના આત્મવિશ્વાસ માં વધારો થાય છે. તેઓને વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણય લઈ તેનો સામનો કરી શકાય તે માટે નો અનુભવ મળી રહે છે.
     

    (4) સંચાલકીય પ્રતિભાનો વિકાસ : વિકેન્દ્રીકરણ માં મધ્ય અને તળ સપાટીને કર્મચારીઓ તેમની સત્તાને
    અનુરૂપ નિર્ણય લેતા હોય છે અને તેના પરિણામ અંગેની જવાબદારી સ્વીકારતા હોય છે. કર્મચારીઓને વિવિધ પરિસ્થિતિમાં નિર્ણય લઇ તેની પ્રતિભા બતાવવા ની તક મળે છે. જેના દ્વારા ભાવી સંચાલકો તૈયાર થાય છે.
     

    (5)અસરકારક અંકુશ : દરેક સપાટી ના કર્મચારીઓ પાસે પુરતી સત્તા હોવાથી પોતાની નીચે કાર્ય કરતા
    કર્મચારી ની ભૂલ માટે શિક્ષાત્મક પગલાં લેવાનું કાર્ય સરળ બને છે; જેને કારણે અસરકારક અંકશ જળવાય છે.

    (6) સંવાદિતા નું સર્જન : વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ
    કરી વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન દરેક જૂથ બીજા
    જૂથ ના સંપર્કમાં આવે છે. તેનાથી એક્મમાં સહકાર નું વાતાવરણ સર્જાય છે અને સંવાદિતાનું સર્જન થાય છે.

     મર્યાદા (imitation)- જ્યાં ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થાતંત્રની રચના કરવાની હોય તેમા
    ધંધા નાં રહસ્યો ની જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે રાખવી જરૂરી હોય તેવા સંજોગોમાં વિકેન્દ્રી કરણ અપનાવી શકાય નહિ. કેટલીક વાર સમાન નીતિના અમલ ના અભાવ અને સંકલનના  અભાવને કારણે વિકેન્દ્રીકરણ સફળ થતું નથી.

     સત્તા સોંપણી (Delegation of Authority)

    અર્થ (Meaning) : કાયદાની દષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર, પરંતુ ધંધાકીય એકમમાં સંચાલન ની દૃષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમ આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. 

    સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટે ની સત્તા આપવી.

     વ્યાખ્યા (Definition) :

    સત્તા સોંપણીનુ મહત્વ (Importance ) : સત્તા સોંપણી એ ઉરચ સંચાલકોને કામગીરીમાં રાહત આપે છે, જેના કારણે તેનો નીતિ-વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જેના દ્વારા સંચાલન કાર્યક્ષમ રીતે થાય છે, તેથી કહી શકાય કે સત્તા એ સંચાલન ની ચાવી છે. જ્યારે સત્તા સોંપણીએ વ્યવસ્થાતંત્રની ચાવી છે. ‘

    (1) કાર્યક્ષમ સંચાલન : સત્તા સોંપણી ના કારણે એકમની ઉરચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં
    ઘટાડો થાય છે. રોજિંદા કાર્ય ની સોંપણી અન્ય સપાટી પર સોંપવામાં આવતી હોવાથી ઉરચ સપાટીના સંચાલકો
    મહત્વના વિષયો પર ધ્યાન આપી, હેતુઓ સિદ્ધ કરી શકે છે. જેને કારણે સંચાલનું કાર્ય અસરકારક બને છે.

    (2) કર્મચારી વિકાસ : એ કામ માં કાર્ય કરતા વિવિધ કર્મચારીઓને સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણયો લેવા
    માટેની તક મળે છે. જેને કારણે તેમના આત્મવિશ્વાસ માં વધારો થાય છે. 

     (3) અભિપ્રેરણ: સત્તા સોંપણી દ્વારા કર્મચારીઓની પ્રતિભા ને વિકસાવવાની તક મળે છે, જેના દ્વારા અનેક
    મનોવૈજ્ઞાનિક ફાયદા પણ મળે છે. કાર્યની સફળતાથી તેના આત્મ-સન્માન માં પણ વધારો થાય છે, જેનાથી કર્મચારીને અભિપ્રેરણ  મળે છે.

