Motivational Stories In Gujarati For Students

0
1173
motivational stories in gujarati
motivational stories in gujarati

               

                                  Motivational Stories In Gujarati

 These Motivational Stories In Gujarati For Students are Very inspiring.

Read These Gujarati Motivational Stories and be happy always. 

અતિ પ્રેરણાદાયી ગુજરાતી વાર્તાઓ                 

    Motivational Stories In Gujarati-1                                               

                                           સાચો ઉછેર

 એક વિદ્યાર્થીને ખૂબ જ મહેનત કરી  પણ સફળતા તેના નસીબમાં નહોતી.   

 

તે હિંમત હારી ગયો, તેના જીવનમાં કોઈ આશા ન રહી, તે ખરાબ વિચારોથી અસ્વસ્થ થઈ ગયો.  

 

જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે તેણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું.

 

જ્યારે તે જંગલમાં ગયો અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક મહાત્માએ તેને જોયો.

 

 મહાત્માએ કહ્યું, બાળક એવી શું વાત છે અને આ જંગલમાં તું એકલો જ છો?

 

પછી તેણે કહ્યું કે મેં મારા જીવનમાં સખત મહેનત કરી છે, પરંતુ કોઈ પરિણામ ન મળવાથી હું આ નિષ્કર્ષ પર  પહોંચ્યો છું, હવે મારી પાસે જીવવાનું કોઈ કારણ નથી.

 

મહાત્માએ તેને પૂછ્યું કે તું કેટલો સમયથી સખત મહેનત કરી રહ્યો છો?

 

 વિદ્યાર્થીએ કહ્યું, લગભગ બે વર્ષ  થયા છે, હું પરીક્ષામાં નિષ્ફળ થાવ છું, અને મને ક્યાંય પણ નોકરી મળતી નથી.

 

 મહાત્મા હસવા લાગ્યા – હે પુત્ર, તને બધું મળશે. થોડીક વધારે મહેનત કર બસ હવે થોડાક જ દિવસ…

 

 

વિદ્યાર્થીએ કહ્યું – હું કોઈને લાયક જ નથી. મારાથી શું થશે.?

 

જ્યારે મહાત્માએ જોયું કે વિદ્યાર્થી સંપૂર્ણપણે નાસીપાસ થવા લાગ્યો, ત્યારે તેણે કહ્યું,

 

એક સમયની વાત છે ભગવાને બે છોડ વાવ્યા..

 

એક છોડ વાંસનો અને બીજો બાવળનો.

 

બાવળનો છોડ ઝડપથી વધવા લાગ્યો અને વાંસનો છોડ જેમ હતો તેમ જ રહ્યો.

 

ભગવાન હિંમત ના હાર્યા.બીજા વર્ષે પણ એવું જ થયું.

 

બાવળનો છોડ બહુ જ મોટો થઈ ગયો તો પણ ભગવાન હિંમત ના હાર્યા.

 

થોડા દિવસ પછી વાંસના છોડનું બીજ ફૂટી નીકળ્યા અને વાંસ નું વૃક્ષ બાવળ કરતાં પણ ખૂબ જ ઊંચું વધવા‌ લાગ્યું.

 

વાંસના વૃક્ષને તેના મૂળને મજબૂત બનાવવા માટે થોડા વર્ષો લાગ્યા.

 

મહાત્માએ વિદ્યાર્થીને કહ્યું – આ તારો સખત મહેનત કરવાનો સમય છે, તારા મૂળને મજબૂત કરવા માટેનો સમય છે.

 

 

તું આ સમયને મૂલ્યવાન સમજજે. જેમ જેમ તારા મૂળ મજબૂત બનશે તેમ તેમ તને જીવનમાં સફળતા પ્રાપ્ત થશે.

 

વાંસે પોતાની સરખામણી બાવળ સાથે ના કરી, કારણ કે વાંસ જાણે છે કે બાવળના મૂળ ખૂબ જ નબળા છે અને સહેજે તોફાન આવશે તો ઉખડી જશે.

 

પરંતુ તેના મૂળ એટલા મજબૂત છે કે મોટા તોફાન પણ તેને નુકસાન પહોંચાડી શકશે નહીં.

 

સાર:-

 

  • વિદ્યાર્થીઓએ જીવનમાં ક્યારેય સંઘર્ષથી ડરવું જોઈએ નહીં. 

 

 સખત મહેનત કરીને તમારા મૂળને એટલા મજબૂત બનાવો કે, મોટા-મોટા તોફાન પણ તમારા દૃઢ ઇરાદાને ક્યારેય નબળા બનાવી શકે..

 Motivational Stories In Gujarati-2                           

                                     અપંગના ઓજસ

 

વિલ્મા રુડોલ્ફનો જન્મ યુ.એસ. ટેનેસી રાજ્યના ગરીબ ઘરમાં થયો હતો. 4 વર્ષની વયે, વિલ્મા રુડોલ્ફને પોલિયો થઈ ગયો અને વિકલાંગ બની ગઈ.

