CHANGE THE TEXT
Introduction:
આ પ્રશ્નમાં numbers (એકવચન-બહુવચન), Tenses ( કાળ પરિવર્તન), Voice ( એક્ટિવ- પેસીવ), Gender (જાતિ પરીવર્તન) વગેરે પ્રશ્નો પુછાય છે. આપણે એક પછી એક બધા મુદ્દા નો અભ્યાસ કરીએ.
★ Change the Gender (જાતિ બદલો) :
આ પ્રશ્નમાં નર અને નારી જાતિને એકબીજામાં ફેરવવાની હોય છે. તેને માટે જરૂરી સર્વનામો અને જાતિવાચક નામના રૂપ આપણે જોઈ લઈએ.
Male | Female | Male | Female |
He | She | Husband | Wife |
His/Him/ | Her | Son | Daughter |
Himself | Herself | King | Queen |
Father/Papa | Mother/Mummy | Prince | Princess |
Dad | Mom | Grandfather | Grandmother |
Poet | Poetess | Uncle | Aunt |
Author | Authoress | Brother | Sister |
Hunter | Huntress | Boy | Girl |
Mr. | Mrs. | Gentleman | Lady |
Nephew | Niece | Actor | Actress |
Waiter | Waitress | Hero | Heroine |
Sir | Madam | God | Godess |
Lion | Lioness | Tiger | Tigress |
આ નામ તથા સર્વનામ ને આધારે આપણે આપેલા ફકરાનું પરિવર્તન કરી શકીએ છીએ, તો ચાલો જોઈએ થોડા ઉદાહરણો
Example :
- Mr. Shah is a doctor. His wife is a poetess. They have a son. He is an actor.
Ans. Mrs. Shah is a doctor. Her husband is a poet. They have a daughter. She is an actress.
- There was a king. He had a beautiful daughter. The princess was very bold. She did not want to marry at all.
Ans. There was a queen. She had a handsome son. The prince was very bold. He did not want to marry at all.
singular and Plural (એકવચન અને બહુવચન)
આ પ્રશ્ન માં એકવચન અને બહુવચન નું એક-બીજામાં રૂપાંતર કરવાનું પૂછાય છે. તેને માટે આપણે જાતિવાચક નામના બહુવચન ના નિયમો જોઇ લઇએ :
(1) સામાન્ય રીતે નામ ને છેડે જ લગાડવાથી તેનું બહુવચન થાય છે. જેમ કે ,
Boy-boys, girl-girls etc.
(2) જો નામને છેડે s/ss/sh/ch/x કે o આવતા હોય તો તેને es લગાડવાથી તેનું બહુવચન થાય છે. જેમ કે..
Mango-mangoes, bench-benches, box-boxes etc.
(3) જો નામને છેડે y આવતો હોય અને તેની પહેલા વ્યંજન હોય તો y નીકળી જાય છે અને ies લગાડવાથી બહુવચન બને છે. જેમકે..
butterfly-butterflies, lily-lilies etc.
(4)જો નામને છેડે f કે fe આવતી હોય તો તે નીકળી જાય છે અને ves લગાડવાથી બહુવચન બને છે. જેમ કે,
leaf-leaves loaf-loaves etc.
(5) કેટલાક નામના એકવચન અને બહુવચન રૂપ સરખા જ રહે છે જેમ કે..
deer-deer fish-fish etc.
(6) કેટલાક નાના એકવચન અને બહુવચનના રૂપ અનિયમિત છે જેને યાદ રાખવા પડે છે, જેમ કે….
man-men, woman-women, child-children, ox-oxen, foot-feet, tooth-teeth etc.
આ ઉપરાંત એકવચનમાં જાતિવાચક નામ પહેલાં લાગે છે જે બહુવચનમાં નીકળી જાય છે, તો આ જાતિવાચક નામના બહુવચન ઉપરાંત આપણે સર્વનામ તથા તેને અનુરૂપ ક્રિયાપદના બહુવચનથી પણ સુપેરે પરિચિત થવું જરૂરી છે. તો ચાલો તેના રૂપોvપરિચય મેળવી લઈએ,
ખાસ યાદ રાખો
Singular Plural
I We
Me. Us
My. Our
My self. Ourselves
You. You
Your. Your
Yourself. Yourselves
He/she/it. They
Him/her/it. Them
His/her/its. Their
Himself/herself. Themselves
Am/is. Are
Was Were
Does. Do
Has. Have
This. These
That. Those
હવે આપણે કેટલા ફકરાનું રૂપાંતર જોઈએ.
Example :
1.I am a child. This is my toy. I have a friend. He is a good boy.
Ans. We are children. These are our toys. We have friends. They are good boys.
- I am a postman. This is my bicycle. He is a teacher. That is his school.
Ans. We are postmen. These are our bicycles. They are teachers. Those are their school
3.Look at those boys. They are playing cricket. They have bats and balls. They are good players.
Ans. Look at that boy. He is playing cricket. He has a bat and a ball, He is a good player.