    (4) વિશિષ્ટીકરણ નો લાભ : એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા
    કે સક્ષમતા ન હોય તે સ્વાભાવિક છે. સત્તા સોપણીના કારણે જુદી-જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સતા
    અપાય છે. આ દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને શાન અલગ-અલગ હોવાથી વિશિષ્ટીકરણનો લાભ મળે છે.

    (5) સંકલન : સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી જેવા સંબંધો સ્થપાય છે. તળ સપાટીના
    કર્મચારીને પોતાના કાર્યને નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે છે, તેના સૂચનો અને સફળતાની નોંધ લેવાય છે.  જેના કારણે સંક્લનનું કાર્ય અસરકારક રીતે થાય છે.

    (6) વિસ્તરણ ની તક : સત્તા સોંપણી દ્વારા એકમનાં કેટલાક કાર્યો મદદનીશો ને સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય 
    એકમના વિસ્તરણ નો વિચાર કરી શકે છે. જેના દ્વારા એકમનો વિસ્તાર વધારી હેતુ સિદ્ધિ સરળ બનાવી શકાય છે.

    સત્તા સોંપણીના મૂળ તત્વો

    સત્તા સોંપણીમાં નીચે મુજબ નાં તત્વો સમાવિષ્ટ થાય છે :
    (1) જવાબદારીની સોંપણી  (2) સત્તાની સોંપણી
     (3) ઉત્તરદાયિત્વનું સર્જન 


    જવાબદારીની સોંપણી :જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે-તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે, કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તે જવાબદારી છે. જવાબદારી ને કારણે હુકમ આપનાર અને તાબેદારના સંબંધો સ્થાપિત થાય છે. કારણ કે તાબેદારે હુકમ આપનારે સોંપેલી તમામ ફરજોનું પાલન કરવાનું છે, જેમ કે તાબેદારેે હંમેશાં તેના ઉપરી અધિકારીને જવાબદાર રહેવાનું હોય છે.

    જો જવાબદારીના પ્રમાણમાં સત્તા વધુ પડતી આપવામાં આવે તો તેનો દુરુપયોગ થવાની શક્યતા પણ રહે છે. તેનાથી ઊલટું જો જવાબદારી ના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવે તો તે કાર્ય અસરકારક રીતે થઈ શકતું નથી.

     

    સત્તાની સોંપણી  : સત્તા એ એક એવો અધિકાર છે, જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે. સંચાલકો તરફથી મદદનીશ ને જે કાર્ય સોંપાયાં હોય તેને સારી રીતે પાર પાડવા માટે તેને જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. સત્તા સોંપણી એ ઉચ્ચ સપાટીએથી તળ સપાટી ત૨ફ થાય છે. જેમાં સામાન્ય રીતે  નિર્ણયો લેવાની અને હુકમો કરવાની સત્તા સોંપવામાં આવે છે સત્તા સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે, જેમ કે માર્કેટિંગ મેનેજરને તેના વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા, કર્મચારીઓ ની નિમણૂંકની સત્તા, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા વગેરે આપવામાં આવે છે.

     ઉત્તરદાયિત્વ નું સર્જન:  તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરત નો ઉપરી અધિકાર જવાબદાર હોય છે, તેને ઉત્તરદાયિત્વ કહે છે. સત્તાની સોંપણી એ તાબેદારને નિઃશંકપણે તેના ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવેલ કાર્ય માટે સત્તા અને જવાબદારી આપે છે. તેમ છતાંય જે-તે કાર્યના આખરી પરિણામ માટે તો ઉપરી અધિકારીનું જ ઉત્તરદાયિત્વ રહે છે.  તાબેદારને સોંપાયેલ કામના પરિણામ બાબત ઉપરી અધિકારી પોતાનાા ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ શકે નહિ. ઉત્તરદાયિત્વ નીચેથી ઉપરની સપાટી પર જાય છે. ઉત્તરદાયિત્વ ની સોંપણી થઈ શકતી નથી દા.ત.  હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની
    જવાબદારી એકાઉન્ટન્ટને સોંપવામાં આવે છે, પરંતુ તે હિસાબો સાચા છે કે નહિ તે ચકાસવાનું અને તેમાં રહેલ ભૂલ
    કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું જ રહે છે, નહિ કે હિસાબો લખનાર એકાઉન્ટન્ટનું.