 

વિલ્મા રુડોલ્ફ વિલચેરની મદદથી ચાલતી હતી. ડૉક્ટરોએ પણ હાર માની લીધી અને કહ્યું કે આ જમીન પર ક્યારેય ચાલી શકશે નહીં. 

 

પરંતુ વિલ્મા રુડોલ્ફના માતા  હકારાત્મક વલણ ધરાવતા હતા અને તેણે વિલ્માને પ્રેરણા આપી  અને કહ્યું કે આ દુનિયામાં કંઇ જ અશક્ય નથી. 

 

 વિલ્માએ તેની માતાને કહ્યું, “શું હું દુનિયામાં સૌથી ઝડપી દોડવીર બની શકું?”

 

માતાએ વિલ્માને કહ્યું કે ભગવાન પર વિશ્વાસ, મહેનત અને ઉત્કટતાથી તું ધારે તે પ્રાપ્ત કરી શકે છે.

 

 નવ વર્ષની ઉંમરે, તેણે જીદ કરી, હિંમત કરી અને ચાલવાનું શરૂ કર્યું. 

 

વિલચેર પર ઊભા થવાનો પ્રયત્ન કરતી વખતે અસહ્ય પીડા થતી અને પીડા ભોગવતા તે સતત પ્રયત્ન કરતી રહી,  હિંમત ન હારી.

 

છેવટે, જીત તેની  થઈ જ, અને એક-બે વર્ષ પછી તે કોઈપણ સહારો લીધા વિના ચાલવામાં સફળ થઈ.

 

 તેણીએ 13 વર્ષની વયે પ્રથમ રેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને છેલ્લા સ્થાને આવી હતી.  

 

પરંતુ તેમણે હાર ન માની અને સતત સ્પર્ધાઓમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું.  ઘણી વખત હારવા છતાં પણ તે પાછળ ન હટી અને પ્રયત્ન કરતી રહી.

 

 એક દિવસ એવો પણ આવ્યો જ્યારે તેને સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું.

 

15 વર્ષની વયે, તેમણે ટેનેસી યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો, જ્યાં તેમને કોચ એડ ટેમ્પલ મળ્યા.  

 

વિલ્માએ ટેમ્પલને પોતાની ઇચ્છા કહી કે તે સૌથી ઝડપી દોડવીર બનવા માંગે છે.  

 

કોચએ તેમને કહ્યું – “આ જ ઇચ્છાશક્તિને કારણે કોઈ તને અટકાવી શકશે નહીં અને હું તને આમાં મદદ કરીશ.”

 

વિલ્માએ સખત મહેનત કરી અને આખરે ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની તક મળી. 

 

વિલ્માને રનર (જુતા હેન) સાથે સામનો કરવો પડ્યો હતો, જેને અત્યાર સુધી કોઈ હરાવી શક્યું ન હતું.

 

પ્રથમ સ્પર્ધા 100 મીટર હતી, જેમાં વિલ્માએ જુતાને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

 

અને બીજી રેસ (200 મીટર)માં વિલ્માએ જુતાને હરાવી હતી અને બીજો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

 

ત્રીજી રેસ 400 મીટર રિલે રેસ હતી અને વિલ્માની લડાઇ ફરી એકવાર જુતા સાથે જ હતી.

 

રિલે રેસના છેલ્લો ભાગમાં ટીમના સૌથી ઝડપી દોડવીર જ દોડે છે.

 

વિલ્માની ટીમના ત્રણ લોકો રિલે રેસના શરૂઆતમાં ત્રણ ભાગમાં દોડ્યા અને સરળતાથી બૅટન બદલ્યાં.  

 

જ્યારે વિલ્માનો દોડવાનો સમય આવ્યો,ત્યારે તેનાથી બૅટન છૂટી ગઈ પરંતુ વિલ્માએ જોયું  કે બીજી બાજુ જુતા હેન ઝડપથી દોડતી આવતી હતી.

  

વિલ્માએ પડી ગયેલી બૅટનને ઉઠાવી અને મશીનની જેમ ઝડપથી દોડી, જુતાને ત્રીજી વખત  હરાવી અને ત્રીજું સુવર્ણ પદક જીત્યું.

 

આ રીતે, વિકલાંગ સ્ત્રી (ડોક્ટરો કે જેણે કહ્યું હતું કે તેણી ક્યારેય ચાલી શકશે નહીં) તે વિશ્વમાં સૌથી ઝડપી દોડવીર બની અને સાબિત કર્યું કે આ દુનિયામાં બધું જ શક્ય છે.

Motivational Stories In Gujarati-3

                                        દેડકાઓનો સમુદાય

એક સોસાયટીમાં ખૂબ જ સારો માણસ રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ અને પ્રમાણિક હતો.

 

જે પણ તેના સંપર્કમાં આવતા, તે બધા લોકો તેના સારા વર્તનથી ખુશ થઇ જતા હતા અને દિલ ખોલીને તેની પ્રશંસા કરતા હતા.

 

એક દિવસ, જ્યારે તે પોતાની ઓફિસેથી ઘરે પાછો ફર્યો ત્યારે તેણે પોતાના પડોશના કેટલાક લોકોને રસ્તા પર ગપસપ કરતા સાંભળ્યા.

 

ધ્યાનથી સાંભળ્યું અને જાણ્યું કે તે લોકો તેના વિશે વાત કરે છે.

 

હવે તેનાથી રહેવાયું નહીં, તેને એમ લાગ્યું કે આ લોકો ચોક્કસ તેની પ્રશંસા કરતા હશે એટલે તે ચૂપચાપ તેની પાછળ જવા લાગ્યો.

 

પરંતુ તેને ખબર પડી કે આ લોકો તેની પ્રશંસા કરવાને બદલે તેના અવગુણ કરતા હતા.

 

 કોઈક એમ કહેતું હતું કે આ માણસ બહુ અભિમાની છે, તો કોઈક એમ કહેતું હતું કે આ માણસ અંદરથી કંઈક અલગ અને બહારથી કંઈક અલગ છે.

 

 તો કેટલાક લોકો તેને ઢોંગી કહી રહ્યા હતા.

 

આ બધી વાત સાંભળીને તે વ્યક્તિને દિલમાં ખૂબ જ દુઃખ પહોંચ્યું, કેમ કે આજ સુધી તેને પોતાના વિશે ક્યારેય ખરાબ સાંભળ્યું ન હતું.



તે જ્યાં પણ જાય ત્યાં કોઈને વાત કરતા જોવે તો તેને દાળમાં કંઈક કાળું છે એવું જ દેખાતું હતું.

 

 તેના મગજમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે લોકો તેના વિશે ખરાબ વિચારે છે અને ખરાબ બોલે છે.

 

આવી નકારાત્મક વિચારસરણીની અસર એટલી હતી કે જ્યારે તેની પ્રશંસા કરવામાં આવે ત્યારે પણ તેને એવું જ લાગતું  કે લોકો તેની મજાક કરી રહ્યા છે.

 

આવા નકારાત્મક વિચારો ને કારણે આસપાસના લોકોને એવું લાગવા લાગ્યું કે મોહનમાં કંઈક બહુ મોટો પરિવર્તન આવ્યો છે 

 

અને તેની પત્ની પણ પોતાના પતિના આ બદલાવથી ખૂબ જ આશ્ચર્યચકિત હતી.

 

 એકવાર તેની પત્નીએ પૂછ્યું કે, તમારામાં આટલો બદલાવ કેવી રીતે આવી ગયો હું તેનું કારણ જાણી શકું?

 

તેણે ઉદાસ મનથી જે કંઈ પણ થયું હતું તે બધી વાત કરી.

 

 પત્નીએ ખૂબ વિચાર્યું અને પછી તેણીને યાદ આવ્યું કે શહેરમાં એક પ્રેરણાદાયી સેમિનાર યોજાયો છે.  

 

ત્યાં એક થી એક ચઢિયાતા વક્તા આવવાના હતા.

 

 

તેણીએ તેના પતિને આ સેમિનાર વિશે કહ્યું કે આપણે ચોક્કસપણે આ સેમિનારમાં ભાગ લેવો જોઈએ અને આ સમસ્યાનો ઉકેલ આવશે.

 

 બીજા દિવસે તેઓ સેમિનારમાં પહોંચ્યા.

 

 આ સેમિનારમાં દરમિયાન, તે વ્યક્તિએ પોતાની વાત વક્તા સામે રજૂ કરી હતી.

 

 તેણે કહ્યું કે હવે લોકો મારા જેવા નથી, મારા વિશે ખોટું વિચારે છે અને હવે હું સારો માણસ રહ્યો નથી.

 

 શું તમે મને કહી શકો છો કે પહેલાંની જેમ હું મારી નામના કેવી રીતે મેળવી શકું?

 વક્તાએ આખી વાત સમજાઈ ગઈ.

 

 તેણે તેને નજીકનાં ગામના શિબિરમાં મોકલી દીધા … અને કહ્યું કે તમે રાતના સમયે ત્યાં જ રહો.

 

બીજા દિવસે વક્તાએ તેને પૂછ્યું કે તમે રાત કેવી રીતે પસાર કરી?

 

 પછી તે વ્યક્તિએ કહ્યું કે જ્યારે હું રાતે સૂવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક ઘણાં દેડકાઓનો કર્કશ અવાજ શિબિર પાસેના તળાવમાંથી આવી રહ્યો હતો.