  • પાઠ 3 : આયોજન

    પાઠ 3 : આયોજન

    પ્રસ્તાવના (Introduction)
    ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો છે. આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગે ની સંપૂર્ણ માહિતી મેળવીને
     પૂર્વ વિચારણા કરવા પડે. જેમ કે, કોણ, કયું કાર્ય, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે, આવી ભવિષ્યની  બાબતોની વર્તમાનમાં પૂર્વવિચારણા કરવી તેેને આયોજન કહેવામાં આવે છે. આયોજન સાર્વત્રિક છે. તે પછી યુદ્ધનું મેદાન, રમત-ગમતનું મેદાન, ધંધાકીય રાજકારણ, ધાર્મિક ક્ષેત્ર કે સામાજિક ક્ષેત્ર હોય આયોજન દરેક જગ્યાએ જરૂરી છે.

    ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે ? આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરી તે વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના તૈયાર કરવામાં આવે તેને આયોજન કહે છે.

    • ડો. બીલી  ગોએત્ઝ અનુસાર, ‘આયોજન નું કાર્ય એટલે પસંદગી નું કાર્ય.
    ડો. જ્યોર્જ આર. ટેરી ના જણાવ્યા અનુસાર, ‘કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વવિચારણા, કાર્યને
    અનુસરવા ની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી.’

    આયોજન ની લાક્ષણિકતાઓ

      (Characteristics) :
    (1) સર્વવ્યાપી : આયોજન સર્વવ્યાપિ છે, તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. પછી તે ધંધાકીય એકમ, રાજકારણ,
    શિક્ષણ, ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર હોય. આમ આયોજન સર્વવ્યાપિ છે.

    (2) સર્વ પ્રથમ કાર્ય : આયોજન સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય
    છે. તેના આધારે અન્ય કાર્ય જેવાં કે વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવાં કાર્યો અમલમાં
    મુકાય છે.

    (3) સભા અને બૌદ્ધિક પ્રક્રિયા : આયોજન માં નિર્ણયો સભાનતા પૂર્વક તથા ગણતરીપૂર્વક અંદાજોને આધારે
    લેવામાં આવે છે, તેથી આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહે છે.

    (4) પરિવર્તનશીલતા : આયોજનમાં જુદા-જુદા પ્રકારની ગણતરી અને ધારણાઓ હોય છે, પરંતુ ધંધાકીય
    એકમ ને અસર કરતા બાહ્ય પરિબળો ને કારણે સમય, સંજોગ અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફાર કરવા પડે છે.
    માટે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વશરત છે. આયોજન જડ નથી પરંતુ
    પરિવર્તનશીલ છે.

    (5) ચોકસાઈ : આયોજન ભવિષ્ય માટે હોય છે. તેમાં જે કોઈ બાબતો ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ
    કરવો પડે, તે અંગે આંકડાકીય ગણતરી, મેળવેલ માહિતી વગેરેમાં ચોકસાઇ રાખવી પડે.

    (6) પૂર્વાનુમાન અનિવાર્ય : ધંધાકીય એકમ માં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતા ને ધ્યાનમાં રાખી
    પૂર્વાનુમાન કરવામાં આવે છે, ત્યારબાદ તેના આધારે આયોજન કરવામાં આવે છે. આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે
    પૂર્વાનુમાન અને આયોજન ને ગણવામાં આવે છે.

    (7) વિકલ્પો ની યાદી : આયોજન કોઈપણ ક્ષેત્રે હોય, તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો હોય છે.
    દાંત. ભવિષ્ય માં વેચાણ વધારવાની યોજના માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે; જેવા કે જાહેરાત વધારવી, કિંમત
    ઘટાડવી, વેચાણ કર્મચારીઓને તાલીમ આપવી કે વેચાણ વૃદ્ધિ માટે ની વિવિધ આકર્ષક દરખાસ્તો મુકવી વગેરેમાંથી શ્રેષ્ઠ
    વિકલ્પ પસંદ કરવાનો હોય છે.