 

 રાત્રે, દેડકા એટલો અવાજ કરી રહ્યા હતા કે હું રાત્રે સૂઈ પણ શકતો ન હતો.  

 

મને આશ્ચર્ય થયું છે કે ગામના લોકો આવા અવાજમાં કેવી રીતે ઊંઘે છે?

 

 પછી વક્તાએ કહ્યું, હવે શું કરી શકાય?  શું તમારી પાસે કંઈક ઉકેલ છે?

 

તેમણે કહ્યું કે આટલો ઘોંઘાટ સાંભળ્યા પછી, એવું લાગે છે કે દેડકાઓની સંખ્યા હજારો હશે.  

 

હું આવતીકાલે શક્ય એટલા મજૂરોને બોલાવીશ અને તમામ દેડકાઓને તળાવમાંથી કાઢી લેવામાં આવશે.

 

 બીજે દિવસે તે વ્યક્તિ ઘણા મજૂરો સાથે ત્યાં આવ્યો અને વક્તા ત્યાં ઉભા ઉભા બધું જોઈ રહ્યા હતા.

 

નાના તળાવમાં બધા મજૂરોએ મળીને જાળ નાખી દેડકા પકડવાનું શરૂ કર્યું, જોતજોતામાં બધા જ પકડાઈ ગયા. 

 

 જ્યારે વ્યક્તિએ જોયું કે 90 થી 100 દેડકા પકડાયા છે, ત્યારે તેણે કહ્યું કે ગઈકાલે રાત્રે આ તળાવમાં હજારો દેડકા હતા.

 

 આખી રાતમાં ક્યાં ગયા?  અને ફક્ત આટલા જ બાકી રહ્યા.? હવે વક્તાએ તેને સમજાવ્યું અને કહ્યું, બધા દેડકાં અહીં જ છે.

 

ગઈકાલે તમે આટલા જ દેડકાનો અવાજ સાંભળ્યો હતો. તે બધા એટલો અવાજ કરતા હતા કે તમને તેની સંખ્યા હજારોમાં લાગી

 

 

હવે ધ્યાનથી વિચારો, આવી જ રીતે જ્યારે તમારા આસપાસના કેટલાક લોકોને તમારા વિશે ખરાબ વાત કરતા સાંભળ્યા તો તમારી પણ સમજવામાં ભૂલ થઈ ગઈ છે.

 

તમને એવું લાગવા લાગ્યું કે જે તમારા સંપર્કમાં આવે છે તે દરેક વ્યક્તિ તમારા વિશે ખરાબ વિચારે છે અને ખરાબ બોલે છે.

 

જેટલા લોકો આવું બોલી રહ્યા છે તેની સંખ્યા આ દેડકાઓ ની સંખ્યા જેટલી જ હતી.

 

હવે બીજી વાર તમારા વિશે ખરાબ બોલતા સાંભળો તો એટલું ધ્યાનમાં રાખજો કે બહુ જ થોડી સંખ્યામાં લોકો તમારા વિશે આવું બોલી રહ્યા છે.

 

 અને હા એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે તમે સમાજમાં કેટલા પણ સારા માણસ હોવ તો પણ કેટલાક વ્યક્તિ તો એવા હશે જ કે છે તમારા વિશે ખરાબ બોલશે.

 

 હવે તે વ્યક્તિની આંખો ખુલી ગઈ હતી, તેને ફરીથી તેના જૂના વ્યક્તિત્વમાં પાછા આવવાની નવી દિશા મળી હતી.

 

સાર:-

  •      મિત્રો, આપણે આ વ્યક્તિની જેમ આપણી આસપાસના કેટલાક લોકોના વર્તનને બધા વ્યક્તિઓ ના વર્તન સાથે જોડશુ  નહીં.





એક હિન્દી ફિલ્મના ગીતની ખૂબ જ અસરદાર પંક્તિઓ છે.

 

કુછ તો લોગ કહેંગે

લોગો કા કામ હૈ કહેના 

છોડો બેકાર કી બાતો મેં 

કહી બીત ના જાયે રૈના

કુછ તો લોગ કહેગે 

 

કુછ રીત જગત કી એસી હૈ 

હર એક સુબહ કી શામ હુઈ

કુછ રીત જગત કી એસી હૈ 

હર એક સુબહ કી શામ હુઈ

તું કોન હે તેરા નામ હૈ ક્યાં 

સીતા ભી યહાં બદનામ હુઈ 

ફિર ક્યોં સંસાર કી બાતો સે 

ભીગ ગયે તેરે નૈના.

 

જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખો મિત્રો,  કે જે આપણે છીએ તે જ છીએ જે બીજા લોકો આપણા માટે કહી રહ્યા છીએ તે આપણે નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here