    (8) ભવિષ્ય સાથે સંબંધ : આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતા નો અગાઉથી ખ્યાલ મેળવવાનો હોય છે.
    ત્યારબાદ તે અંગે પૂર્વ વિચારણા અને ધારણા કરવામાં આવે છે. ટૂંકમાં, ભાવિનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને તે અંગે
    જરૂરી વ્યવસ્થા કરવી. આમ, આયોજન ને ભવિષ્ય સાથે સંબંધ છે.

    (9) સતત પ્રક્રિયા : આયોજન સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી
    આયોજન કરતા જ રહેવું પડે છે. બદલાતા જતા સમય અને સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર કરવા પડે છે.

    (10) ધ્યેય લક્ષી પ્રવૃતિ : આયોજન ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેય પાર પાડવા માટે કરવામાં આવે છે. જેમાં
    સંચાલકો ધ્યેય ને અનુરૂપ લક્ષ્યાંકો નક્કી કરે છે. લક્ષ્યાંકો પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોય તો જ ધ્યેયસિદ્ધિ સરળ
    બને. આમ આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે.

    (11) નિર્ણય પ્રક્રિયા જરૂરી : આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પો ની પસંદગી, જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોની
    પૂર્વ વિચારણા અને ધારણાઓ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે
    છે, એટલે કે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે.

    આયોજન ના લક્ષણો:

    સર્વવ્યાપી સર્વ કાર્ય સભાન રહીને કરીએ તો પરિવર્તન ચોક્કસ આવે પૂર્વા વિકલ્પો ભવિષ્ય સાથે સતત ધ્યેય નિર્ણય જરૂરી છે 

    આયોજનના લક્ષણો.

    સર્વ(૨) વ્યાપી કાર્ય સભાન પરિચોક પૂર્વા વિક ભવિ સતત ધ્યેય નિર્ણય આયો ના લક્ષણો.

     

    આયોજન મહત્ત્વપૂર્ણ છે અને ભવિષ્ય અંગેની રૂપરેખા છે. કોઈ પણ ક્ષેત્ર હોય આયોજન જરૂરી છે.

    આથી સરકાર, ખાનગી ક્ષેત્ર કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય તે પોતાની પ્રવૃત્તિઓ માટે આયોજન કરે છે.

    ભારતમાં આયોજનનું મહત્ત્વ સ્વીકારી સરકારે નીતિ આયોગની રચના કરેલ છે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં
    આવ્યો છે.

    આયોજનનું મહત્વ નીચે પ્રમાણે જણાવી શકાય 🙁section-D)

    (1) આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય છે.
    (2) સાધનો નો બગાડ અટકાવી શકાય છે.
    (3) આયોજન થી અનિશ્ચિતતા ઘટે છે.
    (4) આયોજન થી ચોકસાઈ વધે છે.
    (5) ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે.
    (6) સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે.
    (7) કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય છે.
    (8) અસરકારક અંકુશ રાખી શકાય છે.
    (9) વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાઘી શકાય છે.

    આયોજનનું મહત્વ:

    બધી પ્રવૃતિમાં બગાડ અટકે અની ઘટે ચોક વધે ધ્યેય માં ઉપયોગી સંચા કાર્યોમાં સરળતા કર્મ સહકાર મળે અસર અંકુશથી પ્રવૃત્તિનું સંકલન આયો નું મહત્વ છે.

    સૂત્ર: બધી બગાડ અની ચોક ધ્યેય સંચા કર્મ અસર પ્રવૃત્તિ આયો નું મહત્વ

      આયોજન ની મર્યાદાઓ 

    (limitations) : પ્રસ્તાવના: આયોજન સર્વવ્યાપિ છે. કોઈ પણ ક્ષેત્રમાં આયોજન વગર ચાલી શકે નહિ.
    આયોજન એ પથદર્શક છે તે સંપૂર્ણ નથી કે અપૂર્ણ પણ નથી. તેની સામે ટીકાકારો અને નિષ્ણાતો દ્વારા નીચે પ્રમાણે
    ટીકા કરવામાં આવે છે.
    (1) ભાવિ અનિશ્ચિતતા : આયોજન ના પાયામાં ધારણાઓ અને પૂર્વાનુમાન હોય છે. જે ભવિષ્ય સાથે સંબંધ
    ધરાવે છે પરંતુ ભાવિ અનિશ્ચિત છે. જેના કારણે આવા પૂર્વાનુમાન પૂરેપૂરાં સાચાં પડતાં નથી. આમ, આયોજન ભવિષ્ય સાથે સંબંધીત હોવાથી તેમાં અનિશ્ચિતતા રહેલી છે.

    (2) ખર્ચાળ પ્રક્રિયા : આયોજન કરવા માટે નિષ્ણાતોની સલાહ લેવામાં આવે છે. તેઓની ફી ઊંચી હોય છે.
    ઉપરાંત તે તૈયાર કરવામાં સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે. આમ, આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે.

    (3) લાંબી પ્રક્રિયા : આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરી, તેનું વર્ગીકરણ, વિશ્લેષણ અને
    અર્થઘટન કરીને વિવિધ વિકલ્પો વિચારવામાં આવે છે, જે લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયા છે.                                                                                           

    (4) આયોજન અપ્રસ્તુત : આયોજન માં અનિશ્ચિતતા રહેલી છે. સમય, સંજોગો કે એકમને અસર કરતાં
    પરિબળો ને કારણે અગાઉ થી તૈયાર કરેલ આયોજન ઘણીવાર અપ્રસ્તુત બની જાય છે, જેના કારણે આયોજન નિષ્ફળ જાય છે.

    (5) જડતા પ્રેરે : આયોજન એ એક કાર્યક્રમ છે. તેને ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજનના અમલ દરમિયાન
    ઉભી થતી વિપરીત પરિસ્થિતિમાં અધિકારીઓ કે કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી. તેમાં ફેરફાર કરવાનું જોખમ લેતા નથી અને આયોજનને વળગી રહે છે. તેથી એમ કહેવાય કે આયોજન જડતા પ્રેરે છે.

    (6) બાહ્ય પરિબળો ની અનિશ્ચિતતા : ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળો માં ફેરફાર થતા રહે છે. તે
    આયોજનની સફળતાને અવરોધે છે.

    (7) અપૂરતી માહિતી : આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવે છે. તે માહિતી અધૂરી
    કે અસ્પષ્ટ હોય તો તેના આધારે તૈયાર કરેલ આયોજન અને તેના અમલીકરણથી ઇચ્છીત પરિણામો મેળવી શકતા
    નથી.

    (8) કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતા માં અવરોધ : આયોજનનો અમલ ધંધાકીય એકમની કર્મચારીઓએ કરવાનો
    હોય છે. આ કર્મચારીઓમાં વિવિધ સર્જનાત્મક શક્તિ હોવા છતાં તે આયોજનના અમલ દરમિયાન તેમાં ઇચ્છીત
    ફેરફાર કરી શકતા નથી, તેથી કર્મચારીઓની સર્જનાત્મકતા અવરોધાય છે.

    (9) પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ : આયોજનમાં અનુમાનો અને પૂર્વધારણાઓ માટે ગાણિતિક પદ્ધતિઓ
    અને આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિઓનો ઉપયોગ કે માહિતી ખામીયુક્ત હોય તો નિર્ણયો ખોટા
    લેવાય છે જેને લીધે આયોજન નિષ્ફળ બને છે.

    આ ઉપરાંત આયોજન ને ઘણાં બધાં પરિબળો અસર કરે છે જેવા કે, ટેકનોલોજીમાં થતા ફેરફાર, આયોજનકારના
    પૂર્વગ્રહો, હકીકત ની અવગણના, નેતાગીરી ના પ્રશ્નો વગેરે છતાં આયોજન વિચલન ને કાબૂમાં રાખતાં શીખવે છે અને આયોજન નો કોઈ વિકલ્પ નથી તે પણ એક સત્ય છે.

    આયોજન ની મર્યાદાઓ: 

    ભાવિની  ખર્ચાળ અને લાંબી પ્રક્રિયા અપ્રસ્તુત છે. જડતા બાહ્ય પરિબળોની અને અપૂરતી કર્મચારીની પદ્ધતિઓ આયો ની મર્યાદા છે.

    સૂત્ર: ભાવિ ખર્ચા લાંબી આયો બાહ્ય જડતા અપૂરતી કર્મ પદ્ધતિ આયો ની  મર્યા.

     

    આયોજનની પ્રક્રિયા (Process of Planning)

    પ્રસ્તાવના:

    આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓ નો નકશો છે, જેમાં સંચાલન રંગ પૂરે છે. ભવિષ્ય
    અનિશ્ચિત હોવાથી નક્કી કરેલ આયોજનને તબક્કાવાર પાર પાડવા માટેની પ્રક્રિયા ને નીચે મુજબ અમલમાં મૂકવામાં આવે છે.

    (1) હેતુ નિર્ધારણ : આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણ છે. માટે જ કહેવામાં આવે છે કે હેતુઓની
    પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલકોને ઉપયોગી નીવડી શકે, હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ એટલે કે તે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ.

    (2) આયોજનના આધાર સ્પષ્ટ કરવા : હેતુ ની સ્પષ્ટતા કર્યા પછી આયોજન ને પાર પાડવા માટે તેના
    આધારોની સ્પષ્ટતા જરૂરી છે. આ આધારો એટલે અનુમાનો અથવા પૂર્વધારણાઓ. એકમને અસર કરતાં આંતરિક અને બાહ્ય પરિબળો ને ધ્યાનમાં રાખી પૂર્વધારણાઓ કરવામાં આવે છે. આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થતું નથી.


    (3) માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું: આયોજનના આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી
    માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે છે. તેનું વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે, તેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે તો ભવિષ્યમાં આયોજન નાં સચોટ પરિણામ મળે.

    (4) વૈકલ્પિક યોજના તૈયાર કરવી : જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ
    વૈકલ્પિક યોજના નું ઘડતર થાય છે. એ કામમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે. આ તમામ વિકલ્પોની યાદી
    આ તબક્કે તૈયાર કરવામાં આવે છે. દા. ત. કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદીને
    વેચાણ કરવું.

    (5) વિકલ્પો ની વિચારણા કરવી: વૈકલ્પિક યોજના ની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર
    વિચારણા કરવામાં આવે છે. જેમાં એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધ અંગે વિચારણા કરવામાં
    આવે છે. આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. વિચારણા કરતી વખતે ગાણિતીક તથા આંકડાશાસ્ત્રીય પદ્ધત્તિનો ઉપયોગ કરવો પડે છે. આ માટે ધંધાકીય એકમ કાર્યાત્મક સંશોધન (O.R. – Operation Research) દ્વારા એક આદર્શ
    યોજના તૈયાર કરે છે.

    (6) ચોક્કસ યોજના સ્વીકારવી : આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે વિચારણા અભ્યાસ અને ચકાસણી કરી કોઈ
    એક શ્રેષ્ઠ યોજના સ્વીકારવામાં આવે છે.

    (7) ગૌણ યોજના નું ઘડતર અને ચકાસણી : મૂળ યોજનાને અનુરુપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે
    અંગેનો પ્રકલ્પો અથવા વિકલ્પો વિચારવા માં આવે છે. તેને ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. દા. ત. કાર
    બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો જે નિર્ણય કરે તેને ગૌણે યોજના કહી શકાય. આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ નડે નહી.


    (8) યોજના નું મૂલ્યાંકન : ગૌણ યોજના નું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં
    આવે છે. એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યાં યોજના મૂલ્યાંકન માટે નિષ્ણાતો અને સલાહકારોની મદદ
    લેવામાં આવે છે, જેથી સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે.
    જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો (Look and Leap)નો સિદ્ધાંત અપનાવવો
    પડે. દરેક તબક્કે મૂલ્યાંકન જરૂરી છે.

    આયોજન ની પ્રક્રિયા

    હેતુ નિર્ધારી આધાર સ્પષ્ટ કરવા માહિતી એકત્રિત કરી વૈકલ્પિક યોજના તૈયાર કરવી અને વિચારણા કરવી તેમજ સ્વીકારવી ગૌણ યોજના નું ઘડતર ચકાસણી અને મૂલ્યાંકન આયોની પ્રક્રિયા છે.

    સૂત્ર: હેતુ આયોના આધાર માહિ વૈકલ્પિક યોજના વિચારણા ચોક્કસ યોજના ગૌણ યોજના ઘડતર મૂલ્યાંકન આયો ની પ્રક્રિયા વિધિ.

    યોજનાના પ્રકાર (Types of Planning)
    (1) કાયમી યોજના : કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે જે કાર્યો અંગે રોજ-બરોજ નિર્ણયો
    લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે.

     જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે જેને કાયમી યોજના કહી શકાય.

    દા. ત., ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કે શાખ-નીતિ નુ અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેનો અમલ કર્મચારીઓ ઝડપથી કરી શકે છે. વારંવાર તે ના ઉપરી અધિકારી ને પૂછવા જવું પડતું નથી.


    (2) વ્યુહાત્મક યોજના : ધંધાકીય એકમો તેમની ફિલસૂફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે. આ માટે એકમ
    પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસુફી થી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે. તેને એકમનું જીવન-ધ્યેય
    કહેવામાં આવે છે. એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યુહરચનાઓ ઘડવામાં આવે છે.  વ્યૂહાત્મક યોજના ની અસર લાંબા ગાળે જોવા મળે છે.

    (3) સુનિયોજિત યોજના : ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેય ને સિધ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકાગાળાની
    જે યોજનાઓ નું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજનાઓ કહે છે. આ યોજના એક વર્ષ કે તેથી ઓછા
    સમયગાળા માટે ઘડવામાં આવે છે. આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય જરૂરી છે.

    (4) કાર્યકારી યોજનાઓ : ધંધાકીય એકમ ના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્યસંબંધી અપેક્ષિત
    પરિણામ મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાઓ કાર્યકારી યોજનાઓ કહે છે. આવી યોજનાઓ મોટે ભાગે એકાદ
    વર્ષ માટે ટૂંકા ગાળા માટેની હોય છે. દા. ત., નક્કી કરેલ વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે. કાર્યકારી યોજના સુનિયોજિત યોજના જેવી જ હોય છે.


    (5) એક ઉપયોગી યોજના : વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. ખાસ
    પ્રવૃત્તિઓ માટે જ આ યોજના તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે કાર્ય-પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી
    પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. દા. ત., વહાણ બાંધકામ, મકાન બાંધકામ, પેકેજિંગ, પ્રિન્ટિંગ
    વગેરેમાં આ યોજના મહત્ત્વની છે.

    (6) આકસ્મિક યોજના : ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ખૂબ જ આવશ્યક છે.
    કેટલાક ચોક્કસ પરિબળો જેવાં કે રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી પરિબળોના કારણે ધંધાકીય પર્યાવરણમાં પણ ફેરફાર થાય છે. તેના કારણે અગાઉની યોજના માં ફેરફાર કરવો પડે કે નવી યોજના ઘડવામાં આવે તેને આકસ્મિક યોજના કહે છે.


    આયોજન ના ઘટકો (Elements/Components of Planning) (વિભાગ C માટે મુદા ખાસ પાકા કરવા)

    પ્રસ્તાવના:  આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની-નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરી આયોજન કરવામાં આવે છે. તેને આયોજન ના ઘટકો કહેવામાં આવે છે. દા. ત., ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો સૌ પ્રથમ દરેક વિભાગ ના અંદાજપત્ર બનાવવા પડે, ત્યારબાદ તેના પર ચર્ચા-વિચારણા કરી એકમનું મુખ્ય અંદાજપત્ર બનાવી શકાય.
     


    (1) હેતુઓ : ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. તે નક્કી કરતી વખતે
    એકમ ને અસર કરતા દરેક પરિબળો ને ધ્યાનમાં લેવા પડે, ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. તે વધારે પડતા મહત્ત્વાકાંક્ષી ન હોવા જોઈએ.

    (2) વ્યૂહરચના : આયોજન માં નક્કી કરેલ ઉદેશો ને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે
    વ્યુહરચના.તેના થી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતાં અન્ય પરિબળો સામે ટકી શકે છે. વ્યુહરચનાનો
    ઉપયોગ લશ્કર અને રમત-ગમત જેવા ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે તે પણ જરૂરી છે. યોગ્ય વ્યુહરચના ને કારણે એકમને મહત્તમ સફળતાની ખાતરી મળે છે.

    (3) નીતિ : આયોજન માં નક્કી કરેલા ધ્યેય ને પાર પાડવા સંચાલક જે નિર્ણયો અને વ્યુહરચના નક્કી કરે તેને
    નીતિ કહે છે. નીતિ એકમની એક છાપ ઊભી કરે છે. એકમની કુશળતા અને કાર્ય પદ્ધત્તિનો પરિચય આપે છે. ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. દા. ત., શાખ પર માલનું વેચાણ કરવાની નીતિ.

    (4) પદ્ધતિ /વિધિ : પદ્ધતિ એ એકમ નો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. બૂહરચના એકમોને હરીફો
    સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. નીતિ એ ઉદેશો ને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પુરી પાડે છે: જયારે વિધિ નક્કી કરેલ ઉદેશો ને કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ બતાવે છે. દા. ત. એકમ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણ ના ધ્યેય ને પાર પાડવા પ્રયત્ન કરે છે.  આમ કરવાથી સફળતાની શક્યતા વધી જાય છે. ટૂંકમાં, વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત.


    (5) નિયમો : આયોજનમાં નક્કી કરેલ કાર્યક્રમ ને પાર પાડવા નિયમો જરૂરી છે. નિયમો વિધિ નિશ્ચિત કરે છે,
    સ્પષ્ટ સમજ આપે છે. તેનાથી કર્મચારીઓમાં શિસ્ત ની સ્થાપના થાય છે તથા ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય સરળ બને છે. દા. ત., કામના કલાકો દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ કરવો નહિ, એકમમાં ધૂમ્રપાન કરવું નહિ વગેરે.


    (6) અંદાજપત્ર : એકમના નક્કી કરેલ ધ્યેય ને પૂર્ણ કરવા માટે અંકુશ ના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ
    થાય છે. વિવિધ પ્રકારનાં અંદાજપત્ર જેવા કે મૂડીખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન-ખર્ચ અંદાજપત્ર,
    વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર વગેરે તૈયાર કરવામાં આવે છે. અંદાજપત્ર એકમની પ્રક્રિયા પર અંકુશ રાખે છે અને સંચાલન ને કાર્યક્ષમ બનાવે છે.

    (7) કાર્યક્રમ : ધંધાકીય એકમ માં કરવાના થતા કાર્યો ને જે ક્રમ આપવામાં આવે છે તેને કાર્યક્રમ કહેવામાં આવે
    છે. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધિ ના પ્રશ્નો ઊભા થતા નથી. સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ
    થાય છે કે નહિ તે જોવાનું છે તથા તેને નક્કી કરેલ ધોરણો સાથે સરખાવી જો તેમાં વિચલનો જણાય તો સુધારાલક્ષી
    પગલાં જરૂરી બને છે.

    આયોજનનાં ઘટકો: 

    હેતુ નક્કી કરી વ્યૂહરચના નો ઉપયોગ કરી નીતિ બનાવો પદ્ધતિથી પાર પાડી નિયમોથી પૂર્ણ કરો અંદાજપત્ર અને કાર્યક્રમના આયો ઘટકો.

Eco-Friendly Impact Calculator

Eco-Friendly Impact Calculator